Biology Test Series
Biology Test Series For NEET
Biology Test Paper
Biology Online Test
Free Biology Practice Test
ટેસ્ટ માટે ની સૂચના
1) કુલ પ્રશ્નો - 25 ,પ્રત્યેક સાચાં પ્રશ્નનના 4 ગુણ ગણવા. 2) કુલ ગુણ -100 3) ટેસ્ટ સમય - 25 મિનિટ. 4) આ Biology Test Series ના ટેસ્ટ જાતે પ્રામાણિકતાથી તમારી નોટ બુક માં લખવો અને પછી લખ્યા પછી જવાબ જોવા અને ગુણાંકન કરવું. 5) આ Biology Test Series તમારી પ્રેક્ટિસ હેતુ થી બનાવવામાં આવ્યા છે
Biology Test Series For NEET | પ્રકરણ -8 | ટેસ્ટ - 53| ધોરણ -11
1) યુગ્મનજમાંથી સજીવદેહના સર્જનમાં કયું વિભાજન થાય છે ?
- સમસૂત્રીભાજન
- અર્ધસૂત્રીભાજન
- A અથવા B
- આપેલ પૈકી એક પણ નહીં
2) સુકોષકેન્દ્રી અને આદિકોષકેન્દ્રી બંને કોષોમાં કઈ અંગિકા જોવા મળે છે ?
- કણાભસૂત્ર
- ગોલ્ગીકાય
- રિબોઝોમ
- કોષકેન્દ્રિકા
3) આદિકોષકેન્દ્રી કોષમાં કોષરસપટલથી વિભેદિત વિશિષ્ટ સ્વરૂપની રચના કયા નામથી ઓળખાય છે ?
- પિલી
- મેસોઝોમ
- ન્યુક્લિૉઇડ
- તલસ્થ કાય
4) કયા રંગસૂત્ર પાસે સૅટેલાઇટ તરીકે ઓળખાતી રચના જોવા મળે છે ?
- A. મેટાસેન્ટ્રિક
- સબમેટાસેન્ટ્રિક
- એક્રોસેન્ટ્રિક
- ટેલોસેન્ટ્રિક
5) પક્ષ્મ કે કશાની રચનામાં કુલ કેટલી સૂક્ષ્મનલિકાઓ હોય છે
- 18
- 20
- 27
- 30
6) બહુકોષી પ્રાણીના દરેક કોષનું જનીનદ્રવ્ય સરખું હોય છે કારણ કે ...
- તે યુગ્મનજના સમસૂત્રીભાજનથી સર્જાય છે
- તે યુગ્મનજના અર્ધસૂત્રીભાજનથી સર્જાય છે
- તે યુગ્મનજના અસૂત્રીભાજનથી સર્જાય છે
- તે જાતિનું સાતત્ય જાળવી રાખે છે.
7) કોષનું સંપૂર્ણ ક્ષમતા લક્ષણ એટલે
- યુગ્મનજમાં થતું સમવિભાજન
- દેહના દરેક કોષમાં એકસરખું જનીનદ્રવ્ય
- શરીરનો કોઈ પણ કોષ સમગ્ર દેહનું સર્જન કરે
- બધા કોષો એક જ કોષમાંથી ઉત્પન્ન થાય . O
8) યુગ્મનજ....
- બહુકોષી સજીવ જીવનની શરૂઆત કરતો એક કોષ છે
- નર જનનકોષ અને માદા જનનકોષના મિલનથી બનતી રચના છે
- લિંગી પ્રજનન દ્વારા સર્જાતો પ્રથમ દ્વિકીય કોષ છે
- આપેલ તમામ
9) પ્રાણીકોષો પાતળું કોષરસસ્તર ધરાવે છે. ”આ વિધાન કોણે કર્યું છે ?
- થીઓડોર શવૉન
- માથીસ શ્લેઇડન
- A અને B બંને
- રુડોલ્ફ વિશેષ
10) વિધાન A : દેહના દરેક કોષમાં જનીનદ્રવ્ય એકસરખું હોય છે
કારણ R : કોષ આવશ્યકતા પ્રમાણે પ્રજનન કરે છે
વિધાન A અને કારણ R માટે કયો વિકલ્પ સાચો છે ?
- A અને B બંને સાચાં છે અને R એ A ની સાચી સમજૂતી છે
- A અને B બંને સાચાં છે, પરંતુ R એ A ની સાચી સમજૂતી નથી
- A સાચું અને R ખોટું છે
- A ખોટું અને R સાચું છે
11) કોષરચનાના હાલના જ્ઞાનના સંદર્ભમાં કોષવાદ માટે ક્યું વિધાન સાચું છે ?
- હરિતકણ અને કણાભસૂત્ર જેવા ઉપકોષીય ઘટકના સંશોધન પછી કોષવાદમાં સુધારો જરૂરી છે
- આધુનિક કોષવાદ મુજબ દરેક સજીવ પ્રજનનક્ષમતા ધરાવતા કોષોથી બનેલો છે
- કોષવાદ સંપૂર્ણ સાચી સમજૂતી નથી , કારણ કે બધા જીવંત ઘટક કોષીય આયોજન ધરાવતા નથી ( દા . ત . , વાઇરસ )
- કોષવાદ મુજબ બધા જીવંત ઘટકો એવા કોષોથી બનેલા હોય છે , જે પ્રજનનક્ષમતા ધરાવે કે ન ધરાવે
12) માથીસ શલેઇડનની સમજૂતી કઈ છે ?
- કોષ જનીનદ્રવ્ય સ્વરૂપે માહિતીનો જથ્થો ધરાવે છે
- વનસ્પતિઓ જુદા જુદા પ્રકારના કોષોની બનેલી છે,વનસ્પતિ પેશીઓનું નિર્માણ કરે છે
- પ્રાણીકોષોની ફરતે પાતળું કોષરસસ્તર આવેલું છે
- વનસ્પતિકોષમાં કોષદીવાલની હાજરી હોય છે .
13) કોષવાદના અંતિમ સ્વરૂપમાં વિર્શાવે કઈ સમજૂતીનો સમાવેશ કર્યો છે ?
- સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ છે
- સજીવો કોષ અને કોષીય નીપજોના બનેલા છે
- પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોના વિભાજનથી નવા કોષોનું સર્જન થાય છે
- જીવંત વસ્તુનો લઘુતમ એકમ કોષ છે
14) સુકોષકેન્દ્રી કોષમાં રિબોઝોમ્સ કયા સ્થાને જોવા મળે
- કણિકામય અંતઃકોષરસજાળ
- હરિતકણ
- કણાભસૂત્ર
- આપેલ તમામ
15) પ્લામિડ ..
- બૅક્ટરિયાનું રંગસૂત્ર છે
- પ્લાસ્ટિડનું એક સ્વરૂપ છે
- બૅરિયાનું જીનોમિક DNA છે
- બૅક્ટરિયામાં વધારાના નાના ગોળાકાર DNA છે
16) કોષરસસ્તર એ કઈ પ્રકૃતિ ધરાવતું પટલ
- પ્રવેશશીલ
- અર્ધપ્રવેશશીલ છે
- પસંદગીમાન પ્રવેશશીલ છે
- B અને C બંને
17) આદિકોષકેન્દ્રી કોષમાં ફેગોસાઇટ્સ અને વાઇરસના આક્રમણ સામે રક્ષણ આપતી રચના કઈ છે ?
- કોષરસસ્તર
- કોષદીવાલ
- પ્રાવર
- ફિમ્બ્રિ
18) ADP નું ATP માં રૂપાંતર થવાની ક્રિયા કયા નામથી ઓળખાય છે ?
- ફોટોફૉસ્ફોરાયલેશન
- ફૉસ્ફોરાયલેશન
- આધારક ફૉસ્ફોરીકરણ
- શક્તિત્યાગી છે
19) કેટલાક અણુઓને કોષની અંદર - બહાર અવરજવર કરવા દતા અને અન્ય અણુઓની અવરજવરને રોક્તા પટલ કયા પ્રકારના છે
- અપ્રવેશશીલ છે
- પ્રવેશશીલ છે
- અર્ધપ્રવેશશીલ છે
- પસંદગીમાન પ્રવેશશીલ
20) આદિકોષકેન્દ્રી કોષમાં બાહ્યકોષીય પૉલિમરનું ઉત્પાદન મા દ્વારા થાય છે ?
- કોષદીવાલના ઉન્સેચકોના ઉદ્દીપન દ્વારા
- ટાવરના ઉત્સચકોના ઉદ્દીપન દ્વારા
- કોષરસસ્તરના ઉત્સચકોના ઉદ્દીપન દ્વારા
- બાહ્યકોષીય પ્રવાહીના ઉત્સચકોના ઉદીપન દ્વારા
21) બૅક્ટરિયામાં મેસોઝોમ કોનામાંથી વિભેદિત થતી વિશિષ્ટ રચના છે ?
- કોષદીવાલ
- કોષરસસ્તર
- એકાકી રંગસૂત્ર
- પ્લામિડ DNA
22) જીવાણુકોષમાં ન્યુક્લિૉઇડ શું છે ?
- જનીનદ્રવ્ય
- જીનોમિક DNA ધરાવતો વિસ્તાર
- ન્યુક્લિઇક ઍસિડ અને મેસોઝોમનો સંકુલ
- એકાકી રંગસૂત્રમાં આવેલ DNA નો વિસ્તાર છે
23) જીવાણુના ગ્રામ પૉઝિટિવ અને ગ્રામ નેગેટિવ પ્રકાર શાના આધારે પડ્યા છે ?
- જીવાણુના ગ્રામમાં દળના આધારે
- ગ્રામ દ્વારા વિકસાવેલ અભિરંજન પદ્ધતિના આધારે
- ગ્રામ દ્વારા વિકસાવેલ વૃદ્ધિમાપન પદ્ધતિના આધારે
- પોષક દ્રવ્યોનો ગ્રામમાં ઉપયોગ કરવાની ક્ષમતાના આધારે
24) બૅક્ટરિયામાં લિંગી પ્રજનનમાં કઈ રચના મહત્ત્વની છે
- કશા છે
- કોષરસસ્તર
- પટલિકા
- ફિમ્બ્રિ
25) આદિકોષકેન્દ્રી કોષમાં સૂક્ષ્મકાય એ
- સંગ્રાહક કણિકાઓ છે
- પટલવિહીન રચના છે
- કોષરસમાં મુક્ત હોય છે
- આપેલ તમામ
÷÷÷÷÷÷÷÷÷÷÷ BEST OF LUCK ÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷
=====================================================
ANSWER KEY
01 -1 02 -3 03 -2 04 -3 05 -2 06 -1 07 -3 08 -4 09 -1 10 -2 11 -3 12 -2
13 -3 14 -4 15 -4 16 -4 17 -3 18 -2 19 -4 20 -3 21 -2 22 -2 23 -2 24 -4
25 -4
======================================
Mail- indiabiologymanishmevada@gmail.com
nice
ReplyDeleteSir, પ્રશ્ન 4 માં જવાબ મેટાસેન્ટ્રીક આવે, કેમકે દ્વિતિયક રચના સેટેલાઇટ એ ફક્ત મેટા સેન્ટ્રીક માં જ જોવા મળે છે.
ReplyDeleteAnswer page in NCERT :- 139
Please do not enter any spam link or word in the comment box