Type Here to Get Search Results !

PRE-GUJCET 2024 PRACTICE TEST PAPER -2 | Biology

0

 

GUJARAT BIOLOGY NEET PLUS
MANISH MEVADA (M.Sc,M.Phil,B.Ed)
PRE GUJ-CET EXAMINATION PAPER-2





 TIME- 1 HOUR                                     SUBJECT – BIOLOGY        MARKS- 40                      


કુલ 40 પ્રશ્નો છે દરેક પ્રશ્નનો એક માર્ક છે દરેક ખોટા પ્રશ્ન ના 0.25 માર્ક કપાશે 



(1) અયોગ્ય વિધાન ઓળખો.
(a) યુક્રોમેટિન પ્રત્યાંકન માટે સહીય ક્રોમેટીન છે.
(b) 21 મી જોડ પછીના રંગસૂત્રમાં વધારાના એક રંગસૂત્રના કારણે ડાઉનસિન્ડ્રોમ થાય છે.
(c) બીટા થેલેસેમિયા એકલજનીન HBB જે દરેક પિતૃના 11 માં રંગસૂત્ર ઉપર આવેલ છે.
(d) એક પણ નહિ

(2) જનીન અભિવ્યકિતના નિયમન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(a) ટ્રાન્સક્રિપ્સન સ્તરે નિયમન
(b) જનીનદ્રવ્યનું કોષરસથી કોષકેન્દ્રમાં સ્થળાંતરણ
(c) સ્વયંજનન સ્તરે નિયમન
(d) એક પણ નહિ

(3) HGP ના લક્ષણોમાં અયોગ્ય પસંદ કરો.
(a) શોધાયેલ જનીનો પૈકી માત્ર 50 % જનીનોના જ કાર્યોની જાણ છે.
(b) હ્યુમન જીનોમનો નાનો ભાગ પુનરાવર્તિત અનુક્રમથી જ બનેલો છે.
(c) (a) અને (b) બંને
(d) માત્ર (a)

(4) પૃષ્ઠવંશીઓના ઉદવિકાસના ઈતિહાસનો સાચો ક્રમ ઓળખો.
(a) પૂર્વ સરીસૃપ→ સીનેપ્સિડસ  સોરોપ્સિડસ ટાઉટારા→ સાપ
(b) સોરોપ્સિડસ→ થીકો ડોન્ટ થેરાપ્સિડસ ડાયનોસોર્સ પક્ષી
(c) પૂર્વ સરીસૃપ સીનેપ્સિડસ પેલીકોસોરસ થેરાપ્સિડસ સસ્તન
(d) (b) અને (c) બંને

(5) નીચેનામાંથી કેટલા અંતઃસ્ત્રાવો જરાયુ દ્વારા ઉત્પન્ન થાય છે ?
ઈસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, LH, FSH, hCG, hPL
(a) 3
(b) 2
(c) 4
(d) 1

(6) નીચેનામાંથી કેટલા અંત:સ્ત્રાવો લ્યુટીયલ તબકકામાં વધે છે ?
ઈસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, LH, FSH, hCG, hPL
(a) 3
(b) 2
(c) 4
(d) 1

(7) આપેલા ગ્રાફ જૂઓ આપેલા દિવસો માટે પિટયુટરી અંતઃસ્ત્રાવોના પ્રમાણને માદા માનવમાં થતા અંડપિંડીય તબકકા સાથે આંતર સંબંધિત કરો.


(1) 10th-14th દિવસો
(2) 14th-15th દિવસો
(3) 16th-23th દિવસો
(4) 25th - 29th દિવસો (જો અંડકોષનું ફલન ન થાય તો)
ઉપર આપેલા સમયગાળા માટે નીચેનામાંથી કયો આંતરસંબંધ સાચો નથી.
(a) 1-ગોનાડોટ્રોપિન્સ અને FSH ઘટે
(b) 2-LH તેનું મહત્તમ પ્રમાણ મેળવે પરંતુ FSH બે ગણો વધે.
(c) 3-LH & FSH પ્રમાણ ઘટે.
(d) 4-LH ઓછુ રહે અને FSH વધે

(8) નીચે આપેલ ગર્ભાધાન અવરોધક વિધાન વિચારો અને ત્યાર પછી જણાવ્યા પ્રમાણે જવાબ આપો.
(1) દાકતરી (MTP) ગર્ભનિકાલ શરૂઆતના ટ્રાઈમેસ્ટર દરમિયાન સલામત હોય છે.
(2) સલામત રીતે બાળક માતાનું સ્તનપાન કરતો હોય ત્યાં સુધી ગર્ભધારણની શક્યતાઓ લગભગ નહીવત હોય છે.
(લગભગ 2 વર્ષ સુધી)
(3) આંતર ગર્ભાશય માટેના ઉપાયો (IUDs) જેવા કે કોપર-T વગેરે અસરકારક ગર્ભઅવરોધક છે.
(4) સમાગમ પછી ગર્ભઅવરોધક ગોળીઓ એક અઠવાડિયા સુધી લેવામાં આવે છે જે ગર્ભાધાન અટકાવે છે.
ઉપરનામાંથી કયાં બે વિધાન સાચાં છે ?
(a) 1, 3
(b) 1,2
(c) 2,3
(d) 3,4

(9) નીચેનામાંથી કેટલી પદ્ધતિમાં ફલન સ્ત્રીના શરીરની અંદર થાય છે?
ZIFT, IUT, GIFT, ICSI, IUI
(a) 1
(b) 2
(c) 3
(d) 4

(10) મોર્ગનના પ્રથમ પ્રયોગમાં પીળો રંગ અને સફેદ આંખ અને વન્ય પ્રકારના સંકરણથી F2 પેઢીમાં પુનઃસંયોજિત સંતતિ ..... જયારે બીજા પ્રયોગમાં સફેદ આંખ અને લઘુ પાંખનું સંકરણ વન્ય પ્રકાર સાથે કરાવ્યું તો તેમાં પુનઃસંયોજન.........      પ્રાપ્ત થઈ આ ઉપરથી કહી શકાય કે પ્રથમ પ્રયોગના જનીનો એકબીજાથી ..... જયારે બીજા પ્રયોગના જનીનો
એકબીજાથી સહેજ....... ગોઠવાયેલા હશે.
(a) 1.3%, 37.2%, નજીક, દૂર
(b) 37.2%, 1.3%, નજીક, દૂર
(c) 37.2%, 1.3%, નજીક, દૂર
(d) 1.3%, 37.2%, નજીક, દૂર

(11) કોલમ-1 માં આપેલ શબ્દને કોલમ-II માં આપેલ વર્ણન સાથે યોગ્ય રીતે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.                      કોલમ-1              કોલમ-II
(A) પ્રભાવી         (1) ઘણા જનીનો એક જ લક્ષણનું સંચાલન કરે છે.
(B) સહપ્રભાવીતા (2) વિષમયુગ્મી સજીવમાં ફક્ત એક જ જનીન તેની જાતે પ્રદર્શિત થાય છે.
(C) પ્લીઓટ્રોપી    (3)વિષમયુગ્મી સજીવમાં બંને કારકો પૂર્ણ રીતે તેમની જાતે પ્રદર્શિત થાય છે.
(D) પોલીજીનિક   (4)એક જ જનીન દ્વારા અનેક લક્ષણોની અભિવ્યકિત થાય છે.
(a) (A-2), (B-3), (C-4), (D-1)
(b) (A-4), (B-1), (C-2), (D-3)
(c) (A-4), (B-3), (C-1), (D-2)
(d) (A2), (B-1), (C-4), (D-2)


(12) એન્ટીરીનમ (સ્નેપડ્રેગોન) ના લાલ પુષ્પોવાળા છોડ સાથે સફેદ પુષ્પોવાળા છોડનું સંકરણ કરાવતા F1 માં ગુલાબી પુષ્પો મળે છે. જયારે  ગુલાબી પુષ્પોવાળા F1 નું સ્વફલન થાય ત્યારે F2 મળે છે તેમાં સફેદ,લાલ અને ગુલાબી પુષ્પો મળે છે. નીચે પૈઠી ખોટું વિધાન પસંદ કરો.
(a) F1 માં ગુલાબી પુષ્પો મળે તે અપૂર્ણ પ્રભાવિતાને કારણે છે.
(b) F2 માં જે પ્રમાણ મળે છે તે 1/4 (લાલ): 2/4 (ગુલાબી) : 1/4 (સફેદ)
(c) આ પ્રયોગમાં વિશ્લેષણનો નિયમ લાગુ પડતો નથી.
(d) આ પ્રયોગ પ્રભુત્વના નિયમને અનુસરતો નથી.

(13) જો હર્ષી અને ચેઝના પ્રયોગમાં વાયરસને S35 અને P32થી અંકીત કરવામાં આવ્યુ હોય તો પ્રયોગને અંતે .....
(a) નિતારમાં S35 જોવા મળશે નહી.
(b) નિતારમાં S35 જોવા મળશે.
(c) નિતારમાં P32જોવા મળશે.
(d) નિતારમાં S35 અને P32 બંને જોવા મળશે.

(14) જો DNA માં 5000 bp હોય અને તેમાં એકેનીનનું પ્રમાણ 15 % હોય તો તેમાં ગ્વાનીન ન્યુકિલઓટાઈડની સંખ્યા કેટલી હશે ?
(a) 1750
(b) 3500
(c) 1200
(d) 975

(15) સાચા અને ખોટા વિધાન પસંદ કરો.
(1) સિકલસેલ એનેમિયામાં પોઈન્ટ મ્યુટેશન જોવા મળે છે.
(2) પ્રારંભિક વાહક RNA માં AUG સંકેત હોય છે.
(3) ટયુમર વાઈરસ જનીનદ્રવ્ય તરીકે RNA ધરાવે છે.
(4) કોષરસમાં રહેલા વિવિધ પ્રકારના એમિનોએસિડનું વહન m-RNA દ્વારા થાય છે.
(a) TTFF
(b) TFTF
(c) FTTT
(d) TFTT

(16) માનવ ઉદવિકાસનો સાચો ક્રમ કયો છે ?
(a) ઓસ્ટ્રેલીઓપિથેક્સ→ રામાપિથેકસહોમોસેપીઅન્સ હોમોહેબીલસ
(b) હોમોઈરેકટસ હોમોહેબીલસ હોમોસેપીઅન્સ
(c) રામાપિથેકસ→ હોમોહેબીલસ હોમોઈરેક્ટસ હોમોસેપીઅન્સ
(d) ઓસ્ટ્રેલીઓપિથેકસ→ રામાપિથેકસ હોમોઈરેકટસ હોમોહેબીલસ હોમોસેપીઅન્સ

(17) યાદી - 1 ને યાદી - II સાથે મેળવો.
          યાદી-1                 યાદી - II
(A) અનુકૂલિત પ્રસરણ         (i) તૃણનાશક અને કીટનાશકના વધુ પડતા વપરાશના કારણે પ્રતિરોધક જાતોની પસંદગી
(B) કેન્દ્રાભિસારી ઉદવિકાસ  (ii) મનુષ્યના અને વ્હેલના અગ્રઉપાંગના હાડકા
(C) અપસારી ઉદવિકાસ      (iii) પતંગીયુ અને પક્ષીની પાંખ
(D) માનવપ્રેરિત ઉદવિકાસ    (iv) ડાર્વીન ફિન્ચીઝ
(a) (A-i), (B-iv), (C-iii), (D-ii)
(b) (A-iv), (B-iii), (C-ii), (D-i)
(c) (A-iii), (B-ii), (C-i), (D-iv)
(d) (A-ii), (B-i), (C-iv), (D-iii)

(18) યોગ્ય જોડકાં જોડો:
(A) અફિણ       (1) જઠરાંત્રીય માર્ગ પર અસર
(B) હેરોઈન       (2) મધ્યસ્થ ચેતાતંત્ર પર અસર
(C) ચરસ, ગાંજો, ભાંગ (3) તણાવ શામક
(D) કોકેઈન            (4) હ્રદપરીવહન તંત્રને અસર
(E) એટ્રોપા બેલેડોના (5) ડોપામાઈનના વહનમાં ખલેલ
(F) મોરફીન             (6) ઉત્સાહની અનુભુતી
                              (7) ભ્રામકતા પ્રેરે
                              (8) ઊર્જામાં વધારો પ્રેરે
                               (9) દર્દશામક
(a) (A-1,2), (B-3), (C-4), (D-5, 2, 6, 7, 8), (E-7), (F-9)
(b) (A-1, 2, 3), (B-4), (C-4, 5), (D-6, 7, 8), (E-8), (F-9)
(c) (A-1, 2), (B-3), (C-4), (D-2, 5, 6), (E-7, 8), (F-9)
(d) (A-1, 2), (B-4), (C-3), (D-2, 5, 6, 7, 8), (E-7), (F-9)

(20) રોગપ્રતિકારકતાના સંદર્ભમાં ખોટું વિધાન ઓળખો :
(a) જવારે પ્રતિજન (જીવીત કે મૃત)નો સામનો થાય ત્યારે યજમાનના શરીરમાં પ્રતિદ્રવ્ય ઉત્પન્ન થાય છે. જેને સક્રિય રોગપ્રતિકારકતા' કહે છે.
(b) જયારે તૈયાર પ્રતિદ્રવ્યને સીધુ આપવામાં આવે તો તેને “નિષ્ક્રિય રોગપ્રતિકારકતા' કહે છે.
(C) સક્રિય રોગપ્રતિકારકતા ઝડપી છે અને સંપૂર્ણ પ્રતિભાવ આપે છે.
(d) ગર્ભ કેટલુક પ્રતિદ્રવ્ય માતામાંથી મેળવે છે, તે નિષ્ક્રિય રોગપ્રતિકારકતાનું ઉદાહરણ છે.

(21) નીચેનામાંથી કેટલા ડ્રગ્સ અફીણમાંથી મેળવવામાં આવે છે ?
કોકેન, હેરોઈન, મોરફીન, સ્મેક, કોડીન, મેરીઝુઆના, હસીસ
(a) 1
(b) 2
(c) 3
(d) 4

(22) નીચેના કોઠામાં આપેલ પૈકી કોણ ખોટી રીતે અનુરૂપ કરેલ છે ?
સૂક્ષ્મજીવ                                  વ્યુત્પ્ન્ન                              ઉપયોગ
(a) મોનોસ્ક પુરપુરીઅન્સ     , સ્ટેટિન્સ,                      રુધિરમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડે છે.
(b) સ્ટ્રેપ્ટોકોકસ                  ,    સ્ટેપ્ટોકાઈનેઝ,            રુધિરવાહિનીઓમાં ગંઠાયેલ રુધિરને દૂર કરે છે.
(c) કલોસ્ટ્રીડીયમ બ્યુટીલીકમ,         લાઈપૅઝ     ,          લોંડ્રિ માં તૈલી ડાઘા દૂર કરવામાં વપરાય છે.
(d) ટ્રાયકોડમાં પોલિસ્પરમ (યીસ્ટ)  ,સાયકલોસ્પોરીન - A, દર્દીઓના અંગ પ્રત્યારોપણમાં પ્રતિકારકતા ઘટાડનાર
(ઈન્યુનોસપ્રેસીવ ડ્રગ)

(23) નીચેનામાંથી કેટલા કાર્બનિક એસિડનું નિર્માણ ફુગ દ્વારા થાય છે ?
સાઈટ્રીક એસિડ, એસીટીક એસિડ, બ્યુટેરીક એસિડ, લેક્ટીક એસિડ
(a) 1
(b) 2
(c) 3
(d) 4

(24) નીચે આપેલા વિધાનમાંથી સાચા વિધાન પસંદ કરો.
A - રોકવી કોર્ટ ફૂગના સંવર્ધનથી બનાવતું ચીઝ છે.
B - પેનિસીલિયમ નોટેટમ યીસ્ટમાંથી સૌપ્રથમ એન્ટીબાયોટીક મેળવાયું
C - રૂધિરને ગંઠાતું અટકાવવા સ્ટ્રેપ્ટોકાયનેઝ ઉપયોગી છે.
D - રૂધિરમાં કોલેસ્ટેરોલ ઘટાડવા સ્ટેટિન્સ ઉપયોગી છે.
(a) A-B-C
(b) A-B-D
(c) A-C-D
(d) B-C-D

(25) વિદેશી DNA ને વાહક pBR 322 માં Pst I સ્થાને જોડવામાં આવે તો પુનઃસંયોજિત ઘટકો......
(a) એમ્પિસિલિન માધ્યમ પર વૃદ્ધિ પામશે પરંતુ ટેટ્રાસાયકિલન પર નહી.
(b) ટેટ્રાસાયકિલન માધ્યમ પર વૃદ્ધિ પાશે પરંતુ એમ્પિસિલિન પર નહીં.
(c) એમ્પિસિલિન અને ટેટ્રાસાયકિલન માધ્યમ પર વૃદ્ધિ પાશે.
(d) એમ્પિસિલિન અને ટેટ્રાસાયકિલન માધ્યમ પર વૃદ્ધિ નહીં પામશે.

(26) સીલેકટેબલ માર્કર શા માટે ઉપયોગી છે ?
(a) અરૂપાંતરકોને અલગ કરવામાં જેથી રૂપાંતરકોની વૃદ્ધિ થઈ શકે.
(b) ઈચ્છીત DNA ને વિદેશી સજીવોમાં ઓળખવા માટે
(c) યોગ્ય વાહને પસંદ કરવા માટે જે ચોકકસ પાકમાં રૂપાંતરણ માટે જવાબદાર છે.
(d) રંગસૂત્ર પર જનીનોને ઓળખવા જેથી તેને રીસ્ટ્રીશન ઉત્સેચકો દ્વારા અલગ કરી શકાય.

(26) નીચેનામાંથી PBR322 માટે કેટલા ઉત્સેચકો એમ્પીસીલન અવરોધ સ્થાનેથી તોડી શકે છે?
Hind III, BamH I, Sal I, Pvu II, Pst 1
(a) 1
(b) 2
(c) 3
(d) 4

(27) નીચેનાં વાક્યો વાંચો: કેટલા વાકયો ખોટાં છે ?
(1) જેલ ઈલેક્ટ્રોકોરેસિસમાં, DNA નાં ટુકડાઓનું અલગીકરણ માત્ર ચાર્જના આધારે થાય છે.
(2) અલગ પડેલાં DNA નાં ટુકડાઓએ ઈથિડિયમ ફલોરાઈડ્સ દ્વારા અભિરંજન બાદ જ જોઈ શકાય.
(3) અલગ પડેલાં DNA ટુકડાઓને અગારોઝ જેલ પરથી કાપીને DNA ટુકડાઓને અગારોઝ જેલ પરથી કાપીને અલગ કરાય છે. જેને ઈલ્યુશન કહેવાય.
(4) cDNA એ m-RNA ના ટેમ્પલેટ તરીકે પર DNA આધારીત DNA પોલિમરેઝ દ્વારા બનાવાય છે.
(a) ચાર
(b) એક
(c) ત્રણ
(d) બે

(28) ઈન્યુલીનના પરીપ્રેક્ષમાં સાચો વિકલ્પ પસંદ કરો. આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
(A) પરીપકવ ઈન્સ્યુલીનમાં C-પેપ્ટાઈડ હાજર નથી.
(B) rDNA પદ્ધતિ દ્વારા બનાવાયેલ ઈન્સ્યુલીનમાં C-પેપ્ટાઈડ હોય છે.
(C) પ્રોઈન્સ્યુલીનમાં C-પેપ્ટાઈડ હોય છે.
(D) ઈન્સ્યુલીનના A-પેપ્ટાઈડ અને B-પેપ્ટાઈડ એકબીજા સાથે ડાયસલ્ફાઈડ બંધ દ્વારા પરસ્પર જોડાયેલ હોય છે.
(a) ફક્ત A અને D
(b) ફક્ત B અને D
(c) ફકત B અને C
(d) ફક્ત A, C અને D

(29) નીચેનામાંથી કેટલા રોગના અભ્યાસ માટે પારજનીનિક મોડેલ અસ્તિત્વમાં છે.
(1) કેન્સર
(2) હ્રદયરોગ
(3) સીસ્ટીક ફાઈક્રોસીસ
(4) આસિથવા
(5) અલ્ઝાઈમર
(6) SCID
(7) મલ્ટીપલ સ્કલેરોસીસ
(a) 5
(b) 2
(c) 3
(d) 4

(30) GMO માટેની સંગતતા કઈ છે ?.
(1) કપાસ, મકાઈ, રીંગણના જનીન બેસિલસ થુરેન્જિસમાં નાખવા.
(2) જીવાતોનો સામનો કરી શકે તેવી વનસ્પતિનું નિર્માણ
(3) કોલીઓપ્ટેરા વગર પાક ઉત્પાદન ઘટે છે.
(4) સંકરણથી સજીવ, કલોન કરતા ઝડપી નિર્માણ પામે છે.
(a) FTFF
(b) FFTT
(c) FFTF
(d) FFFT

(31) 2005 માં 14 લાખ લોકોની વસતીમાં 0.028 જન્મ અને 0.008 મૃત્યુ પામ્યા હોય તો લોગેરીધમ સમીકરણનો ઉપયોગ કરી 2015 માં કેટલી વસતી હશે તે શોધો.
(a) 25 લાખ
(b) 17 લાખ
(c) 20 લાખ
(d) 18 લાખ

(32) ગોસનો સ્પર્ધાત્મક રીતે દૂર થવાનો (બાકાત થવાનો) સિદ્ધાંત શું જણાવે છે?
(a) સમાન આવશ્યકતાની સ્પર્ધા એ જાતિઓને દૂર કરે છે, કે જે જુદા જુદા ખોરાક પર પણ જીવી શકે છે.
(b) કોઈ બે જાતિ એકજ જીવનપદ્ધતિમાં અનંતકાળ સુધી સાથે ના રહી શકે જયારે સ્ત્રોત મર્યાદીત અને સમાન હોય.
(c) સ્પર્ધા દ્વારા મોટા સજીવો, નાના રાજીવોને દૂર કરે છે.
(d) વધુ વિપુલતા ધરાવતી જાતિઓ, સ્પર્ધા દ્વારા ઓછી વિપુલતા ધરાવતી જાતિઓને દુર કરે છે.

(33) ખોટી જોડ શોધો.
(a) માઈક્રોરાઈઝા - સહજીવન
(b) કોયલ અને કાગડો - પરોપજીવન
(c) કૂતરા પર ચોટેલી ticks - પ્રતિજીવન
(d) rickley pear cactus and moth- ભક્ષણ

(34) વિઘટનની પ્રક્રિયાના ચરણો યોગ્ય ક્રમમાં ગોઠવો.
(a) અવખંડન, અપચય, ધોવાણ, ખનીજીકરણ, સેન્દ્રીયકરણ
(b) અવખંડન, ધોવાણ, અપચય, ખનીજીકરણ, સેન્દ્રીયકરણ
(c) અવખંડન, અપચય, ધોવાણ, સેન્દ્રીયકરણ, ખનીજીકરણ
(d) અવખંડન, ધોવાણ, અપચય, સેન્દ્રીયકરણ, ખનીજીકરણ

(35) આપલ વિધાનો પૈકી સાચું / ખોટું વિધાન શોધો.
(1) એક ચકલી જયારે બીજ ૬ ખાય ત્યારે તે ઢીતીયક પોષકસ્તર સમાવેશ થાય.
(2) જયારે એક ચકલી કીટકો કે કૃમિઓ ખાય ત્યારે તે તૃતીયક પોષકસ્તરમાં સમાવેશ થાય.
(3) એક ચકલી જયારે બીજ ખાય ત્યારે તે દ્વિતીયક ઉપભોકતામાં સમાવેશ થાય.
(4) જયારે એક ચકલી કીટકો કે કૃમીઓ ખાય ત્યારે તે તૃતીયક ઉપભોકતામાં સમાવેશ થાય.
(a) TTTT
(b) FFFF
(c) TTFF
(d) FFTT

(36) ઉત્પાદકતા એટલે જૈવભારના નિર્માણનો દર જેને કઈ રીતે દર્શાવવામાં આવે છે?
(1) (Kcal m-³) yr-1
(2) gm-² yr-¹
(3) g-¹ yr-1
(4) (Kcal m-2) yr-1
(a) 2
(b) 3
(c) 2,4
(d) 1,3

(37) નીચેનામાંથી કેટલાનો સમાવેશ દ્વિતિય પોષકસ્તરમાં થાય છે ?
વનસ્પતિપ્લવકો, તૃણ, લીલ, પ્રાણી પ્લવકો, તીતી ઘોડો, ગાય
(a) 1
(b) 2
(c) 3
(d) 4

(38) આપેલા વિધાનો ભારતની જૈવવિવિધતા માટે સાચા / ખોટાં તે શોધો.
(1) ભારત વિશ્વનાં કુલ જમીન વિસ્તારનાં માત્ર 8.1 % જમીન વિસ્તાર ધરાવે.
(2) રોબર્ટ મેના વૈશ્વીક અંદાજ મુજબ કુલ જાતીના 2.4 % જાતિઓની શોધ થઈ છે.
(3) ભારતમાં વિવિધતાની દ્દષ્ટિએ અંદાજ લગાવીએ તો 300000 થી વધુ વનસ્પતિ જાતિની શોધ હજુ બાકી છે.
(4) ભારત વિશ્વના 14 મોટી વિવિધતા ધરાવતા દેશો પૈકી છે.
(a) TTTF
(b) TTFF
(c) FFTT
(d) FFFF

(39) નીચે આપેલ ચાર્ટ એ અપૃષ્ઠવંશીઓમાં જોવા મળતી જૈવવિવિધતા દર્શાવે છે. જેમાં કયો સમૂહ કેટલું પ્રમાણ દર્શાવે છે?
ABCD
(a) કીટકો,સ્તરકવચીઓ ,અન્ય પ્રાણીસમૂહ, મદુકાય
(b) સ્તરકવચીઓ, કીટકો ,મૃદુકાય પ્રાણીઓ, અન્ય પ્રાણીસમૂહ
(c) મૃદુકાય પ્રાણીઓ ,અન્ય પ્રાણીસમૂહ, સ્તરકવચીઓ, કીટકો
(d) કીટકો, મૃદુકાય પ્રાણીઓ, સ્તરકવચીઓ, અન્ય પ્રાણીસમૂહ

(40) નીચેનામાંથી કેટલાનો સમાવેશ પવિત્ર ઉપવનોમાં થાય છે?
ખાસી અને જયંતિયા, અરવલ્લી, સરગુજા, હિમાલય, ઈન્ડો-બર્મા


(a) 1
(b) 2
(c) 3
(d) 4

=========Best of luck=========


જવાબો 

1. B, 2.A, 3.B & C, 4.C, 5.A, 6.D, 7.B, 8.A, 9.B, 10.A, 11.A, 12.C, 13.B, 14.A, 15.B, 16.C, 17.B, 18.C, 19.C, 20.C, 21.C, 22.A, 23.C, 24.B, 25.A, 26.A, 27.C, 28.D, 29.C, 30.A, 31.B, 32.B, 33.C, 34.D, 35.C, 36.C, 37.C, 38.D, 39.D, 40.C, 



MANISH MEVADA (M.Sc,M.Phil,B.Ed)

GUJARAT BIOLOGY NEET PLUS


Youtube -  @Gujarat Biology NEET PLUS 

                     @ Gujarat Biology Plus Manish Mevada

            @ Gujarat Biology NEET Q & A

•  Instagra       -  @gujaratbiologyneetplus

Play store App  -  Gujarat Biology NEET PLUS

Website       

www.indiabiologyneet.com

 www.gujaratbiologyneet.com

www.manishmevada.com

BOOK          

 LAST DAYS FOR BOARD EXAMINATION – (2021,2022,2023,2024)  

=============================================================


Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad