Type Here to Get Search Results !

NEET UG 2024: એવા મહત્વના ટોપિક જે તમને biology માં અપાવશે પૂરા માર્કસ

0

NEET crack કરવા માટે biology ના કયાં ટોપિક વાંચવા? NEET માટે BIOLOGY ની તૈયારી કેવી રીતે કરવી?

NEET UG 2024: એવા મહત્વના ટોપિક જે તમને biology માં અપાવશે પૂરા માર્કસ


NEET UG 2024 ની તારીખ તો જાહેર થઈ ચૂકી છે. એની સાથે બધા વિદ્યાર્થીઓની તૈયારીને પણ પ્રોત્સાહન મળ્યું હશે. NEET ની પરીક્ષા વર્ષમાં એક વાર લેવાય છે, અને તેના દ્વારા વિદ્યાર્થીઓને મેડિકલ ક્ષેત્રના undergraduate course માં એડમીશન મળે છે. તેથી આ પરીક્ષા મેડિકલ ક્ષેત્રે આગળ વધવા માંગતા વિદ્યાર્થીઓ માટે અત્યંત મહત્વની છે. 

NEET UG 2024 DATE


NEET preparation માટે વિદ્યાર્થીઓ દિવસ રાત એક કરીને મહેનત કરતા હોય છે. કારણકે દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ NEET UG ની પરીક્ષામાં ભાગ લે છે. પરંતુ મેડિકલની સીટ ખૂબ limited છે. એટલે NEET પરીક્ષા એ ખૂબ competitive - સ્પર્ધાત્મક બનતી જાય છે. 

જો NEET UG પરીક્ષા દ્વારા મેડિકલ ક્ષેત્રે પ્રવેશ મેળવવો હોય તો hard work ની સાથે smart work કરવું જરૂરી બને છે. મહેનત તો વધુ જ કરવાની હોય, પણ જેટલી મહેનત કરીએ છીએ એમાંથી પૂરેપૂરો ફાયદો મળે એવી રીતે. 

NEET ના પેપરમાં ત્રણ મુખ્ય વિભાગ હોય છે : physics, chemistry અને biology. આ ત્રણમાંથી biology માટે એમ કહી શકાય કે તેમાં બેઠા માર્કસ મેળવી શકાય એમ હોય છે. બસ તૈયારી કેવી રીતે કરવી એની સમજ હોવી જોઈએ. 

આ આર્ટિકલ માં અમે તમને NEET UG પરીક્ષાના અભ્યાસક્રમમાંથી એવા ટોપિક કહીશું, જે ખૂબ અગત્યના છે. આ ટોપીકને સારી રીતે સમજી લેવાથી તમારા biology ના માર્કસ ખૂબ જ વધી જશે એની ગેરંટી.


NEET UG 2024 SYLLABUS


Important high scoring topic for biology - NEET

તમે સૌ જાણતા જ હશો, કે NEET નો અભ્યાસક્રમ પૂરેપૂરો NCERT નો અભ્યાસક્રમ જ હોય છે. તેમાં પણ ખાસ કરીને biology માટે તો માત્ર અને માત્ર NCERT Book જ પૂરતી છે. એટલે એમાંથી કયા chapter અને unit મહત્વના છે એ નીચે સમજાવ્યું છે.


ધોરણ 11- biology most important chapter

1. Unit 1માં તમને વિવિધ વર્ગીકરણ સમજાવાયું છે.

Unit 1 નું એક chapter જે ખૂબ મહત્વનું છે એ છે - "વનસ્પતિ સૃષ્ટિ"

વનસ્પતિ સૃષ્ટિ chapter એ એક રીતે આખા NEET BIOLOGY Syllabus માંથી botany નો પાયો છે. એટલે કે આ chapter સારી રીતે સમજી લીધું હશે - તો botany ના બીજા ટોપિકમાં confusion નહિ થાય.


2. Unit 3 એ આખા અભ્યાસક્રમને સમજવાની ચાવી છે. 

કારણકે તેમાં કોષ વિશેની detailed માહિતી આપવામાં આવી છે. અને કોષ તો botany અને zoology બંને ભાગ માટે અગત્યનું છે. 

"કોષ:જીવનનો એકમ" તેમજ "કોષચક્ર અને કોષવિભાજન" આ બે chapter ની સમજ અને concept ખૂબ જ જરૂરી છે. આ બંને chapter માંથી NEET ના ઘણા conceptual સવાલો પૂછાઈ શકે છે.

 

 3. Unit 4 એ botany ના અભ્યાસક્રમ નો ભાગ છે. વનસ્પતિઓમાં થતી મહત્વની પ્રક્રિયાઓ તેમાં સમજાવી છે.

"ઉચ્ચ વનસ્પતિઓમાં પ્રકાશસંશ્લેષણ" - આ chapter માંથી વનસ્પતિના ચક્રો વગેરે ખૂબ જ મહત્વના ટોપિક છે. તેના concept clear કરવા. કારણકે તેમાંથી ખૂબ ટ્વીસ્ટ કરેલા સવાલો પણ પૂછાઈ શકે છે.

"વનસ્પતિઓમાં શ્વસન" - botany ના આ chapter માંથી પણ લગભગ 3 થી 5 માર્કના સવાલો પૂછાતા હોય છે.  તેના જારક - અજારક શ્વસન ના કોન્સેપ્ટ ક્લીઅર કરવા. તેમજ બધી cycle ના રિવીઝન કરતા રહેવા.

 

4. ધોરણ 11 ના છેલ્લા unit - unit 5 માં ખુબ જ મહત્વના chapters આવેલા છે. જેમાંથી ઘણું બધું યાદ કરવાનું આવે છે.

"ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન" માંથી દર વર્ષે 4-5 માર્કના સવાલો પૂછાતાં હોય છે.

"રાસાયણીક સહનિયમન અને સંકલન" - આ chapter માંથી hormone વિશે ઘણા મહત્વના ટોપિક છે. તેના વિશે રિવિઝન કરતા રહેવું જરૂરી છે. કારણકે વિવિધ હોર્મોન વિશે સવાલો પૂછાતા હોય છે અને તેમાં વિદ્યાર્થીઓને confusion થતું હોય છે. 


 

ધોરણ 12- biology most important chapter

1. Unit 6 માં zoology અને botany ના basic વિશેના chapters છે. જેમાં પ્રજનન વિશેના chapter ખૂબ જ અગત્યના છે.

"સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન" આ chapter માંથી basic concept વિશેના સવાલો પૂછાય છે. તેથી NCERT ની દરેક લાઈન ને સમજી લેવી જરૂરી છે.



 

આ unit ના "માનવ પ્રજનન" માંથી નર અને માદા પ્રજનન તંત્ર વિશે દર વર્ષે ઘણા conceptual સવાલો પૂછાતાં રહે છે. તેમાંથી image વાળા પણ સવાલો પૂછાઈ શકે છે.


2. Unit 7 કે જે જનીનિક વિદ્યા વિશે છે એ ખૂબ જ interesting અને અગત્યના unit માંથી એક છે.

જનીનિક વિદ્યાના કોન્સેપ્ટ કે જે "આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો" chapter માં આપવામાં આવેલ છે. આ chapter ના ઘણા ટોપિક ઊંડી સમજ માંગતા હોય છે. તેથી આ ચેપ્ટરના બધા ટોપિક ને ધ્યાનથી સમજી લેવા. તેમાંથી 6 થી 7 માર્કના સવાલ પૂછાઈ શકે છે.



 

DNA - RNA જેવાં important topics જે "આનુવંશિકતાનો આણ્વિય આધાર" માં આવેલા છે એ તો ખૂબ જ મહત્વના કોન્સેપ્ટ છે. NEET ની પરીક્ષામાં તેના વિશે 7-8 માર્કસ ના સવાલો આવતા હોય છે. તેથી વિધાર્થીઓએ આ CHAPTER ખાસ કરીને સમજવું.


3. Unit 9 ના biotechnology ના બંને chapter ખૂબ અગત્યના છે. 



પુનઃસંયોજિત DNA પ્રક્રિયા તેમજ RNAi જેવા ઘણા ટોપિક આ unitમાંથી મહત્વના તરી આવે છે. આ unit ને એક વાર ધ્યાનથી સમજી લેશો તો ક્યારેય તેની ચિંતા કરવાની નહિ રહે. પણ biotechnology ના દરેક કોન્સેપ્ટ ને સંપૂર્ણ સમજી લેવું ખૂબ અગત્યનું છે.




4. Unit 10 નું "નિવસન તંત્ર" NEET ની તૈયારી સ્વરૂપે ખાસ મહત્વ ધરાવે છે. તેમાં આવેલા પોષણ ચક્રો તેમજ અનુક્રમણ વિશે ઓછામાં ઓછા 2 સવાલ તો દર વર્ષે પૂછાય છે. તે સિવાય ઊર્જાના પિરામિડ ટોપિક પણ ઘણું મહત્વનું છે.




આ તમામ ટોપિક તો તમને કહી દીધા પણ તેને વાંચવા માટેની ટેકનિક શું હોવી જોઈએ?

NEET UG biology માં પૂરા માર્ક મેળવવા માટેની ટ્રિક 

સૌપ્રથમ તો NEET ની તૈયારી માટે NCERT ને પુરે પૂરી વાંચી લો. NCERT ની દરેક લાઈનને ઊંડાણથી સમજી લો. અમારી YouTube channel પર તમને બધા NCERT કોન્સેપ્ટ ના વીડિયો જોવા મળી જશે. તેના દ્વારા પણ સમજી શકો છો.

એક વાર ટોપિક સમજી લીધા બાદ તેને સાઈડ પર મૂકી નથી દેવાનું. દર મહિને કમસેકમ એક વાર તો આગળ વાંચેલા બધા ટોપિક અને chapter નું revision થવું જરૂરી છે. તો જ તે concept તમારા મગજમાં ફીટ થઇ જશે. આમ કરવાથી તમને ઘણાં શબ્દો જે યાદ ન રહેતા હોય એ પણ યાદ રહેતા થઈ જશે. 

NCERT ના ટોપિકની note બનાવી લેવી પણ ખૂબ helpful થાય છે. તમને અમારી આ website પર ઘણી બધી notes મળી જશે. તેમજ દરરોજ નવી નોટ્સ મુકાતી પણ હોય છે તેથી તમારે આ website જોતા રહેવું. 


Concept સમજાઈ ગયા છે કે નહિ એની ખરાઈ સીધી પરીક્ષામાં તો ના કરી શકીએ ને! એટલે MCQ સોલ્વ કરતા રહેવા. જેટલા વધુ MCQ solve કરશો એટલો તમારો confidence પણ વધતો જશે. તમને તમારી ભૂલો જણાતી જશે. આ website પર concept ની સાથે તે concept ની ફ્રી ટેસ્ટ પણ મૂકવામાં આવે છે. તમે એને પણ જોઈ શકો છો.

દરેક chapter પ્રમાણે ના MCQ સોલ્વ કરવા માટેની બેસ્ટ બુક કઈ છે એ જાણવા નીચેનો આર્ટિકલ જરૂરથી વાંચો. 

⬇️⬇️⬇️⬇️

 https://www.indiabiologyneet.com/2023/09/80.html

Best book for NEET



જો તમને હજુ પણ કોઈ doubts હોય તો અમને કમેન્ટ કરીને જણાવો. આ આર્ટિકલ વાંચીને તમને important biology topics ની જાણ થઈ ગઈ હશે, તો હવે તમારા friends ને પણ આ આર્ટિકલ share કરી ને હેલ્પ કરો.


Thank you for reading!

Stay happy! Stay motivated!



Urvi Bhanushali

Manish Mevada 

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad