NEET Biology Concept Material
NEET Biology Examination
NEET Biology Tips
NEET Biology Study Material
Board Exam Most IMP theory
નમસ્તે મિત્રો પ્રકરણ - 7- ઉદ્દવિકાસ જેમાંથી બોર્ડ ની પરીક્ષા માટે મહત્વના પ્રશ્નો પુછાય છે એમાંથી 2 અને 3 માર્ક્સ ની થીઅરી પૂછી શકાય છે તો કેટલાક મહત્વના (Most IMP For Board Examination) પ્રશ્નો અહીં લખેલા છે ધ્યાનથી તૈયાર કરવા.
2 માર્કસ ની થિયરી
1. મિલરના પ્રયોગનું રાખાકિય નિરૂપણ દર્શાવતી ફક્ત નામ નિર્દેશિત આકૃતિ દોરો2. વિશિષ્ટ સર્જનવાદ ના ત્રણ મુદ્દા જણાવો
- વિશિષ્ટ સર્જનવાદ પ્રમાણે ઉદ્વિકાસ અંગે શક્યતાઓ :
- ( 1 ) પ્રથમ શક્યતા મુજબ વર્તમાનમાં જોવા મળતા બધા જ સજીવો આ જ સ્વરૂપે ઉત્પન્ન થયેલા હોવા જોઈએ .
- ( 2 ) બીજી શક્યતા મુજબ ઉત્પત્તિ સમયે જેવી જૈવવિવિધતા હતી તેવી જ ભવિષ્યમાં પણ રહેશે .
- ( 3 ) ત્રીજી શક્યતા મુજબ પૃથ્વી લગભગ 4000 વર્ષ જૂની છે .
- અન્સર્ટ હેકલ વૈજ્ઞાનિકે ઉદ્વિકાસનો ગર્ભવિદ્યાકીય આધાર આપ્યો .
- તેમના અવલોકન આધારે સમજાવ્યું કે બધા પૃષ્ઠવંશીઓમાં ગર્ભય તબક્કા દરમિયાન કેટલાંક લક્ષણો સમાન હોય છે , પરંતુ પુખ્તોમાં અભાવ હોય છે .
- ઉદા . , માનવ સહિતના બધા જ પૃષ્ઠવંશીઓના ગર્ભમાં શીર્ષની પાછળ અવશિષ્ટ ઝાલરફાટની હરોળ વિકસે છે , પરંતુ તે ફક્ત મત્સમાં જ કાર્યરત હોય છે . અન્ય પુખ્ત પૃષ્ઠવંશીઓમાં અદશ્ય થઈ જાય છે .
- કાર્લ અન્સર્ટ અને વોન બાયેર તેમના દ્વારા કરવામાં આવેલા અભ્યાસ દ્વારા હેકલ સમજૂતીને નકારવામાં આવી છે . તેમણે જણાવ્યું કે ગર્ભ અન્ય પ્રાણીઓના પુખ તબક્કાઓમાંથી ક્યારેય પસાર થતો નથી .
- જે અંગો સમાન કાર્યો કરતાં હોય પરંતુ મૂળભૂત ઉત્પત્તિ અને અંત : સ્થ રચનામાં અસમાન હોય , તેમને કાર્યસદશ અંગો કહે છે .
- કાર્યની સમાનતા સાથે સંકળાયેલા રચનાકીય સામ્યતાને કાર્યસહશતા કહે છે .
- ( 1 ) પતંગિયાની પાંખ અને પક્ષીની પાંખ રચનાની દષ્ટિએ સમાન નથી , છતાં સમાન કાર્ય કરે છે
- ( 2 ) ઑક્ટોપસ અને સસ્તનોની આંખ
- ( 3 ) પેંગ્વિન અને ડોલ્ફિનના ફ્લિપર્સ સમાન નિવાસસ્થાનોમાં જુદા જુદા સમૂહોના સજીવોને સમાન અનુક્લનો વિકસાવવા પડે છે .
- ( 4 ) ખોરાકસંગ્રહી મૂળ ( શક્કરિયું ) અને ખોરાકસંગ્રહી પ્રકાંડ ( બટાટા ) . સમાન કાર્ય માટે વિકાસ પામતી ભિન્ન રચનાઓ કેન્દ્રાભિસારી ઉદ્વિકાસ સૂચવે છે .
- તૃણનાશકો , કીટનાશકો વગેરેના વધુ પડતા ઉપયોગના પરિણામે ઓછા સમયગાળામાં પ્રતિરોધક જાતોની પસંદગી થઈ .
- સુકોષકેન્દ્રી સજીવો / કોષો સામે પ્રતિજૈવિક દ્રવ્યો ( ઍન્ટિબાયોટિક ) નો ઉપયોગ કરવામાં આવે છે .તેથી ખૂબ ઓછા સમય મહિનાઓમાં કે વર્ષોમાં પ્રતિરોધક સજીવો / કોષો દેખાવા માંડ્યા છે.
- આ માનવપ્રેરિત ક્રિયાઓ દ્વારા થતા ઉદ્દવિકાસ ઉદાહરણો પરથી સૂચવી શકાય કે , પ્રકૃતિમાં તકની ઘટનાઓ અને સજીવોમાં વિકૃતિની તકને આધારે ઉદ્દવિકાસ સ્ટૉકૅસ્ટિક પ્રક્રિયા છે .
6. હાર્ડી વેઈનબર્ગ સિદ્ધાંત જણાવી સમજાવો
- આ સિદ્ધાંત વડે આપેલી વસતિમાં જનીનનાં વૈકલ્પિક સ્વરૂપો કે જનીનસ્થાનની આવૃત્તિ શોધી શકાય છે .
- હાર્ડવેઇનબર્ગ સિદ્ધાંત : વસતિમાં વૈકલ્પિક કારકોની આવૃત્તિ સ્થિર રહે છે અને પેઢી - દર - પેઢી અચળ જળવાઈ રહે છે .
- વસતિના કુલ જનીનો અને તેના વૈકલ્પિક કારકો જનીન - સેતુ તરીકે ઓળખાય છે .
- વસતિમાં જનીન - સેતુ આગળ રહે તેને જનીન - સમતુલન કહે છે .
- ધારો કે કારક A ની આવૃત્તિ P , જ્યારે તેના વૈકલ્પિક કારક a ની આવૃત્તિ q છે . બધા જ વૈકલ્પિક કારકોની આવૃત્તિઓના સરવાળાને 1 લેવામાં આવે , તો
- ( p + q ) 2 = p2 + 2pq + q2 = 1
- જ્યાં p² = AA , 2pq = Aa અને q2 = aa જ્યારે માપવામાં આવતી આવૃત્તિ અપેક્ષિત મૂલ્યથી ભિન્ન હોય , તો તે ઉદ્રિકાસીય ફેરફારની વ્યાપકતા દર્શાવે છે
- હાર્ડી - વેઇનબર્ગ સમતુલા અથવા જનીન - સમતુલામાં ખલેલ એટલે એક વસતિમાં વેકલ્પિક કારકોની આવૃત્તિમાં ફેરફાર .
- તેના પરિણામે ઉદ્વિકાસ થાય છે તેવું સમજાવાય છે .
પ્રાકૃતિક પસંદગી દ્વારા દોરવાતી ઉદ્વિકાસની સ્થિતિ
Mail- indiabiologymanishmevada@gmail.com
- 1. સ્થિર : તેમાં ઘણા વ્યક્તિગત સજીવો સરેરાશ લક્ષણો પ્રાપ્ત કરે છે .
- 2. દિશાસૂચક ( Directional ) ઃ તેમાં ઘણા વ્યક્તિગત સજીવો સરેરાશ લક્ષણો ઉપરાંત વધારાનાં લક્ષણો પ્રાપ્ત કરે છે .
- 3. વિક્ષેપક / ભંગાજનક ( Distruptive ) : તેમાં વધુ સભ્યોમાં વિતરણ વક્રના બંને છેડાનાં લક્ષણો પ્રાપ્ત કરે છે .
- 75,000 – 10,000 વર્ષ અગાઉ હિમયુગ દરમિયાન આફ્રિકામાં વિકસિત થયા .
- સમગ્ર ખંડોમાં સ્થળાંતરિત થયા અને ભિન્ન જાતોમાં વિકસિત થયો .
- લગભગ 10,000 વર્ષ પૂર્વે કૃષિના આરંભ સાથે માનવ - વસાહત શરૂ થઈ , -
- 18,000 વર્ષ પૂર્વે પ્રાગૈતિહાસિક ગુફા - કલાનો વિકાસ થયો.
મિત્રો આ પ્રશ્નો સિવાય પણ બીજા પ્રશ્નો પુછાઈ શકે છે ઉપર લખેલા પ્રશ્નો મહત્વના અને તમને પ્રેક્ટિસ થાય એ હેતુથી બનાવેલ છે જે સંપૂર્ણ NCERT બેઝ છે.
========================================
Please do not enter any spam link or word in the comment box