Type Here to Get Search Results !

Board ની પરીક્ષા માટે IMP પ્રેક્ટિસ પેપર | પ્રકરણ 1,2,3 | ધોરણ 12 Biology કુલ ગુણ 100

0

 

Board ની પરીક્ષા માટે IMP પ્રેક્ટિસ પેપર | પ્રકરણ 1,2,3 | ધોરણ 12 Biology કુલ ગુણ 100


PART - A ( 50 MCQs)  - 50 Marks

(1) વિધાન A : પરાગરજ અશ્મિઓ સ્વરૂપે સંગ્રહાય છે.
કારણ Rઃપરાગરજનું બાહ્યઆવરણ સ્પોરોપોલેનિનું બનેલું છે.

(a) વિધાન A અને R સાચા છે, R એ A ની સમજૂતી છે.
(b) વિધાન A અને R સાચા છે, R એ A ની સમજૂતી નથી.
(c) વિધાન A સાચું જયારે R ખોટું
(d) વિધાન A ખોટું જયારે R સાચું

(2) સાચા વિધાન પસંદ કરો. 

(1) કેટલીક પરાગરજ એલર્જી પ્રેરક છે જે અસ્થમાં એન બ્રોન્કાઈટીસ પ્રેરે છે.
(2) ગાજર ઘાસ એલર્જી પ્રેરક પરાગરજ ઉત્પન્ન કરે છે.
(3) ગાજરઘાસનો ભારતમાં પ્રવેશ આપાત કરેલા ચોખાની સાથે થયો હતો.
(4) ઉત્સેચકો સ્પોરોપોલેનિને અવનત કરી શકતા નથી.
(5) જનનછિદ્રનું કાર્ય પરાગવાહિનીને માર્ગ આપવાનું છે.

(a) 2
(b) 3
(c) 4
(d) 5

(3) ભૃણભુટના કેટલા કોષકેન્દ્રો કોષદીવાલ વડે આવરતી થાય છે ?

(a) 3
(b) 8
(c) 7
(d) 6

(4) સ્વફલન .......

(a) એક જ વનસ્પતિના જુદા-જુદા પુષ્પો
(b) એક જ વનસ્પતિના એક જ પુષ્પમાં
(c) બે જુદી જુદી વનસ્પતિના પુષ્પો વચ્ચે
(d) એક પણ નહિ

(5) સ્વફયલન અટકાવી શકાય પરંતુ ગેઈટેનોગેમી નહી.....
    સ્વફલન અને ગેઈટેનોગેમી બંને અટકાવી શકાય.......

(a) પપૈયા, મકાઈ
(b) મકાઈ, પપૈયા
(c) મકાઈ, દીવેલા
(d) પપૈયા, દીવેલા

(6) સંકરજાત માટે કેટલા વિધાન સાચા છે ?

(1) સંકરજાતથી ઉત્પાદકતા વધે છે.
(2) દર વખતે નવા સંકરબિજ ઉત્પન્ન કરવા પડે છે.
(3) સંકરજાતમાંથી મેળવેલ બીજમાં સંકર લક્ષણો જળવાય છે.
(4) સંકરબીજનું ઉત્પાદન મોંઘુ છે.
(5) સંકરજાતના બીજમાંથી ઉત્પન્ન થતી સંતતિમાં લક્ષણોનું વિશ્લેષણ થાય છે.

(a) 2
(b) 3
(c) 4
(d) 5

(7) લાક્ષણિક સપુષ્પ વનસ્પતિનાં માદા જન્યુજનક માટેનો સાચો વિકલ્પ પસંદ કરો.

(1) પુખ્તાવસ્થાએ 8-કોષકેન્દ્ર અને 7-કોષીય હોય છે.
(2) વિકાસ દરમિયાન મુકત કોષકેન્દ્રી હોય છે.
(3) તે અંડકાવરણની અંદર પરંતુ પ્રદેહની બહાર હોય છે.
(4) તે અંડતલ છેડે અંડછીદ્ર ધરાવે છે.

(a) 1 & 4
(b) 2 & 3
(c) 1 & 2
(d) 2 & 4

(8) સપુષ્પ વનસ્પતિમાં ફલન બાદના વિકાસ માટે નીચે પૈકી કયું વિધાન ખોટું છે ?

(a) ફલિતાંડ એ ભ્રૂણમાં પરિણમે છે.
(b) દ્વિતીય (કેન્દ્રસ્થ) કોષમાંથી ભ્રૂણપોષ બને છે.
(c) અંડકો ભ્રૂણપુટમાં પરિણમે છે.
(d) બીજાશય ફળમાં પરિણમે છે.

(9) નીચેનામાંથી કેટલી વનસ્પતિ જલપરાગીત એન મીઠા પાણીની છે? જળકુંભી, જળલીલી, ઝોસ્ટેરા, હાઈડ્રીલા, વેલીસનેરીયા

(a) 1
(b) 2
(c) 3
(d) 4

(10) ભ્રણપુટ નિર્માણ માટે સમસૂત્રીભાજન દ્વારા વિભાજન પામતા એકકીય કોષો. છે 

(a) મહાબીજાણુ માતૃકોષો
(b) લઘુબીજાણુ માતૃકોષો
(c) સક્રિય મહાબીજાણુ
(d) નિષ્ક્રિય મહાબીજાણુ

(11)

કોલમ - 1                     કોલમ - II

(X) એનીમોફિલી          (i) વેલિનેરિયા
(Y) હાઈડ્રોફિલી           (ii) શીમળો
(Z) ઝુફિલી                 (iii) કાઈજેલિય
                                 (iv) નાળિયેરી

(a) (X-ii), (Y-iii), (Z - iv)
(b) (X-iv), (Y-i), (Z-ii)
(c) (X-iv), (Y-iii), (Z-i)
(d) (X-iv), (Y-i), (Z-iii)

(12) નીચે આપેલ જોડકામાંથી સાચું જોડકું શોધો.

કોલમ -1                                      કોલમ -II                                        કોલમ -III

(i) પરાગાશયનું સૌથી અંદરનં સ્તર  પોષકસ્તર           ધરાવે છે અને સામાન્ય રીતે એક કરતા                                                                                  વધુ કોષકેન્દ્રો ધરાવે

(ii) પરાગાશયનું તંતુમય સ્તર        એન્ડોથેસિયમ     પરાગરજનું વિકરણમાં પરાગાશયને મદદ કરે

(iii) પરાગાશયનું મુખ્ય પોષકસ્તર   મધ્યસ્તરો        અંતઃસમભાજનના કારણે કોષોમાં પોલિપ્લોઈડી

(a) ફકત (i)
(b) (i) & (ii)
(c) ફકત (iii)
(d) (ii) & (iii)

(13) સાચા અને ખોટા વિધાન અનુક્રમે T-F દ્વારા દર્શાવો.

(1) પરાગરજ મુકત થાય તે પહેલા પરાગાસન ગ્રહણશીલ બને - સૂર્યમુખી
(2) પરાગરજ મુકત થાય તે પહેલા પરાગાસન ગ્રહણશીલ બને – પ્રિમ્યુલા
(3) પરાગરજ મુકત થાય તે પહેલા પરાગાસન ગ્રહણશીલ બને – માલ્વા
(4) પરાગરજ મુકત થાય તે પહેલા પરાગાસન ગ્રહણશીલ બને - દિવેલા

(a) FFTF
(b) FTTF
(c) FFFT
(d) FFFF

(14) નીચેની આકૃતિમાં X અને Y ને ઓળખો.

(a) X-અંડકતલ, Y-અંડછિદ્ર
(b) X - અંડકતલ, Y-અંડકોષ
(c) X - અંડછિદ્ર, Y-સહાયક કોષ
(d) X - અંડછિદ્ર, Y- પ્રતિધ્રુવીય કોષ


(15) આપેલી આકૃતિમાં કોમેલિના દર્શાવ્યું છે. [A] અને [B] ઓળખો.


(a) [A] કિલસ્ટોગમસ પુષ્પ, [B] કેસ્મોગેમસ પુષ્પ
(b) [A] કેસ્મોગેમસ પુષ્પ, [B] કિલસ્ટોગમસ પુષ્પ
(c) [A] અને [B] કિલસ્ટોગમસ પુષ્પ
(d) [A] અને [B] કેસ્મોગેમસ પુષ્પ


(16) ગર્ભાશયની દીવાલનું કયું સ્તર ઋતુચક્ર દરમિયાન ફેરફાર પામે છે અને કયું સ્તર પ્રસવ દરમિયાન સંકોચન પામે છે?

(a) એપિમેટ્રીયમ, માયોમેટ્રીયમ
(b) એન્ડોમેટ્રીયમ, માયોમેટ્રીયમ
(c) માયોમેટ્રીયમ, એન્ડોમેટ્રીયમ
(d) માયોમેટ્રીયમ, પેરીમેટ્રીયમ

(17) મૈથુન દરમીયાન પુરુષ લગભગ શુક્રકોષનો ત્યાગ કરે છે. જેમાંથી સામાન્ય પ્રજનન ક્ષમતા માટે ઓછામાં ઓછો.. શુક્રકોષો સામ)નય આકાર અને કદનાં તથા ...... શુક્રકોષો શકિતશાળી હલનચલન દર્શાવતા હોવા જોઈએ.

(a) 200 - 300 મિલિયન , 60%, 40%
(b) 200 - 300 મિલિયન, 120 - 180 મિલિયન, 80 - 120 મિલિયન
(c) 200 - 300 મિલિયન, 80 120 મિલિયન, 120 - 180 મિલિયન
(d) 200 - 300 મિલિયન, 40%, 60%

(18) વિધાન A : બધી જ સંવનન ક્રિયાઓ ફલન અને ગર્ભધારણમાં પરિણમતી નથી.
કારણ R : જયારે અંડકોષો અને શુક્રકોષો એક સાથે તુંબકીય ઈથમસ જોડાણ સ્થાને મળે ત્યારે જ ફલન થાય. વિધાન A અને કારણ R માટે કયો વિકલ્પ સાચો છે.

(a) A અને R બંને સાચાં છે અને R એ A ની સાચી સમજૂતી છે.
(b) A અને R બંને સાચાં છે, પરંતુ R એ A ની સાચી સમજૂતી નથી.
(c) A સાચું છે અને R ખોટું છે.
(d) A ખોટું છે અને R સાચું છે.

(19) નીચેનામાંથી સાચા વિધાનો કેટલા છે?

(1) ગર્ભસ્થાપન બાદ પોષકકોષોમાં આંગળી જેવા પ્રવર્ધ દેખાય છે તેને જરાયુજ અંકુર કહે છે.
(2) જરાયુ ભૃણને O, અને પોષક ઘટકો પુરા પાડે છે.
(3) જરાયુ ભૃણ સાથે ગર્ભનળી દ્વારા સંકળાયેલ હોય છે.
(4) જરાય અંતઃસ્ત્રાવી પેશી તરીકે પણ વર્તે છે.

(a) 1
(b) 2
(c) 3
(d) 4

(20) શુક્રકોષ નિર્માણ માટેનો સાચો ક્રમ કયો છે?

(a) પ્રશુક્રકોષ - પૂર્વ શુક્રકોષ – આદિશુક્રકોષ - શુક્રકોષ
(b) આદિશુક્રકોષ - પૂર્વ શુક્રકોષ - શુક્રકોષ - પ્રશુક્રકોષ
(c) આદિશુક્રકોષ – પૂર્વ શુક્રકોષ – શુક્રકોષ – પ્રશુક્રકોષ
(d) આદિશુક્રકોષ - પૂર્વ શુક્રકોષ - પ્રશુક્રકોષ - શુક્રકોષ

(21) સ્પર્મીઓજીનેસિસ (પ્રશુક્રકોષોનું રૂપાંતરણ) અને સ્પર્મીએશનની વચ્ચેનો ભેદ આ છે.

(a) સ્પર્મીઓજીનેસિસમાં શુક્રકોષોનું નનમાણ થાય છે જયારે સ્પર્મીએશનમાં પ્રશુક્રકોષોમાં નિર્માણ થાય છે.
(b) સ્પર્મીઓજીનેસિસમાં સરટોલી કોષોમાંથી શુક્રકોષો શુક્રોત્પાદક નલિકાના પોલાણમં મુક્ત થાય છે, જયારે સ્પર્મીએશનમાં શુક્રકોષોનું નિર્માણ થાય છે.
(c) સ્પર્મીઓજીનેસિસમાં પ્રશુક્રકોષોનું નિર્માણ હોય છે જયારે સ્પર્મીએશનમાં શુક્રકોષોનું નિર્માણ થાય છે.
(d) સ્પર્મીઓજીનેસિસમાં શુક્રકોષોનું નિર્માણ થાય છે જયારે સ્પર્મીએશનમાં સરટોલી કોષોમાંથી શુક્રોત્પાદક નલિકાના શુક્રકોષો મુક્ત થાય છે.

(22) નર પ્રજનનતંત્રમાં શુક્રકોષોના વહનનો સાચો માર્ગ પસંદ કરો.

(a) શુક્રોત્પાદક નલિકાઓ→રેટે શુક્રપિંડ→ શુક્રવાહિકા→ અધિવૃષણ→ શક્રવાહિનીઓ→ સ્ખલન નલિકા→ મૂત્રમાર્ગ→ યુરેથ્રલમીટસ
(b) શુક્રોત્પાદક નલિકાઓ→ શુક્રવાહિકા→ અધિવૃષણ→ ઈગ્વીનલ કેનાલ→મૂત્રમાર્ગ
(c) શુક્રપિંડ→અધિવૃષણ→શુક્રવાહિકા → શુક્રવાહિનીઓ→સ્ખલન નલિકા→ ઈગ્વીનલ કેનાલ→ મૂત્રમાર્ગ→ યુરેથ્રલ મીટસ
(d) શુક્રપિંડ→ અધિવૃષણ →શુક્રવાહિકા→ રેટે શુક્રપિંડ →ઈગ્વીનલ કેનાલ→ મૂત્રમાર્ગ

(23) નીચેના કોલમને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.

(A) જરાયુ                       (i) એન્ડ્રોજન્સ
(B) ઝોના પેલ્યુસીડા           (ii) હ્યુમન કોરીઓનિક ગોનેડોટ્રોપીન અંતઃસ્ત્રાવ (hCG)
(C) બલ્બો-યુરેથ્રલ ગ્રંથિઓ  (iii) અંડકોષનું આવરણ
(D) લેડીંગ કોષો                 (iv) શિશ્નનું ઊંજણ
(a) (A-iv), (B-iii), (C-i), (D-ii)
(b) (A-i), (B-iv), (C-ii), (D-iii)
(c) (A-iii), (B-ii), (C-iv), (D-i)
(d) (A-ii), (B-iii), (C-iv), (D-i)

(24) આપેલ આકૃતિ માદા પ્રજનનતંત્રનો આયામ છેદ દર્શાવે છે. તેમાં A - F માંના કયા ત્રણ ભાગ સાચી રીતે ઓળખેલા છે ?


(a) C– અંડવાહિની નિવાપ, D- પક્ષ્મો, E-ગર્ભાશયનું મુખ
(b) C -અંડવાહિની નિવાપ, E- ગર્ભાશય, F– ગર્ભાશયનું મુખ
(c) A – બાહ્ય ગર્ભસ્તર, B– મધ્ય ગર્ભસ્તર, C- અંડવાહિની
(d) B - અંતઃગર્ભસ્તર, C-અંડવાહિની નિવાપ, D – પક્ષ્મો

(25) સગર્ભા સ્ત્રીમાં ગોનેડોટ્રોપીનના કાર્ય વિશે સાચો વિકલ્પ પસંદ કરો.

(a) FSH અને LH નું ઊંચું પ્રમાણ એન્ડોમેટ્રિયમનો વિકાસ કરે છે.
(b) FSH અને LH નું ઊંચું પ્રમાણ ગર્ભસ્થાપન શકય બનાવે છે.
(c) HCG નું ઊંચું પ્રમાણ ઈસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનું સંશ્લેષણ પ્રેરે છે.
(d) HCG નું ઊંચું પ્રમાણ એન્ડોમેટ્રિયમનો વિકાસ કરે છે.

(26) નર સહાયક ગ્રંથિઓ કેટલી છે.

1. શુક્રપિંડ
2. શુક્રાશય
3. વૃષણનલિકા
4. પ્રોસ્ટેટ
5. બલ્બોયુરેથ્રલ
6. સરટોલી કોષો

(a) 3
(b) 2
(c) 4
(d) 5

(27) અંડકોષની ફરતે આવેલા કેટલા સ્તર કોષીય રચના ધરાવે છે?
ઝોના પેલ્યુસીડા, કોરોના રેડીએટા, થીકા ઈન્ટર્ના, થીકા એક્ષટર્ના

(a) 3
(b) 2
(c) 4
(d) 1

( 28) નીચેનામાંથી કેટલી રચના મોનોપ્લોઈડી દર્શાવે છે ?
દ્વિતિયક પુર્વ શુક્રકોષ, દ્વિતિયક પૂર્વઅંડકોષ, પ્રાથમિક પૂર્વઅંડકોષ, પ્રાથમિક પૂર્વશુક્રકોષ, જનનઅધિચ્છદ કોષ પ્રશુક્રકોષ, ધ્રુવકાય

(a) 3
(b) 2
(c) 4
(d) 5

(29) સાચા જોડકાં જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
(A) ફ્લન               (i) સમભાજન
(B) ગર્ભસ્થાપન      (II) આઠથી સોળ બ્લાસ્ટોમીયર ધરાવતો ગર્ભ
(C) વિખંડન           (III) એમ્પ્યુલા
(D) મોરુલા     (IV) આઠ થી સોળ બ્લાસ્ટોમીયરમાં સતત વિભાજનને પરીણામે બનતી રચના
(E) બ્લાસ્ટોસીસ્ટ      (V) બ્લાસ્ટોસીસ્ટનું એન્ડોમેટ્રીયમમાં સ્થાપન
(a) (A-I), (B-II), (C-IV), (DV), (E-III)
(b) (A-III), (BI), (C-IV), (D-II), (E-V)
(c) (A-III), (BV), (C-I), (D-IV), (E-II)
(d) (A-III), (B-V), (C-I), (D-II), (E-IV)

(30) ખોટા વિધાન કેટલા છે?

(1) મૂત્રાશય એ મૂત્રજનનમાર્ગમાંથી ઉદ્દભવે છે અને શિશ્નમાંથી પસાર થાય છે.
(2) મૂત્રજનનમાર્ગ એ મૂત્રવાહિનીમાંથી ઉદ્દભવે છે અને મૂત્રાશયમાંથી પસાર થાય છે તથા મૂત્રવાહિની છિદ્ર દ્વારા બહાર ખૂલે છે.
(3) મૂત્રજનનમાર્ગ એ મૂત્રાશયમાંથી ઉદ્દભવે છે અને શિશ્નમાંથી પસાર થાય છે. તથા મૂત્રજનન છિદ્ર દ્વારા બહાર ખૂલે છે.
(4) મૂત્રજનમાર્ગ શિશ્નમાંથી ઉદ્દભવે છે.

(a) 1
(b) 2
(c) 3
(d) 4

(31) શુક્રકોષના વહનનો સાચો ક્રમ પસંદ કરો.

(a) શુક્રોત્પાદનલિકા – શુક્રવાહિકા – અધિવૃષણનલિકા –શુક્રવાહિની – સ્ખલનનલિકા – મૂત્રજનનમાર્ગ
(b) શુક્રવાહિકા – શુક્રોત્પાદનલિકા – અધિવૃષણનલિકા – શુક્રવાહિની – સ્ખલનનલિકા - મૂત્રજનનમાર્ગ
(c) શુક્રવાહિકા – શુક્રવાહિની-શુક્રોત્પાદનલિકા – અધિવૃષણનલિકા – સ્ખલનનલિકા - મૂત્રજનનમાર્ગ
(d) શુક્રવાહિની – શુક્રવાહિકા - શુક્રોત્પાદનલિકા –અધિવૃષણનલિકા – સ્ખલનનલિકા - મૂત્રજનનમાર્ગ

(32) નરમાં જન્યુજનન પર અસરકર્તા અંતઃસ્ત્રાવોનો ફલો ચાર્ટ દર્શાવેલ છે. A, B અને C જણાવો.

(a) A = ટેસ્ટોસ્ટેરોન, B = શુક્રકોષજનન, C = સરટોલી કોષો
(b) A = એન્ડ્રોજન, B- શુક્રકાયાન્તરણ, C = લેડિંગ કોષો
(c) A=FSH, B = અંડકોષજનન, C=ICSH
(d) A = LH, B = અંડકોષજનન, C= ધ્રુવ કાય

(33) આકૃતિ પરથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

      બંધારણ                     કાર્ય
(a) b શુક્રાગ્ર               ફલન
(b) c મધ્યભાગ           વિખંડન
(c) d કણાભસૂત્ર          શુક્રકોષની પ્રચલન ક્ષમતા માટે ઊર્જા પૂરી પાડે
(d) a કોષકેન્દ્ર              ઊર્જાનું નિર્માણ

(34) ... સ્ત્રીઓ દ્વારા મુખથી લેવાતી ગર્ભ નિરોધક ગોળી છે જેનો વિકાસ.........દ્વારા કરવામાં આવ્યો હતો અને તે લેવાય........ છે.

(a) માલા-D, ICMR, 21 દિવસ સતત
(b) સહેલી, ICMR, અઠવાડીયે એકવાર
(c) સહેલી, CDRI, અઠવાડીયે એકવાર
(d) માલા-D, CDRI, 21 દિવસ સતત

(35) આઝાદી વખતે ભારતની વસતી ... જે 2000 માં વધીને ..... તથા 2011 માં વધીને.....થઈ.

(a) 350 મિલિયન, 1 બિલિયન, 1.2 મિલિયન
(b) 350 બિલિયન, 1.2 બિલિયન, 6 બિલિયન
(c) 3.5 બિલિયન, 6 બિલિયન, 7.2 બિલિયન
(d) 35 મિલિયન, 1 મિલિયન, 1.2 બિલિયન

(36) કઈ ગર્ભનિરોધક પદ્ધતિના ઉપયોગથી જાતીય સંક્રમિત રોગથી બચી શકાય છે?

(a) આંતર ગર્ભાશય ઉપાય
(b) અવરોધ પદ્ધતિ
(C) વાઢકાપ પદ્ધતિ
(d) કુદરતી પદ્ધતિ

(37) આપાતકાલીન ગર્ભનિરોધક કયારે આપવામાં આવે છે.

(a) મૈથુનના 72 કલાક પછી
(b) મૈથુનના 72 કલાક પહેલા
(c) મૈથુનના 72 કલાકની અંદર
(d) Any time

(38) ભારતમાં MTP ના દુરુપયોગને ટાળવા માટેનો કાયદો... માં તથા તેમાં સુધારો .માં કરવામાં આવ્યો હતો.

(a) 1971, 2017
(b) 1981, 2017
(c) 1971, 2001
(d) 1981, 2001

(39) જો STI ની વહેલી સારવાર કરવામાં ના આવે તો આગળ જતા તેમાં કેવા પરિણામો આવી શકે નહીં?

(a) PID – નીતંબની બળતરા રોગ
(b) ગર્ભપાત
(c) પ્રજનન માર્ગનું કેન્સર
(d) એક પણ નહિ

(40) સ્ત્રીમાં કોઈ પણ ખામી ના હોય પરંતુ પુરુષ સાથી સ્ત્રીને વીર્ય આપવામાં સક્ષમ ના હોય ત્યારે કઈ પદ્ધતિ ઉપયોગી છે.

(a) ZIFT
(b) GIFT
(c) IUT
(d) IUI

(41) સ્તનપાન કરાવતી સ્ત્રી સામાન્ય રીતે ગર્ભધારણ કરતી નથી કારણ કે

(a) ગોનાડોટ્રોપીનનો અલ્પસ્ત્રાવ
(b) ગોનાડોટ્રોપીનનો વધુસ્ત્રાવ
(c) પ્રજનનકોષોનું વહન અટકવાથી
(d) ફલનક્રિયા અટકવાથી

(42) વંધ્યીકરણ એ કુટુંબ નિયોજનની સૌથી સુરક્ષિત પદ્ધતિ છે પરંતુ તે દંપતી માટેની અંતિમ પસંદગી છે કારણ કે......

(1) તે પ્રતિવર્તી નથી.
(2) તે જાતીય ઈચ્છા ઘટાડી નાખે છે તેવી ખોટી ધારણાથી
(3) તે શસ્ત્રક્રિયા છે.
(4) દેશના ઘણા બધા ભાગોમાં પુરતી વ્યવસ્થાને અભાવે.
(a) 1, 2
(b) 2, 3, 4
(c) 1, 3, 4
(d) 1, 2, 3, 4

(43) MTP નાં સંદર્ભમાં સાચાં વિધાન પસંદ કરો.

(1) MTP સામાન્ય રીતે પ્રથમ ટ્રેમેસ્ટર દરમિયાન સુરક્ષિત છે.
(2) MTP નો ગર્ભનિરોધક તરીતે ઉપયોગ કરવામાં આવે છે.
(3) MTP માં હંમેશા શસ્ત્રક્રિયા કરવી પડે છે.
(4) MTP માટે કવલીફાઈડ મેડીકલ પ્રકેટીશનર જરૂરી છે.

(a) 1, 2
(b) 2, 3
(c) 1, 4
(d) 2, 4

(44) કૃત્રિમ વીર્યદાન એટલે શું?

(a) તંદુરસ્ત દાતાના શુક્રકોષોને ટેસ્ટટયુબમાં રાખેલ અંડકોષમાં ટ્રાન્સફર કરવા
(b) પતિના શુક્રકોષોને અંડકોષ ધરાવતી ટેસ્ટટયુબમાં ટ્રાન્સફર કરવા
(c) તંદુરસ્ત દાતાના શુક્રકોષોને કૃત્રિમ રીતે યોનિમાર્ગમાં દાખલ કરવા.
(d) તંદુરસ્ત દાતાના શુક્રકોષોને સીધા અંડપિંડમાં દાખલ કરવા.

(45) નીચેનામાંથી કઈ પદ્ધતિ ગર્ભાઘાન અવરોધ અંગેની ક્રિયા આપતી નથી ?

(a) આંતર ગર્ભાશય ઉપાય–શુક્રકોષોના ભક્ષકકોષોમાં વધારો કરે છે. શુક્રકોષોની ચલિતતા અને શુક્રકોષોની ફલન ક્ષમતા ઘટાડે છે.
(b) અંતઃસ્ત્રાવી ગર્ભઅવરોધક – શુક્રકોષોનો પ્રવેશ અટકાવે અથવા ધીમો પાડે, અંડકોષપાત અને ફલનક્રિયા અટકાવે.
(c) પુરુષ નસબંધી–શુક્રકોષજનન અટકાવે.
(d) અવરોધક પદ્ધતિ – ફલનક્રિયા અટકાવે.

(46) અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરતાં ગર્ભાશયાંત્રીય સાધનને પસંદ કરો.

(a) મલ્ટીલોડ 375, પ્રોજેસ્ટાસર્ટ
(b) પ્રોજેસ્ટાસર્ટ, LNG-20
(c) લિપેલ લૂપ, મલ્ટીલોડ 375
(d) વાઉલ્ટ્સ, LNG-20

(47) જે સ્ત્રીઓ ગર્ભધારણ કરી શકતી નથી તેઓમાં નીચેનામાંથી કઈ પદ્ધતિથી ગર્ભના સ્થાનાંતરણમાં મદદ થાય છે?

(a) ZIFT અને IUT
(b) GIFT અને ZIFT
(c) ICSI અને ZIFT
(d) GIFT અને ICSI

(48) નીચે આપેલ ગર્ભાધાન અવરોધક વિધાન વિચારો અને ત્યાર પછી જણાવ્યા પ્રમાણે જવાબ આપો.

(1) દાકતરી (MTP) ગર્ભનિકાલ શરૂઆતના ટ્રાઈમેસ્ટર દરમિયાન સલામત હોય છે.
(2) સલામત રીતે બાળક માતાનું સ્તનપાન કરતો હોય ત્યાં સુધી ગર્ભધારણની શકયતાઓ લગભગ નહીવત હોય છે. (લગભગ 2 વર્ષ સુધી)
(3) આંતર ગર્ભાશય માટેના ઉપાયો (IUDs) જેવા કે કોપર-T વગેરે અસરકારક ગર્ભઅવરોધક છે.
(4) સમાગમ પછી ગર્ભઅવરોધક ગોળીઓ એક અઠવાડિયા સુધી લેવામાં આવે છે જે ગર્ભાધાન અટકાવે છે. ઉપરનામાંથી ક્યાં બે વિધાન સાચાં છે ?
(a) 1, 3
(b) 1, 2
(c) 2, 3
(d) 3, 4

(49) ટેસ્ટ ટયુબ બેબી પ્રોગ્રામ નીચેનામાંથી કઈ પદ્ધતિ અપનાવે છે ?

(a) અંતઃગર્ભાશય વીર્યદાન (ICSI)
(b) અંતઃગર્ભાશય વીર્યદાન (IUI)
(c) ગેમેટ ઈન્ટ્રા ફેલોપિયન ટ્રાન્સફર (GIFT)
(d) ઝાયગોટ ઈન્ટ્રા ફેલોપિયન ટ્રાન્સફર (ZIFT)

(50) નીચેનામાંથી કેટલી પદ્ધતિમાં ફલન સ્ત્રીના શરીરની અંદર થાય છે? ZIFT, IUT, GIFT, ICSI, IUI

(a) 1
(b) 2
(c) 3
(d) 4



પ્રકરણ 4,5,6 પ્રેક્ટિસ પેપર કુલ 100 માર્ક્સ સોલ્વ કરવા લિંક ઉપર ક્લિક કરો 👇👇👇


https://www.indiabiologyneet.com/2024/02/board-imp-456-12-biology-100.html


===========================================================

Part: B - થિયરી ( 50 Marks)


વિભાગ -A

* નીચેના આપેલા 1 થી 10 પ્રશ્નોના માગ્યા પ્રમાણે જવાબ આપો. (દરેકના બે ગુણ) (ગમે તે આઠ) (16 ગુણ)

(1) માદા જન્યુજનકની 7 કોષીય, 8 કોષકેન્દ્રીય પ્રકૃતિને સ્વચ્છ નામ-નિર્દેશિત આકૃતિસહ સમજાવો.
(2) પુષ્પો દ્વારા સ્વ-પરાગનયન રોકવા માટે વિકસાવેલી બે કાર્યપદ્ધતિ જણાવો.
(3) તફાવત આપો: બીજદેહશેષ અને ફલાવરણ
(4) માદા પ્રજનનતંત્રની નામનિર્દેશનવાળી આકૃતિ દોરો.
(5) શુક્રકોષની નામનિર્દેશનવાળી આકૃતિદોરો.
(6) ઋતુચક્ર એટલે શું? કયા અંતઃસ્ત્રાવો ઋતુચક્રનું નિયમન કરે છે?
(7) જનનપિંડોનું દૂર કરવું એ ગર્ભનિરોધકનો વિકલ્પ નથી. શા માટે?
(8) કોઈ વ્યકિતએ જાતીય સંક્રમિત રોગોના સંપર્કથી બચવા માટે કયા ઉપાયો અપનાવવા જોઈએ?
(9) તફાવત આપો : ZIFT પદ્ધતિ અને GIFT પદ્ધતિ
(10) IUDs એટલે શું ? તેના પ્રકાર અને અસરો જણાવો.
(11)વિસ્તૃત કરેલ શુક્રઉત્પાદક નલિકા નો છેદ દર્શાવતી રેખા કૃતિ દોરો
(12) વ્યાખ્યા આપો બીજદેહ શેષ અને બીજ શુષુપ્તતા

વિભાગ : B

* નીચેના આપેલા 13 થી 21 પ્રશ્નોના માગ્યા પ્રમાણે જવાબ આપો. (દરેકના ત્રણ ગુણ) (ગમે તે છ ) (18 ગુણ)

(13) મહાબીજાણુધાની (અંડક) ની રચના આકૃતિસહ વર્ણવો.
(14) અસંયોગીજનન એટલે શું ? તેનું મહત્વ જણાવો.
(15) સ્તનગ્રંથિની રચના વિશે નોંધ લખો.
(16) જરાયુ એટલે શું? જરાયુમાંથી ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવો વિશે માહિતી આપો.
(17) જાતિય સંક્રમિત ચેપ (STIs) એટલે શું? તેના દ્વારા થતા રોગો વિશે માહિતી આપો.
(18) ગર્ભનિરોધક ગોળીઓ વિશે નોંધ લખો.
(19) ભ્રુણ વિશે નોંધ લખો (આકૃતિ જરૂરી નથી )
(20) નોંધ લખો ગર્ભ સ્થાપન
(21) વિગતવાર સમજાવો પ્રસુતિ અને દુગ્ધ સ્ત્રાવ

વિભાગ : C

* નીચેના આપેલા 22 થી 27 પ્રશ્નોના માગ્યા પ્રમાણે સવિસ્તાર જવાબ આપો. (દરેકના ચાર ગુણ) (ગમે તે ચાર ) (ગુણ 16)

(22) ભ્રૂણ એટલે શું? દ્વિદળી અને એકદળી ભ્રૂણની રચના સમજાવો.
(23) અંડકોષજનની પ્રક્રિયા વર્ણવો.
(24) શુક્રકોષજનનની પ્રક્રિયા આકૃતિસહ વર્ણવો.
(25) સહાયક પ્રજનન પદ્ધતિઓ (ART) એટલે શું? તેની અગત્યતા અને તેના અંતર્ગત કઈ કઈ પદ્ધતિઓ આવેલ છે?
(26) ઋતુચક્ર વિશે સંપૂર્ણ માહિતી આપો (આકૃતિ જરુરી )
(27) પરાગનલિકા ની વૃદ્ધિ નો માર્ગ દર્શાવતા સ્ત્રીકેસરનો ઉભા છેદ ની આકૃતિ દોરી પરાગરજ સ્ત્રીકેસરની આંતરક્રિયા વર્ણવો


જવાબો


1.A, 2.B, 3.D, 4.B, 5.B, 6.C, 7.B, 8.C, 9.B, 10.C, 11.B, 12.B, 13.D, 14.A, 15.B, 16.B, 17.B, 18.A, 19.D, 20.D, 21.D, 22.A, 23.D, 24.A, 25.C, 26.A, 27.A, 28.C, 29.D, 30.C, 31.A, 32.A, 33.C, 34.C, 35.A, 36.B, 37.DLC, 38.A, 39.D, 40.D, 41.A, 42.D, 43.C, 44.C, 45.C, 46.B, 47.A, 48.A, 49.D, 50.B



પ્રકરણ 4,5,6 પ્રેક્ટિસ પેપર કુલ 100 માર્ક્સ સોલ્વ કરવા લિંક ઉપર ક્લિક કરો 👇👇👇


https://www.indiabiologyneet.com/2024/02/board-imp-456-12-biology-100.html



બીજા પેપર પણ આજ સાઈટ પર મળી જશે home પર ક્લિક કરી ધોરણ 12 કેટેગરી ક્લિક કરો


દરરોજ એવા TEST અને મટેરીઅલ માટે આ સાઈટ રોજ જોતા રહો


www.indiabiologyneet.com


તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય તો અહીં કોમેન્ટમાં જણાવી શકો છો હું તમને ચોક્કસથી એના વિશે આર્ટીકલ બનાવી અને જણાવીશ



Manish Mevada

Gujarat Biology NEET PLUS

INDIA BIOLOGY NEET PLUS









Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad