NEET Biology Concept Material
NEET Biology Examination
NEET Biology Tips
NEET Biology Study Material
Board Exam Most IMP theory
નમસ્તે મિત્રો પ્રકરણ - 14 - નિવસનતંત્ર જેમાંથી બોર્ડ ની પરીક્ષા માટે મહત્વના પ્રશ્નો પુછાય છે એમાંથી 2 અને 3 માર્ક્સ ની થીઅરી પૂછી શકાય છે તો કેટલાક મહત્વના (Most IMP For Board Examination) પ્રશ્નો અહીં લખેલા છે ધ્યાનથી તૈયાર કરવા.
2 માર્કસ ની થિયરી
- તે ઉત્પાદકો વડે સૌરઊર્જાના શોષણ સાથે શરૂ થાય છે .
- તેમાં ઊર્જાનો સ્ત્રોત સૂર્ય છે .
- જલજ નિવસનતંત્રમાં ચરીય આહારશૃંખલા ઊર્જાપ્રવાહનું મહત્ત્વનું સાધન છે .
- ચરીય આહારશૃંખલામાં સર્જાતો મૃત જૈવભાર મૃત અવશેષીય આહારશૃંખલા માટે ઉપયોગી છે .
- તે મૃત કાર્બનિક દ્રવ્યોના વિઘટકો વડે થતા વિઘટનથી શરૂ થાય છે .
- તેમાં ઊર્જાસ્રોત સજીવના મૃત અવશેષીય ઘટકો છે .
- સ્થળજ નિવસનતંત્રમાં મૃત અવશેષીય આહારશૃંખલા દ્વારા ઘણી વધારે ઊર્જા પ્રવાહિત થાય છે .
- મૃત અવશેષીય આહારશૃંખલામાં સર્જાતા અકાર્બનિક દ્રવ્યો ચરીય આહારશૃંખલાના ઉત્પાદકો માટે ઉપયોગી છે .
- બે કે બે કરતાં વધારે પોષક સ્તરો સાથે સંબંધિત હોય તેવી જાતિઓને ગણતરીમાં લેવાતી નથી .
- તેનાથી રચાતી સરળ આહારશૃંખલાનું પ્રકૃતિમાં કદી પણ અસ્તિત્વ હોતું નથી .
- તેમાં આહારજાળનો સમાવેશ થતો નથી .
- નિવસનતંત્રમાં મહત્ત્વની ભૂમિકા ભજવતા મૃતોપજીવીઓને પરિસ્થિતિકીય પિરામિડમાં સ્થાન આપવામાં આવ્યું નથી.
5. શબ્દો સમજાવો - પ્રાથમિક ઉત્પાદકતા અને દ્રિતીય ઉત્પાદકતા
- પ્રાથમિક ઉત્પાદકતા :
- વનસ્પતિઓ દ્વારા ચોક્કસ સમયે પ્રતિએકમ વિસ્તારમાં પ્રકાશસંશ્લેષણ દરમિયાન ઉત્પન્ન થતા જૈવભાર કે કાર્બનિક પદાર્થોની માત્રાને પ્રાથમિક ઉત્પાદકતા કહે છે . તે વજન ( gm -2 ) કે ઊર્જા ( kcal m-2 ) ના સ્વરૂપે વ્યક્ત કરવામાં આવે છે .
- દ્વિતીય ઉત્પાદકતા :
- ઉપભોક્તાઓ દ્વારા નવા કાર્બનિક પદાર્થોના નિર્માણ ના દરને દ્વિતીય ઉત્પાદકતા કહે છે દ્વિતીય ઉત્પાદકતા ( SP ) = NPP - R
મિત્રો આ પ્રશ્નો સિવાય પણ બીજા પ્રશ્નો પુછાઈ શકે છે ઉપર લખેલા પ્રશ્નો મહત્વના અને તમને પ્રેક્ટિસ થાય એ હેતુથી બનાવેલ છે જે સંપૂર્ણ NCERT બેઝ છે.
========================================
Please do not enter any spam link or word in the comment box