Biology Test Series
Biology Test Series For NEET
Biology Test Paper
Biology Online Test
Free Biology Practice Test
પરીક્ષાના છેલ્લા દિવસોમાં તૈયારી
- નમસ્તે મિત્રો હવે પરીક્ષા માટે થોડા ક દિવસો બાકી રહ્યા છે અને પરીક્ષા માટે પણ મૂંઝવણ મા હશો.
- ત્યારે છેલ્લા દિવસોમાં કેવી રીતે તૈયારી કરવી એ તમારા મનમાં પ્રશ્ન ઉદભવતો હશે તો આ આર્ટિકલ મા0 તમારા દરેક પ્રશ્નોનું નિરાકરણ થઇ જશે માટે સંપૂર્ણ આર્ટિકલ વાંચવો
કેટલા દિવસો બાકી છે તેની ગણતરી પ્રમાણે વિષયોની વહેંચણી
- મિત્રો બોર્ડ ની પરીક્ષાની તારીખો નક્કી નથી પણ 50 દિવસ માની લઈએ neet ની પરીક્ષા ની તારીખ નક્કી છે એટલે કે અંદાજે 2 મહિના અને 15 દિવસ એટલેકે અંદાજે 75 દિવસ
- આ પ્રમાણે દિવસોથી પ્લાનિંગ કરી શકાય એટલેકે દાખલા તરીકે neet માટે વિચારીયે તો 75/3 વિષય એટલે કે એક વિષયના ભાગે 25 દિવસ આવે એટલે કે એક વિષય સંપૂર્ણ 25 દિવસ મા પૂરો કરવાનો રહે આ પ્રમાણે બોર્ડ માટે પણ પ્લાન કરી શકો
કેટલા ટોપિક સંપૂર્ણ બાકી છે એ તારવો
- તમે આટલા દિવસમાં લગભગ સંપૂર્ણ ત્રણે વિષય સરસ મજાના વાંચી લીધા હશે પણ તો પણ કેટલાક ટોપિક એવા હશે કે સંપૂર્ણ બાકી હશે વાંચવાના અથવા તમને બિકુલ કોન્સેપટ અથવા યાદ નહિ હોય એવા ટોપિક ને સૌ પ્રથમ પ્રાધાન્ય આપવું એ ટોપિક ની સંપૂર્ણ તૈયારી કરી લેવી સૌ પ્રથમ એ ટોપિક વાંચવાના પતિ જાય પછી મધ્ય આવડતા ટોપિક નું વાંચન કરવું અને અંતમાં સરળ લગતા ટોપિક નું વાંચન કરવું
કેટલા કલાક વાંચવું
- મિત્રો અત્યારની પરીસ્થીમાં જયારે હાલ સ્કૂલ મા રજાઓ છે અને તમે સંપૂર્ણ ગરે રહી ને તૈયારી કરો છો ત્યારે વાંચવાનો સમય બઉજ મળી રહે છે તો એનો સંપૂર્ણ ઉપયોગ કરો તો કદાચ જે વાંચવાનું બાકી હોય એ સંપૂર્ણ પૂરું પણ થઇ જાય અને પુનરાવર્તન પણ થઇ જાય
- હું તમને ગણતરી કરાવું તો દિવસ મા 24 કલાક છે જેમાંથી તમે 6 કલાક ઊગો છો અને હાલ પરીક્ષા સમયે એટલુંજ ઊગવું જોઈએ તો 18 કલાક બાકી રહે એમાંથી તમારી દૈનિક ક્રિયાઓ માટે નો સમય બાદ કરીદો અંદાજે 4 કલાક જેટલો કુલ સમય સરેરાશ થતો હશે તો પણ 14 કલાક બચે જેમાંથી બીજા 1 કલાક તમે તમારી રુચિ પ્રમાણે નું મગજ ને ફ્રેશ કરવા નીકળો તો પણ 13 કલાક બચે અને માંથી કદાચ 3 કલાક રોજ વિડિઓ સ્કૂલ ના આવતા હોય તો એમાં નીકાળી દો તો પણ 10 કલાક ચોખ્ખા વાંચવાના નીકાળી શકાય એટલે ટૂંકમાં અત્યારે 10 કલાક તો વાંચવું જરૂરી છે.
- 10 કલાક માંથી દરેક 2 વિષયને ત્રણ ત્રણ કલાક અને જે અઘરો લાગતો હોય એ વિષયને 4 કલાક આપી શકાય. આમ 10 કલાકની વેહેચણી કરી શકાય.
જેમને સંપૂર્ણ તૈયારી થઇ ચુકી છે એમના માટે સલાહ.....
- મિત્રો ઘણી વાર એવું લાગતું હોય છે કે આપણને બધીજ તૈયારી થઇ ચુકી છે તો પણ ઘણી વાર અમુક કોન્સ્પેટ રહી ગયેલા હોય છે એ માટે સૌ પ્રથમ 1 થી 2 વાર NCERT BOOK સંપૂર્ણ દરેક લાઇન સમજી લેવી યાદ રાખી લેવી
- તમને સંતોષ છે કે તમે NCERT BOOK સંપૂર્ણ સમજી લીધી છે તો રોજ દરેક વિષયમાં જે પ્રમાણે કલાક વહેચ્યા છે એ પ્રમાણે જેટલાં વધારેમાં વધારે MCQ કરવા જેથી વધુ ને વધુ પ્રેક્ટિસ થાય મિત્રો MCQ માટે કોઈ પણ 2 REFERENCE BOOK સંપૂર્ણ વાંચી લેવી દરેક MCQ સમજીને વાંચી લેવા જે પરીક્ષાની તૈયારી માટે કાફી છે.
INDIA BIOLOGY SPECIAL સલાહ
- મિત્રો હાલ online ના જમાના મા બધુજ ભણવાનું online ચાલી રહ્યું છે પણ સાથે સાથે મે જોયું છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ બઉ બધા ગ્રુપ બનાવી ત્યાં પ્રશ્નો શેર કરવામાં અથવા સોશિઅલ સાઈટ મા ઘણો ખરો સમય વેડફતા હોય છે.
- મિત્રો આ તમારા કેરિયર નું છેલ્લું વર્ષ છે કે જે તમારી કારકિર્દી નક્કી કરશે.
- તો તમારી પરીક્ષા સફળ બનાવા જીવન સફળ બનવવા બીજી વધારાના વિષયોથી દૂર રહેવું દિશામાં રહી જે મે ઉપર પ્રમાણે સમજાવ્યું એ પ્રમાણે વાંચન કરવું અને બિનજરૂરી કામ થી દૂર રહેવું મોબાઈલ નો ઓછામાં ઓછો ઉપયોગ કરવો જેથી તમે કંઈક વિચારી શકો અને વધારે મા વધારે વાંચવામાં સમય આપી શકો.
તમને કોઈ મુંજવતા પ્રશ્નો મને લખી શકો મારાં mail મા અથવા અહીં કોમેન્ટ આપી શકો.
======================================
Mail- indiabiologymanishmevada@gmail.com
Please do not enter any spam link or word in the comment box