Biology Test Series
Biology Test Series For NEET
Biology Test Paper
Biology Online Test
Free Biology Practice Test
ટેસ્ટ માટે ની સૂચના
NEET | GUJCET TEST | STD -11 | ટેસ્ટ - 81 | CHAPTER - 7
1. સૂક્ષ્મરસાંકુરો કે બ્રશ જેવી સપાટીવાળા સ્તંભાકાર અધિચ્છદ શેમાં જોવા મળે છે ?
( a ) પિત્તાશય ( b ) જઠર ( c ) આંત્રપુચ્છ ( d ) કંઠનળી
2. યકૃત , જઠર અને અન્નમાર્ગની અંદરની દીવાલ શાની બનેલી હોય છે ?
( a ) સરળ લાદીસમ ( b ) સરળ ઘનાકાર (c ) સરળ સ્તંભાકાર ( d ) કૂટ સ્તૃત અધિચ્છદ
3. શેમાં સંયુકત લાદીસમ અધિચ્છદ જોવા મળે છે ?
( a ) જઠર ( b ) કંઠનળી ( C ) આંતરડું ( d ) શ્વાસનળી
4. ખોટું યુગ્મ શોધો :
( A ) પક્ષ્મલ અધિચ્છદ - શ્વાસનિકા અને ફેલોપિયન નલિકા
( B ) સંયુકત અધિચ્છદ - લાળગ્રંથિઓની વાહિનીઓ
( C ) ઘટ્ટ નિયમિત સંયોજક પેશી - સ્નયાબંધ અને અસ્થિબંધ
( D ) તંતુઘટક પેશી - ત્વચામાં જોવા મળે છે
( a ) ( A ) & ( C ) ( b ) ( B ) & ( C ) ( c ) ( A ) & ( D ) ( d ) ફકત ( D )
5. બાહ્યકંકાલ ( દા . ત . પીંછા , નર , શીંગડા , ખુર ) શેમાંથી ઉદ્દભવેલું છે ?
( a ) સરળ સંયોજક પેશી (b ) અધિચ્છદીય પેશી ( C ) કંકાલપેશી ( d ) વાહકપેશી
6. અવકાશી જોડાણ એ ......
( a ) દ્રવ્યોને પેશીમાં લીક થતા રોકવામાં મદદરૂપ હોય છે .
( b ) પાસપાસેના કોષોને એકબીજા સાથે જોડી રાખવાનું કાર્ય કરે છે .
( c ) અધિચ્છદને સ્થિતિસ્થાપકતા પૂરી પાડે છે .
( d ) પાસપાસેના કોષોના કોષરસને જોડીને કોષને એકબીજા સાથે સંપર્ક સાધવામાં ઉત્તેજિત કરે છે
7. ...........માં પક્ષ્મલ અધિચ્છદ જોવા મળે છે .
( a ) અંડવાહિની ( b ) શ્વાસવાહીકાઓ ( C ) ગર્ભાશય ( d ) બધા જ
8. બ્રશ જેવી સપાટીવાળું અધિચ્છદ ( સૂક્ષ્માંકુરો ધરાવતું ) ........... માં જોવા મળે છે .
( a ) PCT ( b ) હેન્સેનો પાશ ( C ) સંગ્રાહક નિલકા ( d ) બાઉમેનની કોથળી
9. સરળ અધિચ્છદ કયું લક્ષણ ધરાવે છે ?
( a ) તેઓ છૂટાછવાયા ગોઠવાયેલા હોય છે . ( b ) તેઓ નિશ્ચિત આવરણ બનાવે છે .
( C ) સતત વિભાજન પામે છે અને અંગોના કાર્યમાં મદદરૂપ છે . ( d ) એક પણ નહિ
10. અધિચ્છદીય પેશીના અનુસંધાનમાં ખોટું વિધાન શોધો .
( a ) તે મુકત સપાટી ધરાવે છે .
( b ) તે કેટલાક સમયે શરીરના તરલનો સામનો કરે છે .
( c ) તે કેટલાક સમયે બાહ્ય પર્યાવરણનો સામનો કરે છે .
( d ) તે કેટલીક વાર અંગોના મધ્યબંધારણીય ભાગોની રચના કરે છે
11. ફેફસાના વાયુકોષ્ઠો માં જોવા મળે છે.
(a) ઘનાકાર અધિચ્છદ (b) પક્ષ્મલ અધિચ્છદ (c) આપેલ બંને (d) એક પણ નહિ.
( 12 ) નીચે પૈકી કયું ઘન જેવા કોષોનું બનેલું છે ?
( a ) ફેલોપિયન નલિકાનું અધિચ્છદ ( b ) PCT નું અધિચ્છદ
( c ) જઠરનું અધિચ્છદ ( d ) કોટરનું અધિચ્છદ
( 13 ) અધિચ્છદીય પેશી એ છે .
( a ) સંરક્ષણાત્મક આવરણ ( b ) પ્રજનનીક રચના ( C ) ચેતાકોષો ( d ) કણિકાઓ
( 14 ) સ્નાયુ શેના દ્વારા અસ્થિ સાથે જોડાયેલા હોય છે ?
( a ) કાસ્થિ ( b ) અસ્થિબંધો ( c ) બંને ( d ) મેદપૂર્ણ પેશી
( 15 ) આપણું હૃદય નીચેનામાંથી શાનું બનેલું છે ?
( i ) અધિચ્છદીય પેશી ( ii ) સંયોજક પેશી ( iii ) સ્નાયુ પેશી ( iv ) ચેતાકીય પેશી
( a ) ફકત ( ii ) ( b ) ફકત ( i ) & ( ii ) ( c ) ફકત ( ii ) , ( iii ) & ( iv ) ( d ) બધા જ
( 16 ) તંતુકોષો શેનો સ્ત્રાવ કરે છે ?
( a ) આધારક ( b ) તંતુઓ ( C ) સ્નાયુબંધ ( d ) કોષો
( 17 ) ચેતાકંદ એ .......... છે .
( a ) યકૃતની સંયોજક પેશી છે . ( b ) બરોળની સંયોજક પેશી છે .
( C ) મસ્તિષ્કની સંયોજક પેશી છે . ( d ) થાઈરોઈડની સંયોજક પેશી છે .
( 18 )........ દ્વારા કાસ્થિનું આધારક ઉત્પન્ન થાય છે .
( a ) કાસ્થિકોષો ( b ) કાસ્થિવિનાશક ( c ) અસ્થિકોષ ( d ) હિસ્ટીયોસાઈટ
( 19 ) મનુષ્યની ત્વચાનું અધિચર્મ શાનું બનેલું છે ?
( a ) તે શ્લેષ્મી સંયોજક પેશી ( b ) મેંદપૂર્ણ સંયોજક પેશી
( c ) તંતુઘટક સંયોજક પેશી ( d ) અભિરંજિત સંયોજક પેશી
( 20 ) સરળ સંયોજક પેશીના ભક્ષકકોષોને શું કહેવાય છે ?
( a ) તંતુસર્જક કોષો ( b ) માસ્ટકોષો ( c ) મઘ્યોતક કોષો ( d ) બૃહદ ભક્ષક કોષો
( 21 ) ત્વચાને નીચેના સ્નાયુઓ સાથે જોડતો પટલ શાનો બનેલો છે ?
( a ) અધિચ્છદીય પેશી ( b ) પીળી તંતુમય સંયોજક પેશી ( c ) મેદપૂર્ણ સંયોજક પેશી ( d ) તંતુ ઘટક સંયોજક પેશી
22. નીચે પૈકી વિશિષ્ટ સંયોજક પેશી છે ?
( a ) કાસ્થિ ( b ) અસ્થિ ( c ) રુધિર ( d) બધા જ
23. .........માં રુધિરકોષો અસ્થિમજજા દ્વારા ઉત્પન્ન થાય છે .
( a ) બધા અસ્થિઓ ( b ) કેટલાક અસ્થિઓ ( c ) મોટાભાગના અસ્થિઓ ( d ) એક પણ નહિ
24. શેમાં કાસ્થિ જોવા મળે છે ?
( a ) કરોડસ્તંભ અને ઉપાંગોના પાસપાસેના અસ્થિઓની વચ્ચે ( b ) લાંબા અસ્થિની મધ્યમાં
( c ) બંને ( d ) એક પણ નહિ
25. સસ્તનના કર્ણપટલ શાના વડે આધાર થયેલા છે ?
( a ) કાચવત્ કાસ્થિ ( b ) કેલ્શિયમયુકત કાસ્થ
( c ) સ્થિતિસ્થાપક કાસ્થિ ( d ) સફેદ તંતુમય સંયોજક પેશી
26. બે લાંબા અસ્થિઓના છેડા શાના દ્વારા જોડાયેલા હોય ?
( a ) કાસ્થિ ( b ) સ્નાયુઓ ( C ) અસ્થિબંધો ( d ) સ્નાયુબંધો
27...........માં માસ્ટકોષો આવેલા છે
( a ) સંયોજક પેશી ( b ) અધિચ્છદીય પેશી ( C ) કંકાલ પેશી ( d ) ચેતા પેશી
28. રૂધિર શ્વેતકણો ........ છે .
( a ) અધિચ્છદીય ( b ) અંતઃસ્તરી ( c ) ગ્રંથિમય ( d ) સંયોજક
29. કઈ નિર્બળ સંયોજક પેશી છે ?
( a ) તંતુઘટક ( b ) અસ્થિ ( c ) રુધિર ( d ) કાસ્થિ
30. અસ્થિ મુખ્યત્વે શાના બનેલા છે ?
( a ) કેલ્શિયમ અને મેગ્નેશિયમ ( b ) કલ્શિયમ અને કોલેજન
( c ) કેલ્શિયમ અને સલ્ફર ( d ) કેલ્શિયમ અને આયર્ન
31. અળસિયામાં વલયિકા કયા ખંડોમાં આવેલી છે ?
( a ) 19 , 20 , 21 ( b ) 14 , 15 , 16 ( c ) છેલ્લા 3 ખંડો ( d ) પહેલા 3
32. અળસિયામાં મુખ ધરાવતો ખંડ કયો છે ?
( a ) ડયુટેરોસ્ટેમિયમ ( b ) મુખાગ્ર ( C ) પરિતુંડ ( d ) રંધ્રક
33. ....... માં અળસિયાનાં નરજનનછિદ્રો જોવા મળે છે .
( a ) 14 માં ખંડ ( b ) 17 , 19 ( c ) 18 ( d ) 10 , 11
34. ...... ..સિવાયના બધા શરીર ખંડોમાં વજ્રકેશો જોવા મળે છે .
( a ) છેલ્લા ખંડ ( b ) પ્રથમ ખંડ ( C ) વલયિકા ખંડ ( d ) પ્રથમ , છેલ્લો તથા વલયિકા ખંડો
35. ..........ખંડમાં ફેરેટિમના માદા જનનછિદ્રો જોવા મળે છે .
( a ) 15 ( b ) 16 ( c ) 14 (d) 18
36. અળસિયામાં કયા પ્રકારનું અવખંડન જોવા મળે છે ?
( a ) વિષમખંડી ખંડતા ( b ) સમખંડીય ખંડતા ( C ) કૂટ અવખંડન ( d ) દ્વિઅવખંડન
37. અળસિયું શેના દ્વારા હલનચલન કરે છે ?
( a ) સ્નાયુઓ ( b ) વજ્રકેશ ( c ) પેરાપોડીયા ( d ) વજ્રકેશ અને સ્નાયુઓ
38. અળસિયું શેના દ્વારા શ્વસન કરે છે ?
( a ) વલયિકા ( b ) કંકતઝાલર ( C ) ભેજયુકત ત્વચા ( d ) આંત્રવલન
39. કયું પ્રાણી શ્વસન કરે છે પરંતુ તે શ્વસનઅંગ ધરાવતું નથી?
( a ) દેડકો ( b ) વંદો ( c ) માછલી ( d ) અળસિયું
40. અળસિયામાં આંત્રવલનનું કાર્ય ?
( a ) પાચકરસોના સ્ત્રાવ ( b ) રૂધિરપ્રવાહનું નિયંત્રણ ( નિયમન )
( C ) ખોરાકનું ઈમલ્સીફિકેશન કરે ( d ) પાચિત ખોરાક માટે શોષકસપાટી વધારે છે .
41. અળસિયામાં આંત્રવલન કયા ખંડથી શરૂઆત થાય છે ?
( a ) 15 ( b ) 9 ( c ) 26 ( d ) 27
42. ફેરેટિમામાં પેષણી ........
( a ) શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે ( b ) પાચિત ખોરાકનું શોષણ કરે છે
( c ) ઉત્સર્જન કરે છે . ( d ) ખોરાકનો ભૂકો કરે છે
43. અળસિયા ........ રૂધિર અધિરંજક ધરાવે છે .
( a ) હિમોગ્લોબિન ( b ) હિમોસાયનીન ( c ) હિમેટીન ( d ) મેલેનીન
44. અળસિયામા હૃદયોની એકજોડ કયા ખંડમાં આવેલી છે ?
( a ) 9 , 10 , 14 અને 15 ( b ) 7 , 9 , 12 અને 13 .
( c ) 6 , 7 , 9 અને 10 ( d ) એક પણ નહિ
45. અળસિયાં વિશે કયું વાકય સત્ય છે ?
( a ) રૂધિર ભૂર હોય છે .
( b ) રૂધિર લાલ હોય છે પરંતુ હિમોગ્લોબિન કોષરમાં દ્રાવ્ય હોય છે .
( C ) રૂધિર અભિરંજક એ હિમોસાયનીન હોય છે .
( d ) રૂધિર લાલ હોય છે પરંતુ હિમોગ્લોબિન RBC માં દ્રાવ્ય હોય છે .
46. પાશ્વીય અન્નાલીય હૃદયો ......... ને જોડે છે .
( a ) પૃષ્ઠવાહિની અને વક્ષવાહિની
( b ) ઉપરની અન્નનાલીય અને પાશ્વીય અન્નાલીય વાહિની
( c ) પૃષ્ઠવાહિની , ઉપરિ અન્નાલીય વાહિની અને વક્ષવાહિની
( d ) પૃષ્ઠવાહિની અને અધોચેતાવાહિની
47. ફેરેટિમાની કંઠનાલીય ઉત્સર્ગિકા ......... ખંડોમાં જોવા મળે છે .
( a ) 6 , 7 અને 8 ( b ) 5 , 6 અને 7 ( c ) 3 , 4 અને 5 ( d ) 4 , 5 અને 6
48. અળસિયાની વિટપીય ઉત્સર્ગિકા.........
( a ) ઉત્સર્જન માટે જવાબદાર છે . ( b ) બધા શરીરખંડોમાં હાજર છે .
( C ) સપાટીને ભેજવાળી રાખવા માટે હોય છે . ( d ) 4 , 5 , 6 ખંડોમાં આવેલી છે
49. નીચેનામાંથી કઈ રચના ફેરેટિમાના 7 મા અને 9 મા ખંડમાં જોવા મળે છે ?
( a ) કંઠનાલીય ઉત્સર્ગિકા ( b ) પાર્શ્વ હૃદયો ( C ) શુક્ર સંગ્રહાશયો ( d ) પાશ્વીય અન્નાલીય હૃદયો
50. અળસિયાની વિટપીય ઉત્સર્ગિકા .......... માં ઉત્સર્જિતદ્રવ્યો ઠાલવે છે .
( a ) શરીરગુહા ( b ) કંઠનળી ( C ) શરીર સપાટીની બહાર ( d ) આંતરડાની ગુહા
51. અળસિયામાં કયા ખંડોમાં શુક્રસંગ્રહાશયો જોવા મળે છે ?
( a ) 6 , 7 , 8 , 9 ( b ) 4 , 5 , 6 , 7 ( c ) 5 , 6 7 , 8 ( d ) 3 , 4 , 5 , 6
52. વલયિકાનું કાર્ય ?
(a ) શુક્રાણુ સંગ્રહ ( b ) અંડઘર - નિર્માણ ( C ) મૈથુનક્રિયા ( d ) એક પણ નહિ
53. વંદામાં આવેલ અધોજમ્ભ.....`
( a ) નાના અને દળવા માટેના દાંત યુકત હોય છે . ( b ) લાંબુ તથા અણીદાર હોય છે
( c ) દાંત વિનાનું નાનું જડબું હોય છે . ( d ) લાંબુ તથા ગૂંચળામય હોય છે
54. કઈ રચના વંદામાં અધો ઓષ્ઠ તરીકે જાણીતી છે ?
( a ) અધિજમ્ભ ( b ) વક્ષજમ્ભ ( c ) ચિબુકાંગ ( d ) અધઃચિબુકાંગ
55. વંદાની પાંખો મુખ્યત્વે.............માં મદદ કરે છે .
( a ) ઈંડા મુકવા ( b ) ખોરાક પકડવા ( c ) પ્રજનનનો સાથીને શોધવા (d ) રક્ષણ આપવા
56. નર અને માદા વંદા વચ્ચે ભિન્નતા દર્શાવતો લાક્ષણિક ગુણધર્મ ......... છે.
( a ) સ્પર્શકો ( b ) જમ્ભ ( c ) પુચ્છ શૂળ ( d ) પુચ્છ કંટિકા
57. વંદાનું બર્હિકંકાલ ...... નું બનેલું હોય છે .
( a ) કાસ્થિ ( b ) કયુટિકલ (c ) કાઈટીન ( d ) એમિનો એસિડ
58. વંદામાં અંઘાંત્રો શેમાંથી ઉદ્દભવે છે ?
( a ) અન્ન - સંગ્રહાશય ( b ) પેષણી (c) મધ્યાંત ( d ) મળદ્વાર
59. વંદોએ ........... છે.
( ૩ ) નિશ્રાહારી ( b ) તૃણાહારી ( c ) માંસાહારી ( d ) રૂધિરભક્ષી
60. વંદાના હૃદયમાં આવેલા ખંડોની સંખ્યા ........ છે .
( a ) 5 ( b ) 9 ( c ) 13 ( d ) 16
1.B, 2. C, 3.B, 4.D, 5. B, 6.D, 7.D, 8.A, 9.B, 10.D, 11.D, 12. B, 13.A, 14.C, 15.D, 16. C, 17.C, 18. A, 19. B, 20. D, 21. D, 22. D, 23. B, 24. A, 25. C, 26. C, 27.A 28. D, 29. A, 30. B, 31.B, 32.C, 33.C, 34.D, 35.C, 36.B, 37.D, 38.C, 39.D, 40.D, 41.D, 42.D, 43.A, 44.B, 45.B, 46.C, 47.D, 48.A, 49.B, 50.D, 51.A, 52.B, 53.A, 54.B, 55.D, 56.D, 57.C, 58.C, 59.A, 60.C
Mail- indiabiologymanishmevada@gmail.com
Please do not enter any spam link or word in the comment box