GUJARAT BIOLOGY NEET PLUS
MANISH MEVADA (M.Sc,M.Phil,B.Ed)
NEET PRACTICE PAPER - 3 | STD 11 (પ્રકરણ 1 થી 8)
TIME- 1 HOUR SUBJECT – BIOLOGY MARKS- 400
• કુલ 100 પ્રશ્નો છે દરેક પ્રશ્નનો 4 માર્ક છે દરેક ખોટા પ્રશ્ન ના 1 માર્ક કપાશે
(1) પરાગાશય ખંડ અને કોટરની બાબતે અનુક્રમે કેવા હોય છે ?
(1) દ્વિખંડીય, ક્રિકોટરીય
(2) દ્વિખંડીય, ચતુઃ કોટરીય
(3) ચતુખંડીય, ચતુઃકોટરીય
(4) ચતુઃખંડીય, દ્વિકોટરીય
(2) નીચે આકૃતિ પરાગાશયનો ત્રિપારિમાણિક છેદ દર્શાવે છે. P અને Q ને ઓળખો.
P Q
(1) પરાગરજ પરાગકોટરો
(2) પરાગમાતૃકોષો પરાગકોટરો
(3) પરાગરજ લઘુબીજાણુધાની
(4) પરાગમાતૃકોષો લઘુબીજાણુધાની
(1) અધિસ્તર → મધ્યસ્તર →તંતુમયસ્તર →પોષકસ્તર
(2) પોષકસ્તર → મધ્યસ્તર →તંતુમયસ્તર →અધિસ્તર
(4) મધ્યસ્તર→ તંતુમયસ્તર →અધિસ્તર→ પોષકસ્તર
(4) પરિપકવ પરાગરજના બે કોષોના નામ આપો.
(1) લઘુબીજાણુ અને જનનકોષ
(2) લઘુબીજાણુ અને નરજન્યુ
(3) વાનસ્પતિક કોષ અને જનનકોષ
(4) વાનસ્પતિક કોષ અને નરજન્યુ
(5) ગાજરઘાસ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(1) આયાત કરવામાં આવેલા ઘઉંની સાથે આવેલી અશુદ્ધિ છે.
(2) સર્વવ્યાપી છે.
(3) પરાગરજની એલર્જી પ્રેરે છે.
(4) બધા જ
(6) જોડકાં જોડો:
કોલમ -I કોલમ -II
(P) એકસ્ત્રીકેસરી (I) અફીણ (પાપાવર)
(Q) યુકત બહુસ્ત્રીકેસરી (II) વટાણા
(R) મુકત બહુસ્ત્રીકેસરી (III) ચંપા (માઈકેલિયા)
(1) (P-II), (Q-I), (R-III)
(2) (P-III), (Q-I), (R-II)
(3) (P-II), (Q-III), (R-I)
(4) (P-I), (Q-III), (R-II)
(7) બીજાશયમાં અંડકની સંખ્યા એક -P બીજાશયમાં અંડકોની સંખ્યા અનેક – Q
P અને Q માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
P Q
(1) પપૈયું, તડબુચ, કેરી ઘઉં, ડાંગર, ઓર્કિડ
(2) ઘઉં, ડાંગર, ઓર્કિડ પપૈયું, તડબુચ, કેરી
(3) ઘઉં, ડાંગર, કેરી પપૈયું, તડબુચ, ઓર્કિડ
(4) પપૈયું, તડબુચ, ઓર્કિડ ઘઉં, ડાંગર, કેરી
(8) નીચે આપેલા કોષોની પ્લોઈડીનો નકકી કરો:
મહાબીજાણુ, મહાબીજાણુ માતૃકોષ, અંડકાવરણને કોષ, પ્રદેહનો કોષ, અંડકોષ, પ્રતિધ્રુવીય કોષ, સહાયક કોષ
(1) 2n, 2n, 2n, 2n, n, n, n
(2) n, 2n, 2n, 2n, n, 3n, 2n
(3) 2n, 2n, 2n, 2n, n, 3n, 2n
(4) n, 2n, 2n 2n, n, n, n
(9) પરાગનયન એટલે ............
(1) પરાગાશયની પરાગરજ સ્ત્રીકેસરના પરાગાસન પર સ્થાપિત થવાની ક્રિયા
(2) પરાગાસનની પરાગરજ સ્ત્રીકેસરના પરાગાસન પર સ્થાપિત થવાની ક્રિયા
(3) પરાગાશયની પરાગરજ સ્ત્રીકેસરના અંડાશય પર સ્થાપિત થવાની ક્રિયા
(4) સ્ત્રીકેસરની પરાગરજ સ્ત્રીકેસરના પરાગાસન પર સ્થાપિત થવાની ક્રિયા
(10) નીચેનામાંથી અસંગત વિધાન પસંદ કરો.
(1) મોટા ભાગની વનસ્પતિઓમાં પરાગનયન માટે અજૈવિક પરાગવાહકોનો ઉપયોગ થાય છે.
(2) પવન અને પાણી બંને દ્વારા થતા પરાગનયનમાં પરાગરજની પરાગાસન સાથે સંપર્કમાં આવવાની સંભાવના ખૂબ જ ઓછી છે.
(3) અંડકની સાપેક્ષે પરાગરજની સંખ્યા ખૂબ જ વધુ હોય છે.
(4) અજૈવિક વાહકો પવન અને પાણી છે, જૈવિક વાહકો પ્રાણી છે.
(11) ઝોસ્ટેરામાં પરાગનયન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(1) માદા પુષ્પો પાણીમાં નિમગ્ન રહે છે, પરાગરજ પાણીની અંદર મુકત થાય છે.
(2) પરાગરજ લાંબી, પટ્ટીમય હોય છે, પાણીમાં નિષ્ક્રિય રીતે વહન પામે છે.
(3) પરાગરજ ભેજથી રક્ષણ માટે શ્લેષ્મથી આવરિત હોય છે.
(4) બધા જ
(12) ત્રિકોષીય પરાગરજમાં કયાં કોષો હોય છે ?
(1) એક વાનસ્પતિક કોષ અને બે નરજન્યુઓ
(2) એક વાનસ્પતિક કોષ અને બે જનનકોષો
(3) બે વાનસ્પતિક કોષ અને એક નરજન્યુઓ
(4) બે વાનસ્પતિક કોષ અને એક જનનકોષો
(13) બેવડું ફલન એટલે.
(1) એક નરજન્યુ અંડકોષ સાથે જોડાય અને એક નરજન્યુ દ્વિતીયક કોષકેન્દ્ર સાથે જોડાય.
(2) બે નરજન્યુ અંડકોષ સાથે જોડાય
(3) બે નરજન્યુઓ દ્વિતીય કોષકેન્દ્ર સાથે જોડાય
(4) એક નરજન્યુ અંડકોષ સાથે જોડાય અને એક નરજન્યુ સહાયકકોષ સાથે જોડાય.
(14) I-શુક્રકોષ, II-ટેસ્ટોસ્ટેરોન, III-રિલેકસીન, IV-અંડકોષો, V-ઈસ્ટ્રોજન, VI-પ્રોજેસ્ટેરોન
નર માનવ દ્વારા ઉત્પન્ન થાય - P માદા માનવ દ્વારા ઉત્પન્ન થાય -Q
P Q
(1) I, II III, IV, V, VI
(2) I, II, II IV, V, VI
(3) III, IV, V, VI I, II
(4) IV, V, VI I, II, II
(15) આંતરાલીય કોષો અથવા લેડિંગના કોષોનું સ્થાન અને કાર્ય
(1) શુક્રોત્પાદક નલિકા અંદર, એન્ડ્રોજન્સનો સ્ત્રાવ
(2) શુક્રોત્પાદક નલિકા બહાર, ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ
(3) શુક્રોત્પાદક નલિકા અંદર, ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ
(4) શુક્રોત્પાદક નલિકાની બહાર, એન્ડ્રોજન્સનો સ્ત્રાવ
(16) શુકાશય રસના બંધારણમાં શું હોય છે ?
(1) ફુકટોઝ + કેલ્શિયમ + કેટલાક ઉત્સેચકો ગેરહાજર
(2) ફુકટોઝ + કેલ્શિયમ + ઉત્સેચકો ગેરહાજર
(3) સુક્રોઝ + કેલ્શિયમ + ઉત્સેચકો ગેરહાજર
(4) સુક્રોઝ + કેલ્શિયમ + કેટલાક ઉત્સેચકો ગેરહાજર
(17) ગર્ભાશય માટે અસંગત વિકલ્પ પસંદ કરો.
(1) તેને કૂખ પણ કહે છે.
(2) તે જોડમાં હોય છે.
(3) તેનો આકાર ઊંધા નાસપતિ જેવો હોય છે.
(4) નિતંબની દીવાલ સાથે અસ્થિબંધ દ્વારા આધાર પામેલ હોય છે.
(18) શુક્રકોષજનની ક્રિયામાં શુક્રકોષ નિર્માણનો સાચો ક્રમ ઓળખો.
(1) પ્રાથમિક પૂર્વ શુક્રકોષ→ દ્વિતીય પૂર્વ શુક્રકોષ→ પ્રશુક્રકોષ→ આદિશુક્રકોષ→ શુક્રકોષ
(2) આદિશુક્રકોષ→ પ્રાથમિક પૂર્વ શુક્રકોષ→ દ્વિતીય પૂર્વ શુક્રકોષ →પ્રશુક્રકોષ→ શુક્રકોષ
(3) આદિશુક્રકોષ→ પ્રાથમિક પૂર્વ શુક્રકોષ→ દ્વિતીય પૂર્વ શુક્રકોષ→ શુક્રકોષ→ પ્રશુક્રકોષ
(4) એક પણ નહિ
(19) LH નું ઉત્પત્તિસ્થાન અને કાર્યસ્થાન અનુક્રમે કયું છે ?
(1) હાયપોથેલેમસ, પિટયુટરી ગ્રંથિ
(2) અગ્રપિટયુટરી ગ્રંથિ, જનનપિંડ
(3) પશ્ચપિટયુટરી ગ્રંથિ, જનનપિંડ
(4) હાઈપોથેલેમસ, જનનપિંડ
(20) નીચે આપેલા કોષોની પ્લોઈડી નકકી કરો.
અંડકોષ, દ્વિતીય પૂર્વઅંડકોષ, પ્રાથમિક ધ્રુવકાય, દ્વિતીયક ધ્રુવકાય, પ્રાથમિક પૂર્વ અંડકોષ, આદિપૂર્વ અંડકોષ
(1) n, 2n, n, 2n, n, 2n
(2) n, n, n, n,2n, 2n
(3) n, 2n, n, 2n, n, n
(4) n, 2n, n, n, n, 2n
(21) LH પરાકાષ્ઠા કયારે જોવા મળે છે ?
(1) ૠતુચક્રના પહેલા દિવસે
(2) ઋતુચક્રના છેલ્લા દિવસે
(3) ઋતુચક્રના 14 માં દિવસે
(4) ઋતુચક્રના 21 માં દિવસે
(22) પ્રથમ ઋતુસ્ત્રાવને. કહે છે, માનવમાં ઋતુચક્ર 50 વર્ષની ઉમરની આસપાસ બંધ થાય છે જેને કહે છે.
(1) રજોદર્શન (menarche), મેનોપોઝ
(2) મેનોપોઝ, રજોદર્શન (menarche)
(3) ઋતુસ્ત્રાવ તબકકો, લ્યુટિયલ તબકકો
(4) લ્યુટિયલ તબકકો, ઋતુસ્ત્રાવ તબકકો
(23) દ્વિતીયક પૂર્વ અંડકોષની પરિપકવતા કયારે પૂર્ણ થાય છે?
(1) ફલન પહેલાં
(2) ફલન પછી
(3) ફલન પહેલાં કે ફલન પછી
(4) એક પણ નહિ
(24) જોડકાં જોડો:
કોલમ–I (ગર્ભધારણનો સમય) કોલમ – II (ભ્રૂણમાં થતાં ફેરફારો)
(P) એક મહિના બાદ (I) ગર્ભના મુખ્ય અંગતંત્રો નિર્માણ પામે
(Q) બીજા મહિનાના અંતે (II) ભ્રૂણના હૃદયનું નિર્માણ
(R) ત્રીજા મહિનાના અંતે (III) ગર્ભમાં ઉપાંગો અને આંગળીઓ વિકસે
(S) પાંચ મહિના દરમિયાન (IV) ગર્ભનું હલનચલન અને માથા પર વાળ
(1) (P-III), (Q-II), (R-IV), (S-I)
(2) (P-II), (Q-III), (RI), (SIV)
(3) (PI), (Q-II), (R-III), (S-IV)
(4) (P-I), (Q-III), (R-IV), (S-II)
(25) શુક્રકાયાંતરણ અને શુક્રકોષ મુકત થવાની ક્રિયા વચ્ચેનો તફાવત શું છે?
(1) શુક્રકાયાંતરણમાં પ્રશુક્રકોષો બને છે, જયારે શુક્રકોષ મુકત થવાની ક્રિયામાં શુક્રકોષો બને છે.
(2) શુક્રકાયાંતરણમાં શુક્રકોષો બને છે, જયારે શુક્રકોષ મુકત થવાની ક્રિયામાં પ્રશુક્રકોષો બને છે.
(3) શુક્રકાયાંતરણમાં શુક્રકોષો સરટોલી કોષોમાંથી શુક્ર ઉત્પાદક નલિકાઓની ગુહામાં મુકત થાય છે. જયારે શુક્રકોષ મુકત થવાની ક્રિયામાં શુક્રકોષો બને છે.
(4) શુક્રકાયાંતરણમાં શુક્રકોષો બને છે, જયારે શુક્રકોષ મુકત થવાની ક્રિયામાં શુક્રકોષો સરટોલી કોષોમાંથી શુક્રોત્પાદક નલિકાઓની ગુહામાં મુકત થાય છે.
(26) નીચેનામાંથી કયું કાર્ય જરાયુનું નથી?
(1) પ્રસુતિ દરમિયાન પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે.
(2) ભ્રૂણને ઓકિસજન અને પોષણના વહનની સુવિધા પૂરી પાડે છે.
(3) ઈસ્ટ્રોજનનો સ્ત્રાવ
(4) ભ્રૂણમાંથી કાર્બન ડાયોકસાઈડ અને નકામા પદાર્થોને દૂર કરવાની સુવિધા આપે છે.
(27) મૂત્રમાર્ગમાં નર સહાયક ગ્રંથિઓના ક્રમશઃ ઉમેરતા સ્ત્રાવને આધારે યોગ્ય અનુક્રમ શોધો.
(1) પ્રોસ્ટેટ, શુક્રાશય, બલ્બોયુરેથ્રલ ગ્રંથિઓ
(2) શુક્રાશય, પ્રોસ્ટેટ, બલ્બોયુરેથ્રલ ગ્રંથિઓ
(3) બલ્બોયુરેથ્રલ ગ્રંથિઓ, પ્રોસ્ટેટ, શુક્રાશય
(4) પ્રોસ્ટેટ, બલ્બોયુરેથ્રલ ગ્રંથિઓ, શુક્રાશય
(28) નીચેનામાથી માસિકચક્ર દરમિયાન થતી કઈ જોડ સાચી છે?
(1) માસિક સ્ત્રવા – માયોમેટ્રિયમનું વિઘટન અને અંડકોષનું ફલન થતું નથી.
(2) અંડપતન – LH અને FSH નું મહત્તમ સ્તર અને પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ એકદમ ઘટે.
(3) પ્રસર્જિત તબકકો – માયોમેટ્રિયમનું ઝડપથી પુનઃસર્જન અને ગ્રાફિયન પુટિકાનું પરિપકવન
(4) કોર્પસ લ્યુટિમનો વિકાસ – સ્ત્રાવી તબકકો અને પ્રોજેસ્ટેરોનના સ્ત્રાવમાં વધારો
(29) માનવમાં અંડકોષ માટે ઘણા શુક્રકોષો પહોંચ્યા પછી ફલન દરમિયાન શું થાય છે?
(1) અડકોષની નજીક રહેલાં ફકત બે શુક્રકોષો જ ઝોના પેલ્યુસીડામાં દાખલ થશે.
(2) કોરોના રેડીએટાના કોષો એક સિવાયના બધા જ શુક્રકોષોને જકડી રાખશે.
(3) ઝોના પેલ્યુસીડા દ્વારા અંડકોષના કોષરસમાં શુકાગ્રના સ્ત્રાવ એક શુક્રકોષને દાખલ થવામાં મદદ કરશે.
(4) અંડકોષની નજીક રહેલ એક શુક્રકોષ સિવાયના બધા જ શુક્રકોષો પોતાની પૂંછડી ગુમાવે છે.
(30) પ્રજનન અને બાળ સ્વાસ્થ્ય સંભાળનો હેતુ શું છે?
(1) આ કાર્યક્રમો અંતર્ગત પ્રજનન સંબંધિત પાસાંઓ વિશે લોકોમાં જાગૃતિ પેદા કરવી.
(2) પ્રાજનનિક સ્વસ્થ સમાજ તૈયાર કરવા માટે સુવિધાઓ અને પ્રોત્સાહન પૂરું પાડવું.
(3) બન્ને
(4) એક પણ નહિ
(31) ઉલ્વજળ કસોટી માટે અસંગત છે.
(1) ભ્રૂણની જાતિ નકકી થઈ શકે.
(2) ડાઉન્સ સિન્ડ્રોમ રોગ ચકાસી શકાય.
(3) કમળો રોગ ચકાસી શકાય.
(4) હિમોફિલિયા અને સિકલસેલ એનિમિયા ચકાસી શકાય.
(32) આ પદ્ધતિમાં પુરુષસાથી સંવનન દરમિયાન વીર્યસ્ખલનથી તરત પહેલાં યોનિમાંથી પોતાના શિશ્નને બહાર કાઢી વીર્યસેચનથી બચી શકે છે.
(1) સંવનન અંતરાલ
(2) દુગ્ધસ્ત્રવણ એમેનોરિયા
(3) બાહ્ય સ્ખલન
(4) (a) અને (c) પાસે છે
(33) જોડકાં જોડો:
કોલમ -I કોલમ - II
(P) વાઢકાપ પદ્ધતિ (I) સહેલી
(Q) મોં દ્વારા લેવામાં આવે (II) ટયૂબેકટોમી
(R) IUD (III) બહાર કાઢવું
(S) અવરોધન પદ્ધતિ (IV) આંતરપટલ
(T) કુદરતી પદ્ધતિ (V) Cu7
(1) (P-I), (Q-III), (R-II), (SV), (T-IV)
(2) (P-II), (Q-I), (R-V), (S-IV), (T-III)
(3) (P-I), (Q-II), (R-IV), (S-V), (T-III)
(4) (P-IV), (Q-II), (R-V), (S-III), (Т-І)
(34) .......... સ્ત્રીઓ માટે ઈન્જેકશન તરીકે ઉપયોગ થઈ શકે અથવા તેમના ત્વચાની નીચે પ્રત્યારોપિત કરવામાં આવે છે.
(1) પ્રોજેસ્ટોજેન્સ
(2) ઈસ્ટ્રોજન
(3) પ્રોજેસ્ટોજેન્સ અને ઈસ્ટ્રોજનનું સંયોજન
(4) (a) અથવા (c)
(35) કયાં કિસ્સાઓમાં MTP કરાવી શકાય છે ?
(1) સમાગમ દરમિયાન ઉપયોગમાં લેવાયેલ ગર્ભનિરોધકની નિષ્ફળતા
(2) બળાત્કારને કારણે અનૈચ્છિક ગર્ભધારણથી છૂટકારો મેળવવો.
(3) સતત ગર્ભધારણ કે જે માતા કે બાળક અથવા બંને માટે હાનિકારક અથવા ઘાતક હોય.
(4) બધા જ
(36) જાતીય સંક્રમિત રોગોની સમયસર નિદાન અને સારવાર કરવામાં ન આવે તો કેવા પ્રકારની સમસ્યાઓ ઉદભવી શકે?
I - નિતંબની બળતરાના રોગ, II – ગર્ભપાત, III - મૃત બાળકનો જનમ, IV –ગર્ભાશયની બહાર અંડવાહિનીમાં ગર્ભધારણ, V-અફળદ્રુપતા, VI – પ્રજનનમાર્ગનું કેન્સર
(1) I, II, III, IV, V
(2) I, II, IV, V
(3) II, III, IV
(4) I, II, III, IV, V, VI
(37) અફળદ્રુપતા માટેના કારણો છે.
(1) શારીરિક મનોવૈજ્ઞાનિક
(2) પ્રતિરક્ષાસંબંધી
(3) જન્મજાત રોગો કે દવાઓ
(4) બધા જ
(38) સ્ત્રીમાં અંડકોષો ઉત્પન્ન કરી શકતી નથી, પંરતુ તે ફલન અને આગળના વિકાસ માટેનું યોગ્ય પર્યાવરણ પૂરું પાડી શકે છે. તેમના માટેની એક યોગ્ય પદ્ધતિ છે.
(1) ZIFT
(2) ICSI
(3) GIFT
(4) IUI
(39) જોડકાં જોડ
કોલમ – I કોલમ - II
(P) AI (I) ભ્રૂણ સ્થળાંતરણ
(Q) IUI (II) અંતઃ ગર્ભાશય વીર્યસેચન
(R) IUT (III) કૃત્રિમ વીર્યસેચન
(S) ET (IV) અંતઃગર્ભાશય સ્થાનાંતર
(1) (P-III), (Q-IV), (R-II), (S-I)
(2) (P-III), (Q-II), (R-IV), (S-I)
(3) (P-I), (Q-II), (R-IV), (S-III)
(4) (P-I), (Q-IV), (R-II), (S-III)
(40) કોપર મુકત કરતું IUD માં મુકત થતા કોપર આયનનું કાર્ય શું છે?
(1) તેઓ જન્યુજનને અવરોધે છે.
(2) તેઓ ગર્ભાશયને ગર્ભસ્થાપન માટે અયોગ્ય બનાવે છે.
(3) તેઓ અંડપાત અટકાવે છે.
(4) તેઓ શુક્રકોષોની ગતિશીલતા (ચલિતતા) અને ફલન-ક્ષમતાને અવરોધે છે.
(41) આપેલમાંથી કઈ જન્મ નિયંત્રણની કાનૂની પદ્ધતિઓમાંની એક છે?
(1) સમાગમ દરમિયાન અપરિપકવ સ્ખલન
(2) યોગ્ય ઔષધો લઈને ગર્ભપાત
(3) ઋતુચક્રના 10 થી 14 માં દિવસ વચ્ચેના સમય દરમિયાન સંવનન ટાળવું.
(4) આંતર દિવસે સમાગમ કરવું
(42) ટયુબેકટોમી વંધ્યીકરણની પદ્ધતિ છે કે જેમાં.
(1) શસ્ત્રક્રિયા દ્વારા અંડપિંડો દૂર કરવામાં આવે છે.
(2) શસ્ત્રક્રિયા દ્વારા ગર્ભાશય દૂર કવરામાં આવે છે.
(3) અંડવાહિનીનો નાનો ભાગ દૂર કરવામાં આવે છે અને બાંધી દેવામાં આવે છે.
(4) શુક્રવાહિનીનો નાનો ભાગ દૂર કરવામાં આવે છે અને બાંધી દેવામાં આવે છે.
(43) ભિન્નતા જોવા મળે છે……..
(1) જૈવસમાજમાં રહેલ જુદાપણું
(2) નિવસનતંત્રમાં રહેલ જુદાપણું
(3) એક જાતિના સભ્યો વચ્ચે રહેલ જુદાપણું
(4) બધા જ
(44) પ્રભુતાના નિયમ માટે અસંગત છે.
(1) સજીવમાં એલેલ એકબીજા સાથે મિશ્રિત થયા વગર ભેગા રહે છે.
(2) લક્ષણોનું નિર્ધારણ કારકો નામના સ્વતંત્ર એકમો દ્વારા થાય છે.
(3) કારકો જોડમાં હોય છે.
(4) જો કારકની જોડના બે કારકો અસમાન હોય તો તેમાંથી એક કારક બીજા કારક પર પ્રભાવી હોય છે એટલે એક પ્રભાવી અને બીજું પ્રચ્છન્ન હોય છે.
(45) અજાણ પીળા રંગના બીજનું સંકરણ લીલા રંગના બીજ સાથે કરાવતા 50 % બીજ લીલા રંગના અને50 % બીજ પીળા રંગના આવે છે. તો અજાણ પીળા રંગના બીજનું જનીન બંધારણ શું હશે?
(1) સમયુગ્મી પીળા
(2) વિષમયુગ્મી પીળા
(3) સમયુગ્મી કે વિષમયુગ્મી પીળા
(4) એક પણ નહિ
(46) એક દંપતીને ચાર સંતાનો છે, જેના રુધિરજૂથ અનુક્રમે A, AB, B અને O છે, તો દંપતિના રુધિરજૂથના જનીનપ્રકાર કેવા હશે?
(1) IBi અને I^IB
(2) I^IB અને ii
(3) I^i અને IBIB
(4) I^i અને IBi
(47) મોર્ગેન......... પર કાર્ય ક્યું.
(1) Lathyrus ઓડોરાટુસ
(2) Pisum sativum
(3) Drosophila melanogaster
(4) Cajanus cajan
(48) કયા વૈજ્ઞાનિકો એ જોયું કે રંગસૂત્રોના વ્યવહાર પણ જનીનો જેવો છે.
(1) વાલ્ટર સટન અને થિયોડોર બોવરી
(2) ગ્રેગર મેન્ડલ
(3) દ-બ્રિઝ, કોરેન્સ અને શેરમાક
(4) રેજિનાલ્ડ સી. પુનેટ
(49) ફિનાઈલ કિટોન્યુરિયા રોગના લક્ષણો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(1) માનસિક મંદતા
(2) વાળમાં ઘટાડો
(3) ત્વચાના રંજકકણોમાં ઘટાડો
(4) બધા જ
(50) નીચેનાં જોડકાં જોડોઃ
કોલમ – I (લિંગનિશ્ચયનની ક્રિયાવિધિ) કોલમ – II (ઉદાહરણ)
(P) XO-પ્રકાર (I) તીતીઘોડો
(Q) એકકીય-દ્વિકીય પ્રક્રિયા (II) ડ્રોસોફિલા
(R) XY પ્રકાર (III) મધમાખી
(1) (P-I), (Q-II), (R-III)
(2) (P-I), (Q-III), (R-II)
(3) (P-III), (Q-II), (R-1)
(4) (P-II), (Q-III), (R-I)
(51) નીચેનાં જોડકાં જોડોઃ
કોલમ – I (અનિયમિતતા ) કોલમ – II (પ્લોઈડી)
(P) ડાઉન્સ સિન્ડ્રોમ (I) લિંગી ટ્રાયસોમી
(Q) કલાઈન ફેલ્ટર્સ સિન્ડ્રોમ (II) લિંગી મોનોસોમી
(R) ટર્નર્સ સિન્ડ્રોમ (III) દૈહિક ટ્રાયસોમી
(1) (P-II), (Q-I), (R-III)
(2) (P-I), (Q-II), (R-III)
(3) (P-III), (Q-I), (R-II)
(4) (P-III), (Q-II), (R-II)
(52) આ પ્રકારનો રોગ વાહક સ્ત્રી દ્વારા તેના કેટલાક પુત્રોમાં દાખલ થાય છે.
(1) X-રંગસૂત્ર સંબંધિત પ્રચ્છન્ન રોગ
(2) X-રંગસૂત્ર સંબંધિત પ્રભાવી રોગ
(3) દૈહિક રંગસૂત્ર સંબંધિત પ્રચ્છન્ન રોગ
(4) દૈહિક રંગસૂત્ર સંબંધિત પ્રભાવી રોગ
(53) નીચેનામાંથી કયો જનીન પ્રકાર સ્ત્રી એન પુરુષમાં હિમોફિલિયા કરે છે ?
સ્ત્રી પુરુષ
(1) XHXH, XHXh XHY
(2) XhXh XhY
(3) XHXH XHY
(4) XhXh XHY
(54) મેન્ડેલના વિશ્લેષણના નિયમનો અર્થ એ છે કે જનનકોષો હંમેશા શું પ્રાપ્ત કરે છે?
(1) વૈકલ્પિક કારકોની એક જોડ
(2) જનીનોનો એક ચતુર્થાંશ ભાગ
(3) વૈકલ્પિક કારકોની જોડીમાંથી એક
(4) વૈકલ્પિક કારકોની કોઈપણ જોડ
(55) જો F1 પેઢી પાસે બધી ઊંચી સંતતિઓ હોય અને F2 પેઢીનું પ્રમાણ 3 : 1 (ઊંચા અને વામન) છે, તો શું સાબિત કરે છે ?
(1) મુકત વહેંચણીનો નિયમ
(2) વિશ્લેષણનો નિયમ
(3) સંપૂર્ણ પ્રભુતાનો નિયમ
(4) અપૂર્ણ પ્રભુતા
(56) જનીન અને પ્રોટીનમાં ઉત્ક્રાંતિનું મુખ્ય કારણ કયું છે?
(1) પોઈન્ટ મ્યુટેશન / વિકૃતિ
(2) રંગસૂત્રીય વિચલન / વિક્ષેપ
(3) લિંગી પ્રજનન
(4) જનીન દ્વિગુણન અને તફાવત
(57) આપેલ વિસ્ટનો અભ્યાસ કરો :
લિસ્ટ - I લિસ્ટ - II
(P) ટી. એચ. મોર્ગન (I) જનીનવિદ્યા શબ્દ આપ્યો
(Q) જી.જે. મેન્ડેલ (II) સંલગ્નતા
(R) બેટસન (III) સ્કવેરના ખાના
(S) રેજિનાલ્ડ સી. પુનેટ (IV) આનુવંશિકતાના નિયમો
(V) વિકૃતિઓ
(1) (P-III), (Q-IV), (R-I), (S-II)
(2) (P-II), (Q-IV), (R-I), (S-III)
(3) (P-I), (Q-II), (R-V), (S-IV)
(4) (P-IV), (Q-III), (R-II), (S-I)
(58) સ્ત્રી કેવી રીતે રંગઅંધ બની શકે?
(1) પિતા રંગઅંધ અને માતા વાહક હોય ત્યારે
(2) પિતા રંગઅંધ અને માતા સામાન્ય હોય ત્યારે
(3) બંને સામાન્ય હોય ત્યારે
(4) પિતા સામાન્ય અને માતા વાહક હોય ત્યારે
(59) જોડકાં જોડો:
કોલમ -I કોલમ - II
(P) બેકટેરિયોફેઝ ΦX174 (l) 5386 ન્યુકિલઓટાઈડ
(Q) બેકટેરિયોફેઝ લેમ્ડા (II) 48502 bp
(R) ઈશ્વેરેશિયા કોલાઈ (III) 3.3 x 109 bp
(S) માનવ એકકીય DNA (IV) 4.6x106 bp
(1) (P-II), (Q-I), (R-IV), (S-III)
(2) (P-I), (Q-II), (R-IV), (S-III)
(3) (P-II), (Q-I), (R-III), (S-IV)
(4) (P-I), (Q-II), (R-III), (S-IV)
(60) નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(1) ન્યુકિલઓસાઈડ = ન્યુકિલઓટાઈડ + ફોસ્ફેટ જૂથ
(2) ન્યુકિલઓસાઈડ = ન્યુકિલઓટાઈડ + નાઈટ્રોજન બેઈઝ
(3) ન્યુકિલઓસાઈડ = ન્યુકિલઓટાઈડ – નાઈટ્રોજન બેઈઝ
(4) ન્યુકિલઓસાઈડ= ન્યુકિલઓટાઈડ-ફોસ્ફેટ જૂથ
(61) DNA પોલિમરની શર્કરાના એક છેડા પર મુકત ફોસ્ફેટ સમુહ હોય છે, જેને ન્યુકિલઓટાઈડ શૃંખલાનો....... છેડો કહે છે. આ જ રીતે પોલિમરના બીજા છેડા પર શર્કરાનો મુકત OH હોય છે, જેને પોલિન્યુકિલઓટાઈડ શૃંખલાનો......છેડો કહે છે.
P Q
(1) 3' 5'
(2) 2' 5'
(3) 5' 2'
(4) 5' 3'
(62) થાઇમીન ……..
(1) 5–મિથાઈલ યુરેસીલ
(2) 5-મિથાઈલ ગ્વાનીન
(3) 5-મિથાઈલ એડેનીન
(4) 5 - મિથાઈલ સાયટોસિન
(63) X-ray વિવર્તનની માહિતી કોનાં દ્વારા આપવામાં આવી ?
(1) ફ્રેડરિક મિશર
(2) જેમ્સ વોટ્સન અને ફ્રાન્સિસ ક્રિક
(3) ઈર્વિન ચારગ્રાફ
(4) મૌરિક વિલ્કિન્સ અને રોઝલિંડ ફ્રેન્કલિન
(64) DNA ના એક વળાંકમાં . bp જોવા મળે છે અને તેની લંબાઈ. હોય છે.
(1) 10, 0.34 nm
(2) 20, 0.34 nm
(3) 10, 3.4 nm
(4) 20, 3.4 nm
(65) યુક્રોમેટિન અને હિટેરોક્રોમેટિન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
I - શિથિલ રીતે ગોઠવાયેલ, II - ગાઢ રીતે ગોઠવાયેલ, III – ઘેરો અભિરંજિત થતો ભાગ, IV – આછો અભિરંજિત થતો ભાગ, V-સક્રિય ક્રોમેટિન ,VI – નિષ્ક્રિય ક્રોમેટિન
યુક્રોમેટિન હિટેરોક્રોમેટિન
(1) II, III, VI I, IV, V
(2) I, IV, V II, III, VI
(3) II, III, V I, IV, VI
(4) I, IV, VI II, III, V
(66) હર્શી અને ચેઈઝના પ્રયોગમાં શું સાબિત થાય છે ?
(1) RNA જનીન દ્રવ્ય છે.
(2) પ્રોટીન જનીન દ્રવ્ય છે.
(3) RNA અને DNA જનીન દ્રવ્ય છે.
(4) DNA જનીનદ્રવ્ય છે.
(67) બેકટેરિયાની R સ્ટ્રેઈન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(1) શ્લેષ્મી આવરણયુકત અને ઝેરી
(2) શ્લેષ્મી આવરણવિહિન અને ઝેરી
(3) શ્લેષ્મી આવરણયુકત અને બિનઝેરી
(4) શ્લેષ્મી આવરણવિહિન અને બિનઝેરી
(68) DNAs અને DNAase નો અર્થ શું છે ?
(I) DNAs - DNA અણુનું બહુવચન, DNAae - ઉત્સેચક કે જે DNA ને જોડે
(2) DNAs- ઉત્સેચક કે જે DNA ને તોડે, DNAae - DNA અણુનું બહુવચન
(3) DNAs - DNA અણુનું બહુવચન, DNAae - ઉત્સેચક કે જે DNA ને તોડે
(4) DNAs-DNA સ્વયંજનન, DNAae - ઉત્સેચક કે જે DNA ને જોડે
(69) .....P......... પૂર્ણ પ્રભાવી અનુવંશિકદ્રવ્ય છે, જયારે.....Q......સંદેશાવાહક અને અનુકૂલનકારક જેવા સક્રિયા કાર્યો કરે છે.
P Q
(1) RNA RNA
(2) DNA DAN
(3) RNA DAN
(4) DNA RNA
(70) નીચેનાં જોડકાં જોડો:
કોલમ – I (ઉત્સેચક) Bકોલમ – II (કાર્ય)
(P) DNA પોલિમરેઝ (1) DNA ની શૃંખલાનું સંશ્લેષણ કરે.
(Q) DNA હેલિકેઝ (II) DNA ની શૃંખલાઓના H—બંધ તોડે
(R) DNA લાયગેઝ (III) DNA ની તૂટક શૃંખલાઓને જોડે
(1) (P-II), (QI), (R-III)
(2) (P-III), (Q-II), (R-1)
(3) (P-I), (Q-II), (R-III)
(4) (P-II), (Q-III), (R-I)
(71) આપેલ વિધાન કોણે આપ્યું?
"વિશિષ્ટ જોડતી જાણકારી પછી આનુવંશિકદ્રવ્યના નવા સ્વરૂપના નિર્માણની પ્રક્રિયાઓ વિશે તત્કાલ સુજાવ કરવાથી બચી શકાતું નથી."
(1) મૈથ્યુ મેસેલ્સન અને ફ્રેન્કલિન સ્ટાલ
(2) મૌરિસ વિલ્કિન્સ અને રોઝલિંગ ફ્રેન્કલિન
(3) ફ્રેડરિક મિશર
(4) જેમ્સ વોટ્સન અને ફ્રાન્સિસ ક્રિક
(72) નીચેનામાંથી અયોગ્ય વિકલ્પ પસંદ કરો.
(1) DNA પોલિમરેઝ પોતે સ્વયંજનની શરૂઆત કરી શકે છે.
(2) DNA સ્વયંજનન જયાં શરૂઆત થાય ત્યાં રહેલ DNA ના ક્રમને સ્વયંજનની ઉત્પત્તિ કહે છે.
(3) પ્લાસ્મિડ પાસે સ્વયંજનનની ઉત્પત્તિ સ્થાન છે.
(4) DNA સ્વયંજનન બાદ કોષવિભાજન ન થવાના કારણે પોલિપ્લોઈડી ઉત્પન્ન થાય છે.
(73) પ્રત્યાંકન એકમમાં સમાપકનું સ્થાન જણાવો.
(1) બંધારણીય જનીનના 3' છેડા અનુપ્રવાહ (સંકેતન શૃંખલા સંદર્ભે)
(2) બંધારણીય જનીનના 5' છેડા અનુપ્રવાહ (સંકેતન શૃંખલા સંદર્ભે)
(3) બંધારણીય જનીનના 5' છેડા પ્રતિપ્રવાહ (સંકેતન શૃંખલા સંદર્ભે)
(4) એક પણ નહિ
(74) નીચેનામાંથી અસંગત વિકલ્પ પસંદ કરો.
(1) તારાઓ અબજો કિલોમીટર દૂર છે.
(2) આપણી આસપાસની વસ્તુઓ જોઈએ છીએ તો તે તરત દેખાય છે કારણ કે તે ભૂતકાળની છે.
(3) તારાઓ જોઈએ છીએ ત્યારે આપણે વર્ષો પહેલાંની ઝાંખી થાય છે.
(4) એક પણ નહિ
(75) Swan necked flask experiment......... દ્વારા કરવામાં આવ્યો.
(1) ઓપેરિન અને હાલ્ડેન
(2) લૂઈ પાશ્ચર
(3) યુરી અને મિલર
(4) અરવિન
(76) માનવ સહિતના બધા જ પૃષ્ઠવંશીઓના ગર્ભમાં શીર્ષની પાછળ અવશિષ્ટ ઝાલર ફાટની પંકિત વિકસે છે પરંતુ તે ફકત મત્સ્યમાં જ કાર્યરત હોય છે, અન્ય પુખ્ત પૃષ્ઠવંશીઓમાં નહિ. જો કે આ માન્યતા કયા વૈજ્ઞાનિક દ્વારા નકારી કાઢવામાં આવી?
(1) કાર્લ અર્ન્સ્ટ વોન બાયેર
(2) અર્ન્સ્ટ હેકલ
(3) ચાર્લ્સ ડાર્વિન
(4) આલ્ફ્રેડ વાલેસ
(77) વ્હેલ, ચામાચીડિયાં, ચિત્તા અને માનવમાં અગ્રઉપાંગ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(1) અપસારી ઉદ્દવિકાસ, કાર્યસદ્દશ અંગો
(2) અભિસારી ઉદ્દવિકાસ, કાર્યસદ્દશ અંગો
(3) અભિસારી ઉદ્દવિકાસ, રચનાસદ્દશ અંગો
(4) અપસારી ઉદ્દવિકાસ, કાર્યસદ્દશ અંગો
(78) કેન્દ્રાભિસારી ઉદ્દવિકાસ માટે નીચેનામાંથી કયું જોડકું અસંગત છે?
(1) Mole - Marsupial
(2) Lemur - Numbat
(3) Bobcat - Tasmanian
(4) Wolf - Tasmanian Wolf
(79) હુયુગો - દ -વ્રીસ વિકૃતિ.
(1) નાની અને દિશાસૂચક
(2) નાની અને દિશાવિહીન
(3) યાદચ્છિક અને દિશાસૂચક
(4) યાદ્દચ્છિક અને દિશાવિહીન
(80) નીચેનાં જોડકાં જોડો:
કોલમ – I (સજીવ) કોલમ – II (ઉત્પત્તિ)
(P) અપૃષ્ઠવંશીઓ (1) 500 મિલિયન વર્ષ પૂર્વે
(Q) જડબાંવિહીન માછલી (II) 350 મિલિયન વર્ષ પૂર્વે
(R) સમુદ્રની શેવાળ અને કેટલીક વનસ્પતિઓ (III) 320 મિલિયન વર્ષો પૂર્વે
(1) (P-I), (Q-II), (R-III)
(2) (P-I), (Q-III), (R-II)
(3) (P-III), (Q-II), (R-I)
(4) (P-II), (Q-III), (R-I)
(81) અગાઉથી અત્યાર સુધીના era (સમય) ઓળખો.
(1) પેલિઓઝોઈક→ મિસોઝોઈક→ સિનોઝોઈક
(2) સિનોઝોઈક→ મિસોઝોઈક →પેલિઓઝોઈક
(3) મિસોઝોઈક→ પેલિઓઝોઈક→ સિનોઝોઈક
(4) મિસોઝોઈક→ સિનોઝોઈક→ પેલિઓઝોઈક
(82) વર્ષ પૂર્વે મત્સ્ય જેવા સરિસૃપોમાં ઉદ્દવિકાસ પામવા જમીન પરથી પાણીમાં પાછા ફર્યા. આ સરિસૃપ…………………….હતા.
(1) 200 મિલિયન, ઈકથીઓસોરસ
(2) 65 મિલિયન, ઈકથીઓસોરસ
(3) 200 મિલિયન, ટાયરેનોસોરસ રેકસ
(4) 65 મિલિયન, ટાયરેનોસોરસ રેકસ
(83) અશ્મિ માનવ કે જેનું મસ્તિષ્ક કદ આધુનિક માનવના મસ્તિષ્ક કદ જેટલુ છે.
(1) ડ્રાયોપિથેકસ
(2) હોમો ઈરેકટ્સ
(3) ઓસ્ટ્રેલોપિથેકસ
(4) નિએન્ડરથલ માનવ
(84) નીચેનાં જોડકાં જોડો:
કોલમ -I કોલમ - II
(P) હોમો હેબિલિસ (I) 900 cc
(Q) હોમો ઈરેકટ્સ (II) 1400 cc
(R) નિએન્ડરથલ માનવ (III) 650-800 cc
(1) (P-III), (Q-II), (R-I)
(2) (P-III), (Q-I), (R-I)
(3) (P-I), (Q-II), (R-III)
(4) (P-II), (Q-I), (R-III)
(85) બટાટા અને શકકરિયા.....
(1) તેમના ખાદ્ય ભાગ રચનાસદ્દશ અંગો છે.
(2) તેમના ખાદ્ય ભાગ કાર્યસદ્દશ અંગો છે.
(3) બંને એક જ સ્થાને ભારતમાં રજૂ કરવામાં આવે છે.
(4) એક જ પ્રજાતિની બે જાતિઓ છે
(86) ડાર્વિનના આધારે કાર્બનિક ઉત્ક્રાંતિ શેના કારણે જોવા મળી છે?
(1) દખલ કરતી જાતિઓની હાજરીને કારણે એક જાતિમાં ખોરાક ખાવાની કાર્યક્ષમતામાં ઘટાડો
(2) અંતઃજાતીય સ્પર્ધા
(3) આંતરજાતીય સ્પર્ધા
(4) નજીકના સંબંધ ધરાવતી જાતિઓ સાથે સ્પર્ધા
(87) અપસારી ઉત્ક્રાંતિ માટેના ઉદાહરણોના જૂથોમાંથી ખોટો વિકલ્પ પસંદ કરો.
(1) માનવ, ચામાચીડિયું અને ચિત્તાના અગ્રઉપાંગો
(2) ચામાચીડિયું, માનવ અને ચિત્તાના હૃદય
(3) ચામાચીડિયું, માનવ અને ચિત્તાના મગજ
(4) ઓકટોપસ, ચામાચીડિયું અને માનવની આંખો
(88) ટાઈફોઈડના લક્ષણો માટે અસંગત છે.
(1) સતત તાપમાન (40° થી 43 °C)
(2) નબળાઈ, પેટમાં દુઃખાવો, કબજિયાત
(3) માથું દુખવું, ભૂખ ન લાગવી
(4) તીવ્ર સ્થિતિમાં આંત્રમાર્ગમાં કાણાં પડવાથી મૃત્યુ
(89) પ્લાઝમોડિયમનું કયું સ્વરૂપ માનવમાં દાખલ થાય છે ?
(1) સાઈઝોન્ટ
(2) સ્પોરોઝુઓઈટ
(3) મેરોઝુઓઈટ
(4) ટ્રોફોઝુઓઈટ
(90) નીચેનામાંથી કયું લક્ષણ અમીબીય મરડો (અમીબીઆસિસ) નું નથી ?
(1) કબજિયાત થવી
(2) ઉદરમાં દુખાવો અને ખેંચાણ
(3) મળમાં અતિશ્લેષ્મ અને રુધિરની ગાંઠો
(4) સ્નાયુમય દુખાવો અને એનીમિયા
(91) એલર્જીના લક્ષણો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(1) છીંક, આંખમાંથી પાણી નીકળવું
(2) નાકમાંથી પ્રવાહી પડવું
(3) શ્વાસ લેવામાં તકલીફ પડવી
(4) ઉપરના બધા જ
(92) પ્રાથમિક લસિકાઅંગો –P દ્વિતીય લસિકાઅંગો – Q
I-આંત્રપુચ્છ, II – નાના આંતરડાંના પેર્યસની ખંડિકાઓ, III - થાયમસ, IV -બરોળ, V -લસિકાગાંઠ, VI - અસ્થિમજજા,
VII - કાકડા
P અને Q માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
P Q
(1) III, VI I, II, IV, V, VII
(2) I, II, IV, V, VII III, VI
(3) II, IV, VII I, III, V, VI
(4) I, III, V, VI II, IV, VII
(93) AIDS વાયરસમાં પ્રોટીન આવરણ અને જનીનદ્રવ્ય તરીકે હોય છે.
(1) એક શૃંખલામય RNA
(2) એક શૃંખલામય DNA
(3) બેવડી શૃંખલામય RNA
(4) બેવડી શૃંખલામય DNA
(94) ચેપ લાગવો અને AIDS ના લક્ષણો પ્રદર્શિત થાય તેની વચ્ચેનો અંતરાલ ..... હોય છે.
(1) થોડાક મહિનાથી કેટલાંક વર્ષો (5 થી 10 વર્ષ)
(2) થોડાક મહિનાથી કેટલાંક વર્ષો (10 થી 15 વર્ષ)
(3) 5 થી 10 મહિના
(4) 10 મી 15 મહિના
(95) નીચેનામાંથી કેટલા કારણો AIDS ના ફેલાવા માટે જવાબદાર છે?
I – ચેપી વ્યકિત સાથેના જાતીય સંબંધથી
II – ચેપી વ્યકિતના કપડા પહેરવાથી
III – રોગિષ્ઠ માતા ગર્ભસ્થ શિશુને જરાયુ દ્વારા સંક્રમિત કરવાથી
IV -ચેપી વ્યકિત સાથે હાથ મિલાવવાથી
V-દૂષિત રુધિર અને તેની નીપજોના ઉપયોગથી
VI - ચેપી વ્યકિત દ્વારા ઉપયોગમાં લેવાયેલ સીરિંજ કે સોયનો ઉપયોગ નશાકારકો દ્વારા કરવાથી
(1) 2
(2) 3
(3) 4
(4) 5
(96) કેનાબિનોઈડ્સ માટે અસંગત વિધાન પસંદ કરો.
(1) તે જઠરઆંત્રીય માર્ગના કેનાબિનોઈડ ગ્રાહકો સાથે પ્રતિક્રિયા કરે છે.
(2) તે રસાયણોનો સમૂહ છે.
(3) શરીરના હૃદ પરિવહનતંત્રને અસર કરે છે.
(4) અંતઃશ્વસન અને મુખ-અંતઃગ્રહણ દ્વારા લેવામાં આવે છે.
(97) તરુણાવસ્થા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(1) બાળપણ અને પુખ્તાવસ્થાને જોડનાર સેતુ છે.
(2) તરુણાવસ્થાની સાથે ઘણા જૈવિક અને વર્તણૂકીય ફેરફાર જોવા મળે છે.
(3) તરુણાવસ્થા એ વ્યકિતના માનસિક અને મનોવૈજ્ઞાનિક વિકાસનો ઘણો સંવેદનશીલ તબકકો છે.
(4) બધા જ
(98) નશાકારક પદાર્થોની વધુ માત્રાથી ... ને કારણે વ્યકિત કોમા અને મૃત્યુ તરફ ધકેલાય છે.
(1) શ્વસનતંત્રની નિષ્ફળતા
(2) મગજમાં રકતસ્ત્રાવ
(3) હૃદયની નિષ્ફળતા
(4) બધા જ
(99) ઈરીથ્રોઝાલયમ કોકા .ની સ્થાનિક વનસ્પતિ છે.
(1) દક્ષિણ આફ્રિકા
(2) ઉત્તર આફ્રિકા
(3) દક્ષિણ અમેરિકા
(4) ઉત્તર અમેરિકા
(100) ઉચ્ચ પૃષ્ઠવંશીઓમાં, રોગપ્રતિકારક શકિત પોતાનાં કોષ અને પરજાત કોષને અલગ પાડી શકે છે. આ લક્ષણ આનુવંશિક અસમાનતાને કારણે ગુમાવાય છે અને તે પોતાના કોષ પર જ હુમલો કરે છે. આ ક્રિયા કોના તરફ દોરી જાય છે.
(1) એલર્જીનો પ્રતિસાદ
(2) પ્રત્યારોપણ અસ્વિકાર
(3) સ્વપ્રતિકારકતાનો રોગ
(4) સક્રિયા પ્રતિકારકતા
જવાબો
1. 2, 2.1, 3.2, 4.3, 5.4, 6.1, 7.3, 8.4, 9.1, 10.1, 11.4, 12.1, 13.1, 14,1, 15.4, 16.1, 17.2, 18.2, 19.2, 20.2, 21.3, 22.1, 23.2, 24.2, 25.4, 26.1 , 27.2, 28.4, 29.3, 30.3, 31.3, 32.4, 33.2, 34.4, 35.4, 36.4, 37.4, 38.3, 39.2, 40.4, 41.2, 42.3, 43.3, 44.4, 45.2, 46.4, 47.3, 48.1, 49.4, 50.2 , 51.3, 52.1, 53.2, 54.3, 55.3, 56.1, 57.2, 58.1, 59.2, 60.4, 61.4, 62.1, 63.4, 64.3, 65.2, 66.4, 67.4, 68.3, 69.4, 70.3, 71.4, 72.1, 73.1, 74.2, 75.2, 76.1, 77.4, 78.2, 79.4, 801, 81.1, 82.1, 83.4, 84.1, 85.2, 86.3, 87.4, 88.1, 89.2, 90.4, 91.4, 92.1, 93.1, 94.1, 95.4, 96.1, 97.4, 98.4, 99.3, 100.3
MANISH MEVADA (M.Sc,M.Phil,B.Ed)
GUJARAT BIOLOGY NEET PLUS
• Youtube - @Gujarat Biology NEET PLUS
@ Gujarat Biology Plus Manish Mevada
@ Gujarat Biology NEET Q & A
• Instagram - @gujaratbiologyneetplus
• Play store App - Gujarat Biology NEET PLUS
• Website - www.indiabiologyneet.com
www.gujaratbiologyneet.com
www.manishmevada.com
• BOOK LAST DAYS FOR BOARD EXAMINATION
(2021,2022,2023,2024)
Please do not enter any spam link or word in the comment box