Type Here to Get Search Results !

Biology Test Series For NEET | પ્રકરણ -6 | ટેસ્ટ - 56 | ધોરણ -12

0


Biology Test Series

Biology Test Series For NEET

Biology Test Paper 

Biology Online Test

Free Biology Practice Test


ટેસ્ટ માટે ની સૂચના

1) કુલ પ્રશ્નો - 25 ,પ્રત્યેક સાચાં પ્રશ્નનના  4 ગુણ ગણવા. 2) કુલ ગુણ -100 3) ટેસ્ટ સમય - 25 મિનિટ. 4) આ Biology Test Series  ના ટેસ્ટ  જાતે પ્રામાણિકતાથી તમારી નોટ બુક માં લખવો અને પછી લખ્યા પછી જવાબ જોવા અને ગુણાંકન કરવું. 5) આ Biology Test Series તમારી પ્રેક્ટિસ હેતુ થી બનાવવામાં આવ્યા છે

Biology Test Series For NEET | પ્રકરણ -6 | ટેસ્ટ - 56| ધોરણ -12


1) ઓપેરોન શું છે ? 
  1. નિયામકી જનીન , પ્રમોટર અને રચનાત્મક જનીનોનો સંકુલ 
  2. એક રંગસૂત્ર પર આવેલા બધા જનીનોનું સંકુલ 
  3. સમજાત રંગસૂત્ર પર આવેલા જનીનયુગ્મ 
  4. રંગસૂત્ર પર રચાયેલા પુનઃસંયોજિત જનીનોનું પ્રમાણ
2) DNA આનુવંશિક દ્રવ્ય છે . તે દર્શાવતા જૈવરાસાયણિક પુરાવામાં ક્યું વિધાન અસંગત છે ?
  1. કોઈ પણ જાતિના કોષમાં DNA નો જથ્થો નોંધપાત્ર રીતે અચળ રહે છે 
  2. કોષનો DNA નો જથ્થો કોષની જટિલતાના સમપ્રમાણમાં હોય છે 
  3. કોષમાં DNA માં A + T / G + C સજીવ પ્રમાણે બદલાય છે 
  4. કોષમાં DNA તેણે ધારણ કરેલ જનીનિક માહિતીના જથ્થાને આધારિત હોય છે 
3) જનીનનું રાસાયણિક બંધારણ 
  1. ઉત્સેચક  
  2. પ્રોટીન છે 
  3. DNA 
  4. B અને C બંને
4) નીચે પૈકી કયું વિધાન સાચું છે ? 
1.જનીનસંકેતની અવનત થવાની ઘટના, જનીનસંકેતના ત્રીજા ક્રમ સાથે સંબંધિત છે . 
2.એક જનીનસંકેત એક કરતાં વધુ એમિનો ઍસિડનું સંકેતન ધરાવે છે 
3.જનીનસંકેતના પ્રથમ બે નાઇટ્રોજન બેઇઝ વધુ ચોક્કસ છે 
4.જનીનસંકેતમાં ત્રીજો ક્રમ બદલાતો રહે છે 
5.જનીનસંકેત સનાતન છે . 
  1. ફક્ત 1 , 3 , 4 , 5 
  2. ફક્ત 1 , 2 , 5
  3. ફક્ત 1 , 3 , 5 
  4. આપેલ તમામ 
5) ગ્રિફિથના પ્રયોગમાં આપેલા પૈકી કયા વિકલ્પમાં ઉંદરને ઇજેક્શન આપતાં તેનું મૃત્યુ થાય છે ? 
  1. મૃત ન્યુમોકોક્સ S- II 
  2. જીવંત ન્યુમોકોક્સ R - II 
  3. મૃત ન્યુમોકોક્સ S - III અને મૃત ન્યુમોકોક્સ R - I 
  4. મૃત ન્યુમોકોક્સ S- II અને જીવંત ન્યુમોકોક્સ R- I
6) DNA ના સ્વયંજનન માટે નીચે આપેલ પૈકી સાચી શ્રેણી પસંદ કરો 
  1. પ્રોટીનને જોડતી એકલા શૃંખલા – હેલિકેઝ - ટ્રોપોઆઇસોમરેઝ – DNA પૉલિમરેઝ 
  2. હેલિકેઝ – પ્રોટીનને જોડતી એકલ શૃંખલા - ટ્રોપોઆઇસોમરેઝ – DNA પૉલિમરેઝ 
  3. હેલિકેઝ – DNA પૉલિમરેઝ – ટ્રોપોઆઇસોમરેઝ – પ્રોટીનને જોડતી એકલ શૃંખલા 
  4. હેલિકેઝ - ટ્રોપોઆઇસોમરેઝ – DNA પૉલિમરેઝ – પ્રોટીનને જોડતી એક્ત શૃંખલા 
7) DNA અણુની બે શૃંખલા અલગ થતાં તે પૈકી એક શૃંખલા પર , A + T / G + C નો ગુણોત્તર 0.2 છે, તો બીજી શૃંખલા પર A + T / G + C નો ગુણોત્તર જણાવો
  1. 0.02 
  2. 0.08 
  3. 0.8 
  4. 0.2
8) નીચે પૈકી કયું સાંકેતિક શૃંખલા નથી ?
  1. સીસટ્રોન 
  2. નિગ્રાહક 
  3. ઑપરેટર 
  4. એક્સોન
9) નીચે પૈકી કયા ઍન્ટિબાયોટિક રિબોઝોમ્સ પર  RNA અને m - RNA વચ્ચેનું જોડાણ અટકાવી બૅક્ટરિયાનો નાશ કરે છે? 
  1. નીયોમાયસિન 
  2. ટેટ્રાસાયક્લિન 
  3. ઇરિથોમાયસિન 
  4. સ્ટ્રેપ્ટોમાયસિન 
10) કયું ઍન્ટિબાયોટિક 50 s રિબોઝોમ્સના જોડાણ દ્વારા પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયાને અવરોધે છે ? 
  1. પેનિસિલીન 
  2. સ્ટ્રેટોમાયસિન 
  3. ટેટ્રાસાયક્લિન 
  4. ઇરિથ્રોસાયસિન
11) પ્રોકેરિયોટિક કોષ ( બૅક્ટરિયા ) માં m - RNA ના સ્ટાર્ટ સિગ્નલને ઓળખનાર t - RNA ક્યો અણુ ધરાવે છે ? 
  1. ફૉર્માઇલ મીથિયોનીન 
  2. નોન - ફૉર્માઇલ મીથિયોનીન 
  3. ટાયરોસિન છે 
  4. ટ્રિટોફેન છે
12) ટ્રાન્સલેશન ( ભાષાંતર ) ની ક્રિયામાં એમિનો એસાઇલ t - RNA ના ' પ્રતિસંકેત કયા અણુ સાથે જોડાય છે ? 
  1. ચોક્કસ એમિનો ઍસિડ 
  2. રિબોઝોમ્સના સપાટીય ગ્રાહક 
  3. T - RNA ના જનીનસંકેત 
  4. રિબોઝોમ્સના r - RNA 
13) DNA માં નવી શૃંખલાના સર્જનની દિશા .. 
  1. 5 '→ 5' 
  2. 3' → 3' 
  3. 3' → 5'
  4. 5' → 3'
14)  DNA નું ડાબી બાજુ વળેલ કુંતલાકાર મૉડલ 
  1. A DNA 
  2. C - DNA 
  3. B DNA 
  4. Z - DNA
15) નીચે આપેલ કયું લક્ષણ DNA ફિંગરપ્રિન્ટ ઓળખ માટે ઉપયોગી છે ? 
  1. DNA કુંતલાકાર રચના 
  2. નાઈટ્રોજન બેઇઝના ક્રમમાં ગરબડ 
  3. શૃંખલામાં રહેલી બહુવિવિધતા 
  4. DNA ક્લોનિંગ 
16) એમિનો એસાઇલ t - RNA સિન્થટેઝ ઉત્સુચક માટે કર્યું સંગત છે ? 
  1. રિબોઝોમ્સ પર બે ક્રમિક એમિનો ઍસિડને જોડે છે  
  2. t - RNA દ્વારા એમિનો ઍસિડ ગ્રહણ થાય છે 
  3. એસિટાઇલ t - RNA રિબોઝોમ્સના ક્રિયાસ્થાનમાં થાય છે 
  4. રિબોઝોમ્સ A ક્રિયાસ્થાનથી P ક્રિયાસ્થાન તરફ એમિનો એસાઇલ t - RNA તરફ સ્થાનાંતરણ છે
17) DNA ના સ્વયંજનનમાં પ્રાઇમર તરીકે 
  1. ડિઑક્સિરિબોઝ ન્યુક્લિઓટાઇલ્સ પૉલિમરની ટૂંકી શૃંખલા 
  2. રિબોન્યુક્લિઓટાઇડ પૉલિમરની ટૂંકી શૃંખલા 
  3. પ્રોટીનનો અસ્થાયી કુંતલ 
  4. નવી શૃંખલાના ન્યુક્લિઓટાઇડના જોડાણ માટે જરૂરી ઉત્સેચક 
18) પ્રત્યાંકનની ક્રિયામાં પ્રમોટર એકમ કઈ તરફ હોય છે ?
  1. બંધારણીય જનીનના 3 ' છેડા તરફ 
  2. બંધારણીય જનીનના 5 ' છેડા તરફ 
  3. પ્રતિકૃતિ શૃંખલાના 5 ' છેડા તરફ 
  4. પ્રતિકૃતિ શૃંખલાના 3 ' છેડા તરફ
19) DNA ની આ શૃંખલા સળંગ ચાર પિરિમિડીન નાઇટ્રોજન બેઇઝ ધરાવતી છે 
  1. TCAGAGAT 
  2. GACTAGAT 
  3. CTTCAGAT 
  4. TACGAGAT 
20) અર્થહીન સંકેત ખરેખર અર્થહીન નથી , કારણ કે તે ...
  1. પૉલિપેપ્ટાઇડ શૃંખલાને રિબોઝોમ પરથી મુક્ત કરાવે છે 
  2. પૉલિપેપ્ટાઇડ શૃંખલાનું નિર્માણ અટકાવે છે 
  3. પૉલિપેપ્ટાઇડ શૃંખલામાં વિકૃતિ સર્જે છે 
  4. પૉલિપેપ્ટાઇડ શૃંખલામાં ગડી ( પાશ ) સર્જે છે 
21) સૌપ્રથમ DNA નું અર્ધરૂઢિગત સ્વયંજનન શેમાં દર્શાવાયું ? 
  1. ઇશ્વરેશિયા કોલાઈ 
  2. સ્ટ્રેપ્ટોકોક્સ ન્યુમોનેઈ 
  3. સાલ્મોનેલા ટાયફિન્યુરિયમ 
  4. ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર 
22) ટ્રાન્સલેશનની પ્રક્રિયામાં શું થાય છે ?
  1. m - RNA નું રિબોઝોમ્સ પર જોડાણ 
  2. DNA ના ન્યુક્લિઓટાઇડ ક્રમની માહિતીનું m - RNA ના જનીનસંકેતમાં રૂપાંતર  
  3. t - RNA દ્વારા m - RNA ધરાવતા રિબોઝોમ્સ પર એમિનો ઍસિડની ગોઠવણી 
  4. m - RNA ના જનીનસંક્તરૂપી માહિતીનું t - RNA ના સંકેતમાં રૂપાંતર
23) DNA જનીનદ્રવ્ય છે . તે પુરાવારૂપી પ્રાયોગિક સમજૂતી કઈ છે ? 
  1. બૅકટેરિયામાં રૂપાંતરણનો અભ્યાસ  
  2. F1 અને F0 બૅકટેરિયા વચ્ચે સંયુગ્મનનો અભ્યાસ 
  3. બૅકટેરિયોફેજ દ્વારા બૅકટેરિયામાં પરાંતરણનો અભ્યાસ 
  4. આપેલ તમામ
24) 75 એમિનો ઍસિડ ધરાવતી પૉલિપેપ્ટાઇડ શૃંખલાના નિર્માણનું સંકેતન કરતા m - RNA પર ન્યુક્લિઓટાઈડની સંખ્યા કેટલી હશે ? 
  1. 75  
  2. 150  
  3. 225 
  4. 300 
25) નીચેના પૈકી કોણ જનીનદ્રવ્ય તરીકે RNA ધરાવે છે ? 
  1. ઘણા ટ્યુમર વાઇરસ  
  2. HIV  
  3. વાનસ્પતિક વાઇરસ  
  4. આપેલ તમામ
÷÷÷÷÷÷÷÷÷÷÷   BEST OF LUCK   ÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷

=====================================================


ANSWER KEY

01  -1  02  -3  03  -4  04  -1  05  -4  06  -2  07  -4  08  -2  09  -1  10  -4  11  -1
12  -3  13  -4  14  -4  15  -3  16  -2  17  -2  18  -1  19  -3  20  -2  21  -1  22  -3
23  -4  24  -3  25  -4

Mail- indiabiologymanishmevada@gmail.com

Connect with this mail for more knowledge of Biology

This Site helpful for UGC Net Examination 

It is also helpful for MCAT (Medical College Admission Test) united States, Australia, Canada and caribbean islands.

For Join With Me Mail Me 

Manish Mevada
M.Sc, M.Phil, B.Ed

THANK YOU.


Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad