Biology Test Series
Biology Test Series For NEET
Biology Test Paper
Biology Online Test
Free Biology Practice Test
neet ug exam
neet exam
PYQ 2 | STD 11 | CHAP-2
1. ક્રાયસોફાઇટ્સ, યુગ્લિનોઇડ્સ, ડાયનોફ્લેંજેલેટ્સ અને સ્લાઇમ મોલ્ડ્સ કઈ સૃષ્ટિમાં સમાવિષ્ટ છે?
(NEET 2016)A. પ્રાણી
B. મોનેરા
C. પ્રોટિસ્ટા
D. ફૂગ
2. મોટા ભાગની ફૂગની કોષદીવાલમાં આવેલો મુખ્ય ઘટક ...(NEET 2016)
A. હેમીસેલ્યુલોઝ
B. કાઇટિન
C. પેપ્ટિડોગ્લાયકેન
D. સેલ્યુલોઝ
3. વિરોઇડ્સ માટે નીચેનાં પૈકી કયું વિધાન ખોટું છે? (NEET 2016)
A. તેમનું RNA ઊંચો અણુભાર ધરાવે છે.
B. તેઓમાં પ્રોટીન આવરણનો અભાવ છે.
C. તેઓ વાઇરસ કરતાં નાના છે.
D. તેઓ રોગકારક છે.
4. ફૂગ માટે નીચેનાં પૈકી કયું વાક્ય ખોટું છે? (NEET 2016 )
A. બધી ફૂગની કોષદીવાલ શુદ્ધ સેલ્યુલોઝ ધરાવે છે.
B. તેઓ વિષમપોષી છે.
C. તેઓ એકકોષી કે બહુકોષી છે.
D. તેઓ સુકોષકેન્દ્રી છે.
5. મિથેનોઝન્સ શામાં સમાવિષ્ટ છે? (NEET 2016)
A. યુબૅક્ટેરિયા
B. આર્કીબૅક્ટેરિયા
C. ડાયેનોફ્લેંજેલેટ
D. સ્લાઇમ મોલ્ડ
6. ખોટું વિધાન પસંદ કરો. (NEET 2016)
A. ડાયેટમ્સની કોષદીવાલ દ્વારા ડાયેટોમિયસ અર્થ (Diatomaceous earth) રચાય છે.
B. ડાયેટમ્સ મહાસાગરોના મુખ્ય ઉત્પાદકો છે.
C. ડાયટેમ્સ કદમાં સૂક્ષ્મ અને પાણીમાં પરોક્ષ રીતે તરતા રહે છે.
D. ડાયેટમ્સની દીવાલ સરળતાથી નાશ પામે છે.
7. મોનેરા સૃષ્ટિના સજીવોને અનુલક્ષીને નીચે પૈકી શું સાચું નથી?(NEET 2017)
A. તે ઓછામાં ઓછા 3.5 બિલિયન વર્ષો પહેલાં ઉદ્દભવ્યા હતા.
B. તેઓનું કોષીય આયોજન પ્રોકેરીયોટિક છે.
C. તે સ્વોપજીવી અથવા પરોપજીવી લક્ષણો ધરાવતા હોય છે.
D. તેઓ અર્ધીકરણ વિભાજનથી પ્રજનન કરે છે.
8. કશાધારી આદિજંતુનું આ ઉદાહરણ છે. (NEET 2017)
A. પેરામીશિયમ
B. ટ્રાઇપેનોસોમા
C. એન્ટામીબા
D. પ્લાઝ્મોડિયમ
9. વાઇરસ(વિષાણુ)ના પ્રોટીન આવરણને આ કહેવાય છે. (NEET 2017)
A. કોર
B. પ્રાવર (કૅપ્સૂલ)
C. કૅપ્સિડ
D. રોમ (ટ્રાઇકોમ)
10. કોટર ફૂગ પસંદ કરો. (NEET 2017)
A. એગેરિક્સ
B. ન્યુરોસ્પોરા
C. મ્યુકર
D. આલ્બ્યુગો
11. કયું આદિકોષકેન્દ્રી નથી? (NEET 2018)
A. સેકેરામાયસીસ
B. નોસ્ટૉક
C. માયકોબૅક્ટેરિયા
D. ઓસિલેટોરિયા
12. પક્ષ્મધારીઓ, અન્ય પ્રજીવોથી કઈ બાબતમાં જુદા પડે છે? (NEET 2018)
A. પ્રચલન માટે કશાનો ઉપયોગ
B. ભક્ષ્યને પકડવા ખોટા પગનો ઉપયોગ
C. વધારાના પાણીના નિકાલ માટે આંકુચક રસધાની
D. બે પ્રકારના કોષકેન્દ્ર ધરાવે
13. ખોટું વિધાન નક્કી કરો. (NEET 2018)
A. ફૂગ અને વનસ્પતિસૃષ્ટિના સભ્યોમાં કોષદીવાલ હાજર છે.
B. બીજાણુજીવીઓમાં કૂટપાદો પ્રચલન અને ખોરાકગ્રહણ કાર્ય કરે છે.
C. મશરૂમ બેસિડેઓમાયસેટીસમાં સમાવિષ્ટ છે.
D. મોનેરા સૃષ્ટિ સિવાય દરેક સૃષ્ટિમાં કણાભસૂત્રો કોષના શક્તિઘર છે.
14. કેન્દ્ર સંલયન (Karyogamy) અને અર્ધસૂત્રીભાજન બાદ શામાં, બીજાણુ બહિર્જાતીય રીતે ઉત્પન્ન
થાય છે? (NEET 2018)
A. ન્યુરોસ્પોરા
B. એગેરિક્સ
C. ઑલ્ટરનેરિયા
D. સેકેરોમાયસીસ
15. મહાસાગરોમાં નીચેના પૈકી કયું સજીવ ઉત્પાદક તરીકે જાણીતું નથી ? (NEET 2018)
A. દ્વિકશાધારીઓ
B. સાયનોબૅક્ટેરિયા
C. ડાયેટમ્સ
D. યુગ્લિનોઇડ્સ
16. નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? (NEET 2019)
A. વિરોઇડ્સમાં પ્રોટીન આવરણનો અભાવ છે.
B. વાઇરસ અવિકલ્પી પરોપજીવી છે.
C. વાઇરસમાં ચેપી ઘટકો પ્રોટીન આવરણ છે.
D. પ્રીઓન્સ (Prions) અનિયમિત ગડીમય પ્રોટીન ધરાવે છે.
17. નીચેનાં પૈકી કયું વિધાન ખોટું છે? (NEET 2019)
A. મોરેલ્સ અને બફલ્સ સુસ્વાદ વાનગી છે.
B. ક્લેવિસેપ્સ ઘણા આલ્કલોઇડ અને LSDના સ્રોત છે.
C. કણી બીજાણુ બહિર્જાત અને ધાની બીજાણુઓ અંતર્જીત રીતે ઉત્પન્ન થાય છે.
D. યીસ્ટ લાંબા તાંતણા જેવી કવકસૂત્ર સ્વરૂપી તંતુમય શરીર રચના ધરાવે છે.
18. કૉલમ I અને કૉલમ IIની સાચી જોડ ધરાવતો વિકલ્પ શોધો : (NEET 2019)
કૉલમ I કૉલમ II
p. મૃતોપજીવી ( I ) વનસ્પતિના મૂળ સાથે ફૂગનું સહજીવન
q. પરોપજીવી (II) મૃત કાર્બનિક દ્રવ્યોનું વિઘટન
r. લાઇકેન્સ (III) જીવંત વનસ્પતિ અને પ્રાણી પર જીવન ગુજારે
s. માઇકોરાઇઝા (IV) લીલ અને ફૂગનું સહજીવન
A. (p - I), (q - II), (r− III), (s-IV).
B. (p - III), (q - II), (r− I), (s - IV).
C. (p - II). (q−I), (r− III), (s – IV),
D. (p - II), (q− III), (r – IV), (s – I),
19. નીચેના પૈકી કયું પ્રવિષાણુઓ (Viriods) માટે સાચું છે? (NEET 2020)
A. તેમનામાં પ્રોટીનયુક્ત આવરણ વગરના મુક્ત DNA હોય છે.
B. તેમનામાં પ્રોટીનયુક્ત આવરણવાળું RNA હોય છે.
C. તેમનામાં પ્રોટીનયુક્ત આવરણ વગરના મુક્ત RNA હોય છે.
D. તેમનામાં પ્રોટીનયુક્ત આવરણવાળું DNA હોય છે.
÷÷÷÷÷÷÷÷÷÷ BEST OF LUCK ÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷
==================================
ANSWER KEY
જવાબો
1-c, 2-b ,3-a ,4-a ,5-b ,6-d ,7-d ,8-b ,9-c ,10-b ,11-a ,12-d ,13-b ,14-b ,15-d ,16-c, 17- d,18- d, 19-c
Mail- indiabiologymanishmevada@gmail.com
Please do not enter any spam link or word in the comment box