Type Here to Get Search Results !

NEET PRACTICE PAPER -5 | STD 11 અને 12 સંપૂર્ણ અભ્યાસ ક્રમ BIOLOGY

0

GUJARAT BIOLOGY NEET PLUS
MANISH MEVADA (M.Sc,M.Phil,B.Ed)
NEET PRACTICE PAPER - 5 | STD 11 અને 12 સંપૂર્ણ અભ્યાસ ક્રમ



TIME- 1 HOUR                                     SUBJECT – BIOLOGY        MARKS- 400    

   

કુલ 100 પ્રશ્નો છે દરેક પ્રશ્નનો 4 માર્ક છે દરેક ખોટા પ્રશ્ન ના 1 માર્ક કપાશે


(1) leo, pardus અને tigris માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

(1) ત્રણેયનો સમાવેશ એક જ પ્રજાતિમાં થાય છે.
(2) ત્રણેયનો સમાવેશ એક જ વર્ગમાં થાય છે.
(3) ત્રણેયનો સમાવેશ એક જ ગોત્રમાં થાય છે.
(4) બધા જ

(2) નીચેના જોડકાં જોડો:
         કોલમ - I                કોલમ - II
(P) જાતિ                    (1) હોમો
(Q) કુળ                      (II) હોમોનીડી
(R) પ્રજાતિ                 (III) પ્રાઈમેટા
(S) ગોત્ર                     (IV) સેપિયન્સ
(T) વર્ગ                       (V) સસ્તન
(1) (P-V), (Q-III), (R-I), (S-II), (T-IV)
(2) (P-IV), (Q-II), (R-I), (S-III), (T-V)
(3) (P-IV), (Q-III), (R-I), (S-II), (T-V)
(4) (P-V), (Q-I), (R-III), (S-II), (T-IV)

(3) જોડકાં જોડો:
      કોલમ – I (સૃષ્ટિ)            કોલમ – II (કોષદીવાલ)
(P) મોનેરા                          (I) કેટલાકમાં હાજર
(Q) પ્રોટીસ્ટા                       (II) સેલ્યુલોઝયુકત કોષદિવાલ
(R) ફૂગ                             (III) ગેરહાજર
(S) વનસ્પતિ                      (IV) પોલિસેકેરાઈડ + એમિનો એસિડ
(T) પ્રાણી                           (V) કાઈટિન
(1) (P-IV), (Q-I), (R-V), (S-II), (Т-III)
(2) (P-IV), (Q-II), (R-V), (S-I), (Т-II)
(3) (P-III), (Q-I), (R-V), (S-II), (T-IV)
(4) (P-II), (Q-IV), (R-I), (S-III), (T-V)

(4) છાદિ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(1) પ્રોટીનસભર આવરણ છે.
(2) દેહને નરમ બનાવે છે.
(3) યુગ્લિનોઈડ્સનું લક્ષણ છે.
(4) બધા જ

(5) આ પરોપજીવી ઊંઘવાની બીમારી જેવો રોગ ઉત્પન્ન કરે છે.
(1) અમીબાસમ પ્રોટોઝુઅન્સ
(2) પક્ષ્મધારી પ્રોટોઝુઅન્સ
(3) કશાધારી પ્રોટોઝુઅન્સ
(4) બીજાણુધારી પ્રોટોઝુઅન્સ

(6) નીચે આપેલાં કયાં વિધાનો બદામી લીલને લાગુ પડે છે ?
(I) કલોરોફિલ a, કલોરોફિલ d, કેરેટીનોઈડ્સ અને ઝેંથોફિલ્સ જેવા રંજકદ્રવ્યો ધરાવે છે.
(II) ચમકતા લીલાથી વિવિધ છાયવાળા બદામી રંગની વિવિધતા ધરાવે છે.
(III) ખોરાકનો સંગ્રહ લેમિનારિન કે મેનિટોલના સ્વરૂપમાં કરે છે.
(IV) કોષદિવાલ સેલ્યુલોઝ અને આલ્જિનની બનેલી હોય છે.
(V) કોષદિવાલની બહારની બાજુએ આલ્જિન આવેલ હોય છે.
(1) I, II, III, IV
(2) II, III, IV
(3) II, III, IV, V
(4) I, II, III, IV

(7) બીજાણુઓને આધારે ત્રિઅંગીઓને ઓળખો.
     સમબીજાણુક                         વિષમબીજાણુક
(1) ઈકવીસેટમ, હંસરાજ          સેલાજીનેલા, સાલ્વિનીયા
(2) સેલાજીનેલા, સાલ્વિનીયા     ઈકવીસેટમ, સાલ્વિનીયા
(3) હંસરાજ, સેલાજીનેલા         ઈકવીસેટમ, હંસરાજ
(4) ઈકવીસેટમ, સાલ્વિનીયા       હંસરાજ, સેલાજીનેલા

(8) પૃષ્ઠવંશીઓ માટે અસંગત વિકલ્પ પસંદ કરો:
(1) બધા મેરુદંડીઓ પૃષ્ઠવંશીઓ છે, પરંતુ બધા પૃષ્ઠવંશીઓ મેરુદંડી નથી.
(2) વક્ષબાજુઓ બે, ત્રણ કે ચાર કોટરયુકત સ્નાયુમય હ્રદય ધરાવે.
(3) ઉત્સર્જન અને આસૃતિ માટે મૂત્રપિંડ હોય.
(4) પ્રચલન અંગો મીનપક્ષ કે ઉપાંગો હોઈ શકે છે.

(9) નીચે આપેલ કક્ષાઓને ઓળખો.
            P                  Q                   R

(1) ઉપસમુદાય       ઉપરીવર્ગ           વર્ગ
(2) ઉપસમુદાય        વર્ગ                  વર્ગ
(3) વિભાગ        ઉપરીવર્ગ               વર્ગ
(4) વિભાગ           વર્ગ                    વર્ગ

(10) પર્ણ માટે અસંગત છે.
(1) પર્ણ ગાંઠના ભાગેથી વિકાસ પામતી રચના છે.
(2) પ્રકાંડ પર પર્ણો તલાભિસારી ક્રમમાં ગોઠવાય છે.
(3) તેઓ પ્રકાશસંશ્લેષણ કરતું વનસ્પતિનું મહત્વ અંગ છે.
(4) પર્ણના કક્ષમાં કક્ષકલિકા હોય છે.

(11) જોડકાં જોડો:
        કોલમ-I                       કોલમ - II
(P) ધારાવર્તી                (I) ડાયેન્થસ, પ્રિમરોઝ
(Q) અક્ષીય                 (II) સૂર્યમુખી, ગલગોટા
(R) ચર્મવર્તી                (III) વટાણા
(S) મુકત કેન્દ્રસ્થ         (IV) લીંબુ, જાસુદ, ટામેટા
(T) તલસ્થ                 (V) રાઈ, દારૂડી
(1) (P-IV), (Q-III), (R-I), (S-II), (T-V)
(2) (P-III), (Q-IV), (R-V), (S-I), (Т-II)
(3) (P-II), (Q-III), (R-I), (S-IV), (T-V)
(4) (P-V), (Q-I), (R-III), (S-IV), (T-II)

(12) મૂળનું આપેલ સ્તર કાસ્પેરિયન પટ્ટિકા ધરાવે છે.
(1) બાહ્યક
(2) અધિસ્તર
(3) પરિચક્ર
(4) અંતઃસ્તર

(13) નીચેનામાંથી યોગ્ય વિકપ પસંદ કરો.
દ્વિદળી પ્રકાંડનું પરિચક્ર       દ્વિદળી મૂળનું પરિચક્ર
(1) મૃદુતક કોષો                 મૃદુતક કોષો
(2) દ્દઢોતક કોષો                મૃદતક કોષો
(3) દઢોતક કોષો                દઢોતક કોષો
(4) મૃદતક કોષો                 દઢોતક કોષો

(14) દેડકાના ઉત્સર્જન બાબતે અસંગત વિધાન પસંદ કરો.
(1) માદા દેડકામાં મૂત્રવાહિની મૂત્રપિંડમાંથી મૂત્રજનનવાહિની સ્વરૂપે બહાર નીકળે છે.
(2) મૂત્રપિંડના રચનાત્મક અને ક્રિયાત્મક એકમને મૂત્રપિંડ નલિકાઓ અથવા નેફોન્સ કહે છે.
(3) પાતળી દિવાલવાળું મૂત્રાશય મળાશયની વક્ષબાજુએ આવેલું હોય છે.
(4) મૂત્રપિંડ ગાઢ રાતા રંગના વાલ આકારના હોય છે.

(15) દેડકામાં શુક્રકોષના વહનનો સાચો માર્ગ ઓળખો.
(1) શુક્રપિંડ→ શુક્રવાહિકા બિડરની નલિકા મૂત્રજનનવાહિની અવસારણી અવસારણી છિદ્ર
(2) શકપિંડ→ શક્રવાહિકા જનનવાહિની બિડરની નલિકા મૂત્ર અવસારણીઅવસારણી છિદ્ર
(3) શુક્રપિંડ→ શુક્રવાહિકા અંડવાહિની→ અંડાશય અવસારણી અવસારણી છિદ્ર
(4) શુક્રપિંડ→ શુક્રવાહિકા અંડાશય અંડવાહિની અવસારણી→ અવસારણી છિદ્ર

(16) નીચે આપેલ વિધાન આદિકોષકેન્દ્રીય કોષ માટે અસંગત છે.
(1) બેકટેરિયા, નીલહરિત લીલ, માઈકોપ્લાઝમા, PPLO અને વાયરસ તેના ઊદહરણો છે.
(2) તેઓના કદ સુકોષકેન્દ્રીય કોષો કરતા નાના છે.
(3) તેઓનું કોષવિભાજન સુકોષકેન્દ્રીય કરતા ઝડપી છે.
(4) બેકટેરિયા મુખ્યત્વે ચાર આકારના હોય છે.

(17) નીચે આપેલ વિધાન કોષદિવાલ માટે અસંગત છે?
(1) કોષનો આકાર નકકી કરે છે.
(2) મજબૂત બંધારણીય રચના પ્રદાન કરે છે.
(3) બાહ્ય પર્યાવરણ સાથે સંપર્કમાં રહે છે.
(4) બેકટેરિયાને તૂટવા તેમજ પતન થવાથી અટકાવે છે.

(18) મેસોઝોમ્સ માટે નીચેનામાંથી કયો વિકલ્પ યોગ્ય છે.
(I) પુટિકાઓ, નલિકાઓ અને પટલિકાઓ સ્વરૂપે હોય છે.
(II) કોષદિવાલના વિસ્તૃતિકરણથી નિર્માણ પામે.
(III) ઉત્સેચકની માત્રામાં વધારો કરવામાં મદદરૂપ થાય.
(IV) શ્વસન અને સ્ત્રાવી પ્રક્રિયાઓ સાથે સંકળાય.
(1) I, II, III, IV
(2) I, III, IV
(3) I, IV
(4) I, II, IV

(19) નીચેના જોડકાં જોડો.
     કોલમ – I (પ્રોટીન)             કોલમ -II (કાર્ય)
(p) કોલેજન                         (i) અંતઃસ્ત્રાવ
(q) ટ્રિપ્સિન                         (ii) સંવેદનગ્રાહી
(r) ઈન્સ્યુલિન                      (iii) રોગકારકો સાથે લડત
(s) એન્ટિબોડી                     (iv) ઉત્સેચકો
(t) રિસેપ્ટર                          (v) આંતરકોષીય આઘારક પદાર્થ
(u) GLUT-4                       (vi) ગ્લુકોઝનું કોષોમાં વહન
(1) (p-ii), (q-i), (r-v), (s-vi), (t-iii), (u-iv)
(2) (p-iv), (q-i), (r-v), (s-ii), (t-iii), (u - vi)
(3) (p-v), (q-i), (r-iv), (s-iii), (t-ii), (u-vi)
(4) (p-v), (q- iv), (r-i), (s-iii), (t-ii), (u - vi)

(20) નીચે આપેલ આકૃતિમાં P શું છે ?
(1) pH
(2) Km /2
(3) 1/2V
(4) Km

(21) કોલમ - I અને કોલમ – II માંથી સાચો વિકલ્પ પસંદ કરો.
         કોલમ – I (ઉત્સેચકોના વર્ગો)              કોલમ – II (સામાન્ય પ્રક્રિયા)
(p) ઓકિસડોરિડટેઝિસ                            (i) x+yx-y
(q) ટ્રાન્સફરેઝિસ                                   (ii) x/c-y/c→x-y+c=c
(r) લાયેઝિસ                   (iii) S (રિડયુસ) + S' (ઓકિસડાઈઝ)→ S' (ઓકિસડાઈઝ) + S (રિડયુસ)                         (s) લિગેઝિસ                 (iv) S-G+S'S+S'-G 
(1) (p-iii), (q-iv), (r-ii), (s-i)
(2) (p-iii), (q- iv), (r-i), (s-ii)
(3) (p-iii), (q-ii), (r-i), (s- iv)
(4) (p-iv), (q-i), (r-ii), (s - iii)

(22) નીચેનામાંથી ખોટું વિધાન પસંદ કરો.
(1) કોષકેન્દ્રવિભાજનને અનુસરીને કોષરસવિભાજન થાય છે.
(2) કોષરસવિભાજનને અનુસરીને કોષકેન્દ્રવિભાજન થાય છે.
(3) કોષકેન્દ્રવિભાજન થયા પછી હંમેશા કોષરસવિભાજન થાય જ.
(4) (b) & (c) બંને

(23) વ્યતિકરણ કોનાં વચ્ચે થાય છે?
(1) સમજાત રંગસૂત્રોની સમજાત રંગસૂત્રિકાઓ
(2) સમજાત રંગસૂત્રોની અસમજાત રંગસૂત્રિકાઓ
(3) અસમજાત રંગસૂત્રોની અસમજાત રંગસૂત્રિકાઓ
(4) અસમજાત રંગસૂત્રોની સમજાત રંગસૂત્રિકાઓ
(24) માનવકોષ માટે નીચેની અવસ્થાઓમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય છે?
ભાજનોત્તરાવસ્થા       ભાજનોત્તરાવસ્થા-1
(1) 46                            46
(2) 92                            92
(3) 92                            46
(4) 46                             92

(25) નીચે પ્રકાશપ્રક્રિયા અને અંધકાર પ્રક્રિયાઓની ક્રિયાઓ અલગ તારવો.
(I) CO2 નું સ્થાપન    ,(II) પ્રકાશની પ્રાપ્તિ,  (III) O2 ની મુકિત ,(IV) ATP અને NADPH2 નો વપરાશ
(V) ATP અને NADPH2 નું નિર્માણ ,(VI) ગ્લુકોઝનું નિર્માણ
         પ્રકાશ પ્રક્રિયા            અંધકારક પ્રક્રિયા
(1) II, III, V                         I, IV, VI
(2) II, III, IV                          I, V, VI
(3) I, II, V                             III, IV, VI
(4) II, III, VI                          I, IV, V

(26) NADP રિડકટેઝ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(1) પટલની બહાર તરફ એટલે કે સ્ટ્રોમા તરફ હોય છે.
(2) NADP+ નું રૂપાંતર NADPH + H+ માં કરે છે.
(3) સ્ટ્રોમામાં પ્રોટોનની સાંદ્રતા ઘટાડે છે.
(4) બધા જ

(27) પ્રકાશશ્વસન માટે અયોગ્ય વિધાન પસંદ કરો.
(1) પ્રકાશશ્વસન પરિપથમાં ATP અને NADPH નું સંશ્લેષણ થાય છે.
(2) પ્રકાશશ્વસનને કારણે ઉત્પાદકતા ઘટે છે.
(3) પ્રકાશશ્વસન તીવ્ર પ્રકાશ અને અપૂરતા CO²ની સામે હરિતદ્રવ્યનું ફોટોઓક્સિડેશન અટકાવે છે.
(4) ક્રેન્ઝ અંતઃસ્થરચના ધરાવતી વનસ્પતિમાં પ્રકાશશ્વસન થતું નથી.

