Biology Test Series
Biology Test Series For NEET
Biology Test Paper
Biology Online Test
Free Biology Practice Test
neet ug exam
neet exam
PYQ 3 | STD 11 | CHAP-3
1. નીચેનાં પૈકી કયું વિધાન ખોટું છે? (NEET 2016)
A. ફાયકોમાયસેટ્સ લીલ ફૂગ (Algae fungi) તરીકે જાણીતી છે.
B. સાયનોબૅક્ટેરિયા નીલહરિત લીલ (Blue green algae ) તરીકે ઓળખાય છે.
C. ડેસ્મિટ્સ સોનેરી લીલ (Golden algae) તરીકે જાણીતા છે.
D. યુબૅક્ટેરિયા ખોટા બૅક્ટેરિયા (False bacteria) તરીકે જાણીતા છે.
2. સાચું વિધાન પસંદ કરો. (NEET 2016)
A. અનાવૃત બીજધારીનાં પર્ણો હવામાનની વિપરિતતા સાથે અનુકૂલિત નથી.
B. અનાવૃત બીજધારી સમબીજાણુક અને વિષમબીજાણુક હોય છે.
C. સાલ્વિનિયા, જિન્કો (Ginkgo) અને પાઇનસ અનાવૃત બીજધારી છે.
D. સીકોઇયા સેમ્પરવીરેન્સ ઊંચામાં ઊંચી વનસ્પતિ જાતિ છે.
3. આવૃત બીજધારીનું અંડક (Ovule) સૈદ્ધાંતિક રીતે કોની સમક્ષ છે? (NEET 2016)
A. મહાબીજાણુપર્ણ
B. મહાબીજાણુધાની
C. મહાબીજાણુ માતૃકોષ
D. મહાબીજાણુ
4. કોનીફર પ્રતિકૂળ પર્યાવરણની સ્થિતિ સહન કરવા અનુકૂલિત છે કારણ કે .... (NEET 2016)
A. સપાટીય વાયુરંધ્ર
B. જલવાહિનીની હાજરી
C. જાડું ક્યુટિકલ
D. પહોળાં જાડાં પર્ણો
5. નીચેના પૈકી કઈ વનસ્પતિ ફ્રેન્કીયા સાથે સહજીવી સહવાસ ધરાવે છે? (NEET 2017)
A. આલ્ફાલ્ફા
B. અલન્સ
C. વટાણા (Sweet pea)
D. મસૂર (Lentile)
6. ખોટું વિધાન ઓળખો. (NEET 2017)
A. પાઇનસના મૂળ ઉચ્ચ ફૂગ સાથે સહજીવિતાનો આંતરસંબંધ સાધે છે.
B. સાયકસના પ્રવાળમૂળમાં N2 સ્થાપન કરતાં સાયનોબૅક્ટેરિયા હોય છે.
C. વિશાળ રેડવૂડ (Red wood) વૃક્ષ સીકોઇયા સેમ્પરવીરેન્સ ઊંચામાં ઊંચું આવૃત બીજધારી વૃક્ષ છે.
D. શંકુદ્રુમ વૃક્ષોના સોય જેવાં પર્ણો વિષમ તાપમાન, ભેજ અને હવાના પ્રચંડ હુમલાથી બચવા સંરક્ષણ અર્થે સુઅનુકૂલિત હોય છે.
7. સાચું વિધાન કયું છે? (NEET 2018)
A. અનાવૃત બીજધારીમાં બીજાશયની દીવાલ વડે અંડકો આવિરત હોતા નથી.
B. હૉર્સટેઇલ (ઇક્વિસેટમ) અનાવૃત બીજધારી છે.
C. સેલાજીનેલા વિષમ બીજાણુક જ્યારે સાલ્વિનિયા સમબીજાણુક છે.
D. સાયકસ અને સીડ્સ બંનેમાં સામાન્ય રીતે પ્રકાંડ અશાખિત હોય છે.
8. નીચેના પૈકી કયું ખોટી રીતે જોડાયું છે? (NEET 2018)
A. એક કશાધારી જન્યુ – પૉલિસાઇફોનિયા
B. કુડધાનીઓ (કુડમલી) – માર્કેન્શિયા
C. દ્વિકશાધારી અલૈગિંક ચલબીજાણુ – કથ્થાઈ લીલ
D. એકકોષીય લીલ – ક્લોરેલા
9. પિતા બીજાણુજનક પર તરુણ ભ્રૂણના વિકાસ દરમિયાન માદા જન્યુજનક વધારે કે ઓછા સમય માટે જળવાઈ રહે છે. ઉદ્વિકાસીય દૃષ્ટિકોણથી આ બાબત સૌપ્રથમ જોવા મળી ... (NEET 2019)
A. લિવરવર્ટ
B. મૉસ
C. ત્રિરંગી
D. અનાવૃત બીજધારી
10. સપુષ્પી વનસ્પતિઓમાં ફલનોત્તર વિકાસ સંબંધિત નીચેના પૈકી કયું એક અસંગત છે?(NEET 2019)
A. બીજાશય ફળમાં વિકાસ પામે છે.
B. ફલિતાંડ ભ્રૂણમાં વિકાસ પામે છે.
C. કેન્દ્રસ્થ કોષ ભ્રૂણપોષમાં વિકાસ પામે છે.
D. અંડક (બીજાંડ) ભ્રૂણપુટમાં વિકાસ પામે છે.
11. નીચે પૈકી જોડીઓમાંથી કઈ એકકોષી લીલ છે?(NEET 2020)
A. ક્લોરેલા અને સ્પાયરુલિના
B. લેમિનારિયા અને સરગાસમ
C. જેલિડિયમ અને ગ્રેસિલારિયા
D. એનાબીના અને વૉલ્વૉક્સ
12. વનસ્પતિના એ ભાગો, જે બે પેઢીઓ-એકની અંદર બીજા, ધરાવે છે: (NEET 2020)
(p) પરાગશયમાં આવેલ પરાગરજ
(q) બે નરજન્યુ ધરાવતું, અંકુરિત પરાગરજ
(r) ફળમાં રહેલ બીજ
(s) બીજાંડમાં આવેલ ભ્રૂણપૂટ
A. (p) અને (q)
B. માત્ર (p)
C. (p), (q) અને (r)
D. (r) અને (s)
13. બીજાણુપર્ણસમૂહન (સ્ટ્રોબીલાઈ) કે શંકુઓ, આમાં જોવા મળે છે. (NEET 2020)
A. ઇક્વિસેટમ
B. સાલ્વિનિયા
C. પેરીસ
D. માર્કેન્શિયા
14. ફ્લોરિડીઅન સ્ટાર્ચની રચના કોના જેવી હોય છે? (NEET 2020)
A. લેમીના૨ીન અને સેલ્યુલોઝ
B. સ્ટાર્ચ અને સેલ્યુલોઝ
C. મેનીટોલ અને આલ્ગીન
D. એમાયલોપૅક્ટિન અને ગ્લાયકોજન
15. નીચેનાં વાક્યો (pથી t) વાંચો અને આપેલા પ્રશ્નનો ઉત્તર આપો. (NEET 2020)
p. લિવરવર્ટ, મૉસ અને હંસરાજમાં જન્યુજનક સ્વતંત્રજીવી છે.
q. અનાવૃત બીજધારી અને કેટલાક હંસરાજ વિષમબીજાણુક હોય છે.
r. ફ્યુસ, વૉલ્વૉક્સ અને આધ્યુગોમાં લિંગી પ્રજનન અંડજન્યુક પ્રકારનું હોય છે.
s. લિવરવર્ટમાં બીજાણુજનક મૉસ કરતાં વધુ વિસ્તૃત હોય
t. પાઇનસ અને માર્કેન્શિયા બંને દ્વિસદની છે. ઉપર પૈકીનાં કેટલાં વાક્યો સાચાં છે?
A. એક
B. બે
C. ત્રણ
D. ચારે
÷÷÷÷÷÷÷÷÷÷ BEST OF LUCK ÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷
Mail- indiabiologymanishmevada@gmail.com
Please do not enter any spam link or word in the comment box