Type Here to Get Search Results !

Neet ની તૈયારી શરુ કેવી રીતે કરવી.. (PART -2)

0


NEET તૈયારી: મગજ ને train કરીએ

NEET પરીક્ષા એ કદાચ બાહ્ય નજરે સામાન્ય દેખાતી હોય, પણ આ પ્રકાર ની competitive પરીક્ષા સૌથી વધુ માનસિક તૈયારી માગે છે. તો વિદ્યાર્થીઓ જે NEET ની તૈયારી કરી રહ્યા છે કે કરવા જઈ રહ્યા છે એ બધા આ આર્ટિકલ ખાસ છેલ્લે સુધી વાંચજો. વાલીઓ ને પણ આ બધી બાબત ની જાણ હશે તો એમના સંતાન ને તેઓ ખૂબ મદદ કારક થઈ શકે છે. 

મગજ એ શરીર નો સૌથી વધારે શક્તિશાળી અંગ છે. મસલ્સ ઓછા છે આ અંગ માં, પણ શરીર પાસેથી ધારે એ કામ કરાવી શકવાની તાકાત મગજ રાખે છે.  મગજ ને કેવી રીતે train કરી શકાય એના ઘણા રસ્તા છે.

https://www.manishmevada.com/2022/09/strength-of-brain-brain-power.html 

પણ આજના આ આર્ટિકલ માં આપણે જોઇશું કે ખાસ કરીને NEET ની તૈયારી માટે આપણે એવું શું કરી શકીએ કે જેનાથી મગજ શક્તિ ઓછી ન થાય.

મગજ અને મન એ બંને જો તમારા કાબૂ માં હશે તો કંઈ પણ અશક્ય નથી. ઘણી marathon ના research માં જોવા મળ્યું છે કે અંત સુધી એ વ્યક્તિ જ પોહોચે છે જેનું મન મક્કમ હોય. શરીર માં જોર હોય પણ મન ઢીલું થઈ જાય એ પાછળ પડી જાય છે, જ્યારે જો કોઈ શરીર એ નબળું હોય પણ માનસિક તૈયારી ભરપૂર હોય તો એ ચોક્કસ પણે એનું ધારેલું કામ કરી લે છે. આપણે આગળ ના આર્ટિકલ માં જોયું કે કે કયા steps પર ચાલીને આપણે શરૂઆતની તૈયારી શકીએ છીએ. હવે કરીશું, તૈયારી ની શરૂઆત. કદાચ શરૂઆત સહેલી કે અઘરી લાગે, પણ અમુક કોન્સેપ્ટ તમારા મગજમાં ક્લિયર હશે તો તમારો ધ્યેય તમે પૂરો કરી જ લેશો.

Goal નક્કી કરો

સૌથી તો પહેલા તો એ જ નક્કી કરી લેવું કે તમે NEET ની તૈયારી શેના માટે કરી રહ્યા છો. આ જ સમયે તમારે એ નક્કી કરી લેવું જોઈએ કે જે મહેનત તમે કરવા જઈ રહ્યા છો એનું ફળ તમે શું ઈચ્છો છો. આપણે અહીં માત્ર ફળગામી થવું એમ હું નથી કહેતી. આ પરીક્ષાની તૈયારી તમને ઘણું બધું knowledge આપશે તેમજ જીવન જીવવાની રીત અને તમારી કાબિલિયત બતાવી શકે છે. પણ તમારો ધ્યેય નક્કી હોવો જોઈએ. અર્જુનની જેમ તમને બાકી બધામાંથી માત્ર માછલીની આંખ જ દેખાવી જોઈએ. એટલે સૌ પ્રથમ તમારો goal નક્કી કરો અને મોટા અક્ષરે તમારી બુકમાં લખી દો. સ્ટડી ટેબલ પર સામે પણ એ ધ્યેય લખી શકો છો. તમારો goal નક્કી થતા ની સાથે જ NEET ની તૈયારી officially શરૂ થાય છે.

આત્મવિશ્વાસ કદી ન ખૂટવા દો

NEET ની તૈયારી ખૂબ મહેનત માંગે એવી છે. બની શકે કે તમને તમે પોતે હોશિયાર ન લાગતાં હોવ. પણ મારી વાત માનશો, કે હોશિયાર એ નથી જેને બધું આવડતું હોય, પણ હોશિયાર એ છે જેની પાસે ધગશ હોય. તો જીવનના કોઈપણ પડાવ પર તમે એ ધગશ સાથે પોતાની કાબિલિયત બતાવી શકો છો. આ પરીક્ષા એ નવો પ્રારંભ છે, મહેનત કરવાનો પ્રારંભ, કંઈક કરી દેખાડવાનો પ્રારંભ, ખુદને ખુદની જ નજરમાં હોશિયાર બનાવી દેવાનો પ્રારંભ. આ પરીક્ષા ની તૈયારી તમને તમારા જીવતર માટે ઘડશે. એટલે આ સમયે પોતાની જાત પર વિશ્વાસ રાખવો ખૂબ જ અગત્યનો છે. એક ધ્યેય કરી લો કે તમારો તમારી ઉપરનો વિશ્વાસ કોઈ કાળે નહીં ડગે. હા આ તૈયારી દરમિયાન તમને એવું લાગી શકે કે તમે ક્યાંક પાછા પડો છો પણ એના ભૂલશો કે તમે ઘણું આગળ આવી ચૂક્યા છો, અને બે ડગલાં પાછળ થઈ જવાથી તમારો રસ્તો નહિ બદલાઈ જાય. ખુદ પર વિશ્વાસ રાખજો કે તમે જે નિર્ધારિત કર્યું છે, એને પામવાની ક્ષમતા રાખો જ છો. કોઈ બીજા વ્યક્તિની સફળતા કે તમારી નાનકડી નિષ્ફળતા તમને તમારા લક્ષ્યથી દૂર નહીં લઈ જઈ શકે. તમારો self confidence કોઈ નહીં તોડી શકે. આત્મ વિશ્વાસ એ પોતાની જાત ને ઓળખવાનો ઉત્તમ માર્ગ છે. આ માર્ગ થી તમે તમારા માં છુપાયેલી અણજાણી શક્તિઓ ને ઉજાગર કરશો એની મને ખાતરી છે.

સકારાત્મકતા 

NEET ની તૈયારી કરતા સમયે હંમેશા પોતાને પોઝિટિવ રાખજો. જો તમે એક ટનલમાંથી ગુજરી રહ્યા છો અને સામે તમને અજવાળું દેખાઈ રહ્યું છે, તો તમે કેટલી ધગશ થી એ અજવાળા તરફ આગળ જશો ને.  આ લાંબી ટનલ એ તમારી તૈયારી નો સમય છે અને જે સામે અજવાળું દેખાય છે એ તમારી પોઝિટિવિટી. પોઝિટિવિટી મતલબ તમે જે દિશામાં આગળ વધી રહ્યા છો એ તમને success અપાવશે જ. પણ વિચારી લો કે એ લાંબી ટનલમાં પસાર થતી વખતે તમારી આંખે પાટા બાંધ્યા હોય તો ન તો તમને રસ્તો મળે કે ન તો તમે સાચી દિશા પકડી શકો. એટલે મહેરબાની કરીને નેગેટિવિટીના પાટા આંખે ન બાંધજો. સકારાત્મક વિચાર સાથે આગળ વધતા રહેશો તો તમારો goal તમે પામી જ લેશો.

જો ક્યારેક negative વિચારો આવે, તો તમારું ધ્યાન તમારા goal તરફ લઈ જાઓ. Parents અને teachers સાથે આ વિશે ખુલીને વાત કરો, એ તમને ચોક્કસ positivity થી ભરી દેશે. તમારા study table પર કે જ્યાં તમે ભણતા હોવ એની સામેની દીવાલ પર સકારાત્મક વિચાર લખીને લગાવી દો. આપણું અહીં લક્ષ્ય એક જ છે કે કોઈ પણ negative વિચાર ને તમારા મગજ પર હાવી થવા નહિ દેશું. કારણકે આપણા મગજ અને મન ની એક ખાસિયત એ છે, કે એને જેવા વિચારો આપશો એ તમને એવા results આપશે. જો તમે વિચારશો કે તમે સફળ થશો તો મેહનત અને લગન થી થઇ જ જશો એ ચોક્કસ જ છે.

એકલતા થી દુર રહો

આપણે એ હંમેશા 2 પ્રકાર ના students જોયા છે. એક students જે ખૂબ ભણતા હોય અને સફળ થતાં હોય એ હંમેશા એકલા રહેતા હોય. એ life પ્રત્યે ખૂબ serious થઈ ગયા હોય છે એટલે બીજી બધી બાબતો ને ગૌણ સમજી ને માત્ર અને માત્ર ભણવા પર જ ધ્યાન આપે છે. આ સમયે એ students બિલકુલ એકલા થઈ જતાં હોય છે. હવે વાત કરીએ બીજા students ની કે જેમનો કોઈ ધ્યેય જ ન હોય, અને ધોરણ 11 અને 12 માં રખડપટ્ટી અને મસ્તી કરતા રહેતા હોય. આ સમયે તો એમના ખૂબ મિત્રો હોય પણ આગળ જીવન માં કોઈ એમનું સાથ ના આપે એવા પુરે પૂરા chance છે.

પણ અહીં મારી સલાહ એ જ છે, કે તમે આ બંને students માં થી એક જેવા પણ ના થાઓ. કારણકે કોઈ પણ વસ્તુ ની અતિશયોક્તિ નુકસાન જ કરાવે છે. Student life નો આ સમય ખૂબ જ અમૂલ્ય છે, ભણવા માટે પણ અને ભરપૂર જીવવા માટે પણ. વાત અહી balance ની છે. જેટલું ભણતર જરૂરી છે એટલું જ બીજું બધું. મારી સલાહ પ્રમાણે જો તમે બીજા પ્રકાર ના student છો, તો ભવિષ્ય ની તૈયારી શરૂ કરી દો અને એના માટે ના જરૂરી પગલાં લો. 

પણ જો તમે વધુ પડતું ભણી રહ્યા છો, તો એ ખૂબ સારી વાત છે. પણ એની અસર તમારી સોશિયલ life પર ના થવા દો. ભણતર ની સાથે સાથે તમે તમારા મિત્રો ને પણ સમય આપો. જો એ તમારા j ધોરણ માં ભણતા હોય, તો group study કરી શકો. Family સાથે પણ સમય વિતાવો. મમ્મી પપ્પા તમારા સૌથી મોટા support છે. એટલે એમના થી દૂર ના થઈ જશો. 

આના માટે time management ખૂબ જરૂરી છે. સમય ને જેટલું મહત્વ આપશો એટલા તમે આગળ વધતા જશો. આ ખૂબ જ interesting અને ઊંડો વિષય છે કે સમય manage કેવી રીતે કરવો. એના વિશે તમને આવતા બ્લોગ માં જરૂરથી વાંચવા મળશે. ત્યાં સુધી આ બ્લોગ ના ટોપિક વિશે જરૂરથી વિચારજો. કોઈ doubt હોય તો તમે અમને contact કરી શકો છો. આશા છે કે તમને આ આર્ટિકલ વાંચીને NEET ની તૈયારી માટે દૃઢ નિશ્ચય થઈ ગયો હશે.

Thank you for reading!

Stay healthy! Stay happy! Stay motivated!


Urvi Bhanushali
Manish Mevada

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad