GUJARAT BIOLOGY NEET PLUS
MANISH MEVADA (M.Sc,M.Phil,B.Ed)
NEET PRACTICE PAPER - 1 | STD 11 (પ્રકરણ 1 થી 10)
TIME- 1 HOUR SUBJECT – BIOLOGY MARKS- 400
• કુલ 100 પ્રશ્નો છે દરેક પ્રશ્નનો 4 માર્ક છે દરેક ખોટા પ્રશ્ન ના 1 માર્ક કપાશે
1. જેમાં દલપત્રો પુંકેસરમાં પરિવર્તિત થાય નહીં.
(1) આઈબેરીશ
(2) કેપ્સેલા
(3) ચાંદની
(4) એક પણ નહિ
2. ગોસ્સિપિયમજના બીજમાંથી કયો વિટામિન્સ પ્રાપ્ત થતો નથી.
(1) A
(2) B
(3) C
(4) D
3. નામાધિકરણ (નોમેન કલેચર) ચોકકસ સર્વમાન્ય નિયમોને આધારિત હોય છે. નીચે આપેલ વિધાનો પૈકી કયું વિધાન નામાધિકરણ (નોમેન કલેચર)નાં નિયમોની વિરુદ્ધ છે?
(1) જૈવ વૈજ્ઞાનિક નામ પ્રથમ શબ્દ પ્રજાતિનું નામ સૂચવે છે. જયારે બીજુ નામ ચોકકસ જાતિ વિશેષણ છે.
(2) નામ ઈટાલિકસમાં લેટીન ભાષામાં લખવા જોઈએ.
(3) જયારે વૈજ્ઞાનિક નામ હસ્તલેખિત લખતા હોઈએ તો નામને અન્ડરલાઈન (નીચે આડી લીટી) કરવાની હોય છે.
(4) જૈવ વૈજ્ઞાનિક નામ કોઈણ ભાષામાં લખવા જોઈએ.
4. કેરીનું સાચી રીતે લખેલું વૈજ્ઞાનિક નામ નીચેમાંથી પસંદ કરો કે જે કાર્લસ લિનિયસે સૌ પ્રથમ વર્ણવેલું.
(1) Mangifera indica Linn
(2) Magngifera indica
(3) Mangifera Indica
(4) Mangifera indica Car. Linn
5. નીચેનામાંથી કેટલા શબ્દો 'પ્રજાતિ' નું સૂચન કરે છે?
મેન્જીફેરા, સોલેનમ, ફેલીડી, ઈન્ડીકા, પેન્થરા, ફેલીસ, કેનીસ, કેનીડી, ટયુબેરોઝમ
(1) 3
(2) 4
(3) 5
(4) 6
6. લિનિયસનું વનસ્પતિ વર્ગીકરણ કોના પર આધારિત છે?
(1) બાહ્યાકાર અને અંતઃસ્થ રચના
(2) ઉદવિકાસ
(3) પુષ્પીય લક્ષણો
(4) એક પણ નહિ
7. અસંગત શું છે?
(1) કેટસ
(2) પેન્થરા
(3) ફેલીસ
(4) કેનીસ
8. શીમલા મીર્ચ માટે યોગ્ય વિકલ્પ .....
(1) બટાટાનું કૂળ
(2) રાઈનું કૂળ
(3) કઠોળનું કૂળ
(4) ઘાસનું કૂળ
9. નીચેના પૈકી ખડક ઉપર વસવાટ કરતા સૌપ્રથમ સજીવો કયા છે ?
(1) લિવરવર્ટ
(2) મોસ
(3) લીલી લીલ
(4) લાઈકેન
10. ખોટું વિધાન પસંદ કરો.
(1) ડાયટેમ્સયુક્ત પૃથ્વીનું નિર્માણ ડાયેટમ્સની કોષદીવાલ દ્વારા સર્જાય છે.
(2) મહાસાગરોમાં ડાયેટમ્સ મુખ્ય ઉત્પાદક છે.
(3) ડાયેટમ્સ સૂક્ષ્મદર્શી છે અને પાણીમાં નિષ્ક્રિય તરે છે.
(4) ડાયેટમ્સની કોષદીવાલ સરળતાથી તુટે છે.
11. ખોટું વિધાન નકકી કરો.
(1) મરૂમ્સ, એ બેસીડીઓમાયસેટીસમાં આવેલ છે.
(2) બીજાણુજીવીઓમાં કૂટપાદો પ્રચલન અને અંશન (ફીડીંગ)નું કાર્ય કરે છે.
(3) ફૂગ અને વનસ્પતિસૃષ્ટિના સભ્યોમાં કોષદિવાલ હાજર હોય છે.
(4) સૃષ્ટિ મોનેરા સિવાય, દરેક સૃષ્ટિમાં કણાભસત્રો કોષના શકિતઘર હોય છે,
12. નીચે પૈકી કયું વિધાન સાચું છે ?
(1) કેટલાક સજીવો હવાના નાઈટ્રોજનનું સ્થાપન કેટલાક ખાસ કોષમાં કરી શકે છે જે કોષોને આચ્છાદ કોષિકા કહેવાય છે.
(2) બે કોષોના યુગ્મનને કેન્દ્રક સંલયન કહેવાય.
(3) બે સજીવો જીવિત વનસ્પતિઓ પર નભે તેમને મૃતોપજીવી કહેવાય.
(4) બે ચલિત કે અચલિત જન્યુઓના જીવરસ યુગ્મનને કોષરસયુગ્મતા કહેવાય.
13. કમ્પોઝિટી કૂળ માટે અયોગ્ય વિકલ્પ પસંદ કરો.
14. નીચેનામાંથી કેટલી પડદા કલબ ફુગ છે?
રાયઝોપસ, એસ્પરજીલસ, ટ્રાઈકોડર્મા, યુસ્ટીલાગો, પેનીસીલીયમ, આલ્બુગો, પકિસનિયા, કલેવીસેપ, ન્યુરોસ્પોરા
(1) 1
(2) 2
(3) 3
(4) 4
15. નીચેનામાંથી કેટલા પ્રોટીસ્ટા કોષદીવાલવિહીન હોય છે?
કલેમિડોમોનાસ, કલોરેલા, અમીબા, પેરામિશિયમ, ડાયેટમ્સ, ગોનીયાલકસ, યુગ્લીના
(1) 1
(2) 2
(3) 3
(4) 4
16. નીચે ફુગના કેટલાક લક્ષણો આપેલ છે.
(1) બીજાણુ અંતર્ગત, (2) બીજાણુ બર્હિજાત (3) ફલોરોફાયટા (4) કવકજાળ પડદાવિહીન
(5) આબ્લ્યુગો (6) ન્યુરોસ્પોરા (7) એગેરીકસ
(1) ફાયકોમાયસેટીસ - 1, 4, 7, એસ્કોમાયસેટીસ – 1.3, 5, બેસિડીયોમાયસેટીસ - 2, 3, 6
(2) ફાયકોમાયસેટીસ - 1, 4,7, એસ્કોમાયસેટીસ – 2, 4, 6, બેસિડીયોમાયસેટીસ - 2, 3, 5
(3) ફાયકોમાયસેટીસ -2, 3,6, એસ્કોમાયસેટીસ – 2, 3, 5, બેસિડીયોમાયસેટીસ - 1, 3, 7
(4) ફાયકોમાયસેટીસ - 1, 4, 5,એસ્કોમાયસેટીસ - 2, 3,6,બેસિડીયોમાયસેટીસ - 2, 3, 7
17. ડાયેટમ્સ પૃથ્વી કયા સમુદાયના સભ્યમાં આવરણ ધરાવે છે ?
(1) ડાયનોફલેજેલેટ્સ
(2) ડાયેટમ્સ
(3) ફ્લોરોફાયટા
(4) મિકસોમાયકોટા
18. અસંગત જોડ પસંદ કરો.
(1) ક્રિસોફાઈટસ – મૃતોપજીવી
(2) ડાયનોફલેજેલેટસ -પ્રકાશસંશ્લેષી
(3) પ્રોટોઝુઆ - પરોપજીવી
(4) સ્લાઈમ મોલ્ડ – મૃતોપજીવી
19. પેનીસીલીયમ અને એગેરીકસ વચ્ચે સમાન લક્ષણ જણાવો.
(1) પડદાયુકત કવકજાળ
(2) પડદાવિહીન કવકજાળ
(3) ડોલીપોર પડદો
(4) સરળ છિદ્રયુકત પડદો
20. ડાયનોફેલેજેટ્સ માટે નીચેનામાંથી કયું સાચું નથી?
(1) તેઓ મુખ્યત્વે દરિયાઈ છે.
(2) તેઓ પ્રકાશસંશ્લેષી છે.
(3) તેઓ ખૂબ જ સમૃદ્ધ પ્રોટીનયુકત આવરણ ધરાવે છે તેને pillicle કહે છે.
(4) તેઓ બે કશા ધરાવે છે, જે સમાંતર જોવા મળે છે અને બીજી ત્રાંસી હોય છે.
21. સજીવ કે ગાય અને ભેંસના આંતરડામાં જોવા મળે છે અને બાયોગેસના નિર્માણ માટે જવાબદાર છે તેને...... કહે છે.
(1) યુબેકટેરિયા
(2) સાયનોબેકટેરિયા
(3) હરિતલીલ
(4) મિથેનોજન્સ
22. સાચો વિકલ્પ પસંદ કરો.
સજીવ કોષદીવાલ પ્રકાશસંશ્લેષી રંજકદ્રવ્ય
(1) નોસ્ટોક પેપ્ટીડોગ્લાયકન કલોરોફીલ - a
(2) જીલેડીયમ આલ્જીન કલોરોફીલ -b
(3) વોલ્વોકસ સેલ્યુલોઝ કલોરોફીલ - c
(4) એકટોકાર્પસ સેલ્યુલોઝ, પેકટીન કલોરોફીલ - a
23. શાના આધારિત ફુગ સૃષ્ટિ વિવિધ વર્ગોમાં વિભાજિત થાય છે. સાચો વિકલ્પ પસંદ કરો.
(A) વસવાટ
(B) mycelium કવકસૂત્રની બાહ્યાકાર રચના
(C) સંચિત ખોરાક
(D) બીજાણુનિર્માણ અને ફલકાયનો પ્રકાર
(1) A, B
(2) B, C
(3) B, D
(4) A, B, C, D
24. ફુગમાં લિંગી ચક્ર અમુક તબકકા જોવા મળે છે. નીચેનામાંથી કયો ક્રમ એ સાચા તબકકાઓનું નિર્દેશન કરે છે ?
(1) કોષરસીય સંયુગ્મન →અર્ધીકરણ→ કોષકેન્દ્રીય સંયુગ્મન
(2) કોષકેન્દ્રીય સંયુગ્મન→ કોષરસીય સંયુગ્મન→ અર્ધીકરણ
(3) કોષરસીય સંયુગ્મન→ કોષકેન્દ્રીય સંયુગ્મન→ અર્ધીકરણ
(4) અર્ધીકરણ →કોષરસીય સંયુગ્મન→ કોષકેન્દ્રીય સંયુગ્મન
25. વિધાન A: ન્યુરોસ્પોરાને સામાન્યીરતે ઓરેન્જ બ્રેડ મોલ્ડ કહે છે. કારણ R : તે બેસીડોમાયસેટીસ પ્રકારની ફૂગ છે.
(1) A અને R બંને સાચા છે, અને R એ A ની સમજૂતી છે.
(2) A અને R બંને સાચા છે, પરંતુ R એ A ની સમજૂતી નથી.
(3) A સાચું છે જયારે R ખોટું છે.
(4) A ખોટું છે જયારે R સાચું છે.
26. આપેલ આકૃતિમાં સજીવોના ત્રણ જૂથો વચ્ચેનાં ઉત્ક્રાંતિ સંબંધો દર્શાવેલ છે. જયાં A, B, C એ અનુક્રમે આર્કીબેકટેરીયા, યુબેકટેરીયા અને સાયનોબેકટેરીયા છે. નોસ્ટોક આમાં કયાં સ્થાન પામે ?
(1) શાખા A ઉપર
(2) શાખા B ઉપર
(3) શાખા C ઉપર
(4) શાખા A ઉપર અથવા C ઉપર
27. નીચે પૈકી ખોટું વાકય પસંદ કરો :
(1) કલેમિડોમોનાસ સમજન્યુકતા અને અસમજન્યુકતા બંને દશાવે છે અને ફયુકસ વિષમજન્યુકતા દર્શાવે છે.
(2) સમજન્યુઓ રચના, કાર્ય અને વર્તણૂકમાં સરખા હોય છે.
(3) અસમજન્યુઓ રચના, કાર્ય અને વર્તણૂકમાં જુદા હોય છે.
(4) વિષમજન્યુઓમાં માદા જન્યુ નાનુ અને ચલિત હોય છે, જયારે નરજન્યુ મોટુ અને અચલિત હોય છે.
28. નીચેના વાકયો (A - E) વાંચો તેમાં કેટલા સાચા છે?
(A) લીવરવર્ટસ, મોસ અને હંસરાજમાં જન્યુજનક મુકતજીવી હોય છે.
(B) અનાવૃત બીજધારી અને કેટલાક હંસરાજ એ વિષમબીજાણુક પ્રકારનું હોય છે.
(C) ફયુકસ, વોલ્વોકસ અને આબ્લ્યુગોમાં લિંગી પ્રજનન લિંગજન્યુક પ્રકારનું હોય છે.
(D) લીવરવર્ટસમાં બીજાણુજનક એ મોસ કરતા વધુ વિસ્તૃત હોય છે.
(E) પાયનસ અને માર્કેન્શિયા, બંને દ્વિસદની છે.
(1) ચાર
(2) એક
(3) બે
(4) ત્રણ
29. નીચેના પૈકી કયું એક વિધાન ખોટું છે ?
(1) આલ્જીન લાલ લીલમાંથી મેળવાય છે અને કેરેગીનન કથ્થાઈ લીલમાંથી મેળવાય છે.
(2) અગર-અગર ગેલિડિયમ અને ગ્રાસીલારિયામાંથી મેળવાય છે.
(3) લેમિનેરિયા અને સરગાસમનો ઉપયોગ ખાદ્યસ્વરૂપે થાય છે.
(4) લીલ પોતાના નજીકના પર્યાવરણમાં ભળેલા ઓકિસજનના સ્તરમાં વધારો કરે છે.
30. કઈ જોડ એકકોષી લીલની છે?
(1) જીલીડીયમ અને ગ્રેસીલારીયા
(2) એનાબીના અને વોલ્વોકસ
(3) કલોરેલા અને સ્પાયરુલીના
(4) લેમીનારીયા અને સરગાસમ
31. નીચે પૈકી કઈ લીલ કેરાજીન ઉત્પન્ન કરે છે?
(1) નીલ – હરિત લીલ
(2) હરિત લીલ
(3) કથ્થાઈ લીલ
(4) રાતી લીલ
(32) લીલ જેનો માનુષ્યના ખોરાક તરીકે ઉપયોગ થઈ શકે તે........
(1) યુલોથ્રીકસ
(2) કલોરેલા
(3) સ્પાયરોગાયરા
(4) પોલીસાયફોનીયા
(33) નીચેનામાંથી કેટલી લીલ ફાયકોઈરીથ્રીન ધરાવે છે?
કલેમીડોમોનાસ, યુલોથ્રીકસ, એકટોકાર્પસ, સરગાસમ, પોરફાયરા, જેલેડીયમ
(1) 1
(2) 2
(3) 3
(4) 4
(34) નીચેનામાંથી કેટલી લીલ સેલ્યુલોઝ અને પેકટોઝની કોષદીવાલ ધરાવે છે?
કલેમીડોમોનાસ, ગ્રેસીલારીયા, યુલોથ્રીક્સ, ફયુક્સ, વોલ્વોક્સ, સરગાસમ, પોરફાયરા, પોલિસાઈફોનીયા
(1) 1
(2) 2
(3) 3
(4) 4
(35) નીચેનામાંથી કેટલી વનસ્પતિ ફળવિહીન બીજધારી વનસ્પતિ છે?
સાયકસ, માર્સેલિયા, એન્થોસીરોસ, એડીએન્ટમ, થુજા, ઓરોકેરીયા, ઈકવીસેટમ
(1) 1
(2) 2
(3) 3
(4) 4
(36) કેટલી વનસ્પતિ વિષમબીજાણુક છે ?
સાયલોટમ, ઈકવીસેટમ, હંસરાજ, એડીએન્ટમ, સેલાજીનેલા, માર્સેલીયા, સાલ્વીનીયા
(1) 3
(2) 1
(3) 5
(4) 7
(37) પ્રતંતુઓ -
(1) તે જન્યુજનક પેઢીની અવસ્થા છે.
(2) તે જમીન પર પથરાયેલી હરીત, શાખિત અને સીધી જ બીજાણુમાંથી અંકુરણ પામતી રચના છે.
(3) પાશ્વર્વીયકલિકા બનાવે જે પર્ણીય વનસ્પતિકાય બનાવશે.
(4) બધા જ
(38) પાઈનસ માટે શું સાચું છે ?
(1) એકસદની – નર અને માદા શંકુ એક જ છોડ પર ઉત્પન્ન થાય છે.
(2) એકસદની – નર અને માદા બીજાણુપર્ણ એક જ શંકુમાં જન્મે છે.
(3) દ્વિસદની – નર અને માદા શંકુએ અલગ અલગ વનસ્પતિ પર જન્મે છે.
(4) એકસદની – લઘુ અને મહા સ્પોરોકાર્પ એ સમાન વનસ્પતિ પર વિકસે છે.
(39) બેન્થામ અને હુકરનું વર્ગીકરણ વનસ્પતિનાં સરળતાથી અવલોકી શકાય તેવા લક્ષણો પર આધારિત છે, કારણ કે તેમણે વર્ગીકરણમાં પ્રાજનનિક લક્ષણોને વધુ મહત્વ આપ્યું છે. નીચેનામાંથી વિજ્ઞાનની કઈ શાખા તેમના વર્ગીકરણ માટે મદદરૂપ થશે ?
(1) વનસ્પતિ બાહ્યાકારવિદ્યા - વનસ્પતિ અંતઃસ્થ રચના
(3) વર્ગીકરણવિદ્યા – વનસ્પતિદેહધર્મવિદ્યા
(2) વનસ્પતિ અંતઃસ્થ રચના - વનસ્પતિદેહધર્મવિદ્યા
(4) રસાયણ વર્ગીકરણવિદ્યા - વનસ્પતિ અંતઃસ્થ રચના
(40) સાચી જોડ શોધો.
(1) ફયુકસ - ફાયકોઈરીથ્રીન
(2) લેમિનારિયા- ડાઈનોઝેન્થીન
(3) ફયુકસ - ફયુકોઝેન્થીન
(4) પોરફાયરા – ડયુકોઝેન્થીન
(41) સાચું વિધાન પસંદ કરો :
(1) પોરફાયરા, લેમિનારીય અને સર્ગાસમની 70 જેટલી દરિયાઈ જાતિઓ ખાવાલાયક છે.
(2) આઈસક્રીમ અને જેલીની તૈયારીમાં સૂક્ષ્મજીવોની ઉછેરણીણીમાં ઓગ વપરાય છે.
(3) લીલ એ મનુષ્યને ઘણી રીતે ઉપયોગી છે.
(4) બધા જ
(42) સાચી જોડ પસંદ કરો :
કોલમ -1 કોલમ – II
(A) અગર (I) જેલેડીયમ, ગ્રેસીલારીયા
(B) આલ્જીન (II) બદામી લીલ
(C) કેરેજીન (III) લાલ લીલ
(D) કલોરેલા અને સ્પાયરૂલિના (IV) એક કોષીય પ્રોટીન જે અવકાશયાત્રી ખોરાક તરીકે વાપરે છે.
(1) (A-I), (В-II), (C-III), (D-IV)
(2) (А-IV), (В-III), (C-II), (D-1)
(3) (A-II), (В-I), (C-III), (D-IV)
(4) (А - III), (В - ІI), (C-I), (D-IV)
(43) નીચેનામાંથી કયાં વાકયો શંકુદ્રમ માટે સાચાં છે ?
(I) સોય જેવા પર્ણો સપાટીય વિસ્તાર ઘટાડે છે.
(II) પર્ણો પર જાડું કયુટિકસ
(III) ઊંડા ડૂબેલો પર્ણરંધ્રો પાણીની ઘટ ઘટાડે છે.
(IV) મુખ્ય વનસ્પતિ શરીર જન્યુજનક છે.
(1) II અને III
(2) ફક્ત IV
(3) ફકત I
(4) II, I અને III
(44) નીચેના વિધાનો (A-E) વાંચો અને નીચે પૂછેલા પ્રશ્નોના જવાબ આપો: કેટલા વિધાનો સાચા છે?
(A) લીલમાં યુગ્મનજનું અધિકરણ થાય છે.
(B) અનાવૃત અને કેટલીક ત્રિઅંગીમાં માત્ર જન્યુઓજ એકકીય હોય છે.
(C) દ્વિઅંગી અને ત્રિઅંગી બંનેમાં જન્યુજનક મુખ્ય અને દીર્ઘજીવી હોય છે.
(D) અનાવૃત અને આવૃતમાં બીજાણુજનક મુખ્ય, દ્વિકીય અને દીર્ઘજીવી હોય છે.
(E) બંને સાયકસ અને માર્કેન્શિયા દ્વિસદની છે.
(1) એક
(2) બે
(3) ત્રણ
(4) ચાર
(45) નીચેનામાંથી કયું એ સાચું વિધાન છે ?
(1) પુંજન્યુધાનીધર અને સ્ત્રીજન્યુધાનીધર એ ત્રિઅંગીમાં હાજર હોય છે.
(2) બીજા વિકાસની ઉત્પતિ એ ત્રિઅંગીથી શરૂ થાય છે.
(3) ત્રિઅંગીમાં જન્યુજનક એ પ્રતંતુ અને પર્ણીય તબકકો છે.
(4) અનાવૃતમાં માદા જન્યુજનક એ મુકતજીવી છે.
(46) આપેલી લીલનો અભ્યાસ કરી નેચના પ્રશ્નોના જવાબ આપો :
(A) લીલનું નામ ?
(B) કયાં પ્રકારનું લિંગી પ્રજનન ?
(C) વર્ગનું નામ?
(D) સંચિત ખોરાક ?
(1) લેમિનારીઆ : સમજન્યુ: કલોરોફાયટા : સ્ટાર્ચ
(2) વોલ્વોકસ: Oogamous: કલોરોફાયટા : સ્ટાર્ચ
(3) ફયુકસ : સમજન્યુઃ રોડોફાયટા: Floridian: સ્ટાર્ચ
(4) ચારા : Oogamous: રોડોફાયટા: ગ્લાયકોજન
47. નીચેનું કયું પ્રાણીજૂથ એક જ વર્ગીકરણ જુથમાં સમાવેશ પામે છે?
(1) કટલફીશ, જેલીફીશ, સિલ્વર ફીશ, ડોગ ફીશ, સ્ટારફીશ
(2) ચામાચિડીયુ, કબુતર, પતંગીયુ
(3) વાંદરો, ચિમ્પાન્ઝી, મનુષ્ય
(4) સિલ્ક વોર્મ, ટેપ વોર્મ, અળસિયું
48. નીચેના જોડકાં જોડો:
(A) સછિદ્ર (1) કેનાલ તંત્ર
(B) કંકતધરા (2) જલપરીવહનતંત્ર
(C) નૂપુરક (3) કોમ્બપ્લેટ
(D) સંધિપાદ (4) સાંધાવાળા ઉપાંગો
(E) શૂળત્વચી (5) Metameres
(1) (A-ii), (B-iii), (C-v), (Div), (E-i)
(2) (A-ii), (B-v), (C-iii), (Div), (E-i)
(3) (A-i), (B-iii), (C-v), (Div), (E - ii)
(4) (A-i), (B-v), (C-iii), (Div), (E - ii)
49. નીચે જણાવેલ જોડકાઓમાંથી કયું જોકડું વર્ગીકરણની દ્દષ્ટિએ સાચી રીતે જોડાયેલું છે ?
(1) કીડીખાઉ, સાગરગોટા, સમુદ્રકાકડી - શૂળચર્મી
(2) ઉડતી માછલી, સેપિયા, સિલ્વરફિશ, મત્સ્ય
(3) કાનખજૂરો, ભરવાડ, કરોળિયો, વિંછી, કીટક
(4) માખી, પતંગિયું, ત્સેત્સેમાખી, સિલ્વરફિશ - કીટક
50. નીચે આપેલ લક્ષણો પૈકી કયું લાણ સમુદાય સંધિપાદનાં પ્રાણીઓમાં નથી ?
(1) સમખંડીય ખંડતા
(2) અભિચરણ પાદ
(3) સાંધાવાળા ઉપાંગ
(4) કાઈટીનનું નેલ બર્હિકંકાલ
51. આપેલી પ્રજાતિને તેના સંબંધિત સમુદાય સાથે જોડી સાચો વિકલ્પ પસંદ કરો.
(P) બરડતારા (i) મૃદુકાય
(Q) ફિરંગી મનવાર (ii) પૃથુકૃમિ
(R) મોતીછીપ (iii) શૂળત્વચી
(S) પ્લેનેરિયા (iv) કોષ્ઠાંત્રિ
(1) (P-III), (Q-IV), (R-II), (S-I)
(2) (P-IV), (Q-I), (R-III), (S-II)
(3) (P-III), (Q-IV), (R-I), (S-II)
(4) (P-I), (Q-III), (R-IV), (S-II)
52. સમુદાય મેરુદંડી નીચેનામાંથી કયા વિધાન સાચું છે?
(A) પુચ્છ મેરૂદંડીઓમાં મેરૂદંડ શીર્ષથી પૂંછડી સુધી લંબાયેલ હોય છે અને જીવનપર્યત હાજર રહે છે.
(B) પૃષ્ઠવંશીઓમાં મેરૂદંડ ફકત ગર્ભાવસ્થા દરમ્યાન હાજર હોય છે.
(C) મધ્યસ્થ ચેતાતંત્ર પૃષ્ઠ અને પોલું હોય છે.
(D) મેરૂદંડીઓ 3 ઉપસમુદાયોમાં વિભાજિત હોય છે – સામી મેરૂદંડી, કંચુક મેરૂદંડી અને શીર્ષ મેરૂદંડી
(1) D & C
(2) C & A
(3) A & B
(4) B & C
53. બધાં પૃષ્ઠવંશીઓ મેરુદંડી છે પરંતુ બધા મેરુદંડીઓ પૃષ્ઠવંશી નથી શું કામ?
(1) કેટલાક મેરૂદંડીઓમાં વક્ષ બાજુએ પોલો ચેતારજજુ સમગ્ર જીવનકાળ દરમિયાન રહે છે.
(2) બધા મેરૂદંડીઓ કરોડસ્તંભ ધરાવે છે.
(3) બધા મેરૂદંડીઓ સમગ્ર જીવનકાળ દરમિયાન મેરૂદંડ ધરાવે છે.
(4) કેટલાક પુખ્ત મેરુદંડીમાં મેરૂદંડ કરોડસ્તંભમાં રૂપાંતર પામે છે.
54. નીચેના વિધાનો વાંચોઃ
(A) એકાંતરજનન કૃમિઓમાં જોવા મળે છે.
( B) શૂળત્વચીઓ ત્રિગર્ભસ્તરીય અને દેહકોષ્ઠી પ્રાણીઓ છે.
(C) ગોળકૃમિઓ અંગતંત્ર સ્તરીય શરીર આયોજન ધરાવે છે.
(D) કંકત તકતીઓ કંકતધરામાં જોવા મળે છે, જે પાચનમાં મદદ કરે છે.
(E) જલવાહક તંત્ર શૂળત્વચીઓની લાક્ષણિકતા છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબો પસંદ કરો.
(1) B, C અને E સાચાં છે.
(2) C, D અને E સાચાં છે.
(3) A, B અને C સાચાં છે.
(4) A, D અને E સાચાં છે.
(55) નીચેનાને જોડોઃ
યાદી - I યાદી - II
(A) ફાયસેલિયા (i) મોતી છીપ
(B) લીમ્યુલસ (ii) ફિરંગી મનવાર
(C) એનસીલોસ્ટોમા (iii) જીવંત અશ્મિ
(D) પિંકટાડા (iv) હુક વોર્મ
(1) (A-i), (B-iv), (C-iii), (D-ii)
(2) (A-ii), (B-iii), (C-i), (D-iv)
(3) (A-iv), (B-i), (C-iii), (D-ii)
(4) (A-ii), (B-iii), (C-iv), (D-i)
(56) નીચેનામાંથી કયા સમૂહના ચારે પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે?
(1) બતકચાંચ, પેંગ્વિન, ચામાચિડીયું, હિપોપોટેમસ
(2) ચકલી, ચામાચિડીયું, બિલાડી, કીવી
(3) કાંગારૂ, શેળો, ડોલ્ફીન, લોરીસ
(4) સિંહ, ચામાચીડિયું, વ્હેલ, શાહમૃગ
(57) નીચેનામાંથી કેટલા પ્રાણીઓ છત્રક સ્વરૂપ દર્શાવે છે?
હાઈડ્રા, એડેમ્સીયા, ઓરેલીયા, ઓબેલીયા, સીફેન, સી ફેધર
(1) 1
(2) 2
(3) 3
(4) 4
(58) નીચેનામાંથી કેટલા પ્રાણીઓ બંધ પરિવહન ધરાવે છે ?
સેપીયા, ઓકટોપસ, સ્કવીડ, કાયટોન, પાયલા, ડેન્ટેલીયમ, એપ્લીસીયા
(1) 3
(2) 4
(3) 5
(4) 6
(59) નીચેનામાંથી કયો સમુદાય તેની વિશિષ્ટ લાક્ષણિકતા સાથે ખોટી રીતે જોડેલો છે ?
(1) સછિદ્ર : અંતઃફલન અને નિવાપકોષો (કોએનોસાઈટસ)
(2) કોષ્ઠાંત્રિ: ડંખકોષ અને દ્વિગર્ભસ્તરી
(3) પૃથકૃમિ: ફૂટ દેહકોષ્ઠી અને ત્રિગર્ભસ્તરીય
(4) ટિનોફોરા: કોમ્બ તકતી અને બાહ્ય ફલન
(60) એકકોટરીય બીજાશય, એક જ અંડક હોય તે જરાયુવિન્યાસ..…
(1) ધારાવર્તી
(2) તલસ્થ
(3) મુકતકેન્દ્રસ્થ
(4) અક્ષવર્તી
(61) ગ્રામીની કૂળનું સાચું લક્ષણ પસંદ કરો.
(1) નિયમિત પુષ્પ
(2) એક પિરપુષ્પક
(3) નિપત્રી, દ્વિસ્ત્રીકેસરી
(4) ધાન્યફળ
(62) નીચેનામાંથી કેટલામાં એકગુચ્છી પુંકેસર જોવા મળે છે ?
વાલ, વટાણા, લીંબુ, કપાસ, ભીંડા, જાસુદ
(1) 3
(2) 4
(3) 5
(4) 6
(63) અનુક્રમે એકાંતરિત, સંમુખ અને ભ્રમિરૂપ પર્ણવિન્યાસ ધરાવતી વનસ્પતિ ઓળખો.
(1) જાસૂદ, આકડો અને કરેણ
(2) જાસૂદ, કરેણ અને આકડો
(3) કરેણ, આકડો અને જાસૂદ
(4) આકડો, જાસૂદ અને કરેણ
(64) નીચે આપેલ યાદીમાંથી કેટલાં ભાગો અધિસ્તરીય પેશીતંત્રનાં છે? ભેજગ્રાહીકોષ, મૂળરોમ, રક્ષકકોષો, વક્રરોમ, રાળનલિકા, કાસ્પેરીયન પટ્ટીકા
(1) બે
(2) ત્રણ
(3) એક
(4) ચાર
(65) નીચે આપેલ યાદીમાંથી કેટલાં ઘટકોનો સમાવેશ બાહ્યકમાં થાય છે? અધિસ્તર, અધઃસ્તર, અંતઃબાહ્યક, અંતઃસ્તર, પરીચક્ર
(1) બે
(2) ત્રણ
(3) એક
(4) ચાર
(66) દ્વિદળી પ્રકાંડમાં બહારથી અંદરની તરફની પેશીની શ્રેણી કઈ રીતે ગોઠવાયેલ હોય છે?
(1) બાહ્યક→ પરિચક્ર→ અંત:સ્તર →અન્નવાહક
(2) બાહ્યક→ અન્નવાહક→ અંતઃસ્તર→ પરિચક્ર
(3) બાહ્યક→ અંતઃસ્તર→ પરિચક્ર →અન્નવાહક
(4) પરિચક્ર→ બાહ્યક →અંતઃસ્તર→ અન્નવાહક
(67) આકૃતિમાં નામનિર્દેશન માટે યોગ્ય વિકલ્પ જણાવો.
(1) A- અધિસ્તરીય કોષ, B-અધઃસ્તરીય કોષ, C- રક્ષકકોષ, D-હરિતકોણ
(2) A- અધિસ્તરીય કોષ, B-ગૌણ કોષ, C—હરિતકોણ, D– રક્ષકકોષ
(3) A- અધિસ્તરીય કોષ, B-, C- ડમ્બેલ આકારના રક્ષકકોષ, D-હરિતકોણ
(4) A- અધિસ્તરીય કોષ, B-, C- મૂત્રપિંડ આકારના રક્ષકકોષ, D—હરિતકોણ
(68) નર દેડકામાં શુક્રકોષોના વહન માટેનો યોગ્ય માર્ગ પસંદ કરો.
(1) શુક્રપિંડ બિડરની નાલિ→ મૂત્રપિંડ શુક્રવાહિકા મૂત્રજનનનલિકા અવસારણી
(2) શુક્રપિંડ→ શુક્રવાહિકા મૂત્રપિંડ શુક્રવાહિકા મૂત્રજનનનલિકા→ અવસારણી
(3) શુક્રપિંડ→ શુક્રવાહિકા બિડરની નાલિ→ મૂત્રનલિકા અવસારણી
(4) (1) અને (2) બંને
(69) કંકાલ સ્નાયુના સંદર્ભમાં કયો મુદ્દો સાચો છે?
(1) તેઓની પ્રવૃતિ ચેતાતંત્રના ઐચ્છિક નિયંત્રણ હેઠળ થાય છે.
(2) તેઓ કોષ્ઠાંત્રીય અંગોની અંદરની દિવાલમાં આવેલા હોય છે.
(3) તેઓ હલનચલનના અને શરીરના હાવભાવના બદલવાના કાર્યોમાં સંકળાયેલા હોય છે.
(4) તેઓની પાસે રેખિત દેખાવ હોતો નથી.
(70) ટોનોપ્લાસ્ટ શું છે ?
(1) કણાભસૂત્રનું બાહ્ય આવરણ
(2) હરિતકણ નુ અંતઃ આવરણ
(3) રસધાની આવરણ
(4) વનસ્પતિ કોષ નુ કોષરસપટલ
(71) નીચે પૈકી કયું વિધાન સાચું નથી ?
(1) લાયસોઝોમ્સના જળવિભાજિત ઉત્સેચકોએ એસિડિક pH માં સક્રિય હોય છે.
(2) લાયસોઝોમ્સ રસસ્તર આવરિત રચના છે.
(3) લાયસોઝોમ્સનું નિર્માણ, અંતઃકોષરસજાળમાં પેકેજીંગ પ્રક્રિયા દ્વારા થાય છે.
(4) લાયસોઝોમ્સમાં ઘણા જળવિભાજિત ઉત્સેચકો હોય છે.
(72) જયારે ગુણસૂત્રબિંદુ (સેન્ટ્રોમિયર) રંગસૂત્રોની બે સરખી ભુજાઓની મધ્યમાં સ્થિત હોય તે રંગસૂત્રને આ કહેવાય –
(1) અગ્રબિંદુ (એક્રોસેન્ટ્રિક)
(2) મધ્યકેન્દ્રી (મેટાસેન્ટ્રિક)
(3) અંતઃકેન્દ્રી (ટિલોસેન્ટ્રિક)
(4) ઉપમધ્યકેન્દ્રી (મેટાસેન્ટ્રિક)
(73) ..... મારી પાસે DNA નથી.
(1) પુખ્ત અંડકોષ
(2) પુખ્ત રકતકણ (RBC)
(3) પુખ્ત શુક્રકોષ
(4) વાળનું મૂળ
(74) કોલમ-1 કોલમ-II
(A) થાયલેકોઈડ (i) ગોલ્ગીકાયમાં ડીશ આકારની કોથળીઓ
(B) ક્રિસ્ટી (ii) DNA ની સંગઠિત રચના
(C) સિસ્ટર્ની (iii) આધારકમાં ચપટી પટલમય કોથળીઓ
(D) ક્રોમેટીન (iv) કણાભસૂત્રમાં પ્રવર્ધો
(1) (A-iii), (B-iv), (C-ii), (D-i)
(2) (A-iv), (B-iii), (C-i), (D-ii)
(3) (A-iii), (B-iv), (C-i), (D-ii)
(4) (A-iii), (Bi), (C-iv), (D-ii)
(75) નીચેનામાંથી કેટલી અંગિકા અંતઃપટલતંત્રનો ભાગ નથી?
અંતઃરસજાળ, કણાભસૂત્ર, હરીતકણ, લાયસોઝોમ, ગોલ્ગીકાય, રસધાની
(1) 1
(2) 2
(3) 3
(4) 4
(76) નીચેના કાર્યો વાંચો અને પુછાયેલા પ્રશ્નનો જવાબ આપો.
A = લિપિડ સંશ્લેષણ
B = પ્રોટીન
C = ન્યુકિલએસિડ સંશ્લેષણ
D = પ્રોજેસ્ટેરોનનું સંશ્લેષણ
કણિકાવિહીન ER એ ઉપરનામાંથી કેટલા કાર્યો માટેની જગ્યા છે?
(1) 1
(2) 2
(3) 3
(4) 4
(77) આદિકોષકેન્દ્રી અને સુકોષકેન્દ્રી સજીવો એ ઘણા સામાન્ય લક્ષણો ધરાવે છે જેમ કે સમાન કોષરસસ્તર, જનીનદ્રવ્ય અને ચયાપચયિક પથ તેમ થતા આદિકોષકેન્દ્રમાં. અભાવ જોવા મળે છે.
(1) રિબોઝોમ
(2) રિબોન્યુકિલક એસિડ
(3) ઉત્સેચક
(4) હિસ્ટોન પ્રોટીન
(78) કોષરસસ્તરની ફરતે થતા સક્રિય અને નિષ્ક્રિય વહન વચ્ચેનો મુખ્ય તફાવત શું છે?
(1) નિષ્ક્રિય વહન એ અપસંદગીમાન છે.
(2) નિષ્ક્રિય વહન એ સક્રિય વહન કરતા બહુ ઝડપી થાય છે.
(3) નિષ્ક્રિય વહન એ તેના સંકેન્દ્રણ ઢોળાંશની દિશામાં થાય છે જયારે સક્રિય વહનએ શકિત આધારિત છે અને સંકેન્દ્રણ ઢોળાંશની વિરુદ્ધ દિશામાં થાય છે.
(4) નિષ્ક્રિય વહન એ એનઆયન માટે જયારે સક્રિય વહનએ કેટાઆયન માટે છે.
(79) નીચેનામાંથી કયા વિધાન સાચા છે?
(A) કોષકેન્દ્ર આધારક અથવા કોષકેન્દ્રરસ એ કોષકેન્દ્રીકા અને DNA તંતુ ધરાવે છે.
(B) બાહ્યકોષકેન્દ્રીય પટલ એ ER સાથે સતત રહે છે અને તે રીબોઝોમ પણ ધરાવે છે.
(C) કોષમાં ઓછી કે વધુ સંખ્યામાં કોષકેન્દ્રો હાજર હોય છે જે સક્રિય રીતે પ્રોટીન સંશ્લેષણ કરે છે.
(D) પરીકોષકેન્દ્રીય આવરણ એ કોષકેન્દ્રમાં રહેલાં દ્રવ્યો અને કોષરસમાં રહેલા દ્રવ્યો, વચ્ચે અડચણ બને છે.
(1) A અને B
(2) A, B અને D
(3) A, B, C, D
(4) B, C & D
(80) સજીવોમાં જોવા મળતાં જૈવ અણુઓ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
રસાયણ વિજ્ઞાનના દષ્ટિકોણથી જૈવઅણુઓનું વર્ગીકરણ -P
જીવવિજ્ઞાનના દ્રષ્ટિકોણથી જૈવઅણુઓનું વર્ગીકરણ- Q
P Q
(1) આલ્ડીહાઈડ, કિટોન, એરોમેટિક સંયોજનો - એમિનો એસિડ્સ, ન્યુકિલઓટાઈડના બંધારણીય ઘટકો, ફેટિએસિડ
(2) એમિનો એસિડ્સ, ન્યુકિલઓટાઈડના બંધારણીય ઘટકો, ફેટિએસિડ -
આલ્ડીહાઈડ, કિટોન, એરોમેટિક સંયોજનો
(3) એમિનો એસિડ્સ, કિટોન, એરોમેટિક સંયોજનો - આલ્ડીહાઈડ, ન્યુકિલઓટાઈડના બંધારણીય ઘટકો, ફેટિએસિડ
(4) આલ્ડીહાઈડ, ન્યુકિલઓટાઈડના બંધારણીય ઘટકો, ફેટિએસિડ એમિનો એસિડ્સ, કિટોન, એરોમેટિક સંયોજનો
(81) નીચે આપેલ એમિનો એસિડના બંધારણને ઓળખો.
(1) એલેનીન ગ્લાયસીન સેરિન
(2) ગ્લાયસિન એલેનીન સેરિન
(3) સેરિન એલેનીન ગ્લાયસીન
(4) સેરિન ગ્લાયસીન એલેનીન
(82) પ્રાણીસૃષ્ટિમાં....... P....... એ મુખ્ય પ્રભાવી પ્રોટીન છે અને સમગ્ર જીવાવરણમાં.........Q.....એ મુખ્ય પ્રભાવી પ્રોટીન છે.
P Q
(1) કોલેજન રૂબિસ્કો
(2) રૂબિસ્કો કોલેજન
(3) ઈલાસ્ટિન રૂબિસ્કો
(4) રૂબિસ્કો ઈલાસ્ટિન
(83) પ્રોટીન સંશ્લેષણમાં પ્રથમ એમિનોએસિડ ...... P... તથા અંતિમ એમિનો એસિડ......Q..... તરીકે ઓળખાય છે.
P Q
(1) C – ટર્મિનલ એમિનો એસિડ N–ટર્મિનલ એમિનો એસિડ
(2) N – ટર્મિનલ એમિનો એસિડ C- ટર્મિનલ એમિનો એસિડ
(3) A – ટર્મિનલ એમિનો એસિડ B – ટર્મિનલ એમિનો એસિડ
(4) B – ટર્મિનલ એમિનો એસિડ A — ટર્મિનલ એમિનો એસિડ
(84) નીચે આપેલ બંધારણને ઓળખો.
P Q
(1) ગ્લિસરોલ સ્ટિયરીક એસિડ
(2) ગ્લિસરોલ પામિટિક એસિડ
(3) પામિટિક એસિડ ગ્લિસરોલ
(4) સ્ટિયરીક એસિડ ગ્લિસરોલ
(85) નીચે આપેલ બંધારણને ઓળખો.
P Q
(1) ટ્રાયગ્સિરાઈડ લેસીથીન
(2) લેસીથીન ટ્રાયગ્સિરાઈડ
(3) ગ્લિસરોલ પામિટિક એસિડ
(4) પામિટિક એસિડ ગ્લિસરોલ
(86) નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(1) ન્યુકિલઓસાઈડ + ફોસ્ફેટ = ન્યુકિલઓટાઈડ
(2) ન્યુકિલઓટાઈડ + ફોસ્ફેટ =ન્યુકિલઓસાઈડ
(3) ન્યુકિલઓસાઈડ + શર્કરા = ન્યુક્લિઓટાઈડ
(4) ન્યુકિલઓટાઈડ + શર્કરા = ન્યુકિલઓસાઈડ
(87) એડેનિલિક એસિડ, યુરિડિલિક એસિડ, ગ્વાનિલિક એસિડ અને સાઈટિડિલિક એસિડ છે.
(I) RNA માટેના ન્યુકિલઓટાઈડ્સ
(2) RNA માટેના ન્યુકિલઓસાઈડ્સ
(3) DNA માટેના ન્યુકિલઓસાઈડ્સ
(4) DNA માટેના ન્યુકિલઓટાઈડ્સ
(88) નીચેના નાઈટ્રોજન બેઝિસને ઓળખો.
(1) એડેનાઈન યુરેસિલ
(2) યુરેસિલ એડેનાઈન
(3) ગુઆનીન થાયમીન
(4) થાઇમિન ગ્વાનીન
(89) કોલમ -I અને કોલમ – II માંથી સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ – I કોલમ – II
(p) રંજકદ્રવ્યો (i) કોનકેનેવેલીન –A
(q) ટોકિસન (ii) મોર્ફિન, કોડીન
(r) લેકિટન્સ (iii) કેરોટિનોઈડ્સ, એન્થોસાઈનીન
(s) ડ્રગ્સ (iv) વીનબ્લાસ્ટિન, કુરકુમીન
(t) આલ્કલોઈડ (v) એબ્રિન, રિસીન
(1) (p-iii), (qv), (r-i), (s-iv), (t-ii)
(2) (piii), (q-iv), (r-v), (si), (t-ii)
(3) (pii), (qi), (r-v), (s-iv), (t-iii)
(4) (pii), (qi), (r-iv), (sv), (t - iii)
(90) પ્રાથમિક ચયાપચકો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(1) તેઓના કાર્યો જ્ઞાત છે.
(2) દેહધાર્મિક ક્રિયાઓમાં મહત્વનો ભાગ ભજવે છે.
(3) પ્રાથમિક ચયાપચયકોના પ્રકારો બધી જ વનસ્પતિમાં સરખા હોય છે.
(4) બધા જ
(91) કોલમ – 1 અને કોલમ – II માંથી સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ – I (પોલિમર) કોલમ – II (બંધનું નામ)
(p) પોલીસેકેરાઈડ (i) એસ્ટર બંધ
(q) પ્રોટીન (ii) પેપ્ટાઈડ બંધ
(r) પોલીન્યુકિલોટાઈડ (iii) ગ્લાયકોસિડિક બંધ
(s) ટ્રાયગ્લિસરાઈડ (iv) ફોસ્ફોડાયએસ્ટર બંધ
(1) (piii), (qoi), (r-iv), (s-i)
(2) (pii), (qiii), (r-iv), (s-i)
(3) (pii), (qiii), (r-i), (s - iv)
(4) (piii), (qii), (r-i), (s-iv)
(92) બે એમિનો એસિડમાં કોની વચ્ચે બંધનું નિર્માણ થાય છે?
(1) એક એમિનો એસિડના—NH2 સમુહ અને બીજા એમિનો એસિડના-COOH સમૂહ વચ્ચે
(2) એક એમિનો એસિડના 3' – OH અને બીજા એમિનો એસિડના 5'— ફોસ્ફેટ વચ્ચે
(3) એક એમિનો એસિડના 1' - OH અને બીજા એમિનો એસિડના 4' - OH વચ્ચે
(4) એક એમિનો એસિડના -CONH2 સમહ અને બીજા એમિનો એસિડના -OH સમુહ વચ્ચે
(93) ટ્રાયગ્લિસરાઈડનું નિર્માણ કેવી રીતે થાય છે?
(1) ત્રણ ગ્લિસરોલ અને એક ફેટિએસિડ
(2) એક ગ્લિસરોલ અને ત્રણ એમિનો એસિડ
(3) એક ગ્લિસરોલ અને ત્રણ ફેટિએસિડ
(4) ત્રણ ગ્લિસરોલ અને એક એમિનો એસિડ
(94) ભૌતિક પ્રક્રિયાઓ અને રાસાયણિક પ્રક્રિયાઓને અલગ તારવો.
(I) Ba(OH)2+H2SO2 → BaSO4+ 2H2O (II) બરફ →પાણી
(III) પાણી →વરાળ (IV) સ્ટાર્ચ →ગ્લુકોઝ
ભૌતિક પ્રક્રિયા રાસાયણિક પ્રક્રિયા
(1) I, VI II, III
(2) II, III I, VI
(3) I, II, III IV
(4) IV I, II, III
(95) નીચે આપેલ પ્રક્રિયા માટે નીપજોનું નિર્માણ કઈ ગતિથી થાય છે ?
(1) 200/6
(2) 600000 / પૃષ્ઠ
(3) 200/સેકન્ડ
(4) 600000 / મોકલો
(96) ઉત્સેચક માટે અયોગ્ય વિકલ્પ પસંદ કરો.
(1) ઉત્સેચક જૈવરાસાયણિક ક્રિયાનો વેગ વધારે છે.
(2) ઉત્સેચકના બંધારણમાં રહેલ ગુહાને સક્રિયસ્થાન કહે છે.
(3) મોટા ભાગના ઉત્સેચકોનો મોનોમર એમિનોએસિડ છે.
(4) ઉત્સેચકો જૈવરાસાયણિક પ્રક્રિયા દરમિયાન સક્રિય શકિત સ્તરમાં વધારો કરે છે.
(97) નીચેનામાં જોડકાં જોડી સાચો વિકલ્પ પસંદ કરોઃ
કોલમ – I કોલમ -II
(1) કુળ (a) ટયુબરોઝમ
(2) સૃષ્ટિ (b) પોલિમોનિએલ્સ
(3) ગોત્ર (c) સોલેનમ
(4) જાતિ (d) વનસ્પતિ
(5) પ્રજાતિ (e) સોલેનેસી
(1) (1-d), (2-c), (3e), (4b), (5-a)
(2) (1-e), (2-d), (3b), (4-a), (5-c)
(3) (1-d), (2), (3b), (4a), (5-c)
(4) (1-e), (2c), (3b), (4a), (5-d)
(98) "સીસ્ટેમેટીક્સ " એટલે.......
(1) વનસ્પતિ અને પ્રાણીઓની ઓળખ અને તેનું વર્ગીકરણ
(2) વનસ્પતિ અને પ્રાણીઓની ઓળખ અને તેનું નામકરણ
(3) વિવિધતા ધરાવતા સજીવો વચ્ચેનાં આંતર સંબંધો સમજવા
(4) વિવિધ સજીવોનું વર્ગીકરણ કરવું
(99 ) અલ્કેશ સરની જીવંત પેશીના કોષના બંધારણ માટે અયોગ્ય વિકલ્પ પસંદ કરો.
(1) પાણી - 90-92%
(2) પ્રોટીન 10-15%
(3) ન્યુકિલક એસિડ- 5-7 %
(4) આયનો -1%
(100) Funaria, Polyitrichum, Sphagnum માટે યોગ્ય પસંદ કરો.
(1) દ્વિઅંગી
(2) ત્રિઅંગી
(3) મોસ
(4) લીવરવર્ટ
જવાબો
1. 4, 2.3, 3.4, 4.1, 5.3, 6.3, 7.1, 8.1, 9.4, 10.4, 11.2, 12.4, 13.3, 14.કોમન, 15.3, 16.4, 17.2, 18.1, 19.1, 20.3, 21.4, 22.1, 23.3, 24.3, 25.3, 26.2 અને 3 બંન્ને , 27.4, 28.3, 29.1, 30.3, 31.4, 32.2, 33.2, 34.3, 35.1, 36.1, 37.4, 38.1, 39.1, 40.3, 41.4, 42.1, 43.4, 44.3, 45.2, 46.2, 47.3, 48.3, 49.3, 50.1 અને 2, 51.3, 52.4, 53.4, 54.1, 55.4, 56.3, 57.2, 58.3, 59.3, 60.2, 61.4, 62.1, 63.1, 64.1, 65.2, 66.3, 67.2, 68.3, 69.1, 70.3, 71.3, 72.2, 73.2, 74.3, 75.2, 76.2, 77.4, 78.3, 79.2, 80.1, 81.2, 82.1, 83.2, 84.3, 85.2, 86.1, 87.1, 88.1, 89.1, 90.4, 91.1, 92.1, 93.3, 94.2, 95.4, 96.4, 97.2, 98.3, 99.1, 100.3
MANISH MEVADA (M.Sc,M.Phil,B.Ed)
GUJARAT BIOLOGY NEET PLUS
• Youtube - @Gujarat Biology NEET PLUS
@ Gujarat Biology Plus Manish Mevada
@ Gujarat Biology NEET Q & A
• Instagram - @gujaratbiologyneetplus
• Play store App - Gujarat Biology NEET PLUS
• Website
www.indiabiologyneet.com
www.gujaratbiologyneet.com
www.manishmevada.com
• BOOK
LAST DAYS FOR BOARD EXAMINATION – (2021,2022,2023,2024)
=============================================================
Please do not enter any spam link or word in the comment box