Biology Test Series
Biology Test Series For NEET
Biology Test Paper
Biology Online Test
Free Biology Practice Test
ટેસ્ટ માટે ની સૂચના
1) કુલ પ્રશ્નો - 25 ,પ્રત્યેક સાચાં પ્રશ્નનના 4 ગુણ ગણવા. 2) કુલ ગુણ -100 3) ટેસ્ટ સમય - 25 મિનિટ. 4) આ Biology Test Series ના ટેસ્ટ જાતે પ્રામાણિકતાથી તમારી નોટ બુક માં લખવો અને પછી લખ્યા પછી જવાબ જોવા અને ગુણાંકન કરવું. 5) આ Biology Test Series તમારી પ્રેક્ટિસ હેતુ થી બનાવવામાં આવ્યા છે
Biology Test Series For NEET | પ્રકરણ -8 | ટેસ્ટ - 54| ધોરણ -11
1) કોષકેન્દ્રનો અભાવ હોય તેવા અન્નવાહક પેશીનો ઘટક છે
- ચાલનીકોષ
- સાથીકોષ
- ચાલનીનલિકા
- અન્નવાહક મૃદૂતક
2) તે રિબોઝોમલ RNA નું સક્રિય રીતે સંશ્લેષણ કરે
- કોષકેન્દ્ર
- કોષકેન્દ્રિકા આયોજન વિસ્તાર
- કોષકેન્દ્રરસ
- આપેલ તમામ
3) આ પ્રાણીમાં પક્ષ્મ જોવા મળે છે .
- પેરામીશિયમ
- યુગ્લીના
- અમીબા
- ઓપેલીના
4) વિધાન A : કોષ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે .
કારણ R : નવા કોષનું સર્જન પૂર્વે અસ્તિત્વ ધરાવતા કોષમાંથી થતું નથી
વિધાન A અને કારણ R માટે કયો વિકલ્પ સાચો છે ?
- A અને B બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે
- A અને B બંને સાચાં છે, પરંતુ R એ A ની સમજૂતી નથી
- A સાચું છે અને R ખોટું છે
- A ખોટું છે અને R સાચું છે
5) સક્રિય અને મંદ વહન વચ્ચે મુખ્ય ભેદ કયો છે ?
- સક્રિય વહન ઝડપી હોય છે
- મંદ વહન બિનપસંદગીમાન હોય છે
- મંદ વહન માટે શક્તિ જરૂરી છે
- સક્રિય વહન માટે શક્તિ જરૂરી છે
6) કઈ સંરચના પ્રાણીકોષમાં જોવા મળે છે, પરંતુ વનસ્પતિકોષમાં ગેરહાજર હોય છે ?
- તારાકેન્દ્ર છે
- ગોલ્ગીકાય છે
- કણાભસૂત્ર
- અંતઃકોષરસજાળ
7) સૂક્ષ્મનલિકા મુખ્યત્વે ક્યા પ્રોટીનની બનેલી હોય છે ?
- ઍક્ટિન
- ટકાઉ પ્રોટીન
- ટ્યુબ્યુલિન
- માયોસીન
8) આદિકોષકેન્દ્રીય કોષના રિબોઝોમ્સના બે પેટાએકમો
- 60 S + 50 s
- 40 s + 30 s
- 50 s + 30 s
- 60 s + 40 s
9) કોષરસસ્તર શેનું બનેલું હોય છે ?
- કાર્બોહાઇડ્રેટ અને ચરબી
- કાર્બોદિત અને પ્રોટીન
- પ્રોટીન અને લિપિડ
- માત્ર લિપિડ
10) ફ્લુઇડ મોઝેઇક મૉડેલમાં કોષરસસ્તર માટે શું સાચું નથી
- કેન્દ્રસ્થ પ્રોટીનનું દ્વિસ્તરીય પડ
- ફૉસ્ફોલિપિડનું દ્વિસ્તરીય પડ
- જલવિતરાગી અધુવીય પૂંછડી
- જલાનુરાગી ધ્રુવીય શીર્ષ
11) ઉચ્ચ કક્ષાની વનસ્પતિના હરિતકણનું સ્ટ્રોમા શું ધરાવે છે ?
- પ્રકાશ આધારિત પ્રક્રિયાના ઉન્સેચકો
- રિબોઝોમ્સ છે
- ક્લોરોફિલ
- અંધકાર પ્રક્રિયાના ઉસેચકો
12) કણાભસૂત્રના સંદર્ભમાં કયું વિધાન સત્ય નથી ?
- તે DNA ધરાવે છે
- તે ક્રિસ્ટી ધરાવે છે
- શક્તિનો સંગ્રહ કરે છે અને મુક્ત કરે છે
- તે 0.02 - 1.0 m વ્યાસ અને 1,0 – 4.11 m લંબાઈ ધરાવે છે
13) વિધાન P : દરેક કોષમાં કણાભસૂત્રની સંખ્યા તે કોષની દેહધાર્મિક ક્રિયાઓ ઉપર આધારિત નથી
વિધાન Q : વનસ્પતિકોષ અને પ્રાણીકોષ બંનેમાં કણાભસૂત્ર આવેલા છે .
વિધાન P અને Q માટે કયો વિકલ્પ સાચો છે ?
- A. વિધાન P સાચું અને વિધાન Q ખોટું છે
- વિધાન Q સાચું અને વિધાન P ખોટું છે
- વિધાન P અને Q બંને સાચાં છે
- વિધાન P અને Q બંને ખોટાં છે
14) તે નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે ?
- હરિતકણ અને કણાભસૂત્રમાં આંતરિક વિવિધતા હોય છે થાયલેકૉઇડનો અવકાશ થાયલેકૉઇડ પટલથી આવરિત નથી.
- હરિતકણ અને કણાભસૂત્ર બંને DNA ધરાવે છે
- સામાન્યતઃ હરિતકણ કણાભસૂત્ર કરતાં મોટું હોય છે
- હરિતકણ અને કણાભસૂત્ર બંને અંતઃ અને બાહ્ય આવરણ ધરાવે છે
15) કોષકેન્દ્રિકા એ ...
- કોષકેન્દ્ર પાસે કોષરસમાં જોવા મળતી ગોળાકાર રચના છે
- કોષકેન્દ્રની અંદર આવેલી અને r - RNA અને રંગસૂત્રદ્રવ્ય ધરાવતી ગોળાકાર રચના છે
- કોષકેન્દ્ર પાસે આવેલી દંડાકાર રચના છે
- આપેલ પૈકી એક પણ નહીં
16) વનસ્પતિકોષમાં રસધાની ..
- પટલવિહીન રચના છે
- પટલવિહીન તથા સંગૃહિત પ્રોટીન અને લિપિડ ધરાવે છે
- પટલથી આવરિત તથા સંગૃહિત પ્રોટીન અને લિપિડ ધરાવે છે
- પટલથી આવરિત જેમાં વિવિધ દ્રવ્યો સંચિત અને ઉત્સર્જિત થાય છે
17) કોષરસકંકાલ શેનું બનેલું છે ?
- કેલોઝ
- સેલ્યુલોઝયુક્ત સૂક્ષ્મ તંતુઓ
- પ્રોટીનયુક્ત તંતુ છે
- CaCO3 ની કણિકાઓ
18) કશાનો પોલો તંતુ કયા પ્રોટીનનો બનેલો હોય છે ?
- ઍક્ટિન
- ફ્લેજેલિન
- હિસ્ટોન
- કેરોટિન
19) રૉબર્ટસને કઈ રજૂઆત કરી છે ?
- એકમ પટલના સંકલ્પના
- ફલૂઇડ - મોઝેઇક મૉડેલ છે
- A અને B બંને
- આપેલ પૈકી એક પણ નહીં
20) કણાભસૂત્રમાં ઑક્સિડેટિવ ફૉસ્ફોરાયલેશન માટે જરૂરી ઘટકો કોણ ધરાવે છે ?
- બાહ્યપડ
- મધ્યપડ
- આધારક છે
- F1 કણ
21) કોષની કઈ અંગિકામાં ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડનું સંશ્લેષણ થાય છે ?
- કણાભસૂત્ર
- ગોલ્ગીકાય છે
- રિબોઝોમ
- અંત:રસ જાળ
22) ઘન ભક્ષણ અને પ્રવાહી ભક્ષણ ક્રિયામાં મહત્ત્વની કોષીય અંગિકા કઈ છે ?
- લોમાઝોમ
- લાયસોઝોમ
- પૉલિસોમ
- મેસોઝોમ
23) સુકોષકેન્દ્રી કોષમાં વલયાકાર- DNA ધરાવતી અંગિકાનું યુગ્મ કયું છે ?
- લાયસોઝોમ - રિબોઝોમ
- રિબોઝોમ - હરિતકણ
- હરિતકણ - કણાભસૂત્ર
- કણાભસૂત્ર - લાયસોઝોમ
24) કોષકેન્દ્રપટલના બાહ્યપડ અને અંતઃપડ વચ્ચે શું હોય છે ?
- પરિકોષકેન્દ્રીય અવકાશ
- રંગસૂત્રદ્રવ્ય
- કોષકેન્દ્રતંતુઓ
- કોષકેન્દ્રપટલ છિદ્રો
25) સુકોષકેન્દ્રી કોષમાં કોષવિભાજનની કઈ અવસ્થામાં રંગસૂત્રોનો આકાર સ્પષ્ટ બને છે ?
- પૂર્વાવસ્થા
- ભાજનાવસ્થા
- ભાજનોત્તરાવસ્થા
- ભાજનાન્તિમ અવસ્થા
÷÷÷÷÷÷÷÷÷÷÷ BEST OF LUCK ÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷
=====================================================
ANSWER KEY
01 -3 02 -2 03 -1 04 -3 05 -4 06 -1 07 -3 08 -3 09 -3 10 -1 11 -4
12 -4 13 -2 14 -1 15 -2 16 -4 17 -3 18 -2 19 -1 20 -4 21 -2 22 -2
23 -3 24 -1 25 -2
Mail- indiabiologymanishmevada@gmail.com
Please do not enter any spam link or word in the comment box