Biology Test Series
Biology Test Series For NEET
Biology Test Paper
Biology Online Test
Free Biology Practice Test
ટેસ્ટ માટે ની સૂચના
NEET | GUJCET TEST | STD -12 | ટેસ્ટ - 80| CHAPTER - 10 અને 14
1. ડાંગરનાં ખેતરોમાં જૈવિક ખાતર બનાવતા બૅક્ટેરિયા........
A. બૅક્ટેરિયમ શાર્માની B. મિથેનોજનિક બૅક્ટેરિયા C. સ્ટ્રેપ્ટોકોકસ D. સાયનોબૅક્ટેરિયા
2. પેનિસિલિન ઍન્ટિબાયોટિક્સના પ્રથમ શોધક . ...
A. લૂઈ પાશ્ચર B. ઍલેક્ઝાંડર ફ્લેમિંગ C. અર્નેસ્ટ ચેન D. હાવર્ડ ફ્લોરેય
3. લૅક્ટિક ઍસિડ બૅક્ટેરિયા કયા વિટામિનની ગુણવત્તામાં વધારો કરે છે ?
A. થાયેમિન B. પાયરોડૉક્સિન C. નિયાસીન D. સાયનોકોબાલમિન
4. ક્લૉસ્ટ્રિડિયમ બ્યુટીરિકમ બૅક્ટેરિયા દ્વારા કયો ઍસિડ મેળવવામાં આવે છે ?
A. ઍસિટિક ઍસિડ B. સાઇટ્રિક ઍસિડ C. બ્યુટેરિક ઍસિડ D. લૅક્ટિક ઍસિડ
5. લૉન્ડ્રીમાં તૈલી ડાઘા દૂર કરવા કયા ઉત્સેચકનો ઉપયોગ થાય છે ?
A. ગ્લાયસીન B. લાયપેઝ C. એમાયલેઝ D. સેલ્યુલેઝ
6. લોહીની નળીઓમાં લોહીના ગઠ્ઠાને તોડતું રસાયણ .......
A. સ્ટ્રેપ્ટોકાઇનેઝ B. સાયક્લોસ્પોરિન C. સ્ટેટિન્સ D. ઇન્સ્યુલિન
7. ફ્લોક્સ કઈ પ્રક્રિયા દરમિયાન રચાય છે ?
A. સુએજ ટ્રીટમેન્ટ B. બાયોગૅસ પ્રક્રિયા C. BT કપાસનું ઉત્પાદન D. દારૂઉદ્યોગ
8. કીટકો અને સંધિપાદીઓમાં રોગ પેદા કરતો સજીવ
A. લૅક્ટોબેસિલસ B. પેનિસિલિયમ C. બકુલો વાઇરસ D. બેસિલસ થુરિન્જિએન્સિસ
9. કયા પ્રકારના બૅક્ટેરિયા દ્વારા મિથેનનું ઉત્પાદન કરવામાં આવે છે ?
A. મિથેનોબૅક્ટેરિયમ B. લૅક્ટોબેસિલસ C. મિથેનોકાર્પિક D. મિથીલોફિલસ
10. દર્દીઓમાં અંગ - પ્રત્યારોપણમાં પ્રતિકારકતા ઘટાડવા ક્યો રાસાયણિક ઘટક વપરાય છે ?
A. સાયક્લોસ્પોરિન- B B. સાયક્લોસ્પોરિન- C C. સાયક્લોસ્પોરિન- A D. સાયક્લોસ્પોરિન- D
11. રુધિરમાં કોલેસ્ટરોલનું પ્રમાણ ઘટાડવા વપરાતું સ્ટેટિન્સ કયા સૂક્ષ્મ જીવમાંથી મેળવવામાં આવે છે ?
A. ટ્રાયકોડર્મા પૉલિસ્પોરમ B. સેકે૨ોમાયસીસ સેરેવીસી
C. એસ્પરજીલસ નાઇઝર D. મૉનોસ્કસ પુપૂરિયસ
12. સુએજ ટ્રીટમેન્ટમાં પાણીમાં રહેલા ભૌતિક કણ - દ્રવ્યોનો નિકાલ કઈ ક્રિયા દ્વારા કરાય છે ?
A. જારક પ્રક્રિયા દ્વારા B. ઑક્સિડેશન દ્વારા
C. ગાળણ અને અવસાદન દ્વારા D. રાસાયણિક પ્રક્રિયા દ્વારા
13. માઇકોરાઇઝા માટીમાં રહેલાં કયાં પોષક તત્ત્વોનું શોષણ કરી વનસ્પતિને પહોંચાડે છે ?
A. સલ્ફર B. ફૉસ્ફરસ C. પોટૅશિયમ D. મૅગ્નેશિયમ
14. રાઈ અને ફળાઉ વૃક્ષોને નુકસાનકારક જીવાતના નિયંત્રણ માટે કયા બૅક્ટેરિયાનો ઉપયોગ થાય છે ?
A. રાઇઝોબિયમ B. બેસિલસ થુરિન્જિએન્સિસ C. સ્યુડોમૉનાસ D. ક્લૉસ્ટ્રિડિયમ બ્યુટીરિકમ
15. અર્નેસ્ટ ચેન અને હાવર્ડ ફ્લોરેયનું મહત્ત્વ શું છે ?
A. ક્વૉન્ટમ – 4000 ની અસરકારકતા પ્રસ્થાપિત કરી
B. પેનિસિલિનનું સંશોધન
C. મિથેનોજન્સનું મહત્ત્વ પ્રસ્થાપિત કર્યુ
D. પેનિસિલિનના ઉત્પાદનમાં સુધારા કરી તીવ્ર ઉપયોગિતા પ્રસ્થાપિત કરી
16. એક આહારશૃંખલામાં નીચેના પૈકી કયું એક સૌથી મોટી વસતિ ધરાવે છે ?
A. ઉત્પાદકો B. પ્રાથમિક ઉપભોક્તાઓ C. દ્વિતીયક ઉપભોક્તાઓ D. વિઘટકો
17. તળાવમાં દ્વિતીય પોષક સ્તર એ .......
A. વનસ્પતિપ્લવકો B. પ્રાણીપ્લવકો C. સમુદ્રના તળિયાની જીવસૃષ્ટિ D. માછલીઓ
18. તે દ્વિતીયક ઉત્પાદકો છે
A. તૃણાહારીઓ B . ઉત્પાદકો C.માંસાહારીઓ D. આપેલ પૈકી એક પણ નહીં
19. પ્રાસંગિક સૌર - વિકિરણમાં પ્રકાશસંશ્લેષણીય સક્રિય વિકિરણ( PAR ) ના કેટલા ટકા હોય છે ?
A. 100 % B. 50 % C. 1 – 5 % D. 2 – 10 %
20. અનુક્રમણ દરમિયાન જૈવિક સમાજમાં...........
A. ઉત્ક્રાંતિ થઈ નવી જાતિઓ સર્જે છે . B. સભ્યોની જીવનપદ્ધતિ બદલાય છે .
C. રચનાત્મક જટિલતા વધે છે . D. જાતિ - વિવિધતા ઘટે છે .
21. આહારશૃંખલા એટલે શું ?
A. જૈવ ઘટકના અજૈવ ઘટકો સાથેના સંબંધો B. નિવસનતંત્રમાં સજીવોના ભક્ષક - ભક્ષ્ય સાથેના સંબંધો
C. વિઘટકો અને ઉત્પાદકોના સંબંધો D. વિવિધ ક્રમના ઉપભોક્તાઓના સંબંધો
22. શક્તિનો પિરામિડ હંમેશાં હોય છે .
A. ઊંધો B. ત્રાંસો C. સીધો D. આપેલ પૈકી એક પણ નહીં
23. વનસ્પતિ અને પ્રાણીનો ખોરાક તરીકે ઉપયોગ કરનારા શું કહેવાય ?
A. ઉપભોગી B. માંસાહારી C. પ્રથમ ક્રમના ઉપભોગી D. મિશ્રાહારી
24. તે જલીય આહારશૃંખલાના ઉત્પાદકો તરીકે સમાવેશ પામે છે .
A. પ્રાણીપ્લવકો B. વનસ્પતિપ્લવકો C. વિઘટકો D. આપેલ તમામ
25. નિવસનતંત્રના સજીવોમાં કઈ ક્રિયા સૌથી વધારે ઊર્જાનો વ્યય સૂચવે છે ?
A. વૃદ્ધિ B. ખોરાકગ્રહણ C. શ્વસન D. ઉત્સર્જન
26. નિવસનતંત્રની પ્રાથમિક ઉત્પાદકતા કોને કહેવાય ?
A. બધા સજીવો દ્વારા થતા પ્રકાશસંશ્લેષણને
B. ઉપભોક્તાઓ દ્વારા ઉપયોગ થયા બાદ વધતી નીપજને
C. નિશ્ચિત વિસ્તારમાં નિશ્ચિત સમયગાળામાં થતું ઉત્પાદન
D. નિશ્ચિત સમયમાં બધા વિસ્તારોમાં થતું ઉત્પાદન
27. ઉપભોક્તાઓના બધા જ સ્તરોની કુલ ઊર્જા ઉત્પાદકોમાં રહેલી ઊર્જાની તુલનામાં ........
A. વધારે હોય . B. તેના જેટલી જ હોય . C. ઘણી ઓછી હોય . D. A અથવા B
28. વનપ્રદેશ , રણપ્રદેશ અને તૃણપ્રદેશમાં ઉત્પાદકતા અનુક્રમે ...
A. વધુ , મધ્યમ , ઓછી B. વધુ , મધ્યમ , વધુ C. વધુ , ઓછી , મધ્યમ D. મધ્યમ , ઓછી , વધુ
29. ઉપભોક્તાઓના આહાર માટે ઉપયોગી ઊર્જા શામાં રહેલી છે ?
A. પ્રાથમિક ઉત્પાદનમાં B. વનસ્પતિના જૈવભારમાં
C. સરેરાશ પ્રાથમિક ઉત્પાદકતામાં D. લીલી વનસ્પતિમાં
30. દ્વિતીય ઉત્પાદકતા કોને કહેવાય ?
A. વનસ્પતિ દેહધાર્મિક ક્રિયામાં ઉપયોગ કરે પછી વધતી ઊર્જાને
B. તૃણાહારીઓના જૈવભારમાં બાકી રહેતી ઊર્જાને
C. તૃણાહારી પ્રાણીઓને મળતી ઊર્જાને
D. વનસ્પતિના ઉપભોક્તાઓ માટે ઉપયોગી જૈવભારને
1.D, 2. B, 3.D, 4.C, 5. B, 6.A, 7.A, 8.C, 9.A, 10.C, 11.D, 12. C, 13.B, 14.B, 15.D, 16. D, 17.B, 18. A, 19. D, 20. C, 21. B, 22. C, 23. D, 24. B, 25. C, 26. C, 27.C 28. C, 29. B, 30. B
Mail- indiabiologymanishmevada@gmail.com
Please do not enter any spam link or word in the comment box