Type Here to Get Search Results !

NEET Biology મા 360 માંથી 300 ઉપર માર્કસ કેવી રીતે મેળવી શકાય?

10


Biology Test Series

Biology Test Series For NEET

Biology Test Paper

Biology Online Test

Free Biology Practice TEST 


  • નમસ્તે મિત્રો અત્યારે દરેક વિદ્યાર્થી જે વિજ્ઞાન પ્રવાહ જીવવિજ્ઞાન વિષય સાથે ભણે છે એ દરેક વિદ્યાર્થી ઈચ્છે છે કે મેડિકલ (MBBS અથવા પેરામેડિકલ ) મા પ્રવેશ પ્રાપ્ત કરે.
  • તમને ખબર હશે કે એના માટે પ્રવેશ પરીક્ષા જે NEET જે મુખ્ય પરીક્ષા છે જેને સારા માર્કસ થી ઉતીર્ણ કર્યા પછી તમે તેમાં પ્રવેશ મેળવી શકો.
  • આ NEET ની પરીક્ષા ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા આપ્યા પછી 1 મહિના પછી લેવાય છે. આ પરીક્ષા આપવા માટે યોગ્યતા ધોરણ 12 બોર્ડ ની પરીક્ષામાં મા ઓછામાં ઓછા 50% હોવા જરૂરી છે.
NEET ની પરીક્ષા માટે Biology નું મહત્વ
  • મિત્રો NEET ની આ પરીક્ષામાં 720 માર્કસ નું પેપર હોય છે જેમાં BIOLOGY (જીવવિજ્ઞાન ) 50 % અને CHEMISTRY + PHYSICS (રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન બંને ભેગા વિષય ના થઈને 50 % ભારણ હોય છે.
  • આ જોતા  જાણી શકાય કે Biology (જીવવિજ્ઞાન )  ભારણ વધારે  તો એમાં 360  નું પેપર  હોય  એમાં 300 ઉપર આવે  કુલ માર્કસ સારા આવવાની સંભાવના વધી જાય છે કારણકે Biology (જીવવિજ્ઞાન) વિષય એકદમ સરળ અને એમાં વધુ માર્કસ સરળતાથી મેળવી શકાય એવા સરળ પ્રશ્નો પુછાતા હોય છે.
  • NEET ના પેપર મા BIOLOGY ના પ્રશ્નો પણ સમય સર ઝડપી લખી શકાય છે એમાં લગભગ ગણતરી વાળા પ્રશ્નો નહિવત હોય છે.
NEET ની પરીક્ષા મા 300 ઉપર લાવવા હોય તો તેના માટે પૂર્વ જ્ઞાન
  • વિધાર્થી મિત્રો NEET ની જ નહિ પણ કોઈ પણ પરીક્ષા આપતાં હોય તો એ પરીક્ષા વિશે દરેક પ્રકારનું જ્ઞાન પૂર્વે હોવું જરૂરી છે જેના કારણે એના વિશે આયોજન અને ચોક્કસ દિશામાં વાંચી શકાય
  • આવી કેટલીક જાણવા જેવી બાબતો મા
  • NEET BIOLOGY માટે અભ્યાસક્રમ શું છે?
  • NEET ની પરીક્ષા મા  BIOLOGY નું ભારણ માર્કસ બાબતે કેટલું છે?
  • NEET ની પરીક્ષામાં  BIOLOGY ના અગાઉના પેપરમાં કયા ટોપિક્સ માંથી પ્રશ્નો પુછાઈ ચુક્યા છે
  • કેટલા ટોપિક્સ માંથી હજી સુધી પ્રશ્નો નથી પૂછાયા
  • સૌથી વધારે કયા પ્રકરણમાંથી પ્રશ્નો પૂછ્યા છે
NEET માટે ચોક્કસ દિશામાં મહેનત
  • મિત્રો NEET જેવી અત્યંત મહત્વની પરીક્ષા આપતા હોવ ત્યારે મહેનત તો કરવીજ પડે વધુમાં વધુ કલાકો ફાળવવા પડે જે પ્રમાણે જે વિષયની રુચિ એ પ્રમાણે મેહનત ના કલાકો તમારે ફાળવવા પડે એ તમને જ ખબર હશે કે કયો વિષય તમને સરળ અને કયો તમને ભારે લાગે છે.
  • તો મિત્રો BIOLOGY ની વિશેષ વાત કરીયે મારાં અનુભવો પ્રમાણે અને જ્યારથી NEET ની પરીક્ષા લેવાઈ છે ત્યારથી મે બધાજ પેપર ના અનુભવો પરથી કહી શકીશ કે કેવી રીતે વાંચવું.
  • અત્યાર સુધીમાં NEET ની દરેક પરીક્ષામાં NCERT આધારિત કોન્સેપટ પ્રશ્નો પૂછવામાં આવે છે જે સંપૂર્ણ NCERT ના પ્રકારણમાંથી જ હોય છે હા બે અથવા 3 વાર બારના પ્રશ્નો પણ પૂછવામાં આવ્યા છે પણ એ ફક્ત 90 પ્રશ્નો માંથી ફક્ત  2 કે 3 વધારે નઈ.
  • તો તમે સમજી શકો કે NCERT ની BOOK આપણા માટે કેટલી મહત્વની બની રહે છે.
  • તો હું તમને સલાહ આપીશ કે સૌથી પહેલા NCERT સંપૂર્ણ બધાજ LINE TO LINE એક એક શબ્દ વાક્ય પ્રોપર સમજી લો એમાં અત્યંત ઊંડાણ પૂર્વક જ્ઞાન છે.
  • જો સંપૂર્ણ NCERT સમજાઈ જાય લગભગ 2 થી 3 વાર રીવીઝન થઇ જાય પછી બજારમાં મળતી કોઈ પણ 2 સારી REFENCE BOOK લઇ એમા આપેલા સંપૂર્ણ MCQ કરીલો સમજણ સાથે બીજું કશુજ આડું અવળું કરવાની જરૂર નથી.
  • અને NEET ની પરીક્ષા નો 1 મહિનો બાકી હોય ત્યારે 30 દિવસ મા રોજ 3 કલાક ફાળવી 30 પેપર આપીદો પ્રામાણિકતાથી જેથી પરીક્ષાની પ્રેક્ટિસ પણ થઇ જશે જેના માટે પ્રથમ દિવસ થી 30 પેપર તમારા મિત્રોને બનાવવા આપો અને તમે એમના માટે બનાવો જાતે NCERT માંથી અથવા બજારમાં ઉપલબ્ધ હોય તો એમનો પણ ઉપયોગ કરી શકો. અને છેલ્લા મહિનામાં તમે એ બધાજ પેપર આપીદો જેથી આત્મવિશ્વાસ વધશે.
  • છેલ્લે કહીશ કે કોઈ પણ પરીક્ષામાં માર્કસ સરળતાથી નથી આવતા એના માટે વિચારો, સમયનું બલિદાન, અથાગ પ્રયત્નો, મેહનત, આયોજન અને તમારા મા આત્મવિશ્વાસ હોવો જરૂરી છે.
  • તમારા મનમાં કોઈ પણ ટોપિક હોય જેમના વિશે જાણવું હોય મને અહીં કોમેન્ટ મા લખી શકો છો 

======================================

Mail- indiabiologymanishmevada@gmail.com

Connect with this mail for more knowledge of Biology

This Site helpful for UGC Net Examination 

It is also helpful for MCAT (Medical College Admission Test) united States, Australia, Canada and caribbean islands.l

For Join With Me Mail Me 

Manish Mevada
M.Sc, M.Phil, B.Ed

THANK YOU.


Post a Comment

10 Comments
  1. Sir neet na last time e tame paper banavi apjone

    ReplyDelete
  2. Sir neet biology ma english words no meaning puchhay 6

    ReplyDelete
  3. બજાર માં મળતી હોય તેવી બુકનું નામ કહેજો સર.

    ReplyDelete
  4. Sir please kone 11and12 ma kaya subject ma ketla Ch neet mate vanchhava joiae

    ReplyDelete
  5. Sir biology last time revision mate notes kai rite bnavvi

    ReplyDelete
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Please do not enter any spam link or word in the comment box

Top Post Ad

Below Post Ad