Type Here to Get Search Results !

PYQ TEST -4- NEET મા પુછાયેલા પ્રશ્નો | પ્રકરણ 4 | STD 11

0

 


Biology Test Series

Biology Test Series For NEET

Biology Test Paper 

Biology Online Test

Free Biology Practice Test

neet ug exam

neet exam


PYQ 4 | STD 11 | CHAP-4


1. નીચેનાં પૈકી કયું લક્ષણ વિહગ અને સસ્તનની ભાગીદારીનું નથી? (NEET 2016)
A. ઉષ્ણ રુધિર સ્વરૂપ
B. અસ્થિનું અંતઃકંકાલ
C. અપત્યપ્રસવી
D. ફેફસાં દ્વારા શ્વસન

2. સાચું વિધાન પસંદ કરો. (NEET 2016)
A. બધા ચૂષમુખાંમાં જડબાં અને યુગ્મ મીનપક્ષનો અભાવ છે.
B. બધા સરીસૃપમાં ત્રિખંડી હૃદય હોય છે.
C. બધા મત્સ્યમાં ઝાલરઢાંકણથી ઢંકાયેલી ઝાલર હોય છે.
D. બધા સસ્તન અપત્યપ્રસવી છે.

3. નીચેનાં પૈકી કયું લક્ષણ તેના સંબંધિત પ્રાણીસમૂહ માટે હંમેશાં સાચું રહે છે? (NEET 2016)
A. ત્રિખંડી હૃદય સાથે અપૂર્ણ વિભાજિત ક્ષેપક → સરીસૃપ
B. ફક્ત કાસ્થિનું બનેલું અંતઃકંકાલ → કાસ્થિમત્સ્ય
C. અપત્યપ્રસવી → સસ્તન
D. ઉપલું અને નીચલું જડબું ધરાવતું મુખ → મેરુદંડી

4. પેટ્રોમાયઝોનને અનુલક્ષીને ખોટું વિધાન પસંદ કરો. (NEET 2017)
A. શરીર શલ્કવિહીન છે.
B. મુખ વર્તુળી અને જડબાં વગર હોય છે.
C. અંડજનન માટે સમુદ્ર તરફ સ્થળાંતર કરે છે.
D. પરિવહનતંત્ર બંધ હોય છે.

5.  નીચેના પૈકી કઈ સમિતિ શૂળત્વચી ડિમ્ભ દ્વારા દર્શાવાય છે? (NEET 2017)
A. અરીય
B. અસમિતિ
C. દ્વિઅરીય
D. દ્વિપાર્શ્વ

6. પાચનતંત્રમાં સંગ્રહાશય (Crop) અને પેષણી (Gizzard) જેવી લાક્ષણિકતા ધરાવતો પૃષ્ઠવંશી પ્રાણીસમૂહ ઓળખો. (NEET 2018)
A. ઉભયજીવી
B. સરીસૃપ
C. વિહગ
D. સસ્તન

7. આ પૈકીનું કયું પ્રાણી સમતાપી નથી? (NEET 2018)
A. મેક્રોપસ
B. કેમેલસ
C. કીલોન
D. સિટાક્યુલા

8. નીચેનાં લક્ષણો અનુરૂપ. (NEET 2019)
( i ) અંગતંત્ર કક્ષાનું આયોજન
( ii ) દ્વિપાર્શ્વ સમમિતિ
(iii) સાચી શરીરગુહા સાથે ખંડયુક્ત શરીર
ઉપરોક્ત બધાં લક્ષણો ધરાવતા પ્રાણીસમૂહો ધરાવતો વિકલ્પ પસંદ કરો.
A. નૂપુરક, સંધિપાદ, મેરુદંડી
B. નૂપુરક, સંધિપાદ, મૃદુકાય
C. સંધિપાદ, મૃદુકાય, મેરુદંડી
D. નૂપુરક, મૃદુકાય, મેરુદંડી

9. નીચે આપેલા સજીવો અને સંબંધિત લક્ષણોની સાચી જોડ ધરાવતો વિક્લ્પ શોધો. (NEET 2019)
P. પાઇલા          ( i ) જ્યોતકોષો
Q. રેશમના કીડા  (ii) કંકત તકતીઓ
R. પ્યુરોબ્રેકિઆ (iii) રેત્રિકા
S. પટ્ટીકૃમિ   (iv) માલ્પિધિયન નલિકાઓ
      P   Q    R    S
A. iii ,   ii,   i,    iv
B. iii  , iv,   ii,    i
C. ii ,   iv,   iii,   i
D. iii,    ii,   iv,   i

10. નીચેનાં પૈકી કયાં પ્રાણીઓ સાચી શરીરગુહા સાથે દ્વિપાર્શ્વ સમરચના ધરાવે છે?  (NEET 2019)
A. નૂપુરક
B. પુખ્ત શૂળત્વચી
C. સૂત્રકૃમિ
D. પૃથુકૃમિ

11. આપેલી પ્રજાતિને તેના સંબંધિત સમુદાય સાથે જોડી સાચો વિકલ્પ પસંદ કરો. ( NEET 2019)
p. બરડતારા (Ophiura) ( i ) મૃદુકાય
q. ફિરંગી મનવાર (Physalia) (ii) પૃથુકૃમિ
r. મોતીછીપ (inctada)  (III) શૂળત્વચી
s. પ્લેનેરિયા (Planara) (iv) કોષ્ઠાંત્રિ
A. p - iii, q - iv, r − ii, s− i
B. p - iv, q- i, r− iii, s− ii
C. p - iii, q - iv, r - i, s− ii
D. p-i, q-iii, r− iv, s− ii

12. દ્વિપાર્ષીય સમિતિ અને અદેહકોષ્ઠી પ્રાણીઓ  ઉદાહરણ દ્વારા દર્શાવાય છે. (NEET 2020)
A. નૂપુરક
B. કંકતધરા
C. પૃથુકૃમિ
D સૂત્રકૃમિ

13. નીચેના કૉલમને જોડી અને સાચો વિકલ્પ પસંદ કરો. (NEET 2020)
                  કૉલમ – I                      કૉલમ – II
P. ટોળામાં રહેતી પાકહાનિકારક જીવાત ( i ) એસ્ટેરિયસ
q. પુખ્તમાં અરીય સમિતિ અને ડીંભમાં દ્વિપાર્ષીય સમિતિ ( ii ) વીંછી
r. ફેફસાંપોથી     (iii) ટીનોપ્લાના
s. જૈવ પ્રદીપ્યતા  (iv) લોકસ્ટા
      P  Q  R   S
A. (ii)(i)(iii)(iv)
B. (i)(iii)(ii)(iv)
C. (iv) (i) (ii) (iii)
D. (iii)(ii)(i)(iv)

14. નીચેના કૉલમને જોડી અને સાચો વિકલ્પ પસંદ કરો. (NEET 2020)
           કૉલમ – I    કૉલમ – II
p. 6થી 15 ઝાલરફાટો  ( i) ટ્રાયગોન
q. વિષમ પાલિ પૂછ મીનપક્ષ  (ii) ચૂષમુખાં
r. પ્લવનાશય        (iii) કાસ્થિમત્સ્ય
s. ઝેર કંટક (શૂળ) (iv) અસ્થિમત્સ્ય
      PQRS
A. (i)(iv)(iii)(ii)
B. (ii) (iii) (iv) (i)
C. (iii)(iv)(i)(ii)
D. (iv)(ii)(iii)(i)

15. મેરુદંડી સમુદાય માટે નીચેનાંમાંથી કયાં વિધાન સાચાં છે. (NEET 2020)
1. પુચ્છ મેરુદંડીઓમાં મેરુદંડ શીર્ષથી પૂંછડી સુધી લંબાયેલ અને જીવનપર્યંત હોય છે.
2. પૃષ્ઠવંશીમાં મેરુદંડ ફક્ત ગર્ભાવસ્થા દરમિયાન જ હાજર હોય છે.
3. મધ્યસ્થ ચેતાતંત્ર પોલું અને પૃષ્ઠ બાજુએ હોય છે.
4. મેરુદંડીઓ 3 ઉપસમુદાયમાં વિભાજિત હોય છે. સામીમેરુદંડી, કંચૂક મેરુદંડી અને શીર્ષ મેરુદંડી
A. 2 અને 3
B. 3 અને 4
C. 1 અને 3
D. 1 અને 2





 

÷÷÷÷÷÷÷÷÷÷   BEST OF LUCK   ÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷
==================================


ANSWER KEY

જવાબો

1-c, 2-a, 3-b, 4-c, 5-d, 6-c, 7-c, 8-a, 9-b, 10-a, 11-c,12-c, 13-c,14-b,15-a


Mail- indiabiologymanishmevada@gmail.com

Connect with this mail for more knowledge of Biology

This Site helpful for ugc neet Examination 

For Join With Me Mail Me 

Manish Mevada
M.Sc, M.Phil, B.Ed

THANK YOU.




















Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad