Top 30 Topics for NEET | BIOLOGY
પ્રસ્તાવના
નમસ્તે વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે નીટ ની પરીક્ષા નું કેટલું મહત્વ છે અને એમાં એક એક માર્ક્સ અત્યંત અગત્યનો છે જેનાથી મેડિકલ ક્ષેત્રે પ્રવેશ મળતો હોય છે તો નીટની પરીક્ષા દરેક વિદ્યાર્થી માટે અગત્યની બની રહે છે અને એમાં સારા માર્ક્સ સાથે ઉત્તીર્ણ થવું હોય તો સારી દિશામાં તૈયારી પણ આવશ્યક છે દરેક વિદ્યાર્થી પોતાના રીતે તૈયારી કરતા હોય છે પણ અમુક વાર દિશા વિહીન તૈયારી માર્ક ઓછા કરી શકે છે.
તો એના માટે તૈયારી કેવી રીતે કરવી કેટલાક પેરામીટર્સ ખબર હોવી જરૂરી છે એમાંની એક વાત હું આજે તમને આ આર્ટિકલમાં સંપૂર્ણ સમજાવીશ જે તમને અત્યંત ફાયદા રૂપ થશે અને ચોક્કસથી તમારા માર્ક્સમાં પણ વધારો થશે જ્યારે આપણે નીટ આપવાના હોઈએ છીએ ત્યારે ધોરણ 11 અને ધોરણ 12 ના દરેક ચેપ્ટર તો કરવા જ પડે પણ એમાં પણ અમુક પ્રકરણ અત્યંત મહત્વના છે જેને ક્યારેય પણ છોડી શકાય નહીં.જેનો ગુણભાર પરીક્ષામાં અત્યંત વધારે હોય છે. તો એવા કયા મહત્વના ટોપિક અથવા પ્રકરણ છે તે આ સંપૂર્ણ આર્ટીકલ માં સમજાવેલ છે અને એનું મહત્વ શું છે એ પણ કહેલ છે. તો તમે સંપૂર્ણ આર્ટીકલ વાંચશો તો જ સંપૂર્ણ સમજણ પડશે.
ધોરણ 11 ના મહત્વના ટોપિક
સમવિભાજન અને અર્ધીકરણ
આ ટોપીક અત્યંત અગત્યનો છે એનું કારણ એ છે કે આના કોન્સેપ્ટ ધોરણ 12 ના પ્રજનન એટલે કે વનસ્પતિ પ્રજનન અને માનવ પ્રજનન બંનેમાં મહત્વના છે સાથે સાથે ધોરણ 11માં વનસ્પતિ સૃષ્ટિ ના કોન્સેપ્ટ સાથે પણ અગત્યના છે જેમાં અર્ધીકરણ નો ઉલ્લેખ કરવામાં આવેલો છે અને સમભાજનનો પણ ઉલ્લેખ કરવામાં આવેલો છે તો આ પ્રકરણ ધોરણ 12 અને ધોરણ 11 ના આમ કુલ બે થી ત્રણ પ્રકરણને આવરે છે તો આ ફરજિયાત ટોપિક કરવો રહ્યો આમાંથી એક પણ કોન્સેપ્ટ રહી ના જાય એનું ધ્યાન રાખો અને દરેક NCERT ને લાઈન ટુ લાઈન વાંચી અને સમજી લો
ઉત્સેચકો
મિત્રો ઉત્સેચકો ધોરણ 11માં જૈવ અણુઓમાં આવતો અત્યંત અગત્યનો ટોપિક છે જેમાં એના આલેખો અને ઉત્સેચકોની ક્રિયાવિધિ અત્યંત મહત્વની છે અતિ મહત્વનું એ છે કે એ કેવી રીતે પદાર્થ સાથે કાર્ય કરે છે અને ઊર્જા વાપરે છે એનો આલેખ અત્યંત મહત્વનો છે તો એ ફરજિયાત કરવો.
ઓક્સિજન વિયોજક વક્ર
આ ટોપિકમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ કેવી રીતે શરીરમાં પહોંચે છે અને બહાર નીકળે છે સાથે સાથે ઓક્સિજન હિમોગ્લોબિન સાથે કેમ જોડાય છે co2 કેમ છૂટું પડે છે કઈ જગ્યાએ એનું કોન્સન્ટ્રેશન ઓછું વધારે છે એની સમજણ આ આલેખમાં આપેલી છે અને એના આધારે આલેખ બને છે તો co2 અને o2 ના જોડાવાના પરિબળો કયા છે એ અગત્યના કોન્સેપ્ટ છે તેથી આ ચોક્કસથી ઓક્સિજન વિયોજક વક્ર પરીક્ષા માટે કોન્સેપ્ટ વાઈઝ અત્યંત અગત્યનો બની રહે છે જેમાં કન્ફ્યુઝિંગ પણ થઈ શકે એવું છે એટલા માટે બહુ ધ્યાનથી વાંચી અને તૈયાર કરવું
રુધિર રુધિરજૂથ રુધિરની જમાવટ
આ ટોપિક પણ અત્યંત મહત્વનો કહીશ કારણ કે રુધિરજૂથ એ ધોરણ 12 માં જીનેટીક્સના એટલે કે જનીનવિદ્યા ના પ્રકરણમાં પણ આવે છે એટલે રુધિરજૂથ એ કોન્સેપ્ટ વોઇસ કયા રુધિરજૂથ માં કયું એન્ટીબોડી કયા એન્ટીજન છે કોણ કોને રુધિર આપી શકે છે એ અત્યંત કોન્સેપ્ટ વાળા ટોપિક હોવાથી અત્યંત મહત્વનો બની રહે છે સાથે સાથે રુધિર જમાવટ ની અંદર કેટલાક શબ્દો અટપટા હોવાથી નીટ માટે એક ફેવરિટ ટોપિક બની રહે છે તો અત્યંત ધ્યાનથી વાંચવા
ECG
ECG ટોપીક એ અત્યંત મહત્વનો કહી શકાય કારણ કે એમાં ડેટા યુક્ત માહિતી એટલે કે P, Q, R, S તરંગનું કાર્ય શું છે એ કેવી રીતે આલેખ બતાવે છે એટલી જ માહિતી યાદ રાખવાની છે અને જે કોન્સેપ્ટ વાઇસ છે જેમાં કન્ફ્યુઝિંગ પ્રશ્નો પણ પૂછી શકાય છે MCQs ની અંદર તો અત્યંત મહત્વનો ટોપિક બની રહે છે
સ્નાયુ સંકોચનનો સરકતા તંતુકવાદ
સ્નાયુ સંકોચનનો સરકતા તંતુવાદ સંપૂર્ણ પ્રકરણમાં એક કોન્સેપ્ટ વાઇઝ ટોપિક બની રહે છે જેમાં અલગ અલગ પ્રોટીન વિશે માહિતી અને કેવી રીતે સ્નાયુ સંકોચન સમજાવી શકાય એના દરેક એનસીઆરટી ની લાઈન ખબર હોવી જરૂરી છે જેમાંથી એમસીક્યુ એસ એ મોટા મોટા એટલે કે વિકલ્પો એના એક લાઈનના હોઈ શકે છે
ચેતાઓ ઊર્મિવેગ નું નિર્માણ અને વહન
આ ટોપિકમાં Na+, K+ નું અંદર આવું બહાર જવું અને કેવી રીતે ઊર્મિ વેગનું નિર્માણ થાય છે અને ધ્રુવીકૃત પુનઃ ધ્રુવીકરણ સમજવું અત્યંત અગત્યનું છે હું આ ટોપિક ને અત્યંત મહત્વનો કહીશ જેમાંથી મોસ્ટ કન્ફ્યુઝિંગ પ્રશ્નો પૂછી શકાય છે
મૂત્ર નિર્માણ
આ ટોપિકમાં વિવિધ આયનો ક્યારે પુનઃશોષણ અને સ્ત્રાવ થાય છે અને કેવી રીતે મૂત્રનું નિર્માણ થાય છે અત્યંત અગત્યનો ટોપિક છે ડેટા વાઇઝ યાદ રાખવાનો એક ટોપિક છે મૂત્રપિંડ નલિકાના ભાગો કયા કાર્યો કરે છે અત્યંત અગત્યનું છે તો દરેકે ધ્યાનથી વાંચી અને સમજી લેવા
મૂત્રપિંડના કાર્યનું નિયમન
મિત્રો અંતઃસ્ત્રાવો ના રિલેટેડ કોઈપણ ટોપિક અત્યંત મહત્વનો બની રહે છે એટલા માટે આ પ્રકરણની અંદર મૂત્રપિંડના કાર્યનો જે નિયમન થાય છે એ પણ એક અંતઃસ્ત્રાવો હેઠળ છે જે ડેટા વાઇઝ અને કોન્સેપ્ટ વાઈઝ અત્યંત અગત્યનું છે મોસ્ટ કોન્સેપટ પ્રશ્ન કહી શકાય
વનસ્પતિ અંતઃસ્ત્રાવો
આ ટોપિક એટલે કે આ પ્રકરણમાં ડેટા અત્યંત મહત્વના છે દરેક અંતઃસ્ત્રાવો બધી બધા તૈયાર કરવા એક પણ અંતઃસ્ત્રાવો છોડવો નહીં અને એની દરેક અસરો તૈયાર કરી દેવિ
અંતઃસ્ત્રાવો ની ક્રિયાવિધિ
આ ટોપિક ધોરણ 11 નું છેલ્લું ચેપ્ટર જે અત્યંત મહત્વનું પ્રકરણ કહી શકાય જેમાં દરેક અંતઃસ્ત્રાવો વિશે સમજણ અને એમાં પણ અંતઃસ્ત્રાવોની ક્રિયાવિધી અત્યંત મહત્વની બની રહે છે જેમાં દ્વિતીય સંદેશાવાહક નો ઉપયોગ કરી અને સંદેશાવાહક વગર પણ કેવી રીતે અંતઃસ્ત્રાવો કાર્ય કરે છે એ અત્યંત કોન્સેપ્ટ ભર્યું છે એટલે આ ટોપિક કરવો અત્યંત મહત્વનો છે
પ્રકાશ પ્રક્રિયા C3 અને C4 ચક્ર
એટીપી ની ગણતરી અત્યંત અગત્યની છે અને ચક્રોમાં આવતા અનેકવિધ નામો યાદ રાખવા જરૂરી છે એટલા માટે આ પ્રશ્નો ડેટા તરીકે આવી શકે છે જે અત્યંત મહત્વના છે
ગ્લાયકોલીસીસ
આ ટોપિકમાં ગ્લાયકોલીસીસના 10 સ્ટેપ જેના નામ યાદ રાખવા જરૂરી છે અને એમાં કેવી રીતે એટીપી વપરાય છે અને બને છે એ પણ અગત્યનું છે ગ્લાયકોલીસીસ ની અંતિમ નીપજો શું હોય છે એ પણ ધ્યાન રાખવું અગત્યનું છે તો તો આ ડેટા તરીકે પૂછાઈ શકે છે અને કઈ પ્રક્રિયામાં ATP બને છે અને વપરાય છે એ દરેક પ્રક્રિયાઓ આવડવી જરૂરી છે
ક્રેબ્સ ચક્ર
આ ટોપિક પણ શ્વસન પ્રકરણનો છે જેમાં ચક્રમાં યાદ રાખવાના ઘણા બધા તબક્કાઓ છે અને એમાં કેટલી ATP વપરાય છે અને કયા તબક્કામાં વપરાય છે એ અત્યંત ધ્યાન રાખવું જરૂરી છે એટીપી સાથે સાથે બીજા પદાર્થો પણ બને છે જે ઊર્જાના સ્ત્રોત તરીકે હોય છે એની ગણતરી પણ અત્યંત મહત્વની છે
રસાયણ આસૃતિ અધિ તર્ક
રસાયણ આસૃતિ અધિ તર્ક એટલા માટે મહત્વનો ટોપિક બની રહે છે કારણ કે બંને પ્રકરણ પ્રકાશસંશ્લેષણ અને શ્વસન બંનેમાં એટીપી ની ગણતરી માટે અગત્યનો ટોપિક છે જે ATP સંશ્લેષણ કેવી રીતે થાય છે એ સમજાવે છે એમાં પણ પ્રકાશસંશ્લેષણમાં આપેલ રસાયણ આસૃતિ અધિ તર્ક અત્યંત મહત્વનું છે એમાં NCERT માં અટપટા શબ્દો અને વાક્યો આપેલા છે જે ધ્યાનથી વાંચવા રહ્યા
ધોરણ 12 ના મહત્વના ટોપિક
જન્યુજનન - માનવ પ્રજનન
ધોરણ 12 માં માનવ પ્રજનનમાં જન્યુજન એટલે કે શુક્રકોષજનન અને અંડકોષજનનની આકૃતિ અને એનું નામ નિર્દેશન અને સમજણ અત્યંત અગત્યના કોન્સેપ્ટ છે જે નીટમાં આવશ્યક પુછાઈ શકે છે જેથી ધ્યાનથી કોન્સેપ્ટ સમજવા અને યાદ રાખવા
અંતઃસ્ત્રાવી નિયંત્રણ -પ્રજનન
અંતઃસ્ત્રાવી નિયંત્રણ એ ધોરણ 11 માં અંતઃસ્ત્રાવો ના પ્રકરણમાં પણ આવતું ટોપીક છે અને ધોરણ 12 માં પણ પ્રજનનમાં અંતઃસ્ત્રાવી નિયંત્રણ એ કોન્સેપ્ટ અને ડેટા આધારિત ટોપિક છે જેને બહુ જ ધ્યાનપૂર્વક વાંચવું અને તૈયાર કરવું જે ચોક્કસથી નીટ માં પુછાય શકે એવો ટોપિક છે
અસંયોગીજનન અને બહુ ભૃણતા
આ ટોપિક સપુષ્પી વનસ્પતિમાં પ્રજનન ની અંદર અત્યંત મહત્વનો ટોપિક ગણી શકાય જેમાં અસંયોગી જનન એટલે કે પ્રજનન વગર અલિંગી રીતે કેવી રીતે નવી વનસ્પતિ બને છે એના વિશે સમજણ આપવામાં આવી છે અને એમાં અમુક વાક્યો એવા કોન્સેપ્ટ રીતે મુકેલા છે જે નીટમાં ચોક્કસથી મોટા વિકલ્પો તરીકે પૂછાઈ શકે છે જેમાં ઉદાહરણ પણ યાદ રાખવા અત્યંત આવશ્યક બને છે
નર અને માદા જન્યુજનક નો વિકાસ
આ ટોપિક સપુષ્પી વનસ્પતિમાં પ્રજનન ની અંદર નર અને માદા જન્યુજનક નો વિકાસ એટલે કે નર જન્યુજનન અને માદા જન્યુજનન વનસ્પતિ ની અંદર તૈયાર કરવું અત્યંત આવશ્યક છે જેમાં માદા જન્યુજનકમાં કોષોની ગણતરી અને કોષકેન્દ્રની ગણતરી અત્યંત આવશ્યક બની રહે છે આકૃતિ પણ અત્યંત આવશ્યક રહે છે જે ધ્યાનથી સમજવી અને યાદ રાખવી
ART
આ ટોપિક મનુષ્યમાં પ્રાજનનીક સ્વાસ્થ્ય સંબંધિત પ્રકરણમાંથી છે જેમાં અલગ અલગ ART પદ્ધતિઓ આપેલી છે જેમાં ઘણા બધા શબ્દોના પૂરા નામ યાદ રાખવા અત્યંત જરૂરી છે અને સાથે સાથે દરેક શબ્દોની સમજણ હોવી જરૂરી છે દરેક પદ્ધતિ કંઈક અલગ સમજણ આપે છે જે બધા એકસાથે વ્યવસ્થિત સમજીને જો તૈયાર ના કરી હોય તો પરીક્ષા સમયે બધું જ કન્ફ્યુઝન થઈ શકે છે એટલે અત્યંત મહત્વનો કોન્સેપ્ટ રીલેટેડ ટોપિક કહી શકાય જે નીટમાં અવશ્ય આવી શકે છે
પ્રતિકારક તંત્ર
આ ટોપિકમાં એન્ટીબોડી એન્ટીજન ની પ્રક્રિયાઓ વર્ણવેલી છે અને પ્રતિકાર તંત્ર કેવી રીતે પ્રતિકારકતા આપે છે એના વિશે ડેટા અને માહિતી આપેલ છે જે અત્યંત કરવી જરૂરી છે જે કોન્સેપ્ટન પ્રશ્ન કહી શકાય એટલા માટે મિત્રો આ પ્રશ્ન સમજીને તૈયાર કરવો
ન્યુક્લિક એસિડ
ન્યુક્લિક એસિડ ટોપીક એવો ટોપિક છે જે ધોરણ 11 માં જે અણુમાં પણ આવે છે અને ધોરણ 12 ની અંદર આનુવંશિકતાનો આણવીય આધાર જેમાં સંપૂર્ણ માહિતી આપેલ છે તો એમાં ડીએનએમાં ન્યુક્લિઓટાઈડની ગણતરી ન્યુક્લિઓટાઈડના ડેટા નાઈટ્રોજન બેઝ ના ડેટા DNA સ્ટ્રક્ચરમાં બંધોની ગણતરી એટલે કે ન્યુક્લિક એસિડ ની રચનાઓ વિશે હું વાત કરી રહ્યો છું દરેક કોન્સેપ્ટ આવડવું જરૂરી છે અત્યંત અતિ અત્યંત મહત્વનો ટોપિક કહી શકાય
HGP,જનીન સંકેતો અને પ્રત્યાંકન
આ ટોપિકમાં એસજીપીના લક્ષણો લક્ષાંકો મોટા વિકલ્પો તરીકે આવી શકે છે જનીન સંકેતો કોન્સેપ્ટ પ્રશ્ન પૂછી શકે છે જેમાં સંકેતો mRNA ને tRNA .એને અને DNA ઉપર કેવી રીતે ગોઠવાયેલા હોય છે એના સંલગ્ન પ્રશ્નો પૂછી શકાય છે જે અત્યંત કોન્સેપ્ટ એટલે કે સમજણ વાળા પ્રશ્નો તરીકે હોય છે જેમાં તમારો સમય પણ વધારે લેશે આવા પ્રશ્નો તો આવા પ્રશ્નોની પ્રેક્ટિસ અત્યંત અગત્યની બની રહે છે
પારજનીનીક પ્રાણીઓ અને વનસ્પતિના ઉદાહરણો
આ ટોપિક માં પારજનિક પ્રાણીઓ અને વનસ્પતિના ઉદાહરણો અત્યંત મહત્વના છે જે ડેટા તરીકે પૂછાઈ શકે છે
RNAi
આ ટોપિક એક પાર્જનિક વનસ્પતિ ની પદ્ધતિ છે જેમાં સુત્ર કૃમિ ને કેવી રીતે મારવામાં આવે છે જેની અત્યંત સમજણ આપેલી છે જે ચોક્કસથી નીટમાં પુછાય શકે એવી છે તો ધ્યાનપૂર્વક સમજણ મેળવી વાંચી લેવું
રોગો
જાતિ વિસ્તારોના સંબંધો
અક્ષાંશીય ઢોળાંશ
પિરામિડ
આપ ચારેય ટોપિકમાં ડેટા આધારિત પ્રશ્નો આવી શકે છે જેમાં સંખ્યા અથવા રોગોના ઉદાહરણો અથવા જાતિ વિસ્તારોના સંબંધોનો આલેખ અને પિરામિડો કયા ઉલ્ટા અને કયા સીધા હોઈ શકે છે એના વિશે સંપૂર્ણ ડીટેલમાં પ્રશ્નો મોટા વિકલ્પો તરીકે અથવા સંખ્યા આધારિત પ્રશ્નો પૂછાઇ શકે છે તો ધ્યાનથી યાદ રાખવા અને સમજણ સાથે એને જવાબમાં લખવા
તમને કોઈપણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં કહી શકો છો હું તમારા પ્રશ્નો ઉપર નવો આર્ટીકલ બનાવીશ અને તમારા પ્રશ્નોનું નિરાકરણ આવે એવો પ્રયત્ન કરીશ
દરરોજ ફ્રી ટેસ્ટ અને મટીરીયલ વાંચવા માટે આ સાઈટ દરરોજ ચેક કરવી
Manish Mevada
Gujarat Biology NEET PLUS
India biology NEET
Please do not enter any spam link or word in the comment box