NEET Biology Concept Material
NEET Biology Examination
NEET Biology Tips
NEET Biology Study Material
Board Exam Most IMP theory
નમસ્તે મિત્રો પ્રકરણ - 9 - ખાધ ઉત્પાદનો માં ઉન્નતીકરણ માટેની કાર્યનીતિ જેમાંથી બોર્ડ ની પરીક્ષા માટે મહત્વના પ્રશ્નો પુછાય છે એમાંથી 2 અને 3 માર્ક્સ ની થીઅરી પૂછી શકાય છે તો કેટલાક મહત્વના (Most IMP For Board Examination) પ્રશ્નો અહીં લખેલા છે ધ્યાનથી તૈયાર કરવા.
2 માર્કસ ની થિયરી
- ( 1 ) વૃદ્ધિદરમાં વધારો
- ( 2 ) દૂધ આપવાની ક્ષમતામાં વધારો
- ( 3 ) ગુણવત્તાસભર દૂધ , માંસ , ઈંડાં , ઊન જેવી પેદાશો
- ( 4 ) રોગો સામે લડવાની પ્રતિકારક શક્તિ
- ( 5 ) પ્રજનન અવધિમાં વધારો અને
- ( 6 ) પ્રજનનનો ઊંચો દર
- ખોરાક કે ઇંડાં માટે ઉપયોગમાં લેવાતા પાલતુ પક્ષીઓ નો વર્ગ મરઘાં છે .
- લાક્ષણિક રીતે તેમાં મરઘાં ઉપરાંત બતક , ક્યારેક ટર્કી અને હંસનો પણ સમાવેશ થાય છે .
- મરઘાંઉછેર વ્યવસ્થાપનનાં અગત્યનાં પાસાં :
- રોગમુક્ત અને યોગ્ય જાત ( નસલ ) ની પસંદગી
- યોગ્ય અને સલામત ફાર્મની પરિસ્થિતિ
- યોગ્ય ખોરાક તેમજ પાણીની વ્યવસ્થા
- સ્વચ્છતા તેમજ સ્વાથ્યની જાળવણી વગેરે
- બર્ડ બ્લ્યુ વાઇરસ વિરોધી રસી દ્વારા ચેપ પર નિયંત્રણ અને પ્રતિકારકતાની જાળવણી મહત્ત્વની છે
- બર્ડ બ્લ્યુ વાઇરસના ચેપના કારણે ઈંડાં તેમજ ચિકનના વપરાશ પર પ્રભાવી અસર જોવા મળી હતી .
- પ્રાણીઉછેરના આ અભિગમમાં બે ભિન્ન સંબંધિત જાતિના નર અને માદા વચ્ચે પ્રજનન કરાવવામાં આવે છે .
- કોઈ સંજોગોમાં સંતતિમાં બંને પિતૃનાં ઇચ્છિત લક્ષણો ઉદ્ભવે છે .
- ખચ્ચર ( Mule ) તેનું જાણીતું ઉદાહરણ છે .
- તે માદા ઘોડાની સાથે નર ગધેડાના સંકરણથી ઉત્પન્ન થયેલી સંતતિ છે .
- મધમાખીઓના સ્વભાવ અને આદતો / પ્રકૃતિનું જ્ઞાન
- મધપૂડાને રાખવા માટે યોગ્ય સ્થળની પસંદગી
- મધમાખીના ઝૂંડ ને પકડવું અને તેને મધપૂડામાં ઉછેરવું .
- ભિન્ન ઋતુઓમાં મધપૂડાનું વ્યવસ્થાપન
- મધ અને માખીના મીણને જાળવવું અને એકત્રિત કરવું .
- ભિન્નતા નું એકત્રિકરણ
- મૂલ્યાંકન અને પિતૃઓ ની પસંદગી
- પસંદ કરેલ પિતૃ વચ્ચે પર સંકરણ
- ઉચ્ચ પુનઃસંયોજિત જાતોની પસંદગી અને પરીક્ષણ
- નવી જાતિઓનું પરીક્ષણ મુક્તિ અને વ્યાપારીકરણ
- સૂર્યમુખી , રાઈ , સફરજન , નાસપતિ વગેરે ઘણા પાક માટે મધમાખી પરાગવાહક તરીકે વર્તે છે .
- પાક પર પુષ્પોદ્ભવ સમય દરમિયાન જો મધપૂડાને ખેતરમાં રાખવામાં આવે તો પરાગનયનની ક્ષમતા વધી જાય છે . તેથી પાક અને મધ બંનેના ઉત્પાદનમાં લાભ થાય છે .
- મધ ઉચ્ચ પોષણમૂલ્ય ધરાવતો આહાર છે . આયુર્વેદમાં પણ ઉપયોગી છે .
- સોંદર્ય - પ્રસાધનો , વિવિધ પ્રકારની પૉલિશ , કાર્બન પેપર , મીણબત્તી વગેરેની બનાવટમાં મીણ મહત્ત્વનું છે.
- ઇચ્છિત લક્ષણોનો સમન્વય ધરાવતી વનસ્પતિઓની ઓળખ માટે જનનરસનું મૂલ્યાંકન કરવામાં આવે છે
- આ રીતે પસંદગી કરેલી વનસ્પતિઓનું બહુગુણન કરી , સંકરણ માટે તેમનો ઉપયોગ કરવામાં આવે છે .
- આ પ્રકારે શક્ય હોય ત્યાં ઇચ્છનીય લક્ષણ ધરાવતી શુદ્ધ સંતતિ ઉત્પન્ન કરી શકાય છે .
- સેકેરમ બારબેરી ( Saccharumn barberi ) ને મૂળરૂપે ઉત્તર ભારતમાં ઉગાડવામાં આવતી હતી .
- પરંતુ તેમાં શર્કરાનું પ્રમાણ ખૂબ ઓછું અને ઉત્પાદન પણ ઘણું ઓછું હતું .
- જ્યારે દક્ષિણ ભારતમાં ઉષ્ણકટિબંધમાં ઊગતી સેકેરમ ઓફિસિનેમ
- જાડું પ્રકાંડ અને વધુ શર્કરાની માત્રા ધરાવતી હતી .
- પરંતુ તે ઉત્તર ભારતમાં સારો વિકાસ દર્શાવી શકી નથી .
- આ બંને જાતિઓનું સફળ રીતે સંકરણ યોજીને , તેમનાં ઇચ્છિત લક્ષણોનો સમન્વય સાધીને , વધુ ઉત્પાદન , જાડું પ્રકાંડ , ઉચ્ચ શર્કરા અને ઉત્તર ભારતમાં ઊગી શકવાની ક્ષમતા ધરાવતી જાત વિકસાવવામાં આવી.
મિત્રો આ પ્રશ્નો સિવાય પણ બીજા પ્રશ્નો પુછાઈ શકે છે ઉપર લખેલા પ્રશ્નો મહત્વના અને તમને પ્રેક્ટિસ થાય એ હેતુથી બનાવેલ છે જે સંપૂર્ણ NCERT બેઝ છે.
========================================
Please do not enter any spam link or word in the comment box