Type Here to Get Search Results !

Biology Test Series For NEET | પ્રકરણ -3 | ટેસ્ટ - 41| ધોરણ -11

0


Biology Test Series

Biology Test Series For NEET

Biology Test Paper 

Biology Online Test

Free Biology Practice Test


ટેસ્ટ માટે ની સૂચના

1) કુલ પ્રશ્નો - 30 ,પ્રત્યેક સાચાં પ્રશ્નનના  4 ગુણ ગણવા. 2) કુલ ગુણ -120 3) ટેસ્ટ સમય - 30 મિનિટ. 4) આ Biology Test Series  ના ટેસ્ટ  જાતે પ્રામાણિકતાથી તમારી નોટ બુક માં લખવો અને પછી લખ્યા પછી જવાબ જોવા અને ગુણાંકન કરવું. 5) આ Biology Test Series તમારી પ્રેક્ટિસ હેતુ થી બનાવવામાં આવ્યા છે


Biology Test Series For NEET | પ્રકરણ -3 | ટેસ્ટ - 41| ધોરણ -11

1. ફાયકોઇરીથ્રિન રંજકદ્રવ્યકણ કોની લાક્ષણિકતા છે ?
A. લીલી લીલ
B. કથ્થાઈ લીલ
C. લાલ લીલ
D. નીલહરિત લીલ

2. પાયરેનોઇડસ (પ્રોભુજક ) કોના દ્વારા બને છે ?
A. કેન્દ્રસ્થ ભાગ સ્ટાર્ચ જે પ્રોટીન દ્વારા આવરિત હોય .
B. કેન્દ્રસ્થ ભાગ પ્રોટીન જે મેદીય આવરણ દ્વારા આવરિત હોય .
C. કેન્દ્રસ્થ ભાગ પ્રોટીનયુક્ત અને સ્ટાર્ચયુક્ત આવરણ હોય .
D. કેન્દ્રસ્થ ભાગ ન્યુક્લિઇક ઍસિડ જે પ્રોટીન આવરણ દ્વારા આવરિત હોય .

3.ફ્લોરીડોન સ્ટાર્ચ શેમાં જોવા મળે છે ?
A. ક્લોરોફાયસી
B. રુહોડોફાયસી
C. મિક્સોફાયસી
D. સાયનોફેગસ

4. પાયરેનોઇડસ (પ્રોભુજક) હરિતકણમાં જોવા મળે તે કોની લાક્ષણિકતા છે
A. ફૂગ
B. લીલ
C. ત્રિઅંગી
D. આવૃત્તબીજધારી

5. રાક્ષસી લીલ અથવા દરિયાઈ નીંદણ કયા વર્ગમાં સમાય છે
A. ફીઓફાયસી
B. રૂહોડોફાયસી
C. ક્લોરોફાયસી
D. ઝેન્થોરાયસી

6.આલ્જીનિક ઍસિડ શેમાંથી મળે છે ?
A. લાલ લીલ
B. લીલી લીલ
C. ડાયેટમ્સ
D. કથ્થાઈ લીલ

7. નીચે આપેલ પૈકી કયું એક રંજકદ્રવ્યકણ બધી જ લીલમાં હાજર હોય છે ?
A. ક્લોરોફિલ a
B. ક્લોરોફિલ b
C. ક્લોરોફિલ c
D. ક્લોરોફિલ d

8. કથ્થાઈ લીલ કોની હાજરીની લાક્ષણિકતા ધરાવે છે
A. ફાયકોસાયનીન
B. ફાયકોઇરીથ્રિન
C. ફ્યુકોઝેન્થીન
D. હીમેટોક્રોમ

9. લીલમાંથી નીચે આપેલ પૈકી કયું એક દ્રવ્ય મેળવાય છે
A. મીણ
B. માખણ
C. ચોકોલેટ ( ચૉકલેટ )
D.  કેરેજનીન

10. અગર - અગર શેમાંથી મેળવાય છે ?
A. લીલી લીલ
B. લાલ લીલા
C. કથ્થાઈ લીલ
D. નીલહરિત લીલ

11. સૌથી વિશાળ દ્ધિઅંગી કઈ છે ?
A. ફ્યુનારિયા ( મોસ ) .
B. માર્કેન્શિયા
C. મેગાસેરોસ
D. ડોવસોનિયા

12. નીચે આપેલ પૈકી કયું એક વનસ્પતિ જૂથ કે જે બીજાણુઓ અને ગર્ભનું નિર્માણ કરે છે , પરંતુ બીજ અને વાહક પેશી ધરાવતા નથી , તો તમે તેને કયા જૂથમાં મૂકશો ?
A. ફૂગ
B. દ્ધિઅંગી
C. ત્રિઅંગી
D. અનાવૃત્ત બીજધારી

13. પીટમોસનું વૈજ્ઞાનિક વાનસ્પતિક  નામ શું છે ?
A. સફેગનમ
B. ફ્યુનારિયા
C. એન્થોસિરોસ
D. પોલિટ્રિકમ

14. દ્વિઅંગી , લીલથી ભિન્નતા ધરાવે છે , કારણ કે તેઓ
A. સુકાય સ્વરૂપ ધરાવે છે .
B. વાહકપેશીનો અભાવ હોય છે .
C. માદા બીજાણુધાની ધરાવે છે .
D. હરિતકણ ધરાવે છે .

15. દ્ધિઅંગીમાં દ્વિકીય રંગસૂત્રોની સંખ્યા શેમાં જોવા મળે છે
A. બીજાણુ માતૃકોષમાં
B. જન્યુઓમાં
C.બીજાણુઓમાં
D. અર્ધીકૃત બીજાણુઓમાં

16. દ્ધિઅંગી , લીલ જેવી જ જોવા મળે છે . તે કઈ બાબતને ધ્યાનમાં લઈને કહી શકાય ?
A. તંતુમય દેહરચના , વાહકપેશીઓની હાજરી અને સ્વયંપોષી પોષણ પદ્ધતિ ધરાવે છે .
B. વનસ્પતિદેહનું વિભેદન મૂળ , પ્રકાંડ અને પર્ણોમાં થાય અને સ્વયંપોષી પોષણ પદ્ધતિ ધરાવે છે .
C. સુકાય જેવો વનસ્પતિદેહ , મૂળની હાજરી અને સ્વયંપોષી પોષણ પદ્ધતિ ધરાવે છે .
D. સુકાય જેવો વનસ્પતિદેહ , વાહકપેશીવિહીન અને સ્વયંપોષી પોષણ પદ્ધતિ ધરાવે છે .

17. દ્ધિઅંગી કોની જટિલ રચના છે ?

A. લાંબા સમય દરમિયાન બીજાણુજનક હોય છે
B. પરોપજીવી બીજાણુજનક તબક્કો કે જે પ્રભાવી છે
C. જન્યુજનક તબક્કો પ્રભાવી છે કે જે બીજાણુ ઉત્પન્ન કરે
D. નાનો બીજાણુજનક તબક્કો અને સામાન્યત : જન્યુજનક તબક્કા પર પરોપજીવી છે .

18. દ્ધિઅંગી માટે નીચે આપેલ પૈકી એક સાચું છે ?

A. તેઓ આર્ચીગોનિયા ( માદાબીજાણુધાની ) ધરાવે છે .
B. તેઓ હરિતકણ ધરાવે છે .
C. તેઓ સુકાયક છે .
D. ( a ) , ( b ) અને ( c ) ત્રણેય

19. દ્ધિઅંગીઓ પાણી પર આધારિત હોય છે . કારણ કે ....
A. આર્ચીગોનિયમ પાણી દ્વારા ભરાય છે , જે ફલન માટે હોય છે .
B. ફલન માટે પાણી આવશ્યક છે , જે તેમના સમબીજાણુક સ્વભાવ પર આધારિત હોય છે .
C. પાણી તેમના વાનસ્પતિક પ્રજનન માટે અનિવાર્ય છે .
D. નરજન્યુઓ સહેલાઈથી અંડકોષ સુધી આર્ચિર્સ્પોરિયમમાં પહોંચે છે .

20. નીચે આપેલ પૈકી કયા એકને વનસ્પતિસૃષ્ટિમાં ઊભયજીવી કહે
A.દ્ધિઅંગીઓ
B. ત્રિભંગીઓ
C. અનાવૃત્ત બીજધારીઓ
D. લીલ

21. એક દ્ધિઅંગી એકાએક અસંયોગીજનન દ્વારા પ્રજનન શરૂ કરે . તેની દ્વિતીય પેઢીની તુલનામાં પિતૃછોડમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હશે ?
A. સમાન
B. અડધી
C. બમણી
D. ત્રણગણી

22. મૉસ પીટનો ઉપયોગ પુષ્પોને મોકલવાના પેકેજિંગ દ્રવ્ય તરીકે થાય છે અને વનસ્પતિઓ વચ્ચેની જગ્યાઓ જોવા મળે છે . કારણ કે ...
A. તે ઉસ્વેદન ઘટાડે છે .
B. તે જીવિત રહેવા માટે એક સારું પરિબળ છે .
C. તે સરળતાથી પ્રાપ્ય છે .
D. તે ભેજગ્રાહી છે .

23. નીચે આપેલ પૈકી કયું / કયાં એક કે વધારે વિધાનો દ્ધિઅંગીને અનુલક્ષીને અશક્ય છે ?
A. યુગ્મનજ અર્ધીકરણ પામી બીજાણુજનકનું નિર્માણ કરે છે .
B. યુગ્મનજ સમભાજન પામી ગર્ભને સ્થાપિત રચના બનાવે છે .
C. ફલન પાણીની હાજરીમાં જ જોવા મળે છે .
D. બીજાણુજનક જન્યુજનક પર પરોપજીવી છે

24. પ્રતંતુ ( પ્રોટોનેમા ) શું છે ?
A. ત્રિઅંગી અશ્મિ
B. ફ્યુનારિયાના બીજાણુજનકનો એક ભાગ
C. મૉસની જન્યુજનક અવસ્થાનો જુવેનાઇલ તબક્કો
D. આમાંથી એક પણ નહિ .

25. પ્રતંતુ ( પ્રોટોનેમા ) શેમાં જોવા મળે છે ?
A. ફર્ન્સ
B. મૉસિસ
C. લિવરવર્ઝા
D. ફૂગ

26. ફ્યુનારિયા કઈ રચના દ્વારા જોડાયેલ હોય છે ?
A. મૂળ
B. મૂલાંગો
C. પરોપજીવી મૂળ
D. પ્રકાંડ

27. ફ્યુનારિયાનું જીવનચક્ર પાણી વગ પૂર્ણ થતું નથી . તે માટે સાચું . વિધાન પસંદ કરો .
A. ફ્યુનારિયા દ્ધિઅંગી વનસ્પતિ છે .
B. શાખાઓનો વિકાસ થતો નથી .
C. માત્ર પાણીની હાજરીમાં ફલન પામે છે .
D. વનસ્પતિ નાજુક અને શુષ્ક બનતા પાણી વગર મરી જાય છે.

28. કોના જીવનચક્રમાં પ્રતંતુ ( પ્રોટોનેમા ) જોવા મળે છે ?
A. સ્પાયરોગાયરા
B. રાઇઝોપસ
C. ફ્યુનારિયા
D. ઇ . કોલાઇ

29. ફ્યુનારિ બીજાણુજનક અવસ્થા સારી રીતે વિકસે છે અને તે શેની બનેલી છે ?
A. પાદ , પ્રચલિત કેશ ( પ્રાવર દંડ ) અને કેપ્સ્યૂલ  ( પ્રાવર )
B. બીજાણુધાનીt
C. માત્ર કેપ્સ્યૂલ ( પ્રાવર )
D. પાદ અને કેપ્સ્યૂલ ( પ્રાવર )

30. મૉસમાં નરબીજાણુધાની અને માદાબીજાણુધાની ક્યાં જોવા મળે છે ?
A. પર્ણોના અગ્રભાગ ઉપર
B. પર્ણોની કક્ષમાં
C.પર્ણ મય પ્રરોહ  અગ્રભાગ ઉપર
D. પ્રકાંડના તલભાગ ઉપર



જવાબો

1. C 2. C 3. B 4. B 5. A 6. D 7. A 8. C 9. D 10. B 11. D 12. B 13. A 14. C 15. A 16. D 17. D 18. D 19. D
20. A 21. A 22. D 23. A 24. C 25. B 26. B 27. C 28. C 29. A 30. C
======================================

Mail- indiabiologymanishmevada@gmail.com

Connect with this mail for more knowledge of Biology

This Site helpful for UGC Net Examination 

It is also helpful for MCAT (Medical College Admission Test) united States, Australia, Canada and caribbean islands.

For Join With Me Mail Me 

Manish Mevada
M.Sc, M.Phil, B.Ed

THANK YOU.


Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad