Biology Test Series
Biology Test Series For NEET
Biology Test Paper
Biology Online Test
Free Biology Practice Test
neet ug exam
neet exam
NEET CRASH COURSE 2022 | TEST 3 | BIOLOGY | STD 11| CHAP - 11,13,14
ટેસ્ટ માટે ની સૂચના
1. સુગર ( ખાંડ ) નું સ્રોતથી સિંક સુધીના સ્થળાંતરનો અધિતર્ક સ્વીકૃત :
A. સંલગ્ન બળ અધિતર્ક B. સામૂહિક વહન C. મેલેટ અધિતર્ક D. ડોનન અધિતર્ક
2. કોઈ પણ દ્રવ્યના અણુઓ પોતાના વધુ સંકેન્દ્રણવાળા વિસ્તારમાંથી પોતાના ઓછા સંકેન્દ્રણવાળા વિસ્તાર તરફ ગતિ કરી જાય છે તેને ઓળખવામાં આવે છે .
A. આસૃતિ B. રસસંકોચન C. પ્રસરણ D. શોષણ
3. પર્ણરંધ્રોનું ખૂલવા અને બંધ થવાની ક્રિયાનું નિયંત્રણ કરે છે .
A. અંતઃચૂષણ B. આશૂનતા C. પ્રસરણ D. રસસંકોચન
4. જલવાહકની જલવાહિનીઓ અને પાણીના અણુઓ વચ્ચેના બળને...........કહે છે .
A. સંલગ્નવ B. અભિલગ્ન C. આશૂનદાબ D. આસૃતિદાબ
5. રસસંકોચનની પ્રતિવર્તી પ્રક્રિયામાં કોષને ક્યાં મૂકવામાં આવે છે ?
A. અધિસાંદ્ર દ્રાવણ B. સમસાંદ્ર દ્રાવણ C. અધોસાંદ્ર દ્રાવણ D. સંતૃપ્ત દ્રાવણ
6. અંતઃસ્તરના સુબેરીનયુક્ત સ્તરમાંથી દબાણપૂર્વક પાણીનું વહન થાય તેને......
A. રસારોહણ કહે છે . B. દાબવહન કહે છે . C. સંદ્રવ્ય પથ કહે છે . D. શોષક દાબ કહે છે .
7. બીજાંકુરણ દરમિયાન મૂળના વિકાસ માટે તે ઉપયોગી છે .
A. મૂળદાબ B. અંતઃચૂષણ દાબ C. શોષક દાબ D. આપેલ તમામ
8. પાણીના ઊર્ધ્યવહનનો મુખ્ય માર્ગ કયો છે ?
A. જલવાહિનિકી અને મૂળરોમ B. જલવાહક પેશી C. જલવાહિની અને અંતઃસ્તર D. બાહ્યક અને પરિચક્ર
9. કયું પટલ અપ્રવેશશીલ છે ?
A. વનસ્પતિકોષની નિર્જીવ કોષદીવાલ B. પાર્ચમેન્ટ પેપર C. ક્યુટિનયુક્ત દીવાલ D. ફિલ્ટર પેપર
10. દ્રાવણ A તથા દ્રાવણ B ને અર્ધપ્રવેશશીલ પટલ દ્વારા અલગ પાડવામાં આવ્યા છે , તો દ્રાવકના અણુઓનું વહન દ્રાવણ B થી દ્રાવણ A તરફ થાય છે તો નીચે પૈકી સાચું વિધાન કર્યું નથી ?
A. દ્રાવણ B અધોસાંદ્ર છે . B. દ્રાવણ B અધિસાંદ્ર છે . C. દ્રાવણ A અધોસાંદ્ર છે . D. દ્રાવણ A અને B બંને અધોસાંદ્ર છે
11. જલોત્સર્ગી ગ્રંથિ ક્યારે પાણીને પ્રવાહી સ્વરૂપે નિકાલ કરે છે ?
A. રાત્રિ દરમિયાન , બાષ્પીભવન ઝડપી હોય ત્યારે B. દિવસ દરમિયાન , બાષ્પીભવન ઝડપી હોય ત્યારે
C. રાત્રિ દરમિયાન , બાષ્પીભવન ધીમું હોય ત્યારે D. આપેલ એક પણ પરિસ્થિતિમાં જલોત્સર્ગી ગ્રંથિનું કાર્ય શક્ય નથી
12. સૌથી ઓછો મૂળદાબ ક્યારે હોય છે ?
A. બાષ્પોત્સર્જનનો દર અને પાણીના શોષણનો દર બંને વધારે હોય ત્યારે B. બાષ્પોત્સર્જનનો દર અને પાણીના શોષણનો દર બંને ઓછા હોય ત્યારે
C. બાષ્પોત્સર્જનનો દર નીચો અને પાણીના શોષણનો દર વધારે હોય ત્યારે D. બાષ્પોત્સર્જનનો દર ઊંચો અને પાણીના શોષણનો દર નીચો હોય ત્યારે
13. કૅલ્વિનચક્ર......... માં થાય છે .
A. કોષરસ B. કણાભસૂત્ર C. ગ્લાયોક્સિઝોમ્સ D. હિરતકણ
14. પ્રકાશસંશ્લેષણમાં પાણીના વિઘટનનો ઉપયોગ........
A. NADP ના રિડક્શનમાં B. NADP ના ઑક્સિડેશનમાં C. FAD ઑક્સિડેશનમાં D. આપેલ પૈકી એક પણ નહીં
15. ચક્રીય ફોટોફૉસ્ફોરાયલેશનમાં PS – I માંથી મુક્ત થયેલાં 4e- ........
A. PS – II માં આવે છે . B. PS – I માં પાછા ફરે છે . C. 2NADP · 2H દ્વારા સ્વીકારાય છે . D. NADP નું રિડક્શન કરે છે .
16. પ્રકાશની ઊંચી તીવ્રતાએ હરિતદ્રવ્યનું ઑક્સિડેશન થઈ વિઘટન થાય તે ક્રિયા........
A. ફોટોઑક્સિજનેશન B. ફોટોરેસ્પિરેશન C. ફોટોઑક્સિડેશન D. ફોટોલિસિસ
17. પીળા રંગનાં રંજકદ્રવ્યો........
A. ઝેન્થોફિલ અને કેરેટીન B. ક્લોરોફિલ – a અને ઝેન્થોફિલ C. ઝેન્થોફિલ અને કેરોટીન D. કેરોટીન અને ક્લોરોફિલ – b
18. યોગ્ય જોડ મેળવો :
કૉલમ - I કૉલમ-II
1. પ્રિસ્ટલી p . જાંબલી અને રિત બૅક્ટેરિયા પ્રકાશશક્તિનો ઉપયોગ કરે છે .
2. ઇન્જનહાઉસ q . પ્રાણીઓના શ્વસનથી દૂર થયેલા 02 ની પૂર્તિ વનસ્પતિ છે .
3. વૉન સેચ r. પ્રકાશસંશ્લેષણમાં મુક્ત થતા O2 નો સ્રોત H2O છે .
4. વાન નિલ s . વનસ્પતિઓમાં લીલા પદાર્થો ગ્લુકોઝ ઉત્પન્ન કરે છે .
5. રૉબર્ટ હિલ t . હરિતદ્રવ્યયુક્ત અંગો પ્રકાશની હાજરીમાં જ O2 મુક્ત કરે છે .
A. ( 1 – q ) , ( 2 − t ) , ( 3 - s ) , ( 4 - p ) , ( 5 - r ) . B. ( 1 - r ) , ( 2 - t ) , ( 3 - s ) , ( 4 - p ) , ( 5 - q ) .
C. ( 1 − t ) , ( 2 – q ) , ( 3 – s ) , ( 4-r ) , ( 5 - p ) . D. ( 1 − t ) , ( 2 – s ) , ( 3 - q ) , ( 4 - r ) , ( 5 – p ) .
19. હિરતકણનું પટલમયતંત્ર......
A. પ્રકાશશક્તિનું શોષણ કરી ATP અને NADPH નું સંશ્લેષણ કરવા જવાબદાર છે .
B. ATP અને NADPH વડે CO2 નું સ્થાપન કરવા જવાબદાર છે .
C. CO2 અને H2O વડે સંયોજન કરી ગ્લુકોઝનું નિર્માણ કરવા જવાબદાર છે .
D. વાતાવરણમાંથી CO2 અને મધ્યપર્ણમાંથી H2O નું શોષણ કરવા જવાબદાર છે .
20. નીચેના પૈકી કઈ બાબત અચક્રીય ફોટોફૉસ્ફોરાયલેશનને લાગુ પડે છે ? .
A. તેમાં PS – I અને PS - II ભાગ લે છે . B. તેમાં પાણીનું પ્રકાશવિઘટન થવું અનિવાર્ય છે .
C. તેમાં O2 ની મુક્તિ અને NADP નું રિડક્શન થાય છે .D. આપેલ તમામ
21. પ્રકાશસંશ્લેષણના જૈવસંશ્લેષણ તબક્કામાં વાતાવરણના CO2 સાથે RuBP નું સંયોજન થતાં PGA ના બે અણુઓ બને છે . એ પ્રક્રિયાને શું કહેવાય ?
A. ડિફૉસ્ફોરાયલેશન B. ડિકાર્બોક્સિલેશન C. કાર્બોક્સિલેશન D. ફૉસ્ફોરાયલેશન
22. ATP સિન્થેટેઝના CF1 કણોમાં પરિવર્તન માટે શું જવાબદાર છે ?
A. વીજાણુ પરિવહનતંત્રમાં થતું વીજાણુનું વહન B. પ્રોટોન - ઢોળાંશ તૂટવાથી મુક્ત થતી ઊર્જા
C. પ્રોટોન ગ્રાહક NADP + ની હાજરી D. વીજાણુનું અચક્રીય વહન
23. યોગ્ય જોડ મેળવો :
કૉલમ I કૉલમ II
1. C પથ p . કાર્બોદિતનું ઉત્પાદન ઘટાડે
2. ક્લોરોફિલ – b q . પ્રોટોન - ઢોળાંશ
3. PS – II r . સહાયક રંજકદ્રવ્ય
4 . કેમિઓસ્મોટિક S. ક્રેન્ઝ પેશીરચના
5. પ્રકાશશ્વસન કૉલમ t . પાણીનું પ્રકાશવિઘટન
A. ( 1 – q ) , ( 2 – s ) , ( 3 − t ) , ( 4 - p ) , ( 5– r ) .
B. ( 1 – s ) , ( 2 – r ) , ( 3 − t ) , ( 4 - q ) , ( 5– p ) .
C. ( 1 - q ) , ( 2 -p ) , ( 3 − t ) , ( 4 – r ) , ( 5 – s ) .
D. ( 1 – s ) , ( 2 – r ) , ( 3 – q ) , ( 4 - p ) , ( 5– t ) .
24. ન્યૂનતમ કારકોના નિયમની સાચી સમજૂતી કઈ છે ?
A. રાસાયણિક પ્રક્રિયા પર દરેક પરિબળ તેના ન્યૂનતમ કારકમાં અસર કરે છે .
B. રાસાયણિક પ્રક્રિયા પર એક કરતાં વધારે પરિબળની અસરમાં જે ઘટક ન્યૂનતમ મૂલ્યની નજીક હોય તેનું કારક બદલવાથી ક્રિયા પર અસર થતી નથી .
C. રાસાયણિક પ્રક્રિયા પર અસર કરતાં પરિબળોમાં એક પરિબળ ન્યૂનતમ કારકમાં અને બાકીનાં પરિબળ મહત્તમ કારકમાં અસર કરે છે .
D. રાસાયણિક પ્રક્રિયા પર અસર કરતાં પરિબળોમાં જે ઘટક તેના ન્યૂનતમ મૂલ્યની નજીક હોય તેને ક્રિયાદર અનુસરે છે.
25. TCA ચક્ર ( કૅબ્સચક્ર ) ક્યાં થાય છે ?
A. કણાભસૂત્ર - આધારક B. હિરતકણ - આધારક C. કોષરસ D , પેરૉક્સિઝોમ
26. ગ્લાયકોલિસિસની પ્રક્રિયા થાય છે તે સ્થળ
A. કણાભસૂત્ર B. કણાભસૂત્રની ક્રિસ્ટી C. કોષરસીય આધારક D. કણાભસૂત્રનું અંતઃપટલ
27.ફ્રુક્ટોઝ 1 , 6 - બાયફૉસ્ફેટનું વિખંડન થતાં કયા બે અણુઓ બને ?
A. PGAL અને PGA B. PGAL અને BPGAL C. PGAL અને DHAP D. PGA અને BPGA
28. ગ્લુકોઝના 1 અણુમાંથી ગ્લાયકોલિસિસ દ્વારા મળતી નીપજ :
A. 2 - પાયરુવિક ઍસિડ , 2NADH + H+ અને ATP B. 2 - પાયરુવિક ઍસિડ , 2NADH + H+ અને 2ATP
C. પાયરુવિક ઍસિડ , NADH + H+ અને ADP D. પાયરુવિક ઍસિડ , 2H+ , 2e- અને 4ATP
29. શ્વસનની જૈવરાસાયણિક પ્રક્રિયાના તબક્કાઓ પૈકીનો કયો તબક્કો સંપૂર્ણપણે અજારક તબક્કો છે ?
A. TCA ચક્ર B. ક્રેબ્સચક્ર C. પ્રકાશસંશ્લેષી શ્વસન D. ગ્લાયકોલિસિસ
30. અજારક શ્વસન કરતા સજીવોમાં ફક્ત......... ક્રિયા જ થાય છે .
A. ક્રેબ્સચક્ર B. ગ્લાયકોલિસિસ C. ફૉસ્ફોરીકરણ D. ETS
÷÷÷÷÷÷÷÷÷÷÷ BEST OF LUCK ÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷
=====================================================
Please do not enter any spam link or word in the comment box