ધોરણ 12
સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન (નવો અભ્યાસક્રમ-પ્રકરણ 1 / જૂનો અભ્યાસક્રમ-પ્રકરણ 2)
સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન|બીજ વિકાસ |NCERT short note| Best biology short note | ધોરણ 12
આર્ટિકલના અંતમાં મેળવો ફ્રી ટેસ્ટ!!
Note 13
આવૃત બીજધારીમાં બીજ એ લિંગી પ્રજનનની અંતિમ નીપજ છે.
બીજને ઘણી વાર ફલિત અંડક તરીકે પણ વર્ણવવામાં આવે છે.
બીજ ફળની અંદર નિર્માણ પામે છે.
બીજ લાક્ષણિક રીતે આ ધરાવે છે:
- બીજાવરણ
- બીજપત્ર
- ભ્રૂણધરી
> ભ્રૂણના બીજપત્રો
- સરળ રચના,
- શિમ્બી કુળમાં સામાન્ય રીતે ખોરાકનો સંગ્રહ કરવાથી જાડા અને ફૂલેલા હોય.
પુખ્ત બીજ આલ્બ્યુમિન વગરના (આલ્બ્યુમિન મુક્ત) કે અભ્રૂણપોષી હોય
અભ્રૂણપોષી બીજમાં સ્થાયી ભ્રૂણપોષ હોતો નથી - ભ્રૂણવિકાસ દરમિયાન તે સંપૂર્ણ રીતે વપરાઈ ગયેલો હોય - ઉદાહરણ: વટાણા, મગફળી.
આલ્બ્યુમિન યુક્ત કે ભ્રૂણપોષી બીજમાં ભ્રૂણપોષનો ભાગ હાજર હોય છે- તે ભ્રૂણવિકાસ દરમિયાન સંપૂર્ણ વપરાઈ જતો નથી - ઉદાહરણ: ઘઉં, મકાઈ, જવ, દિવેલા.
કાળા મરી તથા બીટ જેવા કેટલાક બીજમાં પ્રદેહનો કેટલોક ભાગ ચિરલગ્ન સ્વરૂપે રહે છે-
આવા સ્થાયી ચિરલગ્ન પ્રદેહને બીજદેહશેષ કહે છે.
![]() |
કેટલાંક બીજની રચના |
> બીજાવરણ
અંડકના અંડકાવરણો બીજના વિકાસ સાથે સખત બને છે અને રક્ષણ આપનાર બીજાવરણ બને છે
અંડકછિદ્ર બીજમાં એક નાના છિદ્ર સ્વરૂપે બીજાવરણમાં રહેલ હોય છે.
બીજાંકુરણ દરમિયાન ઑક્સિજન અને પાણીના પ્રવેશ માટે તે અનુકૂળતા પ્રેરે છે.
> બીજ પુખ્તતા
જેમ બીજ પુખ્ત થાય, તેમ તેનું પાણીનું પ્રમાણ ઓછું થતું જાય
બીજ વધુ શુષ્ક (તેના જથ્થાના 10-15% ભેજ) બની જાય છે.
ભ્રૂણની સામાન્ય ચયાપચયિક ક્રિયાઓ ધીમી પડતી જાય.
ભ્રૂણ નિષ્ક્રિય તબક્કામાં પ્રવેશી જાય છે જેને સુષુપ્તતા કહેવાય.
જો પરિસ્થિતિઓ અનુકૂળ હોય - પૂરતો ભેજ, ઑક્સિજન અને સાનુકૂળ તાપમાન - હાજર હોય, તો બીજ અંકુરણ પામે છે .
જેમ અંડકનું રૂપાંતરણ બીજમાં થાય, તેમ બીજાશયનું રૂપાંતરણ ફળમાં થાય,
આ બંને રૂપાંતરણની ક્રિયાઓ સાથે સાથે થતી હોય છે.
બીજાશયની દીવાલ ફળની દીવાલમાં પરિણમે છે - જેને ફલાવરણ કહેવાય છે .
ફળ માંસલ હોઈ શકે જેમકે - જામફળ, નારંગી, કેરી વગેરે.,
અથવા ફળ શુષ્ક હોઈ શકે - જેમકે મગફળી, રાઈ વગેરે.
ઘણા ફળ પાસે બીજના વિકિરણ(ફેલાવા) માટે વિવિધ ક્રિયાવિધિઓ વિકસેલી હોય છે
શું બીજાશયમાં અંડકની સંખ્યા અને ફળમાં બીજની સંખ્યા સાથે કોઈ સંબંધ હોઈ શકે?
- હા, ફલન બાદ અંડક પુખ્ત થઈને બીજ બને છે તેમજ બીજાશય પુખ્ત થઈને ફળ બને છે. તેથી જો બીજાશયમાં જેટલા પણ અંડક હોય એ તમામ ફલિત થાય, તો બીજાશયમાં હાજર અંડક અને ફળમાં હાજર બીજની સંખ્યા સરખી હોય.
મોટા ભાગની વનસ્પતિમાં, જ્યાં સુધી ફળનો વિકાસ પામે ત્યાં સુધી અન્ય પુષ્પીય ભાગ અવનત પામે અને ખરી પડે છે.
જોકે, કેટલીક વનસ્પતિઓમાં - પુષ્પાસન પણ ફળ નિર્માણમાં ફાળો આપે છે. ઉદાહરણ: કેટલીક જાતિઓ જેમકે સફરજન, સ્ટ્રોબેરી, કાજુ વગેરે. આવા ફળોને કૂટફળ કહેવાય.
જોકે, મોટાભાગના ફળ તો બીજાશયમાંથી જ વિકાસ પામે છે તેવા ફળોને સત્ય ફળ કહેવાય છે
ફળ એ ફલનનું પરિણામ છે - લગભગ બધી જ જાતિઓમાં.
પણ કેટલાક ફળ ફલન વગર જ વિકસિત થાય છે. આવા ફળોને અફલિત ફળ કહેવાય - ઉદાહરણ : કેળાં
આ પ્રકારના ફળ બીજવિહીન હોય છે.
અફલિત ફળનો વિકાસ વૃદ્ધિ અંતઃસ્રાવો દ્વારા પ્રેરી શકાય.
![]() |
સફરજન અને સ્ટ્રોબેરીનાં કૂટફળો |
> આવૃત બીજધારીઓ માટે બીજના લાભ
- પરાગનયન અને ફલન જેવી પ્રાજનનિક પ્રક્રિયાઓ પાણી પર આધારિત નથી પણ બીજ નિર્માણ અને વિકાસ પાણી પર વધુ આધારિત છે
- બીજ પાસે નવા વસવાટમાં વિકિરણ પામવા માટે વધુ સારું અનુકૂલન પ્રાપ્ત હોય છે - આથી અન્ય વિસ્તારમાં જાતિ પોતાની જમાવટ કરી શકે છે.
- બીજ પાસે જરૂર મુજબનો સંચિત ખોરાક હોય છે, આ ખોરાક જ્યાં સુધી અંકુરિત ભ્રૂણ પ્રકાશસંશ્લેષણ કરવા માટે સક્ષમ ન બને ત્યાં સુધી તેને પોષણ આપે છે.
- બીજનું સખત બીજાવરણ તેની અંદર રહેલા પુખ્ત ભ્રૂણની સુરક્ષા માટે ઉપયોગી છે
- બીજ એ લિંગી પ્રજનનની પેદાશ છે, તેથી તેઓ નવા જનીનિક સંયોજન પ્રયોજે છે અને આથી તેઓ ભિન્નતા તરફ દોરી જાય છે.
> મનુષ્યો માટે બીજના લાભ
બીજ એ કૃષિનો પાયો છે.
નિર્જલીકરણ અને સુષુપ્તતા પ્રાપ્ત કરવી એ બીજ-સંગ્રહ માટે ખૂબ અગત્યની વાત છે
જેથી આખા વર્ષ દરમિયાન બીજનો ખોરાક તરીકે ઉપયોગ કરી શકાય. અને આવનાર વર્ષોમાં તેમનો પાક પણ ઉગાડી શકાય.
શું તમે બીજની ગેરહાજરીમાં ખેતી વિચારી શકો છો? અથવા બીજની હાજરી કે જેમાં બીજનિર્માણ પછી તરત તે અંકુરિત થાય અને તેમનો સંગ્રહ ન કરી શકાય? -
જો બીજનો સંગ્રહ ન કરી શકાય તો તે ખૂબ જ ગેરફાયદાકારક છે. કારણકે બીજને પાક માટે અનુકૂલ ના હોય એવી પરિસ્થિતિમાં ઉગાડવા માટે રોપવામાં આવે, તો તેઓ સારી રીતે અંકુરિત થઈ શકે નહિ. તથા જો તેઓ અંકુરિત થઈ પણ જાય, પરંતુ જો વનસ્પતિના વિકાસ માટેની સાનુકુલિત પરિસ્થિતિ નથી, તો તે પાછલ જતા નુકસાન આપી શકે. તેથી, બીજ વિના કે એવા બીજ કે જે તરત અંકુરિત થઈ જાય એવા બીજ સાથે કૃષિ વિચારી ન શકાય.
બીજના વિકિરણ પછી તે કેટલા સમય સુધી જીવંત રહી શકે?
બીજના વિકિરણ પછી જીવંત રહેવાનો સમયગાળો જુદી જુદી વનસ્પતિ માટે ખૂબ જ વિવિધતા ધરાવે છે.
કેટલીક જાતિઓ થોડાક મહિનાઓમાં જ પોતાની જીવીતતા ગુમાવે છે.
મોટાભાગની વનસ્પતિ જાતિઓના બીજ વર્ષો સુધી જીવંત રહે છે.
કેટલાક બીજ સો કરતાં પણ વધુ સમય સુધી જીવિતતા ગુમાવતા નથી.
અમુક બીજ તો બહુ જ જૂના હોવા છતાં જીવંત હોવાના પુરાવા છે. સૌથી જૂનું બીજ લ્યુપાઈનનું છે. લ્યુપાઈનસ આર્કિટિક્સ (Lupinus arcticus)ના બીજ આર્કટિક ટુંદ્રમાં લગભગ 10000 વર્ષોથી સુષુપ્તવસ્થામાં હતા અને ત્યાર બાદ તે બીજ અંકુરિત થઈ, પુષ્પ પણ ઉત્પન્ન કર્યા એવા પુરાવા છે.
તાજેતરમાં 2000 વર્ષ જૂના ખજૂરના બીજ જીવંત હોવાના પુરાવા મળ્યા છે. પુરાતત્વ ખોદકામ દરમિયાન મૃત દરિયા(dead sea) પાસે - રાજા હેરોર્ડના મહેલમાં તે મળી આવ્યા હતાં.
શું તમે કોઈ એવી વનસ્પતિ જાણો છો જેમના ફળ ખૂબ મોટી સંખ્યામાં બીજ ધરાવતા હોય?
ઓર્કિડ આ શ્રેણીમાં આવે છે - તેના દરેક ફળમાં હજારોની સંખ્યામાં સૂક્ષ્મ બીજ આવેલા હોય છે.
કેટલીક પરોપજીવી જાતિઓ જેમકે ઓરોબેન્કી અને સ્ટ્રાઈગાના ફળમાં પણ આવું જ જોવા મળે છે.
વડના ફળમાં પણ અબજોની સંખ્યામાં નાના નાના બીજ આવેલા હોય છે.
જો તમારે એ ચોકસાઈ કરવું હોય કે તમારા આ નોટના કોન્સેપ્ટ ક્લીઅર થઈ ગયા છે કે નહિ, તો આ ટોપિકના સંબંધિત સવાલો - MCQ સોલ્વ કરવાની કોશિશ કરો.
નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને આ ટોપિક માટેની ફ્રી ટેસ્ટ આપો.
⬇️⬇️⬇️⬇️⬇️
https://www.indiabiologyneet.com/2023/09/12-13-short-note-ncert.html
જો તમને કોઈ પણ તકલીફ હોય તો નીચે આપેલ કોમેન્ટ બોક્સમાં લખી જણાવો.
Thank you for reading!
Keep learning!
Stay motivated!
Manish Mevada
Urvi Bhanushali
Please do not enter any spam link or word in the comment box