GUJARAT BIOLOGY NEET PLUS
MANISH MEVADA (M.Sc,M.Phil,B.Ed)
NEET PRACTICE PAPER - 4 | STD 11 (પ્રકરણ 9 થી 13)
TIME- 1 HOUR SUBJECT – BIOLOGY MARKS- 400
• કુલ 100 પ્રશ્નો છે દરેક પ્રશ્નનો 4 માર્ક છે દરેક ખોટા પ્રશ્ન ના 1 માર્ક કપાશે
(1) ઢોંસા અને ઈડલી બનાવવા માટે વપરાતું ખીરું.....દ્વારા આથવણની ક્રિયાથી બને છે, આ ખીરામાં… ઉત્પન્ન થવાને કારણે તે ફુલેલું દેખાય છે .
(1) બેકટેરિયા, CO2
(2) બેકટેરિયા, ઈથેનોલ
(3) ફૂગ , CO2
(4) ફૂગ, ઈથેનોલ
(2) બ્રેડ બનાવવા માટે ઉપયોગી સજીવ છે.
(1) બેકટેરિયા
(2) વાઈરસ
(3) ફૂગ
(4) પ્રાયોત
(3) મનુષ્ય અને સૂક્ષ્મજીવો માટે એન્ટિબાયોટિકનો અર્થ શું થાય ?
(1) મનુષ્ય – જીવનવિરુદ્ધ, સૂક્ષ્મજીવો – પૂર્વજીવન
(2) મનુષ્ય - પૂર્વજીવન, સૂક્ષ્મજીવો – જીવનવિરુદ્ધ
(3) મનુષ્ય – પૂર્વજીવન, સૂક્ષ્મજીવો – પૂર્વજીવન
(4) મનુષ્ય - જીવનવિરુદ્ધ, સૂક્ષ્મજીવો – જીવનવિરુદ્ધ
(4) આ રોગોની સારવાર એન્ટિબાયોટિક દ્વારા શકય બની છે.
(1) પ્લેગ અને ઉટાંટિયુ
(2) કુષ્ટરોગ
(3) ડિપ્થેરિયા
(4) બધા જ
(5) બજારમાં બોટલમાં પેક કરેલ ફળના રસને..... વડે શુદ્ધ કરવામાં આવે છે.
(1) પેકિટનેઝ અને પ્રોટીએઝ
(2) લાઈપેઝ
(3) એમાઈલેઝ અને સેલ્યુલેઝ
(4) RNAase DNAase
(6) નીચે સૂક્ષ્મજીવો અને તેમાંથી ઉત્પાદિત નીપજ આપેલ છે. નીચેના જોડકાં જોડો.
કોલમ-I કોલમ -II
(P) સ્ટ્રેપ્ટોકોક્સ (I) સ્ટેપ્ટોકાઈનેઝ
(Q) ટ્રાયકોડમાં પોલિસ્પોરમ (II) સ્ટેટિન્સ
(R) મોનાસ્કસ પુપુર્રિયસ (III) સાયકલોસ્પોરિન
(1) (P-II), (Q-I), (R-III)
(2) (P-I), (Q-II), (R-III)
(3) (PI), (Q-III), (R-II)
(4) (P-III), (Q-I), (R-II)
(7) સુએઝ ટ્રિટમેન્ટમાં ઉત્પન્ન થતાં બાયોગેસમાં કયાં વાયુઓ હોય છે ?
(1) CH4, CO2, NH3, H2S
(2) CH4, CO2, NH3, Н2
(3) CH4, CO2, H2
(4) CH4, CO2, H2S
(108) ફ્લોક્સ........
(1) બેક્ટેરિયા + ફૂગના તંતુઓ
(2) બેકટેરિયા + લીલના તંતુઓ
(3) વાઈરસ + ફૂગના તંતુઓ
(4) વાઈરસ + લીલના તંતુઓ
(9) મિથેનોજેન્સ બેકટેરિયા દ્વારા ગોબરગેસ પ્લાન્ટમાં ક્યાં વાયુઓ ઉત્પન્ન થાય છે: ?
(1) CH4, CO2, NH3, H2S
(2) CH4, CO2, NH3, Η2
(3) CH4, CO2, H2
(4) CH4, CO2, H2S
(10) IARI નું પૂર્ણ નામ આપો.
(1) ઈન્ડિયન એગ્રિકલ્ચરલ રિસર્ચ ઈન્સ્ટિટયુટ
(2) ઈન્ટરનેશનલ એગ્રિકલ્ચર રિસર્સ ઈન્સ્ટિટયુટ
(3) ઈન્ડિયન એરોમેટિક ઈન્સ્ટિટયુટ
(4) ઈન્ટરનેશનલ એરોમેટિક રિસર્ચ ઈન્સ્ટિટયુટ
(11) માઈકોરાઈઝા =.......
(1) બેકટેરિયા અને વનસ્પતિનું સહજીવન
(2) ફૂગ અને વનસ્પતિનું સહજીવન
(3) ફૂગ અને લીલનું સહજીવન
(4) બેકટેરિયા અને ફૂગનું સહજીવન
(12) નીચેનામાંથી સૂક્ષ્મજીવોની કઈ જોડ પોપક માધ્યમમાં વૃદ્ધિ પામે છે ?
(1) વાઈરસ અને એકકોષીય લીલ
(2) પ્રોટોઝુઆ અને વિરોઈડ્સ
(3) બેકટેરિયા અને ફૂગ
(4) પ્રાયોન્સ અને યીસ્ટ
(13) નીચેનાં જોડકાં જોડો:
કોલમ -I કોલમ-II
(P) પેનિસિલિન (I) ગ્લાયકોપ્રોટીન
(Q) ઈન્ટરફેરોન (II) ફુટ જયુશ શુદ્ધ કરવાં
(R) પોલિહેડ્રોવાઈરસ (III) એન્ટિબાયોટિકસ
(S) પ્રોટિએઝ (IV) એન્ટિસેપ્ટિક
(V) જૈવજંતુનાશકો
(1) (P-II), (Q-IV), (R-I), (S-V)
(2) (P-I), (Q-II), (R-III), (S-IV)
(3) (P-III), (Q-I), (R-V), (S-II)
(4) (P-IV), (Q-II), (R-IV), (S-II)
(14) આ તકનીકનમાં આનુવંશિકદ્રવ્યોના રસાયણોમાં પરિવર્તન પ્રેરીને તેને યજમાન સજીવમાં પ્રવેશ કરાવીને યજમાન
સજીવના બાહ્ય સ્વરૂપ પ્રકારમાં ફેરફાર પ્રેરવામાં આવે છે.
(1) PCR
(2) જૈવપ્રક્રિયા ઈજનેરીવિદ્યા
(3) ઈલેકટ્રોફોરેસિસ
(4) જનીન ઈજનેરીવિદ્યા
(15) ઈચ્છિત નીપજની પ્રાપ્તિ માટે વાહક શા માટે જરૂરી છે ?
(1) વાહક પાસે સ્વયંજનનની ઉત્પત્તિ હોય છે.
(2) વાહક યજમાન કોષમાં સ્વતંત્ર સ્વયંજનન પામે છે.
(3) વાહક વિદેશી DNA ની પ્રતિકૃતિઓ બનાવે છે.
(4) બધા જ
(16) સૌપ્રથમ શોધાયેલ રિસ્ટ્રિકશન એન્ડોન્યુકિલએઝ કયો છે ?
(1) Hind II
(2) EcoR I
(3) Sal I
(4) BamH I
(17) EcoR I માં R શુ છે?
(1) RY 11
(2) RY 13
(3) RY 12
(4) RT 23
(18) છાલન પ્રક્રિયા શું છે ?
(1) DNA ટુકડાઓને જોડવા
(2) DNA ટુકડા કરવા
(3) DNA ના ટુકડાઓનું અભિરંજન
(4) DNA ના પટ્ટાઓને અગારોઝ જેલમાંથી બહાર કાઢવા
(19) pBR322 પ્લાસ્મિડ ને Pst I ઉત્સેચક વડે કાપતા........
(1) પ્લાસ્મિડ સ્વયંજનનો ગુણધર્મ ગુમાવશે
(2) tetR જનીન નિષ્ક્રીય થશે.
(3) ampR જનીન નિષ્ક્રીય થશે.
(4) બધા જ
(20) આ પદ્ધતિમાં પુનઃસંયોજિત DNA ને પ્રાણીકોષના કોષકેન્દ્રમાં સીધું જ દાખલ કરાવવામાં આવે છે?
(1) વિદ્યુતછિદ્રતા
(2) સૂક્ષ્મ અંતઃક્ષેપણ
(3) જૈવપ્રાક્ષેપિકી
(4) મેદસ્વીકરણ
(21) DNA માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(1) DNA જલઅનુરાગી અણુ છે.
(2) DNA કોષરસપટલમાંથી પસાર થઈ શકતો નથી.
(3) DNA ૠણ વીજભારીત છે.
(4) બધા જ
(22) નીચે આપેલ ક્રિયા અનુપ્રવાહિત પ્રક્રિયામાં સમાવિષ્ટ થતી નથી.
(1) નીપજોનું અલગીકરણ
(2) નીપજોનું શુદ્ધીકરણ
(3) નીપજોને પરિરક્ષકોથી પરિરક્ષિત કરવા
(4) ઈચ્છિત જનીનની અભિવ્યક્તિ કરીને નીપજ બનાવવી
(23) ...... માટે સ્ટીરેડ ટેન્ક બાયોરિએકટર તૈયાર કરવામાં આવ્યું છે.
(1) આખી પ્રક્રિયા દરમિયાન ઓકિસજનની પ્રાપ્યતા/ઉપલબ્ધતા
(2) સંવર્ધન પાત્રમાં અજારક સ્થિતિને ટકાવવા માટે
(3) નીપજોનું શુદ્ધીકરણ
(4) નીપજોમાં પરિરક્ષોનું ઉમેરણ
(24) માર્કેટિંગ કરતાં પહેલાં પ્રોટીનની અલગતા અને શુદ્ધીકરણ માટેની પ્રક્રિયાને શું કહે છે ?
(1) અનુપ્રવાહિત પ્રક્રિયા
(2) જૈવપ્રક્રિયા
(3) પશ્ચઉત્પાદન પ્રક્રિયા
(4) ઉપપ્રવાહિત પ્રક્રિયા
(25) કોઈ પણ જનીનનું વહન સંપૂર્ણપણે અલગ સજીવમાં કોના દ્વારા કરી શકાય છે ?
(1) જનીન ઈજનેરીવિદ્યા
(2) પેશી સંવર્ધન
(3) રૂપાંતરણ
(4) એક પણ નહિ
(26) DNA ફિંગરપ્રિન્ટિંગ પદ્ધતિમાં કોનો ઉપયોગ થાય છે?
(1) રિસ્ટ્રિકશન ઉત્સેચકો
(2) Taq પોલિમરેઝ
(3) ઓલિગોન્યુકિલઓટાઈડ પ્રાઈમર
(4) આપેલ બધા
(27) c-DNA મળ્યું?
(1) રિવર્સ ટ્રાન્સક્રિપ્શન દ્વારા નિર્માણ પામેલ DNA
(2) કલોન DNA
(3) વલયાકાર DNA
(4) પુનઃસંયોજિત DNA
(28) DNA અણુને કાપવા માટે કયો ઉત્સેચક ઉપયોગમાં લેવાય છે ?
(1) રિસ્ટ્રિકશન એન્ડોન્યુકિલએઝ
(2) 2-ગલેકટોસિડેઝ
(3) DNA લાઈગેઝ
(4) DNA પોલિમરેઝ
(29) બાયોફર્માસ્યુટિકલ અને જૈવિક પદાર્થોનું ઔદ્યોગિક સ્તરે ઉત્પાદન કરવા બાયોટેકનોલોજીમાં ક્યાં પ્રકારનાં રૂપાંતરિત સજીવોનો ઉપયોગ કરવામાં આવે છે?
(1) સૂક્ષ્મજીવો
(2) ફૂગ
(3) વનસ્પતિઓ અને પ્રાણીઓ
(4) બધા જ
(30) જોડકાં જોડો:
કોલમ -I (કક્ષા) કોલમ -II (કીટકો)
(P) કોલિઓપ્ટેરા (I) ભૂંગ કીટકો
(Q) લેપિડોપ્ટેરા (II) માખીઓ, મચ્છર
(R) ડિપ્ટેરન (III) તમાકુની કલીકાકીટકો, સૈનિકકીટકો
(1) (P-I), (Q-III), (R-II)
(2) (P-III), (Q-I), (R-II)
(3) (P-II), (Q-III), (R-I)
(4) (P-II), (Q-I), (R-III)
(31) Cry જનીન કપાસમાં દાખલ કરતાં.......
(1) કપાસની નવી જાતિનું નિર્માણ
(2) કપાસ નવા પ્રોટીનનું નિર્માણ કરે
(3) કપાસની જૈવરાસાયણિક ક્રિયામાં બદલાવ આવે
(4) (b) અને (c) પાસે છે
(32) નીચે આપેલ આકૃતિ પ્રો-ઈન્સ્યુલિનની છે. A, B અને C પેપ્ટાઈડને ઓળખો.
P Q R
(1) A પેપ્ટાઈડ B પેપ્ટાઈડ C પેપ્ટાઈડ
(2)C પેપ્ટાઈડ B પેપ્ટાઈડ A પેપ્ટાઈડ
(3) C પેપ્ટાઈડ A પેપ્ટાઈડ B પેપ્ટાઈડ
(4) B પેપ્ટાઈડ A પેપ્ટાઈડ C પેપ્ટાઈડ
(33) પહેલાંના સમયમાં મધુપ્રમેહ રોગીઓ માટે ઉપયોગમાં લેવાતું ઈન્સ્યુલીન....
(1) પ્રાણીઓ અને ભુંડને કરીને તેના સ્વાદુપિંડમાંથી બહાર કાઢવામાં આવતું હતું.
(2) પ્રાણીઓમાંથી પ્રાપ્ત થતા ઈન્સ્યુલીન દ્વારા કેટલાક દર્દીઓને એલર્જી થવી.
(3) પરજાત પ્રોટીન પ્રત્યે બીજી પ્રતિક્રિયાઓ થવા લાગી હતી.
(4) બધા જ
(34) નીચે આપેલ ઉપચાર દ્વારા ADA ખામી સંપૂર્ણ દૂર થઈ શકતી નથી.
(1) ઉત્સેચક રિપ્લેસમેન્ટ થેરાપી
(2) જનીન થેરાપી
(3) અસ્થિમજજા પ્રત્યારોપણ
(4) (a) અને (b) બંને
(35) સંભવિત AIDS દર્દીઓમાં HIV ની ઓળખ માટે આજકાલ સામાનય રીતે ઉપયોગમાં લેવાઈ રહ્યું છે.
(1) સીરમ વિશ્લેષણ
(2) મૂત્રવિશ્લેષણ
(3) PCR
(4) બધા જ
(36) PCR નો ઉપયોગ કેવા પ્રકારના રોગોના નિદાનમાં થાય છે?
(1) સંભવિત AIDS દર્દીઓમાં HIV ની ઓળખ
(2) કેન્સર સંભવિત દર્દીઓના જનીનોમાં વિકૃતિની તપાસ
(3) આનુવંશિક રોગોની તપાસ
(4) બધા જ
(37) કયું માનવ પ્રોટીન રોઝી ગાય દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે.
(1) આલ્ફા -1-એન્ટિટ્રિપ્સિન
(2) અલ્ફાલેકટાબ્લ્યુમિન
(3) ઈન્સ્યુલિન
(4) ફાઈબ્રિન
(38) ભારતે કયા સંગઠનની સ્થાપના કરી કે જે પારજનીનિક સંશોધનો સંબંધિત કાર્યોની માન્યતા તથા જનસેવાઓ માટે પારજનીનિક સજીવોના અમલીકરણની સુરક્ષા વગેરે વિશે નિર્ણય લેશે?
(1) IVRI
(2) IARI
(3) KVIC
(4) GEAC
(39) જનીનપ્રકારને સુધારવા માટે વિદેશી જનીનોને ઉમેરવામાં આવે છે, જેને શું કહે છે?
(1) વાસંતીકરણ
(2) પેશી સંવર્ધન
(3) જૈવતફનિકી
(4) જનીનિક ઈજનેરીવિદ્યા
(40) પારજનીનિક વનસ્પતિ એ શું છે ?
(1) સંકરણ પછી કૃત્રિમ માધ્યમમાં વૃદ્ધિ પામે છે.
(2) કૃત્રિમ માધ્યમમાં દૈહિક ભ્રૂણ દ્વારા બનાવવામાં આવે છે.
(3) વિદેશી જનીનને કોષમાં દાખલ કરીને કોષમાંથી બનાવેલ નવી વનસ્પતિ
(4) જીવકણ જોડાણ પછી નિર્માણ પામે છે.
(41) પારજનિનિક પ્રાણીઓ એવા પ્રાણીઓ છે કે જે......
(1) દરેક કોષોમાં વિદેશી RNA ધરાવે છે.
(2) કેટલાક કોષોમાં વિદેશી DNA ધરાવે છે.
(3) બધ જ કોષોમાં વિદેશી DNA ધરાવે છે.
(4) (1) અને (2) બંને
(42) RNA અંતઃ ક્ષેપણ માં......
(1) DNA માંથી mRNA નું નિર્માણ
(2) DNA ના સંશ્લેષણમાં RNA નો અંત:ક્ષેપ
(3) પૂરક RNA ના કારણે ચોકકસ mRNA નું નિષ્ક્રિયકરણ
(4) રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝના ઉપ્યોગ વડે પૂરક DNA અને RNA નું નિર્માણ
(43) Bt કપાસની કેટલીક લાક્ષણિકતાઓ.......છે.
(1) ઊંચું ઉત્પાદન અને બોલવર્મ્સ સામે પ્રતિરોધકતા
(2) લાંબા રેસોઓ અને એડિસ સામે પ્રતિરોધકતા
(3) મધ્યમ ઉત્પાદન, લાંબા રેસાઓ અને ભૂંગકીટક ઈયળ સામે પ્રતિરોધકતા
(4) ઊંચું ઉત્પાદન, વિષ પ્રોટીન કલિલનું ઉત્પાદન કે જે ડિપ્ટેરન ઈયળને કારી નાખે
(44) જૈવવૈજ્ઞાનિક સંગઠનોના વિભિન્ન સ્તરોને યોગ્ય ક્રમમાં ઓળખો.
(1) કોષો→ પેશીઓ→ અંગો→અંગતંત્રો→સ્વતંત્ર સજીવો→વસ્તી →સમુદાયો →જૈવવિસ્તારો →નિવસનતંત્રો
(2) કોષો→ પેશીઓ →અંગો →અંગતંત્રો →સ્વતંત્ર સજીવો→ વસ્તી →સમુદાયો →નિવસનતંત્રો →જૈવવિસ્તારો
(3) કોષો→ અંગો → અંગતંત્રો →પેશીઓ →સ્વતંત્ર સજીવો →વસ્તી→ સમુદાયો →જૈવવિસ્તારો→ નિવસનતંત્રો
(4) કોષો→ પેશીઓ→ અંગો →અંગતંત્રો →સ્વતંત્ર સજીવો→ વસ્તી→ નિવસનતંત્રો→ જૈવવિસ્તારો→ સમુદાયો
(45) પરિસ્થિતિવિદ્યાના જૈવવૈજ્ઞાનિક સંગઠનોના સ્તરોમાં કોનો સમાવેશ થાય છે?
(1) અંગ, અંગતંત્રો, સજીવો, વસ્તી, સમુદાયો
(2) અંગતંત્રો, સજીવો, વસ્તી, સમુદાયો
(3) સજીવો, વસ્તી, સમુદાયો, નિવસનતંત્ર
(4) સજીવો, વસ્તી, સમુદાયો અને જૈવવિસ્તારો
(46) નીચેનામાંથી કઈ ક્રિયાઓને તાપમાન પ્રભાવિત કરે છે ?
(1) ઉત્સેચકોના ગતિવિજ્ઞા
(2) ચયાપચય
(3) દેહધાર્મિક કાર્યો
(4) બધા જ
(47) જોડકાં જોડો:
કોલમ – I (ક્ષારોની સાંદ્રતા) કોલમ - II (ઉદાહરણ)
(P) 50 % કરતાં ઓછી (I) અંતઃસ્થલીય જળ
(Q) 30% થી 35% (II) અતિક્ષારીય ખારાપાણીના સરોવર
(R) 100% વધારે (III) સમુદ્ર
(1) (P-I), (Q-II), (R-III)
(2) (P-I), (Q-III), (R-II)
(3) (P-III), (Q-II), (R-I)
(4) (P-II), (Q-III), (R-I)
(48) સજીવોની સાંદ્રતાની ઓછી ક્ષેત્રમર્યાદા પૂરતા સીમિત છે– P સજીવો ક્ષારતાની ખૂબ જ વ્યાપક ક્ષેત્રમર્યાદાને સહન કરે છે—Q P અને Q માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો :
P Q
(1) યુરીહેલાઈન સ્ટીનોહેલાઈન
(2) સ્ટીનોહેલાઈન યુરીહેલાઈન
(3) યુરીથર્મલ સ્ટીનોથર્મલ
(4) સ્ટીનોથર્મલ યુરીથર્મલ
(49) વનસ્પતિઓ. ...... દ્વારા ખોરાક ઉત્પન્ન કરે છે, જેમાં રૂપાંતરણ થાય.
(1) પ્રકાશસંશ્લેષણ, કાર્બનિક ઘટકોનું અકાર્બનિક ઘટકોમાં
(2) પ્રકાશસંશ્લેષણ, અકાર્બનિક ઘટકોનું કાર્બનિક ઘટકોમાં
(3) શ્વસન, કાર્બનિક ઘટકોનું અકાર્બનિક ઘટકોમાં
(4) શ્વસન, અકાર્બનિક ઘટકોનું કાર્બનિક ઘટકોમાં
(50) નિમ્નકક્ષાના સજીવો જાડી દિવાલવાળા બીજાણુઓનું સર્જન કરીને પ્રતિકૂળ પરિસ્થિતિમાં અનુકૂલન મેળવે છે. તેને શું કહે છે ?
(1) નિયમન કરવું
(2) અનુકૂળ થવું
(3) સ્થળાંતર કરવું
(4) મુલતવી રાખવું
(51) પૃથ્વી પર સસ્તન પ્રાણીઓની સફળતા પાછળનું મુખ્ય કારણ કયું છે?
(1) શરીરનું તાપમાન જાળવી રાખવી ક્ષમતા
(2) ઝડપથી દોડવાની ક્ષમતા
(3) ઉડવાની ક્ષમતા
(4) મિશ્રાહારી હોવાથી
(52) પ્રાણીઓની ધાર્યા કરતા વધારે બહુમણી અને લગભગ બધી જ વનસ્પતિઓ તેમનું આંતરિક પર્યાવરણ સ્થિર
જાળવી શકતા નથી. તેને શું કહે છે.
(1) નિયમન કરવું
(2) અનુકૂળ થવું
(3) સ્થળાંતર કરવું
(4) મુલતવી રાખવું
(53) ઉતર અમેરિકાના રણમાં કાંગારુ ઉદર પાણીને લગતી તમામ જરૂરિયાતો કેવી રીતે પૂર્ણ કરે છે ?
(1) મંદનો મૂત્રનો ત્યાગ કરીને
(2) આંતરડામાં પાણીનો સંગ્રહ કરીને
(3) આંતરિક ચરબીના ઓકિસડેશન દ્વારા
(4) જઠરમાં પાણીનો સંગ્રહ કરીને
(54) ફાફડાથોર વનસ્પતિ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
પર્ણોનું કાર્ય પ્રકાડનું કાર્ય
(1) રક્ષણ પ્રકાશસંશ્લેષણ
(2) પ્રકાશસંશ્લેષણ રક્ષણ
(3) ઉત્સ્વેદન પ્રકાશસંશ્લેષણ
(4) પ્રકાશસંશ્લેષણ ઉત્સ્વેદન
(55) Altitude Sickness (ઊંચાઈ સંબંધિત બીમારી) સામે આપણું શરીર કઈ રીતે અનુકૂળ થાય છે ?
(1) લાલ રુધિરકોષોનું ઉત્પાદન વધારીને
(2) હીમોગ્લોબિનની બંધન-ક્ષમતા ઘટાડીને
(3) શ્વસનમાં વધારો કરીને
(4) બધા જ
(56) ........ P.....એ સર્વોચ્ય ઉર્ધ્વસ્થ સ્તરે,........Q...... દ્વિતીય સ્તરે અને.......R........ નિમ્ન સ્તરે ગોઠવાયેલ હોય છે.
P Q R
(1) છોડઅને તૃણ ક્ષુપો વૃક્ષો
(2) વૃક્ષો છોડ અને તૃણ ક્ષુપો
(3) વૃક્ષો ક્ષુપો છોડ અને તૃણ
(4) ક્ષુપો છોડ અને તૃણ વૃક્ષો
(57) નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
P-અકાર્બનિક ઘટકોમાંથી કાર્બનિક ઘટકોનું નિર્માણ Q - કાર્બનિક ઘટકોમાંથી કાર્બનિક ઘટકોનું નિર્માણ
P અને Q માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો :
P Q
(1) વિઘટન પ્રકાશસંશ્લેષણ
(2) પ્રકાશસંશ્લેષણ વિઘટન
(3) વિઘટન અવખંડન
(4) અવખંડન વિઘટન
(58) સમગ્ર જીવાવરણની વાર્ષિક વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા એ કાર્બનિક પદાર્થોના અંદાજિત....(શુષ્કવજન) આંકવામાં આવે છે.
(1) 170 મિલિયન ટન
(2) 170 બિલિયન ટન
(3) 70 મિલિયન ટન
(4) 70 બિલિયન ટન
(59) સેન્દ્ર (ખાતર humus) માટે અસંગત વિધાન પસંદ કરો.
(1) સેન્દ્રીયકરણ દ્વારા બનતા ગાઢ રંગના અસ્ફટિકમય પદાર્થ
(2) જીવાણુકીય ક્રિયાઓ માટે ખૂબ જ પ્રતિરોધક
(3) પોષકોના સંચયસ્થાન તરીકે વર્તે છે.
(4) સેન્દ્રનું વિઘટન થઈ શકતું નથી.
(60) વિઘટન પ્રક્રિયા માટે અસંગત વિધાન પસંદ કરો.
(1) લિગ્નીન અને કાઈટિન સભર સજીવોમાં વિઘટનનો દર ખૂબ જ ઊંચો હોય છે.
(2) વિઘટનની પ્રક્રિયા માટે ઓકિસજનની આવશ્યકતા છે.
(3) હૂંફાળું અને ભેજયુકત પર્યાવરણ વિઘટન માટે અનુકૂળ છે.
(4) જલદ્રાવ્ય કાર્બનિક ઘટકોનું વિઘટન ઝડપથી થાય છે.
(61) "એક પોષકસ્તરમાંથી બીજા પોષકસ્તરમાં ઊર્જાનું વહન થતાં કેટલીક ઊર્જા સ્વરૂપે વ્યય થાય છે." આ વિધાન થર્મોડાયનેમિકસનો કયો નિયમ દર્શાવે છે?
(1) પ્રથમ
(2) બીજો
(3) ત્રીજો
(4) બધા જ
(62) સ્થલજ નિવસનતંત્રમાં મુખ્ય ઉત્પાદકો નીચેનામાંથી કેટલાં છે?
શાકીય વનસ્પતિ, લીલ, કાષ્ઠીય વનસ્પતિ, વનસ્પતિ પ્લવકો, જલીય વનસ્પતિઓ
(1) 1
(2) 2
(3) 3
(4) 4
(63) નીચેનામાંથી અસંગત વિધાન પસંદ કરો.
(1) સ્થલજ નિવસનતંત્રમાં મૃત આહારશૃંખલા કરતા ચરીય આહાર શૃંખલા દ્વારા ઘણી વધારે ઊર્જા પ્રવાહિત થાય છે.
(2) મૃત આહારશૃંખલાને કેટલાક સ્તરે ચરીય આહારશૃંખલા સાથે જોડી શકાય છે.
(3) વંદા, કાગડા અને માનવ વગેરે જેવાં પ્રાણીઓ સર્વભક્ષી છે.
(4) આહારશૃંખલાઓની પ્રાકૃતિક આંતરસંધિ એક આહારજાળનું નિર્માણ કરે છે.
(64) નીચે P, Q અને R કઈ ક્રિયાઓ દર્શાવે છે.
I- મૃત અવશોષીય પદાર્થોને નાના-નાના કણોમાં તોડી નાખવાની ક્રિયા - P
II - બેકટેરિયા અને ફૂગના ઉત્સેચકો મૃત અવશેષીય ઘટકોને સરળ અકાર્બનિક પદાર્થોમાં વિઘટન કરે છે. - Q
III - આ પ્રક્રિયા દ્વારા જલદ્રાવ્ય અકાર્બનિક પોષકો મૂમિના સ્તરોમાં પ્રવેશ પામે છે અને અનુપલબ્ધ ક્ષારો તરીકે અવક્ષેપિત થઈ જાય છે.-R
P, Q અને R માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
P Q R
(1) અપચય અવખંડન ધોવાણ
(2) અવખંડન અપચય ધોવાણ
(3) ચય અવખંડન ધોવાણ
(4) અવખંડન ચય ધોવાણ
(65) નીચેનાં ક્યાં નિવસનતંત્રમાં ઊર્જાનો પ્રવાહ સૂર્ય નથી?
(1) ઊંડા સમુદ્રના જલતાપીય નિવસનતંત્ર
(2) તળાવ
(3) રણ
(4) જંગલ
(66) નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(1) ઊર્જા પિરામિડ હંમેશા સીધા હોય છે.
(2) સમુદ્ધના જૈવભાર પિરામિડ ઉલટા હોય છે.
(3) જંગલન નિવસનતંત્રના જૈવભાર પિરામિડ સીધા હોય છે.
(4) બધા જ
(67) નિવસનતંત્રકીય સેવાઓની એક વર્ષની અંદાજિત કિંમત લગભગ..... મૂકી છે.
(1) 18 બિલિયન અમેરિકી ડોલર
(2) 18 ટ્રિલિયન અમેરિકી ડોલર
(3) 33 બિલિયન અમેરિકી ડોલર
(4) 33 ટ્રિલિયન અમેરિકી ડોલર
(68) નિવસનતંત્રકીય સેવાઓની કુલ કિંમતમાંથી......P...... ભૂમિ સંરચના માટે છે અને મનોરંજન તથા પોષકચક્રણ વગેરે દરેકનીની ....Q.... કરતા પણ ઓછી ભાગીદારી છે. વન્યજીવન માટે આબોહવા નિયમન તથા વસવાટનું મૂલ્ય લગભગ પ્રત્યેક માટે...R..... જેટલું છે.
P Q R
(1) 60% 50% 10%
(2) 10% 50% 6%
(3) 50% 10% 6%
(4)6% 10% 50%
(69) રણવિસ્તાર, ઘાસના મેદાનો, જંગલો ટુંડુ પ્રદેશ.... ના ઉદાહરણો છે.
(1) જૈવવિસ્તારો
(2) નિવસનતંત્ર
(3) જૈવ ભૌગોલિક વિસ્તારો
(4) જૈવાવરણ
(70) જો સૂક્ષ્મજીવાણુઓને જંગલ નિવસનતંત્રમાંથી દૂર કરવામાં આવે તો નીચનોમાંથી કઈ પ્રકિયામાં સૌથી વધારે પ્રતિકૂળ અસર થશે?
(1) સૂર્ય-ઊર્જા સ્થાપન અને પોષક ચક્રણ
(2) કાર્બનિક ઘટકોનું વિઘટન અને પ્રકાશસંશ્લેષણ
(3) નાઈટ્રોજન સ્થાપન અને કાર્બનિક ઘટકોનું વિઘટન
(4) કાર્બન સામ્ય અને નાઈટ્રોજન સ્થાપન
(71) ઊર્જા અને પોષકતત્વો સમુદાય (જૈવિક સમાજ) માં શેનાં દ્વારા દાખલ થાય છે ?
(1) ઉત્પાદકો
(2) પ્રાથમિક ઉપભોકતાઓ
(3) વિઘટકો
(4) સૂર્યપ્રકાશક
(72) મૃતભક્ષીઓ દ્વારા મૃત અવશેષીય દ્રવ્યોને નાના-નાના કણોમાં તોડી નાખે છે. આ પ્રક્રિયાને શું કહે છે?
(1) ધોવાણ
(2) સેન્દ્રિયકરણ
(3) અપચય
(4) અવખંડન
(73) પ્રકાશસંશ્લેષણ દરમિયાન કુલ પ્રાથમિક ઉત્પાદકતા એ શેના ઉત્પાદનનો દર છે ?
(1) કાર્બનિક દ્રવ્ય
(2) ઓકિસજન
(3) કાર્બન ડાયોકસાઈડ
(4) હરિતદ્રવ્ય
(74) બેકટેરિયા અને ફૂગ શું છે ?
(1) ઉત્પાદકો
(2) પ્રાથમિક ઉપભોક્તાઓ
(3) દ્વિતીયક ઉપભોકતાઓ
(4) વિઘટકો
(75) ઉપભોકતાઓ દ્વારા નવા કાર્બનિક પદાર્થોના નિર્માણના દર તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે.
(1) વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા
(2) દ્વિતીયક ઉત્પાદકતા
(3) કુલ પ્રાથમિક ઉત્પાદકતા
(4) પ્રાથમિક ઉત્પાદકતા
(76) યોગ્ય અનુક્રમે પસંદ કરો.
(1) વનસ્પતિ પ્લવકો →પ્રાણીપ્લવકો→સ્તરકવચી→ માછલી
(2) સ્તરકવચી→ માછલી→પ્રાણીપ્લવકો→વનસ્પતિ પ્લવકો
(3) પ્રાણીપ્લવકો→ વનસ્પતિ પ્લવકો→ સ્તરકવચી→ માછલી
(4) માછલી →સ્તરકવચી →પ્રાણીપ્લવકો →વનસ્પતિ પ્લવકો
(77) નીચેનાં આંકડા / માહિતી સાથે ક્યાં પ્રકારનો પરિસ્થિતિકીય પિરામિડ મળે છે?
દ્વિતીય ઉપભોકતા: 120 g પ્રાથમિક ઉપભોકતા : 60g પ્રાથમિક ઉત્પાદક : 10 g
(1) જૈવભારનો ઊંઘો પિરામિડ
(2) ઊર્જાનો પિરામિડ
(3) સંખ્યાનો સીધો પિરામિડ
(4) જૈવભારનો સીધો પિરામિડ
(78) જો વિઘટકો લુપ્ત થઈ જાય, તો તેની ગંભીર અસર કોના પર થશે ?
(1) ખનીજોનું ચક્રીયકરણ
(2) નાઈટ્રોજન સ્થાપન
(3) જૈવિકવિશાલન
(4) માંસાહારીઓ ભૂખે મરશે
(79) નીચેનાં જોડકાં જોડો:
કોલમ -I કોલમ -II
(P) ઉત્પાદક (I) તૃણાહારીઓ
(Q) પ્રાથમિક ઉપભોકતા (II) લીલી વનસ્પતિઓ
(R) દ્વિતીયક ઉપભોકતા (III) મૃતોપજીવીઓ
(S) વિઘટક (IV) માંસાહારીઓ
(1) (P-I), (Q-II), (R-III), (S-IV)
(2) (P-II), (Q-I), (R-IV), (S-III)
(3) (P-II), (Q-IV), (R-III), (S-I)
(4) (P-III), (Q-II), (R-I), (S-IV)
(80) નીચેનામાંથી કયાં વિધાનો ઊર્જા-પ્રવાહના સંદર્ભમાં ખોટા છે ?
(I) મૃત અવશેષીય (દ્રવ્ય) આહારશૃંખલા મૃત કાર્બનિક દ્રવ્ય સાથે શરૂ થાય છે.
(II) જલીય નિવસનતંત્રમાં, મૃત અવશેષીય (દ્રવ્ય) આહારશૃંખલા ઊર્જાપ્રવાહ માટે મુખ્ય વાહક છે.
(III) સ્થલજ નિવસનતંત્રમાં મોટા પ્રમાણમાં ઊર્જા ચરીય આહાશૃંખલા દ્વારા વહન પામે છે.
(IV) ઉત્પાદકો આહારશૃંખલાના પ્રથમ પોષકસ્તરમાંથી હોય છે.
(1) માત્ર II અને III
(2) માત્ર III અને IV
(3) માત્ર I અને IV
(4) માત્ર I અને II
(81) નીચેનામાંથી કયું વાકય સાચું નથી ?
(1) પ્રાથમિક ઉપભોકતાઓ તૃણાહારીઓ છે.
(2) નિવસનતંત્રમાં ઊર્જાના પિરામિડ એ ઉચ્ચ પોષકસ્તરોમાં સામાન્ય રીતે નાશ પામે છે.
(3) કોઈ એક સજીવ કરતા વધુ પોષકસ્તરોમાં ખોરાક લઈ શકે છે.
(4) વિઘટકો પ્રથમ પોષકસ્તર સિવાય બધા પોષકસ્તરોમાંથી ખોરાક લઈ શકે છે.
(82) જંગલ જેવા સ્થલજ નિવસનતંત્રમાં કયા પોષકસ્તરે મહત્તમ ઊર્જા હોય છે?
(1) પ્રથમ પોષકસ્તર (T1),
(2) દ્વિતીયક પોષકસ્તર (T₂),
(3) તૃતીયક પોષકસ્તર (T3),
(4) ચતુર્થક પોષકસ્તર (T4)
(83) સર્પગંધા વનસ્પતિ માટે અસંગત વિધાન પસંદ કરો.
(1) સક્રિય રસાયણ રીસર્પિન ઉત્પન્ન કરે છે.
(2) સર્પગંધાનું વૈજ્ઞાનિક નામ Rauwolfia vomitoria છે.
(3) હિમાલયના વિવિધ વિસ્તારોમાં ઊગતી ખાદ્ય વનસ્પતિ છે.
(4) રીસીપૅન ઊંચા રુધિરદાબની સારવારમાં વપરાય છે.
(84) નીચેનાં જોડકાં જોડો:
કોલમ -I કોલમ - II
(P) જનીનિક વિવિધતા (I) જનીનિક સ્તરે રહેલ વિવિધતા
(Q) જાતિ-વિવિધતા (II) જાતિ સ્તરે રહેલ વિવિધતા
(R) પરિસ્થિતિકીય વિવિધતા (III) નિવસનતંત્ર સ્તરે રહેલ વિવિધતા
(1) (P-III), (Q-I). (R-II)
(2) (P-II), (Q-I), (R-III)
(3) (P-III), (Q-II), (R-1)
(4) (P-I), (Q-II), (R-III)
(85) ભારતમાં લગભગ 45 હજાર જેટલી. જાતિઓ તથા તેના કરતાં બે ગણાથી પણ વધારેજાતિઓની નોંધણી કરી શકાઈ છે.
(1) વનસ્પતિ, પ્રાણી
(2) પ્રાણી, વનસ્પતિ
(3) બેકટેરિયા, ફૂગ
(4) ફૂગ, બેકટેરિયા
(86) રોબર્ટ મેના અંદાજ મુજબ વિશ્વની કુલ જાતિઓના.........જાતિઓની જ શોધ થઈ છે.
(1) 2.4%
(2) 8.1%
(3) 22%
(4) 48%
(87) એમેઝોન વર્ષાવન.....થી વધારે અપૃષ્ઠવંશી પ્રાણીઓની જાતિઓનું નિવાસસ્થાન છે.
(1) 1,25,000
(2) 20,00,000
(3) 40,000
(4) 80,000
(88) નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(1) જાતિઓની શોધ સમશીતોષ્ણ દેશો કરતાં ઉષ્ણકટિબંધીય દેશોમાં વધુ પરિપૂર્ણ છે.
(2) સમશીતોષ્ણ કટિબંધમાં નોંધપાત્ર રીતે મોટા પ્રમાણમાં જાતિઓની શોધ બાકી છે.
(3) અંતિમ અંદાજ પ્રમાણે પૃથ્વી પર જાતિઓ 20 થી 50 મિલિયન છે.
(4) બધા જ
(89) જોડકાં જોડો:
કોલમ -I કોલમ - II
(P) પૃષ્ઠવંશીઓ (I) 338
(Q) અપૃષ્ઠવંશીઓ (II) 87
(R) વનસ્પતિઓ (III) 359
(1) (P-II), (Q-III), (R-I)
(2) (P-III), (Q-I), (R-II)
(3) (P-I), (Q-III), (R-II)
(4) (P-III), (Q-II), (R-I)
(90) જોડકાં જોડો:
કોલમ – 1 (લુપ્ત થવાનો ભય) કોલમ – II (પોતાની જાતિઓની ટકાવારી)
(P) પક્ષી (I) 12%
(Q) સસ્તન (II) 31%
(R) ઉભયજીવી (III) 23%
(S) અનાવૃત્ત બીજધારી (IV) 32%
(1) (P-III), (Q-I), (R-IV), (S-II)
(2) (P-I), (Q-III), (R-IV), (S-II)
(3) (P-I), (Q-III), (R-II), (S-IV)
(4) (P-III), (Q-I), (R-II), (S-IV)
(91) પૃથ્વી પર જીવનો ઉદ્દભવ કયારે થયો ?
(1) 3 બિલિયન વર્ષ પહેલા
(2) 3 મિલિયન વર્ષ પહેલા
(3) 30 બિલિયન વર્ષ પહેલા
(4) 30 મિલિયન વર્ષ પહેલા
(92) નૈવ-વિવિધાને નંગશન બાવાથી.
(1) વનસ્પતિ ઉત્પાદનમાં ઘટાડો થાય.
(2) દુષ્કાળ જેવા પર્યાવરણીય ઉપદ્રવો તરફનું નિમ્ન પ્રતિરોધન
(3) પાણીનો ઉપયોગ અને જંતુ તથા રોગચક્રો જેવી કેટલીક નિવસનતંત્રીય પ્રક્રિયાઓમાં પરિવર્તનશીલતા વધવા લાગે
(4) બધા જ
(93) નીચેની નિવસનતંત્રીય સેવાઓને યોગ્ય જૂથમાં ગોઠવો.
I- ઔદ્યોગિક ઉત્પાદનો, II -રંગકો, III – બાંધકામ સામગ્રી, IV - પરાગનયન, V-સવારમાં બુલબુલનાં ગીતા સાંભળતાં-સાંભળતા જાગવું. ,VI - વસતંઋતુમાં સંપૂર્ણ ખીલેલાં પુષ્પો નિહાળવાનો આનંદ ,VII- ઉજણ ,VIII -ખોરાક
સંક્ષિપ્ત રીતે ઉપયોગી વ્યાપક ઉપયોગિતાવાદી દલીલ
(1) I, II, III, VII, VIII IV, V, VI
(2) IV, V, VI I, II, III, VII, VIII
(3) I, II, IV, V, VII, VIII III, VI
(4) III, VI I, II, IV, V, VII, VIII
(94) જોડકાં જોડો :
કોલમ - I કોલમ - II
(P) ખાસી અને જયંતિયા ટેકરીઓ (1) મધ્યપ્રદેશ
(Q) પશ્ચિમઘાટના વિસ્તારો (II) મેઘાલય
(R) સરગુજા, ચંદા અને બસ્તર વિસ્તારો (III) કર્ણાટક અને મહારાષ્ટ્ર
(S) અરવલ્લી ટેકરીઓ (IV) રાજસ્થાન
(1) (P-III), (Q-II), (R-IV), (S-I)
(2) (P-II), (Q-III), (R-IV), (S-1)
(3) (P-III), (Q-II), (R-I), (S-IV)
(4) (P-II), (Q-III), (R-1), (S-IV)
(95) ભારતમાં સંખ્યાઓના આધારે ચડતા ક્રમમાં ગોઠવો.
(A) જૈવાવરણ આરક્ષિત વિસ્તારો
(B) હોટસ્પોટ્સ
(C) રાષ્ટ્રીય ઉદ્યાન
(D) વન્યજીવ અભ્યારણ્યો
(1) B→A→C→D
(2) B→C→D→A
(3) A→B→C→D
(4) D→C→B→A
(96) આપેલમાંથી કયું વિધાન તાત્કાલિક ધ્યાન ખેંચતા પ્રદેશો બાબતે યોગ્ય નથી ?
(1) હોટસ્પોટ્સને ભેગા કરીએ તો પણ તે પૃથ્વીના જમીન વિસ્તારના 2 % કરતાં ઓછા થાય છે.
(2) કુલ હોટસ્પોટ્સ 34 છે.
(3) હોટસ્પોટ્સમાં મહાવિવિધતાની ઊંચી ગીચતા હોય છે.
(4) ભારત પાસે 4 હોટસ્પોટ્સ છે.
(97) જૈવવિવિધતા શબ્દ કોની સાથે સંબંધિત છે?
(1) બધી જીવંત વનસ્પતિઓ
(2) બધા જીવંત પ્રાણીઓ
(3) બધી જીવંત વનસ્પતિઓ અને પ્રાણીઓ
(4) જીવંત વનસ્પતિઓ, પ્રાણીઓ અને સૂક્ષ્મજીવાણુઓ કે જે તેમના પ્રાકૃતિક વસવાટોમાં જોવા મળે છે.
(98) રેડ લિસ્ટ શેની માહિતી અથવા જાણકારી ધરાવે છે ?
(1) જેનું અસ્તિત્વ ભયમાં હોય તેવી જાતિઓ
(2) ફકત દરિયાઈ પૃષ્ઠવંશીઓ
(3) બધા આર્થિક રીતે ઉપયોગી વનસ્પતિઓ
(4) એવી વનસ્પતિઓ કે જેની નીપજ આંતરરાષ્ટ્રીય વેપારમાં હોય.
(99) જૈવાવરણ આરક્ષિત વિસ્તારો એ રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યપ્રાણી અભ્યારણ્યોથી કઈ રીતે અલગ પડે છે ?
(1) માનવ પ્રવેશની ગેરહાજરી
(2) લોકો તેના અભિન્ન ભાગ છે.
(3) પ્રાણીઓ કરતાં વનસ્પતિઓ પર વધુ ધ્યાન આપવામાં આવે છે.
(4) વંશકો માટેના સંરક્ષણ માટે દુનિયાભરથી સજીવો લાવવામાં આવે છે.
(100) 'રેડ ડેટા બૂક' શેની માહિતી ધરાવે છે ?
(1) ભેજવાળી જમીનની જાતિ વિવિધતા
(2) જળ પ્રદૂષકોની યાદી
(3) જેનું અસ્તિત્વ ભયમાં હોય તેવી જાતિઓની યાદી
(4) વસ્તી ઘટાડાનો દર
જવાબો
1. 1, 2.3, 3.2, 4.4, 5.1, 6.3, 7.4, 8.1, 9.3, 10.1, 11.2, 12.3, 13.3, 14,4, 15.4, 16.1, 17.2, 18.4, 19.3, 20.2, 21.4, 22.4, 23.1, 24.1, 25.1, 26.4 , 27.1, 28.1, 29.4, 30.1, 31.4, 32.3, 33.4, 34.4, 35.3, 36.4, 37.2, 38.4, 39.4, 40.3, 41.3, 42.3, 43.1, 44.1, 45.2, 46.4, 47.2, 48.2, 49.2, 50.કોમન , 51.1, 52.કોમન , 53.કોમન , 54.1, 55.4, 56.3, 57.2, 58.2, 59.4, 60.1, 61.2, 62.2, 63.1, 64.2, 65.1, 66.4, 67.4, 68.કોમન , 69.1, 70.3, 71.1, 72.4, 73.1, 74.4, 75.2, 76.1, 77.1, 78.1, 79.2, 801, 81.4, 82.1, 83.3, 84.4, 85.1, 86.3, 87.1, 88.3, 89.3, 90.2, 91.1, 92.4, 93.1, 94.4, 95.1, 96.4, 97.4, 98.1, 99.2, 100.3
નોંધ - કોમન નો અર્થ એ પ્રશ્ન માં ભૂલ હોવાથી માર્ક્સ ગણી લેવા.
MANISH MEVADA (M.Sc,M.Phil,B.Ed)
GUJARAT BIOLOGY NEET PLUS
• Youtube - @Gujarat Biology NEET PLUS
@ Gujarat Biology Plus Manish Mevada
@ Gujarat Biology NEET Q & A
• Instagram - @gujaratbiologyneetplus
• Play store App - Gujarat Biology NEET PLUS
• Website - www.indiabiologyneet.com
www.gujaratbiologyneet.com
www.manishmevada.com
• BOOK LAST DAYS FOR BOARD EXAMINATION
(2021,2022,2023,2024)
Please do not enter any spam link or word in the comment box