NEET Biology Concept Material
NEET Biology Examination
NEET Biology Tips
NEET Biology Study Material
Board Exam Most IMP theory
નમસ્તે મિત્રો પ્રકરણ - 7- ઉદ્દવિકાસ જેમાંથી બોર્ડ ની પરીક્ષા માટે મહત્વના પ્રશ્નો પુછાય છે એમાંથી 2 અને 3 માર્ક્સ ની થીઅરી પૂછી શકાય છે તો કેટલાક મહત્વના (Most IMP For Board Examination) પ્રશ્નો અહીં લખેલા છે ધ્યાનથી તૈયાર કરવા.
3 માર્કસ ની થિયરી
1. નોંધ લખો - ડ્રાયોપિથેક્સ તથા રામાપિથેક્સ, હોમો ઈરેક્ટસ અને હોમો હેબિલસ
- ડ્રાયોપિથેક્સ તથા રામાપિથેક્સઃ
- આ પ્રાઇમેટ 15 મિલિયન વર્ષ પૂર્વે અસ્તિત્વમાં આવ્યા .
- તેઓ વાળ ધરાવતા હતા . ગોરીલા અને ચિમ્પાન્ઝીની જેમ ચાલતા હતા .
- ડ્રાયોપિથેક્સ વધુ એપ જેવા જ્યારે રામાપિથેક્સ વધુ માનવ જેવા હતા .
- હોમો ઇરેટ્સ:
- આશરે 1.5 મિલિયન વર્ષ પૂર્વે અસ્તિત્વ ધરાવતા હતા .
- ( તેને જાવા મૅન કે પૅકિંગ મૅન પણ કહે છે . )
- 1891 માં તેમના અશ્મિ જાવામાંથી શોધાયા છે .
- -મગજની ક્ષમતા લગભગ 900 CC હતી . - સંભવતઃ માંસ ખાતા હતા .
- હોમો હેબિલિસ :
- શોધવામાં આવેલા અસ્થિઓમાં કેટલાંક અસ્થિઓ ભિન્ન હતા .
- આ જીવને પ્રથમ માનવ જેવા કહેવાયા .
- મગજની ક્ષમતા 600 – 800 CC હતી .
- તે સંભવતઃ માંસ ખાતા નહોતા .
- હાર્ડી અને વેઈનબર્ગ ને અસર કરતા પરિબળો નીચે પ્રમાણે છે
- 1. જનીન - સ્થળાંતરણ ( જનીન - પ્રવાહ ) :
- જ્યારે વસતિના કોઈ ભાગનું અન્ય ભાગની વસતિમાં સ્થળાંતર થાય છે , ત્યારે મૂળભૂત અને નવી વસતિની જનીન આવૃત્તિ ફેરફાર પામે છે .
- નવા જનીનો ( વૈકલ્પિક કારકો ) નવી વસતિમાં ઉમેરાય છે અને મૂળ વસતિમાંથી દૂર થાય છે .
- વારંવાર થતી આ ઘટનાને જનીન - સ્થળાંતરણ કે જનીન - પ્રવાહ કહે છે .
- 2. જનીનિક વિચલનઃ
- વસતિના વૈકલ્પિક કારકોની આવૃત્તિમાં થતા મોટા ફેરફારને જનીનિક વિચલન કહે છે . -
- તેના કારણે ભિન્ન જાતિ વિકસે છે . મૂળભૂત વિચલિત વસતિ સ્થાપક બને છે . આ અસરને સ્થાપક અસર કરે છે .
- ૩. વિકૃતિ :
- વસતિના લક્ષણમાં આવતા એકાએક મોટા ફેરફારને વિકૃતિ કહે છે .
- ઉદ્વિકાસ માટે વિકૃતિ કારણભૂત છે , કારણ કે તે ભિન્નતા સર્જે છે .
- 4. જનીનિક પુનઃસંયોજન :
- જનનકોષોના નિમણિ દરમિયાન પુનઃસંયોજનને કારણે સર્જાતી ભિન્નતા ભવિષ્યની પેઢીમાં જનીનોની તેમજ વૈકલ્પિક કારકોની આવૃત્તિમાં ફેરફાર સર્જે છે ,
- 5. પ્રાકૃતિક પસંદગી :
- પૂર્વ અસ્તિત્વ ધરાવતી લાભદાયક વિકૃતિ જ્યારે પસંદગી પામે ત્યારે તેના પરિણામે નવા સ્વરૂપ પ્રકારો જોવા મળે છે .
- નવા સ્વરૂપ પ્રકાર ( ભિન્નતા ) વારસાગમન પામી અસ્તિત્વ ટકાવે છે .
- વધુ પ્રજનનક્ષમ બની મોટી સંખ્યામાં સંતતિ સર્જે છે .
- આ કોઈ પણ ધટકને કારણે સર્જાતી ભિન્નતા ભવિષ્યની પેઢીમાં વૈકલ્પિક કારકોની આવૃત્તિના ફેરફારમાં પરિણમે છે અને હાર્ડવેઇનબર્ગ સમતુલાને અસર કરે છે .
- ડાર્વિન
- તેણે જણાવ્યું કે ઉદ્વિકાસ માટે પ્રાકૃતિક પસંદગી કારણભૂત છે
- તેણે સૂચવ્યું કે ભિન્નતા નાની અને દિશાસૂચક છે .
- તેણે ભિન્નતાના ઉદ્ભવને અવગણી છે .
- તે ભિન્નતાનું વારસાગમન સમજાવી શક્યા નહીં .
- હ્યુગો- વ્રિશ
- તેણે જણાવ્યું કે ઉદ્વિકાસ માટે વિકૃતિ કારણભૂત છે .
- તેણે સૂચવ્યું કે વિકૃતિ યાદચ્છિક અને દિશાવિહીન છે .
- તેણે ભિન્નતાના ઉદ્ભવ માટે વિકૃતિને જવાબદાર ગણી .
- તેણે ભિન્નતાનું વારસાગમન સમજાવ્યું .
- ઉદ્વિકાસ અંગે ડાર્વિનવાદનો મુખ્ય સાર પ્રાકૃતિક પસંદગી છે .
- નવા સ્વરૂપો પ્રગટ થવાનો દર જીવનકાળ સાથે સંકળાયેલો હોય છે
- સૂક્ષ્મ જીવો ઊંચી ગુણનક્ષમતા ધરાવે છે અને કલાકોમાં લાખોની સંખ્યા પ્રાપ્ત કરે છે .
- આપેલા માધ્યમમાં ધારો કે વૃદ્ધિ પામતી બૅક્ટરિયાની વસાહત A ખાદ્ય ઘટકોનો ઉપયોગ કરવાની ક્ષમતાના સંદર્ભમાં વિવિધતા ધરાવે છે .
- માધ્યમના બંધારણમાં ફેરફાર કરવામાં આવે તો વસતિનો ફક્ત તે જ ભાગ બાકી રહેશે , જે નવી બદલાયેલી પરિસ્થિતિમાં ટકી રહે .
- આ ભાગ ધારો કે B છે . એક નિશ્ચિત સમય દરમિયાન આ ભિન્નરૂપ વસતિનું કદ વધશે અને નવી જાતિ તરીકે અસ્તિત્વમાં આવશે .
- નવી પરિસ્થિતિ હેઠળ B ની યોગ્યતા A કરતાં વધુ સારી છે તેમ કહી શકાય .
- પ્રકૃતિ યોગ્યતમને જ પસંદ કરે છે અને યોગ્યતાઓ વારસાગત લાક્ષણિકતાઓ ઉપર આધારિત છે . - પસંદગી અને ઉદ્વિકાસ પામવા માટે જનીનિક આધાર હોવો જોઈએ .
- કેટલાક સજીવો બદલાતા પર્યાવરણમાં ટકી રહેવા માટે વધુ સારી રીતે અનુકૂલિત થયેલા હોય છે . આથી યોગ્યતા એ અનુકૂલન પામવાની ક્ષમતા અને પ્રકૃતિ દ્વારા પસંદગી પામવા માટેનું અંતિમ પરિણામ છે .
- પ્રાકૃતિક પસંદગી દ્વારા ઉદ્વિકાસનું સમર્થન ઇંગ્લેન્ડમાં ફૂદાં Moth ) પરના અવલોકન પરથી આપી શકાય છે .
- 1850 માં ઔદ્યોગિકીકરણ પહેલાં એકત્રિત કરવામાં આવેલાં ફૂદાં પૈકી સફેદ પાંખોવાળાં ફૂદાં ઘેરી પાંખોવાળાં ( મેલેનાઇઝડ ) ફૂદાં કરતાં વધારે પ્રમાણમાં મળતા હતા .
- 1920 માં ઔદ્યોગિકીકરણ બાદ આ જ વિસ્તારમાં ઘેરી પાંખવાળાં ફૂદાં વધુ જોવા મળ્યા , એટલે કે અગાઉના અવલોકન કરતાં પ્રમાણ વિપરીત મળ્યું .
- વિરોધાભાસી પૃષ્ઠભૂમિમાં શિકારીઓ ફૂદાની જગ્યા શોધે છે .
- ઔદ્યોગિકીકરણ પછીના સમયગાળામાં ધુમાડા અને મેશને કારણે વૃક્ષના થડ ઘેરા કાળા રંગના બને છે .
- આ પરિસ્થિતિની અસર હેઠળ શિકારીઓ સફેદ પાંખવાળા ફૂદાંને સરળતાથી શોધી ખોરાક તરીકે ઉપયોગ કરતા હોવાથી , તેઓ પોતાનું અસ્તિત્વ ટકાવી શક્યા નહિ .
- પરંતુ ઘેરી પાંખવાળા ( મેલેનાઇઝડ ) ફૂદાં ટકી રહ્યા . -
- ઔદ્યોગિકીકરણ પહેલાં વૃક્ષના થડ પર સફેદ રંગની લાઇકેનની ગીચ વૃદ્ધિ હતી .
- આ પૃષ્ઠભૂમિમાં સફેદ પાંખવાળાં ફૂદાં અસ્તિત્વ ટકાવી શક્યા , પરંતુ શિકારીઓ દ્વારા ઘેરી પાંખવાળા ફૂદાં ખવાઈ ગયા .
- ઔદ્યોગિકીકરણ પછી પ્રદૂષિત વિસ્તારમાંથી લાઇકેન નષ્ટ થઈ ગઈ . આમ , જે ફૂદાં રંગઅનુકૂલન ધરાવતા હતા તેઓ તેમનું અસ્તિત્વ ટકાવી શક્યા .
- જ્યાં ઔદ્યોગિકીકરણ થયું નથી તેવા વિસ્તારોમાં મેલેનિક ફૂદાંની સંખ્યા ઓછી છે .
મિત્રો આ પ્રશ્નો સિવાય પણ બીજા પ્રશ્નો પુછાઈ શકે છે ઉપર લખેલા પ્રશ્નો મહત્વના અને તમને પ્રેક્ટિસ થાય એ હેતુથી બનાવેલ છે જે સંપૂર્ણ NCERT બેઝ છે.
========================================
Please do not enter any spam link or word in the comment box