બોર્ડ ની પરીક્ષા નુ પેપર કેવી રીતે લખવું? ( ભાગ 2 ) | How to write a board exam paper?
Download My App just search - Gujarat Biology NEET PLUS on google play store
Link 👇
Biology Test Series
Biology Test Series For NEET
Biology Test Paper
Biology Online Test
Free Biology Practice Test
neet ug exam
neet exam
neet biology
- નમસ્તે મિત્રો આગળના આર્ટીકલ ની અંદર આપણે સમજ્યા હતા કે કેવી રીતે MCQ (વૈકલ્પિક પ્રશ્નો ના જવાબ ) લખી શકાય આ આર્ટિકલમાં હું તમને બોર્ડની પરીક્ષામાં જે બીજો વિભાગ હોય છે જેમાં બે,ત્રણ અને ચાર માર્ક્સ ટૂંક જવાબી અને લાંબા પ્રશ્નો પુછાય છે તો આ પ્રશ્નો કેવી રીતે લખવા તેને સંપૂર્ણ માહિતી આપીશ જો આ પ્રશ્નોના જવાબ પદ્ધતિસર લખવામાં આવે તો તમે ધાર્યા કરતા વધારે માર્ક્સ મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થી આર્ટિકલ સંપૂર્ણ વાંચે હું તમને ફોર્મેટ કહું છું એ પ્રમાણે તમારે પેપર લખવાનું છે જેથી કરીને તમે સારા માર્કસ મેળવી શકો.
- સૌ પ્રથમ સામાન્ય વાત કરી લઈએ જે તમને તમારા શિક્ષકોએ કહી જશે પણ ફરી એકવાર હું તમને કહી દઉં લખાણ સુંદર અક્ષરે લખવું આમતો બોર્ડ ની પરીક્ષા મા એટલું અક્ષર નુ મહત્વ નથી પણ અત્યંત અગત્યની વાત છે અક્ષર દેખાય એવા અને એકદમ ક્લિયર વંચાય એવા લખેલા હોવા જોઈએ તમારા અક્ષર પેપર ચેક કરનાર શિક્ષકને એકદમ સરળ તાથી વંચાય તો અમને પેપર ચેક કરવાનો કંટાળો પણ ના આવે અને તમને વધારે માર્ક્સ મળવાના ચાન્સ પણ બની જાય.
- બીજા સજેશન ની વાત કરું તો પેપરમાં બે માર્કના પ્રશ્નો 3 માર્ક્સ ના પ્રશ્નો અને ચાર નો પ્રશ્નો અલગ-અલગ વિભાગ માં હોય છે. આ દરેક વિભાગના પ્રશ્નોમા નંબર પણ અલગ-અલગ હોય છે તો તમને એક સજેશન છે કે દરેક વિભાગમાં જે પ્રશ્ન હોય એ જ વિભાગ માં લખો વિભાગ-૧ નો પ્રશ્ન વિભાગ ૨ માં ના લખેલો હોવો જોઇએ હા તમે એક જ વિભાગના જે પ્રશ્નો નંબર આપ્યા છે એ તમે એજ વિભાગ મા આડાઅવળા નંબર પ્રમાણે લખી શકો છો પણ વિભાગ ની અંદર જ એ હોવા જોઈએ ઘણા વિદ્યાર્થીઓ વિભાગમાં પ્રશ્ન લખવાનું ભૂલી ગયા હોય તો સપ્લિમેન્ટરીની પાછળ ક્યાંક પ્રશ્નનો જવાબ લખી દે છે જે ખોટી છાપ ઉભી કરે છે અથવા ઘણી વાર પેપર મા સૂચનાઓ લખેલી હોય છે "આ પેજ ઉપર જોઈ લેવું" આવી સૂચનાઓ લખવી નહિ. જે વિભાગમાં પ્રશ્ન આપેલો છે એ જ વિભાગમાં પ્રશ્ન લખવાનું ટ્રાય કરો વિભાગમાં પ્રશ્નો નંબર બદલી શકો છો પણ વિભાગના પ્રશ્નો બીજા વિભાગમાં જવાબ લખી શકો નહીં.
- ત્રીજો મુદ્દો એ છે કે તમે કોઈ પણ પ્રશ્ન અથવા વિભાગ લખવાનુ શરુ કરો ત્યારે ઉપર જે ટાઇટલ લખો છો દા. ત "વિભાગ A " તો એ જે ફોર્મેટ મા લખો દરેક વિભાગ માટે એઝ ફોર્મેટ મા ટાઇટલ લખેલુ હોવું જોઈએ ઘણા વિદ્યાર્થીઓ ટાઇટલ લખવામાં અલગ-અલગ પેનથી ડિઝાઇન બનાવતા હોય છે જેમાં તમારો સમય બગાડી શકે છે અને એક સારા વિદ્યાર્થી ની નિશાની નથી તો જેમ બને એમ સરળતાથી લખેલું હોવું જોઈએ અને દરેક પેજ પર સેમ ફોર્મેટ એટલે કે એક જ જેવા ફોર્મેટ માં લખેલું હોવું જોઈએ.
- ચોથી વાત એ છે કે તમારી સપ્લીમેન્ટરી માં હોંશિયો આપેલો હોય છે એટલે કે ઉપર એક રેડ કલર ની લાઇન અને ડાબી બાજુએ રેડ લાઇન આપેલ હોય છે જેમાં ફરજીયાત તમારે કશું જ લખવાનું નથી ઘણા બધા વિધાર્થીઓ એમાં ઉપર હોંશિયા મા ટાઇટલ લખતા હોય છે અને ડાબી બાજુ પ્રશ્નના નંબર લખતા હોય છે એ ખોટી ફોર્મેટ છે.
To be continue.....
ભાગ 3 નવા આર્ટિકલ મા અપલોડ થશે આ સાઈટ રોજ જોતા રહેવું....
÷÷÷÷÷÷÷÷÷÷÷ BEST OF LUCK ÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷
=====================================================
Mail- indiabiologymanishmevada@gmail.com
Please do not enter any spam link or word in the comment box