Type Here to Get Search Results !

છેલ્લા 5 મહિનામાં NEET અને બોર્ડ ની તૈયારી | NEET 2022 | BIOLOGY | MANISH MEVADA

1


Biology Test Series

Biology Test Series For NEET

Biology Test Paper 

Biology Online Test

Free Biology Practice Test


છેલ્લા 5 મહિનામાં NEET અને બોર્ડ ની તૈયારી | NEET 2022 | BIOLOGY 

પ્રસ્તાવના

  • નમસ્તે મિત્રો, લગભગ અડધું સત્ર પૂરું થઇ ચૂક્યું છે. તમારી સ્કૂલ માં અભ્યાસ ક્રમ પૂરો થવાની તૈયારી પર હશે. તમે બધુજ વાંચી લીધું હશે અને કેટલાક વિધાર્થીઓ ને ઘણું બાકી પણ હશે, જે પણ હોય પણ જો સારુ પરીણામ મેળવવું હોય તો બાકી સમયમાં અત્યંત વધારે મેહનત કરવી જરૂરી છે.
  • મિત્રો એક વાત યાદ રાખો અત્યારે તમારી પાસે સમય છે આનાથી વધારે સમય ક્યારે નઈ મળે તમારી લાઈફ ને સફળ બનાવવવા તો મેહનત કરવાની છે પણ દિશા યુક્ત મહેનત કરવાની જરૂરી છે (SMART WORK) તો ચોક્કસ સફળતા મળશે
  • તો આ સંપૂર્ણ આર્ટિકલ માં હું તમને સમજાવીશ કે છેલ્લા અંદાજે 5 મહિના બાકી છે ત્યારે બોર્ડ અને NEET બંન્ને કેવી રીતે તૈયારી કરી શકશો.

સમયનું આયોજન

  • મિત્રો પરીક્ષામાં હવે બહુ જ ઓછો સમય બાકી હોય અને છેલ્લી ઘડીએ વાંચવાનું હોય તો સમયનું આયોજન ખુબ જ આવશ્યક બને છે છેલ્લા સમયમાં તમે રોજ વાંચતા હોય એ પ્રમાણે થી થોડુંક અલગ એટલે કે સમયમાં વધારો કરવો જોઈએ એટલે કે મારા એનાલિસિસ મુજબ જો તમે ધોરણ-૧૧ અને ૧૨ સાયન્સમાં ભણો છો તો હવે તમારે છેલ્લા દિવસોમાં ઓછામાં ઓછા 6 કલાક અને વધારેમાં વધારે કલાક 8 કલાક વાંચવું જોઈએ આ ટાઇમ રોજ માટે હોવો જોઈએ અને રવિવારે મિત્રો જો તમારે રજા હોય તો 10 કલાક તો રીડિંગ હોવું જરૂરી છે.
  • સમયની બાબતમાં દરેક વિષય આ સમયમાં વંચાય આયોજન કરવું જરૂરી છે પાંચ મહિના એટલે કે સરેરાશ ૧૫૦ દિવસ તમે તમારા કુલ વિષયના પ્રકરણ જાણીલો કુલ કેટલા પ્રકરણ છે અને અને 150 દિવસ થી ભાગાકાર કરીલો તમને અંદાજ આવશે કે આપણે 1 પ્રકરણ કેટલા દિવસ માં હવે પૂર્ણ વાંચવાનું છે કદાચ જાણીને ડર પણ લાગશે કે આટલો ઓછો સમય બાકી છે.  હા મિત્રો બિલકુલ ઓછો સમય બાકી છે પણ ડરવાની જરૂર નથી તમે આખા વર્ષ દરમિયાન ઘણું વાંચ્યું હશે અને તૈયાર પણ કર્યું હશે તો હવેના સમયમાં જે વિષય અથવા સબ્જેક્ટ ભારે લાગે છે અથવા ડિફિકલ્ટ વાળા ટોપિક છે એના માટેનું આયોજન પ્રથમ કરો પછી સહેલા લગતા ટોપિક નું આયોજન કરો.
તૈયારી કેવી રીતે કરવી

  • મિત્રો તમે બોર્ડ અને નીટ આમ બંને પ્રકારની પરીક્ષા આપવા જઇ રહ્યા છો તૈયારી કરવાની રીતો પણ અલગ અલગ હોઈ શકે એટલે એ પ્રમાણે તમારે તૈયારી કરવી પડે આપણને ખબર હોવી જોઈએ કે આપણે શાના માટે તૈયારી કરી રહ્યા છે.

બોર્ડ માટે ની તૈયારી 

  • મિત્રો જો તમે બોર્ડની પરીક્ષા આપી રહ્યા છો તો હવે તમારી પાસે ત્રણ જ મહિના બાકી છે એટલે કે 90 દિવસ બાકી છે. છતાં પણ તમે જો આખું વરસ તૈયારીના કરી હોય તો પણ અત્યારથી એટલે કે આજથી તૈયારી કરી શકો છો અને બોર્ડમાં પણ એસી ઉપર માર્ક આસાનીથી લાવી શકો છો આજથી જ મિત્રો રોજની ત્રણ થીયરી લખીને તૈયાર કરો 270 થીઅરી કરી શકો છો અને આ ત્રણ થીઅરી  કરવા માટે ત્રણ કલાક કરતા પણ ઓછો  સમય લાગી શકે આવી રીતે દરેક વિષયમાં તમે ત્રણ થીરી કરી શકો છો તો આસાનીથી તમે તૈયાર થઈ જશે છતાં પણ તમારે 80 ઉપર માર્ક્સ આવી શકે છે.  મિત્રો ખાસ યાદ રાખવું કે તૈયારી લખીને કરવી જેથી બોર્ડની પરીક્ષામાં લખવામાં તકલીફ ના પડે અને સમય સર પેપર પણ પતી જાય.
NEET ની તૈયારી
  •  મિત્રો જો તમે નીટની પરીક્ષા આપી રહ્યા છો તો તમારે કોન્સેપ્ટ સમજી અને તૈયારી કરવી જરૂરી છે એટલે કે NCERT ની  એક એક લાઇન ની  સમજણ હોવી જોઈએ. એટલે કે NCERT ના દરેક પ્રકરણ સમજણથી તૈયાર કરેલા હોવા જોઈએ જો NCERT દરેક પ્રકરણ તૈયાર કરેલા હશે તો પછી તમે અત્યારના સમયમાં વધારેમાં વધારે MCQ એટલે કે વૈકલ્પિક પ્રશ્નો ની પ્રેક્ટિસ જરૂરી છે.  NEET માટે ૧૫૦ દિવસ બાકી છે. બાકીના બધા જ દિવસોમાં પ્રત્યેક દિવસમાં જો તમે 60 MCQ સમજીને પ્રેક્ટિસ કરો છો તો NEET પૈસા આવે ત્યાં સુધી 9000 MCQ થઇ જશે. 
  • અને પરીક્ષાના છેલ્લા દિવસ માં તમે આટલું તો કરી જ શકો. છેલ્લા એક મહિનામાં સતત 20 દિવસ માં 20 NEET ના સંપૂર્ણ પેપર જાતે 3 કલાક નો સમય આપી પરીક્ષા માં જે રીતે લખતા હોય એમજ લખવાં. જેથી પરીક્ષાનો ભય દૂર થાય અને પ્રેક્ટિસ પણ થઈ જશે.
આત્મવિશ્વાસ અને મેહનત કરવાની ધગસ જરૂરી
  • મિત્રો તમે કોઈપણ પ્રકારની પરીક્ષાની તૈયારી કરતા હોય તમને તમારા ઉપર વિશ્વાસ હોવો જોઈએ.  મિત્રો ઉપર જણાવેલ દરેક વસ્તુ હું તમને ખરેખર તમારા  રીઝલ્ટ લાવવાની ઈચ્છા હોય તો ઉત્સુકતા પણ જરૂરી છે.  મહેનત કરવાની ધગશ હોવી જરૂરી છે.
  • જો તમે તમને કેટલું આવડે છે અને કેટલું નથી આવડતું સાથે સાથે કેટલો સમય બાકી છે અને તેનું આયોજન કરવાનું જાણી લો તો દરેક પરીક્ષા તમને સરળ લાગશે અને તમે સરળતાથી સફળતા મેળવી શકશો
  • દરેક વિદ્યાર્થીને ભવિષ્ય માટે બેસ્ટ ઓફ લક અને ખૂબ જ સારું પરિણામ મેળવો એવી આશા.

તમને આ વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટમાં મને પૂછી શકો છો હું તમારા બધા જ પ્રશ્નો વિશે નવો આર્ટીકલ બનાવીશ અને તમારા બધા જ પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કરીશ.

                      ÷÷÷÷÷÷÷÷÷÷÷   BEST OF LUCK   ÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷

=====================================================

Mail- indiabiologymanishmevada@gmail.com

Connect with this mail for more knowledge of Biology

This Site helpful for UGC Net Examination 

It is also helpful for MCAT (Medical College Admission Test) united States, Australia, Canada and caribbean islands.

For Join With Me Mail Me 

Manish Mevada
M.Sc, M.Phil, B.Ed

THANK YOU.



Post a Comment

1 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Please do not enter any spam link or word in the comment box

Top Post Ad

Below Post Ad