Biology Test Series
Biology Test Series For NEET
Biology Test Paper
Biology Online Test
Free Biology Practice Test
neet ug exam
neet exam
NEET CRASH COURSE 2022 | TEST 5 | BIOLOGY | STD 11| CHAP - 18,21,22
ટેસ્ટ માટે ની સૂચના
1. રુધિર ગંઠાવવાની ક્રિયામાં કોણ સામેલ છે ?
A. સોડિયમ B. આલ્બ્યુમિન C. પોટૅશિયમ D. ફાઇબ્રિનોજન
2. વિધાન A : હૃદય ‘ માયોજેનિક ’ તરીકે ઓળખાય છે .
કારણ R : હ્રદક્રિયાનું નિયમન સ્નાયુતંત્ર અને ચેતાતંત્ર વડે નિયંત્રિત છે . વિધાન A અને કારણ R માટે કયો વિકલ્પ સાચો છે
A. A અને R બંને સાચાં છે અને R એ A ની સાચી સમજૂતી છે .
B. A અને R બંને સાચાં છે , પરંતુ R એ A ની સાચી સમજૂતી નથી .
C. A સાચું છે અને R ખોટું છે .
D. A ખોટું છે અને R સાચું છે .
3. મનુષ્યના રુધિરરસમાં આવેલા પ્રોટીન.......
A. આલ્બ્યુમિન અને હીમોગ્લોબિન B. હીમોગ્લોબિન અને ફાઇબ્રિનોજન
C. ફાઇબ્રિનોજન અને ગ઼લ્યોબ્યુલિન D. ગ઼લ્યોબ્યુલિન અને હીમોગ્લોબિન
4. ક્ષેપકના સિસ્ટોલ વખતે શું થાય છે ?
A. O2 યુક્ત રુધિર ફુપ્ફુસ શિરામાં અને O2 વિહીન રુધિર ફુપ્ફુસ ધમનીમાં ધકેલાય .
B. O2 યુક્ત રુધિર ફુપ્ફુસ ધમનીમાં અને 02 વિહીન રુધિર મહાધમનીમાં ધકેલાય .
C. O2 યુક્ત રુધિર મહાધમનીમાં અને O2 વિહીન રુધિર ફુપ્ફુસ ધમનીમાં ધકેલાય .
D. O2 યુક્ત રુધિર ડાબા ક્ષેપકમાં અને O2 વિહીન રુધિર જમણા ક્ષેપકમાં ધકેલાય .
5. માનવ - હૃદયના કયા વાલ્વ પાસેથી ફક્ત O2 યુક્ત રુધિર જ પસાર થાય છે ?
A. મિત્રલ વાલ્વ B. ત્રિદલ વાલ્વ C. ફુપ્ફુસીય અર્ધચંદ્રાકાર વાલ્વ D. A અને C બંને
6. ક્યા પ્રકારના શ્વેતકણ પ્રતિ mm3 રુધિરમાં અનુક્રમે સૌથી વધારે પ્રમાણમાં અને સૌથી ઓછા પ્રમાણમાં હોય છે ?
A. ન્યૂટ્રોફિલ્સ અને ઇઓસિનોફિલ્સ B. ઇઓસિનોફિલ્સ અને બેઝોફિલ્સ
C. બેઝોફિલ્સ અને લિમ્ફોસાઇટ્સ D. ન્યૂટ્રોફિલ્સ અને બેઝોફિલ્સ
7. SA ગાંઠ ‘ પેસમેકર ' કહેવાય છે , કારણ કે
A. હૃદયના ધબકારાની ક્રિયાનો આરંભ કરે છે .
B. દર 0.8 સેકન્ડે કર્ણકોના સંકોચન પ્રેરતા ઉત્તેજક સંદેશા પાઠવે છે .
C. હૃદયના ધબકારાને નિયમિત અને તાલબદ્ધ રાખે છે .
D. આપેલ તમામ
8. મનુષ્યના પરિવહનતંત્ર માટે ક્યું વિધાન સાચું છે ?
A. શરીરમાં રુધિરવાહિનીઓના જટિલ જાળાથી રચાયેલું બંધ પરિવહનતંત્ર છે .
B. મનુષ્યમાં રુધિરપરિવહનના બે મુખ્ય પરિપથ આવેલા છે .
C. હૃદયમાં O2 યુક્ત અને O2 વિહીન રુધિરનું પરિવહન સંપૂર્ણ અલગ થયેલું હોય છે .
D. આપેલ તમામ
9. અનુકંપી ચેતાઓ નું કાર્ય નથી
A. હૃદયના સ્પંદન નો દર વધારવો B. ક્ષેપકનું સંકોચન બળ ઘટાડવું C.ક્ષેપકનું સંકોચન બળ વધારવું D. હૃદયનું આઉટપુટ વધારવુ
10. વિધાન X : હૃદક્રિયા ગાંઠપેશી દ્વારા સ્વયંનિયંત્રિત હોય છે .
વિધાન : સંકોચનના ઊર્મિવેગ હૃદયમાંથી જાતે જ ઉદ્ભવે છે .
વિધાન Z : હૃદય માયોજેનિક તરીકે ઓળખાય છે . આપેલાં વિધાનો X , Y અને Z માટે કયો વિકલ્પ સાચો છે
A. વિધાન X , Y સાચાં છે અને Z ખોટું છે . B. વિધાન Y , Z સાચાં છે અને X ખોટું છે .
C. વિધાન X , Z સાચાં છે અને Y ખોટું છે . D. વિધાન X , Y અને Z સાચાં છે .
11. નીચેનાં પૈકી કયું વિધાન ખોટું છે ?
A. O રુધિરજૂથની વ્યક્તિના રુધિ ૨૨ સમાં ઍન્ટિ A અને ઍન્ટિ B ઍન્ટિબૉડી હોય છે .
B. B રુધિરજૂથની વ્યક્તિનું રુધિર A રુધિરજૂથની વ્યક્તિને આપી શકાય નહીં .
C. રુધિરરસમાં આવેલા ઍન્ટિબૉડીના આધારે માનવ રુધિરજૂથ નક્કી કરાયાં છે .
D. AB+ve રુધિરજૂથ સર્વગ્રાહી છે .
12.આકૃતિમાં કઈ રુધિરવાહિની મહાશિરા સૂચવે છે ?
A. q B. p C. r D. S
13. મનુષ્યમાં રુધિરપરિવહન માટે કયું વિધાન સાચું છે ?
A. ફુપ્ફુસ ધમની O2 યુક્ત રુધિર ફેફસાંને પૂરું પાડે છે .
B. ફુપ્ફુસ ધમની જમણા કર્ણકમાંથી O2 વિહીન રુધિર લઈ જાય છે .
C. ફેફસાંમાંથી O2 સભર રુધિરનો જથ્થો ફુપ્ફુસ શિરા દ્વારા ડાબા કર્ણકમાં લવાય છે .
D. બધી શિરાઓ O2 વિહીન રુધિરનું વહન કરે છે .
14. હૃદચક્રની શરૂઆત ક્યાંથી થાય છે ?
A. કર્ણકો અને ક્ષેપકોના સંકોચનથી B. ક્ષેપકના સંકોચન અને કર્ણકના શિથિલનથી
C. કર્ણકના સંકોચન અને ક્ષેપકના શિથિલનથી D. કર્ણકો અને ક્ષેપકોના શિથિલનથી
15. બેવડું પરિવહન એટલે શું ?
A. O2 અને CO2 યુક્ત રુધિરનું સાથે વહન B. O2 અને CO2 યુક્ત રુધિરનું અલગ અલગ વહન
C. હૃદયના બધાં ખાનાંમાં O2 યુક્ત રુધિરનું વહન D. O2 અને CO2 યુક્ત રુધિરનું એક જ દિશામાં વહન
16. ચેતાસ્રાવી કોષોના સમૂહો ઉત્તેજિત થઈને જે સ્રાવ કરે છે , તેને શું કહેવાય છે ?
A. ઉત્સેચક B. અંતઃસ્રાવ C. ચેતાઅંતઃસ્રાવ D. હાયપોફિસિયલ નિવાહિકા
17. પ્રયાબિટીસ ઇન્સિપિડિસ કોના નિયંત્રણ હેઠળ છે ?
A. આલ્ડોસ્ટૅરોન B. ADH C. ACTH D. TSH
18. કયો અંતઃસ્રાવ ગ્લુકોકોર્ટિકોઇડ અંતઃસ્રાવને સ્રાવ કરવા પ્રેરે છે ?
A. TSH B. ACTH C. LH D. GH
19. નીચે આપેલ પૈકી કયો અંતઃસ્રાવ સ્તનગ્રંથિમાંથી દૂધના સ્રાવને પ્રેરવામાં મદદરૂપ થાય છે ?
A. ઑક્સિટોસિન B. વાસોપ્રેસિન C. પ્રોલૅક્ટિન D. A અને C બંને
20. માનવશરીરના તાપમાનની અને ઊંઘવા - જાગવાના ચક્રની લયબદ્ધતા જાળવવાના કાર્ય સાથે સંકળાયેલ અંતઃસ્રાવી ગ્રંથિનું નામ જણાવો .
A. પિનીયલ ગ્રંથિ B. એડ્રીનલ ગ્રંથિ C. હાયપોથેલેમસ D. પિટ્યૂટરી ગ્રંથિ
21. ગ્લાયકોજનના વિઘટનને સક્રિય કરી રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારવા માટે જવાબદાર સ્રાવ કયો છે ? A. કેટેકોલેમાઇન B. થાયમોસિન C. થાઇરૉક્સિન D. ઇન્સ્યુલિન
22. પિટ્યૂટરી ગ્રંથિ માટે નીચે આપેલ પૈકી કયાં વિધાન સત્ય છે ?
( 1 ) પિયૂટરી ગ્રંથિ હાયપોથેલેમસના નીચેના ભાગમાં આવેલી છે .
( 2 ) GH અગ્રપિટ્યૂટરીમાંથી ઉત્પન્ન થાય છે .
( 3 ) MSH મધ્યપિટ્યૂટરીમાંથી ઉત્પન્ન થાય છે .
( 4 ) ઑક્સિટોસિન અને વાસોપ્રેસિન પશ્વપિટ્યૂટરીમાંથી ઉત્પન્ન થાય છે .
A. ( 1 ) અને ( 2 ) B. ફક્ત ( ૩ ) C. ( 1 ) , ( 2 ) અને ( ૩ ) D. ( 1 ) , ( 2 ) , ( ૩ ) અને ( 4 )
23. પિટ્યૂટરી ગ્રંથિની અંતઃસ્થ રચનામાં a અને b ભાગ ધરાવે છે . જેમાં c ની રચનામાં બે ભાગ સામાન્ય રીતે d અને e તરીકે જાણીતા છે .
A. a- એડીનોહાયપોફાઇસિસ , b- ન્યુરોહાયપોફાઇસિસ , c− એડીનોહાયપોફાઇસિસ , d- અગ્રપિટ્યુટરી , e- મધ્યપિટ્યૂટરી
B. a- એડીનોહાયપોફાઇસિસ , b- ન્યુરોહાયપોફાઇસિસ , c- ન્યુરોહાયપોફાઇસિસ , d- અગ્રપિટ્યુટરી e- મધ્યપિટ્યૂટરી
C. a- એડીનોહાયપોફાઇસિસ , b- ન્યુરોહાયપોફાઇસિસ , c− એડીનોહાયપોફાઇસિસ , d- મધ્યપિટ્યૂટરી , e- પશ્વપિટ્યૂટરી
D. a- અગ્ર , b- પશ્વ , c- અગ્રપિટ્યૂટરી , d− એડીનોહાયપોફાઇસિસ, e- ન્યુરોહાયપોફાઇસિસ
24. ANF ક્યા પ્રકારનો અંતઃસ્રાવ છે ?
A. એમિનો ઍસિડ વ્યુત્પન્ન B. સ્ટિરૉઇડ C. પૉલિપેપ્ટાઇડ D. પેપ્ટાઇડ
25. કોર્ટિકોઇડ અંતઃસ્રાવોનું જૂથ કયા ભાગમાંથી સ્રવે છે ?
A. એડીનોહાયપોફાઇસિસ B. ન્યુરોહાયપોફાઇસિસ C. એડ્રીનલ બાહ્યક D. એડ્રીનલ મજ્જક
26. કયા અંતઃસ્રાવો ગ્લાયકોજીનોલાયસિસને ઉત્તેજિત કરે છે ?
A. એડ્રીનાલિન , ગ્લુકાગોન B. એડ્રીનાલિન , ઇન્સ્યુલિન
C. ઇન્સ્યુલિન , ગ્લુકાગોન D. નોર - એડ્રીનાલિન , ઇન્સ્યુલિન
27. વિધાન A : પિનીયલ ગ્રંથિના મેલેટોનીનનું કાર્ય જૈવિક ઘડિયાળ જેવું છે .
કારણ R : પિનીયલ ગ્રંથિ શરીરના તાપમાનની સામાન્ય લયબદ્ધતા જાળવી રાખે છે . વિધાન A અને કારણ R માટે કયો વિક્લ્પ સાચો છે ?
A. A અને R બંને સાચાં છે અને R એ A ની સાચી સમજૂતી છે .
B. A અને R બંને સાચાં છે , પરંતુ R એ A ની સાચી સમજૂતી નથી .
C. A સાચું છે અને R ખોટું છે .
D. A ખોટું છે અને R સાચું છે .
28. લૅંગરહાન્સના કોષપુંજોના α -કોષો દ્વારા ઉત્પન્ન થતો ગ્લુકાગોન અંતઃસ્રાવ શેની સાથે સંકળાયેલો છે ?
A. ગ્લુકોઝનું ગ્લાયકોજનમાં રૂપાંતરણ B. ગ્લાયકોજનનું ગ્લુકોઝમાં રૂપાંતરણ
C. રુધિરમાં ગ્લુકોઝનું ઓછું સંકેન્દ્રણ D. આપેલ પૈકી એક પણ નહીં
29. અંતઃસ્રાવની કાર્યપદ્ધતિમાં જો લક્ષ્યકોષોમાંથી ગ્રાહી - અણુઓ દૂર કરવામાં આવે , તો લક્ષ્યકોષો માટે નીચેનામાંથી શું સાચું છે ?
A. અંતઃસ્રાવની પ્રતિક્રિયા દર્શાવવાનું ચાલુ રહે છે . B. અંતઃસ્રાવની પ્રતિક્રિયા દર્શાવતા નથી .
C. પ્રતિક્રિયા દર્શાવે છે , પણ સંકેન્દ્રણ જરૂરી છે . D. વિરોધી પ્રતિક્રિયા દર્શાવે છે .
30. PTH ના કાર્ય માટે અસંગત વિકલ્પ કર્યો છે ?
A. અસ્થિના નિર્માણ અને વિઘટનની પ્રક્રિયાને સક્રિય બનાવે છે .
B. પાચિત ખોરાકમાંથી Ca2 + શોષણમાં ઘટાડો કરે .
C. મૂત્રપિંડનલિકામાં Ca2 + પુનઃશોષણને સક્રિય કરે .
D. રુધિરમાં Ca2 + ના પ્રમાણમાં વધારો કરે .
31. ચેતાની વિશ્રામી અવસ્થામાં કયું સાચું છે ?
A. Na + અંદર દાખલ થાય છે અને K+ બહાર નીકળે છે .
B. Na + બહાર નીકળે છે અને K + અંદર દાખલ થાય છે .
C. આવો કોઈ Na + કે K + પંપ નથી .
D. આપેલ પૈકી એક પણ નહિ
32. એસિટાઇલ કોલાઇન શેમાં મદદરૂપ થાય છે ?
A. ચેતોપાગમમાં વહન B. ચેતોપાગમમાં અવરોધ C. કલાની પ્રવેશશીલતામાં D. આપેલ પૈકી એક પણ નહિ
33. કયા આયનો ચેતાતંતુમાં સક્રિય કલાવીજસ્થિતિમાન ઉત્પન્ન કરે છે ?
A. K + B. Cl - C. Na + D. Ca ++
34. મગજના સૌથી બહારના આવરણને શું કહેવાય છે ?
A. બાહ્યતાનિકા B. અંતઃતાનિકા C. પરિઆવરણ D. ભૂખરું દ્રવ્ય
35. નીચે આપેલાં તત્ત્વો / આયનોની જોડીઓમાંથી કયા ચેતાઊર્મિવેગો વહન માટે જરૂરી છે ?
A. Na + અને K + B. Mg2 + અને K + C. Na + અને Mg+2 D. Ca2 + અને Mg2 +
36. માનવમગજમાં સૌથી મોટો પ્રદેશ ક્યો છે ?
A. ઘ્રાણપિંડ B. બૃહદ્ મસ્તિષ્ક ગોળાર્ધ C. કેલોસમકાય D. દૃષ્ટિચેતા
37. રેન્વિયરની ગાંઠ શામાં જોવા મળે છે ?
A. કોષકાય B. ચેતાક્ષ C. શિખાતંતુ D. ચેતોપાગમ
38. સૌથી સરળ કક્ષાનું ચેતાતંત્ર કેવું છે ?
A. ચેતાકાંડયુક્ત B. નિસરણીયુક્ત C. ચેતાજાલિકાયુક્ત D. ચેતારજ્જુયુક્ત
39. નીચેનામાંથી કયા પ્રાણીમાં સૌપ્રથમ ચેતાતંત્ર જોવા મળ્યું?
A. વાદળીમાં B. ચપટાકૃમિમાં C. કોષ્ટાંત્રિમાં D. નુપૂરકમાં
40. મેદીય આવરણો ચેતાતંતુ પર એકબીજા સાથે ક્યાં જોડાયેલા હોય છે ?
A. રેન્વિયરની ગાંઠમાં B. ચેતોપાગમમાં C. ચેતાપટલમાં D. ચેતાકોષકાયમાં
41. નીચેનાં વિધાનો પૈકી બધાં ખોટાં વિધાન ધરાવતો વિકલ્પ કર્યો છે ?
( i ) CNS મુખ્યત્વે મગજ અને કરોડરજ્જુનું બનેલું છે . ( ii ) CNS માં મુખ્યત્વે શ્વેત દ્રવ્ય અને ભૂખરું દ્રવ્ય એમ બે ચેતાદ્રવ્યો હોય છે . ( iii ) CNS ફરતે ફક્ત મધ્યતાનિકા રુધિરકેશિકાયુક્ત હોય છે . ( iv ) PNS એ CNS થી સ્વતંત્ર રીતે કાર્ય કરે છે . ( v ) ANS એ CNS થી સ્વતંત્ર રીતે કાર્ય કરે છે .
A. ( i ) , ( iii ) , ( v ) B. ( ii ) , ( iv ) C. ( iii ) , ( iv ) , ( v ) D. ( ii ) , ( v )
42...........= સક્રિય કલાવીજસ્થિતિમાન
A. ચેતાતંતુની ધ્રુવતામાં થતો ફેરફાર B. વિધ્રુવીકૃત ચેતાતંતુ C. ધ્રુવીકૃત ચેતાતંતુ D. A અને B બંને
43. મગજનો કયો એકમાત્ર ભાગ ચેતાસ્રાવી કોષો ધરાવે છે ?
A. બૃહદ્ મસ્તિષ્ક B. હાયપોથેલેમસ C. અનુમસ્તિષ્ક D. પશ્ચાનુમસ્તિષ્ક
44. ચેતાતંતુમાં નજીકના પ્રદેશમાં કલાવીજસ્થિતિમાન ઘટે ત્યારે શું થાય છે ?
A. આયનમાર્ગો આપોઆપ ખૂલે છે . B. આયનમાર્ગો આપોઆપ બંધ થાય છે .
C. આયનપંપ આપોઆપ ખૂલે છે . D. આયનપંપ આપોઆપ બંધ થાય છે .
45. નીચેની આકૃતિ માટે x , y અને z ની ઓળખ આપતો વિકલ્પ કયો છે ?
A પૂર્વચેતોપાગમીય ક્લા - ચેતોપાગમીય પુટિકા - ગ્રાહી પ્રોટીન
B પશ્વચેતોપાગમીય કલા - કણાભસૂત્ર - ચેતોપાગમીય ફાટ
C. પૂર્વચેતોપાગમીય કલા - કણાભસૂત્ર - પશ્ચચેતોપાગમીય કલા
D. પૂર્વચેતોપાગમીય ગાંઠ - ચેતોપાગમીય પુટિકા - પદ્મચેતોપાગમીય ફાટ
÷÷÷÷÷÷÷÷÷÷ BEST OF LUCK ÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷
=====================================================
Please do not enter any spam link or word in the comment box