Type Here to Get Search Results !

મોબાઈલ ફોન અને NEET | Mobile Phone And NEET

0

મોબાઇલ ફોન- NEET ની તૈયારી માટે ફાયદાકારક કે નુકસાનદાયી?

આપણે સહુ જાણીએ જ છીએ કે આજની ૨૧મી સદી માં મોબાઇલ ફોન જીવન નો એક અનન્ય ભાગ બની ગયો છે. સવારની સાથે જ ફોન નો વપરાશ જરૂરી જ થઇ જાય છે. આટલો જરૂરી હોવા છતાં વિદ્યાર્થીઓને ફોન થી દુર રહેવાની જ સલાહ મળે છે. આજ ના બ્લોગ માં આપણે જોઈશું કે આપણે ફોન માટેની આ વિચારસરણી કેવી રીતે બદલી શકીએ છીએ. અને કેવી રીતે ફોન નો સદુપયોગ કરી શકીએ છીએ.

મોબાઇલ ફોન એ આપણા રોજીંદા જીવન નો ભાગ જ થઈ ગયો છે. આજના યુગ માં ફોન એ  'રોટી, કપડાં ને મકાન‘ ની જેમ જીવન જરૂરિયાત થઇ ગઇ છે. સવારમાં કૂકડાં ની જેમ આપણને જગાડતા એલાર્મ થી કરીને મોબાઇલ આપણો સાથ આપવાનો શરૂ કરે છે. આજકાલ તો શાકભાજી થી લઈને કપડાં કે કોઈ પણ સામાન ફોન થી ઘર બેઠા મળી જાય છે. ફોન થી જ આપણે કોઈ દૂર બેઠા સગા સાથે બે ઘડી વાત કરી શકીએ છીએ. આટલા બધા ફાયદા હોવા છતાં ફોન ને બધા વિલન તરીકે જ કેમ જોતા હશે? 

એનું કારણ આપણે ફોન ને આપતા વધુ પડતો સમય છે. સંસ્કૃત માં એક સરસ વાક્ય છે ‘ अति सर्वत्र वर्ज्येत।' એનો મતલબ છે કે કોઈ પણ વસ્તુ નો અતિ ઉપયોગ આપણને નુકસાન જ કરે છે. એમ જોવા જઈએ તો ફોન વગર જીવન શક્ય જ છે, પણ હવે આપણે ફોન ન એટલા આદિ થઈ ગયા છીએ કે 10 મિનિટ માટે ફોન ને હાથ માં ના લઇએ તો જીવન અધૂરું લાગવા લાગે, બરાબર કહ્યું ને? 

પણ આ પ્રક્રિયા થી આપણાં ભણતર પર પણ ઘણી જ અસર થાય છે. Instagram, Facebook, Netflix, snapchat વગેરે ના વધુ પડતાં વપરાશ ના લીધે આપણો સમય વેડફાઇ જાય છે. આપણા બધા પાસે એકસરખા ૨૪ કલાક નો સમય હોય છે, એમાંથી ફોન ના unwanted વપરાશ માં ૩-૪ કલાક જતા રહે છે, અને આપણે આપણા goal થી એટલા જ કલાક દૂર થઈ જઈએ છીએ. તો ચાલો આપણે જોઈએ કે આનાથી કેવી રીતે બચી શકીએ છીએ અને ફોન નો સદુપયોગ કેવી રીતે કરી શકીએ.

મોબાઇલ ફોન– સફળતા ની કડી

આ વાંચીને થોડો shock લાગ્યો? કે એ જ સમય વેડફતો ફોન સફળતા માં કેવી રીતે મદદ કરી શકે? મોબાઇલ ફોન ને વિલન માંથી હીરો કેવી રીતે બનાવી શકીએ? 

તો એનો એકમાત્ર જવાબ છે વિચારસરણી. જો તમારા વિચાર અને ઇરાદા પાક્કા હશે, તો ગમે તેવો વિલન તમને હરાવી નહિ શકે. એટલે કે તમારી એ જ વિચારવાનું છે કે જે પણ થાય હું હંમેશા સફળ જ થઈશ. ઘણા બધા સફળ થયા છે અને હું પણ સફળ થઈશ. એક પોઝિટિવ mindset જ્યારે આપણા પાસે હોય તો લક્ષ્ય ક્યારેય પણ દૂર જઈ શકતો નથી.આ વિચારો સાથે તમે ફોન તો શું, કોઈપણ વિલન ને હરાવી શકો છો. એના માટે આપણે થોડી સ્ટ્રેટજી બનાવવી પડે. તો ચાલો જોઈએ આપણે શું કરી શકીએ છીએ આ ફોન રૂપી રાક્ષસ ને આપણા કાબુમાં લાવવા.

‘do not disturb’ mode: આજકાલ ના બધા ફોનમાં એક ખુબ સરસ ટૂલ છે ડુ નોટ ડિસ્ટર્બ મોડ. આ ટૂલ યુઝ કરો તો થોડા સમય માટે તમારા ફોનમાં કોઈપણ નોટિફિકેશન ન આવે અને તમે જે કામ કરી રહ્યા છો એના પર તમે ફોકસ કરી શકો. ધારો કે તમે એ વિચાર્યું છે કે તમે સાત થી આઠ વાગ્યા સુધી ભણશો અને એ સમયે ફોન યુઝ નથી કરવો. તો એક ઇલાજ એ છે કે તમે તમારા ફોન ડિસ્ટર્બ મોડ પર મૂકી દો. તમે જે નોટિફિકેશન આવે છે એનાથી ડિસ્ટર્બ નહીં થાવ. એ સમય માટે તમારું પૂરેપૂરું ધ્યાન તમારા ભણવામાં જ રહેશે.

Home screen for inspiration: તમે જ્યારે પણ ફોન હાથમાં લો તો ત્યારે સૌથી પેહલા જે સ્ક્રીન દેખાય છે એ છે લોક સ્ક્રીન અને હોમ સ્ક્રીન. એ બંનેને તમે તમારા ઇન્સ્પિરેશન માટે યુઝ કરી શકો છો. એના પર તમને જે વસ્તુ ઇન્સ્પાયર કરે છે એના ફોટોસ તમે લગાવી શકો છો. જેમ કે તમે હમણાં નીટ ની તૈયારી કરી રહ્યા છો તો તમે તમારા લોક સ્ક્રીન પર એક ડોક્ટરના સફેદ કોટ નો ફોટો મુકી શકો છો. તમારી હોમ સ્ક્રીન પર તમે જે માર્ક્સ નો ગોલ ધાર્યો છે તે લખી શકો છો. અથવા તમને જે કોલેજ, જે ઇન્સ્ટિટ્યૂટ, જે મેડિકલ કોલેજમાં એડમિશન જોઈએ છે એનું નામ ત્યાં મોટા અક્ષરે લખી શકો છો. 

આ રીત લગભગ બધા જ NEET કે JEE ના ટોપર્સ યુઝ કરતા હોય છે. આ રીતે થશે એવું કે જેટલી વાર તમે તમારો ફોન હાથમાં લેશો એટલી વાર તમને તમારો ગોલ આંખની સામે દેખાશે. એક પણ ક્ષણ માટે તમારો ફોન તમને distract થવા દેશે નહીં અને બદલામાં તમને ઇન્સ્પીરેશન આવશે કે ના મારે તો આ ગોલ સુધી પહોંચવાનું છે એટલે હું distract થઈ જ ના શકું.


Music: ઘણા બધા રિસર્ચમાં આ વાત જાણવા મળી છે કે મ્યુઝિક, સંગીત દિમાગને શાંત કરવામાં મદદ કરે છે અને શાંત મગજ હંમેશા વધારે ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. અહીં તમને ગીતો સાંભળવા નથી કહેવામાં આવી રહ્યું અહીં એક અલગ પ્રકારના સંગીતની વાત છે. એને white noise. આ પ્રકારનું સંગીત ભણવામાં અને ધ્યાન કેન્દ્રિત કરવામાં ખૂબ જ મદદ કારક છે. ઘણા વિદ્યાર્થીઓ વાઈટ નોઈસને ભણતી સમયે પણ સાંભળે છે. એકવાર તમે આ સંગીત સાંભળીને ટ્રાય કરી શકો છો કે તમને ભણતા સમયે સાંભળવાનું ફાવે છે કે નહીં. નહિતર તમે ભણવાનું શરૂ કરતાં પહેલાં પણ ૫ મિનિટ માટે આ સંગીત સાંભળી શકો છો.

white noise અહી ક્લિક કરીને તમે એક વાર સાંભળી શકો છો.

માઇન્ડ ફ્રેશ કરવાનો ખૂબ જ સરસ અને સરળ રસ્તો છે આ. એક વાર ચોક્કસ થી ટ્રાય કરજો અને કૉમેન્ટ બોકસ માં જણાવજો કે તમને કેટલું મદદગાર રહ્યું.

NEET ની તૈયારી એટલી સરળ હોતી નથી, ભણતા ભણતા તમારું મગજ થાકી જાય તમે થાકી જાઓ એ સો ટકા પોસિબલ છે. અને આપણી સૌ જાણીએ છીએ કે તમે જેટલા કલાક જાગો છો એટલા કલાક ભણી નથી શકતા. તો જે વચ્ચેનો ફ્રી સમય છે, જ્યારે તમે ભણી નથી રહ્યા તે સમયે તમે કેવી રીતે વાપરો છો એ તમારી સફળતામાં ખૂબ મોટો ભાગ ભજવે છે. જમ્યા પછી તમે જ્યારે ફ્રી બેઠા છો, કે તમે બસની કે ટ્રેનની રાહ જોઈ રહ્યા છો, કે તમારા ટીચર આવે એની તમે રાહ જોઈ રહ્યા છો, ત્યારે તમારો ફોન તો તમારી જોડે જ હશે એ સમયે તમે ફોનનો ખરેખર સારો ઉપયોગ કરી શકો છો.

આ સમયમાં તમે youtube પર મોટીવેશનલ વિડીયો જોઈ શકો છો. કે પછી નીટ ની તૈયારી માટે પ્રોત્સાહન આપતા podcasts સાંભળી શકો છો. આ વેબસાઈટ પર પણ તમને ઘણા બધા એવા બ્લોગ્સ મળી જશે કે જે તમને નીચે તૈયારી માટે ખૂબ હેલ્પ કરશે. તમારા ખાલી સમયમાં તમે આ બ્લોગ્સ પણ વાંચી શકો છો. ઘણા બધા એવા બ્લોગ્સ કે interview તમને મળી શકે છે જેમાં NEET toppers કેવી રીતે ભણ્યા છે એની વાત થતી હોય, તો એની મદદથી તમે તમારો પ્લાન બનાવી શકો છો.

એનાથી એ થશે કે તમે તમારા મગજની વધારે મજબૂત બનાવશો. તમને ઘણી બધી નવી strategy જાણવા મળશે કે કેવી રીતે આગળ વધવું અને કેવી રીતે આ કઠિન તૈયારી ને થોડી સરળ બનાવી શકાય. 

આ રીતે ફોન નો લિમિટેડ વપરાશ કરીને તમે ઘણો સમય બચાવી શકો છો. હા એ વાતની ના નથી કે તમે instagram કે બીજા સોશિયલ મીડિયા નો વપરાશ ન કરો. વાત ફક્ત એ જ છે કે તમારે ફોન ના યુઝ ને control કરવાનું છે. પછી તમે જોજો તમારી પાસે સફળતા સામે ચાલીને આવશે.

તમને NEET ની તૈયારી માટે પ્રોત્સાહન મળતું રહે એના માટે અમે અહી આ વેબસાઈટ પર વધુ મોટીવેશનલ બ્લોગ્સ લાવતા રહીશું. આ બ્લોગ તમને ગમ્યો હોય તો ચોક્કસથી કૉમેન્ટ કરીને અમને કહેજો જેથી અમને પણ વધુ ને વધુ લખવા motivation મળતું રહે. આ સિવાય NEET ની તૈયારી બાબતે કોઈ બીજા પ્રશ્નો હોય તો એના માટે પણ તમે અમારો contact કરી શકો છો.

બ્લોગ વાચવા મટે ધન્યવાદ!

ભણતા રહો! આગળ વધતા રહો!


ઉર્વી ભાનુશાલી
M. Sc, Microbiology

Biology Test Series

Biology Test Series For NEET

Biology Test Paper 

Biology Online Test

Free Biology Practice Test

neet ug exam

neet exam

Manish Mevad

M. Sc, M.Phil, B.Ed

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad