Type Here to Get Search Results !

Biology Test Series For NEET | પ્રકરણ -8 | ટેસ્ટ - 52 | ધોરણ -12

1


Biology Test Series

Biology Test Series For NEET

Biology Test Paper 

Biology Online Test

Free Biology Practice Test


ટેસ્ટ માટે ની સૂચના

1) કુલ પ્રશ્નો - 25 ,પ્રત્યેક સાચાં પ્રશ્નનના  4 ગુણ ગણવા. 2) કુલ ગુણ -100 3) ટેસ્ટ સમય - 25 મિનિટ. 4) આ Biology Test Series  ના ટેસ્ટ  જાતે પ્રામાણિકતાથી તમારી નોટ બુક માં લખવો અને પછી લખ્યા પછી જવાબ જોવા અને ગુણાંકન કરવું. 5) આ Biology Test Series તમારી પ્રેક્ટિસ હેતુ થી બનાવવામાં આવ્યા છે

Biology Test Series For NEET | પ્રકરણ -8 | ટેસ્ટ - 52| ધોરણ -12


1) દારુના સેવન પછી વ્યક્તિની ચાલ અસ્થિર બને છે , કારણ કે દારુની અસર ..... પર થાય છે 
  1. નાનું મગજ
  2. મોટું મગજ
  3. કરોડરજ્જુ
  4. મસ્તિષ્ક સ્તંભ 

2) X શરદીની દવા બનાવવામાં વપરાય છે ? 

  1. X = મોફિન 
  2. X = કોડીન
  3. X = હેરોઇન
  4. X = કોકેન 

3) કોડીન શું કાર્ય કરે છે ? 

  1. ઉલ્લાસની અનુભૂતિને પ્રેરે છે
  2. પીડાહારક દવા છે
  3. ભૂખને અવરોધે છે
  4. ઉત્તેજક તરીકે કાર્ય કરે છે 

4)  અફીણ , ભાંગ અને તમાકુ કઈ વનસ્પતિમાંથી મળે છે ? 

  1. પાયાવર , કેનાબિસ , નિકોટીઆના
  2. કેનાબિસ , પાયાવર , નિકોટીઆના
  3. નિકોટીઆના , કેનાબિસ , પાયાવર
  4. પાયાવર , નિકોટીઆના , કેનાબિસ

5) THC કોની સાથે સંકળાયેલું છે ? 

  1. પાયાવર
  2. કેનાબિસ 
  3. એરિર્થોઝાયલમ
  4. થીઓબ્રોમા

6) હશિશ અને ગાંજો શેમાંથી મેળવાય છે ? 

  1. પાપાવર
  2. કેનાબિસ 
  3. એરિર્થોઝાયલમ
  4. તમાકુ

7) અફીણના ડોડામાંથી મેળવેલ ક્ષીર ( પ્રવાહી ) બીજા દિવસે કેવું બને છે ? 

  1. સફેદ રંગનું , ઘટ્ટ રસ જેવું અને અનિયમિત આકારનું
  2. કથ્થાઈ રંગનું , ઘટ્ટ પ્રવાહી અને ગોળાકાર
  3. કથ્થાઈ રંગનું , ચીકણા ગુંદર જેવું અને ગોળાકાર
  4. પીળા રંગનું , શુષ્ક અને લંબગોળાકાર

8) નાના મગજના ચેતાકોષો પર કાર્ય કરી શરીરને પીડામુક્ત કરતું ઔષધ કયું  છે ? 

  1. હેરોઈન
  2. નિકોટિન
  3. મોરફીન
  4. મારીજુઆના

9) ચરસ , ભાંગ અને ગાંજો એ કઈ વનસ્પતિમાંથી મેળવાય છે ? 

  1. મધુકા ઇન્ડિકા
  2. કેનાબિસ  ઇન્ડિકા
  3. રોઝા ઇન્ડિકા
  4. ( 1 ) , ( 2 ) અને ( 3 ) ત્રણેય

10) કેનાબિસ સટાઇવાના ક્યા ભાગમાંથી મારીજુઆના ઔષધ મળે છે ?

  1. ટોચના સૂકાં ફૂલમાંથી
  2. ટોચના લીલાં પર્ણોમાંથી
  3. ટોચના તાજાં ફૂલમાંથી
  4. ટોચના પરિપક્વ બીજમાંથી

11) ડેલ્ટા 9 THC લેવાથી શરીરમાં કઈ અસર જોવા મળે છે ? 

  1. મૂત્રનું નિર્માણ વધુ થાય
  2. રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધે
  3. આંખની કીકી પહોળી થાય
  4. ( 1 ) , ( 2 ) અને ( 3 ) ત્રણેય

12) કોકેનનો દુરુપયોગ કરવાથી શરીરમાં કઈ અસર જોવા મળે છે ? 

  1. શારીરિક તાણ કે આંચકી આવે
  2. માથું સખત દુખે
  3. શ્વસનતંત્રની નિષ્ફળતા બને
  4. ( 1 ) , ( 2 ) અને ( 3 ) ત્રણેય

13) ખૂબ જ શક્તિશાળી મનની સ્થિતિને કયું રસાયણ બદલી શકે છે ? 

  1. DSL
  2. THC
  3. LSD
  4. SLD

14) વિડ્રોઅલ સિન્ડ્રોમ થવાનું કારણ શું છે ? 

  1. પરીક્ષામાં ઉત્કૃષ્ટતા ન બતાવી શકતા તણાવને કારણે
  2. યકૃતના ગંભીર રોગને કારણે
  3. એમ્ફિર્ટમાઇન્સનું સતત સેવન કરવાથી
  4. કેફી પદાર્થ કે દારૂનો એકાએક ત્યાગ કરવો .

15) LSD ( લાયસર્જિક ઍસિડ ડાયઇથેલેમાઇડ ) કઈ વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે ? 

  1. ક્લેવીસેપ્સ પુરપુરીઆ
  2. કેનાબિસ સેટાઇવા
  3. પાપાવર સોમેનીફેરમ
  4. ઇરિથ્રોઝાયલમ કોકા

16) નીચે પૈકી LSD બંધાણીની અસર કઈ છે ? 

  1. હૃદયને નુકસાન થાય
  2. ફેફસાંને નુકસાન થાય
  3. મૂત્રપિંડને નુકસાન થાય
  4. માનસિક અશાંતિ

17) કોકેન , કેફિન અને એમ્ફીટેમાઇન કેવાં દ્રવ્યો છે ? 

  1. શાંતકારક દ્રવ્યો
  2. નિદ્રાપ્રેરક દ્રવ્યો
  3. ઉત્તેજક દ્રવ્યો
  4. શાંતતાપ્રેરક દ્રવ્યો

18) તરુણાવસ્થા દરમિયાન આલ્કોહૉલ અને ડ્રગ્સના અટકાવ અને નિયંત્રણ માટે ઉપયોગી સૂચનો કયા છે ? ( a ) શિક્ષણ અને સલાહસૂચનો . ( b ) ભયજનક સંજ્ઞાઓ જુઓ . ( c ) વડીલોના વધારે દબાણો અવગણો . ( d ) માતાપિતા અને વડીલોની મદદ લો . ( e ) વ્યાવસાયિક અને આરોગ્ય સંબંધી મદદ માગવી . 

  1. ( a ) , ( b ) અને ( e )
  2. ( a ) , ( c ) અને ( d ) 
  3. ( c ) અને ( e )
  4. ( 1 ) , ( 2 ) અને ( 3 ) ત્રણેય

19) નીચે પૈકી દ્રવ્ય મગજની સક્રિયતાને અવરોધે છે તથા રાહતની ઘેનપણાની અને મગજને શાંત કરનાર લાગણીઓ ઉત્પન્ન કરે છે ? 

  1. હશિશ
  2. મોર્ફિન
  3. એમ્ફિર્ટમાઇન
  4. વેલિયમ

20) તરુણાવસ્થાનો સમયગાળો કયા વર્ષ વચ્ચેનો છે ? 

  1. 12 થી 15 વર્ષ
  2. 12 થી 18 વર્ષ
  3. 18 થી 24 વર્ષ
  4. 18 થી 21 વર્ષ

21) નીચે પૈકી કયા ભ્રમ રચનાર રસાયણ ઘટક છે ? 

  1. લાયસર્જિક ઍસિડ ડાયઇથાઇલ માઇડ
  2. સિલોકાવિન
  3. મેસ્કોલાઇન
  4. ( 1 ) , (2 ) અને ( 3 ) ત્રણેય

22) મારીઝુઆના શેમાંથી મેળવવામાં આવે છે ?

  1. હેમ વનસ્પતિના સૂકાં પર્ણો અને પુષ્પોમાંથી
  2. અર્ગટ ફૂગમાંથી
  3. કેનાબીસ સટાઇવા ( હેમ વનસ્પતિ )
  4. ઇરિથ્રોઝાયલમ  કોકા

23) સ્મેક રસાયણ શેમાંથી મેળવાય છે ?

  1. પાપાવર સોમનીફેરમના અપરિપક્વ ફળનું ક્ષીરમાંથી
  2. કેનાબીસ સટાઇવાનાં પર્ણોમાંથી
  3. ધતૂરાનાં પુષ્પોમાંથી
  4. એરિથ્રોઝાયલમ કોકાનાં ફળમાંથી

24) મેરિઝુઆના ઔષધના ઉપયોગથી થતી અસરો માટે સાચાં વિધાન પસંદ કરો : ( 1 ) આંખની કીકી પહોળી થાય . ( 2 ) શ્વસનતંત્ર નિષ્ફળ જાય . ( 3 ) મૂત્રનું નિર્માણ વધુ થાય . ( 4 ) ભૂખને અવરોધે છે . ( 5 ) રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધે છે .

  1. ( 1 ) , ( 2 ) અને ( 5 ) સાચાં છે અને ( 3 ) અને ( 4 ) ખોટાં વિધાન છે
  2. ( 1 ) , ( ૩ ) અને ( 5 ) સાચાં છે અને ( 2 ) , ( 4 ) ખોટાં વિધાન છે
  3. ( 1 ) , ( 2 ) , ( 3 ) સાચાં વિધાન છે અને ( 4 ) , ( 5 ) ખોટાં વિધાન છે
  4. ( 1 ) , ( 5 ) સાચાં વિધાન છે અને ( 2 ) , ( 3 ) અને ( 4 ) ખોટાં વિધાન છે 

25) નીચે પૈકી કયું એક હૃદયને ઉત્તેજિત કરે છે ? 

  1. મેસ્કાલીન
  2. એપિનેફિન
  3. LSD
  4. હશીશ

ANSWER KEY 

01  -1  02  -2  03  -2  04  -1  05  -2  06  -2  07  -3  08  -2  09  -2  10  -1
11  -4  12  -4  13  -3  14  -4  15  -1  16  -4  17  -3  18  -4 19  -2 20  -2
21  -4 22  -3  23  -1  24  -2  25  -2

======================================

Mail- indiabiologymanishmevada@gmail.com

Connect with this mail for more knowledge of Biology

This Site helpful for UGC Net Examination 

It is also helpful for MCAT (Medical College Admission Test) united States, Australia, Canada and caribbean islands.

For Join With Me Mail Me 

Manish Mevada
M.Sc, M.Phil, B.Ed

THANK YOU.


Post a Comment

1 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Please do not enter any spam link or word in the comment box

Top Post Ad

Below Post Ad