સંપૂર્ણ અભ્યાસ ક્રમ આધારિત| ધોરણ 12 Biology NCERT
પ્રેક્ટિસ પેપર -2
PART -A MCQs
(1) એક સંપૂર્ણ લાક્ષણિક દ્વિલિંગી અને અધોજાયી પુષ્પના પુષ્પાસન પર પુષ્પીય ચક્રોની ગોઠવણી બહારથી અંદર તરફ કઈ રીતે થાય ?
(a) વજ્રચક્ર, દલચક્ર, પુંકેસરચક્ર અને સ્ત્રીકેસર ચક્ર
(b) સ્ત્રીકેસર ચક્ર, દલચક્ર, પુંકેસરચક્ર અને વજ્રચક્ર
(c) સ્ત્રીકેસરચક્ર, પુંકેસર ચક્ર દલચક્ર અને વજ્રચક્ર
(d) એકપણ નહિ
(2) સપુષ્પીય વનસ્પતિની લાક્ષણિક માદા જન્યુજનક અવસ્થા માટે નીચે આપેલા વિધાનોમાંથી સાચા વિધાનો માટેનો યોગ્ય વિકલ્પ પસંદ કરો..
( i) પુખ્તતાએ 8- કોષકેન્દ્ર અને 7- કોષો ઘરાવે છે.
(ii) તે વિકાસ દરમિયાન મુક્ત કોષકેન્દ્રીય હોય છે.
(iii) તે અંડપ્રસાધન અંડકતલ તરફ ઘરાવે છે.
(iv) તે અડકાવરણની રચનામાં પોલીપ્લોઈડી ધરાવે છે.
(a) i, IV
(b) ii, iii
(c) i, ii
(d) ii, iv
(3) ફલિત ભ્રુણપુટમાં દ્રિકીય અને ત્રિકીય રચના અનુક્રમે
(a) ફલિતાંડ અને પ્રાથમિક ભુણપોષ કોષકેન્દ્ર
(b) સહાયક કોષો, પ્રતિધ્રુવીય કોષો અને પ્રાથમિક ભુપપોષ કોષકેન્દ્ર
( c) પ્રતિધ્રુવીયકોષો, ફલિતાંડ અને સહાયક કોષો
(d) B અને C
(4) નીચેના પૈકી કોણ એક જોડ પેશીમય ગડીઓ ધરાવે છે?
(a) મોન્સ પ્યુબિસ
(b) મુખ્ય ભગોષ્ઠ
(c) ભગશિશ્ન
(d) ગૌણ ભગોષ્ઠ
(5) ગ્રીવા જે ....
(a) મળાશેપ અને મુત્રાશયની વચ્ચે આવેલ છે.
(b) તે ઝાલરમય પ્રવર્ધો ધરાવે છે.
(c) જે સ્થાની ગડીમપ રચના છે.
(d) જેને બીજા કૂખના નામે ઓળખવામાં આવે છે.
(6) વૃષણકોથળીનું તાપમાન શરીરના સામાન્ય તાપમાન કરતાં 2-2.5°C જેટલું નીચું હોય છે. કારણ કે....
(a) શુક્રકોષજનન માટે આવશ્યક છે.
(b) શુક્રાશયના વિકાસ માટે આવશ્યક છે.
(c) a અને b બંને
(d) અંડકોપણજનન માટે આવશ્યક છે
(7) કૃપિકાના કોષી દ્વારા સ્ત્રાવનું દૂધ કે જે xમાં સંગ્રહ પામે છે અને કૃપિકા y માં ખૂલે છે.
(a) x = સ્તનનલિકામાં , y = સ્તનવાહિની
(c) x = દુગ્ધવાદિની, y = સ્તનવાહિની
(b) X = કૃપિકાના પોલાણ, y= સ્તનનલિકા
(d) x = કુપિકાના પોલાણ, y - દુગ્ધવાહિની
(8) ઋતુચક્રના પ્રથમ દિવસથી 28માં દિવસ દરમિયાન અંતઃસ્ત્રાવોના ફેરફારોનો સાચો ક્રમ કયો છે?
(a) ઈસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન વધુ
(b) ઈસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન ઓછો ઈસ્ટ્રોજન વધુ ઇસ્ટ્રોજન વધુ પ્રોજેસ્ટેરોન પ્રોજેસ્ટ્રેરોન
(c) ઈસ્ટ્રોજન વધુ→ ઈસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન ઓછો
(d) ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન વધુ ઇસ્ટ્રોજન ઓછા
(9) કુદરતી ગર્ભનીરોધક પદ્ધતિ છે.
(a) પીલ્સનો ઉપયોગ
(b) વંધ્યીકરણ
(c) સંવનન અંતરાલ
(d) નીરોધનો ઉપયોગ
(10) નીચેનામાંથી અસંગત વિધાન ઓળખો.
(a) ICSI - અંડકોષને સીધો જ શુક્રકોષમાં દાખલ કરવામાં આવે છે.
(b) GIFT - દાતાના અંડકોષને સ્ત્રીની અંડવાહિનીમાં સ્થાનાંતરીકે કરવામાં.
(c) ZIFT - 8 ગર્ભકોષ્ટી કોષો ધરાવતાં ભ્રુણને અંડવાહિનીમાં સ્થાનાંતરીત કરવામાં
(d) ZIFT - પ્રારંભિક ભ્રુણને અંડવાહિનીમાં સ્થાનાંતરીકે કરવા
(11) હાલમાં ભારતમાં નીચે પૈકીની કઈ ગર્ભનીરોધનની પદ્ધતિ સૌથી વિશેષ રીતે પસંદ કરાય છે?
(a) ગ્રીવા ટોપી
(b) ટ્યુબેક્ટોમી
(c) પડદાઓ
(d) IUDS
(12) ભૌતિક અવરોધ પદ્ધતિના ઉપકરણોમાં નીચે આપેલ કયો સાચો છે
(a) નિરોધ, કોપર T, સ્ત્રી નિરોધ
(b) નિરોધ, આંતરપટલ, આંકડી
(c) નિરોધ,સ્ત્રી નિરોધ,આંતરપટલ
(d) આંકડી, કોપર-T
(13) સંકરણ કરેલ પિતૃના એકના કણાભસૂત્રના જનીનમાં વિકૃતિ છે. સંકરણમાં આ નર પિતૃ તરીકે લેવામાં આવ્યું છે. F2 સંતતિના નિર્માણ દરમિયાન વિકૃતિ .માં મળી આવે.
(a) બધી સંતતિમાં
(b) બધી નર સંતતિમાં
(c) સંતતિના 50%
(d) એકપણ સંતતિમાં નહિ
(14) નીચે આપેલ પૈકી કયું એક ex-situ વનસ્પતિ સંરક્ષણ માટે ઉપયોગી નથી ?
(a) જનીનનિધિનું ક્ષેત્ર
(c) સ્થળાંતરિત
(b) બીજનિધિ
(d) વનસ્પતિ ઉદ્યાનો
(15) પ્રાજનનીક સ્વાસ્થ્ય માટે યોજનાઓ અને કાર્યક્રમોની શરૂઆત કરી જેને........ કહે છે.
(a) પ્રાજનનીક સ્વાસ્થ્ય
(b) સામાજિક સ્વાસ્થ્ય
(c) કુટુંબ નિયોજન
(d) શારીરિક સ્વાસ્થ્ય
(16) વટાણામાં, પીળા બીજ એ લીલા બીજ પર પ્રભાવી છે. જો વિષયયુગ્મી પીળા બીજ ધરાવતી વનસ્પતિનું સંકરણ લીલા બીજ ધરાવતી વનસ્પતિ સાથે કરવામાં આવે, તો F2 સંતતિમાં પીળી અને લીલા બીજ ધરાવતી વનસ્પતિઓનો ગુણોત્તર શું મળે છે?
(a) 9:1
(b) 1:3
(c) 3:1
(d) 50:50
(17) મેન્ડલ દ્વારા વટાણામાં છોડ પર વિરોધી લક્ષણોના અભ્યાસ કર્યા બાદ, પુષ્પ, શિંગ અને બીજ સાથે જોડાયેલા લક્ષણો અનુક્રમે છે.
(a) 2, 2, 1
(b) 2, 2, 2
(c) 1, 2, 2
(d) 2, 1, 2
(18) મનુષ્યની ત્વચાનો રંગ ત્રણ જનીની A, B, C, દ્વારા નિયંત્રીત થાય છે. નીચેના પૈકી કયો જનીન પ્રકાર બાકીના રંગ કરતા અલગ ત્વચાનો રંગ ધરાવતી હશે ?
(a) AaBbCc
(b) AABBCC
(c) aabBCC
(d) AabbCc
(19) એક બેક્ટેરિયામાં DNA ની લંબાઈ 1.7 mm છે તો તેમાં bp ની સંખ્યા કેટલી ?
(a) 5 x 10⁵ bp
(b) 4.6 × 10 ⁶bp
(c) 5 × 10⁶ bp
(d) 2 x 10⁶ bp
(20) વિધાન A : ન્યુક્લિઓઈડ એ ઘન વીજભારિત હોય છે.
કારણ R : તેમાં સૌથી વધારે પ્રમાણમાં આલ્કલીય એમિનો એસિડ લાયસીન, આર્જેનીન આવેલા છે.
(a) A અને R બંને સાચા છે અને R અને A ની સાચી સમજૂતી છે.
(b) A અને R બંને સાચા છે, અને R એ A ની સાચા સમજૂતી નથી.
(c) A ખોટું પણ R સાચું છે.
(d) A અને R બંને ખોટા
(21) નીચેનામાંથી કયું સાચું છે?
(a) કોષકેન્દ્રમાં જોવા મળતી દોરી જેવી અભિરંજિત રચના એ ન્યુક્લિઓઝોમ્સના પુનરાવર્તિત એકમો છે.
(b) ન્યુક્લિઓઝોમ DNA કુંતલની 2000 bp ધરાવે છે.
(c) ક્રોમેટિન તંતુઓ કોપકેન્દ્રવિભાજનની ભાજનોત્તરાવસ્થા દરમિયાન બને છે.
(d) ક્રોમેટિન તંતુએ DNA ની વધુ ગુંચળામય રચના છે.
(22) NHC પ્રોટીનનું કાર્ય શું છે?
(a) DNA સ્વયંજનનમાં બંને શૃંખલાઓ ફરીથી જોડાઈ ન જાય તે માટે સહાયક છે.
(b) તે H પ્રોટીન છે જે પેકેજિંગમાં મદદ કરે છે.
(C) ઉચ્ચ સ્તરે ક્રોમેટિનના પેકેજિંગ માટે જરૂરી છે.
(d) હિટટોક્રોમેટીનને સક્રિય કરવા ઉપયોગી છે.
(23) DNA ની કોર્ડીંગ ભાગ મુખ્યત્વે કપા વિસ્તારમાં હોય છે?
(a) હિટરીક્રોમેટીન
(c) હિટરોક્રોમેટીન અને યુક્રોમેટિન
(b) યુક્રોમેટિન છેડાઓ
(d) રંગસૂત્રના છેડઓ પર
(24) નીચેનામાંથી કોણ એ લુપ્ત સજીવોનું પ્રતિનિધિત્વ કરે છે.
(a) મુક્ત વાયુઓ
(b) કાર્બનિક પદાર્થો
(c) જૈવિક
(d) એકપણ નહીં
(25) વિધાન A : અશિમઓ ખડકોમાં રહેલ જીવન સ્વરૂપોના સખત ભાગો છે.
કારણ B: વિવિધ અવસાદી સ્તરોના ખડકોનો અભ્યાસ તે સમયે અસ્તિત્વ ધરાવતા સજીવોની ભૂશાસ્ત્રીય અવધિ દર્શાવે છે.
(a) વિધાન A સાચું B ખોટું
(b) વિધાન A અને B બંને સાચા
(c) વિધાન A ખોટું B સાચું
(d) વિધાન A અને B બંને ખોટા
(26) ઉદ્વિકાસના ગર્ભવિદ્યાકીય આધાર માટેની દરખાસ્ત એ કોના દ્વારા નકારવામાં આવી હતી ?
(a) અર્ન્સ્ટ હેકલ
(b) કાર્લ અન્સર્ટ વોન બાયેર
(C) લિયોનાર્ડ દીંચી
(d) જ્યોર્જ
(27) મોરફીન ના........થી સ્મેક મેળવાય છે.
(a) હાઈડ્રેશન
(b) એસિટાઇલેશન
(c) વેલોજીનેશન
(d) હેરોઈનેશન
(28) હેરોઇન......છે અને શરીરના કાર્યો........ છે.
(a) તણાવદાયક, ઝડપી બનાવે
(b) તણાવશામક, ઝડપી બનાવે
(C) નશાકારક, ઝડપી બનાવે
(d) તણાવશામક, ધીમા પાડે
(29) મનુષ્યમાં કેન્સર પ્રેરતો વાઇરસ
(a) રિટ્રોવાઇરસ
(b) રિહનોવાઇરસ
(c) હર્પીસ વારઇસ
(d) HIV વાઇરસ
(30) તે મુખ્ય લસીકા અંગ છે.
(a) થાયમસ
(b) લસિકા કાય
(c) અસ્થિમજ્જા
(d) આપેલ તમામ
(31) નીચેનામાંથી કયો એસિડ તેના સ્ત્રોત ફુગ સાથે સાથી જોડ ઘરાવે છે ?
(a) બ્યુટેરિક એસિડ >>>એસીટોબેક્ટર એસેટી
(b) સાઇટ્રિક એસિડ>>> દહીં, છાશ
(C) એસેટિક એસિડ >>>એસીટોબેક્ટર એસેટી
(d) સાઇટ્રિક એસિડ → લેકટોબેસિલસ
(32) પેકિટનેઝ અને પ્રોટીએઝનો ઉપયોગ છે...
(a) પેક્ટિનનું પાચન કરવા
(b) ફ્રૂટ જ્યુસ શુદ્ધ કરવા
(C) પ્રોટીનનું નિર્માણ કરવા
(d) આપેલ તમામ
(33) સાયકલોસ્પોરીન A ઘટક ........ ફુગની નિપજ છે.
(a) ટ્રાયકોડમાં પોલિસ્પીરમ
(b) પોલિસ્પોરમ એસ્પરજીલસ
(C) એસ્પરજીલસ નાઈટ્રોબેકટર
(d) કલોસ્ટ્રિડિયમ બ્યુટીરિકમ
(34) સ્ટેટિનસ......ઘટાડે છે.
(a) એસિડ
(b) કોલેસ્ટેરોલ
(c) લિપિડ
(d) બ્લડપ્રેશર
(35) EcoRI માં co કોનું સૂચન કરે છે ?
(a) કોલાઇ RY13
(b) કોલાઈ
(c) E.coli
(d) જાતનું
(36) રિસ્ટ્રિકશન ઉત્સેચકો દ્વારા DNA ને કાપવા માટે થતી ઘટનાઓનો ક્રમ નક્કી કરો.
(1) તે પોતાનો વિશિષ્ટ ઓળખક્રમ પ્રાપ્ત કરે છે.
(2) તે બંને શૃંખલાને વિશિષ્ટ કેન્દ્રો પરથી કાપે છે
(3) તે શૃંખલાની લંબાઈનું નિરિક્ષણ કરે છે.
(4) તે DNA સાથે જોડાય છે.
(a) 4, 2, 1, 3
(b) 1, 3, 4, 2
(c) 1, 3, 2, 4
(d) 3, 1, 4, 2
(37) નીચેનામાંથી પલિન્ડ્રોમિક શૃંખલાને ઓળખો.
(a) TTGTT
(b) TTGCAA
(c) ACTTGT
(d) એક પણ નહીં
(38) નીચેનામાંથી પેલિન્ડ્રોમિક શૃંખલાને ઓળખો
(a) 5'--TTGCAA--3'
3'--AACGTT--5'
(b) 5'--GTTAAC--3'
5'--CAATTG--3'
(c) 3'--GAATTC--5'
5'--GAATTC--3'
(d) 5'--GAATTC--3'
3'--CTTAAG--3'
(39) મેલાઇડોગાઇન ઇનકોગ્નીશિયા તમાકુના છોડના કયા ભાગ પર ચેપ લગાડે છે ?
(a) પ્રકાંડ
(b) મૂળ
(c) પર્ણ
(d) આપેલ તમામ
(40) મોટા ભાગના Bt વિષ પર નિર્ભર કરે છે.
(а) પાક
(b) ચોક્કસ કીટકજૂથ
(C) વાતાવરણ
(d) એકપણ નહિ
(41) નીચેનામાંથી સાચા વિધાનો કયા છે ?
(i) હરિયાળી ક્રાંતિથી અન્ન ઉત્પાદનમાં ત્રણગણો વધારો કરી શકાયો. જે વધતી જતી વસતિ માટે અપૂરતો છે.
(II) કાર્બનિક ખેતીનો ઉપયોગ ખેડૂતો માટે ખૂબ ખર્ચાળ છે.
(III) GM વનસ્પતિઓ દ્વારા લણણી પછી થતા નુકશાન ઘટાડી શકાય છે.
(IV) બાયોટેકનોલોજી દ્વારા બાપોપેસ્ટિસાઇડ્સનું નિર્માણ કરવામાં આવે છે.
(a) I. III, IV,
(b) II, III,
(c) I, II, III, IV
(d) III, IV
(42) યોગ્ય જોડકા જોડો
વિભાગ A વિભાગ B
(1) 1977 (a) આણ્વીય નિદાન
(2) 1990 (b) અમેરિકન કંપનીએ બાસમતી ચોખા પર પેટન્ટ પ્રાપ્ત કર્યો.
(3) ઓટોરેડિયોગ્રાફી (c) ADA ની ઊણપ દૂર કરવી
(4) જનીનથેરાપી (d) અસ્થિમજ્જા પ્રત્યારોપણ
(a) l-c, 2-b, 3-a, 4-d (b) 1-b, 2-c, 3-a, 4-d
(c) I-c, 2-a, 3-b, 4-d (d) 1-b, 2-d, 3-a, 4-с
(43) વસ્તીઓ વચ્ચેની જનીન આવૃત્તિઓમાં ભિન્નતા/વૈવિધ્ય અકસ્માત દ્વારા થાય છે, જે પ્રાકૃતિક પસંદગી કરતા વધારે હોય છે. આ ઘટનાને શું કહે છે ?
(a) પાદચ્છિક પ્રજનન
(b) જનીનિક લોડ
(c) જનીનિક પ્રવાહ
(d) જનીનિક વિચલન
(44) હર્મિટ કરચલા ધરાવતાં મૃદુકાયના કવચ પર રહેલ સ્થિર સમુદ્રકુલનો સહસંબંધ શેના તરીકે ઓળખાય છે ?
(a) સહભોજિતા
(b) સહજીવન
(c) એમેન્સાલિઝમ
(d) બાહ્ય પરોપજીવન
(45) એક જીવનવિજ્ઞાનીએ ઉંદરોની જન્મસમયની વસતિનો અભ્યાસ કર્યો. તેણે જોયું કે અંદાજિત જન્મદર 250 અંદાજિત મૃત્યુદર 240, 20 ઉંદરો સ્થળાંતરિત થયા અને 30 ઉંદરો વસતિમાં ઉમેરાયા, તો કુલ વધારો વસતિમાં કેટલો થયો ?
(a) 15
(b) 05
(c) 0
(d) 10
(46) એક માણસ અતિશય ગરમીથી બચવા ઉનાળામાં દિલ્લીથી સિમલા જાય છે. તેવી જ રીતે હજારો પ્રવાસી પક્ષીઓ સાઇબેરિયા અને ખૂબ જ ઠંડા ઉત્તર ધ્રુવીય પ્રદેશોમાંથી કયા પ્રદેશમાં સ્થળાંતર કરે છે ?
(a) પશ્ચિમ ઘાટ
(b) મેઘાલય
(C) કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન
(d) કવેલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન
(47) વિઘટન દરમિયાન થતી કઈ એક ક્રિયા સાચી વર્ણવેલી છે ?
(a) અપચય : વિઘટનનો છેલ્લો તબક્કો છે, જે પૂર્ણપણે અજારક પરિસ્થિતિ હેઠળ થાય છે.
(b) ધોવાણ : પાણીમાં દ્રાવ્ય અકાર્બનિક પોષકતત્ત્વો જમીનના સૌથી ઉપલા સ્તરે આવી જાય છે.
(C) ખાતરનિર્માણ : હ્યુમસ દ્રવ્યનો રંગ વધારે ઘેરો બને છે. જેથી સૂક્ષ્મ ઘણી ઝડપી પ્રક્રિયાદરને ખાતર નિર્માણ થાય છે.
(d) અવખંડન : અળસિયા જેવાં પ્રાણીઓ દ્વારા કરવામાં આવે છે.
(48) યોગ્ય જોડ મેળવો :
વિભાગ એ વિભાગ B
(1) અળસિયું (P) પાયાની જાતિઓ
(2) અનુક્રમણ (Q) વિઘટકો
(3) નિવસન તંત્રીય સેવાઓ (R) જન્મદર
(4) વસતિવૃદ્ધિ (S) પરાગનયન
(a) (1)-(P), (2) (Q), (3)-(R), (4)-(S)
(b) (1)-(S). (2)-(P), (3)-(R), (4)-(Q)
(c) (1)-(R), (2)-(Q), (3)-(S), (4)-(P)
(d) (1)-(Q), (2)-(P), (3)-(S), (4)-(R)
(49) જૈવ વિવિધતાના સંદર્ભે સાચું વિધાન પસંદ કરો
(a) રાજસ્થાન અને ગુજરાતના રણવિસ્તારોમાં રણનિવાસી પ્રાણીઓની ઊંચા સ્તરની જાતિઓ તેમજ ભાગ્યે જ જોવા મળતાં સંખ્યાબંધ પ્રાણીઓ છે.
(b) Bt-કપાસનું વધુ માત્રામાં વાવેતર કરવાથી જેવિવવિધતામાં કોઇ અસર પહોંચતી નથી.
(c) લુપ્ત પામતી અને ઘણી જાતિઓ ઘણી સંખ્યામાં પશ્ચિમ ઘાટમાં જોવા મળે છે.
(d) વિકાસશીલ દેશો દ્વારા જૈવવિવિધતાની જાળવણી કરવી તે માત્ર ભ્રમણા છે.
(50) સંક્રેડ ગ્રોવ્સ (અલગતમ ઉછેર) નો ઉપયોગ ખાસ કરીને શેમાં થાય છે ?
(a) પર્યાવરણની અભાનતામાં વધારો કરવા માટે
(b) ભૂમિકરણનું રક્ષણ કરવા
(c) વાર્ષિક રીતે પ્રવાહિત પાણીનો પ્રવાહ નદીમાં જાય તે માટે
(d) ભાગ્યે જ જોવા મળતા અને નાશ પામવાનો ભય ધરાવતા સજીવોની જાળવણી માટે
જવાબો
1.A, 2.C, 3.A, 4.D, 5.A, 6.A, 7.B, 8.B, 9.C, 10.A, 11.D, 12.C, 13.D, 14.C, 15.C, 16.D, 17.B, 18.D, 19.C, 20.D, 21.A, 22.C, 23.B, 24.C, 25.A, 26.B, 27.B, 28.D, 29.A, 30.C, 31.C, 32.B, 33.A, 34.B, 35.B, 36.D, 37.B, 38.D, 39.B, 40.B, 41.D, 42.B, 43.D, 44.B, 45.C, 46.D, 47.D, 48.D, 49.C, 50.DL
દરરોજ એવા TEST અને મટેરીઅલ માટે આ સાઈટ રોજ જોતા રહો
તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય તો અહીં કોમેન્ટમાં જણાવી શકો છો હું તમને ચોક્કસથી એના વિશે આર્ટીકલ બનાવી અને જણાવીશ
Manish Mevada
Gujarat Biology NEET PLUS
INDIA BIOLOGY NEET PLUS
Please do not enter any spam link or word in the comment box