Biology Test Series
Biology Test Series For NEET
Biology Test Paper
Biology Online Test
Free Biology Practice Test
neet ug exam
neet exam
PYQ 1 | STD 11 | CHAP-1
1. નીચેના પૈકી કયું વાક્ય સાચું નથી? (NEET 2013)
A. હબેરિયમ એ શુષ્ક અને દબાવીને સચવાયેલા વનસ્પતિ નમૂનાઓનું સંગ્રહસ્થાન છે.B. વનસ્પતિ ઉદ્યાનો એ જીવંત વનસ્પતિઓના સંદર્ભ માટેનું સંગ્રહસ્થાન છે.
C. સંગ્રહાલય એ વનસ્પતિઓ અને પ્રાણીઓના ફોટોગ્રાફ્સનું સંગ્રહસ્થાન છે.
D. ઓળખ-ચાવી એ નમૂનાઓની ઓળખ માટેનું વર્ગીકરણ સાધન છે.
2. હર્બેરિયમ શીટના લેબલ કઈ માહિતી સૂચવતા નથી? (NEET 2016)
A. નમૂનો એકત્ર કરનારનું નામ
B. સ્થાનિક નામ
C. નમૂનો એકત્રિત કર્યા તારીખ
D. વનસ્પતિની ઊંચાઈ
3. નામકરણ કેટલાક નિયમોને આધીન છે. નીચેના પૈકી શું નામકરણ નિયમો સાથે સુસંબંધિત નથી?
(NEET 2016)
A. જ્યારે હસ્તલિખિત નામ હોય ત્યારે તેની નીચે લીટી (Underline) કરવી.
B. વૈજ્ઞાનિક નામનો પ્રથમ શબ્દ પ્રજાતીય અને બીજો શબ્દ જાતીય નામ રજૂ કરે છે.
C. વૈજ્ઞાનિક નામ કોઈ પણ ભાષામાં લખી શકાય છે.
D. નામ લૅટિન ભાષામાં અને italics (ત્રાંસા) લખાય છે.
4. નીચે આપેલાં વિધાનો (1 – 4)નો અભ્યાસ કરી તેમાંથી બે સાચાં વિધાનો સૂચવતો વિકલ્પ પસંદ કરો. (NEET 2016)
1. જીવવિજ્ઞાનમાં જાતિ શબ્દની વ્યાખ્યા અર્ન્સ્ટ માયર (Ernst Mayr) વૈજ્ઞાનિકે આપી.
2. દ્વિનામી નામકરણ પદ્ધતિ આર. એચ. વ્હીટેકરે આપી.
3. પ્રકાશઅવધિ વનસ્પતિઓના પ્રજનન પર અસરકારક નથી.
4. એકકોષી સજીવમાં પ્રજનન વૃદ્ધિ સાથે સંબંધિત છે.
A. 1 અને 2
B. 2 અને 3
C. 3 અને 4
D. 1 અને 4
5. કૉલમ I અને કૉલમ IIની સાચી જોડ ધરાવતો વિકલ્પ શોધો : (NEET 2016)
કૉલમ I કૉલમ II
p. કુળ ( I ) ડીપ્ટેરા
q. ગોત્ર (II) સંધિપાદ
r. વર્ગ (III) મસ્કીડી
s. વિભાગ (IV) કીટક
A. (p – III), (q-I), (r− IV), (s – II).
B. (p - II), (q-I), (r−IV), (s- III).
C. (p - III), (q- IV), (r - I), (s-II).
D. (p - II), (q-IV), (r−I), (s-III).
6. નીચે કેટલીક પરિભાષાઓ આપેલી છે કે જે વર્ગીકરણવિદ્યામાં સજીવોની ઓળખ અને તેમના વર્ગીકરણમાં મદદરૂપ થાય છે, તો નીચે પૈકી કયું ખોટું છે? (NEET 2017)
A. મ્યુઝિયમ એ છે જેમની સ્થાપના પ્રાણીઓ અને વનસ્પતિઓના નમૂના જાળવી રાખવા કરાય છે.
B. હરિયમની રચના જીવંત વનસ્પતિ સામગ્રીને મૂકવા માટે થાય છે.
C. વનસ્પતિઉદ્યાનો અને પ્રાણીઉદ્યાનોની સ્થાપના અનુક્રમે વનસ્પતિઓ અને પ્રાણીઓની જીવંત સામગ્રીના સંરક્ષણ અને સાચવણી માટે થાય છે.
D. વનસ્પતિઓ અને પ્રાણીઓની ઓળખ માટે ચાવીઓ, ફ્લોરો, માર્ગદર્શિકા, મોનોગ્રાફ્સ, સૂચિપત્રો ખૂબ સારી રીતે મદદરૂપ છે.
7. કૉલમ I અને કૉલમ II યોગ્ય રીતે જોડી નીચે આપેલામાંથી સાચો વિકલ્પ પસંદ કરો : (NEET 2018)
કૉલમ I કૉલમ II
P. હર્બેરિયમ (I) પરિક્ષિત વનસ્પતિ અને પ્રાણીઓના સંગ્રહને રાખવાનું સ્થાન
q. કી /ચાવી (II) કોઈ વિસ્તારમાં આવેલ પ્રત્યેક જાતિને ઓળખવામાં મદદરૂપ પદ્ધતિસર ટૂંકું વિવરણ દર્શાવતી યાદી
r. મ્યુઝિયમ (III) એ જગ્યા, જ્યાં સૂકવીને પ્રેસ કરેલા વનસ્પતિના નમુના પેપરશીટ પર લગાવીને મૂક્યા હોય
s. કેટલૉગ (IV) એક પુસ્તિકા, જેમાં જુદા જુદા વર્ગકોને ઓળખવામાં મદદરૂપ એવાં લક્ષણો અને વિકલ્પો સમાવિષ્ટ હોય.
P q r s
A. (I) (IV)(III) (II)
B. (II) (IV) (III )(I)
C. (III)(II) (I)(IV)
D. (III)(IV)(I)(II)
8. કેરોલસ લિનીયસ દ્વારા આંબાનું સૌપ્રથમ રજૂ કરવામાં આવેલા વૈજ્ઞાનિક નામ માટે સાચો વિકલ્પ પસંદ કરો. (NEET 2019)
A. Mangifera indica car Linn.
B. Mangifera indica Linn.
C. Mangifera indica
D. Mangifera indica
÷÷÷÷÷÷÷÷÷÷ BEST OF LUCK ÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷
=====================================================
ANSWER KEY
જવાબો
1- c, 2-d, 3-c, 4-d, 5-a, 6-b, 7-d, 8-b
Mail- indiabiologymanishmevada@gmail.com
Please do not enter any spam link or word in the comment box