Type Here to Get Search Results !

ધોરણ 12| ફ્રી ટેસ્ટ 12 | પશ્ચ ફલન: રચનાઓ અને ઘટનાઓ | ભ્રૂણપોષ વિકાસ | ભ્રૂણ વિકાસ |સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન|short note| NCERT| જીવવિજ્ઞાન

0

 Sexual reproduction in flowering plants (New syllabus chapter 1 / old syllabus Chapter 2)



ધોરણ 12| ફી ટેસ્ટ 12 | પશ્ચ ફલન: રચનાઓ અને ઘટનાઓ | ભ્રૂણપોષ વિકાસ | ભ્રૂણ વિકાસ|સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન|Free test| NCERT| standard 12| Biology


આર્ટિકલ ના અંતમાં ફ્રી ટેસ્ટના જવાબ મેળવો!




Test 12

પશ્ચ ફલન: રચનાઓ અને ઘટનાઓ | ભ્રૂણપોષ વિકાસ | ભ્રૂણ વિકાસ

Note: આ ટેસ્ટ કોન્સેપ્ટ સમજી લીધા બાદ જ ઈમાનદારીથી આપવી. જો તમારે એક વાર ફટાફટ રીવિઝન કરી લેવું હોય તો નીચે આપેલી લિંક પર ક્લિક કરો. ⬇️⬇️⬇️⬇️⬇️

https://www.indiabiologyneet.com/2023/09/12-note-short-note-ncert.html

પશ્ચ ફલન: રચનાઓ અને ઘટનાઓ | ભ્રૂણપોષ વિકાસ | ભ્રૂણ વિકાસ



(1) અંડકનું પરિપક્વન _____ માં, જ્યારે બીજાશયનું પરિપક્વન ______ માં.

A) બીજ, અંડાશય

B) બીજ, ફળ

C) ફળ, બીજ

D) અંડાશય, બીજ


(2) PEC વિભાજન પામી શેનું નિર્માણ કરે છે?

A) ભ્રૂણપોષ

B) ભ્રૂણ

C) ભ્રૂણપોષ પેશી

D) એક પણ નહિ


(3) મુક્ત કોષકેન્દ્રીય ભ્રૂણપોષ......

A) ભ્રૂણના વિકાસની એક અવસ્થા છે

B) PEN ના વિભાજનથી સર્જાય

C) નારિયેળનો માવો

D) આપેલ તમામ


(4) ભ્રૂણપોષ કોષીય ક્યારે બને?

A) જ્યારે ભ્રૂણનું સર્જન થાય

B) જ્યારે ભ્રૂણપોષ પેશી નિર્માણ પામે

C) PEC ના વિભાજનથી

D) મુક્ત કોષકેન્દ્રીય ભ્રૂણપોષ અવસ્થા બાદ કોષદિવાલ સર્જવાથી


(5) X: વટાણાંનું ભ્રૂણપોષ પરિપક્વ બીજમાં ચીરલગ્ન રહે છે.

Y: મગફળીનું ભ્રૂણપોષ પરિપક્વ બીજમાં ચીરલગ્ન રહેતું નથી.

A) X સાચું, Y ખોટું

B) X અને Y બંને સાચા

C) X ખોટું, Y સાચું

D) X અને Y બંને ખોટા


(6) ભ્રૂણનો વિકાસ...

A) અંડકછિદ્ર નજીક રહેલા યુગ્મનજમાંથી થાય

B) અંડકતલ નજીક રહેલા યુગ્મનજમાંથી થાય

C) ભ્રૂણપોષના કોષોમાંથી થાય

D) A અને C બંને


(7) આપેલ ચિત્રમાં X, Z અને Y અનુક્રમે શું છે?


A) પ્રાથમિક ભ્રૂણપોષ કોષ, પ્રાથમિક ભ્રૂણપોષ કોષકેન્દ્ર, સહાયક કોષો

B) પ્રાથમિક ભ્રૂણપોષ કોષ, સહાયક કોષો, પ્રાથમિક ભ્રૂણપોષ કોષકેન્દ્ર

C) પ્રાથમિક ભ્રૂણપોષ કોષકેન્દ્ર, પ્રતિધ્રુવીય કોષો, સહાયક કોષો

D) પ્રાથમિક ભ્રૂણપોષ કોષકેન્દ્ર, સહાયક કોષો, પ્રતિધ્રુવિય કોષો


(8) લાક્ષણિક એકદળી ભ્રૂણ શું ધરાવે છે?

A) એક ભ્રૂણધરી, બે બીજપત્રો

B) એક ભ્રૂણધરી, એક બીજપત્ર

C) બે ભ્રૂણધરી, બે બીજપત્રો

D) બે ભ્રૂણધરી, એક બીજપત્ર


(9) વરુથીકા.....

A) ઘાસનાં કુળનું બીજપત્ર

B) ભ્રૂણધરીની પાર્શ્વ બાજુએ ગોઠવાયેલ ભ્રૂણનો ભાગ

C) ભ્રૂણધરીની વક્ષ બાજુએ ગોઠવાયેલ ભ્રૂણનો ભાગ

D) A અને B બંને


(10) દ્વિદળી ભ્રૂણમાં બીજપત્રોની નીચેનો ભાગ લેવા આકારનો હોય?

A) નળાકાર

B) હૃદયાકાર

C) ગોળાકાર

D) કુંતલાકાર


અમે આશા કરીએ છીએ કે આ ટેસ્ટ દ્વારા તમારું નોલેજ વધ્યું હશે. તમને આટલા સવાલ સોલ્વ કરવામાં કેટલો સમય લાગ્યો એની પણ નોંધ લેતા રહેવું. આમ કરવાથી તમારી સવાલ વાંચવાની અને જવાબ આપવાની સ્પીડ વધી જશે.


હવે તમારા જવાબોને નીચે આપેલ સાચા જવાબો સાથે ટેલી કરી લો. check the answers of these questions from the below answer tally:


1- B, 2-C, 3-B, 4-D, 5-C, 6-A, 7-D, 8-B, 9-D, 10-A


તમારા 10 માંથી કેટલા માર્ક આવ્યા એ અમને જરૂરથી જણાવો.

Please let us know your marks out of 10. 

We are happy for you being serious about your studies!

Keep it up, you warrior!


Thank you for reading!


Manish Mevada

Urvi Bhanushali 




Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad