બોર્ડ ની પરીક્ષા નુ પેપર કેવી રીતે લખવું? ( ભાગ 3 ) | How to write a board exam paper?
Download My App just search - Gujarat Biology NEET PLUS on google play store
Link 👇
Biology Test Series
Biology Test Series For NEET
Biology Test Paper
Biology Online Test
Free Biology Practice Test
neet ug exam
neet exam
neet biology
- નમસ્તે મિત્રો આગળના આર્ટીકલ ભાગ 2 ની અંદર આપણે સમજ્યા હતા કે તેરી ના પ્રશ્નો લખવાની શરૂઆત કેવી રીતે કરવી મેઈન ટાઇટલ એટલે કે વિભાગ આ નંબર કઈ જગ્યાએ લખવું અને કઈ જગ્યાએ થી પ્રશ્નો ના જવાબ લખવાના શરૂઆત કરવી
- આજે આપણે ભાગ 3 મા સમજીશું થિઅરીના પ્રશ્નના જવાબમાં કેટલા માર્ક્સ મા કેટલા પ્રમાણ મા જવાબ લખવો ઘણીવાર વિદ્યાર્થીઓ બે માર્કના પ્રશ્નો મા બહુ જ લાંબો જવાબ લખી દે છે અને ઘણીવાર ત્રણ અને ચાર માર્ક્સ મા અત્યંત ટૂંકો જવાબ લખે છે માર્ક્સ પ્રમાણે જવાબ લખેલો હોવો જોઈએ હું તો એમ કહીશ જેવો પ્રશ્ન પૂછ્યો હોય એ પ્રમાણે ચોક્કસ જવાબ લખો વધારાના લખવું નહીં.
- મિત્રો વધારાનું લખવાનું ગેરફાયદો એ છે કે પેપર મા સમય અનુસાર પેપર પૂરું કરવાનું હોય છે જો તમે વધારાનું લખવા જશો તો સંપૂર્ણ પેપર આપેલ સમયમાં પૂરું થશે નહીં અને કેટલાક માર્ક્સ નું લખવાનું રહી જશે ઘણા વિદ્યાર્થીઓ નવનીત માંથી તૈયાર કરતા હોય છે નો ડાઉબ્ટ નવનીત સરસ બુક છે પણ હું તમને સલાહ આપીશ એ પુસ્તક MCQ માટે વાંચી શકો અથવા થીઅરી મા કેવા પ્રકારના પ્રશ્નો પૂછી શકાય પરીક્ષામાં એ આઈડિયા માટે તમે નવનીત ઉપયોગ કરી શકો.
- થીઅરી ના પ્રશ્નો પરફેક્ટ NCERT BOOK માંથી જેટલું લખાણ આપેલ છે એ પ્રમાણે જ લખવાં ઘણી વાર NCERT BOOK મા થીઅરી મા વિદ્યાર્થીઓ માટે સમજણ માટે પ્રશ્નો પૂછેલા છે જો તમારા જવાબમાં એ ફકરો આવતો હોય અને એમાં એવા પ્રશ્નો આવતા હોય તો એ પ્રશ્નો જવાબ મા લખવાં નહિ જે પ્રશ્ન સંલગ્ન જવાબ ના વાક્યો હોય એ વાક્યોજ લખવાં બીજા નહિ.
- અતિ મહત્વનું દરેક વિભાગ ની શરૂઆત નવા પેજ થી કરવી ઘણા વિદ્યાર્થીઓ સળંગ વિભાગ લખી દે છે જેથી પરીક્ષા મા પેપર જોવા વાળા શિક્ષકો સમજી શકતા નથી અને વિદ્યાર્થીની ઇમ્પ્રેસન ખરાબ પડી શકે છે. ઘણા વિદ્યાર્થીઓ ઉપર ટાઇટલ મા વિભાગ જ નથી લખતા અને આપેલ પ્રશ્નો સળંગ જ નંબર આપી લખે છે એટલે જોવા વાળા શિક્ષકો ને અત્યંત કન્ફ્યુજન થાય છે અને પેપર મા જેટલાં માર્ક આવતા હોય સાચું લખેલ હોય છતાં પણ ઓછા માર્ક્સ આવે છે. એટલે ઉપર ટાઇટલ માં વિભાગ ના નામ ચોક્કસ લખવાં
- પેપર મા પ્રશ્નો મા ઓપશન મા પ્રશ્નો આપેલ હોય છે એમાં અમુક પ્રશ્નો જ લખવાના હોય છે પણ વિદ્યાર્થીઓ બધાજ પ્રશ્નો ના જવાબ લખી દે છે એટલે બીજા કેટલાક પ્રશ્નો રહી જાય દાખલા તરીકે પ્રથમ વિભાગ મા 2 માર્ક્સ ના પ્રશ્નોમાં કુળ 12 પ્રશ્નો આપેલ હોય છે એમાંથી 8 પ્રશ્નો લખવાના હોય છે એટલે કે બીજા ચાર પ્રશ્નો વધારાના આપેલા હોય છે તો વિદ્યાર્થીઓએ 12માંથી કોઈ પણ સરસ આવડતા 8 પ્રશ્નો જ લખવા બીજા ચાર વધારે લખવાનો પ્રયત્ન કરવો નહીં જેથી સમયનો બગાડ ન થાય જો બીજા ચાર પ્રશ્નો લખવા રહેશો તો મહત્વના પ્રશ્નો જે બીજા વિભાગ મા ફરજીયાત લખવાના હોય છે એ લખી શકશો નહિ આમ દરેક વિભાગ મા માંગ્યા હોય એટલાજ પ્રશ્નો ના જવાબ લખવાં. જે તમને આત્મવિશ્વાસ હોય કે પ્રશ્ન એકદમ સરસ આવડે છે એજ પ્રશ્નો લખવાં.
- પેપર લખવામાં વિદ્યાર્થીમિત્રો અલગ-અલગ પેનનો ઉપયોગ કરતા હોય છે પણ મિત્રો પેન બદલવામાં જ સમય જતો રહે છે એક સજેશન છે કે મિત્રો અલગ-અલગ પેન નો ઉપયોગ ન કરો વાદળી પેન થી જ પેપર લખવું અને જો તમે સમયને ધ્યાન રાખી પેપર લખી શકતા હોય તો બીજી પેન તમે બ્લેક કલર ની પેન નો ઉપયોગ કરી શકો છો. પણ મિત્રો ક્યારેય પણ ગ્રીન કે રેડ કે બીજી કલરની પેન વાપરવી નહીં.
આગળના ભાગ 4 મા પેપર મા આકૃતિ કેવી રીતે દોરવી અને એના મહત્વ વિશે વાત કરીશું આગળના અને પેલા ના આર્ટિકલ વાંચવા આ સાઈટ ના હોમ પેજ પર ક્લિક કરી બધાજ આર્ટિકલ જોવા
÷÷÷÷÷÷÷÷÷÷÷ BEST OF LUCK ÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷
=====================================================
Mail- indiabiologymanishmevada@gmail.com
Please do not enter any spam link or word in the comment box