Biology - જીવવિજ્ઞાન માં NEET - નીટ માટે MCQ ની તૈયારી કેવી રીતે કરવી?
Biology Test Series
Biology Test Series For NEET
Biology Test Paper
Biology Online Test
Free Biology Practice Test
નમસ્તે મિત્રો,
તમને ખબર હશે કે આપણે જયારે 11th 12th વિજ્ઞાન પ્રવાહ માં (scienece ) માં અભ્યાસ કરતા હોઈએ ત્યારે મેડિકલ અને એન્જીનીયરિંગ ક્ષેત્રે આગળ અભ્યાસ કરવા માટે સ્પર્ધાત્મક /પ્રવેશાત્મક પરીક્ષા (entrance Exam) ફરજીયાત હોય છૅ આપણે 11th અને 12th science માં BIOLOGY નાં વિદ્યાર્થીઓને ડોક્ટર અને બીજી મેડિકલ ક્ષેત્ર ની લાઈન માં જવા માટે NEET -નીટ ની અને એન્જીનીયરિંગ માટે JEE ની પરીક્ષા ફરજીયાત છૅ. અને હવે તમારા જ્ઞાન ની સારી રીતે ચકાસણી થઈ શકે એટલે હવે દરેક પરીક્ષા વૈકલ્પિક પ્રકાર ( MCQ type) હોય છૅ. જેમાં એક પ્રશ્ન અને જેના ચાર વિકલ્પો આપેલા હોય છૅ જેમાં થી એક વિકલ્પ પસંદ કરી ને સાચો જવાબ લખવાનો હોય છૅ.
તો સૌથી મહત્વનું બની રહે છૅ કે આવા પ્રશ્નો નાં જવાબ લખવાં માટે એની પ્રેક્ટિસ સારી રીતે કરેલી હોવિ જોઈએ અને આવી પરીક્ષા માં વિશેષ તૈયારી ની પ્રેક્ટિસ તમને સમય નાં આયોજન થી પેપર લખવામાં લાભદાયી થાય છૅ.
આજના આં આર્ટિકલ માં હું તમને એજ શીખવાડીશ કે તમે MCQ ની પ્રેક્ટિસ કેવી રીતે કરી શકો અને પૂરતા સમય માં પેપર કેવી રીતે આપી શકો અને સંપૂર્ણ પેપર પૂરું કરી શકો.
આપણે જયારે MCQ માટે તૈયારી કરતા હોઈ એ છીએ ત્યારે આપણે બઉ બધી બૂક્સ એકસાથે વાંચતા હોય છૅ જેમાં કેટલીક વાર પરીક્ષા ને લગતા એટલે કે વિષય નાં ટેક્સ્ટ બુક નાં પ્રકરણ માં આપેલ માહિતી સિવાય વધારાની માહિતી નાં MCQ પણ આપેલા હોય છૅ જે જરૂરી નથી કરવા. સૌ પ્રથમ તો MCQ ની તૈયારી માટે તમારે જાણવું જરૂરી બંને છૅ કે કઈ બુક (BOOK) તમારી માટે સારી પ્રેક્ટિસ બુક ( BOOK ) રહેશે. જેના માટે તમે તમારા શિક્ષકો અથવા તજજ્ઞો ને પૂછી તમે આં બુક (BOOK) પસંદ કરી શકો.
બુક ( BOOK) પસંદ થઈ ગયા પછી તૈયારી માટે સમય નાં આયોજન થી રોજના નક્કી કરો કે ફરજીયાત દિવસ માં 50 MCQ કરવા અથવા આનાથી વધુ કે ઓછા જે આપના સમય અને ક્ષમતા આધારે નક્કી કરી શકો. પણ ઓછામાં ઓછા 50 MCQ કરો એવી સલાહ આપું છું.
હવે MCQ કેવી રીતે તૈયાર કરવા એના વિશે વાત કરીશ સામાન્ય રીતે આપણે જ્યારે એમસીક્યુ કરતા હોય છે ત્યારે સીધા પ્રશ્નનો જવાબ ગોખીને તૈયાર કરતા હોઈએ છીએ જ્યારે પણ હવે MCQ ની તૈયારી કરો ત્યારે સૌથી પહેલાં તમે જાતે વિચારીને જવાબ લખો અને પછી જ એના જવાબ જોવા જેથી તમારી સમજ શક્તિ નો વિકાસ થશે જવાબ ખોટો પડે છે તો એનસીઆરટી બુક માંથી બે લાઈન જોઈ લેવી અથવા એના રિલેટેડ વાંચી લેવું અને જે બીજા ચાર ઓપ્શન આપેલું હોય એના વિશે પણ થોડી ઘણી સમજણ મેળવી લેવી આમ કોઈપણ MCQ ની કોઈ એક બુક સંપૂર્ણ તૈયાર કરી લેવી.એ એક બુક તૈયાર થાય પછીજ બીજી બુક (BOOK) લેવી.
બીજો સરળ ઉપાય એ છૅ કે તમે રોજ એક પ્રકરણ માંથી વિચારીને NCERT બુક માંથી પ્રશ્નો જાતે બનાવો દિવસ નાં 5 ( પાંચ ) અને તમારા મિત્ર ને સોલ્વ કરવા આપો યાદ રાખો કે આં પ્રશ્નો તમારી જાતે સમજીને બનાવવાના રહેશે NCERT માંથીજ અને તમારા મિત્ર ને કહો એ તમારા
માટે 5 પ્રશ્નો (question ) MCQ બનાવે. આમ દિવસ નાં 10 પ્રશ્નો (MCQ ) જે તમે વિચારેલા રેફ્રન્સ બુક ( reference book) થી અલગ તમારું મટેરીઅલ તૈયાર થશે અને તમને NEET માં તમે વિચાર્યું નઈ હોય એવો ફાયદો થઈ જશે.
ધારોકે હાલ 4 મહિના (MONTH ) બાકી હોય NEET નાં અને તમે આં રીતે MCQ ની તૈયારી કરો તો 4 MONTH એટલે 30 દિવસ ગણિયે એક MONTH નાં તો પણ 120 દિવસ થાય એટલે 120 × 10 MCQ કરીયે તો પણ 1200 પ્રશ્નો ( MCQ ) થાય જે અલગ હશે ભારે હશે અને સમજણ વાળા પણ હશે અને મહત્વનું NCERT માંથી હશે. એટલે આટલું કરશો એટલે 100% NEET માં 300 ઉપર આવવાની સંભાવના બની જશે.
છેલ્લે એટલું કહીશ કે MCQ ની તૈયારી સમજણ થી કરવી ગોખીને નહિ અને કોઈ પણ રેફરન્સ બુક માં ડાઉબ્ટ લાગે છૅ તો તમારા શિક્ષકો જોડે એકવાર ચર્ચા કરી કેવી સમજશો તોજ ખબર પડશે નહીતો ગોખ્યું હશે તો ખોટું પણ ગોખાઈ જશે.
સમયસર MCQ NEET /JEE ની પરીક્ષા પૂર્ણ કરવા માટે વધારેમાં વધારે પ્રેક્ટિસ કરવી જરૂરી છે એટલે કે પરીક્ષામાં આવતા પ્રશ્નો એ તમારી પરીક્ષા કરતા ઓછા સમયમાં તૈયાર થાય એ રીતે પ્રેક્ટિસ કરવા, એટલે કે ઘરે જ એ રીતે સમય ગોઠવવો કે ઓછા સમયમાં વધારે MCQ તૈયાર કરી શકો પરીક્ષાના છેલ્લા એક મહિનામાં વધારેમાં વધારે MCQ નાં પેપર ની પ્રેક્ટિસ કરવી, જાતે જ પરીક્ષાની પદ્ધતિ મુજબ ઘરે 3 કલાક નુ પેપર આપતા હોય એ રીતે પેપર લખવું પ્રેક્ટિસ માટે.
આં બધું કરવાથી પેપર સમયસર પૂરું થશે અને તમારી અંદર સમજ ની વધારે કેળવણી થશે. અને વધારેમાં વધારે સારા MARKS લાવી શકશો.
તમારા મનમાં કોઈ પ્રશ્ન થતો હોય તો નીચે તમારા કૉમેન્ટ્સ આપી જણાવી શકો.
==========================================
Mail- indiabiologymanishmevada@gmail.com
Please do not enter any spam link or word in the comment box