NEET તૈયારી: શરૂ કરો ધોરણ ૧૧ થી
આજકાલ સ્કૂલમાં ટ્યૂશન માં કે પડોશ માં બધી NEETની જ વાત ચાલે છે. એટલે સ્વાભાવિક પણે તમને ઉત્સુકતા થાય કે હું પણ કંઈ કરી બતાવું. પણ એક વિદ્યાર્થી તરીકે જો તમે મૂંઝાતા હોવ કે NEET ની તૈયારી કેવી રીતે કરવી? ક્યાંથી શરૂઆત કરવી? તો આ આર્ટીકલ તમારા માટે જ છે. અહીં તમે detail માં સમજશો કે તૈયારી શરૂ ક્યાંથી કરવી અને કેવી રીતે આગળ વધવું.
NEET એ રાષ્ટ્રીય કક્ષાએ થતી competitive exam છે. એ તમને મેડિકલ ફિલ્ડ માં એડમિશન આપવા માટે થાય છે. આ પરીક્ષામાં આવતા તમારા માર્ક્સ અને રેન્ક ના આધારે MBBS, BDS અને ઘણી મેડિકલ ક્ષેત્રે લગતી તમામ ક્ષેત્રો માં એડમિશન લઈ શકો છો. તમે ધોરણ 11 માં વિજ્ઞાન પ્રવાહ માં એડમિશન લીધું છે તથા biology વિષય સિલેક્ટ કર્યો છે, તો તમે NEET ની પરીક્ષા માટે eligible છો. પણ માત્ર eligible થઈ જવાથી વાત પૂરી નથી થતી. આ પરીક્ષા પાસ કરીને સારી કોલેજમાં એડમિશન મેળવવા માટે અથાગ મહેનત મહત્વની છે. પણ આજનો જમાનો આંધળી મહેનત કરતા smart work નો છે. તો ચાલો જોઈએ આ સ્માર્ટ વર્ક માટે આપણે શું કરી શકીએ.
શરૂઆત ની તૈયાર
NEET ની તૈયારી કરવા માટે નો સોનેરી મોકો ક્યારે શરૂ થાય છે? એનો જવાબ એમ તો કોઈ ચોક્કસ કહી ના શકાય. કારણ કે જ્યારથી 'જાગ્યા ત્યારથી સવાર'. પણ ધોરણ ૧૧ માં admission લીધા પછી થી જ જો શરૂઆત કરી દઈએ તો એ ખૂબ જ સ્માર્ટ choice થશે, કારણકે આમ કરવાથી તમારી પાસે NEET ની તૈયારી માટે 2 વર્ષ નો સમય આવી જાય છે. પણ જો તમને એવો વિચાર આવતો હોય કે હજુ હમણાં જ તો ૧૦માં ધોરણ ની board પરીક્ષા માંથી બહાર આવ્યા છીએ, અને ફરીથી એવી જ મેહનત કરવી પડશે? કોઈ break જ નહિ મળે? તમે ૧૦માં ધોરણ માટે ખૂબ મેહનત કરી છે, એના માટે ખૂબ જ ધન્યવાદ. પણ હકીકત એ છે, કે તમે એ એક વર્ષ ની મેહનત થી તમારા મગજ ને train કરી દીધું છે. એટલે હવે તમારા મગજ પાસેથી કામ કરાવવા માં વધુ મેહનત નહિ થશે.
ને રહી વાત break ની, તો હવે તમને એ જ સમજાવીશ હું. અહીં તમને ધોરણ ૧૧ માં આવતા વેંત જ NEET ની તૈયારી શરૂ કરી દેવી જરૂરી છે. તો હજુ જયારે admission ના થયું હોય અથવા ૧૦માં ના results ની રાહ જોતા સમયે પૂર્વ તૈયારી કરી શકો. આ સમયે તમે વધુ પડતો સ્ટ્રેસ ન લો એ ખૂબ અગત્યનું છે, કારણ કે હવે પછીનો સમય થોડો તણાવ ભર્યો રહેશે. તો આ સમયે તમે ભણો નહીં પરંતુ એનો ઉપયોગ જરૂરથી કરો. આ સમયમાં તમે નીટ ની બધી જ ઇન્ફોર્મેશન ભેગી કરી શકો છો. કઈ ઇન્ફોર્મેશન ભેગી કરવી એની થોડી સલાહ નીચેના પોઇન્ટ્સ માં આપું છું :
પરીક્ષા ની રીત: ઓનલાઇન છે કે ઓફલાઈન, mcq છે, તો કયા ટાઈપના, કેટલા માર્ક્સના mcq આવે છે એ બધું જાણો.
NEET નો સિલેબસ: NEET ની વેબસાઈટ પર પરીક્ષા નો પૂરેપૂરો સિલેબસ તમને મળી જશે. NCERT ની બુક્સ જ વધારે કરીને આ તૈયારી માં help કરે છે.
Chapter weightage: નીટમાં જે ત્રણ વિષયો છે, એના જુદા જુદા ચેપ્ટર્સ માંથી કોઈ ચેપ્ટર વધારે મહત્વનું હોય છે. તમારા સ્કૂલ ટીચર કે ટ્યુશન ટીચર ને પૂછીને તમે એ માર્ક કરી શકો છો કે અલગ-અલગ ચેપ્ટર માંથી આશરે કેટલા માર્કના સવાલ દર વખતે NEETમાં પુછાય છે. એટલે જ જ્યારે તમે તૈયારીમાં પૂર્ણ ડૂબી જાવ ત્યારે તમને ખબર પડે કે કયા જ ટોપિક ને વધારે મહત્વ આપવું. આમ કરવાથી તમારી તૈયારી ઘણી સહેલી થઈ જઈ શકે છે.
આ તો થઈ ગઈ તમારી તૈયારી ના પ્રારંભ ની તૈયારી. આમ કરવાથી તમને એક ગતિ મળી જશે. આરામનો આરામ પણ થશે અને તમને આવતા બે વર્ષમાં વચ્ચે ક્યાંય પાછું વળીને નહીં જોવું પડે. હવે તમે તમારા મગજને એ સંદેશો આપી દીધો છે કે 'ભાઈ! તૈયાર થઈ જજે, આગળ પહાડ મોટો છે પણ આપણે એનાથી પણ મોટા. એને પાર કરીને જ જંપીશું.'
આશા રાખું છું કે આ આર્ટિકલ થી તમારા માં NEET ની તૈયારી માં જોડાઈ જવાનો જુસ્સો આવી ગયો હશે. અમે આવા બીજા NEET GUIDANCE ના આર્ટિકલ્સ લઈને આવીશું. અમારા સાથે જોડાઈ રહેજો જેથી તમને વધુ ને વધુ પ્રોત્સાહન આપવાનો અમારો goal પૂરો થાય. કોઈ સવાલ હોય તો તમે અમને ખચકાયા વગર જરૂરથી contact કરી શકો છો. તમારા review કે સવાલ તમે નીચે comment box માં લખીને મોકલી શકો છો.
Thank you for reading.
Stay happy! Stay healthy! Stay motivated!
Manish Mevada
You are right we have to start as early as possible for bigger Goal
ReplyDeletePlease do not enter any spam link or word in the comment box