GUJARAT BIOLOGY NEET PLUS
MANISH MEVADA (M.Sc,M.Phil,B.Ed)
PRE GUJ-CET EXAMINATION PAPER-1
TIME- 1 HOUR SUBJECT – BIOLOGY MARKS- 40
• કુલ 40 પ્રશ્નો છે દરેક પ્રશ્નનો એક માર્ક છે દરેક ખોટા પ્રશ્ન ના 0.25 માર્ક કપાશે
1. વિધાન A : એસ્ટરેસી અને પોએસી કુળની કેટલીક જાતિઓના બીજ ફ્લન વગર નિર્માણ પામે છે.
કારણ R : ફ્લન વગર ફળનો વિકાસ થાય છે તેને અફલિત , ફળવિકાસ કહે છે.
(a) વિધાન A અને કારણ R બંને સાચાં છે અને R એ A ની સાચી સમજૂતી છે.
(b) વિધાન A અને કારણ R બંને સાચાં છે પરંતુ R એ A ની સાચી સમજૂતી નથી.
(c) વિધાન A સાચું છે અને કારણ R ખોટું છે.
(d) વિધાન A અને કારણ R બંને ખોટાં છે.
2. આવૃત્ત બીજધારી વનસ્પતિના અંડકમાં ભ્રૂણપૂટની મધ્યમાં આવેલ કોષ તરફ પ્રવેશતી પરાગનલિકા તરફ શું હોય છે ?
(a) એક એકકીય કોષકેન્દ્ર
(b) એક દ્વિકીય અને એક એકકીય કોષકેન્દ્ર
(c) બે એકકીય ધ્રુવીય કોષકેન્દ્ર
(d) એક દ્વિકીય દ્વિતીય કોષકેન્દ્ર
3. અંડકમાં કઈ એક છિદ્રિષ્ઠ પ્રસાધન પ્રવેશ પામતી હોય છે ?
(a) તે પરાગનલિકાની રચનાને પ્રવેશ માટે ખૂલે છે.
(b) તે સહાયક કોષોથી અંડકોષ તરફ પરાગરજને માર્ગ દર્શાવે છે.
(c) તે સહાયક કોષમાં પરાગનલિકાને પ્રવેશવા માટે મદદ કરે છે.
(d) તે એક કરતાં વધારે પરાગનલિકાને પ્રવેશતાં અવરોધે છે.
4. શુક્રકોષના નિર્માણ માટેની સાચી શ્રેણી કઈ છે?
(a) પ્રશુક્રકોષ, પ્રાથમિક પૂર્વ શુક્રકોષ, આદિ પૂર્વ શુક્રકોષ, શુક્રકોષ
(b) આદિ પૂર્વ શુક્રકોષ, પ્રાથમિક પૂર્વ શુક્રકોષ, શુક્રકોષ, પ્રશુક્રકોષ
(c) આદિ પૂર્વ શુક્રકોષ, શુક્રકોષ, પ્રાથમિક પૂર્વ શુક્રકોષ, પ્રશુક્રકોષ
(d) આદિ પૂર્વ શુક્રકોષ, પ્રાથમિક પૂર્વ શુક્રકોષ, પ્રશુક્રકોષ, શુક્રકોષ
5. ગ્રોનેડોટ્રોપિનના વર્ણન માટે ઓ સાચો વિકલ્પ છે.
(a) FSH નો ઊંચું પ્રમાણ અને સાનુકૂલિત LH નું પ્રમાણ ગર્ભનું સ્થાન માટે હોય છે.
(b) hCG નું ઊંચું પ્રમાણ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનના સંશ્લેષણને ઉત્તેજે છે.
(c) hCG નું ઊંચું પ્રમાણ એન્ડોમેટ્રિયમની જાડાઈને ઉત્તેજે છે.
(d) FSH અને LH નું ઊંચું પ્રમાણ એન્ડોમેટ્રિયમની જાડાઈને ઉત્તેજે છે.
6. નીચે આપેલ પૈકી કયો એક માનવમાં પ્રસૂતિકાળની પ્રારંભ માટેનો અગત્યનો ઘટક નથી ?
(a) પ્રોસ્ટાગ્લેન્ડેન્સનું સંશ્લેષણ
(b) ઓક્સિટોસિનનો સ્રાવ
(c) પ્રોલેક્ટિનનો સ્રાવ
(d) ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન ગુણોત્તરમાં વધારો
7. મનુષ્યમાં ફલન પ્રાયોગિક રીતે ક્યારે શક્ય બને છે ?
(a) ફેલોપિયન નલિકામાં અડકોષ મુક્ત થાય કે તુરંત જ યોનિમાર્ગમાં શુક્રકોષો દાખલ થાય ત્યારે
(b) ગર્ભાશયમાં અંડકોષ મુક્ત થયાના 48 કલાક દરમિયાન ગ્રીવામાં શુક્રકોષો દાખલ થાય ત્યારે
(c) ગ્રીવાના એમ્પ્યુલરી ઇસ્થમિક સ્થાન પાસે અંડકોષ અને શુક્રકોષ એક સાથે આવે ત્યારે
(d) ફેલોપિયન નલિકાના એમ્પ્યુલરી-ઇસ્થમિક સ્થાન પાસે અંડકોષ અને શુક્રકોષ એક સાથે આવે ત્યારે
8. નીચે આપેલ પૈકી કઈ એક પદ્ધતિ કાયદાકીય રીતે જન્મદર નિયંત્રણ પદ્ધતિ છે ?
(a) યોગ્ય દવા લઈને ગર્ભપાત દર્શાવવો.
(b) માસિકચક્ર પછી 10 થી 17 મા દિવસ સુધી જાતીય સમાગમથી દૂર રહેવું.
(c) અંડપુટિકાના સ્ફોટન સમયથી જાતીય સમાગમ દર્શાવવું.
(d) જાતીય સમાગમ દરમિયાન અપરિપક્વ વીર્યસ્ખલન દ્વારા શુક્રકોષોને દાખલ કરવા.
9. મનુષ્યમાં ફલન પ્રાયોગિક રીતે ક્યારે શક્ય બને છે ?
(a) ફેલોપિયન નલિકામાં અડકોષ મુક્ત થાય કે તુરંત જ યોનિમાર્ગમાં શુક્રકોષો દાખલ થાય ત્યારે
(b) ગર્ભાશયમાં અંડકોષ મુક્ત થયાના 48 કલાક દરમિયાન ગ્રીવામાં શુક્રકોષો દાખલ થાય ત્યારે
(c) ગ્રીવાના એમ્બ્યુલરી ઇસ્થમિક સ્થાન પાસે અંડકોષ અને શુક્રકોષ એક સાથે આવે ત્યારે
(d) ફેલોપિયન નલિકાના એમ્પ્યુલરી-ઇસ્થમિક સ્થાન પાસે અંડકોષ અને શુક્રકોષ એક સાથે આવે ત્યારે
10. એમ્નિ ઓસેન્ટેસિસ (ગર્ભજળ કસોટી) ના સંદર્ભમાં નીચે આપેલ વિદ્યાનો પૈકી કયું વિધાન ખોટું છે ?
(a) ભ્રૂણની જાતિ નક્કી કરવા માટે વપરાય છે.
(b) તેનો ઉપયોગ કલેફટ પેલેટની તપાસ કરવા માટે વપરાય છે.
(c) તેનો ઉપયોગ ડાઉન્સ સિન્ડ્રોમની તપાસ કરવા માટે વપરાય છે.
(d) સ્ત્રી જ્યારે 14 થી 16 અઠવાડિયાનો ગર્ભ ધરાવતી હોય ત્યારે આ કસોટી કરવામાં આવે છે.
11. જો બંને પિતૃઓ થેલેસેમિયાના વાહક હોય જે દૈહિક પ્રચ્છન્ન અનિયમિતતા ધરાવે છે, તો ગર્ભાવધિકાળ બાદ બાળક ચેપગ્રસ્ત/રોગિષ્ઠ હોવાની શક્યતા કેટલી હોય ?
(a) 25% (b) 100%
(c) શક્યતા નથી (d) 50%
12. એક વ્યક્તિ AB રુધિરજૂથ ધરાવે છે, જે સાર્વત્રિક ગ્રાહી તરીકે ઓળખાય છે. કારણ કે તે
(a) RBC પર A અને B ઍન્ટિજેન ધરાવે, પરંતુ રુધિરરસમાં ઍન્ટિબોડી ન ધરાવે.
(b) રુધિરરસમાં A અને B બંને ઍન્ટિબોડી ધરાવે છે.
(c) RBC પર ઍન્ટિજેન નથી અને રુધિરરસમાં ઍન્ટિબોડી ન ધરાવે.
(d) રુધિરરસમાં A અને B ઍન્ટિજેન ધરાવે, પરંતુ ઍન્ટિબોડી ન ધરાવે.
13. ટર્નર્સ સિન્ડ્રોમ ધરાવતી સ્ત્રી શું ધરાવે છે ?
(a) તે સાથે રંગસૂત્રો ધરાવે.
(b) એક વધારાનું રંગસૂત્ર ધરાવે.
(c) નર લક્ષણોની અભિવ્યક્તિ ધરાવે.
(d) સામાન્ય લક્ષણો ધરાવતા પતિ સાથે બાળકો ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે.
14. જ્યારે વટાણાના ઊંચા છોડને વટાણાના નીચા છોડ સાથે સંકરણ/પરફલન કરવામાં આવે, જે બંને શુદ્ધ છોડ છે, તો પેઢીના પરિણામમાં ગુણોત્તર અને જનીન પ્રકાર કયો હોય ?
(a) 3 : 1; ઊંચા : નીચા (વામન)
(b) 3 : 1; નીચા (વામન) : ઊંચા
(c) 1 : 2 : 1; સમયુગ્મી ઊંચા : વિષમયુગ્મી ઊંચા : વામન (નીચા)
(d) 1 : 2 : 1; વિષમયુગ્મી ઊંચા : સમયુગ્મી ઊંચા : વામન (નીચા)
15. ટ્રાન્ક્રીપ્શન (પ્રત્યાંકન) દરમિયાન RNA પોલીમરેઝ ઉત્સેચક પ્રમોટર જનીન સાથે જોડાય છે અને દંડ જેવી રચના બનાવે છે તેનો DNA જોડાઈ સ્થાનનો ક્રમ કયો છે?
(a) TTAA (b) AATT
(c) CACC (d) TATA
16. નીચેનામાંથી ન્યુક્લિઇક ઍસિડના નાઇટ્રોજન બેઇઝની જોડી, તેની સામે દર્શાવેલ કેટેગરી માટે અસંગત છે ?
(a) ગ્વાનીન, એડીનાઈન- પ્યુરીન
(b) એડીનાઇન, થાયમીન – પ્યુરીન
(c) થાયમીન, યુરેસિલ – પિરીમિડીન્સ
(d) યુરેસિલ, સાયટોસીન – પિરીમિડીન્સ
17. DNA ના અણુમાં
(a) એડીનીન અને થાયેમિનનું પ્રમાણ સજીવોમાં બદલાય છે.
(b) બે શૃંખલાઓ છે, જે પ્રતિસમાંતર છે : એક 5' - 3 અને બીજી 3' – 5'
(c) પ્યુરીન ન્યુક્લિઓટાઇડ અને પિરીમિડીન ન્યુક્લિઓટાઇડનું કુલ પ્રમાણ હંમેશાં સરખું હોતું નથી.
(d) બે શૃંખલાઓ જે 5' – 3' સમાંતર રહે છે.
18. જો Lac Y જનીનમાં નોન્સેન્સન વિકૃતિ હોય તો કોષમાં કયો ઉત્સેચક ઉદ્ભવે છે ?
(a) ટ્રાન્સએસેટાઇલેઝ
(b) લેક્ટોઝ પરમીએઝ અને ટ્રાન્સ એસેટાઇલેઝ
(c) B-ગેલેક્ટોસાઇડે
(d) લેક્ટોઝ પરમીએઝ
19. E.coli ના લેક્ટોઝ ઓપેરોનનું નિયંત્રણ જનીન નિયમનમાં Lac I જનીન સંકળાયેલો છે, જેનો ઉદ્ભવ.....
(a) નકારાત્મક અને નિગ્રાહી, કારણ કે નિગ્રાહક પ્રોટીન ટ્રાન્સક્રિપ્શનને અવરોધે છે.
(b) ફીડબેક અવરોધન થાય, કારણ કે -ગેલેક્ટોસાઇડેઝની અભિવ્યક્તિ નથી. ટ્રાન્સક્રિપ્શન બંધ થાય છે.
(c) હકારાત્મક અને પ્રેરક, કારણ કે તે લેક્ટોઝ દ્વારા ઉત્તેજિત થાય છે.
(d) નકારાત્મક અને પ્રેરક કારણ કે નિગ્રાહક પ્રોટીન ટ્રાન્સ- ક્રિપ્શનને અવરોધે છે.
20. ડાર્વિનનું ફિન્ચ પક્ષી એ કોનું ઉદાહરણ છે ?
(a) અનુકૂલિત પ્રસરણ
(b) ઋતુકીય સ્થાનાંતરણ
(c) રુધિર પરોપજીવી
(d) જોડતી કડી
21. સૌથી વધુ દેખીતા ફેરફાર ઉદ્વિકાસીય ઇતિહાસ દરમિયાન હોમોસેપિયન્સમાં જોવા મળે છે, તે
(a)ટટ્ટારચાલ
(b) જડબાનું સંકોચન (ટૂંકા થવા)
(c) મગજના કદમાં નોંધપાત્ર વધારો
(d) શરીરના વાળ નાશ થવા
22. રોગ અને રોગપ્રતિકારકતા માટે સાચું વિધાન પસંદ કરો.
(a) કોઈ કારણસર B—લસિકાકણો અને T-લસિકાકણોને નુકસાન થાય, તો શરીર રોગકારક પ્રત્યે ઍન્ટિબોડી બનાવી શકતું નથી.
(b) મારી નાખેલા રોગકારક સજીવને ઇન્જેક્શનથી આપતા નિષ્ક્રિય પ્રતિકાર મળે છે.
(c) હિપેટાઇટિસ-B ની રસી બનાવવા કેટલાક પ્રજીવનો ઉપયોગ થાય છે.
(d) સાપ કરડે ત્યારે ઉપયોગમાં લેવાતું સર્પવિરોધી રસીનું ઇન્જેક્શન સક્રિય પ્રતિકારકતાનું ઉદાહરણ છે.
23. સામાન્ય શરદી ઍન્ટિબાયોટિક્સ દ્વારા દૂર થતી નથી, કારણ કે તે
(a) વાઇરસ દ્વારા થાય છે.
(b) ગ્રામ-પોઝિટિવ બૅક્ટેરિયા દ્વારા થાય છે.
(c) ગ્રામ-નેગેટિવ બૅક્ટેરિયા દ્વારા થાય છે.
(d) અસરકારક રોગ નથી.
24. અજારક પદાર્થોનું અજારક પાચન થતા કયા વાયુઓ ઉદ્ભવે છે ?
(a) મિથેન, હાઇડ્રોજન, સલ્ફાઇડ અને CO₂
(b) મિથેન, હાઇડ્રોજન સલ્ફાઇડ અને O₂
(c) હાઇડ્રોજન સલ્ફાઇડ અને CO₂
(d) માત્ર મિથેન અને CO₂
25. નીચેના સજીવોને તેઓ દ્વારા નિર્મિત પ્રોડક્ટ સાથે યોગ્ય રીતે જોડો :
કોલમ I કોલમ II
(a) લેક્ટોબેસિલસ (i) ચીઝ
(b) સેકેરોમાયસિસ સેરેવીસી (ii) દહીં
(c) એસ્પર્જીલસ નાઈજર (iii) સાઇટ્રિક એસિડ
(d) એસેટોબેક્ટર એસેટી (iv) બ્રેડ
(v) એસેટિક એસિડ
(a) (a) - (ii), (b) - (i), (c) – (iii), (d) – (v)
(b) (a) - (ii), (b) – (iv), (c) – (v), (d) – (iii)
(c) (a )- (ii), (b) - (iv), (c) – (iii), (d)-(v)
(d) (a) - (iii), (b) - (iv), (c) – (v), (d) – (i)
26. નીચે પૈકી કોને રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ કહે છે ?
(a) DNA-I
(b) આરએનએઝ
(c) Hind-II
(d) પ્રોટીએઝ
27. નીચેના વિધાનો રેસ્ટ્રીક્શન ઍન્ડોન્યુક્લિયેઝ ઉત્સેચકની લાક્ષણિકતા દર્શાવે છે. ખોટું વિધાન ઓળખો.
(a) DNA પર આવેલ પેલીનડ્રોમીક ન્યુક્લિઓટાઈડ શ્રેણીને આ ઉત્સેચક ઓળખી શકે છે.
(b) DNA ની અંદર ચોક્કસ સ્થાન ઓળખી આ ઉત્સેચક DNA અણુમાં કાપ મૂકે છે.
(c) આ ઉત્સેચક DNA ને ચોક્કસ સ્થાને જોડે છે અને માત્ર બે પૈકી કોઈ એક શૃંખલા પર કાપ મૂકે છે.
(d) આ. ઉત્સેચક દરેક શૃંખલા પર સુગર-ફોસ્ફેટ માળખાને ચોક્કસ સ્થાને કાપે છે.
28. રિકોમ્બિનન્ટ DNA ટેક્નોલૉજીમાં એન્ટિબાયોટિક્સનો ઉપયોગ શેનાં માટે થાય છે ?
(a) માધ્યમમાં બેક્ટેરિયા મુક્ત કરવા માટે
(b) વાહક DNA ને શોધવા માટે
(c) યજમાન છોડને રોગપ્રતિકાર આપવા માટે
(d) પસંદગીમાન રેખક (વરણ ચિહ્ન)
29. વિધાન A : રિકોમ્બિનન્ટ DNA ટેક્નૉલોજીમાં માનવજનીન મોટે ભાગે બૅક્ટેરિયા (પ્રોકેરિયોટિક) અથવા યીસ્ટ(યુકેરિયોટિક) માં દાખલ કરવામાં આવે છે.
કારણ R : બંને બૅક્ટેરિયા અને યીસ્ટ ખૂબ જ ઝડપી ગુણનથી મોટી વસતિ બનાવે છે, જે ઇચ્છનીય જનીનને અભિવ્યક્ત કરે છે.
(a) વિધાન A અને કારણ R બંને સાચાં છે અને R એ A ની સાચી સમજૂતી છે.
(b) વિધાન A અને કારણ R બંને સાચાં છે પરંતુ R એ A ની સાચી સમજૂતી નથી.
(c) વિધાન A સાચું છે અને કારણ R ખોટું છે.
(d) વિધાન A અને કારણ R બંને ખોટાં છે.
30. Bt-કપાસમાં વનસ્પતિ પેશીમાં પ્રો-ટૉક્સિન સ્વરૂપે Bt વિષારી હોય છે, જે શેની હાજરીમાં સક્રિય વિષમાં ફેરવાય છે ?
(a) કીટકોના અન્નમાર્ગમાં અમ્લીય Ph
(b) અન્નમાર્ગના સૂક્ષ્મજીવોની ક્રિયાથી
(c) કીટકોના અન્નમાર્ગમાં આલ્કલીય Ph
(d) કીટકોના અન્નમાર્ગમાં પરિવર્તન ઘટકની હાજરી
31. ભારતની કઈ સરકારી સમિતિ લોકસેવા માટે સંશોધન અને GM સજીવોના ઉપયોગની સાવધાની લેવાની દેખરેખ રાખે છે.
(a) ઇન્ડિયન કાઉન્સિલ ઑફ એગ્રિકલ્ચર રિસર્ચ
(b) જિનેટિક એન્જિનિયરિંગ એપ્રુવલ કમિટિ
(c) રિસર્ચ કમિટિ ઑન જિનેટિક મેનિપ્યુલેશન
(d) બાયો-સેફ્ટી કમિટિ
32. Bt cotton માં Bt નો અર્થ...
(a) પીંક બોલવર્મની પ્રતિકાર સામે બેસીલો વાઇરસની સારવાર મળેલ કપાસના બીજ.
(b) કપાસનો રોગપ્રતિકારક ધરાવતો લાંબો તાંતણો જેને વધુ સારી તાણક્ષમતા હોય.
(c) એ કપાસ જે રીસ્ટ્રીક્શન ઉત્સેચક અને લીગેઝ દ્વારા જેવા તકનીકથી ઉત્પન્ન કરાય છે, જે સૂક્ષ્મજીવાણુ ચેપને પ્રતિકારક હોય છે.
(d) પીંક બોલવર્મ સામે જે કપાસના બીજ બેસીલીસ થુરીન્જી- એન્સીસમાંથી મેળવેલ એન્ડોટોક્સીનની જનીન ધરાવે છે.
33. એડીનોસીન ડીએમાઇનેઝ ઊણપ વિકૃતિના ઉપચાર માટે A મ જનીન થેરાપીમાં, દર્દીના કયા રુધિર કોષો વપરાય છે ?
(a) રક્તકણો
(b) લસિકાકણો
(c) રક્તકણ અને લસિકાકણ
(d) થ્રોમ્બોસાઇટ્સ બિમ્બાણું
34. વિશ્વનો 70 % કાર્બન ક્યાં જોવા મળે છે ?
(a) દરિયો
(b) જંગલ
(c) ઘાસનાં મેદાન
(d) ખેતરો
35. વસ્તીની રીતમાંનું જનીનિક સંતુલન કોના દ્વારા ખલેલ પામે છે ?
(a) વિકૃતિના અભાવે
(b) યાદચ્છિક પ્રજનનના અભાવે
(c) યાદચ્છિક પ્રજનન દ્વારા
(d) વિચરણના અભાવે
36. વસ્તીઓ વચ્ચેની જનીન આવૃત્તિઓમાં ભિન્નતા/વૈવિધ્ય અકસ્માત દ્વારા થાય છે, જે પ્રાકૃતિક પસંદગી કરતા વધારે હોય છે. આ ઘટનાને શું કહે છે ?
(a) યાદચ્છિક પ્રજનન
(b) જનીનિક લોડ
(c) જનીનિક પ્રવાહ
(d) જનીનિક વિચલન
37. વિઘટન દરમિયાન થતી કઈ એક ક્રિયા સાચી વર્ણવેલી છે ?
(a) અપચય : વિઘટનનો છેલ્લો તબક્કો છે, જે પૂર્ણપણે, ૫ અજારક પરિસ્થિતિ હેઠળ થાય છે.
(b) ધોવાણ : પાણીમાં દ્રાવ્ય અકાર્બનિક પોષકતત્ત્વો જમીનના સૌથી ઉપલા સ્તરે આવી જાય છે.
(c) ખાતરનિર્માણ : હ્યુમસ દ્રવ્યનો રંગ વધારે ઘેરો બને છે. જેથી સૂક્ષ્મ જીવોની ઘણી ઝડપી પ્રક્રિયાદરને કારણે ખાતર-નિર્માણ થાય છે.
(d) અવખંડન : અળસિયા જેવાં પ્રાણીઓ દ્વારા કરવામાં આવે છે.
38. પરિસ્થિતિકીય અનુક્રમણ દરમિયાન શું સાચું છે ?
(a) પ્રાણીઓની સંખ્યા અને પ્રકારો અચળ રહે છે.
(b) સમાજમાં પરિવર્તનને પરિણામે સમાજ અને પરિઆવરણ વચ્ચે લગભગ સંતુલન જળવાય છે, જેને પાયાનો સમાજ કહે છે.
(c) આપેલ વિસ્તારમાં ક્રમિક અને નિયત ધારેલ પરિવર્તન, જાતિઓમાં થાય છે.
(d) નવા જૈવસમાજની સ્થાપના ઝડપથી થાય છે, જે તેનો પ્રાથમિક તબક્કો છે.
39. જૈવભૌગોલિક પ્રદેશની જૈવવિવિધતાનું પ્રતિનિધિત્વ માટે શું સાચું છે ?
(a) પ્રદેશોમાં નાશ:પ્રાય જાતિઓ જોવા મળે છે.
(b) પ્રદેશમાં વસતા સજીવોમાં વિવિધતા જોવા મળે છે.
(c) પ્રદેશની પ્રભાવી જાતિઓમાં જનીનિક વિવિધતા જોવા મળે છે.
(d) પ્રદેશની છેલ્લી જાતિઓનું સૂચન કરે છે.
40. સેક્રેડ ગ્રોવ્સ (અલગતમ ઉછેર) નો ઉપયોગ ખાસ કરીને શેમાં થાય છે ?
(a) પર્યાવરણની અભાનતામાં વધારો કરવા માટે.
(b) ભૂમિકરણનું રક્ષણ કરવા.
(c) વાર્ષિક રીતે પ્રવાહિત પાણીનો પ્રવાહ નદીમાં જાય તે માટે.
(d) ભાગ્યે જ જોવા મળતા અને નાશ પામવાનો ભય ધરાવતા સજીવોની જાળવણી માટે.
=========Best of luck=========
જવાબો
1. B, 2.C, 3.C, 4.D, 5.C, 6.C, 7.D, 8.B, 9.D, 10.B, 11.A, 12.A, 13.A, 14.C, 15.D, 16.B, 17.B, 18.C, 19.D, 20.A, 21.C, 22.A, 23.A, 24.A, 25.C, 26.C, 27.C, 28.D, 29.A, 30.C, 31.B, 32.D, 33.B, 34.A, 35.B, 36.D, 37.D, 38.C, 39.B, 40.D,
MANISH MEVADA (M.Sc,M.Phil,B.Ed)
GUJARAT BIOLOGY NEET PLUS
• Youtube - @Gujarat Biology NEET PLUS
@ Gujarat Biology Plus Manish Mevada
@ Gujarat Biology NEET Q & A
• Instagram - @gujaratbiologyneetplus
• Play store App - Gujarat Biology NEET PLUS
• Website
www.indiabiologyneet.com
www.gujaratbiologyneet.com
www.manishmevada.com
• BOOK
LAST DAYS FOR BOARD EXAMINATION – (2021,2022,2023,2024)
=============================================================
Please do not enter any spam link or word in the comment box