Biology Test Series
Biology Test Series For NEET
Biology Test Paper
Biology Online Test
Free Biology Practice TEST
પરિચય
- ઘણા બધા વિદ્યાર્થીઓના મનમાં પ્રશ્ન હોય છે કે ધોરણ12ની વિજ્ઞાન પ્રવાહ જીવવિજ્ઞાન (BIOLOGY) વિષયની ની તૈયારી કેવી રીતે કરવી એટલે કે મિત્રો બોર્ડનું (Board) પેપર કેવી રીતે લખવું અને એ લખવા માટે કેવી રીતે તૈયારી કરવી. અત્યારની પરિસ્થિતિ મુજબ ધોરણ 11માં ધોરણ 11 માં પણ પ્રથમ, દ્રિતીય અને વાર્ષિક પરીક્ષા હોય છે પણ વિદ્યાર્થીઓ ને આ પરીક્ષા એટલી મહત્વની લાગતી નથી કારણ કે આ પરીક્ષાઓ સ્કૂલમાં જ લેવાય છે એટલે એમને એટલું મહત્વ સમજાતું નથી અને સાથે સાથે હવે માહોલ છે નિટ નો એટલે કે ઘણા બધા વિદ્યાર્થીઓ NEET ફક્ત તૈયારી કરવામાં માને છે એટલે કે વૈકલ્પિક પ્રશ્નો ઉપર વધારે ભાર આપે છે અને વૈકલ્પિક પ્રશ્નો વધારે પ્રેક્ટિસ કરે છે માટે થીઅરી ની પ્રેક્ટિસ કરવાની રહી જાય છે એટલે કે લાંબા પ્રશ્નોના જવાબ કેવી રીતે લખવાં એ સમજાતું નથી એટલે ઘણીવાર ધોરણ 11 નિ વાર્ષિક પરીક્ષા માં અને ધોરણ 12 ની બોર્ડની (Board) વાર્ષિક પરીક્ષામાં ખૂબ જ ઓછા માર્ક્સ આવે છે.
સમજણ
- મિત્રો મારાં વર્ષોના અનુભવથી નોંધ્યું છે કે વિદ્યાર્થીઓ જ્યારે ધોરણ 12 માં આવે છે ત્યારે મિત્રો શરૂઆતમાં ખુબ જ સરસ મજાની મહેનત કરતા હોય છે અને એમનું ફોકસ (મુખ્યત્વે) NEET ઉપર હોય છે એટલે શરૂઆતમાં લાંબા પ્રશ્નો લખવામાં ધ્યાન આપતા નથી અને શરૂઆતમાં તો મિત્રો ખૂબ જ ઓછા પ્રકરણ ચાલેલા હોવાથી એમને મજા પણ આવે છે પણ જેમ જેમ પ્રકરણ ચાલતા જાય છે અને ભણવાનો ભાર વધતો જાય છે તેમ તેમ અભ્યાસક્રમ અઘરો અને લાંબો લાગવા માંડે છે એટલે જે વિદ્યાર્થીઓએ બિલકુલ લખવાની પ્રેક્ટિસ નથી કરી શરૂઆતથી જ એ વિધાર્થીઓ પરીક્ષા જયારે બોર્ડ નિ આવે એટલે વધારે તકલીફ પડતી હોય છે અને બધું એકસાથે તૈયાર કરી સકતા નથી.
બોર્ડ નિ પરીક્ષાનું મહત્વ
- અત્યારે NEET નિ પરીક્ષા નું મહત્વ વધ્યું છે કારણકે બધીજ તબીબી ક્ષેત્રોના અભ્યાસ ક્રમોમાં પ્રવેશ માટે એનુજ મેરીટ ગણાતું હોય છે. પણ મિત્રો તમે પણ અભ્યાસ કરજો તમારા સિનિયર કલાસ માંથી કેટલા વિદ્યાર્થીઓ તબીબી ક્ષેત્રોમાં એડમિશન મેળવ્યું? તો એનો જવાબ મળશે કે 100 % માંથી વધારે માં વધારે ઘણીયે તો પણ 20 અથવા 25 % વિદ્યાર્થીઓ NEET ઉપર આધારિત અભ્યાસ ક્રમોમાં પ્રવેશ મેળવે છે બાકીના બધાજ વિદ્યાર્થીઓ એ બીજા બધા અભ્યાસ ક્રમોમાં પ્રવેશ મેળવવા માટે બોર્ડની પરીક્ષાના માર્ક્સ ઉપર આધાર રાખવો પડે છે. સાથે સાથે મિત્રો મારાં અનુભવોથી તમને જણાવા માંગીશ કે જે વિદ્યાર્થીઓ બોર્ડ નિ તૈયારી વ્યવસ્થિત કરે છે જેમને પુસ્તક નિ લાઈન બધીજ યાદ અને સમજાયેલી હોય છે અથવા બોર્ડ નિ પરીક્ષામાં સારા માર્ક્સ લાવે છે એ વિદ્યાર્થીઓ NEET નિ પરીક્ષામાં પણ સારા માર્ક્સ લાવે છે એટલે કેવાનો અર્થ એ છે કે મિત્રો જો બોર્ડ નિ પરીક્ષાની તૈયારી પ્રોપર થાય તો નીટ નિ પરીક્ષામાં પણ અત્યંત સારા માર્ક્સ લાવી શકાય છે આ રીતે બોર્ડ નિ પરીક્ષાનું મહત્વ સમજી શકાય.
બોર્ડની પરીક્ષાનિ તૈયારી કેવી રીતે કરવી?
- દરેક વિદ્યાર્થી જે જાણવા માંગે છે એ જણાવી દઉં મિત્રો બોર્ડ નિ પરીક્ષાની તૈયારી જયારે ધોરણ 12 નો અભ્યાસ ક્રમ શરુ થાય એ દિવસ થી જ કરવી પડે મિત્રો એકદમ સરળ છે, તમે આખા દિવસ માં જેટલો સમય જીવવિજ્ઞાન વિષય ને આપ્યો હોય બધીજ તૈયારી કરવા માટે એટલે કે MCQ અને થીઅરી એમાંથી રોજ તમારી સ્કૂલ માં જેટલો અભ્યાસ ક્રમ ચાલે છે એ રોજનું તમે લખીને તૈયાર કરો, મિત્રો લખીને તૈયાર કરવું એટલા માટે જરૂરી છે કારણકે બોર્ડની પરીક્ષામાં લાંબા પ્રશ્નો આવતા હોય છે અને મિત્રો એક દિવસમાં 40 કે 45 મિનિટના તાસમાં જેટલું ચાલે છે એટલું જ રોજ તૈયાર કરતા રહો લખતા રહો,જે લખતા તમને વધારેમાં વધારે ૩૦ કે ૪૦ મિનિટ થશે, અને આ રીતે લખીને તૈયાર કરવાથી છેલ્લા દિવસે કોઈ ભાર રહેશે નહિ. બોર્ડની પરીક્ષામાં ઘણા બધા વિદ્યાર્થીઓને સમય ખૂટી જતો હોય છે તો આ પ્રશ્નનું નિવારણ પણ જો તમે દરરોજ નિયમિત પણ લખીને તૈયાર કરશો તું બોર્ડની પરીક્ષામાં ક્યારેય પણ સમય ખૂટશે નહિ.
- સાથે સાથે જીવ વિજ્ઞાન વિષય જેવા વિષયમાં આકૃતિનું અત્યંત મહત્વ હોય છે તો મિત્રો સામાન્યપણે એક આકૃતિ દોરવા આપણે દસથી પંદર મિનિટ સમય લાગી જતો હોય છે પણ જો મિત્રો નિયમિત પણે રોજ આ આકૃતિઓ ની પ્રેક્ટિસ કરતા રહેજો તો પરીક્ષાના સમયે આકૃતિ દોરવા માટે બેથી ત્રણ મિનિટ લાગશે અને સમયસર તમે તમારું પેપર પૂર્ણ કરી શકશો જ્યારે પણ તમે તૈયારી કરો છો ત્યારે કેવી રીતે તૈયારી કરો કે આપણે કાલે જ બોર્ડની પરીક્ષા આપી રહ્યા છીએ એ જ સમયને ધ્યાનમાં રાખી પરીક્ષાનું મહત્વ સમજી આપણા માટે બહુ જ અગત્યની છે એવા વિચાર સાથે તૈયારી કરો ઘણા બધા વિદ્યાર્થીઓના અક્ષરો પણ સારા નથી હોતા તો આ રીતે નિયમિત પણે લખીને તૈયાર કરવાથી અક્ષરો પણ સુધરશે અને બોર્ડની પરીક્ષાના માર્કસ માં દસથી પંદર માર્ક્સ વધારો થશે.
- મિત્રો જ્યારે તૈયારી કરવા માટે લખતા હોઈએ છીએ ત્યારે આપણે એવું વિચારીને લખતા હોઈએ છીએ કે આપણે રફ વર્ક કરીએ છીએ એટલે એમાં આપણે અક્ષર પણ ખરાબ નીકળતા હોય છે અને કોઇ જ વ્યવસ્થા વગર લખતા હોઈએ છીએ પણ મિત્રો મારી તમને સલાહ છે કે જ્યારે આપણે બોર્ડની પરીક્ષામાં પેપર લખીએ ત્યારે જે રીતે વ્યવસ્થિત પોઇન્ટ પાડીને લખીએ છીએ એ જ રીતે પ્રેક્ટિસ પણ કરો જેથી બોર્ડની પરીક્ષાના પેપર લખતી વખતે આપણને એ નવું ના લાગે અને કંટાળો પણ ના આવે એટલે કે મિત્રો તમારે તૈયારી જ્યારે કરવાની છે ત્યારે તૈયારી કરતી વખતે જે લખાણ લખો છો એ લખાણ પણ સુવ્યવસ્થિત અને સારા અક્ષરે લખો જેથી વધારેમાં વધારે બોર્ડની પરીક્ષા માટે ની પ્રેકટીસ થઇ શકે.
- તૈયારી કરવા માટે તમારું પુસ્તક બેસ્ટ મટિરિયલ છે તમે એની લાઈન થી લાઈન સમજી અને જાતે લખવાનો પ્રયાસ કરશો. સાથે સાથે કોઈ રેફરન્સ બુક્સ ના પ્રશ્નોનો ને તમારી નોટબુકમાં લખવાનો પ્રયાસ કરો. વધારેમાં વધારે પ્રશ્નોની સમજો કે એનો જવાબ કેટલા વાક્યો માં લખી શકાય અને યોગ્ય જવાબ કેટલો લખી શકાય. જો આ બધું જ પ્રથમ દિવસથી નિયમિત પણે કરશો તો બોર્ડની પરીક્ષામાં કોઈ પણ પ્રકારની તકલીફ પડશે નહીં અને તમે સરળતાથી સરસ મજાના માર્ક્સ લાવી શકશો. તેમજ NEET નિ પરીક્ષામાં માં પણ ઉત્કૃષ્ઠ દેખાવ કરી શકશો.
- છેલ્લે એટલુંજ કહીશ કે બોર્ડ નિ પરીક્ષા માટે સમયનું ને ધ્યાન રાખી, નિયમિત, સતત પુનરાવર્તન,લખીને તૈયારી, મહત્વ સમજી ભણવું જેથી અત્યંત સારું પરિણામ મેળવી શકાય.
==============================================================
તમને મુંજવતા પ્રશ્નો અને નવા ટોપિકના સજેશન નીચે આપેલ કોન્ટેક્ટ ફોર્મ માં લખી મોકલી શકો
હું તમારા દ્વારા પુછાયેલા પ્રશ્નો અને સજેશન પર આર્ટિકલ લખીશ જે દરેક વિધાર્થીઓ ને ફાયદાકારક થઇ શકે.
જીવવિજ્ઞાન વિષય નિ મહત્વની માહિતી, પરીક્ષાલક્ષી ટોપિક વિશે જાણકારી મેળવવા મારી સાઈટ સાથે જોડાયેલા રહો
- તમારા મનમાં કોઈ પણ ટોપિક હોય જેમના વિશે જાણવું હોય મને અહીં કોમેન્ટ મા લખી શકો છો
======================================
Mail- indiabiologymanishmevada@gmail.com
Please do not enter any spam link or word in the comment box