Type Here to Get Search Results !

NEET PRACTICE PAPER -2 | STD 11 (પ્રકરણ 11 થી 19) BIOLOGY

0

GUJARAT BIOLOGY NEET PLUS
MANISH MEVADA (M.Sc,M.Phil,B.Ed)
NEET PRACTICE PAPER - 2 | STD 11 (પ્રકરણ 11 થી 19)



TIME- 1 HOUR                                     SUBJECT – BIOLOGY        MARKS- 400    

   

કુલ 100 પ્રશ્નો છે દરેક પ્રશ્નનો 4 માર્ક છે દરેક ખોટા પ્રશ્ન ના 1 માર્ક કપાશે

(1) આપેલાં વિધાન સાચાં છે કે ખોટાં તેના માટે યોગ્ય વિકલ્પ પસંદ કરોઃ
(A) ગ્લાયકોલિસિસ દરમિયાન આધારક આધારિત કુલ 4 ATP સંશ્લેષણ પામે છે.
(B) કેબ્સચક્રની પ્રક્રિયા દરમિયાન આધારક આધારિતકુલ 3 ATP સંશ્લેષણ પામે છે.
(C) ગ્લાયકોલિસિસ દરમિયાન ઓકિસડેટિવ ફોસ્ફોરાયલેશન દરમિયાન 12 ATP સંશ્લેષણ પામે છે.
(D) ઓકિસડેટિવ ફોસ્ફોરાયલેશન દરમિયાન FADH, ના ઓકિસડેશનથી 3 ATP સર્જાય છે.
(1) TFFF
(2) TFTF
(3) FTTF
(4) TTTF

(2) અંધકાર પ્રક્રિયાને 'અંધકાર પ્રક્રિયા' શા માટે કહે છે?
(1) તે અંધકારમાં થાય છે.
(2) તે પ્રકાશશકિત ઉપર આધારીત નથી.
(3) તે પ્રકાશની હાજરીમાં થતી નથી.
(4) તે રાત્રી દરમિયાન ઝડપથી થાય છે.

(3) પ્રકાશ પ્રક્રિયા દરમિયાન ઈલેકટ્રોનના વહનનો સાચો ક્રમ કયો છે?
(1) PS-II પ્લાસ્ટોકવીનોન, સાયટોક્રોમ, PS-I, ફેરીડોકસીન
(2) PS-II પ્લાસ્ટોકવીનોન, સાયટોક્રોમ, PS-II, ફેરીડોકસીન
(3) PS-I, ફેરીડોકસીન, PS-II
(4) PS-I પ્લાસ્ટોકવીનોન, સાયટોક્રોમ, PS-II, ફેરીડોકસીન

(4) નીચે પૈકી કેટલા અંતઃસ્ત્રાવો પેપ્ટાઈડ પ્રકૃતિ ધરાવે છે?
ટેસ્ટોસ્ટેરોન, ગ્લુકાગોન, ઈન્સ્યુલીન, સોમેટોસ્ટેરિન, થાઈરોકેલ્સિટોનીન, GH, પ્રોલેકિટન, LH, FSH, પ્રોજેસ્ટેરોન, એપિનેફિન, ગેસ્ટ્રિન, સિક્રીટીન, CCK, ગ્લુકોકોર્ટિકોઈડ
(1) 15
(2) 08
(3) 10
(4) 09

(5) જો ખેડૂતોને પૂછવામાં આવે તો નીચેનામાંથી કયા PGRs નો ઉપયોગ કરશે?
[A] ટામેટામાં અફલિત ફળવિકાસ (પાર્થેનોકાપી) ને ઉત્તેજિત (પ્રેરિત) કરે.
[B] ટામેટા અને સફરજનમાં ફળની પકવવાની ક્રિયાને ઝડપી બનાવે.
[C] કેરીમાં પુષ્પોદભવને ઉત્તેજે.
[D] સફરજનના લંબાઈ અને આકારમાં સુધારો.
[E] પોષક – તત્વોની ગતિશીલતાને ઉત્તેજે.
(1) [A] – ઓકિઝન, [B]- ઈથિફોન, [C] - ઈથિલીન, [D] - GA3' [E] - સાયટોકાઈનિન
(2) [A] – ઈથિલીન, [B] - GA3' [C] - ઓકિઝન, [D] – ઈથિફોન, [E] -સાયટોકાઈનિન
(3) [A] – ઓકિઝન, [B]- ઈથિફોન, [C]-સાયટોકાઈનિન, [D] – ઈથિલીન, [E] - GA3'
(4) [A] – સાયટોકાઈનિન, [B]-ઓકિઝન, [C] - GA3' [D] - ઈથિફોન, [E] - ઈથિલીન

(6) પ્રકાશસંશ્લેષણને અસર કરતાં પરિબળો બાબતે કયું વિધાન ખોટું છે?
(1) વાતાવરણીય CO2 નું પ્રમાણ 0.05 % જેટલું થતા CO2 સ્થાપન દરમાં વધારો થાય.
(2) C3 વનસ્પતિમાં ઊંચા તાપમાને પ્રકાશસંશ્લેષણ દર વધે છે. જયારે C4 વનસ્પતિ ઘણા નીચા તાપમાને સંતૃપ્તતા દર્શાવે છે.
(3) ટમેટા ગ્રીન હાઉસ પાક છે. તેના વધુ ઉત્પાદન માટે CO2 સભર વાતાવરણમાં ઉગાડી શકાય.
(4) CO2 સ્થાપન માટે પ્રકાશની સંતૃપ્તતા કુલ સૂર્યપ્રકાશની 10 % જેટલી હોય છે.

(7) નીચેનામાંથી અસત્ય વિધાન શોધો.
(1) C4 વનસ્પતિમાં, RuBisco ની ક્રિયાશીલતાનું સ્થાન મધ્યપર્ણપેશીના કોષો છે.
(2) RuBisco ની ક્રિયાશીલતા માટેનો પ્રક્રિયક 5 કાર્બન ધરાવતું સંયોજન છે.
(3) RuBisco ની ક્રિયાશીલતા માટે ATP અને NADPH અનિવાર્ય છે.
(4) RuBisco એ દ્વિક્રિયાત્મક ઉત્સેચક છે.

(8) યોગ્ય જોડકાં મેળવો:
કોલમ - I                                કોલમ – II
(1) પ્રોલેકિટન                                 (P) ડાયાબિટીસ ઈન્સિપીડસ
(2) થાઈરોઈડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન     (Q) નરમાં લિંગી અંતઃસ્ત્રાવ એન્ડ્રોજનને પ્રેરે છે.
(3) એન્ટિડાયુરેટિક હોર્મોનની ઊણપ   (R) દૂધના સ્ત્રાવને ઉત્તેજે છે.
(4) લ્યુટેનાઈઝિંગ હોર્મોન                   (S) થાઈરોઈડના અને તેના અંતઃસ્ત્રાવોના ઉત્પાદન
(1) (1R), (2S), (3-P), (4-Q)
(2) (1R), (2P), (3-Q), (4-S)
(3) (1Q), (2P), (3-R), (4-S)
(4) (1S), (2P), (3-R), (4-Q)

(9) નીચેનામાંથી C3 વનસ્પતિ અને C4 વનસ્પતિના જૈવસંશ્લેષણ તબકકા માટે કેટલી પ્રક્રિયા સામાન્ય છે ?
(A) RuBisCO નુ કાર્બોકિસલેશન
(B) PEP નું પુનઃ નિર્માણ
(C) ATP નું વિફોસ્ફોરીકરણ
(D) NADPH નું ઓકિસડેશન
(E) RuBP નું પુનઃ નિર્માણ
(F) OAA નું રિડકશન
(1) 1
(2) 3
(3) 2
(4) 4

(10) કેબ્સ ચક્ર માટે કયું વિધાન અસત્ય છે?
(1) ચક્રના ત્રણ બિંદુએ NAD+, NADH +H+ માં રિડયુસ્ડ થાય છે.
(2) ચક્રના એક બિંદુએ FAD+, FADH2, માં રિડયુસ્ડ થાય છે.
(3) સકિસનાઈલ CO.Aનાં સકિસનિક એસિડ રૂપાંતરણ દરમિયાન GTP સંશ્લેષિત થાય.
(4) એસિટાઈલ CO. A પાયરુવિક એસિડ સાથે જોડાઈ સાઈટ્રિક એસિડ બનાવે.

(11) લક્ષ્ય અંગમાંથી ગ્રાહી અણુ દૂર કરવામાં આવે, તો અંતઃસ્ત્રાવના કાર્યમાં થતો ફેરફાર.
(1) કોઈ જ અસર વગર લક્ષ્ય અંગ પર અંતઃસ્ત્રાવનું કાર્ય ચાલુ રહે.
(2) લક્ષ્ય અંગ કાર્ય ચાલુ રાખશે, પરંતુ અંતઃસ્ત્રાવની વધુ માત્ર જોઈશે.
(3) લક્ષ્ય અંગ પર અંતઃસ્ત્રાવની અસર થતી નથી.
(4) લક્ષ્ય અંગ પર અંતઃસ્ત્રાવની અસર ચાલુ રહેશે, પરંતુ વિરુદ્ધ કાર્ય થશે.

(12) નીચે પૈકી કયું વિધાન ખોટું છે?
(1) શ્વસનમાં, ઓકિસડેશન-રીડકશન પ્રતિક્રિયાઓ પ્રોટોન ઢાળ ઉત્પન્ન કરે છે.
(2) જારક શ્વસન દરમ્યાન ઓકસીજનનું કાર્ય અંતિમ તબકકામાં જ રહેલું છે.
(3) ETC (ઈલેકટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઈન)માં, NADH+ H+ નો એક અણુ, 2 ATP અણુઓ ઉત્પન્ન કરે છે અને એક FADH2, 3 ATP અણુઓ ઉત્પન્ન કરે છે.
(4) ATP નું સંશ્લેષણ સંકુલ V દ્વારા થાય છે.

(113) યોગ્ય જોડ મેળવોઃ
         કોલમ – I                         કોલમ - II
(A) સંધિવા (ગાઉટ)                                    (i) ઈસ્ટ્રોજનુનંઘટતું પ્રમાણ
(B) અસ્થિસુધિરતા (ઓસ્ટિઓપોરોસીસ)      (ii) રૂધિરમાં Ca”નું ઓછું પ્રમાણ
(C) ટીટેની                                                 (iii) યુરિક એસિડના સ્ફટિકો જમા થવાને કારણે
(D) સ્નાયુમય દુર્વિકાર (મસ્ક્યુલર ડ્રિસ્ટ્રોફી)    (iv) સ્વરોગપ્રતિકારક રોગ
                                                                (v) જનીનિક ખામીને કારણે
(1) (A-ii), (Bi), (C-iii), (D - iv)
(2) (A-iii), (B-i), (C-ii), (D-v)
(3) (A-iv), (B-v), (C-i), (D - ii)
(4) (A-i), (B-ii), (C - iii), (D - iv)

(14) આથવણમાં ચોખ્ખા ATP કેટલા સંશ્લેષણ પામે છે?
(1) 1 ATP
(2) 2 АТР
(3) 12 ATP
(4) 36 ATP

(15) નીચેના રીએકશનમાં ઓકિસડેટીવ ડીકાર્બોકિસલેશન દર્શાવેલ છે –
a (પાયરૂવિક એસિડ) → b (એસિટાઈલ CoA) + c (CO2) જેb નું મૂલ્ય 2, તે a અનેc નું મૂલ્ય કેટલું હશે?
(1) 1, 1
(2) 2, 4
(3) 2, 2
(4) 4, 2
(116) આપેલી પ્રક્રિયાઓ જારક શ્વસનમાં પાયરૂવિક એસિડનું સંપૂર્ણ પાયરૂવિક એસિડનું સંપૂર્ણ વિઘટન દર્શાવે છે.
પાયરૂવિક એસિડ + X NAD+Y FAD+2H2O + Z ADP + Z Pi →કણાભસત્રીય W CO₂ + XNADH + YH +  YFADH2+ZATP
      W X Y Z
(1) 3  3  1  0
(2) 3  4  1  1
(3) 6  3  2  0
(4) 6  4  1  1

(17) યોગ્ય જોડકાં જોડોઃ
(A) IAA     (1) હેરીંગ માછલીના શુક્રકોષ
(B) ABA   (2) બોલ્ટીંગ
(C)ઈથીલીન(3) પર્ણરંધ્ર બંધ કરે
(D) GA     (4) નિંદામણ નાશક
(E) સાયટોકાયનીન (5) ફળોને પકાવે
(1) (A-4), (B-3), (C-5), (D-2), (E-1)
(2) (A-4), (B-3), (C-2), (D-1), (E-5)
(3) (A-4), (B-5), (C-3), (D-2), (E-1)
(4) (A-3), (B-4), (C- 5), (D-2), (E-1)

(18) નીચેના પૈકી કયું વિધાન સ્નાયુતંતુમાં એકિટન અને માયોસિનની આણ્વીય ગોઠવણી માટે ખોટું છે ?
(i) પ્રત્યેક એકિટન 2F-એકિટનનાં બનેલ છે.
(ii) F–એકિટન એ G-એકિટનનો પોલિમર (બહુલક) છે.
(iii) ટોપોમાયોસિનની બે શંખલા F-એકિટનના પોલાણમાં હોય છે.
(iv) 2F-એકિટન વળીને કુંતલ બનાવે છે.
(v) ટ્રોપોનીન અણુઓ ટ્રોપોમાયોસિન પર નિયમિત અંતરાલે ગોઠવાય છે.
(vi) ટ્રોપોનીન એ માયોસિન અણુનાં શીર્ષ બનાવે છે.
(vii) માયોસિન એ બહુલીકરણ પામેલ પ્રોટીન છે.
(1) (i), (iii) અને (vii)
(2) (ii), (iv) અને (v)
(3) ફક્ત (vi)
(4) ફક્ત (iii)

(19) યોગ્ય જોડ બનાવો.
(A) ફળ પકાવવા માટે    (1) એબ્સિસિક એસિડ
(B) નીંદણનાશક           (2) GA3
(C) બોલ્ટીંગ                (3) 2,4-D
(D) તણાવ અંતઃસ્ત્રાવ   (4) ઈથીફોન
(1) (A-3), (B-4), (C-2), (D-1)
(2) (A-4), (B-3), (C-2), (D-1)
(3) (A-4), (B-2), (C-1), (D-3)
(4) (A2), (B-3), (C-4), (D-1)

(20) પક્ષ્મલ હલનચલનને અનુલક્ષીને ખોટું વિધાન પસંદ કરો :
(1) પક્ષ્મલ હલનચલન દ્વારા મદાા પ્રજનનતંત્રમાં અંડકોષના વહનને સાનુકૂળતા પૂરી પાડે છે.
(2) પક્ષ્મલ હલનચલન શ્વાસનળી અને અંડવાહિનીમાં જોવા મળે છે.
(3) શ્વાસનળીમાં આવેલા પક્ષ્મોનું સંકલિત હલનચલન એ ધૂળના રજકણો અને કેટલાક બાહ્ય પદાર્થો જે વાતાવરણની હવા સાથે દાખલ થાય છે, તેને દૂર કરવામાં મદદ કરે છે.
(4) ભક્ષકકોષો અને રુધિરમાંના શ્વેતકણો પક્ષ્મલ હલનચલન દર્શાવે છે.

(21) નીચે આપેલ પૈકી કઈ જોડ યોગ્ય નથી?
(1) જીબરેલિક એસિડ –પર્ણપતન
(2) સાયટોકાઈનીન – કોષદીવાલનું વિસ્તરણ
(3) IAA - કોષદીવાલનું વિસ્તરણ
(4) એબ્સિસિક એસિડ – વાયુરંધ્ર બંધ થવાની ઘટના

(22) ડો. એફ. વેન્ટે ભ્રૂણાગ્રચોલની ટોચને દૂર કરી તેને અગરના માધ્યમમાં એક કલાક માટે મૂકતા, અગર કાપે ભ્રૂણાગ્રચોલ તરફ વળાંક દર્શાવે છે. આ પ્રયોગ શું દર્શાવે છે?
(1) તે ઓકિસન કે ઓકિઝન ઓળખ અને અલગતા શકય બનાવે છે.
(2) તે ખૂબ જ ઓછા પ્રમાણમાં સર્જાતા વૃદ્ધિપ્રેરક પદાર્થનો નિર્દેશ કરે છે.
(3) IAA એ ઓકિઝન જ છે, તે વાદનું સમર્થન કરે છે.
(4) તે ઓકિઝનનું ધ્રુવીય હલનચલન દર્શાવે છે.

(23) નીચેનામાંથી કેટલા જીબરેલીન સાથે સંકળાયેલ છે?
ટર્પેન્સ, બકાને, માલ્ટીંગ, એકદળી નિયંત્રણ નાશક, એફ. વેન્ટ, સ્ટ્રેસ હોર્મોન, બોલ્ટીંગ
(1) 3
(2) 4
(3) 5
(4) 6

(24) W₁ = Woert માં W₁, Wo, r, t શું સૂચવે છે ?
          Wo             W₁              r               t
(1) પ્રારંભિક કદ   અંતિમ કદ    વૃદ્ધિ દર    વૃદ્ધિનો સમય
(2) અંતિમ કદ   શરૂઆતનું કદ  વૃદ્ધિ દર    વૃદ્ધિનો સમય
(3) અંતિમ કદ   શરૂઆતનું કદ  વૃદ્ધિદર    વિભાજન સમય
(4) પ્રારંભિક કદ અંતિમ કદ      વૃદ્ધિ દર    વિભાજન સમય

(25) જો મૂળની લંબાઈમાં અચળ દરે વધાો થતો હોય તો ગાણિતીય રીતે તેને આ સમીકરણથી રજૂ કરી શકાય.
(1) rt=Lt+Lo
(2) W₁ = Wo.ert
(3) Lt=Lo+rt
(4) Wo=W₁.ert

(26) ખોટું વાક્ય શોધો.
(1) જયાં સક્રિય રીતે ઝડપી વિભાજન થતું હોય ત્યાં સાઈટોકાઈનીન્સનું નિર્માણ થતું હોય છે.
(2) કાઈનેટીન એડેનીન (પ્યુરીન) નું પરિવર્તીત સ્વરૂપ છે.
(3) સાઈટોકાઈનીન ટામેટામાં અફલિત ફળ વિકાસ ઉત્તેજે છે તેથી પર્ણ જીર્ણતા મોડી થાય.
(4) સાઈટોકાઈનીન પોષકદ્રવ્યોનાં સ્થળાંતરણને ઉત્તેજે છે તેથી પર્ણ જીર્ણતા મોડી થાય.

(27) કાર્બોમીનો હીમોગ્લોબીનમાંથી CO2 કયારે મુકત થાય છે?
(1) ઊંચું pCO2, નીચું pO2
(2) નીચું pCO2, ઊંચું PO2
(3) pCO2 અને pO2 સરખા હોય
(4) એક પણ નહિ

(28) નીચે આપેલી વિગત માટે સાચું વિધાન પસંદ કરો.
(A) IC=TV=RV
(B) VC=TV+IRV+ERV
(C) RV=VC-IRV
(D) TV=IC-IRV
(1) FFFT
(2) FTFT
(3) TTFT
(4) TFTF

(29) યોગ્ય જોડકાં જોડો:
(A) અળસિયું            (1) ભેજયુકત ક્યુટીકલ
(B) દરિયાઈ સંધિપાદ  (2) ઝાલર
(C) મત્સ્ય                  (3) ફેફસા
(D) પક્ષી / સરીસૃપ     (4) શ્વાસવાહિકા
(1) (A2), (B-1), (C-4), (D-3)
(2) (A-1), (B-4), (C-2), (D-3)
(3) (A-1), (B-3), (C-2), (D-4)
(4) (A-1), (B-2), (C-4), (D-3)

(30) આપેલ આકૃતિ મનુષ્યના શ્વસનતંત્રની A, B, C અને D નિર્દેશિત રચના દર્શાવે છે. જેમાંથી કયો વિકલ્પ અંગિકા /ભાગની સાચી ઓળખ, મુખ્ય કાર્ય કે લાક્ષણિકતા દર્શાવે છે તે જણાવો.

(I) D-ફેફસાનો અધઃ ખંડ –ઉરોદર પટલ તેને શ્વસનક્રિયા વખતે નીચે તરફ ખેંચે છે.
(2) A-શ્વાસનલિકા - તે લાંબી, કાસ્થિઓની કડીઓથી આધાર પામેલી નલિકા છે અને શ્વાસ લેવા માટે ઉપયોગી છે.
(3) B–ફુપ્ફુસ આવરણ – તે પાંસળીઓને બંને બાજુથી ઘર્ષણ રહિત ગાદી જેવું આવરણ પુરું પાડે છે.
(4) C-વાયુકોષ્ઠ – તે પાતળી દીવાલવાળી, રુધિરકેશિકાઓ યુકત કોથળી જેવી રચના છે, જે વાતાવિનિમયની ક્રિયા કરે છે.

(31) હવાનું પ્રદૂષણ એમ્ફીસીમામાં પરિણમે છે.
(1) ફેફસામાં કોઈપણ સ્નાયુઓને ઈજા પહોંચાડે છે જેથી વાયુ કોટરોની સ્થિતિસ્થાપકતા વધી જાય છે.
(2) વાયુ કોટરો અને વાયુ કોષ્ઠોને દીર્ઘકાલિન નુકશાન થાય જે શ્વસન સપાટીમાં અસામાન્ય ઘટાડો પ્રેરે છે.
(3) શ્વાસવાહિનીએ અને સૂક્ષ્મ શ્વાસ વાહિનીઓની સપાટી પરના કોષ્ઠોને કાયમી નુકશાન અને કાયમી સોજો કરે છે.
(4) શ્વાસ વાહિનીની દિવાલોમાં એલર્જી પ્રતિક્રિયા દ્વારા સ્નાયુઓના સંકોચનો કરે છે.

(32) વાયુમય એલર્જન્સ તેમજ પ્રદૂષકોમાં વધારો થવાથી, શહેરી વિસ્તારોમાં ઘણી વ્યકિતઓ શ્વસનતંત્ર સંબંધી અનિયમિતતાઓથી પીડાય છે જેથી શ્વાસોચ્છવાસ દરમ્યાન સિસોટી જેવો અવાજ આવે છે. આ આને કારણે છે:
(1) શ્વાસવાહિનીઓ તેમજ શ્વાસવાહિકાઓમાં દાહ (સોજો)
(2) રેષામય પેશીઓનો ઝડપી વધારો અને વાયુકોષ્ઠોની દિવાલને નુકશાન
(3) ન્યુમોસાઈટ્સ દ્વારા સર્ફેકટન્ટ્સના સ્ત્રાવમાં ઘટાડો
(4) નાસિકા કોટરના શ્લેષ્મસ્તર પર ઘાતક નહિ તેવી વૃદ્ધિ

(33) ઓકિસજનના વહનના અનુસંધાનમાં ખોટું વિધાન ઓળખો :
(1) ઓકિસજનનું હિમોગ્લોબીન સાથેનું જોડાણ મુખ્યત્વે O2  ના આંશિક દબાણ સાથે સંબંધિત છે.
(2) CO2 નું આંશિક દબાણ O2 ન હિમોગ્લોબીન સાથેના જોડાણમાં દખલગીરી કરે છે.
(3) વાયુકોષ્ઠોમાં H+ ની ઊંચી સાંદ્રતા ઓકસીહીમોગ્લોબીનની બનાવટમાં સહાય કરે છે.
(4) વાયુકોષ્ઠોમાં ઓછો pCO2 ઓકસીહીમોગ્લોબીનની બનાવટમાં સહાય કરે છે.

(34) વાયુકોષ્ઠો (પ્રસરણ સ્થાને) પર ઓકિસજન (O2) અને કાર્બન ડાયોકસાઈડ (CO2) નું આંશિક દબાણ (mm. Hg માં) કેટલું હોય છે?
(1) pO₂ = 159 અને pCO₂ = 0.3
(2) pO₂ = 104 અને pCO₂ = 40
(3) pO₂ = 40 અને pCO₂ = 45
(4) pO₂ = 95 અને pCO₂ = 40

(35) નીચે આપેલ આકૃતિ માનવીના ફેફસાંનો થોડોક ભાગ દર્શાવે છે કે જયાં વાયુઓની આપ-લે થાય છે કે જેમાં નીચે આપેલ વિકલ્પો પૈકી એક ભાગ A, B, C અથવા D ને સાચી રીતે તેના કાર્ય સાથે ઓળખો.

(1) C : ધમનિકાની રુધિરકેશિકા – પેશીઓમાં ઓકિસજન પસાર કરે છે.
(2) A: વાયુકોષ્ઠનું પોલાણ - શ્વસનવાયુઓની આપ-લેનું મુખ્ય સ્થળ
(3) D: રુધિરકેશિકાની દીવાલ–ઓકિસજન અને કાર્બન ડાયોકસાઈડની અપ-લે થાય.
(4) B: રકતકણો – મુખ્યત્વે CO2 નું વહન
(36) નીચે પૈકી કયું વિધાન માનવીના શ્વસન માટેનું સાચું છે?
(1) સિગારેટનું ધૂમ્રપાન શ્વાસવાહિકામાં સોજો ઉત્પન્ન કરે છે.
(2) મગજના પોન્સના વિસ્તારમાં આવેલ શ્વાસોચ્છ્વાસના કેન્દ્રો તરફથી મળતાં ચેતાતંત્રીય સંદેશાઓ શ્વાસનો સમય વધારે છે.
(3) દળવાની અને પથ્થર તોડવાના કારખાનાઓમાં કામ કરતાં કામદારો ફેફસાનાં ફાઈબ્રોસીસથી પીડાય છે.
(4) કાર્બોમીનો હીમોગ્લોબિન તરીકે હીમોગ્લોબિન દ્વારા વહન પામતાં 90 % CO2 વહન પામે છે.

(37) રૂધિરરસ દ્વારા દ્રાવ્ય અવસ્થામાં ......%O2 નું વહન થાય અને આશરે ....CO2 રકતકણ દ્વારા, જયારે......CO2 બાયકાર્બોનેટ સ્વરૂપે  વહન થાય છે.
(1) 97%, 70%, 20-25%
(2) 3%, 20-25%, 70%
(3) 7%, 3%, 20-25%
(4) 20-25%, 3%, 70%

(38) શ્વસનની પ્રક્રિયા માટે ખોટું શું છે ?
(1) શ્વાસ ત્યારે થાય છે જયારે ફેફસામાંનું દબાણ વાતાવરણીય દબાણ કરતાં ઓછું હોય.
(2) વાતાવરણીય દબાણની સાપેક્ષમાં ફેફસાંનું દબાણ ધન હોય છે.
(3) આંતર ફુપ્ફુસીય દબાણ વાતાવરણીય દબાણ કરતાં ઓછું હોય.
(4) શ્વાસ ઉરોદર પટલનાં સંકોચનથી શરૂ થાય છે.

(39) નીચેના વિધાનો વાંચોઃ- શ્વસનના નિયંત્રણ સંબંધિત કેટલા વિધાનો સાચા છે.
(A) શ્વસન લયબદ્ધ કેન્દ્ર લંબમજજામાં હાજર છે.
(B) એક રસાયણ સંવેદી વિસ્તાર CO2 અને H+ પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ હોય છે.
(C) શ્વસન લયબદ્ધમાં O2 ની ભૂમિકા હોતી નથી.
(D) શ્વાસચાલક કેન્દ્ર સેતુ વિસ્તારમાં હાજર હોય છે.
(E) મહાધમની અને ગ્રીવા કોટરમાં આવેલા ગ્રાહી ઘટકો CO2 અને H+ ની સાંદ્રતામાં બદલાવ પારખી શકે છે.
(F) શ્વાસચાલક કેન્દ્ર શ્વાસના સમયગાળામાં ઘટાડો શ્વસન દરમાં ફેરફાર કરે છે.
(1) ત્રણ
(2) ચાર
(3) પાંચ
(4) છ

(40) હૃદચક્રની કઈ ક્રિયા સ્વયંવર્તી ચેતાતંત્ર (ANS) દ્વારા નિયંત્રિત થાય છે. નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
(1) પરાનુકંપી ચેતાતંત્ર હૃદયના ધબકારા તથા સ્ટ્રોક વોલ્યુમને વધારે છે.
(2) અનુકંપી ચેતાતંત્ર હૃદયના ધબકારા તથા સ્ટ્રોક વોલ્યુમ વધારે છે.
(3) પરાનુકંપી ચેતાતંત્ર હૃદયના ધબકારા ઘટાડે છે. પરંતુ સ્ટ્રોક વોલ્યુમ વધારે છે.
(4) અનુકંપી ચેતાતંત્ર હૃદયના ધબકારા ઘટાડે છે. પરંતુ સ્ટ્રોક વોલ્યુમ વધારે છે.

(41) ECG હૃદચક્ર દરમિયાન જોવા મળતી ધ્રુવીકરણ અને વિધ્રુવિકરણને દર્શાવે છે. સામાન્ય તંદુરસ્ત મનુષ્યમાં નીચેનામાંથી કયું તરંગ જોવા મળતું નથી ?
(1) કર્ણકોનું વિધ્રુવીકરણ (સંકોચન)
(2) કર્ણકોનું પુનઃધ્રુવીકરણ (શિથિલન)
(3) ક્ષેપકોનું વિધ્રુવીકરણ (સંકોચન)
(4) ક્ષેપકોનું પુનઃધ્રુવીકરણ (શિથિલન)

(42) નીચેનામાંથી મૂત્રપિંડ નિયમન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(1) શરીરમાં પાણીનો વધારો આસૃતિગ્રાહી ન્યુરોહાઈ પોફાયસીસ→ ADH→ નલિકાના અંતિમ ભાગમાં પાણીનો સ્ત્રાવ→ રુધિરદબાણમાં ઘટાડો
(2) શરીરમાં પાણીનો વ્યય→ આસૃતિગ્રાહી ન્યુરોહાઈપોફાયસીસ→ ADH→ નલિકાના અંતિમ ભાગમાં પાણીનું પુનઃશોષણ → રુધિરદબાણમાં વધારો
(3) શરીરમાં પાણીનો વ્યય આસૃતિગ્રાહી એડીનોહાઈપોફાયસીસ→ ADH નલિકાના અંતિમ ભાગમાં પાણીનું પુનઃશોષણ → રુધિરદબાણમાં વધારો
(4) શરીરમાં પાણીનો વધારો આસૃતિગ્રાહી→ ન્યુરોહાઈ પોફાયસીસ→ ADH→ નલિકાના અંતિમ ભાગમાં પાણીનો સ્ત્રાવ→ રુધિરદબાણમાં ઘટાડો

(43) નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
(1) 'O' રૂધિર જૂથ ધરાવતી વ્યક્તિમાં રૂધિરરસમાં એન્ટીબોડી–a અને એન્ટીબોડી–b જોવા મળે છે.
(2) B રૂધિર જૂથ ધરાવતી વ્યકિત રૂધિર જૂથ 'A' ધરાવતી વ્યકિતમાં રૂધિર દાનમાં આપી શકે નહીં.
(3) રૂધિર જૂથ વ્યકિતના રૂધિર રસમાં આવેલ એન્ટીબોડીના પ્રકારને આધારે નકકી થાય છે.
(4) 'AB' રૂધિર જૂથ ધરાવતી વ્યકિતમાં સર્વગ્રાહી છે.

(44) વિધાન A: સમગ્ર શરીરમાંથી રૂધિર કર્ણકોમાં દાખલ ાથય છે અને ત્યાંથી ક્ષેપકોમાં દાખલ થાય છે.
વિધાન B : S - A ગાંઠમાંથી ઉદ્દભવતું સક્રિય વિજસ્થિતિમાન કર્ણકમાંથી ક્ષેપક તરફ વહન પામે છે.
(1) વિધાન A માંથી થતી ક્રિયા વિધાન B ઉપર આધારિત છે.
(2) વિધાન B માંથી થતી ક્રિયા વિધાન A ઉપર આધારિત છે.
(3) વિધાન A અને વિધાન B માં થતી ક્રિયા એકબીજાથી સ્વતંત્ર છે.
(4) વિધાન A અને વિધાન B માં થતી ક્રિયા સમકાલિન છે.

(45) આપેલી આકૃતિ મનુષ્યમાં રુધિર પરિવહનનો પરિપથ દર્શાવે છે. જેમાં A થી D નિર્દેશિત કરેલ છે. નિર્દેશિત ભાગ ઓળખો અને તેનું કાર્ય તેના કાર્યો જણાવો.

(1)D–પૃષ્ઠમહાધમની – હૃદયમાંથી શરીરના ભાગો તરફ રુધિર લઈ જાય છે, pO2= 95 mm Hg
(2)A–ફુપ્ફુસીય શીરા –શરીરના વિવિધ ભાગોમાંથી અશુદ્ધ રુધિરનું વહન કરે છે, pO2 = 60 mm Hg
(3) B–ફુપ્ફુસીય ધમની –હૃદયમાંથી ફેફસાને રુધિર પહોંચાડે છે, pO₂= 90 mmHg
(4) C-મહાશીરા - શરીરનાં અંગોમાંથી જમણા કર્ણક સુધી રુધિર લાવે છે, pCO2 = 45 mmHg

(146) અહીં એક સામાન્ય માણસની લાક્ષણિક ઈ.સી.જી. (ECG)ની આકૃતિ આપવામાં આવી છે. તેમાં P-તરંગ શું દર્શાવે છે?

(1) સંકોચન/પ્રકુંચનનો અંત
(2) બંને કર્ણકોનું સંકોચન
(3) ક્ષેપકોના સંકોચનની શરૂઆત
(4) સંકોચન/પ્રકુંચનની શરૂઆત

( 47) વાયુકોષ્ઠોમાં ઓકિસહિમોગ્લોબીન બનવા માટેની અનુકૂળ સ્થિતિ પસંદ કરો.
(1) નીચો pO2, નીચો pCO2, વધારે H+, ઊંચું તાપમાન
(2) ઊંચો pO2, નીચો pCO2 ઓછો H+, નીચું તાપમાન
(3) નીચો pO2, ઊંચો pCO2 વધારે H+, ઊંચામાં ઊંચું તાપમાન
(4) ઊંચો pO2, ઊંચો pCO2, ઓછો H+, ઊંચું તાપમાન

(48) પ્રત્યેક દિવસમાં આશરે 180 લિટર જેટલા મોટા પ્રમાણમાં પ્રવાહી માનવ કીડની દ્વારા ગળાય છે નીચે પૈકી કયું વિધાન મૂત્રપિંડીય કણીકાઓના આ લક્ષણને પુરવાર નથી કરતું?
(1) અંતર્વાહી ધમનીકા કરતા બર્હિવાહી ધમનીકા પહોળી હોય છે. જેથી રૂધિર કેશિકા ગુચ્છમાંથી રકતનો પ્રવાહ વધુ હોય છે.(2) રૂધિરકેશિકા ગુચ્છનો સપાટીય વિસ્તાર વિશાળ હોય છે.
(3) રૂધિર કેશિકા ગુચ્છ ગળાક્ષીત હોય છે. તેથી અન્ય કોશિકા ગુચ્છની સરખામણીમાં તે વધુ સ્ત્રાવી હોય છે.
(4) રૂધિર કેશિકા ગુચ્છનો શરીરના બીજા ગુચ્છોની સરખાણીમાં વધુ રકતદાબ હોય છે.

(49) કોલમ–I અને કોલમ – II સાથે યોગ્ય રીતે જોડી નીચે આપેલામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
(A) ગ્લાયકોસુરિયા           (i) સાંધાઓમાં યુરિક એસિડનું જમા થવું
(B) ગાઉટ                       (ii) મૂત્રપિંડમાં સ્ફટિક સ્વરૂપે ક્ષારોનો જથ્થો
(C) રીનલ કૈલકયુલા         (iii) રૂધિરકેશિકાગુચ્છમાં સોજા આવવા/ફુલી જવું
(D) ગ્લોમેરૂલર નેફાઈટિસ  (iv) મૂત્રમાં ગ્લુકોઝની હાજરી
(1) (A-i), (B-ii), (C - iii), (D - iv)
(2) (A-ii), (B-iii), (C-i), (D - iv)
(3) (A-iii), (B-ii), (C - iv), (D - i)
(4) (A-iv), (B-i), (C-ii), (D - iii)

(50) કોલમ – I અને કોલમ – II સાથે યોગ્ય રીતે જોડી નીચે આપેલામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
(A) સુક્ષ્મ ગાળણ        (i) હેન્લેનો પાશ
(B) મૂત્રની સાંદ્રતા        (ii) મૂત્રવાહિની
(C) મૂત્રનું વહન           (iii) મૂત્રાશય કોથળી
(D) મૂત્રનો સંચય         (iv) માલ્કિજીયનકાય કણિકા
                                 (v) નિકટવર્તી ગુંચળાદાર નલિકા
(1) (A-iv), (B-i), (C-ii), (D-iii)
(2) (Av), (B-iv), (C-i), (D-ii)
(3) (A-iv), (B-v), (C-ii), (D-iii)
(4) (A-v), (B-iv), (C-i), (D-iii)

(51) મજજક આંતરાલીય પ્રવાહીની બહારથી અંદરની વધતી જતી આકૃતિ આને લીધે જળવાય છે?
(I) વાસારેકટા અને હેન્લેનો પાશ વચ્ચેની નીકળત્તા
(II) કાઉન્ટર કરન્ટની મદદથી
(III) PCT માં પસંદગીમાન HCO3- અને H+ ના સ્ત્રાવથી
(IV) રુધિરકેશિકાગુચ્છની રુધિરકેશિકાઓમાં ઊંચું રુધિરદબાણ
(1) I અને II
(2) III અને IV
(3) I, II અને III
(4) ભાગ II

(52) નીચેનામાંથી સત્ય વિધાન પસંદ કરો.
(1) એન્જીઓટેન્સીન-II એ પ્રભાવશાળી વાહીકા વિકોચક છે.
(2) વાસારેકટામાં રુધિરપ્રાવહ માટે કાઉન્ટર કરન્ટની રચના થતી નથી.
(3) રુધિરકેશિકાગુચ્છ ગાળણ દરમાં ઘટાડાથી JG કોષો સક્રીય બની રેનીનને મુકત કરે છે.
(4) ANF રુધિર દબાણમાં વધારો કરે છે.

(53) માનવ મૂત્રપિંડ દ્વારા થતાં ઉત્સર્જન સંબંધી નીચેના વિધાનો પૈકી કયું સાચું વિધાન છે ?
(1) હેલેના પાશનો અવરોહી ગાળો પાણી માટે અપ્રવેશ્યશીલ છે.
(2) દૂરસ્થ ગૂંચળામય નલિકા HCO3 – ના પુનઃશોષણ માટે અશકિતમાન છે.
(3) લગભગ 99 % રુધિરકેશિકાગુચ્છનું ગાળણ, મૂત્રપિંડ નલિકા દ્વારા પુનઃશોષણ પામે છે.
(4) હેલેના લૂપનો આરોહી ગાળો ઈલેકટ્રોલાઈટ્સ માટે અપ્રવેશ્યશીલ છે.

(54) માનવ ઉત્સર્ગએકમના વિશિષ્ટ ભાગના કાર્યનું નીચેના પૈકી કયું વિધાન ચોકકસ રીતે વર્ણવે છે?
(1) પોડોસાઈટ્સઃ બાઉમેનની કોથળીમાં રુધિરના ગાળણ માટે સૂક્ષ્મ જગ્યાઓ (સ્લીટ છિદ્રો) ઉત્પન્ન કરે છે.
(2) હેલેનો લૂપ : રુધિરકેશિકાગુચ્છના ગાળણમાંથી મોટા પ્રમાણમાં પદાર્થોનું ઘણુંખરું પુનઃશોષણ થાય છે.
(3) દૂરસ્થ ગૂંચળાદર નલિકાઓઃ ફરતે આવેલ રુધિરકેશિકાઓમાં K+ આયનોનું પુનઃશોષણ થાય છે.
(4) અંર્તાહી ધમનિકાઓ: મૂત્રપિંડ શિરા તરફ રુધિરકેશિકા ગુચ્છમાંથી રુધિર દૂર લઈ જાય છે.

(55) નીચેનામાંથી કેટલા પ્રાણી સમુદાયનો/વર્ગો ઉત્સર્ગતંત્ર તરીકે મૂત્રપિંડ ધરાવે છે?
સંધિાપાદ, મૃદુકાય, નુપુરક, કીટક, મત્સ્ય, ઉભયજીવી, ચુષમુખા, સામી મેરૂદંડી
(1) 3
(2) 4
(3) 5
(4) 6

(56) નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
(1) હૃદ સ્નાયુ રેખીત અને અનૈચ્છીક હોય છે.
(2) હાથ અને પગના સ્નાયુ રેખીય અને ઐચ્છીક હોય છે.
(3) આંત્રમાર્ગની અંદરના સ્નાયુ રેખીય અને અનૈચ્છીક હોય છે.
(4) પ્રજનન માર્ગમાં અરેખીત અને અનૈચ્છીક સ્નાયુ આવેલા હોય છે.

(57) નીચેનામાંથી કયું વિધાન સાચું છે.
(1) ભુજાસ્થિનું અસ્થિથીર સ્કંધમેખલાના નિતંબઉલૂખલ સાથે જોડાય
(2) ભુજાસ્થિનું અસ્થિથીર સ્કંધમેખલાના સ્કંધઉલૂખલ સાથે જોડાય
(3) ભુજાસ્થિનું અસ્થિથીર નિતંબમેખલાના નિતંબઉલૂખલ સાથે જોડાય
(4) ભુજાસ્થિનું અસ્થિથીર નિતંબમેખલાના સ્કંધઉલૂખલ સાથે જોડાય

(58) યોગ્ય જોડમાં જોડેઃ
(A) ઉરોસ્થિ               (1) સાયનોવિયલ પ્રવાહી
(B) ગ્લેનોઈડ કેવીટી     (2) કશેરૂકા
(C) મુકતચલ સાંધા      (3) સ્કંધમેખલા
(D) કાસ્થિમય સાંધા    (4) ચપટુ અસ્થિ
(1) (A2), (B-1), (C-3), (D-4)
(2) (A-4), (B-3), (C-1), (D-2)
(3) (A2), (B1), (C-4), (D-3)
(4) (A-4), (B-1), (C-2), (D-3)

(59) મનુષ્યમાં 'X' જોડ પાંસળીમાંથી 'Y' જોડ પાંસળી સાચી છે તો "X અને Y" માટે સાચું મૂલ્ય અને લાક્ષણિકતા દર્શાવતો વિકલ્પ શોધો.
(1) X-12, Y-5 સાચી પાંસળીઓ પૃષ્ઠબાજુએ કરોડસ્તંભ સાથે અને વક્ષબાજુ ઉરસથી જોડાયેલી હોય.
(2) X-24, Y-7 સાચી પાંસળીઓ પૃષ્ઠબાજુએ કરોડસ્તંભ અને વક્ષબાજુને શુદ્ધ હોય.
(3) X-12, Y-5 સાચી પાંસળીઓ પૃષ્ઠ બાજુએ કરોડસ્તંભ સાથે અને વક્ષબાજુ એ મુકત હોય.
(4) X-12, Y-7 સાચી પાંસળીઓ પૃષ્ઠબાજુએ કરોડસ્તંભ સાથે અને વક્ષબાજુ ઉરસથી જોડાયેલી હોય.

(60) કંકાલસ્નાયુઓના આકુંચનમાં કેલ્શિયમ મહત્વનું છે. કારણ કે,
(1) માયોસીન ATP એઝ સાથે જોડાઈ તેને સક્રિય બનાવે છે.
(2) એકટીન તંતુથી માયોસિનના શીર્ષ ભાગને છૂટું પાડે છે.
(3) માયોસિન માટે ક્રિયાત્મક સ્થાનોને ખુલ્લા કરવા ટ્રોપોનીન સાથે જોડાય છે.
(4) એકટીન તંતુઓ અને માયોસિન ક્રોસબ્રીજ (સેતુ) વચ્ચે બંધ રચાતા અટકાવે છે.

(61) સ્નાયુ સંકોચન દરમિયાન કઈ ઘટના થાય છે?
(A) 'H' ઝોન અદ્દશ્ય થાય છે.
(B) 'A' બેન્ડ પહોળો થાય છે.
(C) T' બેન્ડની પહોળાઈ ઘટે છે.
(D) માયોસીન ATP નું જળવિભાજન કરી ADP અને Pi મુક્ત કરે છે.
(E) એકટીન સાથે જોડાયેલ Z-લાઈન અંદર તરફ ખેંચાય છે.
નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
(1) ફક્ત B, D, E, A
(2) ફક્ત A, C, D, E
(3) ફક્ત A, B, C, D
(4) ફક્ત B, C, D, E

(62) નીચેનામાંથી યુગ્મ અસ્થિ કેટલા છે?
દ્વિત અસ્થિ, હલાસ્થિ, નાસાસ્થિ, અક્ષક, તાલુકી
(1) 2
(2) 3
(3) 4
(4) 5

(63) પાંસળી પિંજર હટાવ્યા બાદ પુખ્ત મનુષ્યનાં શરીરમાં કુલ કેટલા અસ્થિઓ રહે?
(1) 181
(2) 174
(3) 173
(4) 169

(64) ખોટું વિધાન પસંદ કરો.
(1) પક્ષ્મલ હલનચલન શ્વાસનળીમાં અને અંડવાહિનીમાં જોવા મળે છે.
(2) પક્ષ્મમાં પ્રચલના સહનિયમથી માનવના શ્વસનપથના અગ્રભાગે રહેલા ધૂળના રજકણો તેમજ કેટલાક બહારથી પ્રવેશેલા પદાર્થો અને સૂક્ષ્મ જીવાણુઓનજા આક્રમણને દૂર કરે છે.
(3) અંડવાહિનીના પક્ષ્મ અંડકોષનું ચોકકસ દિશામાં પરિવહન કરે છે.
(4) માનવશરીરના વિશિષ્ટ કોષ જેમ કે, રુધિરના મેક્રોફેઝ પક્ષ્મલ હલનચલન ધરાવે છે.

(65) અસ્થિસુષીરતા માટે સાચું વિધાન કયું છે?
(1) જે ચેતાસ્નાયુ સંધાનને અસર કરે છે, જેના લીધે થાક, નબળાઈ અને કંકાલસ્નાયુનો પક્ષઘાત થાય છે.
(2) યુરિક એસિડનાં ભરાવાથી સાંધામાં સોજો આવે છે.
(3) ઈસ્ટ્રોજનનું પ્રમાણ ઓછું થવાથી તે થાય છે.
(4) કંકાલસ્નાયુ ક્રમિક અવનત પામે છે.

(66 ) નીચેનામાંથી કઈ જોડ સુસંગત છે?
(1) અંગુલસ્થિએ વચ્ચે આવેલો – તંતુમય સાંધો
(2) ખોપરીના અસ્થિઓ – કાસ્થિમય સાંધો
(3) મણિબંધાસ્થિ વચ્ચે –સરકતો સાંધો
(4) કશેરૂકાઓ વચ્ચે આવેલો – મીજાગરા સાંધો

(67) યોગ્ય જોડકાં જોડોઃ
         કોલમ - I                        કોલમ -II
(A) ફિબ્યુલા                   (1) અગ્ર ઉપાંગ
(B) આસનાસ્થિ              (2) ચહેરો
(C) અરીય અસ્થિ            (3) પશ્ચ ઉપાંગ
(D) લેકરીમલ                 (4) નિતંબમેખલા
(E) શંખક અસ્થિ            (5) મસ્તક
(1) (A-1), (B-3), (C-2), (D-4), (E - 5)
(2) (A-3), (B-4), (C-1), (D-2), (E-5)
(3) (A-3), (B-1), (C-4), (D-2), (E-5)
(4) (A-4), (B-3), (C-5), (D-1), (E-2)

(68) કંકાલ સ્નાયુ માટે સાચા વિધાન પસંદ કરો.
(I) મનુષ્ય શરીરમાં, કંકાલસ્નાયુ એ સ્નાયુજૂથોથી બનેલી રચના છે.
(II) સ્નાયુજૂથ એ અનેક સ્વસ્નાયુતંતુક ધરાવે છે અને દરેક સ્નાયુતંતુને લાંબુ આવરણ હોય છે, તેને સ્વસ્નાયુરસ આવરણ (સ્નાયુતંતુ પડ) કહે છે.
(III) સ્નાયુતંતુમાં સ્નાયુરસ એ એક કોષકેન્દ્ર ધરાવે છે.
(IV) સ્નાયુતંતુમાં, સ્નાયુકોષરસજાળ એ કેલ્શિયમનો સંગ્રહસ્થાન છે.
(1) માત્ર I
(2) I અને II
(3) I, II અને III
(4) I, II અને IV

(69) સ્નાયુતંતુક ખંડમાં આવેલા ક્રમિક ગોઠવણીનો સાચો ક્રમ જણાવો.
(1) Z-I-A(H(M)H) A-I-Z
(2) Z-A-I(H(M)H) I-A-Z
(3)I-A-Z (H(M)H) Z-A-I
(4) Z-I-A(M(H)M) A-I-Z

(70) સ્નાયુ સંકોચનના ચાર તબકકા (A-D) દર્શાવતી નીચે આપેલ આકૃતિ ધ્યાનમાં લો અને આ તબકકાઓ સંબંધિત અસત્ય માહિતી આપતો વિકલ્પ પસંદ કરો?


(1) A–સક્રિયા સ્થાન ઉપર આવરણને કારણે માયોસીનનું શીર્ષ એકટીન સાથે જોડાતું નથી,
B–એકટીન તંતુક ઉપરના સક્રિય સ્થાન ખુલ્લા થતા ઊર્જા સભર માયોસીન શીર્ષ જોડાય.
(2) B–સેતુનું નિર્માણ, C—માયોસિન શીર્ષનું વળવું અને એકટીનનું માયોસીન ઉપર સરકવું
(3) c-ATP ના જલવિચ્છેદનથી માયોસીન શીર્ષ દ્વારા ઊર્જા વપરાય. D–એકટીન તંતુકોનું A—બિંબના મધ્યભાગ તરફ સરકવું.
(4) C–માયોસિન શીર્ષનું વળવું, D-સેતુનું તૂટવું

(71) માનવમાં મૂત્રના વહનના પથ માટેનો કયો ક્રમ સાચો છે?
(1) બાઉમેનની કોથળી મૂત્રપિંડનિવાપ નિકટવર્તી ગૂંચળું→ હેલેના પાશ દૂરસ્થ ગૂંચળું બિલિની નલિકા સંગ્રહણ નલિકા → મૂત્રવાહિની મૂત્રાશય મૂત્રમાર્ગ
(2) બાઉમેનની કોથળી→ નિકટવર્તી ગૂંચળું હેલેના પાશ દૂરસ્થ ગૂંચળું સંગ્રહણ નલિકા બિલિની નલિકા મૂત્રવાહિની → મૂત્રપિંડનિવાપ→ મૂત્રાશય મૂત્રમાર્ગ
(3) બાઉમેનની કોથળી→ નિકટવર્તી ગૂંચળું→ દૂરસ્થ ગૂંચળું હેલેના પાશ બિલિની નલિકા સંગ્રહણ નલિકા મૂત્રવાહિની→ મૂત્રપિંડનિવા૫ – મૂત્રાશય મૂત્રમાર્ગ
(4) બાઉમેનની કોથળી→ નિકટવર્તી ગૂંચળું→ હેલેના પાશ→ દૂરસ્થ ગૂંચળું બિલિની નલિકા→ સંગ્રહણ નલિકા→ મૂત્રવાહિની→ મૂત્રપિંડનિવાપ→ મૂત્રાશય મૂત્રમાર્ગ

(72) ચાલક કોષો દ્વારા સ્નાયુતંતુઓને ઉતેજના કયા સ્થાને પ્રાપ્ત થાય ?
(1) ચેતાસ્નાયુ સંધાન
(2) T-નલિકાતંત્ર
(3) સ્નાયુતંતુઓ
(4) સ્નાયુરસ જાળ

(73) ચેતાકોષો એ ઉત્તેજક કોષો છે. કારણ કે તેઓના સ્તરધ્રુવિકૃત અવસ્થામાં હોય છે. નીચેનામાંથી શું ચેતાકોષોને આવી ધ્રુવિકૃત/વિશ્રામી અવસ્થા જાળવી રાખવામાં મદદ કરશે નહિ ?
(1) કોષરસસ્તર એ K+ માટે વધુ પ્રવેશશીલ અને લગભગ Na+ માટે અપ્રવેશશીલ હોય છે.
(2) કોષરસસ્તર એ ચેતાક્ષરસમાં હાજર ૠણ વિજભારીત પ્રોટીન માટે અપ્રવેશશીલ હોય છે.
(3) Na+ - K+-પંપ દ્વારા આયનોનું સક્રિય વહજ જે 3Na+ ને બહાર અને 2K+ ને અંદર વહન કરાવે છે.
(4) નિષ્ક્રિય વહન દ્વારા Na+ ના બહાર વહન કરતા K+નું ચેતાક્ષરસમાં વહન ઝડપી હોય છે.

(74) બૃહદમસ્તિષ્ક ગોળાર્ધની રચનાઓ કે જે amygdala, હિપ્પોકેમ્પસ વગેરે સાથે સંકળાયેલા છે જે જટિલ રચના બનાવે છે જેને. કહે છે.
(1) જાલાકાર તંત્ર
(2) કોર્પોરા કવોર્ડીજેમીના
(3) લિબિંક તંત્ર
(4) Arbor vitae

(75) મસ્તિષ્ક મેરુજળ કયાં આવેલ છે?
(1) અંતઃતાનિકાની નીચે
(2) અંતઃતાનિકા અને મધ્યતાનિકાની વચ્ચે
(3) બાહ્યતાનિકા અને મધ્યતાનિકાની વચ્ચે
(4) બાહ્યતાનિકાની બહાર

(76) ..... ના સ્થળાંતરથી શકય પ્રસારી ક્રિયા ઊર્મિવેગના પ્રસાર દરમિયાન થાય છે.
(1) K+ આયનોનું બાહ્યકોષીય પ્રવાહીમાંથી અંતઃકોષીય પ્રવાહીમાં
(2) Na+ આયનોનું અંતઃકોષીય પ્રવાહીમાંથી બાહ્યકોષીય પ્રવાહીમાં
(3) K+ આયનોનું અંતઃકોષીય પ્રવાહીમાંથી બાહ્યકોષીય પ્રવાહીમાં
(4) Na+ આયનોનું બાહ્યકોષીય પ્રવાહીમાંથી અંતઃકોષીય પ્રવાહીમાં

(77) નીચે આપેલા પ્રાણીઓને તેઓના ઉત્સર્ગદ્રવ્યના વર્ગીકૃત કરવા માટે કયો વિકલ્પ સાચો છે ?
(1) અસ્થિમત્સ્ય  (2) જલીય ઉભયજીવીઓ (3) સસ્તને (4) ઘણા સ્થલીય ઉભયજીવીઓ
(5) જલીય કીટકો  (6) દરિયાઈ મત્સ્યો  (7) કીટકો  (8) જમીનની ગોકળગાય    (9) પક્ષીઓ   (10) સરિસૃપો
(1) એમિનોટેલિક પ્રાણી : (1), (2), (6)
યુરિયોટેલિક પ્રાણી : (3), (4), (7), (9)
યુરિકોટેલિક પ્રાણી : (5), (8), (10)
(2) એમિનોટેલિક પ્રાણી : (1), (2), (5)
યુરિયોટેલિક પ્રાણી : (3), (4), (6)
યુરિકોટેલિક પ્રાણી: (7), (8), (9), (10)
(3) ઓભિનોટેલિંગ પ્રશી : (1), (3), (5)
યુરિયોટેલિક પ્રાણી : (2), (4), (6)
યુરિકોટેલિક પ્રાણી : (7), (8), (9), (10)
(4) એમિનોટેલિક પ્રાણી : (7), (8), (9)
યુરિયોટેલિક પ્રાણી : (10), (1), (2), (3)
યુરિકોટેલિક પ્રાણી : (4), (5), (6)

(78) નીચે આપેલા કેટલા વિધાન સાચા છે?
(A) વિશ્રામી પટલની આસપાસ આયોનીક ઢોળાંશ Na - K પંપ દ્વારા 3Na* અંદર અને 2K+ બહાર કાઢીને જળવાય છે.
(B) નજીક રહેલા બે ચેતાકોષોના માયેલીન આવરણ વચ્ચેનો અવકાશ એ રેન્વીયરની ગાંઠ છે.
(C) એકધ્રુવીય અને દ્વિધુવીય ચેતાકોષો અનુક્રમે ગર્ભીય અવસ્થામાં અને આંખમાં જોવા મળે છે.
(D) નિઝલની કણિકાઓ સમગ્ર ચેતાકોષોના કોષરસમાં જોવા મળે છે.
(E) ચેતાક્ષ પડમાંથી Na+ ઝડપી અંદર તરફ વહનના કારણે ઉર્મિવેગ એકસ્થાનેથી અન્યસ્થાને વહન પામે છે.
(1) પાંચ
(2) ચા૨
(3) ત્રણ
(4) બે

(79) નીચેના કેટલા વિધાનો સાચાં છે ?
(A) ચેતાક્ષમાં રહેલો ચેતાક્ષરસ K+ આયનો, ઋણવિજભારીત પ્રોટીનનું ઊંચું સંકેન્દ્રણ અને Nat નું નીચું સંકેન્દ્રણ ધરાવે છે.
(B) ચેતાક્ષની બહાર રહેલ પ્રવાહી K+નું નીચું સંકેન્દ્રણ અને Na+નું ઊંચું સંકેન્દ્રણ ધરાવે છે.
(C) વિશ્રામી પટલની આસપાસ આયનોનો સાંદ્રતા ઢોળાંશ Na - K પંપ દ્વારા નિષ્ક્રિય રીતે વહન કરીને જળવાય છે.
(D) વિશ્રામી અવસ્થામાં પટલની બહાર ધન વીજભાર અને પટલની અંદર ૠણ વીજભાર હોય છે.
(1) 4
(2) 2
(3) 3
(4) 1

(80) વિદ્યુતીય ચેતોપાગમ બાબતે અસંગત વિધાન પસંદ કરો.
(1) ઊર્મિવેગનું વહન એક ચેતાક્ષ દ્વારા ઊર્મિવેગને સમાન હોય છે.
(2) તે ખૂબ જ ઝડપી વહન દર્શાવે પરંતુ આપણા શરીરમાં તે ભાગ્યે જ જોવા મળે છે.
(3) પૂર્વ અને પશ્ચચેતોપાગમીય પટલ એકબીજાથી પ્રવાહીથી ભરેલ અવકાશ દ્વારા અલગ પડે જેને ચેતોપાગમન કહે છે.
(4) ઊર્મિવેગના વહનમાં ચેતાપ્રેષકનો સમાવેશ થતો નથી.

(81) વિપુલજીને એક ઈન્ટરવ્યુ આપવા જવાનું હતું પરંતુ ઈન્ટરવ્યુના થોડા સમય પહેલા તેના હૃદયના ધબકારા વધી ગયા તથા પરસેવો ઉત્પન્ન થયો ઉપરાંત શ્વસોચ્છવાસનો દર પણ વધી ગયો તો આ માટે કયો અંતઃસ્ત્રાવ જવાબદાર હશે?
(1) ઈસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન
(2) ઓકસીટોસીન અને વેસોપ્રેસીન
(3) એડ્રીનાલીન અને નોરએડ્રીનાલીન
(4) ઈન્સ્યુલીન અને ગ્લુકેગોન

(82) થાયમોસીન કોના માટે જવાબદાર છે?
(1) રૂધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે
(3) T–લસિકા કણની ઉત્પત્તી વધારે
(2) રૂધિરમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે
(4) રૂધિરમાં રકતકણનું પ્રમાણ વધારે

(83) અંતઃસ્ત્રાવી તંત્રમાં સંદર્ભમાં નીચેનામાંથી કયું વાકય સાચું છે?
(1) પિટયુટરી ગ્રંથિ દ્વારા ઉદ્દીપક અને નિરોધક અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરાય છે.
(2) એડીનોહાઈ પાફાઈસિસ એ હાઈપોથેલેમસના સીધા ચેતા નિયંત્રણમાં હોય છે.
(3) શરીરના અંગો જેવા કે પાચનમાર્ગ, હૃદય, મૂત્રપિંડ અને યકૃત કોઈપણ પ્રકારના અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરતા નથી.
(4) અપોષક રસાયણો કે જે શરીરમાં અલ્પપ્રમાણમાં ઉત્પન્ન થતા હોય છે. તેઓ કોષાંતરીય સંદેશા વાહક તરીકે કાર્ય કરે છે. તેને અંતઃસ્ત્રાવો તરીકે ઓળખવામાં આવે છે.

(84) ખોટા (અસત્ય) વિધાનને નીચે આપેલ વિધાનોમાંથી પસંદ કરો.
(1) LH, અંડપિંડમાં અંડકોષજનની શરૂઆત કરાવે છે.
(2) LH અને FSH, ફોલીકયુલર તબકકા દરમિયન ધીમે ધીમે ઓછા થાય છે.
(3) લેડીંગના કોષમાંથી એન્ડ્રોજેનસ (નરના જાતીય અંતઃસ્ત્રાવો) ના સ્ત્રાવની શરૂઆત કરાવે.
(4) FSH સરટોલીના કોષોને ઉત્તેજિત કરી શુક્રકોષજનનમાં મદદ કરે છે.

(85) GnRH હાઈપોથેલેમીક અંતઃસ્ત્રાવ કે જે પ્રજનન સંબંધિત છે તે કોના પર કાર્ય કારે?
(1) અગ્ર પિચ્યુટરી ગ્રંથિ પર કાર્ય કરી LH અને FSH સ્ત્રાવ કરે.
(2) પશ્ચપિચ્યુટરી ગ્રંથિ પર કાર્ય કરી ઓકિસટોસીન અને FSH નો સ્ત્રાવ કરે.
(3) પશ્ચપિચ્યુટરી ગ્રંથિ પર કાર્ય કરી ઓકિસ્ટોસીન અને રિલેકસીનનો સ્ત્રાવ કરે.
(4) અગ્ર પિચ્યુટરી ગ્રંથિ પર કાર્ય કરી LH અને ઓકિસટોસીનનો સ્ત્રાવ કરે.

(86) નીચેના પૈકી કઈ સ્થિતિ પેરાથાઈરોઈડ ગ્રંથિને પેરાથાઈરોઈડ અંતઃસ્ત્રાવ મુક્ત કરવા ઉત્તેજિત કરે છે?
(1) રુધિરમાં Ca+2ના સ્તરમાં વધારે
(2) સક્રિય વિટામિન D ના સ્તરમાં ઘટાડો
(3) રુધિરમાં Ca+2ના સ્તરમાં ઘટાડો
(4) અસ્થિના Ca+2 ના સ્તરમાં ઘટાડો

(87) સાચું વિધાન પસંદ કરો.
(1) ગ્લુકોકોર્ટીકોઈડસ ગ્લુકોનિયાજીનેસિસને પ્રેરે છે.
(2) ગ્લુકાગોન હાઈપોગ્લાયસેમીયા સાથે સંકળાયેલ છે.
(3) ઈન્સ્યુલિન સ્વાદુપિંડકોષો અને મંદપૂર્ણ કોષો પર કાર્ય કરે છે.
(4) ઈન્સ્યુલિન હાઈપરગ્લાયસેમીયા સાથે સંકળાયેલ છે.

(88) એરિથ્રોપોએટીન અંતઃસ્ત્રાવ કે જે R.B.C. નિર્માણને પ્રેરે છે તે શેના દ્વારા ઉત્પન્ન થાય છે ?
(1) મૂત્રપિંડના જકસ્ટાગ્લોમેરુલર (જકસ્ટા રૂધિર કેશિકાગુચ્છ કોષો દ્વારા)
(2) સ્વાદુપિંડના આલ્ફા કોષો દ્વારા
(3) રોસ્ટૂલ એડીનો હાયપોફાયસીસના કોષો દ્વારા
(4) અસ્થિમજજાના કોષો દ્વારા

(89) અંતઃસ્ત્રાવી ગ્રંથિઓને તેમના અંતઃસ્ત્રાવ અને તેનાં કાર્યો સાથે યોગ્ય રીતે જોડો.
    અંતઃસ્ત્રાવી ગ્રંથિ          અંતઃસ્ત્રાવ                 કાર્યો
(1) અગ્રપિટયુટરી       ઓકિસ્ટોસિન        બચ્ચાના જન્મ સમયે ગર્ભાશયના સ્નાયુઓનું સંકોચન
(2) પશ્ચપિટયુટરી       વાસોપ્રેસીન           મૂત્રપિંડનલિકામાં દૂરસ્થ ગૂંચળા પાણીના પુનઃશોષણને ઉત્તેજે છે.
(3) કોપર્સ લ્યુટિયમ    ઈસ્ટ્રોજન               પ્રસુતાવસ્થાને મદદકર્તા
(4) થાઈરોઈડ          થાયરોકિસન            રૂધિરમાં રહેલ Ca+નું પ્રમાણ જાળવે છે.

(90) માનવમાં અંતઃસ્ત્રાવની ક્રિયાવિધિ બાબતે સાચું શું છે તે...
(1) લેંગરહાન્સના કોષપુંજોના બીટાકોષો દ્વારા ગ્લુકાગોનનો સ્ત્રાવ થાય છે તઅને તે ગ્લાયકોજીનોલાયસીસને ઉત્તેજે છે.
(2) વૃદ્ધત્વ સાથે થાઈમોસિન્સનો સ્ત્રાવ પ્રેરાય છે.
(3) મહિલાઓમાં અંડપિંડના કોષરસમાં ચોકકસ ગ્રાહી અણુઓ બાંધે છે.
(4) FSH ઈસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનના સ્ત્રાવને પ્રેરે છે.

(91) લડો યા ભાગોની સ્થિતિના કારણે .....
(1) પેરાથાઈરોઈડ ગ્રંથિ…………. ચયાપચયનો દર વધે.
(2) મૂત્રપિંડ –રેનીન એન્જિયોટેન્સીનોજન આલ્ડોસ્ટેરોન માર્ગને અવરોધે
(3) એડ્રિનાલિન મજજક–એપિનેફિન અને નોર-એપીનેફિનનો સ્ત્રાવ પ્રેરાય.
(4) સ્વાદુપિંડ – રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટે.

(92) અંતઃસ્ત્રાવના સ્ત્રોત અને કાર્યને અનુલક્ષીને સાચી જોડ પસંદ કરો.
(1) ઓકિસટોસીન – પશ્ચપિટયુટરી ગ્રંથિ – સ્તનગ્રંથિના વૃદ્ધિ અને વિકાસને અસર કરે.
(2) મેલેટોનીન –પિનિયલ ગ્રંથિ – ઊંઘવા અને જાગવાની ક્રિયાનું નિયમન કરે.(જૈવિક ઘડિયાળ તરીકે વર્તે)
(3) પ્રોજેસ્ટેરોન–કોર્પસ લ્યુટીયમ – સ્ત્રીના ગૌણ જાતીય અંગોની વૃદ્ધિને ઉત્તેજે.
(4) ANF - ક્ષેપકની દીવાલ-રુધિરદાબને વધારે.

(93) આપેલ વિધાનોમાંથી કયું વિધાન ખોટું છે?
(1) થાઈકોઈડ દ્વારા નિર્માણ પામતાં અંતઃસ્ત્રાવો ચયાપચયને ઉત્તેજે છે.
(2) અંડપિંડ દ્વારા નિર્માણ પામતાં અંતઃસ્ત્રાવો ગર્ભાશયના સંકોચનને અસર કરે છે.
(3) નાના આંતરડા દ્વારા નિર્માણ પામતાં અંતઃસ્ત્રાવ હૃદયને ઉત્તેજે છે.
(4) એડ્રીનલ બાહ્યક દ્વારા નિર્માણ પામતાં અંતઃસ્ત્રાવ હૃદયના ધબકારાને અવરોધે.

(94) પિટયુટરી ગ્રંથિનો વૃદ્ધિ અંતઃસ્ત્રાવ. માં વધારે અસરકારક છે.
(1) થાયરોકિસનની હાજરીમાં
(2) થાયરોકિસનની ગેરહાજરીમાં
(3) ઈન્સ્યુલિનની ગેરહાજરીમાં
(4) એડ્રિનાલિનની હાજરીમાં

(95) આલ્ડોસ્ટેરોનના અધોસ્ત્રાવને કારણે... થાય છે.
(1) Gull's
(2) Grave's રોગ
(3) Cushin's રોગ
(4) Addison's રોગ

(96) આપેલ વિધાનો વાંચો અને તેમને અનુસરતાં પ્રશ્નોના જવાબ આપો. કેટલા વિધાન ખોટાં છે.
(A) થાયરોકેલ્સીટોનીન એ હાઈ પોકેલ્શિમીક અંતઃસ્ત્રાવ છે.
(B) થાયરોઈડમાં ઈસ્થમસ એ સંયોજક પેશીઓ પાતળો પટ્ટો છે.
(C) ગ્રાફિયન પુટિકાનું અંડપાત LH દ્વારા થાય છે.
(D) FSH અને TSH નો ઉદ્દભવ સ્થાન સમાન છે.
(E) અંતઃસ્ત્રાવો અપોષક રસાયણો છે.
(1) 1
(2) 2
(3) 3
(4) 0

(97) નીચેના ચાર વાકયોમાંથી કેટલા સાચાં છે?
(A) થાઈરોઈડ ગ્રંથિ મગજમાં આવેલ હોય.
(B) પશ્ચપિટયૂટરી ગ્રંથિ હાયપોથેલેમસના સીધા ચેતા નિયમનથી નિયંત્રણ પામે છે.
(C) થાઈરોઈડ અંતઃસ્ત્રાવ રકતકણ નિર્માણ, પાણી અને ઈલેકટ્રોલાઈટ્સના પુનઃસંયોજનને અસર કરે છે.
(D) સ્વાદુપિંડ મિશ્રસ્ત્રાવી ગ્રંથિ છે.
(1) 1
(2) 2
(3) 3
(4) 4

(98) નીચેના વિધાનો વાંચો તેમાં સાચા કેટલા છે?
(A) પશ્ચ પિટયુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવો હાયપોથેલેમસના કોષકેન્દ્રમાં નિર્માણ પામે છે અને અક્ષતંતુ દ્વારા વહન પામે છે.
(B) GH એ અસ્થિ, કાસ્થિ અને સ્નાયુની વૃદ્ધિ પ્રેરે છે.
(C) મનુષ્યમાં મેલેનોસાઈટ સ્ટીમ્યુલેટીંગ હોર્મોનનું નિર્માણ સોમેટોટ્રોફ કોષો અને પશ્ચ પિટયુટરી ગ્રંથિમાંથી થાય છે.
(D) સ્ત્રીઓમાં, ICSH ગ્રાફીયન ફોલીકલનું અંડપતન પ્રેરે છે.
(1) 1
(2) 2
(3) 3
(4) 4

(99) અસંગત અંતઃસ્ત્રાવ જુદો તારવો.
(1) ICH
(2) FSH
(3) LH
(4) TSH

(100) અસંગત અંતઃસ્ત્રાવ અલગ કરો.
(1) ADH
(2) TSH
(3) ACTH
(4) MSH



જવાબો 

1. 1, 2.2, 3.1, 4.3, 5.1, 6.2, 7.1, 8.1, 9.4, 10.4, 113, 12.3, 13.2, 14,2, 15.3, 16.2, 17.1, 18.3, 19.2, 20.4, 21.1, 22.4, 23.2, 24.1, 25.3, 26.3 , 27.2, 28.2, 29.2, 30.4, 31.2, 32.1, 33.3, 34.2, 35.3, 36.3, 37.2, 38.2, 39.4, 40.2, 41.2, 42.2,  43.3,  44.1,  45.4,  46.2,  47.2,  48.1,  49.4,  50.1 , 51.1,  52.3,  53.3,  54.1, 55.1,  56.3,  57.2,  58.2,  59.4,  60.3,  61.2,  62.2,  63.4,  64.4,  653,  66.3,  67.2,  68.4,  69.1,  70.3,  71.2,  72.1,  734,  74.3,  75.2,  76.4,  77.2,  78.4,  79.3,  80.3,  81.3,  82.3,  83.4,  84.2 અને 4,   85.1,  86.3,  87.1,  88.1,  89.2,  90.3,  91.3,  92.2,  93.2 અને 3,  94.1,  95.4,  96.4,  97.2,  98.1,  99.1,  100.1



MANISH MEVADA (M.Sc,M.Phil,B.Ed)

GUJARAT BIOLOGY NEET PLUS


Youtube -  @Gujarat Biology NEET PLUS 

                     @ Gujarat Biology Plus Manish Mevada

            @ Gujarat Biology NEET Q & A

Instagram   -  @gujaratbiologyneetplus

Play store App  -  Gujarat Biology NEET PLUS

Website        - www.indiabiologyneet.com

               www.gujaratbiologyneet.com

www.manishmevada.com

BOOK             LAST DAYS FOR BOARD EXAMINATION     

                                (2021,2022,2023,2024)  

=============================================================


Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad