Type Here to Get Search Results !

NCERT NEET TEST - 99 | STD 12 | CHAP -1

0


Biology Test Series

Biology Test Series For NEET

Biology Test Paper 

Biology Online Test

Free Biology Practice Test

neet ug exam

neet exam


ટેસ્ટ માટે ની સૂચના

1) કુલ પ્રશ્નો - 20 ,પ્રત્યેક સાચાં પ્રશ્નનના  4 ગુણ ગણવા. 2) કુલ ગુણ -160 3) ટેસ્ટ સમય -20 મિનિટ. 4) આ Biology Test Series  ના ટેસ્ટ  જાતે પ્રામાણિકતાથી તમારી નોટ બુક માં લખવો અને પછી લખ્યા પછી જવાબ જોવા અને ગુણાંકન કરવું. 5) આ Biology Test Series તમારી પ્રેક્ટિસ હેતુ થી બનાવવામાં આવ્યા છે

NCERT BASED TEST - 99 | STD 12 | પ્રકરણ 1 | BIOLOGY | 2022

( 1 ) અસત્ય વિધાન ઓળખો :
( a ) અલિંગી પ્રજનનમાં સંતતિ બાહ્યાકાર રીતે અને જનીનિક રીતે પિતૃને સમાન હોય છે .
( b ) ચલિત જન્યુઓ લિંગીપ્રજનનની સંરચનાઓ છે .
( C ) અલિંગી પ્રજનનમાં એક પિતૃ જન્યુઓ દ્વારા કે જન્યુઓ વગર સંતતિનું નિર્માણ કરે છે .
( d ) પેનિસિલિયમમાં કણીબીજાણુ અલિંગીપ્રજનન કરતી રચના છે .

( 2 ) અમીબા અને બેકટેરિયા જેવા એકકોષીય સજીવોમાં કુદરતી મૃત્યુ થતું નથી . કારણ કે ,
( a ) તેઓ લિંગીપ્રજનન કરી શકતાં નથી .
( b ) તેઓ દ્વિભાજન દ્વારા પ્રજનન કરે છે
( C ) પિતૃ શરીરની વહેંચણી સંતતિઓમાં થાય છે .
( d ) તેઓ સૂક્ષ્મદર્શી છે .

( 3 ) લિંગીપ્રજનન દ્વારા નિર્માણ પામતી સંતતિ અલિંગી પ્રજનન દ્વારા નિર્માણ પામેલી સંતતિ કરતાં વધુ વૈવિધ્ય ધરાવે છે કારણ
( ૩ ) લિંગીપ્રજનન એ લાંબી ક્રિયા છે .
( b ) પિતૃઓના જન્યુઓ ગુણવત્તાની દૃષ્ટિએ વિભિન્ન જનીનિક બંધારણ ધરાવે છે .
( C ) પિતૃઓમાંથી પ્રાપ્ત થતું જનીન દ્રવ્ય બે ભિન્ન જાતિનું હોય છે .
( d ) લિંગીપ્રજનનમાં વધુ માત્રામાં DNA દ્રવ્ય સંકળાયેલું હોય છે .

( 4 ) વાનસ્પતિક પ્રજનન કરતો છોડ કેવો હોય છે ?
( a ) જનીનિક રીતે અસમાન હોય .
( b ) જનીનિક રીતે સમાન હોય
( C ) કલિકા ઉત્પન્ન કરતા નથી .
( d ) મૂળ ઉત્પન કરતા નથી .

( 5 ) મકાઈ , ચોખા અને બટાકામાં અનુક્રમે જન્યુઓમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય છે ?
( a ) 10 , 12 , 24
( b ) 20 , 24 , 48
( c ) 16 , 12 , 24
( d ) 10 , 20 , 40
 
( 6 ) નીચે આપેલાં વિધાનોમાંથી પશ્ચફલન ઘટનાને અનુલક્ષીને અસંગત વિધાન ઓળખો .
( a ) બીજાશયની દીવાલ ફલાવરણમાં પરિણમે છે .
( b ) બાહ્ય અંડકાવરણ અંતઃબીજાવરણમાં પરિણમે છે .
( c ) ત્રિકીય કોષકેન્દ્ર ભ્રૂણપોષમાં પરિણમે છે .
( d ) બીજાશય ફળમાં પરિણમે છે .

( 7 ) નીચે પૈકી ખોટું વાકય પસંદ કરો .
( a ) સમજન્યુઓ રચના , કાર્ય અને વર્તણૂકમાં સરખા હોય છે .
( b ) અસમજન્યુઓ રચના , કાર્ય અથવા વર્તણૂકમાં જુદા પડે છે .
( c ) વિષમજન્યુઓમાં માદા જન્યુ નાનું અને ચલિત હોય છે , જયારે નરજન્યુ મોટું અને અચલિત હોય છે .  ( d ) કલેમિડોમોનાસ સમજન્યુતા અને અસમજન્યુતા બંને દર્શાવે છે અને ફયુકસ વિષમજન્યુતા દર્શાવે છે .

( 8 ) આવૃત્ત બીજધારીમાં યુગ્મનજનો વિકાસ X માં , અંડકનો વિકાસ Y માં , બીજાશયનો વિકાસ Z માં થાય છે , જે જાડી દિવાલથી આવરિત હોય છે .
( a ) X – બીજ , Y – ભ્રૂણ , Z – ફલાવરણ
( b ) X – ભ્રૂણ , Y – બીજ , Z – ફળ
( c ) X – ગર્ભ , Y – ફળ , Z – બીજાવરણ
( d ) X – ભ્રૂણ , Y – બીજાવરણ , Z – ફલાવરણ

( 9 )  જુવેનાઈલ તબકકો .........
( a ) ફલનથી બાળ સજીવ પ્રસવ થવા સુધીનો સમયગાળો
( b ) પુખ્તતાએ પહોંચ્યા પછી લિંગી પ્રજનન કરવા સુધીનો સજીવ જીવનનો સમયગાળો
( c ) લિંગી પ્રજનન કરી શકે તે પરિપકવતાએ પહોંચવા સુધીનો વૃદ્ધિગાળો
( d ) પરિપકવ અવસ્થાએ પૂર્વફલન ઘટનાઓ દર્શાવવાનો સમયગાળો

( 10 ) કઈ ક્રિયા દરમિયાન યુગ્મનજમાં કોષવિભાજનની અને વિભેદીકરણની ક્રિયા જોવા મળે છે ?
( a ) નરજન્યુવિકાસ
( b ) ભ્રૂણજનન
( c ) સંયુગ્મન
( d ) બાહ્યફલન

( 11 ) કયું ફલન દર્શાતવા સજીવોમાં યુગ્મનજનું નિર્માણ સજીવદેહની અંદરની બાજુએ થાય છે ?
( a ) પશ્વફલન
( b ) બાહ્યફલન
( c ) અંતઃફલન
( d ) પૂર્વફલન

( 12 ) પાનફૂટી જેવી વનસ્પતિના કયા ભાગ પર વિકસતી કલિકાઓ નવા છોડનું નિર્માણ કરે છે ?
( a ) મૂળ
( b ) પ્રકાંડ
( c ) પર્ણકિનારી
( d ) કલિકા

( 13 ) એક જ પિતૃમાંથી ઉત્પન્ન થતી જનીની રીતે એકસરખી સંતતિઓને શું કહે છે ?
( a ) જનિનીક પ્રતિકૃતિઓ
( b ) વિષમજન્યુ
( c ) સમજન્યુ
( b ) લિંગી પ્રજનન

( 14 ) એક જ પિતૃથી જન્યુઓનું નિર્માણ થયા વગર સંતતિઓનું સર્જન થાય તો તેને શું કહે છે ?
( a ) વાનસ્પતિક પ્રજનન
( b ) લિંગી પ્રજનન
( c ) અલિંગી પ્રજનન
( d ) ( a ) & ( c ) બંને

( 15 ) સ્ટ્રોબિલાન્થસ કુંથીઆના ( નીલકુરાંજી ) વનસ્પતિ ભારતમાં કયાં રાજયમાં જોવા મળે છે ?
( a ) કેરળ , મહારાષ્ટ્ર અને ગોવા
( b ) ગોવા , મહારાષ્ટ્ર , ગુજરાત
( c ) કેરળ , કર્ણાટકા અને તમિલનાડુ
( d ) કેરળ , આંધ્રપ્રદેશ , ઝારખંડ

( 16 ) આકૃતિમાં a અને b શું દર્શાવે છે


( a ) ફલાવરણ અને બીજ
( b ) બીજાવરણ અને ફળ
( c ) ફળ અને બીજ
( d ) બીજ અને ફળ


( 17 ) બાહ્યફલન દર્શાવતા સજીવસમૂહો કયા છે ?
( 1 ) લીલ ( 2 ) દ્વિઅંગી ( 3 ) ફૂગ ( 4 ) મત્સ્ય ( 5 ) ઉભયજીવી ( 6 ) સરિસૃપ ( 7 ) અનાવૃત્ત બીજધારી
( a ) માત્ર ( 1 ) , ( 4 ) , ( 5 )
( b ) માત્ર ( 2 ) , ( 3 ) , ( 4 )
( c ) માત્ર ( 1 ) , ( 2 ) , ( 3 ) , ( 7 )
( d ) માત્ર ( 3 ) , ( 4 ) , ( 6 )

( 18 ) દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિઓમાં જન્યુયુગ્મન દેહમાં જ થાય છે , તેને શું કહે છે ?
( a ) અંતઃફલન
( b ) બાહ્યફલન
( c ) સમજન્યુતા
( d ) વિષમજન્યુતા

( 19 ) જન્યુજનન અને જન્યવહન બંને ઘટનાઓ કેવી ઘટનાઓ છે ?
( a ) ફલન
( b ) પશ્વફલન
( c ) પૂર્વફલન
( d ) પાર્શ્વફલન

( 20 ) કાચબાનું આયુષ્ય ........
( a ) 101
( b ) 151
( c ) 98
( d ) 97

÷÷÷÷÷÷÷÷÷÷÷   BEST OF LUCK   ÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷

=====================================================


જવાબો

1-C, 2-B,  3-B,  4-B,  5-A,  6-B,  7-C,  8-B,   9-C,  10-B,  11- C,  12-C, 13-A,  14-D,  15-C,  16-A,  17- A, 18-A, 19-C,20-A

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad