Practice MCQs For board, Gujcet, NEET| Std 12 | પ્રકરણ 7,8,9,10 | Biology
(1) સ્વાસ્થ્ય લોકો માટે નીચેનામાંથી અસંગત વિધાન પસંદ કરો.
(a) સ્વસ્થ લોકો વધુ સક્ષમતાથી કામ કરી શકે છે. (b) આર્થિક સમૃદ્ધિમાં ઘટાડો થાય છે.
(c) સ્વાસ્થ્ય આયુષ્ય વધારે છે. (d) શિશુ અને માતાના મૃત્યુદરમાં ઘટાડો કરે છે.
(2) નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(a) મેડિકલ ક્ષેત્રે ટાઈફોઈડનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ મેરી મેલોન છે જેમનું ઉપનામ ટાઈફોઈડ મેરી છે.
(b) ટાઈફોઈડ મેરી વ્યવસાયિક રીતે રસોયણ હતી.
(c) ટાઈફોઈડ મેરી દ્વારા બનાવવામાં આવતા ખોરાક દ્વારા તેઓ વર્ષો સુધી આ રોગના વાહક બની રહ્યાં.
(d) બધા જ
(3) એસ્કેરિઆસિસ રોગના લક્ષણો - P ફિલારિઆસિસ રોગના લક્ષણો – Q
I – લસિકાવાહિનીઓમાં ધીમે ધીમે દીર્ઘકાલીન સોજો II –આંતરિક રકતસ્ત્રાવ, સ્નાયુમય દુખાવો
III – તાવ, એનીમિયા અને આંત્રમાર્ગમાં અવરોધ IV – જનનાંગો પ્રભાવિતા થતા વિકૃતિઓ સર્જાય
P Q P Q
(a) I, IV II, III (b) II, III I, IV
(C) I, II III, IV (d) III, IV I, II
(4) નીચેનાં જોડકાં જોડોઃ
કોલમ – 1 કોલમ – II
(P) શારીરિક અંતરાય (I) જઠરમાંના અમ્લ, મુખમાંની લાળ, આંખોના અશ્રુ
(Q) દેહધાર્મિક અંતરાય (II) ત્વચા, કોષ્ઠાંતર અંગોમાં આવેલ શ્લેષ્મનું અસ્તર
(R) કોષાંતરીય અંતરાય (III) ઈન્ટરફેરોન
(S) કોષરસીય અંતરાય (IV) તટસ્થકોષ, એકકેન્દ્રીકણ, NK કોષ, બૃહદ્કોષ
(a) (P-I), (Q-II), (R-III), (SIV) (b) (P-II), (Q-I), (R-III), (S-IV)
(c) (P-III), (QI), (R-IV), (S-III) (d) (P-I), (Q-II), (R-IV), (S-III)
(5) નીચે આપેલ વનસ્પતિ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(a) ભ્રમ રચનાર (b) સોલેનેસી કુળમાં સમાવેશિત થાય
(c) દ્વિદળી વર્ગમાં સમાવેશિત થાય (d) બધા જ
(6) નીચેનામાંથી ઈન્ટરફેરોન્સ બાબતે કયું વિધાન યોગ્ય છે?
(a) ઈન્ટરફેરોન્સ વાયરલ ચેપગ્રસ્ત કોષોમાંથી મુકત થાય છે.
(b) ઈન્ટરફેરોન્સ નિષ્ક્રિય પ્રતિકારકતા પૂરી પાડે છે.
(c) ઈન્ટરફેરોન્સ એ વિશિષ્ટ વાઈરસ છે.
(d) ઈન્ટરફેરોન્સ એ જાતિ વિશેષ નથી.
(7) નીચેનામાંથી કયું યોગ્ય છે?
(a) B - કોષો CMI પૂરું પાડે છે.
(b) ઈન્ટરફેરોન પાડોશી કોષોને વધુ વાયરલ ચેપથી સુરક્ષિત કરે છે.
(C) ઉંમર વધવાની સાથે થાયમોસીનનું પ્રમાણ વધે છે.
(d)T–કોષો એન્ટિબોડી ઉત્પન્ન કરે છે.
8) દૂધમાંથી દહીં બનાવવાની પ્રક્રિયા માટે નીચેનામાંથી કેટલા વિધાનો સાચા છે?
I – આ પ્રક્રિયા માટે જવાબદાર બેકટેરિયા LAB છે.
II - LAB અમ્લો સર્જે, જે દૂધને જમાવે છે.
III – દૂધમાં રહેલ પ્રોટીનનું અંશતઃ પાચન થાય છે.
IV -વિટામિન B, ની માત્રા વધારી પોષણ સંબંધી ગુણવત્તામાં વધારો કરે છે.
(a) 3 (b) 4 (c) 1 (d) 2
(9) માછલી, સોયાબીન અને વાંસમાંથી કઈ રીતે ખાદ્યસામગ્રી બનાવી શકાય છે?
(a) આથવણ કરીને (b) જારક શ્વસનમાંથી પસાર કરીને
(c) ઊંચા તાપમાનમાંથી પસાર કરીને (d) નીચા તાપમાને રાખીને
(10) ક્રિયાશીલ સ્લજ શું છે ?
(a) ગાળણ દ્વારા દૂર કરવામાં આવેલ ઘનદ્રવ્યો (b) અવસાદન દ્વારા દૂર કરવામાં આવેલ ઘનદ્રવ્યો
(c) સેટલિંગ ટાંકામાં અવસાદિત થતો ફલકસ (d) અજારક ટાંકામાં અવસાદિત થતો ફલકસ
(11) ટ્રાયકોડર્મા માટે અયોગ્ય વિકલ્પ પસંદ કરો.
(a) રોગિષ્ઠ પાકોની સારવાર કરવામાં ઉપયોગી છે. (b) મુકતજીવી બેકટેરિયા છે.
(c) મૂળના નિવસનતંત્રમાં જોવા મળે છે. (d) રોગકારકો માટે અસરકારક જૈવનિયંત્રક છે.
(12) આપેલમાંથી કયું યોગ્ય છે?
(a) જારક બેકટેરિયા ક્રિયાશીલ સ્લજનું પાચન કરીને દલદલવાયુ ઉત્પન્ન કરે છે.
(b) એસ્પરજીલ નાઈઝર સાયકલોસ્પોરીન A બનાવે છે.
(c) ફલેમિંગ, ચૈન અને ફલોરેનને પેનિસિલિનની શોધ માટે નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા.
(d) BOD એ વિઘટન પ્રક્રિયા દરમિયાન બેકટેરિયા દ્વારા ઉત્પન્ન થયેલ ઓકિસજનની માત્રા છે.
(13) લેકિટક એસિડની આથવણ દરમિયાન શું થશે ?
(a) O, વપરાય છે, CO, મુકત થાય છે. (b) O, કે CO, નો ઉપયોગ થતો નથી.
(c) O, નો ઉપયોગ થતો નથી, CO, મુકત થાય છે. (d) O₂ને ઉપયોગ થાય છે, CO, મુક્ત થતો નથી.
(14) ...........ની નીપજનું રુધિરમાં કોલેસ્ટેરોલ ઘટાડવા માટે વ્યાપારિકરણ થયેલ છે.
(a) ટ્રાયકોડર્મા પોલિસ્પોરમ
(b) મોનાસ્કસ પુપુરિયસ
(c) સેકેરોમાયસીસ સેરેવિસી
(d) એસ્પરજીલસ નાઈઝર
(15) યુરોપિયન બાયોટેકનોલોજી સંગઠન દ્વારા આપવામાં આવેલ બાયોટેકનોલોજીની વ્યાખ્યા કઈ છે?
(a) જીવવિજ્ઞાનમાં જુદી જુદી તકનીકનો ઉપયોગ કરવો.
(b) જનીન પરિવર્તિત સૂક્ષ્મજીવો ઉત્પન્ન કરવા માટે જુદી જુદી તકનીકનો જીવવિજ્ઞાનમાં ઉપયોગ
(c) નીપજો અને સેવાઓ માટે પ્રાકૃતિક જીવવિજ્ઞાન અને સજીવો, કોષો તેમના ભાગો તથા આણ્વિય અનુરૂપતાનું સંચાલન
(d) બધા જ
(16) નીચેનામાંથી કયું વિદેશી DNA યજમાન કોષમાં બહુગુણિત થઈ શકતું નથી ?
(a) યજમાન કોષના ન્યુકિલઓઈડમાં દાખલ કરવામાં આવેલ વિદેશી DNA
(b) યજમાન કોષના ન્યુકિલઅઈડમાં દાખલ કરવામાં આવેલ વિદેશી DNA
(c) યજમાન કોષના પ્લાસ્મિડમાં દાખલ કરવામાં આવેલ વિદેશી DNA
(d) બધા જ
(17) સૌ પ્રથમ કૃત્રિમ પુનઃસંયોજિત DNA ના અણુના નિર્માણ માટે લેવામાં આવેલ પ્લાસ્મિડ ક્યાં સૂક્ષ્મજીવનું હતું?
(a) સાલમોનેલા ટાફિમુરિયમ
(b) ઈશ્વેરેશિયા કોલાઈ
(c) બેકટેરિયોફેજ
(d) ન્યુમોકોકસ
(18) સૌપ્રથમ બનાવવમાં આવેલ કૃત્રિમ પુનઃસંયોજિત DNA માં ક્યા બે DNA જોડવામાં આવેલ હતા ?
(a) પ્લાસ્મિડ અને એન્ટિબાયોટિક પ્રતિરોધક જનીન (b) પ્લાસ્મિડ અને માનવ ઈન્સ્યુલીન DNA
(c) બેકટેરિયોફેજ અને એન્ટિબાયોટિક પ્રતિરોધક જનીન (d) બેકટેરિયોફેજ અને માનવ ઈન્સ્યુલીન DNA
(19) નીચેનામાંથી કઈ કૂપમાં અપાચિત DNA દાખલ કર્યુ હશે?
(a) 1
(b) 2
(c) 3
(d) 4
(20) pBR322 માં વિદેશી DNA Cla I વડે દાખલ કરીને આ પ્લાસ્મિડ બેકટેરિયામાં દાખલ કરવામાં આવે છે. તો
(a) એમ્ફિસિલિન સમાવિષ્ટ માધ્યમમાં વૃદ્ધિ થશે પરંતુ ટેટ્રાસાયકિલન સમાવિષ્ટ માધ્યમમાં વૃદ્ધિ થશે નહિ.
(b) ટેટ્રાસાયકિલન સમાવિષ્ટ માધ્યમમાં વૃદ્ધિ થશે પરંતુ એમ્ફિસિલિન સમાવિષ્ટ માધ્યમમાં વૃદ્ધિ થશે નહિ.
(c) એમ્ફિસિલિન સમાવિષ્ટ માધ્યમમાં અને ટેટ્રાસાયકિલન સમાવિષ્ટ માધ્યમમાં વૃદ્ધિ થશે નહિ.
(d) એમ્ફિસિલિન સમાવિષ્ટ માધ્યમ અને ટેટ્રાસાયકિલન સમાવિષ્ટ માધ્યમમાં વૃદ્ધિ થશે.
(21) એમ્ફિસિલિન પ્રતિકારકતા જનીન ધરાવતા પુનઃસંયોજિત DNA ને E.coliના કોષોમાં દાખલ કરવામાં આવે છે, યજમાન કોષોન એમ્ફિસિલિન સમાવિષ્ટ અગાર પ્લેટ પર ફેલાવવામાં આવે છે, તો……………
(a) પરિવર્તનીય અને અપરિવર્તનીય બંને ગ્રાહી કોષો મૃત્યુ પામે છે.
(b) પરિવર્તનીય અને બિનપરિવર્તનીય/અપરિવર્તનીય બંને ગ્રાહી કોષો વિકાસ પામે છે.
(c) પરિવર્તનીય ગ્રાહી કોષો વિકાસ પામે છે અને અપરિવર્તનીય ગ્રાહી કોષો મૃત્યુ પામે છે.
(d) પરિવર્તનીય ગ્રાહી કોષો મૃત્યુ પામે છે. અપરિવર્તનીય ગ્રાહી કોષો વિકાસ પામે છે.
(22) DNA ફિંગરપ્રિન્ટિંગ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(I) તે ELISA આધારિત પદ્ધતિ છે. (II) તે PCR આધારિત પદ્ધતિ છે.
(III) તે ફોરેન્સિક વૈજ્ઞાનિકો દ્વારા ઉપયોગમાં લેવાય છે. (IV) તે વ્યકિતગત ફિંગરપ્રિન્ટિંગ પર આધારિત છે.
(V) તે પિતૃત્વ માટેનું પરિક્ષણ છે.
(a) (I), (II) & (III) (b) (II), (III) & (V) (c) (I), (IV) અને (V) (d) (I), (III) અને (IV)
(23) અન્ત-ઉત્પાદના વધારા માટે વિચારી શકાય તેવો વિકલ્પ છે.
(a) એગ્રો કેમિકલ આધારિત ખેતી (b) કાર્બનિક ખેતી
(c) જનીન ઈજનેરી પાકો આધારિત ખેતી (d) બધા જ
(24) એડિનોસાઈન ડિએમિનેઝ (ADA) ઉત્સેચકનું કાર્ય ઓળખો.
(a) રુધિરમાં કેલ્શિયમના પ્રમાણની જાળવણી કરે (b) રુધિરમાં શર્કરાના પ્રમાણની જાળવણી કરે
(c) રોગપ્રતિકારકતામાં અતિઆવશ્યક (d) શરીરમાં સામાન્ય ચયાપચયિક દર જાળવે
(25) ADA ની ખામીનો કાયમી ઉપચાર કેવી રીતે શકય બને છે ?
(a) ઉત્સેચક રિપ્લેસમેન્ટ થેરાપી
(b) અસ્થિમજજા પ્રત્યારોપણ
(c) ADA ઉત્પન્ન કરતા જનીનોને પ્રારંભિક ભ્રૂણીય અવસ્થાના કોષોમાં પ્રવેશ કરાવીને
(d) બધા જ
જવાબો
રોજ આવા ટેસ્ટ આપવા માટે આ સાઈટ દરરોજ એક વાર ઓપન કરી ચેક કરો
Manish Mevada
Please do not enter any spam link or word in the comment box