Type Here to Get Search Results !

Biology Test Series For NEET | પ્રકરણ -4 | ટેસ્ટ - 38 | ધોરણ -11

0


Biology Test Series

Biology Test Series For NEET

Biology Test Paper 

Biology Online Test

Free Biology Practice Test


ટેસ્ટ માટે ની સૂચના

1) કુલ પ્રશ્નો - 25 ,પ્રત્યેક સાચાં પ્રશ્નનના  4 ગુણ ગણવા. 2) કુલ ગુણ -100 3) ટેસ્ટ સમય - 25 મિનિટ. 4) આ Biology Test Series  ના ટેસ્ટ  જાતે પ્રામાણિકતાથી તમારી નોટ બુક માં લખવો અને પછી લખ્યા પછી જવાબ જોવા અને ગુણાંકન કરવું. 5) આ Biology Test Series તમારી પ્રેક્ટિસ હેતુ થી બનાવવામાં આવ્યા છે


Biology Test Series For NEET | પ્રકરણ -4 | ટેસ્ટ - 38 | ધોરણ -11

1.શરીરદીવાલ અને પાચનમાર્ગ વચ્ચેનો અવકાશ મધ્યસ્તર દ્વારા આવરિત છે . તેને શું કહે છે ?
( a ) અદેહકોષ્ઠ ( b ) કૂટદેહકોષ્ઠ ( c ) દેહકોષ્ઠ  ( d ) આમાંથી એક પણ નહિ .

2.દેહકોષ્ઠીમાં ખોરાકના પ્રસરણનો પ્રશ્ન પાચનમાર્ગથી પેશીઓ સુધી પ્રસરણ કોના દ્વારા હલ થાય છે ?
( a ) દેહકોષ્ઠજળની હાજરી        ( b ) શરીરના પોલાણમાં ખોરાકનું ચવાવવું તૂટવું
( c ) પરિવહન તંત્રનો વિકાસ થવો ( d ) પાચન સંબંધિત ગ્રંથિઓનો વિકાસ થવો .

3. નીચે આપેલ પૈકી કર્યું એક જૂથ હૂંફાળું રુધિર ધરાવતાં પ્રાણીઓનું છે ?
( a ) પક્ષીઓ ( b ) મત્સ્યો ( c ) ઊભયજીવીઓ ( d ) સરિસૃપો

4. શેમાં દ્વિગર્ભસ્તરીય પ્રાણીઓ આપેલા છે ?
( a ) નુપૂરક ( b ) સછિદ્રા ( c ) કોષ્ઠાત્રિ ( d ) ( b ) અને ( c ) બંને

5. કયા ત્રિગર્ભસ્તરીય પ્રાણીમાં દેહકોષ્ઠનો અભાવ હોય છે
( a ) પૃથુકૃમિ ( b ) સૂત્રકૃમિ ( c ) નુપૂરક ( d ) સંધિપાદ

6. શરીરદીવાલ અને પાચનમાર્ગની વચ્ચે આવેલ અવકાશ દેહકોષ્ઠ કોના દ્વારા બને છે ?
( a ) બાહ્ય અને અંત : ગર્ભસ્તર      ( b ) મધ્ય અને બાહ્યગર્ભસ્તર
( c ) બાહ્યગર્ભસ્તરની બંને બાજુએ ( d ) મધ્યગર્ભસ્તરની બંને બાજુએ

7. અરીય સમમિતિ શેમાં જોવા મળે છે ?
( a ) સછિદ્રા અને કોષ્ઠાત્રિ ( b ) કોષ્ઠાત્રિ અને શૂળતચી
( c ) કોષ્ઠાત્રિ અને પૃથુકૃમિ ( d ) સંધિપાદ અને મૃદુકાય

8. અરીય સમમિતિ દ્વિગર્ભસ્તરીય પ્રાણી કયું છે ?
( a ) ગોળકૃમિ ( b ) અળસિયું ( c ) હાઇડ્રા ( d ) યકૃતકૃમિ

9. કયા સમુદાયમાં સાચી શરીરગુહાનો અભાવ છે ? 
( a ) સૂત્રકૃમિ ( b ) નુપૂરક ( c ) શૂળત્વચી ( d ) મૃદુકાય

10. સાચી શરીરગુહા શેમાં હોય છે ?
( a ) હાઇડ્રા ( b ) ટાઇનિયા ( c ) ફેરિટિમા ( d ) સાયકોન

11. અરીય સમમિતિ કોણ ધરાવતું નથી ?
( a ) હાઇડ્રી ( b ) સ્ટારફિશ ( તારામાછલી )  ( c ) વાદળી ( d ) કરોળિયો

12. કોના શરીરમાં પેશીઓનો અભાવ હોય છે ?
( a ) વાદળી ( b ) નુપૂરક ( c ) પૃથુકૃમિ ( d ) સંધિપાદ

13. નલિકાતંત્ર કોની લાક્ષણિકતા છે ?
( a ) હાઈડ્રા ( b ) સ્પોન્જ ( વાદળી ) ( c ) સમુદ્રફુલ ( d ) સાગરગોટા

14. જો વાદળીના મહત્તમ શક્ય ટુકડાઓ કરવામાં આવે , તો શું થશે ?
( a ) આ બધી જ નાશ પામે .                  ( b ) આ વિભેદીકરણ પામશે .
( c ) પ્રત્યેક ટુકડા વાદળીનું નિર્માણ કરશે . ( d ) કેટલાક ટુકડાઓ વાદળીમાં વિકસે છે .

15. પ્રાથમિક ચેતાતંત્ર શેમાં જોવા મળે છે
( a ) વાદળી ( b ) નીડારિયા ( કોષ્ઠાત્રિ ) ( c ) શૂળતચી ( d ) નુપૂરક

16. હાઇડ્રામાં ઉત્તેજના અને ઊર્મિવેગોનું વહન કોના દ્વારા થાય છે
( a ) ચેતાજાલિકા ( b ) સંવેદી કોષો ( c ) નેમેટોસાઇટ્સ ( d ) ( a ) , ( b ) અને ( c ) ત્રણેય

17. ટીનોફોરા સમુદાયનાં પ્રાણીઓ સામાન્ય રીતે શેના તરીકે ઓળખાય છે ?
( a ) દરિયાઈ અખરોટ અને છત્રાકાર જેલી ( b ) દરિયાઈ અખરોટ અને કોષ્ઠાત્ર
( c ) છત્રાકાર જેલી અને પુષ્પક                ( d ) દરિયાઈ અખરોટ અને પુષ્પક

18. નીચે આપેલ પ્રાણીઓમાંથી કયાં પ્રાણીનું શરીર ઘણા ખંડોમાં વિભાજિત નથી ?
( a ) ચપટા કૃમિ ( b ) તીતીઘોડો ( c ) અળસિયું ( d ) લોલ્સ્ટર

19.શેમાં ઉત્સર્જન અંગ તરીકે જ્યોતિકોષો આવેલા હોય છે ?
( a ) પ્લેનેરિયા ( b ) હાઇડ્રા ( c ) હાઇડ્રીલા ( d ) વંદો

20. પટ્ટીકીડો પાચનતંત્ર ધરાવતું નથી , પણ ...
( a ) તેને ઘન ખોરાકની જરૂરિયાત નથી . ( b ) તે સામાન્ય સપાટી દ્વારા ખોરાક મેળવે છે .
( c ) તેને ખોરાકની જરૂરિયાત નથી .       ( d ) તે આંતરડાંમાં રહે છે . ( જીવે છે . )

21. સૂત્રકૃમિઓમાં દેહકોષ્ઠ આવરણ દ્વારા અસ્તર બનતું નથી . તેને શુ કહે છે
( a ) દેહકોષ્ઠ ( b ) કૂટદેહકોષ્ઠ ( c ) એન્ટેરોસિલોમ ( d ) રુધિરગુહા

22. જો જીવિત અળસિયાને સોય વડે ઈજા પહોંચાડવામાં આવે , તો તેની બાહ્ય સપાટી અને તેનો પાચનમાર્ગ ઈજાગ્રસ્ત બને , પ્રવાહી ( ફેલ્યુઇડ ) બહાર આવે છે , તે શું છે ?
( a ) ઉત્સર્ગ પ્રવાહી ( b ) દેહકોષ્ઠજળ ( c ) હીમોલિમ્ફ ( d ) ચીકણું શ્લેષ્મ

23. નુપૂરક સમુદાયની લાક્ષણિકતા નીચે આપેલ પૈકી કઈ એક નથી
( a ) કૂટદેહકોષ્ઠ ( b ) વક્ષ ચેતારજુ ( c ) બંધ પ્રકારનું પરિવહન તંત્ર ( d ) ખંડમય સંરચના

24. નીચે આપેલ પૈકી કયું એક પ્રાણી સમુદાય સંધિપાદ સાથે સંકળાયેલું છે ?
( a ) ઑક્ટોપસ ( b ) ઊધઈ ( c ) રેતીકીડો ( d ) જળો

25. કયો વર્ગ સૌથી વધુ માત્રામાં પ્રાણીઓ ધરાવે છે ?

( a ) સસ્તન ( b ) માછલી / મત્સ્ય ( d ) સરિસૃપ ( c ) કીટક



જવાબો

1.C 2.C 3.A 4.D 5.A 6.D 7.B 8.C 9.A 10.C 11.D 12.A 13.B 14.C 15.B 16.D 17. A 18. A 19. A 20. B 21. B 22. B 23. A 24. B 25. C



======================================

Mail- indiabiologymanishmevada@gmail.com

Connect with this mail for more knowledge of Biology

This Site helpful for UGC Net Examination 

It is also helpful for MCAT (Medical College Admission Test) united States, Australia, Canada and caribbean islands.

For Join With Me Mail Me 

Manish Mevada
M.Sc, M.Phil, B.Ed

THANK YOU.


Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad