Biology Test Series
Biology Test Series For NEET
Biology Test Paper
Biology Online Test
Free Biology Practice Test
neet ug exam
neet exam
Daily Practice Paper For Neet | DPP -1
1. અસત્ય વિધાન ઓળખો :
(a) અલિંગીપ્રજનનમાં સંતતિ બાહ્યાકાર રીતે અને જનીનિક રીતે પિતૃને સમાન હોય છે.
(b) ચલિત જન્યુઓ લિંગીપ્રજનનની સંરચનાઓ છે.
(c) અલિંગીપ્રજનનમાં એક પિતૃ જન્યુઓ દ્વારા કે જન્યુઓ વગર સંતતિનું નિર્માણ કરે છે.
(d) પેનિસિલિયમમાં કણીબીજાણુ અલિંગીપ્રજનન ક૨તી રચના છે.
2. અમીબા અને બૅક્ટેરિયા જેવા એકકોષીય સજીવોમાં કુદરતી મૃત્યુ થતું નથી. કારણ કે,
(a) તેઓ લિંગીપ્રજનન કરી શકતાં નથી.
(b) તેઓ દ્વિભાજન દ્વારા પ્રજનન કરે છે.
(c) પિતૃ શરીરની વહેંચણી સંતતિઓમાં થાય છે.
(d) તેઓ સૂક્ષ્મદર્શી છે.
3. લિંગીપ્રજનન દ્વારા નિર્માણ પામતી સંતતિ અલિંગીપ્રજનન દ્વારા નિર્માણ પામેલી સંતતિ કરતાં વધુ વૈવિધ્ય ધરાવે છે કારણ કે,
(a) લિંગીપ્રજનન એક લાંબી ક્રિયા છે.
(b) પિતૃઓના જન્યુઓ ગુણવત્તાની દૃષ્ટિએ વિભિન્ન જનીનિક બંધારણ ધરાવે છે.
(c) પિતૃઓમાંથી પ્રાપ્ત થતું જનીન દ્રવ્ય બે ભિન્ન જાતિનું હોય છે.
(d) લિંગીપ્રજનનમાં વધુ માત્રામાં DNA દ્રવ્ય સંકળાયેલું હોય છે.
4. વાનસ્પતિક પ્રજનન કરતો છોડ કેવો હોય છે ?
(a) જનીનિક રીતે અસમાન હોય.
(b)જનીનિક રીતે સમાન હોય.
(c) કલિકા ઉત્પન્ન કરતા નથી.
(d) મૂળ ઉત્પન્ન કરતા નથી.
5. મકાઈ, ચોખા અને બટાકામાં અનુક્રમે જન્યુઓમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય છે ?
(a) 10, 12, 24
(b) 20, 24, 48
(c) 16, 12, 24
(d) 10, 20, 40
6. નીચે આપેલાં વિધાનોમાંથી પશ્વફલન ઘટનાને અનુલક્ષીને અસંગત વિધાન ઓળખો.
(a) બીજાશયની દીવાલ ફલાવરણમાં પરિણમે છે.
(b) બાહ્ય અંડકાવરણ અંતઃ બીજાવરણમાં પરિણમે છે.
(c) ત્રિકીય કોષકેન્દ્ર ભ્રૂણપોષમાં પરિણમે છે.
(d) બીજાશય ફળમાં પરિણમે છે.
7. નીચે પૈકી ખોટું વાક્ય પસંદ કરો.
(a) સમજન્યુઓ રચના, કાર્ય અને વર્તણૂકમા સરખા હોય છે.
(b) અસમજન્યુઓ રચના, કાર્ય અથવા વર્તણૂકમાં જુા પડે છે.
(c) વિષમજન્યુઓમાં માદા જન્યુ નાનું અને ચલિત હોય છે,જ્યારે નરજન્યુ મોટું અને અચલિત હોય છે.
(d) ક્લેમિડોમોનાસ સમજન્યતા અને અસમજત્યુતા બંને દર્શાવે છે અને ફ્યુકસ વિષમજન્યુતા દર્શાવે છે.
8. આવૃત્ત બીજધારીમાં યુગ્મનજનો વિકાસ X માં, અંડકનો વિકાસ Y માં, બીજાશયનો વિકાસ Zમાં થાય છે, જે જાડી દીવાલથી આવિરત રહે છે.
(a) X – બીજ, Y – ભ્રૂણ, Z – ફલાવરણ
(b) X – ભ્રૂણ, Y – બીજ, Z – ફળ
(c) X – ગર્ભ, Y – ફળ, 2 – બીજાવરણ
(d) X – ભ્રૂણ, Y – બીજાવરણ, Z – ફલાવરણ
9. જુવેનાઇલ તબક્કો...
(a) ફલનથી બાળસજીવનો પ્રસવ થવા સુધીનો સમયગાળો
(b) પુખ્તતાએ પહોંચ્યા પછી લિંગી પ્રજનન ક૨વા સુધીનો સજીવ જીવનનો સમયગાળો
(c) લિંગી પ્રજનન કરી શકે તે પરિપક્વતાએ પહોંચવા સુધીનો વૃદ્ધિગાળો
(d) પરિપક્વ અવસ્થાએ પૂર્વફલન ઘટનાઓ દર્શાવવાનો સમયગાળો
10. કઈ ક્રિયા દરમિયાન યુગ્મનજમાં કોષવિભાજનની અને વિભેદીકરણની ક્રિયા જોવા મળે છે ?
(a) નરજન્યુવિકાસ
(b) ભ્રૂણજનન
(c) સંયુગ્મન
(d) બાહ્યફલન
÷÷÷÷÷÷÷÷÷÷÷ BEST OF LUCK ÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷
Mail- indiabiologymanishmevada@gmail.com
Please do not enter any spam link or word in the comment box