GUJARAT BIOLOGY NEET PLUS
MANISH MEVADA (M.Sc,M.Phil,B.Ed)
PRE GUJ-CET EXAMINATION PAPER-3
TIME- 1 HOUR SUBJECT – BIOLOGY MARKS- 40
• કુલ 40 પ્રશ્નો છે દરેક પ્રશ્નનો એક માર્ક છે દરેક ખોટા પ્રશ્ન ના 0.25 માર્ક કપાશે
• કુલ 40 પ્રશ્નો છે દરેક પ્રશ્નનો એક માર્ક છે દરેક ખોટા પ્રશ્ન ના 0.25 માર્ક કપાશે
1. જનનછિદ્રનું કાર્ય શું છે ?
(a) મુલકનું બહારની તરફ મુક્ત થવું. (b) બીજાંકુરણ માટે પાણીનું શોષણ
(c) પરાગનલિકાની શરૂઆત થવી. (d) નરંજન્યુઓનું મુક્ત થવું.
2. આપેલ વિધાનોમાંનું કયું એક સાચું છે ?
(a) પરાગરજના બાહ્ય કઠણ આવરણને ઇન્ટાઇન કહે છે. (b) બીજાણુજનક પેશી એકકીય હોય છે.
(c) સ્કોટીસ્તર લઘુબીજાણુનું નિર્માણ કરે છે. (d) વિકસિત પરાગરજને પોષકસ્તર પોષણ આપે છે.
3. મોટા ભાગની આવૃત્ત બીજધારીમાં
(a) સંખ્યાબંધ પ્રતિધ્રુવીય કોષો હોય છે. (b) મહાબીજાણુ માતૃકોષમાં અર્ધીકરણ થાય છે.
(c) ભ્રૂણપૂટમાં નાનો કેન્દ્રસ્થ કોષ હાજર હોય છે. (d) અંડકોષ તંતુરૂપ પ્રસાધન છે.
4. કયા અંત:સ્રાવોને પાછા ખેંચી લેતા તરત જ માસિકચક્ર શરૂ થાય છે ?
(a) FSH-RH G4 (b) પ્રોજેસ્ટેરોન (c) ઈસ્ટ્રોજેન (d) FSH
5. માનવમાં બાહ્ય ભ્રૂણીય કલા ગર્ભાશયમાં આવેલ ગર્ભને અલગ કરતાં કોણ અવરોધે છે ?
(a) જરદી કોથળી (b) ઉલ્વ (c) ગર્ભપોષક રચના (d) ઉપનાળ
6. નીચે આપેલ પૈકી કયું એક વિધાન સૌથી વધુ સ્ત્રીમાં માસિક ચક્રની સાથે મૂળભૂત રીતે સંકળાયેલું છે ?
(a) અંડકોષનું ફલન.
(b) એન્ડોમેટ્રિયલ અસ્તરના વધુ અસ્તરની જાળવણી સાથે સંકળાયેલ છે.
(c) રુધિરમાં જાતીય અંતઃસ્રાવોનું વધુ સંકેન્દ્રણની જાળવણી.
(d) કોર્પસ લ્યુટિયમના વધુ વિકાસ માટે જરૂરી
7. માદા માનવમાં ગર્ભકેન્દ્રી કોષ્ઠ માટે શું સાચું છે ?
(a) ગર્ભસ્થાપન થતાં પહેલાં જરાયુ નિર્માણ પામે છે.
(b) અંડવિકાસ પછી ગર્ભાશયમાં ગર્ભસ્થાપન થાય છે.
(c) ગર્ભાશયમાં એન્ડોમેટ્રીયમના સ્રાવથી માત્ર પોષણ પ્રાપ્ત થાય, જે ગર્ભસ્થાપન થાય છે.
(d) ટ્રોફોબ્લાસ્ટના કોષો દ્વારા એન્ડ્રોમેટ્રિયમમાં ગર્ભસ્થાપન થાય છે.
8. આપેલા વિધાનો પૈકી સાચાં વિધાન કયા છે ?
(1) MTP માં ગર્ભધારણ સ્ત્રીમાં ભ્રૂણ જીવિત થાય તે પહેલાં દૂર કરવામાં આવે છે.
(2) માતામાં દૂધસ્રાવ તબક્કામાં બે વર્ષ સુધી ગર્ભધારણ માટેની શક્યતા રહેતી નથી.
(3) સૌથી સારામાં સારી IUDs કોપર-T છે.
(4) સંવનન કર્યા બાદ એક અઠવાડીયા સુધી પીલ્સ લેવામાં આવે છે.
(a) (1), (3) (b) (1), (2) (c) (2), (3) (d) (3), (4)
9. યોગ્ય જોડકાં જોડો :
વિભાગ A (પદ્ધતિ) વિભાગ B (ક્રિયાનો પ્રકાર)
(1) ગોળી (P) ગ્રીવા સુધી શુક્રકોષો પહોંચી શકતા નથી.
(2) નિરોધ (Q) ગર્ભસ્થાપનને અવરોધે
(3) વેસેક્ટોમી (R) અંડપિંડીય ચક્રને અવરોધે-
(4) કોપર T (S) શુક્રકોષો વગરનું વીર્ય
(a) (1)-(R), (2)-(S), (3)-(P), (4)-(Q)
(b) (1)-(Q), (2)-(R), (3)-(P), (4)-(S)
(c) (1)-(R), (2)-(P), (3)-(S), (4)-(Q)
(d) (1)-(S), (2)-(P), (3)-(Q), (4)-(R)
10. કઈ સ્ત્રીઓ માટે GIFT (ગેમેટ ઇન્ટ્રા ફેલોપિયન ટ્રાન્સફર) ટેક્નિક ઉપકારક છે ?
(a) જે અંડકોષ ઉત્પન્ન કરી શકતી નથી.
(b) જે ગર્ભાશયમાં ભ્રૂણને રાખી શકતી નથી.
(c) જેની ગ્રીવા નલિકા ખૂબ જ સાંકડી હોવાને લીધે શુક્રકોષોને પર્યાપ્ત માત્રામાં માર્ગ પ્રાપ્ય થતો નથી.
(d) જે ફલન માટે યોગ્ય વાતાવરણ ધરાવતી નથી.
11. કયા પ્રકારની આનુવંશિકતામાં સંતતિમાં માતૃ અસર વધુ જોવા મળે છે ?
(a) દૈહિક (b) કોષરસીય (c) Y-સંકલિત (d) X-સંકલિત
12. મકાઈની એક વનસ્પતિના રંગસૂત્રીય સંલગ્નતા દર્શાવતા નકશામાં R અને Y જનીન ખૂબ નજીક ગોઠવાયેલા જોવા મળે છે. જો RRYY અને rryy જનીન પ્રકાર ધરાવતા પિતૃઓ વચ્ચે પરફ્લન કરાવવામાં આવે તો F2 પેઢીમાં શું શક્યતા હોય ?
(a) પુનઃ સંયોજિતોનું પ્રમાણ વધુ જોવા મળે. (b) 9 : 3 : 3 : 1 ના પ્રમાણમાં જનીનોનું વિશ્લેષણ થાય.
(c) 3 : 1 ના પ્રમાણમાં જનીનોનું વિશ્લેષણ થાય. (d) પિતૃસંતતીનું ઉચ્ચ પ્રમાણ જોવા મળે.
13. સંકરિત છોડનું જનીનસ્વરૂપ જાણવાની સામાન્ય કસોટી
(a) F2 સંતતિનું નરપિતૃ સાથે સંકરણ (b) F2 સંતતિનું માદા સાથે સંકરણ
(C) F1 સંતતિની જાતીય લાક્ષણિકતાઓનો અભ્યાસ (d) F1 સંતતિ એ નરપિતૃ સાથે સંકરણ
14. સિકલસેલ એનીમિયા
(a) દૈહિક સંલગ્ન પ્રભાવી લક્ષણ
(b) હીમોગ્લોબિનની ગ્લોબિન શૃંખલા પર ગ્લુટામિક ઍસિડના બદલે વેલાઇનના ઉમેરાવાથી થાય છે.
(c) DNA ની સિંગલ બેઇઝ જોડીમાં થતા ફેરફારથી થાય છે.
(d) લાક્ષણિક રીતે લંબાયેલ સિકલ જેવો RBC, કોષકેન્દ્ર સહિત થાય છે.
15. DNA અણુની પ્રતિસમાંતરિત શૃંખલાઓ એટલે
(a) બે DNA શૃંખલાઓની શરૂઆતમાં આવેલ ફૉસ્ફેટ સમૂહ
(b) એક શૃંખલા ક્લોકવાઇઝ વળાંક લે છે.
(c) બીજી શૃંખલા ઍન્ટિક્લોકવાઇઝ વળાંક લે છે.
(d) DNA ની શૃંખલાઓ પર કે તેમના છેડા પર આવેલા ફૉસ્ફેટ સમૂહો એક જ સ્થાન જાળવે છે.
16. પ્રોટીન સંશ્લેષણની ક્રિયામાં, એમિનો ઍસિડનો ક્રમ..... ક્રમ દ્વારા નક્કી થાય છે.
(a) c-DNA (b) r-RNA (c) t-RNA (d) m-RNA
17. ટેલોમીયર પુનરાવર્તિત DNA ક્રમ, યુકેરિયોટાના રંગસૂત્રનાં કાર્યનું નિયમન કરે છે, કારણ કે તે
(a) રિપ્લિકોન્સ તરીકે કાર્ય કરે છે. (b) RNA ટ્રાન્સક્રિપ્ટર આરંભક છે.
(c) રંગસૂત્રની જોડી નિર્માણમાં મદદ કરે છે. (d) રંગસૂત્રનો નાશ/વ્યય અટકાવે છે.
18.યુકેરિયોટિક DNA કોષમાં અણુની લંબાઈ, કોષકેન્દ્રના ઘેરાવા કરતાં અનેકગણી વધુ હોય છે. DNA તેમાં કેવી રીતે સમાવાય છે ?
(a) બિનજરૂરી જનીનોના લોપથી (b) ન્યુક્લિઓઝોમના સુપર કોઇલિંગથી (કુંતલમય બનવાથી)
(c) DNA પાચનથી (d) પુનરાવર્તિત DNA ની બાદબાકીથી
19. DNA શૃંખલાની વૃદ્ધિનો ઓકાઝાકી ટુકડાઓ .......
(a) ટ્રાન્સક્રિપ્શનનું પરિણામ છે.
(b) DNA દિશામાં પોલિમરાઇઝ થઈ રેપ્લિકેશન ચીપિયો બનાવે છે.
(c) DNA રેપ્લિકેશન માટેનો અર્ધરૂઢિગત સ્વભાવ સાબિત કરે છે.
(d) 5' – 3' દિશામાં પોલિમરાઇઝ થાય છે અને 3' – 5' DNA રેપ્લિકેશન (સ્વંયજનન) સમજાવે છે.
20. નીચે પૈકી કયું એક જીવંત અશ્મિ નથી ?
(a) આર્કિયોપ્ટેરીસ (b) પેરીપેટસ (c) કીંગ ક્રેબ (d) સ્ફીનોડોન
21. કાર્બનિક ઉદ્વિકાસ થયો છે તે દર્શાવતો અગત્યનો પુરાવો.
(a) સમમૂલકતા અને અવશિષ્ટ અંગો (b) કાર્ય સદૃશ્યતા અને અવશિષ્ટ અંગો
(c) ફ્કત સમમૂલક અંગો (d) સમમૂલક અને કાર્યસદૃશ અંગો
22. એઇડ્સ રોગમાં HIV સૌપ્રથમ કોનો નાશ કરે છે
(a) લ્યુકોસાઇટ્સ (b) થ્રોમ્બોસાઇટ્સ (c) મદદકર્તા T-લસિકા કોષો (d) B-લસિકા કોષા
23. કયા પ્રકારના અંતરાયમાં મુખગુહામાં લાળ અને આંખના અશ્રુનો સમાવેશ થાય છે ?
(a) ભૌતિક અંતરાય (b) કોષીય અંતરાય (c) દેહધાર્મિક અંતરાય (d) કોષરસીય અંતરાય
24. નીચે પૈકી કઈ એક જોડ ખોટી છે ?
(a) મિથેનોજેન્સ- ગોબરગૅસ (b) યીસ્ટ -ઇથેનોલ
(c) સ્ટ્રેપ્ટોમાયસિટીસ - ઍન્ટિબાયોટિક (d) લેક્ટોબેસીલસ –લેકટોલેકટીક એસીડ
25. નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
(a) રાસાયણિક ખાતરનો વધુ પડતો ઉપયોગ આસપાસ પાણીમાં સુપોષકતાકરણ પ્રેરે છે.
(b) એઝેટોબૅક્ટર અને રાઇઝોબિયમ બૅક્ટેરિયા બંને સહજીવી તરીકે વાતાવરણના નાઈટ્રોજનનું સ્થાપન વનસ્પતિની મૂળગંડિકામાં કરે છે.
(c) એનાબીના અને નોસ્ટોક જેવા સાયનોબૅક્ટેરિયા કે જે ફૉસ્ફેટ અને પોટેશિયમ માટે અગત્યના છે તે ભૂમિમાં ખનીજનું પોષણ મેળવે છે.
(d) હાલમાં મકાઈ એ રાસાયણિક ખાતર વગર ઊગતી નથી.
26. જનીન ઇજનેરીવિદ્યામાં ઉપયોગી બે સૂક્ષ્મ સજીવો કયા છે ?
(a) ડિપ્લોકોકસ જાતિ અને સ્યુડોમોનાસ જાતિ (b) ઈ.કોલાઈ અને એગ્રોબૅક્ટેરિયમ ટ્યુમીફેશિન્સ
(c) વિબ્રિયો કોલેરી અને પુચ્છ બૅક્ટેરિયોફેજ (d) ક્રાઉન ગોલ બૅક્ટેરિયા અને કેનોરહેબ્ડીટીસ એલેગન્સ
27. રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ એ...
(a) DNA નું સંશ્લેષણ (b) DNA ના અણુ ને ગમે ત્યાંથી કાપે છે
(c) DNA ના અણુને ચોક્કસ જગ્યાએથી કાપે છે. (d) કોષકેન્દ્રની અંદર DNA ના સંશ્લેષણને અવરોધે છે.
28. ઍન્ટિબાયોટિક પ્રતિરોધી જનીનનું જોડાણ પ્લામિડ સાથે શેના દ્વારા થાય છે ?
(a) DNA લાઇગેઝ (b) એન્ડોન્યુક્લિએઝ (c) DNAપોલિમેરેજ (d) એક્ઝોન્યુક્લિએઝ
29. જિનેટિક એન્જિનિયરિંગમાં DNA ના ટુકડાને વાહકની મદદથી યજમાન કોષમાં દાખલ કરવામાં આવે છે. તે ક્રિયા માટે નીચેનામાંથી કયા એક વાહક કે વધુ વાહકોનો ઉપયોગ કરવામાં આવે છે ?
(I) બૅક્ટેરિયમ (II) પ્લાસ્મિડ (iii) પ્લાઝમોડિયમ (iv) બૅક્ટેરિયોફેઝ
(a) (i), (ii) અને (iv) (b) માત્ર (i) (c) (i) અને (iii) (d) (ii) અને (iv)
30. જનીન પરિવર્તિત ગોલ્ડન રાઇસ (ચોખા) માં કયાં લક્ષણો જોવા મળે છે ?
(a) કીટકો પ્રત્યે પ્રતિરોધ (b) મિથિયોનીનનું ઊંચું પ્રમાણ
(c) લાયસિનનું ઊંચું પ્રમાણ (d) વિટામિન A નું ઊંચું પ્રમાણ
31. વિકાસશીલ દેશોમાં વધુ ફેલાવો ધરાવતા રતાંધળાપણાની ખામીને અટકાવવામાં ઉપયોગી જનીન પરિવર્તિત ખોરાકની જાતિ
(a) સ્ટારલિંક મકાઈ (b) ગોલ્ડન રાઇસ (c) Bt-સોયાબીન (d) ફ્લેવર સેવર ટામેટા
32. વ્યાપારિક રીતે મનુષ્યનું ઇન્સ્યુલિન જાતિમાંથી ઉત્પન્ન કરવામાં આવે છે. ની ટ્રાન્સજીનિક
(a) રાઇઝોબિયમ (b) સેકેરોમાયસિસ (c) ઇશ્વરેશિયા (E.Coll) (d) માટાકોબૅક્ટેરિયમ
33. હર્બીસાઇડ અવરોધક GM પાકનો મુખ્ય ઉપયોગ/ઉત્પાદન માટેનો હેતુ...
(a) ઈકો-ફ્રેન્ડલી હર્બીસાઇડને ઉત્તેજન આપવું.
(b) તંદુરસ્તીની સલામતી માટે હર્બીસાઇડનું ખોરાકની આઇટમમાં સંગ્રહણ રોકવું.
(c) નીંદણને ખેતરોમાંથી મેન્યુઅલ લેબરના ઉપયોગ સિવાય દૂર કરવું.
(d) હર્બીસાઈડના ઉપયોગ વિના ખેતરોમાંથી નીંદણ દૂર કરવું.
34. વસતિમાં સતત વૃદ્ધિ પામતા વૃદ્ધિદરનું સૂત્ર નીચે પૈકી કયું છે ?
(a) rN/dN = dt (b) rN/dN = rN (c) dt /dN = rN (d) dN/dt = rN
35. તે ભૌગોલિક અલગીકરણનું અગત્યનું પરિણામ છે.
(a) અલગીકરણ પામેલ પ્રાણી સમૂહ
(b) જાતિ નિર્માણને અવરોધે છે.
(c) પ્રાજનનિક અલગીકરણ થવાથી જાતિનિર્માણ થાય છે.
(d) નવી જાતિઓનું યાદચ્છિક/અનિયમિત નિર્માણ થાય છે.
36. વય – રચનાનું ભૌમિતિક નિરુપણ એ તેની લાક્ષણિકતા છે.
(a) જૈવિક સમાજ (b) વસતી (c) દ્રશ્ય ભૂમિ (d) નિવસનતંત્ર
37. પરિસ્થિતિકીય પિરામિડની રચનામાં નીચેનામાંથી કોનો ઉપયોગ થતો નથી ?
(a) ઊર્જાપ્રવાહનો દર (b) તાજું વજન (ફ્રેશ વેઇટ) (c) શુષ્ક વજન (d) વ્યક્તિગત સંખ્યા
38. નીચેનામાંથી કયાં જંગલોનો પ્રકાર ઊંચી વાર્ષિક વાસ્તવિક ૪૧ પ્રાથમિક ઉત્પાદકતા ધરાવે છે ?
(a) સમશીતોષ્ણ જંગલોમાં (b) ઉષ્ણકટિબંધીય વર્ષા જંગલો
(c) ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો (d) સમશીતોષ્ણ સદાહરિત જંગલો
39. નીચેના પૈકી કયું ભારતમાં Hot spot તરીકે જાણીતું છે ?
(a) અરવલ્લીની ટેકરીઓ (b) પશ્ચિમ ઘાટ (c) ગંગાનું મેદાન (d) પૂર્વઘાટ
40. નીચેનામાંથી કોનો સ્વસ્થાન સંરક્ષણમાં સમાવેશ થતો નથી ?
(a) રાષ્ટ્રીય ઉદ્યાન (b) અભયારણ્ય (c) વનસ્પતિ ઉદ્યાન (d) જૈવાવરણ વિસ્તાર
=========Best of luck=========
જવાબો
1. C, 2.D, 3.B, 4.B, 5.D, 6.A, 7.D, 8.A, 9.C, 10.A, 11.B, 12.D, 13.D, 14.C, 15.A, 16.D, 17.D, 18.B, 19.D, 20.A, 21.A, 22.C, 23.C, 24.D, 25.A, 26.C, 27.C, 28.A, 29.D, 30.D, 31.B, 32.C, 33.A, 34.D, 35.D, 36.B, 37.B, 38.B, 39.B, 40.C,
MANISH MEVADA (M.Sc,M.Phil,B.Ed)
GUJARAT BIOLOGY NEET PLUS
• Youtube - @Gujarat Biology NEET PLUS
@ Gujarat Biology Plus Manish Mevada
@ Gujarat Biology NEET Q & A
• Instagram - @gujaratbiologyneetplus
• Play store App - Gujarat Biology NEET PLUS
• Website
www.indiabiologyneet.com
www.gujaratbiologyneet.com
www.manishmevada.com
• BOOK
LAST DAYS FOR BOARD EXAMINATION – (2021,2022,2023,2024)
=============================================================
Please do not enter any spam link or word in the comment box