Type Here to Get Search Results !

ધોરણ 12| note 12 | પશ્ચ ફલન: રચનાઓ અને ઘટનાઓ | ભ્રૂણપોષ વિકાસ | ભ્રૂણ વિકાસ |સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન|short note| NCERT| જીવવિજ્ઞાન

0

 ધોરણ 12

સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન (નવો અભ્યાસક્રમ-પ્રકરણ 1 / જૂનો અભ્યાસક્રમ-પ્રકરણ 2)



સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન|પશ્ચ ફલન: રચનાઓ અને ઘટનાઓ | ભ્રૂણપોષ વિકાસ | ભ્રૂણ વિકાસ|NCERT short note| Best biology short note | ધોરણ 12

આર્ટિકલના અંતમાં મેળવો ફ્રી ટેસ્ટ!!

Note 12

પશ્ચ ફલન: રચનાઓ અને ઘટનાઓ | ભ્રૂણપોષ વિકાસ | ભ્રૂણ વિકાસ

પશ્ચ ફલન: રચનાઓ અને ઘટનાઓ

બેવડાં ફલન બાદ ઘણી ઘટનાઓ થાય છે

  • ભ્રૂણપોષ વિકાસ  
  • ભ્રૂણ વિકાસ 
  • અંડક કે અંડકોનું બીજમાં પરિપક્વન 
  • બીજાશય(અંડાશય) નું ફળમાં પરિપક્વન 
આ બધી ઘટનાઓને સામૂહિક રીતે - પશ્ચ ફલન ઘટનાઓ કહેવાય છે.

બેવડું ફલન નું એક વાર ફટાફટ રીવિઝન કરવું છે? તો નીચેની લિંક પર ક્લિક કરો

⬇️⬇️⬇️⬇️⬇️

https://www.indiabiologyneet.com/2023/09/12-note-11-short-note-ncert.html

બેવડું ફલન notes


ભ્રૂણપોષ વિકાસ

પ્રાથમિક ભ્રૂણપોષ કોષ(PEC) ઘણી વાર વિભાજન પામે -    ત્રિકીય ભ્રૂણપોષ પેશી નું નિર્માણ થાય 

આ પેશીના કોષો સંચિત ખોરાકથી સમૃદ્ધ હોય .

તેનો ઉપયોગ વિકસતા ભ્રૂણને પોષણ પૂરું પાડવા માટે થાય. 

આ રીતે ભ્રૂણપોષનો વિકાસ ભ્રૂણના વિકાસને આગળ વધારે છે. 

સામાન્ય રીતે, ભ્રૂણપોષ વિકાસમાં, PEN (પ્રાથમિક ભ્રૂણપોષ કોષકેન્દ્ર) ઉત્તરોત્તર કોષકેન્દ્રીય વિભાજન પામે  -- અને મોટી સંખ્યામાં મુક્ત કોષકેન્દ્ર સર્જે

ભ્રૂણપોષ વિકાસની આ અવસ્થાને મુક્ત કોષકેન્દ્રીય ભ્રૂણપોષ કહેવાય.

ત્યારબાદ કોષદીવાલ નું નિર્માણ થાય - આમ ભ્રૂણપોષ કોષીય બને. 

કોષીય સંરચના પહેલાં નિર્માણ પામતા મુક્ત કોષકેન્દ્રોની સંખ્યા જુદી જુદી વનસ્પતિઓમાં જુદી જુદી હોય 

નારિયેળનું ઉદાહરણ

નારિયેળનું પાણી (નારિયેળ પાણી) એ મુક્ત કોષકેન્દ્રીય ભ્રૂણપોષ છે (જે હજારો મુક્ત કોષકેન્દ્રોનું બનેલું હોય) 

તેની આસપાસનો સફેદ ગર કે માવો એ કોષીય ભ્રૂણપોષ છે.

બીજના પરિપક્વન પહેલા, વિકાસ પામતા ભ્રૂણ દ્વારા ભ્રૂણપોષ સંપૂર્ણ રીતે વપરાઈ જઈ શકે છે  - ઉદાહરણ: વટાણા, મગફળી, વાલ 

અથવા તે પરિપક્વ બીજમાં ચિરલગ્ન રહે અને બીજાંકુરણ દરમિયાન તેનો વપરાશ થાય - ઉદાહરણ: દિવેલા અને નારિયેળ


ભ્રૂણ વિકાસ

ભ્રૂણવિકાસ ને ભ્રૂણજનન (embryogeny) પણ કહેવાય છે

ભ્રૂણનો વિકાસ અંડકછિદ્ર નજીક રહેલા દ્વિકીય યુગ્મનજમાંથી થાય.

મોટે ભાગે જરૂરી પ્રમાણમાં ભ્રૂણપોષનું નિર્માણ થઇ ગયા બાદ જ યુગ્મનજ વિભાજિત થાય - આ વિકસતાં ભ્રૂણને પોષણ પૂરું પાડવા માટેનું એક અનુકૂલન છે. 

એકદળી અને દ્વિદળી બીજમાં ઘણું જુદાપણું હોવા છતાં તે બંનેમાં ભ્રૂણવિકાસની પ્રારંભિક અવસ્થાઓ સમાન હોય છે.

 



 

 દ્વિદળી ભ્રૂણમાં સૌપ્રથમ યુગ્મનજ પૂર્વભ્રૂણમાં વિકસે છે - ત્યારબાદ ક્રમશઃ ગોળાકાર, હૃદયાકાર અને પુખ્ત ભ્રૂણમાં વિકસે છે.


લાક્ષણિક દ્વિદળી ભ્રૂણ

તેની પાસે એક ભ્રૂણધરી અને બે બીજપત્રો હોય છે. 

બીજપત્રોની ઉપર આવેલો ભ્રૂણધરીનો વિસ્તાર ઉપરાક્ષ હોય છે.

ઉપરાક્ષ આગળ જતાં ભ્રૂણાગ્ર કે આદિસ્કંધ માં પરિણમે છે. 

બીજપત્રો નીચે આવેલો નળાકાર ભાગ અધરાક્ષ છે.

અધરાક્ષ નીચેના છેડે ભ્રૂણમૂળ કે આદિમૂળ અથવા મૂલાગ્ર માં પરિણમે 

મૂળના ટોચનો ભાગ મૂળટોપથી આવરીત હોય.





એકદળીના ભ્રૂણ 

તે એક જ બીજપત્ર ધરાવે છે. 

ઘાસના કુળમાં આવેલ બીજપત્રને વરુથીકા કહે છે 

વરુથીકા એ ભ્રૂણધરીની એક બાજુએ (પાર્શ્વ બાજુએ) ગોઠવાયેલ હોય છે. 

ભ્રૂણધરી તેની નીચેના છેડાએ ભ્રૂણમૂળ ધરાવે છે.

 મૂળટોપ એક અવિભેદિત આવરણથી આવરીત હોય છે - જેને ભ્રૂણમૂળચોલ કહે છે . 

ભ્રૂણધરીનો વરુથીકાના જોડાણથી ઉપરનો ભાગ ઉપરાક્ષ છે.

ઉપરાક્ષ પ્રરોહાગ્ર અને કેટલાક પર્ણ પ્રદાય ધરાવે છે જે પોલા પર્ણ જેવી રચનાઓથી આવરિત હોય છે - તેને ભ્રૂણાગ્રચોલ કહે છે.



જો તમારે એ ચોકસાઈ કરવું હોય કે તમારા આ નોટના કોન્સેપ્ટ ક્લીઅર થઈ ગયા છે કે નહિ, તો આ ટોપિકના સંબંધિત સવાલો - MCQ સોલ્વ કરવાની કોશિશ કરો. 

નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને આ ટોપિક માટેની ફ્રી ટેસ્ટ આપો. 

⬇️⬇️⬇️⬇️⬇️

https://www.indiabiologyneet.com/2023/09/12-12-short-note-ncert.html

ફ્રી ટેસ્ટ


જો તમને કોઈ પણ તકલીફ હોય તો નીચે આપેલ કોમેન્ટ બોક્સમાં લખી જણાવો.


Thank you for reading!

Keep learning!

Stay motivated!



Manish Mevada 

Urvi Bhanushali

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad