ધોરણ 11
સપુષ્પી વનસ્પતિઓની બાહ્યાકારવિદ્યા
સપુષ્પી વનસ્પતિઓની બાહ્યાકારવિદ્યા| મૂળ| NCERT short note| Best biology short note | ધોરણ 11
આર્ટિકલના અંતમાં મેળવો ફ્રી ટેસ્ટ!!
Note 1
મૂળ | મૂળના પ્રદેશો | મૂળના રૂપાંતરણો
દ્વિદળી વનસ્પતિ માં મૂળ
ભ્રૂણમૂળ (આદિમૂળ) પ્રલંબન પામે - પ્રાથમિક મૂળની રચના થાય
મૂળ જમીનની અંદર વૃદ્ધિ પામે
તે ઘણી રીતે ગોઠવાયેલા પાર્શ્વીય મૂળ ધરાવે - તે દ્વિતીયક, તૃતીયક મૂળ તરીકે ઓળખાય
પ્રાથમિક મૂળ + તેની શાખાઓ - સોટીમય મૂળતંત્ર
ઉદાહરણ : રાઈ
![]() |
સોટીમય મૂળ |
એકદળી વનસ્પતિમાં મૂળ
પ્રાથમિક મૂળ - અલ્પજીવી
પ્રાથમિક મૂળને બદલે તે જગાએ બીજા ઘણા મૂળ ઉદભવે
પ્રકાંડના તલ ભાગેથી ઉત્પન્ન થાય
તેનાથી તંતુમય મૂળતંત્ર નિર્માણ પામે
ઉદાહરણ : ઘઉં
આગંતુક / અસ્થાનિક મૂળ
એ મૂળ જે ભ્રૂણમૂળ સિવાયના ભાગોમાંથી વિકાસ પામે
ઉદાહરણ : ઘાસ, મોંસ્ટેરા, વડ વૃક્ષ
મૂળતંત્રના કાર્યો:
- જમીનમાંથી પાણીનું શોષણ
- જમીનમાંથી દ્રવ્યોનું શોષણ
- વનસ્પતિના અન્ય ભાગોને જકડી રાખવા
- સંચિત પોષક દ્રવ્યોનો સંગ્રહ
- વનસ્પતિના વૃદ્ધિ નિયામકોનું સંશ્લેષણ
> મૂળના પ્રદેશો
મૂળટોપ
મૂળની ટોચના ભાગે આવેલ
ટોપચા કે અંગુલિત્ર જેવી રચના ધરાવે
કાર્ય: મૂળ જમીનમાં વૃદ્ધિ પામે ત્યારે તેની નાજુક ટોચને રક્ષણ આપે
વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશ
મૂળટોપનો અમુક મિલીમીટર જેટલો વિસ્તાર
આ પ્રદેશના કોષો ખૂબ જ નાના હોય, પાતળી દીવાલ અને ઘટ્ટ જીવરસ ધરાવે
વારંવાર વિભાજન પામે
વિસ્તરણ પ્રદેશ
વર્ધમાન ક્રિયાવિધી પ્રદેશની નજીકના કોષો વિસ્તરણ પ્રદેશ બનાવે
ત્વરિત પ્રલંબન (વિસ્તરણ) અને વિસ્તૃતિકરણ પામે
મૂળની લંબાઈમાં વૃદ્ધિ માટે જવાબદાર
પરિપક્વન પ્રદેશ
વિસ્તરણ પ્રદેશનો નિકટવર્તી વિસ્તાર
વિસ્તરણ પ્રદેશના કોષો ક્રમશ: વિભેદન પામે અને પરિપક્વ થાય - આમ પરિપકવન પ્રદેશ સર્જાય
મૂળરોમ
પરિપકવન વિસ્તાર પૈકીના કેટલાક અધિસ્તરના કોષો
ખૂબ જ બારીક અને નાજુક - દોરી જેવી પાતળી રચનાઓ ધરાવે - તેને મૂળરોમ કહેવાય
કાર્ય: જમીનમાંથી પાણી અને દ્રવ્યોનું શોષણ કરે
> મૂળના રૂપાંતરણો
કેટલીક વનસ્પતિઓમાં મૂળ તેમનો આકાર, રચના અને કાર્ય બદલે
તે પાણી તથા દ્રવ્યોના શોષણ સિવાયના કાર્યો માટે રૂપાંતરિત થાય
આધાર, ખોરાકનો સંગ્રહ અને શ્વસન માટે રૂપાંતરિત થાય
ખોરાક સંગ્રહ માટે રૂપાંતરણ:
ગાજરના સોટીમૂળ, સલગમના સોટીમૂળ અને શક્કરીયાંના અસ્થાનિક મૂળ
તેઓ કદમાં મોટા બની ફૂલે છે અને ખોરાકનો સંગ્રહ કરે છે
આધાર માટે રૂપાંતરણ
સ્તંભમૂળ - વડની વડવાઈઓ- વૃક્ષને આધાર આપતી રચનાઓ
અવલંબન મૂળ - પ્રકાંડની નીચેની ગાંઠોમાંથી મૂળ ઉદ્દભવે - મકાઈ અને શેરડી
![]() |
શ્વસનમૂળ |
![]() |
સ્તંભમૂળ |
શ્વસન મૂળ - દલદલ વાળા વિસ્તારમાં વિકાસ પામતી વનસ્પતિઓમાં મૂળ જમીનમાંથી બહાર આવે છે અને અનુલંબ રીતે (vertically) વિકાસ પામે - શ્વસન માટે ઑક્સિજન મેળવવામાં મદદરૂપ થાય - રાઈઝોફોરા
જો તમારે એ ચોકસાઈ કરવી હોય કે તમારા આ નોટના કોન્સેપ્ટ ક્લીઅર થઈ ગયા છે કે નહિ, તો આ ટોપિકના સંબંધિત સવાલો - MCQ સોલ્વ કરવાની કોશિશ કરો.
નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને આ ટોપિક માટેની ફ્રી ટેસ્ટ આપો.
⬇️⬇️⬇️⬇️⬇️
https://www.indiabiologyneet.com/2023/09/11-13-ncert-short-note-best-biology.html
જો તમને કોઈ પણ તકલીફ હોય તો નીચે આપેલ કોમેન્ટ બોક્સમાં લખી જણાવો.
Thank you for reading!
Keep learning!
Stay motivated!
Manish Mevada
Urvi Bhanushali
Please do not enter any spam link or word in the comment box