Type Here to Get Search Results !

Daily Practice Paper For Neet | DPP -15

0


 Biology Test Series

Biology Test Series For NEET

Biology Test Paper 

Biology Online Test

Free Biology Practice Test

neet ug exam

neet exam


DPP -15

1. સિકલસેલ એનિમિયામાં ગ્લુટામિક ઍસિડનું પ્રતિસ્થાપન વેલાઇન દ્વારા થાય છે. નીચે આપેલ પૈકી કયો એક ત્રિઅંકી જનીન સંકેત વેલાઇન માટેનો છે ?
(a) GGG
(b) AAG
(c) GAA
(d) GUG

2. એક વ્યક્તિનો જનીન પ્રકાર IA IB છે, જે AB રુધિરજૂથ ધરાવે છે. આ કોને કારણે દર્શાવાય છે ?
(a) પ્લિઓટ્રોપી
(b) સહ-પ્રભાવિતા
(c) વિશ્લેષણ
(d) અપૂર્ણ પ્રભાવિતા

3. શેમાં ZZ/ZW પ્રકારનું લિંગનિશ્ચયન જોવા મળે છે ?
(a) પ્લેટિપસ
(b) સ્નેઇલ
(c) વંદો
(d) મોર

4. બે ઊંચા છોડ વચ્ચે પરફલન કરાવતાં તેને પરિણામે પ્રાપ્ત સંતતિ કેટલાક વામન છોડ ધરાવે છે, તો તે બંને પિતૃઓનો જનીન પ્રકાર કયો હોઈ શકે ?
(a) TT અને Tt
(b) Tt અને Tt
(c) TT અને TT
(d) Tt અને tt

5. દ્વિસંકરણમાં જો તમે 9 : 3 : 3 : 1 ગુણોત્તર પ્રમાણ નોંધો છો, તે દર્શાવે છે કે,
(a) બે જનીનોનાં વૈકલ્પિક કારકો એકબીજા સાથે આંતરક્રિયા કરે છે.
(b) તે બહુ જનીનિક આનુવંશિકતા છે.
(c) તે એક બહુ વૈકલ્પિક જનીનોની આનુવંશિકતાનો કિસ્સો છે.
(d) બે જનીનોનાં વૈકલ્પિક કારકો એકબીજાથી સ્વતંત્ર વિશ્લેષણ પામે છે.

6.નીચે આપેલ પૈકી કયું એક ભાઈ-બહેન વચ્ચે ભિન્નતા પ્રેરતું નથી ?
(a) જનીનોનું સ્વતંત્ર વિશ્લેષણ
(b) વ્યક્તિકરણ
(c) સંલગ્નતા
(d) વકૃતિ

7. ક્યારેક એક જનીન એક કરતાં વધારે અસર દર્શાવે. આ ઘટનાને શું કહે છે ?
(a) બહુવૈકલ્પિકતા
(b) મોઝેઈસીઝમ (Mosalcism)
(c) પ્લિઓટ્રોપી
(d) પોલિજેની (બહુ જનીનિક)

8. કીટકની એક નિશ્ચિત જાતિમાં કેટલાંકમાં રંગસૂત્રોની સંખ્યા 17 છે અને અન્ય કેટલાંકમાં રંગસૂત્રોની સંખ્યા 18 છે. 17 અને 18 રંગસૂત્રો ધરાવતાં સજીવો વિશે સાચું શું છે ?
(a) અનુક્રમે નર અને માદા છે.
(b) અનુક્રમે માદા અને નર છે.
(c) બધા જ નર છે.
(d) બધાં જ માદા છે.

9. મનુષ્યની પેઢીમાં જનીનિક આનુવંશિકતાનો અભ્યાસ વંશાવાળી પૃથક્કરણ દ્વારા થાય છે. વંશાવળી નક્શાઓમાં લક્ષણ નો અભ્યાસ કોના સમકક્ષ છે ?
(a) જથ્થાત્મક લક્ષણ
(b) મેન્ડેલિયન લક્ષણ
(c) બહુજનીનિક લક્ષણ
(d) માતૃઅસરીય લક્ષણ

10. મેન્ડેલિયન દ્વિસંક૨ણમાં F2 પેઢીમાં સ્વરૂપપ્રકાર અને જનીનપ્રકારની સંખ્યા કેટલી છે ?
(a) સ્વરૂપપ્રકાર - 4; જનીનપ્રકાર - 16
(b) સ્વરૂપપ્રકાર - 9; જનીનપ્રકાર - 4
(c) સ્વરૂપપ્રકાર - 4; જનીનપ્રકાર - 8
(d) સ્વરૂપપ્રકાર - 4; જનીનપ્રકાર - 9



÷÷÷÷÷÷÷÷÷÷   BEST OF LUCK   ÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷

=====================================================


ANSWER KEY

જવાબો
1- d,2 - b,3 - d,4 - b,5 - d,6 - c,7 - c,8 - a,9 - b,10 - d


Mail- indiabiologymanishmevada@gmail.com

Connect with this mail for more knowledge of Biology

This Site helpful for ugc neet Examination 

For Join With Me Mail Me 

Manish Mevada
M.Sc, M.Phil, B.Ed

THANK YOU.



Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad