NEET Biology Concept Material
NEET Biology Examination
NEET Biology Tips
NEET Biology Study Material
Board Exam Most IMP theory
નમસ્તે મિત્રો પ્રકરણ - 9 - ખાધ ઉત્પાદનો માં ઉન્નતીકરણ માટેની કાર્યનીતિ જેમાંથી બોર્ડ ની પરીક્ષા માટે મહત્વના પ્રશ્નો પુછાય છે એમાંથી 2 અને 3 માર્ક્સ ની થીઅરી પૂછી શકાય છે તો કેટલાક મહત્વના (Most IMP For Board Examination) પ્રશ્નો અહીં લખેલા છે ધ્યાનથી તૈયાર કરવા.
3 માર્કસ ની થિયરી
- ક્ષેત્રની હવામાન પરિસ્થિતિ અનુરૂપ ઉચ્ચ ઉત્પાદન ક્ષમતાવાળી સારી જાત ( નસલ ) રાખવી .
- પશુઓનો આહાર વૈજ્ઞાનિક દષ્ટિકોણ આધારિત રાખવો .
- ઢોરને આપવામાં આવતા ચારાની માત્રા અને તેની ગુણવત્તા પર વધુ ભાર આપવામાં આવે .
- પશુઓના રહેઠાણની સારી વ્યવસ્થા, પૂરતું પાણી તેમજ રોગમુક્ત વાતાવરણની જાળવણી કરવામાં આવે.
- પશુ ચિકિત્સકની નિયમિત મુલાકાતની વ્યવસ્થા ગોઠવવી.
- પશુને દોહવાની, દૂધ તેમજ દૂધમાંથી બનતી બનાવટોનો સંગ્રહ તથા પરિવહન દરમિયાન ચોક્કસપણે સફાઈ તથા સ્વાથ્યની જાળવણી રાખવામાં આવે.
- ડેરી - વ્યવસાયની બધી પ્રક્રિયાઓ યંત્રો દ્વારા થયેલી હોવાથી વ્યક્તિના સીધા સંપર્કમાં આવવાની તક રાખવામાં ન આવે
- આ બાબતના કડક અમલીકરણ માટે તેમનો યોગ્ય સૂચિક રાખવો અને સમયાંતરે તેનું નિયમિત નિરીક્ષણ કરવું .
- અંતઃસંવર્ધન એટલે એક જ જાતનાં ગાઢ સંકલિત પ્રાણીઓ વચ્ચે 4-6 પેઢીઓ સુધી કરવામાં આવતું પ્રજનન .
- પ્રજનન પ્રેરવા માટે સૌપ્રથમ એક જ જાતનાં શ્રેષ્ઠ નર અને શ્રેષ્ઠ માદાને શોધી કાઢવા અને તેઓનું ( આ જોડીનું ) સમાગમ કરાવવું .
- ફળસ્વરૂપે પ્રાપ્ત સંતતિનું મૂલ્યાંકન કરવું અને તેમાંથી શ્રેષ્ઠ નર અને શ્રેષ્ઠ માદાને શોધી આગામી સમાગમ માટે પસંદ કરવા .
- શ્રેષ્ઠ માદા તરીકે , ગાય કે ભેંસ હોઈ શકે . જે પ્રત્યેક દૂધસ્ત્રાવણે વધુ દૂધ આપે છે .
- જ્યારે બીજી બાજુ , શ્રેષ્ઠ નર એટલે આખલો, જે અન્ય નરની સાપેક્ષે શ્રેષ્ઠતમ સંતતિ ઉત્પન્ન કરી શકે છે . અંતઃસંવર્ધનથી સમયુગ્મતા નું પ્રમાણ વધે છે .
- આથી જો આપણે કોઈ પ્રાણીમાં તેની શુદ્ધ જાત મેળવવા માંગીએ છીએ , તો અંતઃસંવર્ધન જરૂરી છે . અંતઃસંવર્ધન નુકસાનકારક પ્રચ્છન્ન જનીનોને બહાર લાવે છે . જેને પસંદગી દ્વારા દૂર કરી શકાય છે .
- તે શ્રેષ્ઠ જનીનોની જમાવટ કરવામાં અને અનિશ્ચિત ( ઓછા ઉત્કૃષ્ટ ) જનીનોને દૂર કરવામાં મદદ કરે છે .
- આ અભિગમમાં જ્યાં દરેક સોપાને પસંદગીનો અવકાશ હોવાથી , અંતઃસંવર્ધિત વસ્તીની ઉત્પાદકતામાં વધારો કરે છે ,
- સતત અંતઃસંવર્ધન , ખાસ કરીને નિકટતમ અંતઃસંવર્ધન , ફળદ્રુપતા અને ઉત્પાદકતામાં ઘટાડો પ્રેરે છે , જેને અંતઃસંવર્ધન દબાણ કહે છે .
- આ સમસ્યા ઊભી થાય ત્યારે , અંતઃસંવર્ધિત વસ્તીનાં પ્રાણીઓનું , તે જ જાતનાં અસંબંધિત શ્રેષ્ઠ પ્રાણીઓ સાથે સમાગમ કરાવવાથી , ફળદ્રુપતા અને નીપજ ( ઉત્પાદકતા ) ને પુનઃ સ્થાપિત કરી શકાય છે .
બહીરસંકરણ
- તે એક જ જાતનાં એવાં પ્રાણીઓ વચ્ચે કરાતો સમાગમ જેમાં વંશાવલી અનુસાર 4-6 પેઢીઓ સુધી બંને પ્રાણીઓના કોઈ સામાન્ય પૂર્વજ હોવા ન જોઈએ આ પ્રકારે ઉત્પન્ન થતી સંતતિ સીધી જ બર્ણિસંકર જાત તરીકે ઓળખાય છે.
- આ પદ્ધતિ એવાં પશુઓ માટે ઉપયોગી છે , જેઓની દૂધ ઉત્પાદન - ક્ષમતા ઓછી હોય તેમજ માંસ માટે ઉપયોગી હોય તેવાં પ્રાણીઓના માંસનો દર વધારે છે .
- માત્ર એકવારનું બર્ણિસંવર્ધન એ અંતઃસંવર્ધન દબાણને દૂર કરવામાં ઉપયોગી છે .
- પર સંવર્ધન
- આ પદ્ધતિમાં એક જાતનાં શ્રેષ્ઠ નરને અન્ય જાતની શ્રેષ્ઠ માદા સાથે સમાગમ કરાવવામાં આવે છે
- પર સંવર્ધન દ્વારા બે ભિન્ન જાતનાં ઇચ્છિત લક્ષણોનો સમન્વય સાધી શકાય છે
- આ રીતે મળતી સંતતિ સીધી જ વ્યવસાયિક ઉત્પાદનમાં ઉપયોગી છે નવી સ્થાયી જાતોના વિકાસ માટે તેઓ અંતઃસંકરણ અને પસંદગીના સ્વરૂપે ઉપયોગી છે .
- જેથી નવી સ્થાયી જાતો એ વર્તમાન જાતોથી શ્રેષ્ઠ હોઈ શકે .
- આ અભિગમ દ્વારા ઘણી નવી પ્રાણી જાતો આ રીતે વિકસાવવામાં આવી છે .
- પંજાબમાં વિકસિત હિસારડેલ ઘેટાંની નવી જાત છે . જે બિકાનેરી ઘેટી અને મરીનો ઘેટાં વચ્ચેના સંકરણની નીપજ છે .
- multiple ovulation embryo transfer technology ( MOET ) એ એવો કાર્યક્રમ છે જેના દ્વારા ગૌ - પશુ - સુધારણા કરી શકાય છે .
- આ પદ્ધતિમાં ગાયને , FSH જેવા અંતઃસ્ત્રાવની સારવાર આપવામાં આવે છે , જેથી અંડપુટિકાઓનું પરિપક્વન પ્રેરાય અને વધુ અંડસર્જન ( super ovulation ) થાય છે .
- સામાન્ય રીતે દરેક ચક્રે ઉત્પન્ન થતા 1 અંડકોષના સ્થાને 6-8 અંડકોષો સર્જાય છે .
- પ્રાણીને સર્વશ્રેષ્ઠ આખલા સાથે કે કૃત્રિમ વીર્યસંચન દ્વારા સમાગમિત કરાય છે .
- 8-32 કોષીય અવસ્થાના ફલિત અંડકોષોને શસ્ત્રક્રિયા વગર મેળવી , તેને સરોગેટ માતા ( ભાડૂતી માતા ) માં સ્થળાંતરિત કરાય છે .
- આ પદ્ધતિનો ઉપયોગ ઢોરઢાંખર , ઘેટાં , સસલાં , ભેંસ , ઘોડા વગેરેમાં કરાઈ ચૂક્યો છે .
- માદાની વધુ દૂધ આપતી જાતો અને ઉચ્ચ ગુણવત્તા ( ઓછું મેદવાળું માંસ ) વાળા માંસ આપતા આખલા વગેરેને સફળતાપૂર્વક સંવર્ધિત કરી શકાય છે .
- જેથી કરીને ટૂંક સમયમાં ટોળા નું કદ ( સંખ્યા ) વધે છે .
- ધાન્ય , કઠોળ , શાકભાજી , ફળ વગેરેના પારંપરિક કૃષિ - ઉત્પાદનનો દર એટલો નથી કે તે મનુષ્ય અને પ્રાણીઓની વધતી જતી જનસંખ્યાની જરૂરિયાતને પૂર્તિ કરી શકે .
- શાકાહારથી માંસાહારમાં પરિવર્તન પણ ધાન્યની માંગને પહોંચી વળે એમ નથી
- કારણ કે , 1 કિગ્રા પ્રાણી માંસના સંવર્ધન માટે 3-10 કિગ્રા અનાજની આવશ્યકતા રહે છે .
- 25 ટકાથી પણ વધુ માનવવસ્તી ભૂખમરા અને કુપોષણનો શિકાર છે .
- મનુષ્ય અને પ્રાણીઓમાં પ્રોટીન પોષણ માટેના વૈકલ્પિક સ્રોતોમાંનો એક સ્રોત એકકોષજન્ય પ્રોટીન છે .
- ઔદ્યોગિક સ્તરે સંવર્ધિત કરવામાં આવતા સૂક્ષ્મ જીવો પ્રોટીનનો એક સારો સ્ત્રોત છે.
- નીલહરિતલીલ જેવી કે સ્પાયરૂલિના ને બટાટાના પ્રોસેસિંગ પ્લાન્ટ ( જેમાં સ્ટાર્ચ હોય છે ), ઘાસની સળીઓ, મોલાસીસ, પ્રાણીજ ખાતર અને ગટરના પાણી ( સુએઝ ) વગેરે પર સરળતાથી ઉછેરી શકાય છે.
- જે વિપુલ માત્રામાં પ્રોટીન, ખનીજ, મેદ , કાર્બોદિત અને વિટામિનથી ભરપૂર ખોરાક તરીકે ગરજ સારે છે. આકસ્મિક રીતે તેઓ પર્યાવરણીય પ્રદૂષણને પણ ઘટાડે છે. કેટલાક બેકટેરિયા જેવા કે, મિથાયલોફિલસ મિથાયલોટ્રોફસ બેક્ટરિયા તેમના ઉચ્ચ જૈવભાર ઉત્પાદન અને વૃદ્ધિને કારણે 25 ટનપ્રોટીન ઉત્પન્ન
- કરવાની ક્ષમતા ધરાવે છે .
- એ પણ સત્ય છે કે ઘણા લોકો મશરૂમનો આહાર તરીકે ઉપયોગ કરે છે અને મોટા પાયે તેના ઔદ્યોગિક ઉત્પાદન પર વિશ્વાસ બેસે છે કે સૂક્ષ્મ જીવો પણ આહાર તરીકે સ્વીકૃત થઈ શકે છે .
- લોક તંદુરસ્તીમાં સુધારો કરવા માટે સંવર્ધિત પાકોમાં વિપુલ માત્રામાં વિટામિન્સ અને ખનીજ તત્ત્વો તેમજ સ્વાસ્થવર્ધક પ્રોટીન હોવા જરૂરી છે .
- સુધારેલ પોષણ ગુણવત્તા માટે કરવામાં આવતા સંવર્ધનમાં નીચેના મુદ્દાઓને ધ્યાનમાં લેવામાં આવે છે :
- ( i ) પ્રોટીન - પ્રમાણ અને ગુણવત્તા
- ( ii ) તૈલ - પ્રમાણ અને ગુણવત્તા
- ( iii ) વિટામિન પ્રમાણ અને
- ( iv ) લઘુ પોષકતત્ત્વો તથા ખનીજ - પ્રમાણ
- વર્ષ 2000 માં , વિકસિત મકાઈની સંકર જાતમાં હાલની મકાઈની જાત કરતાં લાયસિન અને ટ્રિપ્ટોફેન એમિનોએસિડનું પ્રમાણ બેગણું નોંધાયું.
- ઘઉંની જાત, એટલાસ 66 , તેના ઉચ્ચ પ્રોટીન મૂલ્યને કારણે , ઘઉંનો સુધારેલ પાક મેળવવા માટે દાતા તરીકે ઉપયોગી છે
- સામાન્ય વપરાશમાં લેવાતી ચોખાની જાતમાં હોય તેના કરતાં પાંચગણું આયર્ન - મૂલ્ય ધરાવતી ચોખાની જાત વિકસાવવાનું શક્ય બન્યું છે .
- ભારતીય કૃષિ સંશોધન સંસ્થા ( Indian Agricultural Research Institute , IARI ) એ ન્યુ દિલ્હી ખાતે , શાકભાજીના એવા પાકો બહાર પાડ્યા છે જે વિટામિન A અને ખનીજની વિપુલ સમૃદ્ધ કારેલાં , ચીલની ભાજી, રાઈ , ટામેટાં ; આયર્ન ( લોહ ) અને કૅલ્શિયમથી ભરપૂર માત્રા ધરાવે છે .
- દા.ત. , વિટામિન A થી ભરપૂર ગાજર , પાલક , કોળું, વિટામિન C થી પાલક અને ચીલની ભાજી તથા પ્રોટીનથી સમૃદ્ધ કઠોળ ( શિમ્બ ) જેવાં કે વાલ વાલોળ, ફણસી અને વટાણા.
મિત્રો આ પ્રશ્નો સિવાય પણ બીજા પ્રશ્નો પુછાઈ શકે છે ઉપર લખેલા પ્રશ્નો મહત્વના અને તમને પ્રેક્ટિસ થાય એ હેતુથી બનાવેલ છે જે સંપૂર્ણ NCERT બેઝ છે.
========================================
Please do not enter any spam link or word in the comment box