(28) નીચે આપેલ પ્રક્રિયાનો ઉત્સેચક ઓળખો.
CH3 COCOOH+NADH2 CH3 CHOHCOOH+NAD
(1) લેકિટક ડિહાઈડ્રોજીનેઝ
(2) આલ્કોહોલ ડિહાઈડ્રોજીનેઝ
(3) પાયરુવેટ ડિહાઈડ્રોજીનેઝ
(4) પાયરુવેટ ડિહાઈડ્રોજીનેઝ

(29) નીચેનામાંથી યોગ્ય વિકપ પસંદ કરો.
(1) ઈલેકટ્રોન પરિવહનતંત્ર = ઓકિસડેટિવ ફોસ્ફોરાયલેશન + ATP સિન્થેટેઝ
(2) ઓકિસડેટિવ ફોસ્ફોરાયલેશન = ઈલેકટ્રોન પરિવહનતંત્ર + ATP સિન્થેટેઝ
(3) ATP સિન્થેટેઝ = ઓકિસડેટિવ ફોસ્ફોરાયલેશન + ઈલેક્ટ્રોન પરિવહનતંત્ર
(4) એક પણ નહિ

(30) ગ્લુકોઝના સંપૂર્ણ ઓકિસડેશનના કયાં તબકકા દરમિયાન ADP માંથી મોટા પ્રમાણમાં ATP ના અણુઓ મળે છે ?
(1) પાયરુવિક એસિડમાંથી એસિટાઈલ Co A ના રૂપાંતરણ
(2) ઈલેકટ્રોન પરિવહન શૃંખલા
(3) ગ્લાયકોલીસીસ
(4) કેબ્સચક્ર

(31) વિકાસને અસર કરતા પરિબળો ઓળખો.
(1) બાહ્યપરિબળો : પ્રકાશ, પાણી, ઓકિસજન, પોષકદ્રવ્યો
     આંતરિક પરિબળો : તાપમાન, જનીનો, વૃદ્ધિ નિયામકો
(2) બાહ્યપરિબળો : જનીનો, વૃદ્ધિ નિયામકો
      આંતરિક પરિબળો : પ્રકાશ, પાણી, ઓકિસજન, તાપમાન, પોષકદ્રવ્યો
(3) બાહ્યપરિબળો: પ્રકાશ, પાણી, ઓકિસજન, તાપમાન, પોષકદ્રવ્યો
      આંતરિક પરિબળો : જનીનો, વૃદ્ધિ નિયામકો
(4) બાહ્યપરિબળો : તાપમાન, જનીનો, વૃદ્ધિ નિયામકો
     આંતરિક પરિબળો : પ્રકાશ, પાણી, ઓકિસજન, પોષકદ્રવ્યો

(32) નીચેનાં જોડકાં જોડો:
        કોલમ -I                                   કોલમ -II
(P) ઈન્ડોલ સંયોજન                         (I) IAA
(Q) એડેનીનમાંથી વ્યુત્પન્ન પામેલ         (II) ABA
(R) કેરોટીનોઈડ્સમાંથી વ્યુત્પન્ન પામેલ  (III) GA3
(S) ટર્પેન્સ                                       (IV) કાઈનેટીન
(T) C2H4                                     (V) ઈથિલીન
(1) (P-I), (Q-IV), (R-III), (S-II), (T-V)
(2) (P-I), (Q-II), (R-IV), (S-III), (T-V)
(3) (P-I), (Q-IV), (R-II), (S-III), (T-V)
(4) (P-V), (Q-IV), (R-II), (S-III), (T-I)

(33) શ્વસનના તબકકાઓ વાંચી તેને યોગ્ય ક્રમમાં ગોઠવો.
(I) વાયુઓનું વહન રૂધિર દ્વારા થાય છે.
(II) O2 ને કોષો અપચય ક્રિયાઓમાં વાપરે છે અને CO,2મુકત થાય છે.
(III) વાયુઓનું પ્રસરણ વાયુકોષ્ઠોની સમગ્ર સપાટી દ્વારા થાય છે.
(IV) O2, અને CO2નું પ્રસરણ રુધિર અને પેશીઓ વચ્ચે થાય છે.
(1) I, III, IV, II
(2) I, III, IV, II
(3) III, I, II, IV
(4) III, I, IV, II

(34) હીમોગ્લોબિન માટે અસંગત વિધાન પસંદ કરો.
(1) એક હીમોગ્લોબિન ચાર O2 નું વહન કરે છે.
(2) લાલ રંગનું આર્યન ધરાવતું રંજકકણ છે.
(3) O2હીમોગ્લોબિન સાથે અપ્રતિવર્તી રીતે જોડાઈ છે.
(4) O2નું હીમોગ્લોબિન સાથેનું જોડાણ આંશિક દબાણને આભારી છે.

(35) જોડકાં જોડો:
કોલમ – 1 (રુધિરજૂથ)       કોલમ – II (કોને રુધિર આપી શકે?)
(P) A                               (I) AB
(Q) B                              (II) B, AB
(R) AB                           (III) A, B, AB, O
(S) O                           (IV) A,AB
(1) (P-II), (Q-IV), (R-I), (S-III)
(2) (P-IV), (Q-II), (R-I), (S-III)
(3) (P-IV), (Q-II), (R-III), (S-I)
(4) (P-II), (Q-IV), (R-III), (S-I)

(36) જોડકાં જોડો.
              કોલમ - I                           કોલમ - II
(P) એકવડું પરિવહન                    (1) મત્સ્યો
(Q) બેવડું પરિવહન                      (II) ઉભયજીવીઓ અને સરીસૃપો
(R) અપૂર્ણ બેવડું પરિવહન            (III) મગર, પક્ષીઓ અને સસ્તનો
(1) (P-I), (Q-II), (R-III)
(2) (P-I), (Q-III), (R-II)
(3) (P-III), (Q-II), (R-I)
(4) (P-II), (Q-III), (R-I)

(37) સ્ટ્રોક વોલ્યૂમ (સ્પદન કદ)=.......
(1) એક મિનિટમાંથી હૃદયમાંથી બહાર નીકળતો રુધિરનો જથ્થો
(2) એક હૃદચક્ર દરમિયાન હૃદયમાંથી બહાર નીકળતો રુધિરનો જથ્થો
(3) એક મિનિટમાં હૃદયમાં દાખલ થતો રુધિરનો જથ્થો
(4) એક હૃદચક્ર દરમિયાન હૃદયમાં દાખલ થતો રુધિરનો જથ્થો

(38) નીચેના જોડકાં જોડો:
              કોલમ -1                          કોલમ – II
(P) આદિઉત્સર્ગિકા/જયોતકોષો      (I) ઝીંગા
(Q) ઉત્સર્ગિકા                              (II) અળસિયાં
(R) માલિપધિયન નલિકા               (III) વંદા
(S) એન્ટેનલ ગ્રંથિ / હરિત ગ્રંથિ     (IV) પૃથુકૃમિ, રોટીફર્સ, કેટલાક નુપૂરક અને એમ્ફિઓસસ
(1) (P-I), (Q-III), (R-II), (S-IV)
(2) (P-II), (Q-I), (R-III), (S-IV)
(3) (P-IV), (Q-III), (R-I), (S-II)
(4) (P-IV), (Q-II), (R-III), (S-I)

(39) નીચેનાં જોડકાં જોડો.
            કોલમ -I                                        કોલમ -II
(P) મૂત્રપિંડ બાહ્યકમાં આવેલ રચનઓ     (I) હેન્લેનો અવરોહી પાશ
(Q) મૂત્રપિંડ મજજકમાં આવેલ રચનઓ(II) નિકટવર્તી ગૂંચળામય પ્રદેશ
                                                       (III) દૂરસ્થ ગૂંચળામય પ્રદેશ
                                                        (IV) હેલેનો આરોહી પાશ
                                                        (V) સંગ્રહણનલિકા
                                                        (VI) બિલિની નલિકા
                                                        (VII) અંતર્વાહી ધમનિકા
                                                        (VIII) બહિર્વાહી ધમનિકા
(1) (P-I, II, III, IV, V), (Q-VI, VII, VIII)
(2) (P-II, III, VII, VIII), (Q-I, IV, V, VI)
(3) (P-I, IV, V, VI), (Q-II, III, VII, VIII)
(4) (P-VI, VII, VIII), (Q-I, II, III, IV, V)

(40) જકસ્ટા રુધિરકેશિકાગુચ્છ ઉપકરણ (JGA) નું નિર્માણ કેવી રીતે થય છે ?
(1) દૂરસ્થ ગૂંચળામય નલિકાના કોષીય રૂપાંતરણ અને અંતર્વાહી ધમનિકાના સંપર્ક સ્થળ દ્વારા
(2) દૂરસ્થ ગૂંચળામય નલિકાના કોષીય રૂપાંતરણ અને બહિર્વાહી ધમનિકાના સંપર્ક સ્થળ દ્વારા
(3) નિકટવર્તી ગૂંચળામય નલિકાના કોષીય રૂપાંતરણ અને બહિર્વાહી ધમનિકાના સંપર્ક સ્થળ દ્વારા
(4) નિકટવર્તી ગૂંચળામય નલિકાના કોષીય રૂપાંતરણ અને અંતર્વાહી ધમનિકાના સંપર્ક સ્થળ દ્વારા

(41) જોડકાં જોડો:
      કોલમ -1         કોલમ – II (અસ્થિઓની સંખ્યા)
(P) ચહેરો           (I) 6
(Q) કર્ણ            (II) 14
(R) મસ્તક         (III) 1
(S) દ્વિતઅસ્થિ  (IV) 8
(1) (P-II), (Q-I), (R-IV), (S-III)
(2) (P-II), (Q-III), (R-IV), (S-I)
(3) (P-IV), (Q-I), (R-IV), (S-1)
(4) (P-III), (Q-II), (R-I), (S-IV)

(42) જોડકાં જોડો:
      કોલમ -1            કોલમ – II (અસ્થિઓ)
(P) ખલદસ્તા સાંધો    (I) કોણીનો સાંધો
(Q) મિજાગરા સાંધો   (II) મણિબંધાસ્થિ વચ્ચે
(R) ઉખળી સાંધો      (III) મણિબંધાસ્થિ અને પશ્ચ બંધાસ્થિ
(S) સરકતો સાંધો      (IV) શિરોધર અને અક્ષક કશેરૂકા
(T) વળી શકે તેવો સાંધો(V) ભુજાસ્થિ અને સ્કંધ મેખલા
(1) (P-I), (Q-V), (R-IV), (S-III), (T-II)
(2) (P-V), (Q-I), (R-III), (SIV), (T-II)
(3) (P-V), (Q-I), (R-IV), (S-III), (Т-II)
(4) (P-V), (Q-I), (R-IV), (S-II), (T-II)

(43) આ સ્વ-રોગપ્રતિકારક રોગ છે.
(1) માયેસ્થેનીઆ રોગ છે.
(2) ઓસ્ટીઓપોરોસીસ (અસ્થિસુષિરતા)
(3) ટીટેની
(4) સ્નાયુમય દુર્વિકાર

(44) કોષ્ઠાંતર કે અંતરંગીય ચેતાતંત્ર માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(1) પરિવર્તી ચેતાતંત્રનો ભાગ છે.
(2) ચેતાઓ, તંતુઓ, ચેતાકંદો અને પ્લેકસસ્ (જાલિકાઓ) નું બનેલ છે.
(3) ઊર્મિવેગોને મધ્યસ્થ ચેતાતંત્રથી અંતઃસ્થ અંગો અને અંતઃસ્થ અંગોથી મધ્યસ્થ ચેતાતંત્ર સુધી પ્રવાસ કરાવે છે.
(4) બધા જ

(45) શિખાતંતુ અને ચેતાક્ષ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
I- ટૂંકા તંતુઓ, II - લાંબા તંતુઓ, III – ઊર્મિવેગોને કોષકાયથી દૂર મોકલે, IV-ઊર્મિવેગોને કોષકાયમાં મોકલે,
V – અતિશય શાખિત તંતુ, VI - અશાખિત તંતુ
      શિખાતંતુ              ચેતાક્ષ
(1) I, III, V              II, IV, VI
(2) I, II, III, VI           I, IV, V
(3) I, IV, V               II, III, VI
(4) II, IV, VI             I, III, V

(46) વિદ્યુતકીય ચેતોપાગમમાંથી અસંગત વિકલ્પ પસંદ કરો.
(1) વિદ્યુતકીય ચેતોપાગમમાંથી પસાર થતો ઊર્મિવેગ, એકલ ચેતાક્ષમાંથી પસાર થતા ઉર્મિવેગને સમાન હોય છે.
(2) વિદ્યુતકીય ચેતોપાગમ દ્વારા ઉર્મિવેગનું વહન હંમેશા રાસાયણિક ચેતોપાગમ દ્વારા થતા વહન કરતાં ધીમું હોય છે.
(3) આપણા તંત્રમાં વિદ્યુતીય ચેતોપાગમ ખૂબ જ ઓછા હોય છે.
(4) ન્યુરોટ્રાન્સમીટર એસિટાઈલ કોલાઈનની જરૂર ન પડે.

(47) નીચેનામાંથી યોગય વિકલ્પ પસંદ કરો.
(1) અપૃષ્ઠવંશી પ્રાણીઓ - થોડાક જ અંતઃસ્ત્રાવો ધરાવતું સરળ અંતઃસ્ત્રાવીતંત્ર પૃષ્ઠવંશી પ્રાણીઓ - મોટી સંખ્યામાં અંતઃસ્ત્રાવો ધરાવતું જટિલ અંતફસ્ત્રાવીતંત્ર
(2) અપૃષ્ઠવંશી પ્રાણીઓ- મોટી સંખ્યામાં અંતઃસ્ત્રાવો ધરાવતું જટિલ અંતફસ્ત્રાવીતંત્ર પૃષ્ઠવંશી પ્રાણીઓ - થોડાક જ અંતઃસ્ત્રાવો ધરાવતું સરળ અંતઃસ્ત્રાવીતંત્ર
(3) અપૃષ્ઠવંશી પ્રાણીઓ - અંતઃસત્રાવીતંત્ર ગેરહાજર પૃષ્ઠવંશી પ્રાણીઓ - થોડાક જ અંતઃસ્ત્રાવો ધરાવતું સરળ અંતઃસ્ત્રાવીતંત્ર
(4) અપૃષ્ઠવંશી પ્રાણીઓ - અંતઃસ્ત્રાવીતંત્ર ગેરહાજર પૃષ્ઠવંશી પ્રાણીઓ - મોટી સંખ્યામાં અંતઃસ્ત્રાવો ધરાવતું જટિલ અંતઃસ્ત્રાવીતંત્ર

(48) ADH નું સંશ્લેષણ, સંગ્રહ અને કાર્ય અનુક્રમે કયાં અંગોમાં થાય છે?
(1) હાયપોથેલેમસ, પથ્થપિટયુટરી ગ્રંથિ, મૂત્રપિંડ
(2) પશ્ચપિટયુટરી ગ્રંથિ, હાઈપોથેલેમસ, મૂત્રપિંડ
(3) અગ્રપિટયુટરી ગ્રંથિ, હાઈપોથેલેમસ, મૂત્રપિંડ
(4) હાયપોથેલેમસ, અગ્રપિયુટરી ગ્રંથિ, મૂત્રપિંડ

(49) આલ્ડોસ્ટેરોનને અનુલક્ષીને અયોગ્ય વિકલ્પ પસંદ કરો.
(1) તેને ગ્લુકોકોર્ટિકોઈડ પણ કહે છે.
(2) શરીરમાં પાણી એન ઈલેકટ્રોલાઈટ્સના સમતોલનનું નિયંત્રણ કરે છે.
(3) મૂત્રપિંડ નલિકા પર અસર કરી, Na* અને પાણીના પુનઃશોષણ તેમજ K+ અને ફોસ્ફેટ આયનના ઉત્સર્જનને ઉત્તેજે છે.
(4) દેહજળ પ્રમાણ, આસુતિદાબ અને રુધિરદાબને જાળવવામાં મદદ કરે છે.

(50) નીચેના જોડકાં જોડો:
                કોલમ -1                  કોલમ - II
(P) ગ્લુકોનીઓજીનેસિસ         (I) ગ્લુકોઝનું ગ્લાયકોજનમાં પરિવર્તન
(Q) ગ્લાયકોજીનેસિસ            (II) ગ્લાયકોજનનું ગ્લુકોઝમાં પરિવર્તન
(R) ગ્લાયકોજીનોલાયસીસ     (III) બિનકાબર્બોદિત ઘટકોમાંથી ગ્લુકોઝનું નિર્માણ
(1) (P-I), (Q-II), (R-III)
(2) (P-II), (Q-I), (R-III)
(3) (P-III), (Q-I), (R-II)
(4) (P-III), (Q-II), (R-1)

(51) નીચેનામાંથી પુષ્પ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(1) અતિ પ્રાચીન સમયથી મનુષ્યનો પુષ્પો સાથે ઘનિષ્ઠ સંબંધ રહેલો છે.
(2) પુષ્પો સૌંદર્યલક્ષી, સુશોભન, સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક મૂલ્ય ધરાવે છે.
(3) તે માનવની લાગણીઓ વ્યકત કરવાના પ્રતિક સ્વરૂપે ઉપયોગી છે.
(4) બધા જ

(52) પરાગરજનો સામાન્ય આકાર અને વ્યાસ જણાવો.
(1) લંબગોળ , 50 - 75 µm
(2) ગોળાકાર , 50-75 µm
(3) લંબગોળ, 25 - 50 µm
(4) ગોળાકાર, 25 - 50 µm

(53) P - આ કોષ મોટો, વિપુલ ખોરાક સંગ્રહિત અને મોટું અનિયમિત આકારનું કોષકેન્દ્ર ધરાવે છે.
Q – આ કોષ નાનો છે અને વાનસ્પતિક કોષના કોષરસમાં તરે છે. તે ઘટ્ટ કોષરસ અને કોષકેન્દ્ર ધરાવતો ત્રાકાકાર કોષ છે.
P અને Q માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
          P                  Q
(1) લઘુબીજાણુ     વાનસ્પતિક કોષ
(2) જનનકોષ        વાનસ્પતિક કોષ
(3) વાનસ્પતિક કોષ  જનનકોષ
(4) વાનસ્પતિક કોષ  લઘુબીજાણુ

(54) નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
I - પરાગરજ પોષકતત્વોથી સમૃદ્ધ છે.
II - હાલના વર્ષોમાં પરાગરજ ગોળીઓ પૂરક આહાર તરીકે ઉપયોગમાં લેવાની પ્રથા છે.
III - પશ્ચિમી દેશોમાં, મોટા પ્રમાણમાં પરાગરજની પેદાશો ગોળીઓ અને સિરપ સ્વરૂપે બજારમાં ઉપલબ્ધ છે.
IV - પરાગરજનો વપરાશ કરવાથી રમતવીરો અને દોડમાં ભાગ લેનાર ઘોડાઓના દેખાવમાં વધારો કરે છે.
V- પરાગરજ પોતાની જીવિતતા ગુમાવાય તે પછી તેઓનું પરાગાસન પર સ્થાપન થઈ શકે છે.
(1) I, II, III, IV, V
(2) I, II, III, IV
(3) I, II, III
(4) II, III, IV

(55) નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(1) શુક્રકોષોનું નિર્માણ વૃદ્ધ પુરુષોમાં પણ ચાલુ રહે છે.
(2) અંડકોષોનું નિર્માણ સ્ત્રીઓમાં 50 વર્ષની આસપાસ સ્થગિત થઈ જાય છે.
(3) માનવ ફકત લિંગી પ્રજનન જ કરે છે.
(4) બધા જ

(56) શુક્રપિંડ માટે અસંગત વિકલ્પ પસંદ કરો.
(1) ઉદરગુહાની બહાર વૃષણકોથળીમાં આવેલા હોય છે.
(2) પુખ્તમાં દરેક શુક્રપિંડ અંડાકાર, આશરે 2 થી 3 સેમી લાંબુ અને આશરે 4 થી 5 સેમી પહોળું હોય છે.
(3) શુક્રપિંડ સઘન આવરણ વડે આવરિત હોય છે.
(4) દરેક શુકપિંડમાં આશરે 250 ખંડો આવેલ હોય છે જેને શુક્રપિંડ ખંડિકાઓ આવેલ હોય છે.
(57) જોડકાં જોડો:
             કોલમ -1                  કોલમ – II
(P) અંડવાહિની નીવાપ       (I) અંડવાહિનીનો સાંકડો ભાગ
(Q) તુંબિકા                      (II) અંડવાહિનીનો પહોળો ભાગ
(R) ઈથિમસ                    (III) અંડવાહિનીનો ગળણી આકારનો ભાગ
(1) (P-II). (Q-I), (R-III)
(2) (P-III), (Q-I), (R-II)
(3) (P-I), (Q-II), (R-III)
(4) (P-III), (Q-II), (R-I)

(58) નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(1) અંડકોષજનન ગર્ભવિકાસ દરમિયાન શરૂ થાય છે.
(2) ગર્ભીય અંડપિંડમાં લાખો જનન માતૃકોષો નિર્માણ પામે છે.
(3) જન્મબાદ વધારાના જનન માતૃકોષો નિર્માણ પામતા નથી અને ઉમેરાતા પણ નથી.
(4) બધા જ

(59) અવરોધન પદ્ધતિઓની સાથે શુક્રાણુનાશક ક્રીમ, જેલ અને ફોમનો ઉપયોગ
(1) ગર્ભનિરોધક ક્ષમતામાં વધારો કરવામાં વપરાય
(2) ગર્ભનિરોધક ક્ષમતામાં ઘટાડો કરવામાં વપરાય
(3) શુક્રકોષોની ચલિતતામાં વધારો કરવા માટે વપરાય
(4) એક પણ નહિ

(60) કોપરમુકત કરતા IUDs માં કોપર આયન માટે કયાં કાર્યો સાચા છે?
I-શુક્રકોષોની ગતિશીલતા (ચલિતતા) અવરોધે,  II -શુક્રકોષોની ફલનક્ષમતાને અવરોધે
III - ગર્ભાશયને ગર્ભધારણ માટે અયોગ્ય બનાવે., IV - ગ્રીવાને શુક્રકોષો વિરોધી બનાવે.
(1) I, II, III, IV
(2) I, II, III
(3) І, ІІ
(4) III, IV

(61) નીચેનામાંથી કયાં સિદ્ધાંતોને અનુસરીને વ્યકિત જાતીય સંક્રમિત ચેપમાંથી મુકત થઈ શકે?
(1) અજાણ્યા સાથીઓ /ઘણા સાથીઓ સાથેના જાતીય સંબંધોને ટાળવો.
(2) સમાગમ દરમિયાન હંમેશા નિરોધનો ઉપયોગ કરવો.
(3) કોઈપણ શંકાના કિસ્સામાં, વ્યકિતએ પ્રારંભિક નિદાન અને જો ચેપનું નિદાન થાય તો સંપૂર્ણ સારવાર માટે યોગ્ય ડોકટર પાસે જવું.
(4) બધા જ

(62) નીચેનામાંથી અસંગત શોધો.
(1) ICSI – શુક્રકોષને સીધો અંડકોષમાં દાખલ કરવામાં આવે.
(2) ICSI - શુક્રકોષને કૃત્રિમ રીતે અંડકોષમાં દાખલ કરવામાં આવે.
(3) GIFT – ફલિતાંડને અંડવાહિનીમાં દાખલ કરવામાં આવે.
(4) In vivo – સ્ત્રીના શરીરમાં જનનકોષોનું સંયોજન

(63) રૂપાંતરિક એલેલ સૈદ્ધાંતિક રીતે નીચેનામાંથી કોના ઉત્પાદન માટે જવાબદાર હોઈ શકે છે?
(1) સામાન્ય ઉત્સેચક/ઓછી ક્રિયાશીલતાવાળો ઉત્સેચક
(2) બિનકાર્યક્ષમ ઉત્સેચક
(3) કોઈ જ ઉત્સેચક ન બનાવે
(4) બધા જ

(64) નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
P-F1 પેઢીમાં બંને પિતૃઓના સ્વરૂપો દેખાય.
Q-F2 પેઢીમાં નવું જ સ્વરૂપ આવે.
R-F1 પેઢીમાં બંને પિતૃઓમાંથી કોઈ એક જ સ્વરૂપ આવે.
             P                      Q                      R
(1) અપૂર્ણ પ્રભાવિતા    સહપ્રભાવિતા     સંપૂર્ણ પ્રભાવિતા
(2) અપૂર્ણ પ્રભાવિતા   સંપૂર્ણ પ્રભાવિતા    સહપ્રભાવિતા
(3) સંપૂર્ણ પ્રભાવિતા    અપૂર્ણ પ્રભાવિતા   સહપ્રભાવિતા
(4) સહપ્રભાવિતા       અપૂર્ણ પ્રભાવિતા    સંપૂર્ણ પ્રભાવિતા

(65) મેન્ડલે દ્વિસંકરણનો પ્રયોગ કરવા માટે કયાં લક્ષણોને ધ્યાનમાં રાખ્યા ?
(1) બીજનો રંગ, બીજનો આકાર
(2) શીંગનો રંગ, શીંગનો આકાર
(3) શીંગનો રંગ, બીજનો આકાર
(4) બીજનો રંગ, શીંગનો આકાર

(66) જનીન એટલે .......
(1) આનુવંશિકતાનો એકમ
(2) લક્ષણોનું નિયંત્રણ કરતો કારક
(3) DNA નો ખંડ
(4) બધા જ

(67) દૈહિક પ્રભાવી રોગ - P,   દૈહિક પ્રચ્છન્ન રોગ - Q,    X રંગસૂત્ર સંબંધિત પ્રચ્છન્ન રોગ - R
I-હિમોફિલિયા,II – સિકલ સેલ એનિમિયા,III - ફિનાઈલ કિટોન્યુરિયા,IV -થેલેસેમિયા,V-રંગઅંધતા,
VI - માયોટોનીક ડિસ્ટ્રોફી
P, Q અને R માટે યોગ્ય વિકલ્પ પસંદ કોરો .
          P                Q              R
(1) II, III, IV         VI             I,V
(2) VI              II., III, IV       I,V
(3) II, III, IV       I.V              VI
(4) I, V              VI             II, III, IV

(68) પોલિન્યુકિલઓટાઈડ શૃંખલાના આધારનું નિર્માણ કોના દ્વારા થાય છે?
(1) નાઈટ્રોજન બેઈઝ અને પેન્ટોઝ શર્કરા
(2) ફોસ્ફેટ જૂથ અને પેન્ટોઝ શર્કરા
(3) નાઈટ્રોજન બેઈઝ અને ફોસ્ફેટ જૂથ
(4) નાઈટ્રોજન બેઈઝ, ફોસ્ફેટ જૂથ અને પેન્ટોઝ શર્કરા

(69) નીચે ન્યુકિલઓટાઈડનું બંધારણ આપેલ છે. P અને Q બંધના નામ આપો.
                      P                        Q
(I) N-ગ્લાયકોસિડિક બંધ      ફોસ્ફોએસ્ટર બંધ
(2) ફોસ્ફોએસ્ટર બંધ          N—ગ્લાયકોસિડિક બંધ
(3) ફોસ્ફોડાયેસ્ટર બંધ        N-ગ્લાયકોસિડિક બંધ
(4) N-ગ્લાયકોસિડિક બંધ   ફોસ્ફોડાયેસ્ટર બંધ

(70) ન્યુકિલઓટાઈડ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(1) બેકટેરિયાનું આનુવંશિક દ્રવ્ય (જનીનિક દ્રવ્ય) છે.
(2) આદિકોષકેન્દ્રીમાં DNA કેટલાક પ્રોટીન્સ સાથે જોડાઈને એક જગ્યા પર સ્થાપિત થાય છે જેને 'ન્યુકિલઓઈડ' કહે છે.
(3) ન્યુકિલઓઈડમાં DNA મોટી કડી સ્વરૂપે આયોજિત હોય છે અને કડી પ્રોટીન વડે જોડાયેલ હોય છે.
(4) બધા જ

(71) હિસ્ટોન ઓકટામર = ........
(1) H₂A(2), H₂(B)(2), H3(2), H4(2)
(2) H,2(2), H₂(2), H3(2), H4(2)
(3) H1A(2), H1B(2), H₂(2), H₄(2)
(4) H1A(3), H1B(1), H₂(1), H₄(3)

(72) ગ્રિફિય અસરના પ્રયોગનું મુખ્ય તારણ કયું છે ?
(1) પ્રોટીન જનીનદ્રવ્ય છે.
(2) મૃત બેકટેરિયા જીવંત બેકટેરિયાને દ્રવ્ય આપે છે.
(3) ગરમી બેકટેરિયાની રોગ કરવાની ક્ષમતાનો નાશ કરે છે.
(4) બધા જ

(73) જોડકાં જોડો:
            કોલમ -1            કોલમ -II
(P) પૃથ્વીની ઉત્પત્તિ        (I) 4500 mya
(Q) જીવની ઉત્પત્તિ        (II) 4000 mya
(R) પ્રથમ કોષીય જીવની ઉત્પત્તિ  (III) 3000 mya
(S) પ્રથમ અકોષીય જીવની ઉત્પત્તિ     (IV) 2000 mya
(1) (P-I), (Q-II), (R-III), (SIV)
(2) (P-II), (Q-I), (R-IV), (S-III)
(3) (P-I), (Q-II), (R-IV), (S-III)
(4) (P-II), (Q-I), (R-III), (S-IV)

(74) ઉદવિકાસનો ગર્ભવિદ્યાકીય આધાર • વૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવ્યો.
(1) કાર્લ અર્ન્સ્ટ વોન બાયેર
(2) અર્ન્સ્ટ હેકલ
(3) ચાર્લ્સ ડાર્વિન
(4) આલ્ફ્રેડ વાલેસ

(75) કેન્દ્રાભિસારી ઉદ્દવિકાસ અને અપસારી ઉદવિકાસના ઉદાહરણોને અલગ તારવો.
I - શક્કરિયાં (મૂળ) અને બટાટા (પ્રકાંડ), II – વ્હેલ, ચામાચીડિયાં, ચિત્તા અને માનવના અગ્રઉપાંગ,
III - બોગનવેલના કંટક અને કુકુરબીટાના પ્રકાંડ સૂત્ર, IV – પેંગ્વિન અને ડોલ્ફિનના ફિલપર્સ,
V - પતંગિયાની પાંખ અને પક્ષીની પાંખ, VI - ઓકટોપસ અને સસ્તોની આંખ
કેન્દ્રાભિસારી ઉદવિકાસ     અપસારી ઉદ્દવિકાસ
(1) I, IV, V, VI               II, III  
(2) II, III                  I, IV. V. VI
(3) I, II, II                IV, V, VI
(4) IV, V, VI            I, II, II   

(76) પ્રાકૃતિક પસંદગી દ્વારા ઉદ્દવિકાસનું સમર્થન કરતું અવલોકન ઈંગ્લેન્ડથી મળે છે. ઔદ્યોગિકીકરણ પહેલા વૃક્ષો પર.........P....... ફુદા વધુ જોવા મળતા હતા, ઔદ્યોગિકીકરણ બાદ....... Q........ફુદા વધુ જોવા મળતા હતા.
        P                                     Q
(1) સફેદ પાંખોવાળા ફુદા    સફેદ પાંખોવાળા ફુદા
(2) ઘેરી પાંખોવાળા ફુદા       ઘેરી પાંખોવાળા ફુદા
(3) સફેદ પાંખોવાળા કુદા      ઘેરી પાંખોવાળા ફુદા
(4) ઘેરી પાંખોવાળા કુદા      સફેદ પાંખોવાળા ફુદા

(77) તળાવમાં મચ્છરની ઈયળો દૂર કરવા શું કરવું જોઈએ?
(1) તળાવમાં DDT નો છંટકાવ કરવો.
(2) તળાવમાં ગેમ્બુસિયા માછલીનો ઉપયોગ કરવો.
(3) તળાવની નિયમિત સફાઈ કરવી.
(4) બધા જ

(78) પાણીના માધ્યમ દ્વારા ફેલાતો રોગ - P, હવાના માધ્યમ દ્વારા ફેલાતાં રોગ - Q, કીટકો દ્વારા ફેલાતાં રોગ - R
I - શરદી, II – અમીબીઆસિસ, III - ટાઈફોઈડ, IV - ફિલારિઆસિસ, V- ન્યુમોનિયા, VI- મેલેરિયા, VII - એસ્કેરીઆસિસ
P,Q અને R માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
          P                 Q                 R
(1) II, III, VII         I,V              IV, VI
(2) IV, VI             I,V            II, III, VII
(3) II, IV            I. V. VI         III, VII
(4) II, IV           III, VII          I, V, VI

(79) એલર્જી થવાનું કારણ.......P......... માંથી સ્ત્રવતા........Q......... રસાયણો છે.
                P                    Q
(1) લસિકાકોષ     હિસ્ટેમાઈન, સેરોટોનીન
(2) માસ્ટકોષ       હિસ્ટેમાઈન, સેરોટોનીની
(3) લસિકાકોષ    એન્ટિહિસ્ટેમાઈન, એડ્રીનાલીન
(4) માસ્ટકોષ      એન્ટિહિસ્ટેમાઈન, એડ્રીનાલીન

(80) દૂધમાંથી દહીં બનાવવાની પ્રક્રિયા માટે નીચેનામાંથી કેટલા વિધાનો સાચા છે?
I - આ પ્રક્રિયા માટે જવાબદાર બેકટેરિયા LAB છે.
II - LAB અમ્લો સર્જે, જે દૂધને જમાવે છે.
III – દૂધમાં રહેલ પ્રોટીનનું અંશતઃ પાચન થાય છે.
IV - વિટામિન B12 ની માત્રા વધારી પોષણ સંબંધી ગુણવત્તામાં વધારો કરે છે.
(1) 3
(2) 4
(3) 1
(4) 2

(81) નીચેનાં જોડકાં જોડો :
               કોલમ-1                 કોલમ -II
(P) એસ્પરજીલસ નાઈઝર    (I) એસિટિક એસિડ
(Q) એસીટોબેકટર એસેટી     (II) સાઈટ્રિક એસિડ
(R) કલોસ્ટ્રિડિયમ બ્યુટીરિકમ(III) બ્યુટેરિક એસિડ
(S) લેક્ટોબેસિલસ              (IV) લેકિટક એસિડ
(1) (P-I), (Q-II), (R-III), (S-IV)
(2) (P-II), (Q-I), (R-III), (S-IV)
(3) (P-II), (Q-I), (R-IV), (S-III)
(4) (P-III), (Q-II), (R-IV), (S-II)

(82) નીચે આપેલ સૂક્ષ્મજીવોમાં કેટલા બેકટેરિયા છે?
એસ્ટરજીલસ નાઈઝર, એસીટોબેકટર એસેટી, કલોસ્ટ્રિડિયમ બ્યુટીરિકમ, લેકટોબેસિલસ, બ્રેવર્સ યીસ્ટ, બ્રેકર્સ યીસ્ટ, પ્રોપીયોનીબેકટેરિયમ શર્માની, પેનિસિલિયમ નોટેટમ
(1) 4
(2) 5
(3) 6
(4) 7

(83) પરંપરાગત રાસાયણિક પદ્ધતિઓમાં માટે યોગ્ય વિધાન પસંદ કરો.
(1) હાનિકારક અને લાભદાયક એમ બંને કીટકોના સ્વરૂપોને મારી નાખે છે.
(2) ભૂમિ, હવા અને પાણીનું પ્રદૂષણ થાય છે.
(3) આહારશૃંખલામાં જૈવિક વિશાલનની સમસ્યા થાય છે.
(4) બધા જ

(84) યુરોપિયન બાયોટેકનોલોજી સંગઠન દ્વારા આપવામાં આવેલ બાયોટેકનોલોજીની વ્યાખ્યા કઈ છે?
(1) જીવવિજ્ઞાનમાં જુદી જુદી તકનીકનો ઉપયોગ કરવો.
(2) જનીન પરિવર્તિત સૂક્ષ્મજીવો ઉત્પન્ન કરવા માટે જુદી જુદી તકનીકનો જીવવિજ્ઞાનમાં ઉપયોગ
(3) નીપજો અને સેવાઓ માટે પ્રાકૃતિક જીવવિજ્ઞાન અને સજીવો, કોષો તેમના ભાગો તથા આણ્વિય અનુરૂપતાનું સંચાલન
(4) બધા જ

(85) આ તકનીકનમાં માત્ર ઈચ્છિત સૂક્ષ્મજીવો/સુકોષકેન્દ્રી કોષોની જંતુરહિત જાળવણી કરીને વૃદ્ધિ કરાવી વધુ માત્રામાં બાયોટેકનોલોજીકલ નીપજો જેવી કે એન્ટિબાયોટિકસ, રસીઓ, ઉત્સેચકો વગેરેનું નિર્માણ કરવામાં આવે છે.
(1) PCR
(2) જૈવપ્રક્રિયા ઈજનેરીવિદ્યા
(3) ઈલેક્ટ્રોફોરેસિસ
(4) જનીન ઈજનેરીવિદ્યા

(86) નીચે આપેલ ક્રિયા જનીન પરિવર્તિત સજીવોના નિર્માણમાં વપરાતી નથી.
(1) ઈચ્છિત જનીનયુકત DNA ની ઓળખ
(2) ઈચ્છિત લક્ષણો ધરાવતા બે પિતૃઓ વચ્ચે સંકરણ
(3) ઓળખ પામેલ DNA નો યજમાનમાં પ્રવેશ
(4) પ્રવેશેલા DNA ની યજમાનમાં જાળવણી તથા તેની સંતતિઓમાં DNA નું સ્થળાંતરણ

(87) pBR322 માં વિદેશી DNA Pst I વડે દાખલ કરીને આ પ્લાસ્મિડ બેકટેરિયામાં દાખલ કરવામાં આવે તો.
(1) એમ્ફિસિલિન સમાવિષ્ટ માધ્યમમાં વૃદ્ધિ થશે પરંતુ ટેટ્રાસાયકિલન સમાવિષ્ટ માધ્યમમાં વૃદ્ધિ થશે નહિ.
(2) ટેટ્રાસાયકિલન સમાવિષ્ટ માધ્યમમાં વૃદ્ધિ થશે પરંતુ એમ્ફિસિલિન સમાવિષ્ટ માધ્યમમાં વૃદ્ધિ થશે નહિ.
(3) એમ્ફિસિલિન સમાવિષ્ટ માધ્યમમાં અને ટેટ્રાસાયકિલન સમાવિષ્ટ માધ્યમમાં વૃદ્ધિ થશે નહિ.
(4) એમ્ફિસિલિન સમાવિષ્ટ માધ્યમ અને ટેટ્રાસાયકિલન સમાવિષ્ટ માધ્યમમાં વૃદ્ધિ થશે.

(88) જનીન પરિવર્તિત વનસ્પતિમાં ક્યાં પ્રકારનું લક્ષણ જોવા મળતું નથી ?
(1) અજૈવિક તાણ સામે પાકોને વધારે અસહિષ્ણુ બનાવવા
(2) જીવાતનાશક રસાયણો પરની નિર્ભરતા ઘટાડવી
(3) વનસ્પતિઓ દ્વારા ખનીજોના ઉપયોગની કાર્યક્ષમતા વધારવી
(4) લણણી પછી થતા નુકશાનને ઘટાડવામાં સહાય કરવી

(89) Bt વિષકારી પ્રોટીન કીટકને કઈ રીતે મારી નાખે છે?
(1) કીટકના ડિમ્ભનું પ્રત્યાંકન અટકી જાય
(2) કીટકના ડિમ્ભનું ભાષાંતર અટકી જાય
(3) સક્રિય વિષ મધ્યાંત્રની સપાટી પરના અધિચ્છદીય કોષો સાથે જોડાઈને તેમાં છિદ્રો ઉત્પન્ન કરે છે, જેના કારણે કોષો ફૂલીને ફાટી જાય છે  અને કીટકોનું મૃત્યુ થાય છે.
(4) કીટકમાં કોષવિભાજન અટકી જાય.

(90) P - પ્રારંભિક નિદાન મેળવી શકતી પદ્ધતિ, Q - પ્રારંભિક નિદાન ન મેળવી શકતી પદ્ધતિ
I-rDNA ટેકનોલોજી, II – સીરમ વિશ્લેષણ, III -PCR, IV -મૂત્ર વિશ્લેષણ, V - ELISA
P અને Q માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
             P           Q
(1) IV,V            I, III, III
(2) II, IV           I, III, V
(3) I, III, V         II, IV
(4) I, III, III         IV.V

(91) આણ્વિય પ્રોબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
I - ન્યુકિલઈક એસિડની લાંબી શૃંખલા,II - દ્વિ શૃંખલામય, III – એક શૃંખલામય, IV – ન્યુકિલઈક એસિડની ટૂંકી શૃંખલા
(1) I, II
(2) II, III
(3) III, IV
(4) I, IV

(92) ડાર્વિનયન યોગ્યતા એટલે ........
(1) મહત્તમ પ્રજનનયોગ્યતા
(2) લાંબી ઉંમર માટેની યોગ્યતા
(3) ઊંચા મૂલ્યની યોગ્યતા
(4) (a) & (c) ने

(93) સંતતિની સંખ્યા ને કદને આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
I - છીપ, II-પક્ષીઓ, III-ગહન સામુદ્રિ માછલીઓ, IV -સસ્તનો
ઘણી સંખ્યામાં નાના કદની સંતતિઓ         ઓછી સંખ્યામાં મોટા કદની સંતતિઓ
(1) III, IV                                                  I, II
(2) I, II                                                   III, IV
(3) II, IV                                              I, III
(4)  I, III                                              II, IV

(94) રસાયણો જેવા કે કેફિન, કિવનાઈન, સ્ટ્રીકનાઈન, ઓપિયમ વગેરે માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(1) ચરતાં પ્રાણીઓથી બચવા વનસ્પતિનું સ્વરક્ષ
(2) માનવ વનસ્પતિઓમાંથી વ્યાપારિક ધોરણે નિત્કર્ષિત કરે છે.
(3) વનસ્પતિ દ્વારા ઉત્પન્ન થાય છે.
(4) બધા જ

(95) આ ઉત્પાદકતાને વજન (gm-2) કે ઊર્જા (Kcal m-2) ના સ્વરૂપે વ્યકત કરાય છે.
(1) પ્રાથમિક ઉત્પાદકતા
(2) વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા
(3) ઉત્પાદકતા
(4) દ્વિતીય ઉત્પાદકતા

(96) વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા (NPP) =........
(1) NPP એ વિષમપોષીઓના વપરાશ માટે ઉપલબ્ધ જૈવભાર છે.
(2) કુલ પ્રાથમિક ઉત્પાદકતામાંથી શ્વસન દરમિયાન થતા ઘટાડા (R) ને બાદ કરીએ તો એ NPP છે.
(3) પ્રકાશસંશ્લેષણ દરમિયાન કાર્બનિક પદાર્થોના ઉત્પાદનનો દર
(4) (a) & (b) બંને

(97) વિઘટનની પ્રક્રિયામાં કર્યું પરિવર્તન થાય છે ?
(1) કાર્બનિક ઘટકોમાંથી કાર્બનિક ઘટકો
(2) અકાર્બનિક ઘટકોમાંથી અકાર્બનિક ઘટકો
(3) કાર્બનિક ઘટકોમાંથી અકાર્બનિક ઘટકો
(4) અકાર્બનિક ઘટકોમાંથી કાર્બનિક ઘટકો

(98) બધી અંદાજિત જાતિઓના........P......કરતાં પણ વધારે પ્રાણીઓ છે. જયારે બધી વનસ્પતિઓ (લીલ, ફૂગ, દ્વિઅંગી, અનાવૃત બીજધારીઓ તથા આવૃત બીજધારીઓ) ભેગી કરીએ તો પણ તે કુલ ટકાવારીના......Q........કરતા વધારે નથી.
      P              Q
(1) 30%        82%
(2) 22%        70%
(3) 70%        22%
(4) 82%        30%

(99) નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(1) પ્રકૃતિમાં સમૃદ્ધ વિવિધતાને એકત્ર થવા માટે ઉદવિકાસના લાખો વર્ષો લાગે છે.
(2) જાતિ ગુમાવવાનો વર્તમાન દર ચાલુ રહેશે તો આપણે આ બધી જ જૈવસંપતિને બે સદી કરતાં પણ ઓછા સમયમાં ગુમાવી શકીએ છીએ.
(3) વર્તમાન સમયમાં છઠ્ઠી વારનું વિલોપન પ્રગતિ પર છે.
(4) બધા જ

(100) યજમાન માછલી જાતિ લુપ્ત થાય છે ત્યારે તેના પરોપજીવીઓનું વિશિષ્ટ જૂથ પણ એ જ નિયતિને પૂર્ણ કરે છે.
(1) વસવાટી નુકસાન અને અવખંડન
(2) અતિશોષણ
(3) વિદેશી જાતિઓનું આક્રમણ
(4) સહલુપ્તતા


જવાબો 

1. 4, 2.2, 3.1, 4.4, 5.3, 6.3, 7.1, 8.1, 9.4, 10.2, 11.2, 12.4, 13.3, 14,1, 15.1, 16.1, 17.3, 18.2, 19.4, 20.4, 21.1, 22.4, 23.2, 24.3, 25.1, 26.4 , 27.1, 28.1, 29.2, 30.2, 31.3, 32.3, 33.4, 34.3, 35.2, 36.2, 37.2, 38.4, 39.2, 40.1, 41.1, 42.4,  43.1,  44.4,  45.3,  46.2,  47.1,  48.1,  49.1,  50.3 , 51.4,  52.4,  53.3 ,  54.2, 55.4,  562,  574,  58.4,  59.1,  60.3,  61.4,  62.3,  63.4,  64.4,  65.1,  66.4,  67.2,  68.2 ,  69.1,  70.4,  71.1,  72.2,  73.3,  74.2,  75.1,  76.3,  77.2,  78.1,  79.2,  80.2,  81.2,  82.1,  83.4,  84.3,   85.2,  86.2,  87.2,  88.1,  89.3,  90.3,  91.3,  92.4,  93.4,  94.4,  95.1,  96.4,  97.3,  98.3,  99.4,  100.4

નોંધ - કોમન નો અર્થ એ પ્રશ્ન માં ભૂલ હોવાથી માર્ક્સ ગણી લેવા.



MANISH MEVADA (M.Sc,M.Phil,B.Ed)

GUJARAT BIOLOGY NEET PLUS


Youtube -  @Gujarat Biology NEET PLUS 

                     @ Gujarat Biology Plus Manish Mevada

            @ Gujarat Biology NEET Q & A

Instagram   -  @gujaratbiologyneetplus

Play store App  -  Gujarat Biology NEET PLUS

Website        - www.indiabiologyneet.com

               www.gujaratbiologyneet.com

www.manishmevada.com

BOOK             LAST DAYS FOR BOARD EXAMINATION     

                                (2021,2022,2023,2024)  

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad