Biology (જીવવિજ્ઞાન ) પ્રેક્ટિકલ પરીક્ષામાં કયા પ્રશ્નમાં કયા પ્રેક્ટીકલ પુછાશે અને કેટલીક મહત્વની સૂચનાઓ
• પ્રેક્ટીકલ અંગે કેટલીક સામાન્ય સૂચનાઓ
- પ્રાયોગિક પરીક્ષા તારીખ 19 ફેબ્રુઆરી 2024 થી શરૂ થશે.
- સવારના શેસનમાં પ્રથમ બેચ સવારે 10 થી 01 સમયમાં અને સાંજના સેશનમાં બીજી બેચ 2 થી 5 ના સમયમાં લેવાશે.
- પ્રત્યેક બેચમાં 20 વિદ્યાર્થીઓ સમાવિષ્ટ હશે જે 10 + 10 માં પ્રાયોગિક કાર્ય કરશે.
- પરીક્ષા સ્થળ અને બેચનો સમય રિસીપ્ટમાં જણાવેલ હશે.
- પરીક્ષા શરૂ થવાના 30 મિનિટ પહેલા પરીક્ષા સ્થળ ઉપર પહોંચી જવું.
- પરીક્ષા ખંડમાં રિસીપ્ટ,સર્ટિફાઇડ જનરલ, ડિસેક્શન બોક્સ,પેન પેન્સિલ સાથે રાખવા
- આપના પ્રેક્ટીકલ પર્ફોર્મન્સ, વર્તણુક અને વાયવાની છાપ ઉપર ગુણ્યાંકન થશે.
- NEP 2020 માં બોર્ડ પરીક્ષાઓને સરળ બનાવવાની ભલામણના સંદર્ભે 2024 ની પ્રેક્ટીકલ પરીક્ષામાં 30 ટકા પ્રેક્ટીકલ રદ કરેલ છે
- જેમાં જૂની જનરલમાં પ્રયોગ નંબર 20 21 22 રદ કરેલ હોવાથી પરીક્ષામાં પુછાશે નહીં અને નવી જનરલમાં આ પ્રયોગો આપ્યા નથી તો એની ચિંતા કરવાની જરૂર નથી.
• કયા પ્રશ્ન મા કયો પ્રેક્ટિકલ પૂછાશે અને પુરવણી મા શુ લખવું અને એનો ગુણભાર.
• આ માહિતી નવી પ્રાયોગિક પોથી પ્રમાણે છે.
• આ માહિતી નવી પ્રાયોગિક પોથી પ્રમાણે છે.
પ્રશ્ન 1.
- આપવામાં આવેલ નમૂનાનું પ્રાયોગિક કાર્ય કરી અવલોકન કોઠો તારણ લખી પરીક્ષકને બતાવો
- આ પ્રશ્નના કુલ 8 ગુણ છે
- આ પ્રશ્નમાં પ્રાયોગિક કાર્ય કરી જવાબ વહીમાં માત્ર હેતુ જરૂરિયાતો અવલોકન કોઠો અને તારણ લખવું
- આ પ્રશ્નમાં કુલ છ પ્રયોગો પૈકી કોઈ પણ એક પ્રયોગ પૂછાશે
- જેમા નીચે આપેલ પ્રયોગોનો સમાવેશ થાય છે.
- [1] મેન્ડેલના વિશ્લેષણના નિયમની ચકાસણી કરવી.
- [2] મેન્ડેલના મુક્ત વહેંચણીના નિયમની ચકાસણી કરવી.
- [3] ભૂમિની જલધારણ – ક્ષમતાનો અભ્યાસ કોઈ એક પદ્ધતિ દ્વારા કરવો.
- [4] ચતુષ્ક - પદ્ધતિ દ્વારા વનસ્પતિની વસ્તી ગીચતાનો અભ્યાસ કરવો.
- [5] ચતુષ્ક - પદ્ધતિ દ્વારા વનસ્પતિની વસ્તી -આવૃત્તિનો અભ્યાસ કરવો.
- [6] ડુંગળીના મૂલાગ્રમાં સમસૂત્રીભાજનનું આસ્થાપન તૈયાર કરી અભ્યાસ કરવો.
પ્રશ્ન 2.
- આપવામાં આવેલ નમૂનાનું પ્રાયોગિક કાર્ય કરી અવલોકન કોઠો તારણ લખી પરીક્ષકને બતાવો
- આ પ્રશ્નના કુલ 7 ગુણ છે
- આ પ્રશ્નમાં પ્રાયોગિક કાર્ય કરી જવાબ વહીમાં માત્ર હેતુ જરૂરિયાતો અવલોકન કોઠો અને તારણ લખવું
- આ પ્રશ્નમાં કુલ 2 પ્રયોગો પૈકી કોઈ પણ એક પ્રયોગ પૂછાશે
- જેમા નીચે આપેલ પ્રયોગોનો સમાવેશ થાય છે.
- [1] ભૂમિના નમૂનાઓના બંધારણ (પોત) નો અભ્યાસ કરવો.
- [2] પાણી અથવા ભૂમિના વિવિધ નમૂનાઓની pH નક્કી કરવી.
પ્રશ્ન 3.
- આપવામાં આવેલ નમૂનાનું પ્રાયોગિક કાર્ય કરી આકૃતિ દોરી તારણ લખી પરીક્ષકને બતાવો
- આ પ્રશ્નના કુલ 7 ગુણ છે
- આ પ્રશ્નમાં પ્રાયોગિક કાર્ય કરી જવાબ વહીમાં માત્ર હેતુ જરૂરિયાતો અવલોકન કોઠો અને તારણ લખવું
- આ પ્રશ્નમાં કુલ 6 પ્રયોગો પૈકી કોઈ પણ એક પ્રયોગ પૂછાશે
- જેમા નીચે આપેલ પ્રયોગોનો સમાવેશ થાય છે.
- [1] આપવામાં આવેલ પુષ્પના પ્રાજનનિક ઘટકો (ભાગો) નો અભ્યાસ કરવો.
- [2] અંકુરિત પરાગરજર્ની ટકાવારીની ગણતરી કરવી.
- [3] પરાગાસન પર પરાગનલિકાના વિકાસનો અભ્યાસ કરવો.
- [4] વંશાવળી નક્શાઓ તૈયાર કરી પૃથકકરણ કરવું.
- [5] નિયંત્રિત પરાગનયન માટે પુંકેસરો દૂર કરવા,કોથળી ચઢાવવી અને કાપલી બાંધવી.
- [6] એસિટોકાર્માઇન વડે ન્યૂક્લિક એસિડને અભિરંજિત કરવું.
પ્રશ્ન 4..
- મૂકવામાં આવેલ ચાર્ટ પ્રયોગ ફોટોગ્રાફ્સ,સ્લાઈડ પ્રીઝર્વ કે જીવંત નમૂનાને ઓળખી નામ નિર્દેશિત આકૃતિ દોરી તેનું વર્ણન કરો.
- આ પ્રશ્નના કુલ 24 ગુણ છે
- આ પ્રશ્નમાં કુલ 8 નમૂના દરેક નમૂનાના 3 ગુણ અને પ્રત્યેક નમૂના માટે 4 મિનિટ અપાશે
- જેમા નીચે આપેલ પ્રયોગોનો સમાવેશ થાય છે.
- [1] સસ્તનના શુક્રપિંડ અથવા અંડપિંડ નો ચાર્ટ (પ્રયોગ નંબર – 4)
- [2] પુષ્પના બીજાશયમાં માદા જન્યુજનકના વિકાસની કોઈ એક અવસ્થા (પ્રયોગ નંબર– 5)
- [ 3] અર્ધીકરણની કોઈ એક અવસ્થા (પ્રયોગ નંબર – 7) [4] સસ્તનની ગર્ભકોષ્ઠી અવસ્થાનો ચાર્ટ (પ્રયોગ નંબર – 8)
- [5] કોઈપણ એક રોગ કારક (પ્રયોગ નંબર – 14)
- [6] શુષ્ક અથવા જલીય પરિસ્થિતિમાં વસવાટમાં કરતી કોઈ એક વનસ્પતિ (પ્રયોગ નં – 17) [7] શુષ્ક અથવા જલીય પરિસ્થિતિમાં વસવાટમાં કરતાં કોઈ એક પ્રાણી (પ્રયોગ નં. – 18)
- [8] પ્રાણી કે વનસ્પતિમાં રચનાસદ્રશ્યતા અથવા કાર્યસદ્રશ્યતાનો કોઈ એક ચાર્ટ (પ્રયોગનં-22)
પ્રશ્ન 5.
- પ્રયોગપોથી જર્નલ
- આ પ્રશ્નના કુલ 4 ગુણ છે
- આ પ્રશ્ન માટે આપે શાળાના આચાર્યશ્રી દ્વારા સર્ટિફાઇડ થયેલી જર્નલ ફરજિયાત જમા કરાવી
પ્રેક્ટિકલ પરીક્ષા અંગે તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય તો મને અહીં કોમેન્ટમાં જણાવી શકો છો હું તમારો રીપ્લાય એક આર્ટિકલ બનાવી અને જણાવીશ.
બાયોલોજી જીવ વિજ્ઞાનના તમામ અપડેટ્સ માટે આ સાઈડ દરરોજ ચેક કરતા રહો
Manish Mevada
India Biology NEET PLUS
GUJARAT BIOLOGY NEET PLUS
Please do not enter any spam link or word in the comment box